Saturday, October 10, 2026
Home Blog Page 57

જામનગરમાં આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવાનો અંતિમ દિવસ

0

જામનગરમાં આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવાનો અંતિમ દિવસ : ઠેર ઠેર પ્રોસેસન નીકળ્યા

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત બન્ને વિસર્જન કુંડ માં ૧૦ દિવસમાં ૨૬૦૮ ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩સપ્ટેમ્બર ૨૫, ‘છોટી કાશી’ ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે, અને શહેરના અનેક મોટા ચોક, નાની શેરી ગલ્લી, એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળો પર મોટી સંખ્યા માં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા છે, અને પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો, મહા આરતી વગેરેના આયોજન થાય છે.

ગઈકાલે ગણપતિ સ્થાપન ના ૧૦માં દિવસે કેટલાક ગણપતિ મંડળ ના સંચાલકો કે જેઓ દ્વારા ૧) દિવસના ગણપતિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે તમામ ગણપતિ મંડળના આયોજકો દ્વારા ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલ્દી આ’ ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક સ્થળે ગણપતિ વિદાય વેળાની ધુનો સંભળાઈ હતી.જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલ સુધીમાં કુલ ૨૬૦૮ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ છે, ત્યારબાદ પ્રતિદિન અન્યથા એકાંતરા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે ગણપતિ વિસર્જનના આનંદ અંતિમ દિવસે શહેરના નાના-મોટા તમામ ગણેશ મંડળના સંચાલકોને મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિસર્જનકુંડમાં જ ગણપતિને મૂર્તિ નો વિસર્જન કરવા અનુરોધ કરાયો છે ઉપરાંત બાલાચડી વિસ્તારમાં પોલીસ પહેરો પણ ગોઠવી દેવાય છે

ગઈકાલ સુધીમાં પ્રથમ નંબર નો વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે ૨૨૩ સહિત ૭ દિવસમાં ૧,૫૭૭ ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં ગઈકાલે ૧૦ મા દિવસે ગણપતિ ની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ બે દિવસ દરમિયાન ૫૮૫ સહિત બંને વિસર્જનકૂંડ ના કુલ ૨,૬૦૮ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે.

જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના વર્ક આસી. હિરેન સોલંકી ની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.

જામનગર : લાલપુર તાલુકાના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ SOG ના હાથે પકડાયો

0

લાલપુર તાલુકા ના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ સપ્ટેમ્બર ૨૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ગરીબોની વસાહત ની વચ્ચે એક તબિબ કે જેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, તેવી માહિતી એસ.ઓ.જી. શાખા ને મળી હતી. તેથી ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન શ્રીમંતા પશુપતિ વિશ્વાસ નામનો પરપ્રાંતીય શખ્સ પોતે દવાખાનું ચલાવી રહ્યો હોવાનું અને દર્દીઓની તપાસ કરતાં મળી આવ્યો હતો. એસ.ઓ.જી. ની ટુકડી એ તેની પાસેથી ડીગ્રી વગેરેની માંગણી કરતાં પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું.જેથી તેની અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી રૂપિયા ૪,૨૬૫ ની કિંમત નો દવા સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે.જેની સામે મેઘપર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા બી.એન.એસ. કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

Metodologie pratiche per promuovere il gioco responsabile in casinò PayPal non AAMS

0

Analisi delle tecniche di monitoraggio e prevenzione del gioco compulsivo

La prevenzione del gioco compulsivo rappresenta una delle sfide principali nel settore dei casinò online, soprattutto in ambienti non regolamentati come quelli non AAMS che utilizzano sistemi di pagamento come PayPal. Approcci basati su tecnologie di monitoraggio avanzate consentono di individuare tempestivamente comportamenti a rischio e di intervenire prima che si sviluppino problematiche gravi.

Utilizzo di strumenti di tracciamento delle attività di scommessa

Gli strumenti di tracciamento raccolgono dati dettagliati sui depositi, le perdite, la frequenza di gioco e i modelli di scommessa di ogni utente. Ad esempio, sistemi di analisi comportamentale possono identificare schemi tipici di dipendenza, come scommesse ripetute in brevi periodi o eccessivi rialzi e abbassamenti di scommesse senza motivo logico. La combinazione di queste informazioni permette di configurare alert automatici e interventi mirati.

