Saturday, October 10, 2026
Home Blog Page 58

જામનગરમાં યુવકની પત્ની રિસામણે બેઠી, અને સાઢું અને તેના બે પુત્રોએ ખૂની ખેલ ખેલી હત્યા નિપજાવી

0

જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં એક યુવાનની હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

  • મૃતક ની પત્ની રિસામણે બેઠી હોવાથી તેના સાઢુભાઈ અને તેના બે પુત્રોએ છરી અને પાઇપ વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાનું ખુલ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૫ જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં રવિવારે બપોરે એક યુવાનને છરી અને પાઇપ વડે હુમલો કરી હત્યા નીપજાવાઇ હતી. મૃતક યુવાનની પત્ની રિસામણે બેઠી હોવાથી જામનગરમાં જ રહેતા તેના સાઢુભાઈ અને તેના બે પુત્રએ આ બાબતે તકરાર કર્યા પછી છરી અને ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે મામલે પોલીસે હત્યા અંગે ગુનો નોંધ્યો છે, અને ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર પાણાંખાણ વિસ્તારમાં રહેતો રોહિત દિલાભાઈ પરમાર નામનો ૩૨ વર્ષનો યુવાન આજે રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યાના અરસામાં પાણાંખાણ વિસ્તારમાં ઉભો હતો, જે દરમિયાન તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્રો સુજલ અને વિમલ કે જેઓએ આવીને રોહિતની પત્ની તેજલ કે જે રીસાણી બેઠી હતી, અને તેના માવતરે મેટોડા ચાલી ગઈ હતી, જે બાબતે તકરાર કરી હતી.જ્યાં ઉગ્ર ઝઘડો થયા બાદ નરેશ અને તેના બે પુત્રોએ રોહિત ઉપર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો, અને ત્યાંથી ભાગી છુટ્યા હતા.રોહિત ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવની જાણ થતાં શહેર વીભાગના ડીવાયએસપી જયવીરસિંહ.એન. ઝાલા અને સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બનાવવાના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતક રોહિતના પિતા દિલાભાઈ વીરાભાઇ પરમાર ની ફરિયાદના આધારે તેના પુત્રની હત્યા નીપજાવનાર નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્ર સુજલ અને વિજય સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, અને ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ હત્યાના બનાવને લઈને શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.

જામનગર નજીક ગણપતિ વિસર્જન કરવા ગયેલા પિતા પુત્ર સહિત 3 ના મોતથી અરેરાટી

0

જામનગર નજીક નાઘેડી ના લહેર તળાવમાં ગણપતિ વિસર્જન માટે ગયેલા પિતા પુત્ર સહિત ત્રણના મૃત્યુને લઈને ભારે અરેરાટી

  • પિતા પુત્ર ત્રણેય લહેર તળાવમાં બપોરે ગણપતિ વિસર્જન કરવા માટે ઉતર્યા બાદ ડૂબી જતાં ત્રણેયના મૃત્યુ નીપજવાથી ભારે અરેરાટી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૫, જામનગર ના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના પિતા અને બે પુત્રો સહિત ત્રણ વ્યક્તિના લહેર તળાવમાં ગણપતિ વિસર્જન વેળાએ ડૂબી જતાં કરુણ મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે ગમગીની ફેલાઈ છે, અને પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.આ કરુણાજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રિતેશ દિનેશભાઈ રાવત પ્રજાપતિ કુંભાર (૩૫ વર્ષ) કે જેઓએ પોતાના ઘેર ગણપતિ નું સ્થાપન કર્યું હોવાથી આજે બપોરે ગણપતિનું વિસર્જન કરવા માટે પોતાના બે પુત્રો સંજય (ઉંમર વર્ષ ૧૫) અને અંશ (ઉંમર વર્ષ ચાર) જે બંનેને પોતાના બાઈકમાં સાથે બેસાડીને ગણપતિની મૂર્તિને લઈને જામનગર થી નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવ પાસે પહોંચ્યા હતા.જ્યાં ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતી સમયે પિતા પુત્ર ત્રણેય પાણીમાં ઉતર્યા હતા, અને એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. પિતાએ પોતાના બંને પુત્રોને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

આ બનાવના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ને જાણ કરી હતી, જેથી ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાંથી પ્રિતેશભાઈ અને તેના બે પુત્રો સંજય અને અંશને બહાર કાઢી લીધા હતા, પરંતુ તેઓના મૃતદેહજ હાથ લાગ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થવાથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું છે, જ્યારે પ્રિતેશ ભાઈ ના માતા તથા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર શહેર ભર માં ભારે ગમગીની ફેલાઈ છે.

