Saturday, October 10, 2026
Home Blog Page 382

કરમની કઠણાઇ : ગુજરાતમાં કોરોનાકાળમાં હવે વાવાઝોડાની આગાહી.

0

કરમની કઠણાઇ: ગુજરાતમાં કોરોનાકાળમાં હવે વાવાઝોડાની આગાહી.

આગામી 19-20ના રોજ ‘તૌકતે’ વાવાઝોડું કચ્છ વિસ્તારમાંથી પસાર થઇ શકે.

ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા
આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી થવાની આગાહી: વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે

અમદાવાદ: આ સપ્તાહમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. 14 મેના રોજ સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તે પૂર્વ મધ્ય અરબ સાગરાં 16 મેના રોજ એક ચક્રવાતી તોફાનના રૂપમાં તેજ બની શકે છે અને તે ઉત્તર પશ્ચિમની તરફથી વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, 16 મેના રોજ આવનાર ચક્રવર્તી તોફાનને કારણે 14 થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું આ વર્ષનું પહેલું ચક્રવાત હશે. જ્યારે આ વાવાઝોડુંતોફાનમાં તબલીદ થઈ જશે, જેની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું તૌકતે બની જશે. આ વખતે મ્યાનમાર દેશે તેને આ નામ આપ્યું છે. શક્યતા છે કે, આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે.

ભારતીય મોસમ વિભાગના અનુસાર, આ વખતના વાવાઝોડાના અલગ અલગ મોડલ છે. કેટલાક મોડલ બતાવે છે કે, આ વાવાઝોડું ઓમાનના કિનારા પરથી પસાર થઈ શકે છે, તો કેટલાક મોડલ દક્ષિણ પાકિસ્તાન તરફ ઈશારા કરે છે. જેનો મતલબ એ હશે કે, આ વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોને પ્રભાવિત કરશે.

ગુજરાતમાં 19-20 મેના રોજ ’તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 19 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની હાલના તબક્કે સંભાવના છે. સાથે જ વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જામનગરમાં નર્સોએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ.

0

જામનગરમાં નર્સોએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ.

યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા નર્સીગ ડે દિવસે જ આંદોલન.

નર્સો પ્રત્યે સરકારના ઉદાસિન વલણને કારણે 2મીથી 17મી સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવાશે.

18મીએ એક દિવસની પ્રતીક હડતાળનું એલાન

રૂ.4200 ગ્રેડ પે અને ખાસ ભથ્થા પેટે માસિક રૂ.9600 ચુકવવા, નર્સીગ સ્ટુડન્ટસમાં ડિપ્લોમા દરમિયાન પ્રતિ માસ રૂ.15,000 સ્ટાઇપેન્ડ આપવા અને નર્સિંગની 4000 જગ્યા ભરવા માંગણી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર

યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા 12મી મેના રોજ નર્સીગ ડેના દિવસે આંદોલનની જાહેરાત કરી છે. ફોરમ દ્વારા રૂ.4200 ગ્રેડ પે અને ખાસ ભથ્થા પેટે માસિક રૂ.9600 ચુકવવા માગણી કરી છે. નર્સીગ સ્ટુડન્ટસમાં ડિપ્લોમા દરમિયાન પ્રતિ માસ રૂ.15,000 સ્ટાઇપેન્ડ ચૂકવવા માંગણી કરી છે સાથે રાજ્યમાં નર્સીગની 4,000 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે રજુઆત કરી છે.

આજે વિશ્ર્વ પરિચારિકા દિવસે (નર્સ ડે) જ સમગ્ર રાજય સહિત જામનગર જીલ્લાના તમામ નર્સિગ કર્મચારી ગણ તેમજ નર્સિગ વિદ્યાર્થીગણએ પોતાના પડતર રજૂઆત અંગે કાળી પટ્ટી ધારણ વિરોધ નોંધાવ્યો છે.