Implementazione di alert automatici per comportamenti a rischio

Gli alert automatici vengono attivati quando si verificano soglie predefinite, ad esempio un deposito superiore a una certa cifra o un incremento esponenziale nelle sessioni di gioco. Questi sistemi, pilotati da algoritmi di intelligenza artificiale, permettono di segnalare automaticamente ai giocatori o agli operatori comportamenti sospetti, aumentando la capacità di intervento tempestivo.

Valutazione dell’efficacia dei sistemi di allerta in tempo reale

Per massimizzare l’efficacia delle tecnologie di monitoraggio, è fondamentale valutare costantemente le metriche di performance e di intervento. Studi di settore indicano che sistemi con un tasso di false positive inferiore al 5% contribuiscono a ridurre l’ansia tra i giocatori e aumentano la fiducia nei meccanismi di sicurezza. L’analisi dei dati storici consente di perfezionare gli algoritmi e di adattarli alle nuove tendenze di comportamento.

Strategie di personalizzazione delle restrizioni di gioco

Le restrizioni personalizzate sono strumenti fondamentali per aiutare i giocatori a gestire il proprio rischio di dipendenza. La possibilità di impostare limiti di deposito, di perdita e di auto-esclusione permette di creare un ambiente controllato, promuovendo un rapporto più responsabile con il gioco. Per maggiori dettagli sulle misure di sicurezza e sulle politiche di protezione, puoi consultare http://ludios-casino.co.it/.

Impostazione di limiti di deposito e di perdita personalizzati

In piattaforme di casinò PayPal non AAMS, i giocatori possono stabilire soglie di deposito e di perdita giornaliere, settimanali o mensili. Questi limiti vengono configurati facilmente attraverso pannelli di controllo intuitivi e aiutano a prevenire comportamenti impulsivi o eccessivi. Ricordiamo che limiti ben calibrati, supportati da dati di rischio, migliorano l’esperienza di gioco e riducono il rischio di dipendenza.

Opzioni di auto-esclusione temporanea o permanente

L’auto-esclusione rappresenta uno degli strumenti più efficaci nella gestione del gioco problematico. Gli utenti possono scegliere di sospendere l’accesso al casinò per un periodo predeterminato o in modo permanente. Questa funzionalità, integrata con sistemi di verifica dell’identità, garantisce che le decisioni siano rispettate e attuate senza possibilità di elusione.

Configurazione di pause di gioco programmabili

Offrendo la possibilità di inserire pause di gioco programmate, si favorisce un approccio più consapevole e moderato. Ad esempio, alcuni sistemi permettono di impostare periodi di inattività giornalieri o settimanali, incoraggiando i giocatori a prendersi momenti di riflessione e a mantenere il controllo sul proprio comportamento.

Metodologie per sensibilizzare i giocatori sulla gestione del rischio

Educare i giocatori rappresenta il pilastro di una strategia preventiva efficace. Campagne informative, feedback personalizzati e supporto psicologico sono strumenti chiave per aumentare la consapevolezza dei rischi e promuovere un comportamento di gioco responsabile.

Campagne informative e programmi educativi digitali

Le piattaforme di casinò possono sviluppare contenuti educativi, come video, infografiche e quiz interattivi, che spiegano i rischi del gioco problematico e forniscono consigli pratici per un’esperienza moderata. La diffusione di queste risorse tramite email, social media e notifiche in-app aiuta a mantenere alta l’attenzione sulla responsabilità del gioco.

Utilizzo di feedback e rapporti di comportamento personalizzati

Gli operatori possono fornire ai giocatori rapporti periodici che evidenziano comportamenti di rischio, come frequenza, importo scommesso e variazioni nel modello di gioco. Questi feedback aiutano i giocatori a riconoscere eventuali segnali di dipendenza e a adottare misure correttive.

Coinvolgimento di supporto psicologico e consulenze online

Garantire l’accesso a servizi di supporto psicologico e consulenze online rappresenta un elemento fondamentale di approccio complessivo. Diverse piattaforme collaborano con professionisti specializzati per offrire assistenza immediata ai giocatori in difficoltà, contribuendo ad una gestione più consapevole delle emozioni e dei comportamenti.

