Saturday, October 10, 2026
Home Blog Page 381

મહિલા પી.આઈ એ પોલીસની હાજરીમાં જ સેનેટાઈઝર પીતા ચકચાર.

પોલીસની હાજરીમાં જ મહિલા પીઆઈએ સેનેટાઈઝર પીતા ચકચાર.

વેપારીઓએ ફસાવવાના હનીટ્રેપ પ્રકરણમાં પોલીસની પૂછપરછ દરમ્યાન મહિલા પી.આઇ.એ સેનેટાઇઝર પી લેતા અફરા-તફરી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક અમદાવાદ: અમદાવાદ પૂર્વના મહિલા પીઆઇ ગીતા પઠાણની ગઇકાલે વેપારી-હનીટ્રેપ પ્રકરણમાં ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી જેણે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચાવી હતી ત્યારે આજે આજ પ્રકરણમાં વધુ એક બનાવે ચર્ચા જગાવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા પીઆઇ ગીતાબેન પઠાણે અન્ય એક મહિલા પોલીસની હાજરીમાં તેમની પૂછપરછ વેળાએ સેનેટાઇઝ પી લેતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ વેપારીઓને હનીટ્રેપ ફસાવવાના પ્રકરણમાં પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી હતી તે અંગેની આજે પુછપરછ તેમના વિરૂઘ્ધ ચાલી રહી હતી. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા અને જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

દ્વારકા જિલ્લા પોલીસના 103 પોલીસ કર્મીઓને બઢતી આદેશ કરતા SP.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના 103 પોલીસ કર્મીઓને બઢતી આદેશ કરતા એસ.પી.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી કડક કાયદાકીય કાર્યવાહી માટે જિલ્લા તથા પોલીસ બેડમાં જાણીતા છે. સાથે સાથે સરળ વ્યક્તિત્વ અને માનવતાની પણ અનેક બાબતો સામે આવી છે. આ વચ્ચે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓ સાથે પણ યોગ્ય ન્યાય તથા પ્રોત્સાહન સ્વરૂપે સામૂહિક અને નોંધપાત્ર સંખ્યામાં બઢતીના ઓર્ડરો જારી કર્યા છે.

પોલીસ અધિક્ષક દ્વારા ગુરુવારે કરવામાં આવેલા સામૂહિક પ્રમોશનના ઓર્ડરમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિતના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 22 અનાર્મડ હેડ કોન્સ્ટેબલને અનાર્મડ હેડ કોસ્ટેબલ, 13 આર્મડ હેડ કોન્સ્ટેબલને આર્મડ એ.એસ.આઇ., 38 અનાર્મડ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મડ પોલીસ હેડ કોન્સ્ટેબલ, તથા 30 આર્મડ પોલીસ કોન્સ્ટેબલને આર્મડ હેડ કોસ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે. બદલી પામેલા આ પોલીસ કર્મીઓ સ્થાનિક પોલીસ મથકમાં જ સેવાઓ આપશે. હાલ કોરોના ના સમયમાં નોંધપાત્ર કામગીરી કરનારા પોલીસ સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

હાલ કોરોના મહામારીમાં જિલ્લા પોલીસ વડા દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી અને પોલીસ સ્ટાફ કામગીરી પ્રત્યે કાર્યદક્ષતા વધુ સુદ્રઢ બને તે માટે પ્રમોશન આપી, આ 103 પોલીસ કર્મીઓને બિરદાવવામાં આવ્યા છે.

કિરીટ જોશી હત્યા કેસના આરોપી અજયપાલ ને ફૂંકી મારવા જાવેદખાન બ્લોચે બનાવ્યા ચાર દેશી બોંબ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો.

કિરીટ જોશી હત્યા કેસના આરોપી અજયપાલ ને ફૂંકી મારવા જાવેદખાન બ્લોચે બનાવ્યા ચાર દેશી બોમ્બ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો.