યુનાઇટેડ નર્સીગ ફોરમ દ્વારા વિવિધ માંગણીઓને લઈ આગામી 12મી મેના દિવસે એક દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. દર્દીઓને તકલીફ ન પડે એ રીતે વિવિધ હોસ્પિટલો ખાતે ધરણાં અને પ્રદર્શન યોજી વિરોધ નોંધાવશે. જો સરકાર માંગ નહિ સંતોષે તો 17મી સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાશે જ્યારે 18મીએ એક દિવસ પોતાની ફરજનો બહિષ્કાર કરી પ્રતીક હડતાળ પાડશે.
યુનાઇટેડ નર્સીગ ફોરમના પ્રેસિડેન્ટ દીપકમલ વ્યાસ અને સેક્રેટરી દેવીબેન દાફડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગઇકાલે અમદાવાદ ખાતે રાજ્યભરનાં દરેક જિલ્લા પ્રતિનિધિઓની એક બેઠક યોજી હતી. છેલ્લા એક વર્ષથી પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર કોવિડની સારવારમાં નર્સીગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.

આ દરમિયાનમાં કેટલાય નર્સીગ સ્ટાફ કોવિડ સંક્રમિત થયો છે તો કેટલાક નર્સ શહીદ પણ થયા છે.

રાજ્ય સરકારને આજદિન સુધી અનેક વખત રજૂઆતો કરી છતાં નર્સીગ સ્ટાફ પ્રત્યે ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવામાં આવી રહ્યું છે આથી, નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. 12મી મેના રોજ નર્સીગ ડેના દિવસે આંદોલનનો આરંભ કરશે. 12મીથી 17મી સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે જ્યારે 18મીએ એક દિવસની પ્રતીક હડતાળ કરાશે.

જામનગર સહિત રાજયના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ-મીની લોકડાઉન 18 મી મે સુધી લંબાવાયું : ચશ્મા નિયંત્રણ બહાર

0

જામનગર સહિત રાજયના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ-મીની લોકડાઉન 18મી મે સુધી લંબાવાયું

સી.એમ.ની અઘ્યક્ષતામાં મળેલી કોર કમીટીની બેઠકમાં નિર્ણય.

દિવસે સંપૂર્ણ બંધ અને રાત્રીના 8 થી સવારના 6 સુધી કરફ્યુ લાગુ.

બેકરી-ચશ્માની દુકાનને નિયંત્રણમાંથી મૂક્તિ.
લગ્નપ્રસંગમાં 50 અને અંતિમ વિધીમાં 20 લોકોને મંજૂરી.

ઉદ્યોગો, ઉત્પાદન એકમો અને કારખાના ચાલુ રહેશે
શાકભાજી-ફળ અને દવાની દુકાનો ચાલુ રહેશે
લારી-ગલ્લા અને બાગ-બગીચા બંધ.

ગાંધીનગર : ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય કર્યો હતો. 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા હતા.

તા. 12 મે-2021 થી તા.18 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કેટલાક નિર્ણયો કર્યા હતા.રાજ્યના સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા 14,500થી ઘટાડી 11 હજાર સુધી થવામાં સફળતા મળી છે. મુખ્યમંત્રી-કોર કમિટિએ સૌનો આભાર વ્યકત કર્યો છે.

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે: અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે.

36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.

આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ર7 એપ્રિલે રાજ્યમાં 14,પ00 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે. કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ તા.11 મે-ર0ર1 સુધી રાખવામાં આવેલો તે તા.1ર મે-ર0ર1 થી તા.18 મે-ર0ર1 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

માતાને માર મારતો કળયુગનો શ્રવણ : વિડીયો વાઇરલ થતા છૂટયા તપાસના આદેશ.

માતાને પુત્ર દ્વારા ઢોર માર મારતો વીડિયો વાયરલ થતા તપાસનાં આદેશ.