Implementazione di strumenti tecnologici avanzati per la sicurezza

Le tecnologie di ultima generazione migliorano significativamente la sicurezza e la responsabilità nei casinò online non AAMS, rendendo più facile il rilevamento e la prevenzione dei comportamenti problematici.

Intelligenza artificiale per il riconoscimento di pattern problematici

L’uso di algoritmi di AI permette di analizzare in tempo reale le sessioni di gioco e di individuare schemi di comportamento tipici della dipendenza, come oscillazioni frequenti tra puntate alte e pause improvvise. Questi sistemi possono anche adattarsi ai cambiamenti nel comportamento degli utenti, migliorando continuamente la precisione del rilevamento.

Blockchain per la trasparenza delle transazioni e prevenzione del gioco illecito

La tecnologia blockchain garantisce trasparenza e immutabilità nelle transazioni finanziarie, riducendo rischi di frodi e accessi non autorizzati. Questa innovazione favorisce la fiducia tra gli utenti e rafforza le verifiche di conformità con le policy di sicurezza, anche in ambienti non regolamentati.

Autenticazione multifattore per ridurre accessi non autorizzati

Implementare sistemi di autenticazione multifattore, come login con codice SMS, biometria o token hardware, può ridurre drasticamente i tentativi di accesso non autorizzato. Questo permette di tutelare la privacy e di mantenere un controllo rigoroso sugli account, contribuendo a prevenire incidenti di sicurezza.

“Integrando strumenti tecnologici avanzati e strategie di personalizzazione, i casinò PayPal non AAMS possono offrire un ambiente più sicuro e responsabile, favorendo un gioco consapevole e sostenibile.”

જામનગરના કૃષ્ણનગરમાં ગણપતિ ભગવાનને ૧૭,૫૫૧ લાડુનો ભોગ ધરાયો

0

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સતત ૨૧ માં વર્ષે ૧૭,૫૫૧ લાડુનો ગણપતિ ભગવાનને ભોગ ધરાયો

  • ૩૫૦ ભાઈઓ તથા ૧૫૦ થી વધુ બહેનોએ રાત્રિભર જહેમત લઈ લાડુ બનાવ્યા: આજે પ્રસાદ વિતરણ

  • જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગાય સહિતના અબોલ જીવોને પણ ૨,૦૦૦ લાડુ ખવડાવાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ સપ્ટેમ્બર ૨૫, જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી ભારે ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે, અને જામનગર શહેરમાં સૌથી વધુ લાડુ બનાવવા માટે નો તેઓનો વિક્રમ નોંધાયેલો છે.આ વખતે પણ ગણપતિ દાદા ને ૧૭,૫૫૧ લાડુ બનાવીને તેનો ભોગ ધરાયો હતો. કૃષ્ણનગર વિસ્તારના આશરે ૩૫૦ થી વધુ ભાઈઓ, અને ૧૫૦ થી વધુ બહેનોએ રાત્રિના ૯.૩૦ વાગ્યાથી લાડુ બનાવવાનો પ્રારંભ કર્યો હતો, અને વહેલી સવાર સુધી આ કાર્યવાહી ચાલતી હતી, અને કુલ ૧૭,૫૫૧ લાડુ તૈયાર કરીને ગણપતિ દાદાને તેનો ભોગ ધરવામાં આવ્યો છે, તેમજ મહા આરતી કરવામાં આવી હતી.ઉપરોક્ત લાડુ બનાવવા માટે ૫૦૦ કિલો ઘઉંનો લોટ, ૨૫૦ કિલો ઘી, સાડા ચારસો કિલો તેલ, ૨૫૦ કિલો ગોળ” ૪૦ કિલો ડ્રાયફ્રુટ- ખસખસ વગેરે સામગ્રી નું મિશ્રણ તૈયાર કરીને લાડુ બનાવ્યા છે, અને આજે તેનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ મંડળ દ્વારા પ્રતિવર્ષ અબોલ જીવોને પણ લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતી ગાયમાતા સહિતના અબોલ જીવોને માટે પણ ૨,૦૦૦ લાડુ બનાવ્યા છે, અને તે લાડુનું સ્વયંસેવકો ની ટીમ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ગૌમાતા સહિતના અબોલ જીવોને લાડુ ખવડાવશે.