વાહ રે જનેતા : તરછોડાયેલ નવજાત અનામી પારણાથી હોસ્પિટલ પહોંચ્યું

0

જામનગરના વિકાસ ગૃહ ની બહાર મુકાયેલા અનામી પારણાં માં કોઈ નવજાત શિશુને તરછોડી જતાં બાળકને બચાવી લઈ હોસ્પિટલમાં ખસેડાયું

  • બાળ કલ્યાણ સમિતિની ટીમ દ્વારા બાળકની જી.જી. હોસ્પિટલમાં સધન સારવાર કરાવાઈ: બાળકની તબિયત હાલ સુધારા પર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૫, જામનગરમાં વિકાસગૃહ સંસ્થાની બહાર અનામી પારણાંમાં ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક નવજાતિ શીશુ (બાબા) ને ત્યજી દેવાયું હતું, અને બાળક ખૂબ જ ગંભીર હાલતમાં હતું.આ અંગેની જાણકારી મળતાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન એડવોકેટ ભાવિન ભોજાણી અને તેઓની ટીમ તુરતજ ત્યાં દોડી ગઈ હતી, અને બાળકનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું. જેને બાળકોના વિભાગમાં દાખલ કરીને વેન્ટિલેટર પર રખાયું હતું, અને તબીબો ની ટીમ દ્વારા તેની સઘન સારવાર કરાયા બાદ હાલ બાળક ની તબિયત સુધારા પર છે. અને તેની સતત દેખરેખ રખાઈ રહી છે.

જામનગરમાં પાલતુ કૂતરાને હેરાન કરવા મામલે બે પરિવાર વચ્ચે મારામારી

0

જામનગરમાં કાના નગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦, ઓગસ્ટ ૨૫ જામનગરમાં ૫૮ દિગ્વિજય પ્લોટ નજીક કાના નગર વિસ્તારમાં પાલતુ કુતરા ને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા થયા હતા.જે બાબતે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં કાના નગર શેરી નંબર -૧ માં રહેતી હીનાબેન શંકરલાલ જોશી નામની ૪૨ વર્ષની વિપ્ર મહીલાએ પોતાના પાલતુ કુતરા ને હેરાન કરવાની પાડોશીને ના પાડતાં ઉસકેરાયેલા પાડોશી અશોકભાઈ દિનેશભાઈ ભાનુશાળી તેમજ તેના પરિવારના રાજા દિનેશભાઈ ભાનુશાળી, અમિત ભાનુશાળી, અને શૈલેષ ભાનુશાળી સામે પોતાને અને પોતાના પરિવારના સભ્યોને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.જયારે સામા પક્ષે અશોકભાઈ દિનેશભાઈ દામાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે પાડોશી હીનાબેન શંકરલાલ જોશી, દિપકભાઈ અને જયેશભાઈ વગેરે ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગર : મયુર નગરના બધડાટી પ્રકરણમાં ચાર સામે ગુનો નોંધાયો

0

જામનગરના મયુર નગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કર્યો

  • ઇજાગ્રસ્ત યુવાનના ઘરમાં ઘૂસી જઇ તોડફોડ કર્યા ની અને તેના ભાઈ અને માતાને પણ માર માર્યાની ફરિયાદ : મારકુટ નો વિડીયો થયો હતો વાયરલ

  • આરોપી :-અભિષેક પંકજભાઈ જોશી, પરીક્ષિત પંકજભાઈ જોશી, આશિષ કાંતિલાલ જોષી અને સુનિલભાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ ઓગસ્ટ ૨પ, જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીઓના ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યાની તેમજ તેના માતા અને ભાઈ ઉપર પણ હુમલો કરી ઘરમાં તોડફોડ કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેઓએ પોતાની નકલી પોલીસની ઓળખ આપી હતી.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા જયદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના ૨૪ વર્ષના યુવાને પોતાના માથા પર પાઇપ ફટકારી લોહી લુહાણ કરી નાખવા અંગે ઉપરાંત પોતાના નાનાભાઈ અને માતા ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અને ઘરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે અભિષેક પંકજભાઈ જોશી, પરીક્ષિત પંકજભાઈ જોશી, આશિષ કાંતિલાલ જોષી અને સુનિલભાઈ વગેરે ચાર સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી અભિષેક કે જેના કોઈ પરિચિત ઉપર ચોરીનું આળ મૂકવામાં આવ્યું હતું, અને ઇજાગ્રસ્ત જયદેવના બાજુમાં રહેતા રમેશભાઈ બાલાસ ના પરિવારના સભ્ય જાહેરમાં વાતો કરતા હતા, જેનો ખાર રાખીને ઉપરોક્ત આરોપીઓ પાડોશી રમેશભાઈ બાલસના ઘરની બહાર આવ્યા હતા, અને હંગામા મચાવી રહ્યા હતા. જેને ફરિયાદી યુવાને અટકાવવા માટેનો પ્રયાસ કરતાં તેઓ ઉસકેરાઈ ગયા હતા, અને અમારા ઝઘડામાં તું શું કામ વચ્ચે રસ લે છે, તેમ કહી માર માર્યો હતો.