હાલ સોશિયલ મીડિયામાં માતાને માર મારતો પુત્રનો વિડિયો ખૂબ જ વાયરલ થયો છે જેને લઈ  રાજ્યભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

દેશ દેવી ન્યુઝ મોરબી : થોડા દિવસ પહેલા જ આખા વિશ્વએ મદર્સ ડે ઉજવ્યો હતો. ત્યારે તો સોશિયલ મીડિયામાં માતા અંગેનાં પ્રેમનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પુત્ર માતાને ઢસડીને સાવરણીથી માર મારતો દેખાય છે. આ વીડિયો મોરબીના કાતિપુર ગામનો છે. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાની સાથે મોરબીનાં એસપી સુબોધ ઓડેદરાએ તપાસનાં આદેશ આપ્યા છે.

કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમનો મોટો દીકરો મનસુખ પરમારે સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભાબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો મોરબીનાં કાંતિપુર ગામનો છે જેની પુષ્ટી ગામનાં સરપંચ ઇશ્વરભાઇએ કરી છે. આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો છે તેવું પણ જાણવા મળ્યું છે.

વાયરલ વીડિયોને આધારે મોરબીના કાંતિપૂર ગામે માતાને પુત્ર દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ આ અંગે જણાવ્યું છે કે, આ બનાવમાં કોઇ ફરિયાદ કરવા ઇચ્છસે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. મોરબી આ અંગે તપાસ કરવા માટે તાલુકા પોલીસ કાંતિપૂર ગામે જવા રવાના થઇ છે.

નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન લંબાવવાની પ્રબળ શક્યતા : સાંજે નિર્ણય

નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન લંબાવવાની પ્રબળ શક્યતા..

જામનગર સહિત રાજયના 36 શહેરમાં નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન મુદ્દે આજ સાંજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય.

જામનગર: ગુજરાતમાં હાલમાં જામનગર સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોય અને મીની લોકડાઉનની અવધી આવતીકાલે સમાપ્ત થતી હોય ત્યારે આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કરફ્યુ-મીની લોકડાઉન લંબાવવો કે નહીં તે અંગેનો આજે નિર્ણય લેવાશે.

કોરોનાની ચેઈન તોડવા માટે હાલમાં જામનગર સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 સુધીનો કર્ફયુ ચાલી રહ્યો છે. એવુ જાણ વા મળે છે કે કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ સરકાર કોઈ ખતરો લેવા માગતી નથી આથી રાત્રી કર્ફયુનો અમલ લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે.

ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે.

ગુજરાતમાં 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

આ ઉપરાંત રાજ્ય સરકારે મીની લોકડાઉન પણ જાહેર કર્યુ છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જે હેઠળ તા. 4 મેથી મોટાભાગની દુકાનો-બજારો બંધ છે જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે. તેઓએ દલીલ કરી છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે. જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ.

ગુજરાતમાં 15 દિવસ લગ્નપ્રસંગ પર પ્રતિબંધ મૂકવાની હાઇકોર્ટ સમક્ષ માંગ.

0

ગુજરાતમાં 15 દિવસ લગ્નપ્રસંગ પર પ્રતિબંધ મૂકવાની હાઇકોર્ટ સમક્ષ માંગ.

રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટે સમક્ષ 56 પેજનું સોગંદનામું રજૂ કર્યું.

એફિડેવિટ વ્યવસ્થિત ફાઈલ ન થયેલી હોવાથી હાઈકોર્ટે ખખડાવ્યા.

સરકાર આગામી સમયમાં આવી ઘટનાઓ રોકવા શું કરી રહી છે : હાઇકોર્ટ

અમદાવાદ :રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટે સમક્ષ 56 પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું.

તેના પર આજે હાઈકોર્ટમાં સુનવણી શરૂ થઈ છે. રાજ્યમાં કોરોનાની કથળેલી સ્થિતિ પર હાઈકોર્ટની સુઓમોટો પર સરકારે એફિડેવિટ ફાઈલ કર્યુ છે. ત્યારે સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, અમે અહીં આવી ઘટનાઓ રોકવા માટે ચર્ચા કરી રહ્યાં છે. સરકાર આગામી સમયમાં આવી ઘટનાઓ રોકવા શું કરી રહી છે.

20 વર્ષ પહેલાના આદેશ બાદ પણ આજે એ જ સ્થિતિ છે.