જામનગર માં જીવના જોખમે ગણપતિની મુર્તિ નું વિસર્જન કરતા લોકો

0

જામનગર નજીક સિક્કા જેટી તેમજ વિજરખી ડેમ સહિતના સ્થળે જીવના જોખમે ગણપતિ ની મુર્તિ નું વિસર્જન કરતા લોકો

  • વહીવટી તંત્રની વિસર્જન કુંડમાંજ ગણપતિની મૂર્તિ વિસર્જિત કરવાની અપિલ તેમજ અન્ય સ્થળે પ્રતિબંધ હોવા છતાં અવગણના કરતા નાગરિકો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩,સપ્ટેમ્બર ર૫. જામનગરમાં ગણેશોત્સવ દરમ્યાન ૩ દિવસ, ૫ દિવસ, ૭ દિવસથી લઇ ૧૦ દિવસ માટે ગણેશજી ની મૂર્તિઓની સ્થાપના થતી હોય છે. જેના અનુસંધાને વિસર્જનની વિધિ કરવામાં આવે છે. ૩ દિવસ પહેલા જ નાઘેડી પાસે તળાવમાં વિસર્જન દરમ્યાન પ્રજાપતિ પરિવારના યુવાન અને તેનાં બે પુત્રો ડૂબી જતાં એક જ પરિવારના ત્રણ સભ્ય મૃત્યુ થવાથી કરૂણાંતિકા સર્જાઇ હતી.આ પછી જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર તથા જિલ્લા પોલીસ વડા સહિત નાં અધિકારીઓએ લોકોને અપીલ કરી કે ‘તંત્ર દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડ માં જ વિસર્જન કરવું’ પરંતુ તેમ છતાં પણ અનેક લોકો પ્રતિબંધ હોય તેવા સ્થળોએ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરતા જોવા મળી રહ્યા છે.નાઘેડી પાસે ની કરૂણાંતિકા અને અધિકારીઓ ની અપીલ પછી પણ લોકો વીજરખી ડેમમાં વિસર્જન કરતા નજરે ચડ્યા હતાં. જળાશયોમાં કમરડૂબ પાણી સુધી અંદર જઇ મૂર્તિ વિસર્જન કરતા લોકો જીવના જોખમે વિધિ કરી રહૃાા છે એમ કહી શકાય.
આ ઉપરાંત જામનગર નજીક સિક્કા પાસે આવેલી એક જેટી પરથી પણ કેટલાક લોકો ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક લોકો તો ગણપતિની મૂર્તિ સાથે પાણીમાં છલાંગ લગાવતા પણ જોવા મળ્યા હતા.તંત્ર દ્વારા શહેર આસપાસનાં જળાશયો પર તેમજ જેટી વગેરે સ્થળો પર બંદોબસ્ત ગોઠવવો જોઇએ એવી માંગ ઉઠી છે.

જામનગરમાંથી ગુમ થયેલી સગીરાને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢતી સીટી – B પોલીસ

0

જામનગર શહેરમાંથી ગુમ થયેલી એક સગીરાને ગણતરીના ૧૮ કલાકમાંજ શોધી કાઢતી જામનગર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ

  • જામનગર રાજકોટ અને છેક અમદાવાદ સુધી અલગ અલગ ત્રણ ટીમની જીણવટ ભરી તપાસમાં સગીરા અમદાવાદમાંથી મળી આવી