એટલું જ નહીં તેના ઘરમાં પણ ઘુશી જઇ હંગામો મચાવી પોતે પોલીસ છે, તેવી ખોટી ઓળખ આપીને તોડફોડ પણ કરી નાખી હતી. જે સમગ્ર બનાવનો કોઈએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન તે વિડિયો વાયરલ થયો હતો.આખરે મોડી રાત્રે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને હંગામા મચાવી તોડફોડ કરનાર ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ તેઓને શોધી રહી છે.

જામનગરમાં સાગર સુરક્ષા કવચ ની કવાયત હેઠળ હાલારના સાગર કિનારે મોક ડ્રીલ યોજાઈ

0

જામનગરમાં સાગર સુરક્ષા કવચ ની કવાયત હેઠળ હાલારના સાગર કિનારે મોક ડ્રીલ યોજાઈ

  • જામનગર ની એસ.ઓ.જી. શાખા, એલસીબી ની ટીમ તથા બેડી મારી પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું

  • મોકડ્રીલ દરમિયાન બોટ મારફતે આવી રહેલા બે આતંકવાદીઓને સાગર સુરક્ષા કવચ હેઠળની ટીમે પકડી પાડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લા સહિતના દરિયા કિનારા વિસ્તારમાં તમામ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું, અને એલસીબી,એસઓજી સહિતની ટુકડી આ મોકડ્રીલમાં જોડાઈ હતી. જેમાં આતંકવાદીઓ સાથે આવી રહેલી એક બોટને પકડી લેવામાં આવી હતી, અને સુરક્ષાના ભાગરૂપે આ કવાયત યોજવામાં આવી હતી.રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ ના નેજા હેઠળ એલસીબી અને એસ.ઓ.જી. ની ટુકડી ઉપરાંત બેડી મરીને પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા અન્ય દરિયા કિનારા વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ વિભાગ દ્વારા આજે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.તમામ દરિયા કિનારા વિસ્તારમાં બોટ મારફતે પેટ્રોલિંગ કરાયું હતું, સાથો સાથ દરિયા કિનારા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને ત્યાં પણ ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન એક બોટ મારફતે બે આતંકવાદીઓ જામનગરના દરિયા કિનારે આવી રહ્યા છે, તેવી માહિતીના આધારે તમામ સુરક્ષા એજન્સીઓની ટીમેં બે આતંકવાદી સાથેની બોટને પકડી પાડી હતી. જોકે આ મોકડ્રીલ અંતર્ગતની કાર્યવાહી હતી.

જામનગરમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનો તમામ વોર્ડમાં વોટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

0

જામનગર શહેરમાં વોટ ચોરી ના મુદ્દે ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી તમામ વોર્ડ માં વોટ જાગૃતિ કાર્યક્રમ નું કોંગ્રેસનું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ઓગસ્ટ ૨૫, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચ નો દુરુપયોગ કરીને વોટ ચોરી કરવામાં આવી રહી છે, તેવા આક્ષેપો સાથે આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, અને કોંગ્રેસ પાર્ટી વોટ ચોરી મુદ્દે રાષ્ટ્રવ્યાપી લડત આપશે, જેની સાથે સાથે જામનગર પણ જોડાશે. અને આગામી દિવસોમાં ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી જામનગર શહેરના તમામ ૧૬ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના જણાવ્યા અનુસાર દેશભરમાં ચૂંટણી પંચે જે રીતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે વોટ ચોરી કરાવવામાં આવી રહી છે, આ મુદ્દે લોકસભાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ નું જે વોટ ચોરીનું ષડયંત્ર હતું એ પ્રૂફ સાથે દેશની જનતા સામે એક પત્રકાર કોન્ફરન્સ કરી આ ચોરી ખુલ્લી પાડી હતી.ત્યાર પછી દેશભરમાં મશાલ રેલી, ચૂંટણીપંચ સામે ધરણા, અને છેલ્લે બિહારમાં વોટ ચોરી યાત્રા ઇન્ડિયા ગઠબંધન દ્વારા શરૂ કરવામાં આવી છે. અને તારીખ ૩૧ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મુદ્દે એક મહાસંમેલન અમદાવાદ ખાતે થવા જ રહ્યું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, નેતા પ્રતી પક્ષ તુષાર ચૌધરી, અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સૌરાષ્ટ્ર પ્રભારી ભુપેન્દ્ર મારવી ના આદેશ મુજબ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરમાં પણ વોટ ચોરીના મુદ્દે લોકોને જાગૃતિ કરવા માટેનો એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી જામનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં વોટ ચોરી મામલે લોકજાગૃતિના કાર્યકર્મો યોજાશે, અને જામનગર શહેર કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત રહી લોકોને જાગૃત કરશે.