સરકારના પગલાઓ માત્ર કાગળ પર જ છે  એફિડેવિટમાં નથી.

સરકારે કરેલી એફિડેવિટ મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યું કે, એફિડેવિટમાં સ્ટેપલર મારેલા નથી અને સીલબંધ કવરમાં એફિડેવિટ મળ્યું નથી. સીરિયલ પેજિનેશન પણ નથી.

સાથે જ મનીષા લવકુમારને કોર્ટે ખખડાવ્યા હતા. જેના બાદ તેમણે હવે પછી યોગ્ય રીતે એફિડેવિટ ફાઇલ કરવાની ખાતરી આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે રજૂ કરેલા સોગંદનામાથી કોર્ટ નારાજ દેખાઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે, સોગંદનામું હમેશાં ઓફિસે જ ફાઇલ થવું જોઈએ. જો નિવાસસ્થાને સોગંદનામું ફાઇલ કરવા આવો છો તો સંબધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત છે. સોગંદનામું જે માળખામાં રજૂ કર્યું તે યોગ્ય નથી.

હાઇકોર્ટે સમક્ષ એડવોકેટ એસોસિયેશન વતી શાલીન મહેતાએ રજૂઆત કરી કે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. કોરોનાના કેસો રાજ્યમાં ઘટ્યા છે. સાથે જ તેમણે લગ્ન સમારોહમાં 15 દિવસ પ્રતિબંધ મુકવાની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરીની સંખ્યામાં ઘટાડો કરો. સાથે જ અંતિમયાત્રા અને અંતિમવિધિમા જોડાતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. તો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, લગ્નમાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચાર કરશે. જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટા શાખામાંથી મહિલાની બદલી થઈ અને મામલો પડ્યો મેદાને.!

0

જામનગર મહાનગરપાલિકાની એસ્ટા શાખામાંથી મહિલાની બદલી થઈ અને મામલો પડ્યો મેદાને.!

જામનગર મહાનગરપાલિકા વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહેલા નવ કર્મચારીની બદલીથી અધિકારીઓ માં અંદરો અંદર જામી પડી.!

પગાર અને પેન્શન શાખામાં ફરજ બજાવતી મહિલાની બદલીથી નારાજ થયેલા અધિકારીએ ફાઇલો પર સહી કરવાની તેમજ શાખા સંભાળવાની “ના” પાડી દેતા જામનગર મહાનગરપાલિકામાં સારી એવી ચર્ચા જાગી છે.!

મનપામાં ઉપરી અધિકારી નીચે વર્ષોથી કામ કરતા કર્મચારીની અધિકારી પ્રત્યે એટલી બધી લાગણી બંધાય જાય છે કે અધિકારી નીચલા કર્મચારીને મુકવા માટે તૈયાર જ થતા નથી.! જ્યારે આવા કર્મચારીઓની બદલીઓ થાય છે ત્યારે નવો વિવાદ ઉભો થાય છે.

આવો જ એક વિવાદ હમણાં ઉભો થયો છે જેમાં જામનગર મહાનગરપાલિકાના નવ કર્મચારીઓની બદલીઓ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે સામાન્ય રીતે આવા ઓર્ડર રૂટિંગ પ્રક્રિયા મુજબ થતા હોય છે તેમાં કોઇ ઝાઝો ફરક પડતો નથી.

પરંતુ નવ કર્મચારીની બદલીમાં પગાર અને પેન્શન શાખા એટલે કે એસ્ટામાં નોકરી કરતા રાજેશ્રીબેન એસ વારીયાની બદલીથી તેમના ઉપરી અધિકારી ચીફ એકાઉન્ટન્ટ અને પગાર પેન્શન નો પોર્ટફોલિયો સંભાળતા જીગ્નેશ નિર્મળ ભારે નારાજ થઈ ગયા છે..!