દેશ દેવી ન્યૂઝ તા. ૦૩ સપ્ટેમ્બર  ૨૫ જામનગર જીલ્લામાં ગુમ, અપહરણ થયેલા બાળકો, સગીરોને શોધવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના અને ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એન.એ.ચાવડા તથા સર્વેલન્સ પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા ના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફ ગુમ થનાર ને શોધવામાં પ્રયત્નશીલ હતા,દરમિયાન ગઈકાલે તા.૦૨/૦૯/૨૦૨૫ ના રાત્રીના એક ફરીયાદી પોલીસ સ્ટેશન આવેલા અને પોતાની સગીર વયની પુત્રી સાંજના ટયુશન કલાસીસમાં ગયેલ, તે પરત ઘરે આવેલ ન હોવાનુ અને ગુમ થઈ ગયેલ હોવાની જાહેર કરતાં ગુમ થનાર સગીર વયની દીકરી હોય ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તુરતજ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં એક ટીમને સગીરા ગુમ થયેલ તે ટયુશન કલાસીસ થી શરુ કરીને જયા જયા જરૂર જણાય ત્યાના સીસીટીવી કેમેરા તપાસવા સુચના અપાઈ હતી. જે સીસીટીવી કેમેરા ચેક કરતાં ગુમ થનાર સગીરા ટયુશન કલાસીસ થી એક રીક્ષામાં બેસી સાત રસ્તા બસ સ્ટેન્ડ ગયેલ હોવાનું જણાતાં બસ સ્ટેન્ડના કેમેરા ચેક કરતાં સગીરા રાજકોટ તરફ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું.તુરતજ એક ટીમને રાજકોટ અને બીજી ટીમને અમદાવાદ ખાતે સગીરાની શોધમાં રવાના કરાઈ હતી. જે બન્ને ટીમોએ સીસીટીવી કેમેરા ચેક કરતા અને ત્રીજી ટીમે ટેકનીકલ સોર્સ થી સગીરાનુ પગેરુ મેળવવા પ્રયત્ન કરેલો, જેમાં સગીરા અમદાવાદ હોવાનું જણાતા અમદાવાદ ખાતે રહેલ ટીમને તપાસમાં મળેલ લીડ થી વાકેફ કરતાં અમદાવાદ રહેલ ટીમના સભ્યોએ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સથી હકીકત મેળવતાં સગીરા ખાનગી બસમાં બેસી દીલ્હી જવાની હોવાની હકીકત મળી હતી.જે ટીમના સભ્યોએ ખાનગી બસોના પીકપ પોઈટ પર વોચ ગોઠવી સગીરાને શોધતા ગુમ થયેલ સગીરા હેમખેમ મળી આવી હતી. જેથી તેણીને જામનગર લઈ આવેલ હતા. આમ સગીરા ગુમ થયાના ફકત ગણતરીના અઢાર કલાકમાં સગીરાને શોધી તેના પરીવારને પરત સોપી આપેલ છે.આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા તથા એ.એસ.આઈ રાજેશભાઈ વેગડ તથા પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર , ક્રીપાલસિંહ સોઢા તથા સંજયભાઈ પરમાર, પો.કોન્સ કલ્પેશભાઈ અઘારા, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, સાજીદભાઈ બેલીમ, પ્રહલાદસિંહ જાડેજા તથા વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી છે.

જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી LCB હાથે ઝડપાઇ

0

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરો ને નિશાન બનાવતી ચાર શખ્સો ની ચંડાળ ચોકડી ઝડપાઇ : ૬ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ

 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ સપ્ટેમ્બર ૨૫, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડીને જામનગરની એલસીબી શાખાની ટુકડીએ ઝડપી લીધી છે. જેઓએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે.જમનગરની એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા .પી.એન. મોરી તથા અન્ય સ્ટાફ ધ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા મંદિર ચોરીના વણશોધાયેલ ગુના શોઘી કાઢવા અંગે,જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.દરમિયાન તેઓને હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઇસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસે રોડ ઉપર મંદિર ચોરીને અંજામ આપનાર ચાર ઇસમો સ્વીફટ કાર તથા બે મો.સા. સ્પ્લેન્ડર મા લઇ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહયા છે.જે હકીકત આધારે (૧) નાથાભાઇ વીરાભાઇ ખરા ઉ.વ.૨૭, ખોડિયારનગર ઘઉંના ગોડાઉન ની પાછળ દરેડ ગામ તા.જામનગર. (૨) રવિભાઇ વીરાભાઇ ખરા ઉ.વ. ધંધો મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર, (૩) ખોડાભાઇ ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા ઉ.વ.૩૩ ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર અને (૪) ખીમાભાઇ પુંજાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા ને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા હેઠળની ચોરીમા ગયેલ, ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી લીધો હતો.જ્યારે તેના એક સાગરીત નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા રહે.બાધલા ગામ તા.લાલપુર ને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.ઉપરોક્ત આરોપીઓએ ગલ્લા ગામમા આવેલ ’’ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી.જે ચોરી ના જર્મન સીલ્વર ધાતુ છતર -૪ કિ.રૂ.૨૪૦૦/- કબ્જે કર્યા છે.તેમજ લાલપુરના ખટીયા ગામમા આવેલ ’’કોટેશ્વર મહાદેવ ના મંદિર ’’ માથી ચોરી કરી હતી, જે જર્મન સીલ્વર ધાતુ છતર -૧ કિ.રૂ.૧૮૦૦ નું કબ્જે કરેલ છે.