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી

0

દર્દીઓનાં પરીક્ષણની વિશેષ ડ્રાઇવ સાથે જાગૃતિ અભિયાન

  • જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી

દેશ દેવી ન્યુઝ તા. ૨૯ ઓગસ્ટ ૨૫ જામનગરની જી.જી.હોસ્પિટલનાં ઓપ્થાલ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ૪૦ માં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા અંતર્ગત ૨૫ ઓગસ્ટથી આંખનાં દર્દીઓનાં પરીક્ષણોની વિશેષ ડ્રાઇવ સાથે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રોજીંદા ઓપીડીની સરેરાશ નિયત સંખ્યા કરતા બહોળી સંખ્યામાં દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે તથા ચક્ષુદાન વિષયક પત્રિકાઓનાં વિતરણ વડે આ અંગે લોકોને પ્રેરિત કરવાની કામગીરી વિભાગનાં ડોક્ટરો સહિતનાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગર સહિત રાજ્યના ૧૧૮ પીએસઆઇ ની આંતરિક બદલી : હરુભા જાડેજા મોરબી મુકાયા

0

જામનગર સહિત રાજ્યના ૧૧૮ પીએસઆઇ ની આંતરિક બદલી નો ગંજીફો ચિપાયો

  • અમદાવાદ ગ્રામ્યથી વાળા મીનાબા જામનગર અને ભાવનગરના હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (હરુભા ) ની મોરબી મુકાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૯ ઓગસ્ટ ૨૫ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જામનગર જામનગરના પાંચ અને દેવભૂમિ દ્વારકાના બે પીએસઆઇ સહિત સહિત રાજ્યના ૧૧૮ નીબદલીનો ગજીફો ચિપાયો હતોગુજરાત પોલીસમાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. રાજ્યના પોલીસવડા દ્વારા 118 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.જામનગરના ગોહિલ પાર્થકુમાર વિનોદભાઈ ને બનાસકાઠાં, જાડેજા રૂદ્રર્સિહ પ્રભાતસિંહ ને પશ્ચિમ કચ્છ , ગઢવી સંજયદાન ઇશ્વરદાનને ખેડા ,અકવાલિયા પ્રિયા મયુરને ગાંધીનગર , સગાડા શિતલબેન છગનભાઈ cid crime ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાવસાવા રાજેશ ગણપતભાઈને નવસારી ,જોષી રાજેશ વીરજી ને પશ્ચિમ કચ્છ ભૂજ મુકવામાં આવ્યા છે.

જામનગર જીલ્લામાં વાહન ચેકીંગ ના મામલે પોલીસની “નાઈટ ટ્રાફિક ડ્રાઈવ” : ૨૮૨ વાહન ચાલકો દંડાયા

0

જામનગર જીલ્લામાં વાહન ચેકીંગ ના મામલે પોલીસની “નાઈટ ટ્રાફિક ડ્રાઈવ” યોજાઇ : ૨૮૨ વાહન ચાલકો દંડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ ઓગસ્ટ ૨૫, જામનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા ગઇકાલે રાતે જીલ્લા ના તમામ પોલીસ મથક ને નાઈટ ટ્રાફિક ડ્રાઈવ નો આદેશ આપવામાં આવ્યો હતો.જેના અનુસંધાને સમગ્ર જિલ્લાભરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા વિશેષ ટ્રાફિક દ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવવી, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તથા રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં જીપી એક્ટ કલમ ૧૩૫ ના ૨૮ કેસ, એમવી એક્ટ કલમ- ૧૮૫ ના ૧૨, નંબર પ્લેટ વગરના ૧૧૬ કેસ, ફેન્સી નંબર પ્લેટ ના ૪૭ સહીત કુલ ૨૮૨ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.