જેના કારણે તેમણે પગાર અને પેન્શન વિભાગ સાંભળવાની  “ના”  પાડી દીધી અને ફાઇલોમાં સહી કરવાની બંધ કરી દીધી જેથી જામનગર મહાનગરપાલિકામાં ભારે હોબાળો મચી ગયો છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જીગ્નેશ દ્વારા મહિલા કર્મચારીને છૂટા પણ કરવામાં આવતા “ન” હતા પરંતુ અધિકારી દ્વારા લેખિત ઓડર થતાં છુટા કરવા પડ્યા હતા જે બાબતે અધિકારીઓ વચ્ચે પણ સારી એવી બોલાચાલી થઇ હતી જે મનપા ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.!

બધા..ય  કામમાં માહિર કર્મચારીઓની બદલીથી અન્ય શાખાના કર્મચારીઓ પણ નારાજ થયા છે.

નિર્મલ જીગ્નેશે પોતાની હૈયાવરાળ ઠલાવતા કહ્યું કે અનુભવી કર્મચારીઓની બદલી યોગ્ય નથી પગાર અને પેન્શન શાખા એટલે કે એસ્ટા બ્રાંચની કામગીરી અત્યંત જટિલ હોય છે અને દરેક જણાને શીખવાડવું સંભવ નથી હાલ તો આ બદલીના મુદે મનપામાં અધિકારીઓ વચ્ચે રણશિંગુ  ફુકાઈ ગયું છે.!

જામનગરમાં કોરોનાથી પણ ખતરનાક બિમારી મ્યુકોર્માયકોસિસની સારવાર માટે 74 બેડ સાથેની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ.

0

જામનગરમાં કોરોનાથી પણ ખતરનાક બિમારી મ્યુકોર્માયકોસિસની સારવાર માટે 74 બેડ સાથેની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ.

મ્યુકોર્માયકોસિસના લક્ષણો જણાયે તાત્કાલિક સારવાર લેવાથી આ રોગથી થતા ગંભીર નુકસાનથી બચી શકાય છે.

મ્યુકોર્માયકોસિસના લક્ષણો, તેના નિદાન અને કાળજી વિશે વિસ્તૃત માહિતી આપતા જી.જી. હોસ્પિટલના તજજ્ઞો.

જામનગર,હાલ કોવિડની સાથે સાથે સમગ્ર રાજ્યમાં મ્યુકોર્માયકોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આ રોગના લક્ષણો તથા આ રોગથી બચવા લોકોએ કેવા પગલાં તથા કાળજી લેવી જોઈએ તે અંગે જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

જેમાં જી. જી. હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના ડો.નિરલ મોદી જણાવે છે કે,મ્યુકોર્માયકોસિસમાં કોવિડ હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુખાવો થવો, નાકમાં દુખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુખવું આ બધા પ્રાથમિક લક્ષણો છે.

ડાયાબિટીસ,કોવિડના ગંભીર દર્દીઓ તેમજ લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તેવા લોકોને મ્યુકોર્માયકોસિસ થવાની શક્યતાઓ વધી જાય છે.ત્યારે તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકાય છે કારણ કે આ રોગ આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. જો કોઈ પણ દર્દીને ઉપર મુજબના કોઈપણ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.

હોસ્પિટલના આંખ વિભાગમાં સેવા આપતા ડો.રાધાએ જણાવ્યું હતું કે, કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે.

ત્યારે જો દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકે છે.આ રોગની સારવાર માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ જી.જી. હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી છે.

મ્યુકોર્માયકોસિસને કઈ રીતે અટકાવી શકાય ?

મ્યુકોર્માયકોસિસને અટકાવવા અંગેમેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે,આ રોગથી બચવા સુગરને સંતુલીત રાખવું, જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી,બિમારીના લક્ષણો જણાયેતુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. આ માટે તજજ્ઞોને અલગથી તાલીમ આપવામાં આવી રહી છે તેમજજી.જી.હોસ્પિટલની ઈન્ફેકશન ક્ધટ્રોલ ટીમ પણ સતતકાર્યરત છે.

મ્યુકોર્માયકોસિસ અંગે જી.જી.હોસ્પિટલ ખાતે કેવી છે તૈયારીઓ ?