જ્યારે જગા ગામમા આવેલ ’’રામાપીર ના મંદિરમાં ચોરી કરી હતી, તે મંદિરના ચાંદીના છતર-૨ તથા ચાંદીના પગલા જોડી-૧ કિ.રૂ.૩૦,૦૦૦ કબ્જે કરેલ છે. અને ભાયાવદર માં આવેલા ખોડીયાર માતાજીના મંદીરમા ચોરી કર્યાનું તેમજ ભાયાવદરના હિંગળાજ માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી આશાપુરા માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત આપી છે અને તે અંગે નો ચોરાઉ મુદ્દા માલ પણ એલસીબી ની ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે.

જામનગરના દડીયામાં “રસીલા” એન્ડ ટોળકીનો આંતક : તોડફોડની ઘટના CCTV માં કેંદ : પાંચ સામે ગુનો નોંધાયો

0

જામનગર નજીક દડીયામાં એક યુવાનના મકાનના દરવાજે તોડફોડ કરી સીસીટીવી કેમેરા તોડી નાખવા અંગે એક મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

  • પોલીસને બાતમી આપવાનો શક-વહેમ કરી મકાનના દરવાજે તોડફોડ કરી : જે દ્રશ્યો સીસીટીવી કેમેરા મા કેદ થતાં તે પણ તોડી નાખ્યા

  • આરોપી :- (૧) રસીલાબેન કાથડભાઇ જાટીયા (૨) રાહુલભાઇ પરમાર (૩) પરેશ ગોંડલીયા (૪) રોહીત પાટડીયા (૫) રોનક મકવાણા રે.બધા દડીયા ગામ તા.જી.જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ સપ્ટેમ્બર ૨૫, જામનગર નજીક દડીયામાં રહેતા સન્ની રાજેશભાઈ પાટડીયા નામના ૨૫ વર્ષના યુવાને પોતાના મકાનના દરવાજામાં તોડફોડ કરી અંદાજે રૂપિયા ૧૦,૦૦૦ નું નુકસાન પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા રસીલાબેન કાથડભાઇ જાટીયા, ઉપરાંત તેના સાગરીત રાહુલભાઈ પરમાર, પરેશ ગોંડલીયા, રોહિત પાટડીયા અને રોનક મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.મહિલા વિરુદ્ધ દારૂ સહિતની પ્રવૃત્તિ અંગે પોતે પોલીસને બાતમી આપે છે, તે શંકા વહેમ દર્શાવીને તમામ આરોપીઓએ ફરીયાદી યુવાન ના ઘરની બહાર તોડફોડ કરી હતી. જે તોડફોડના સીસીટીવી કેમેરામાં ફૂટેજ આવી ગયા હતા. જેથી તમામ લોકોએ આવી મકાનની બહારના બે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ઉપરાંત તેના ફૂટેજ પોલીસમાં નહીં આપવા માટે ફરીયાદી યુવાનને ધાક ધમકી અપાઈ હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.પંચકોષી બી. ડિવિઝન ના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે, અને બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૩૨૪(૪) ,૩૫૨, ૩૫૧(૩) ,૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી સીસીટીવી ના ફુટેજ વગેરે મેળવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ તપાસ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

જામનગરના ધ્રોલમાં એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું

0

જામનગર જિલ્લા ના ધ્રોલમાં આવેલી એક એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણ ની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું

  • કંપનીના પ્રતિનિધીએ પોલીસ ને સાથે રાખીને દુકાનમાં ચેકિંગ કરાવતાં ડુપ્લીકેટ દવાની બે બોટલ મળી આવી: પોલીસે વેપારી સામે ગુનો દાખલ કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ સપ્ટેમ્બર ૨૫, જામનગર જિલ્લાના ધ્રોલમાં પટેલ સમાજ ની બાજુમાં આવેલી કામધેનુ એગ્રો સેન્ટર નામની જંતુનાશક દવા તથા બિયારણની વેચાણની દુકાનમાં ગઈકાલે અમદાવાદની એક કંપનીના પ્રતિનિધિ નિતીનકુમાર ભીખાભાઈ પટેલે ધ્રોલ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યું હતું.જે ચેકિંગ દરમિયાન બીએએસએફ પ્રીઓક્સર નામની બિયારણ ની દવાની બોટલ કે જેમાં ડુપ્લીકેટ પ્રવાહી ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કંપનીના પ્રતિનિએ આ દવા ડુપ્લીકેટ હોવાનું જણાવતાં પોલીસ દ્વારા દુકાનમાંથી રૂપિયા ૭,૬૦૦ ની કિંમતની બે બોટલ કબ્જે કરી લીધી છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી છે.ઉપરાંત કંપનીના પ્રતિનિધની ફરિયાદના આધારે ધ્રોળના વેપારી હસમુખભાઈ મગનલાલ પનારા સામે કોપીરાઈટ એક્ટ કલમ ૬૩ તથા બી.એન.એસ. કલમ ૩૪૭-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લા જેલ ખાતે નવનિર્મિત 58 સ્ટાફ ક્વાર્ટર્સનું ઇ-લોકાર્પણ કરાયું

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જામનગર જિલ્લા જેલ ખાતે નવનિર્મિત 58 સ્ટાફ ક્વાર્ટર્સનું ઇ-લોકાર્પણ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ સપ્ટેમ્બર ૨૫, ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતને ડાયલ-112 ઈમરજન્સી સેવા અને અદ્યતન પોલીસ માળખાની ભેટ આપવામાં આવી હતી અમિતભાઈ શાહે સમગ્ર રાજ્ય માટે ડાયલ-112 ઈન્ટિગ્રેટેડ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નું લોકાર્પણ કરતા હવે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન અને બાળ હેલ્પલાઈન જેવી તમામ તાત્કાલિક સેવાઓ એક જ યુનિફાઈડ નંબર 112 પર ઉપલબ્ધ થશે.આ લોકાર્પણ સાથે, તેમણે 500 જનરક્ષક વાહનો પણ રાજ્યને અર્પણ કર્યા. આ સેવામાં એક અત્યાધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં 150 તાલીમબદ્ધ કર્મચારીઓ 24 કલાક કાર્યરત રહેશે. આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે ઇમરજન્સી કોલ આવતાં જ ઘટના સ્થળે સૌથી નજીકનું જનરક્ષક વાહન તરત જ પહોંચી જશે. રાજ્યના કાયદો-વ્યવસ્થા તંત્રને વધુ મજબૂતી આપવા માટે, શ્રી અમિતભાઈ શાહે મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 534 નવા પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કર્યું. આ વાહનો પોલીસની કાર્યક્ષમતા, ગતિશીલતા અને લોકો સુધી પહોંચવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. દ્વારા રૂ. 217 કરોડના ખર્ચે રાજ્યભરમાં બાંધવામાં આવેલા વિવિધ રહેણાંક અને બિન-રહેણાંક પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જામનગર જિલ્લા જેલ ખાતે બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ બ્લોક B-48, C-06 અને D-04 નું પણ આ કાર્યક્રમમાં લોકાર્પણ થયું.આ પ્રસંગે જામનગર જિલ્લા જેલના અધિક્ષક નાસીરૂદ્દીન લોહારે સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટ્સથી પોલીસ અને જેલ સ્ટાફનું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. જામનગર જિલ્લા જેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી તથા શ્રીમતી રીવાબા જાડેજા, જામનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા જેલર બલભદ્રસિંહ રાયજાદા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા  અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું સંબોધન જેલ સ્ટાફ અને તેમના પરિવારો સુધી સીધું પ્રસારિત થયું હતું.અહેવાલ :- વિરેન્દ્રસિંહ પરમાર , તસ્વીર:- ગજેન્દ્રસિંહ જાડેજા – માહિતી ખાતુ જામનગર

error: Copying and use of the content of the website is considered as illegal activity.