જી.જી.હોસ્પિટલ ખાતે મ્યુકોર્માયકોસિસની સારવાર માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા કોરોના નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી જણાવે છે કે, જી.જી.હોસ્પિટલમાંમ્યુકોર્માયકોસિસનાદર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે કોવિડ બિલ્ડિંગમાં44બેડનો અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડ્યે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે.કોવિડ હોસ્પિટલ ખાતે 44 બેડ તથા જુની જી.જી.હોસ્પિટલ ખાતે 30મળી કુલ74બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. જ્યાં હાલ જુની હોસ્પિટલ ખાતે 17તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે 22 મળી કુલ 39 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે રૂા. 20 લાખના ખર્ચે નવી આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

0

ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે રૂા. 20 લાખના ખર્ચે નવી આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાપમાં રાજય સરકાર દ્વારા અપાયેલી સુવિધાથી દર્દીઓના સ્થાૂનિક કક્ષાએ રીપોર્ટ થઇ શકશે. 

દેવભૂમિ દ્વારકા: જનરલ હોસ્પિ ટલ જામ ખંભાળીયા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા રૂા. 20 લાખના ખર્ચે આઇ.સી.એમ.આર. ના નિયમોનુસાર કોવિડ-19 ના દર્દીઓના નિદાન હેતુ નવી આર.ટી.પી.સી.આર. લેબ વિકસાવવામાં આવી છે.

જેનું આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રનસિંહ જાડેજાએ લોકાર્પણ કરી જણાવ્યુિ હતું કે છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકાને આર.ટી.પી.સી.આર. લેબ મળતા હવે જામનગર સેમ્પલ મોકલવાની જરૂરીયાત નહી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ની જનતાની આરોગ્યહલક્ષી સુખાકારીમાં વધારો કરતું વિકાસશીલ સરકારનું પગલું બની રહેશે. 

ઉલ્લેાખનીય છે કે આ આર.ટી.પી.સી. આર. લેબમાં 24 કલાક એક માઇક્રોબાયોલોજીસ્ટત તથા છ લેબ ટેકનીશીયન સેવા માટે કાર્યરત રહેશે. આ મશીનની સેમ્પિલ ચકાસણીની ક્ષમતા 8 કલાકમાં નેવું (90) ની છે. જે તબકકાવાર પુલીંગ કરી વધારો કરવામાં આવશે. 

આ તકે કલેકટરશ્રી ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા, જિલ્લાવ ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ, અગ્રણી શ્રી વી.ડી. મોરી, શ્રી પી.એસ. જાડેજા, જિલ્લાવ આરોગ્ય અધિકારીશ્રી સુતારીયા, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, જનરલ હોસ્પિણટલના સુપ્રિન્ટેપડેન્ટ શ્રી મટાણી, મામલતદારશ્રી લુકા વગેરે ઉપસ્થિયત રહયા હતા.કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

લ્યો.. બોલો..લાલપુરમાં ટ્રેકટર-ટ્રોલીની ચોરી.

0

લ્યો.. બોલો લાલપુરમાં ટ્રેકટર-ટ્રોલીની ચોરી

જામનગર : લાલપુર રહેતા અને વાડી વિસ્તારમાં ખેતીવાડી સંભાળતા એક ખેડૂતે પોતાનું સાત નંગ સાતી અને ટ્રોલી સાથેનું ટ્રેક્ટર કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે લાલપુરમાં ચાર થાંભલા પાસે દેવીપુજક વાસમાં રહેતા અને લાલપુરના વાડી વિસ્તારમાં ખેતીવાડી સંભાળતા ચંદુલાલ જયરાજભાઇ નેસડીયા નામના વયોવૃદ્ધ ખેડૂતે પોતાની વાડીમાં થી કોઈ તસ્કરો જી.જે – 03 સી.એલ.2733 નંબર નું ટ્રેક્ટર અને સાત નંગ સાતી સાથેની ટ્રોલી વગેરે ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે. લાલપુર પોલીસે તસ્કરોને શોધવા માટે દોડધામ શરૂ કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.