લેણદારનેની ફૂંકી મારવા બનાવેલા ચાર દેશી બોમ્બ સાથે જાવેદ ખાન ઉર્ફે બાબા ઉર્ફે જિલ્લતી અકબરખાન બલોચને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

નશો કરવાની ટેવ હોય અને ઉધારી માથે ચડી જતાસામાવાળા અજયપાલ ઉર્ફે બોબીએ મોબાઇલ ફોન લઈ લેતા તેરી ફૂંકી મારવા આરોપીએ બોંબ બનાવ્યાની કબૂલાત કરી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક અમદાવાદ :

ક્રાઇમ બ્રાંચના પી.આઇ એન.આર બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે એક યુવક થેલીમાં દેશી બનાવટના જીવતા બોંબ લઈને દાણીલીમડા તરફના રિવરફ્રન્ટ પરથી ચાલતો સરદાર બ્રિજ થઈ એલિસબ્રિજ તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને જાવેદ ખાન ઉર્ફે બાબા ઉર્ફે જિલ્લતી અકબરખાન બલોચ ઉ.વ- ૩૮ ને રહે. પોપટીયાવડ દરિયાપુર ને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી ચાર જીવતા દેશી બોંબ કબ્જે કરી ડિફયુઝ કરવાની કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં જેને મારવા કે ફસાવવા માટે દેશી બનાવટના બોંબ બનાવ્યા હોવાનું કહેવાય છે અજયપાલ ઉર્ફે બોબીએ જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસના આરોપીને અમદાવાદમાં આશરો આપ્યો હતો આ કેસમાં પોલીસ છે અજયપાલ વિરુદ્ધમાં હત્યારાઓને મદદગારી નો ગુનો નોંધી તેની ધરપકડ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે

ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય : વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ.

ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે.

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણેય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10977 શાળાઓમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.

રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 100મી મે થી 25 મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત 15 મી એપ્રિલે કર્યો હતો.

શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

31 વર્ષથી ચાલતા ભાઇ બહેનનોના ઝઘડોનોં હાઇકોર્ટ કર્યો ન્યાય.

0

વડીલોપાર્જિત મિલકતમાં બહેનોનો ભાઈઓ જેટલો અધિકાર: ગુજરાત હાઇકોર્ટ.

અમદાવદા: માતાપિતાની મિલકતની લડાઇમાં હાઇકોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે.

પિતાની મિલકત અંગે 31 વર્ષથી ભાઇ બહેનનો ઝઘડો કોર્ટમાં ચાલતો હતો.

જેમાં પિતાના અવસાન બાદ દીકરાઓએ જમીનની માલિકી 3 ભાઇઓનાં નામે કરાવવા માટે ડિક્રી મેળવી લીધી હતી. જે સામે પાંચ બહેનોએ હાઇકોર્ટમાં અરજી કરીને પિતાની મિલકતમાં ભાગ મેળવવા દાદ માંગી હતી. હાઈકોર્ટે આ ચુકાદામાં જણાવ્યું કે, વડીલોપાર્જિત મિલકતમાં ભાઈઓએ ભલે પાર્ટિશનનો દાવો કરીને ડીક્રી મેળવી લીઘી હોય, પરતું ડીક્રી મેળવ્યા બાદ પણ બહેનો તેમાં જોડાઈ શકે છે. જોકે, આ કેસનાં નિર્ણય બાદ અનેક આવા કેસોનો નિવેડો આપમેળે જ આવી જશે.

આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1975માં વલસાડના રતનજી ભાણા નામની વ્યક્તિના મૃત્યું પછી તેમની જમીનો તેમનાં પત્નીના નામે કરાઈ હતી. તેમનું અવસાન 1967માં થયા પછી તેમની જમીનો 3 પુત્રે દીવાની દાવો કરીને પાર્ટિશન પ્રાઇમરી ડીક્રી મેળવી લીધી હતી. તે સમયે તેમની 5 બહેને તેમાં દાવો કર્યો ન હતો. વલસાડ કોર્ટે ત્રણેય ભાઈને જમીન માટેની ડીક્રીની મંજૂરી આપી દીધી હતી, જેની સામે પાંચેય બહેને મિલકતમાં ભાગ લેવા અરજી કરી હતી, જે નીચલી કોર્ટે સાંભળવા ઇનકાર કરતા ચાર વર્ષ પહેલાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં આવો નિર્ણય આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, હિંદુ વારસદાર અધિનિયમ 1956માં સંશોધન કરીને દીકરા-દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર – હક આપવામાં આવ્યો છે. તે અનુસાર, જો દીકરી ઇચ્છે તો પૈતૃક સંપત્તિમાં પોતાના ભાગની માગણી કરી શકે છે. ભાઇની પૈતૃક સંપત્તિ જો ભાઇને પૈતૃક સંપત્તિનો ભાગ મળ્યો હોય અને એ નિ:સંતાન હોય તથા પોતાના ભાગની સંપત્તિની વસીયત ન લખી શક્યો હોય એવી સ્થિતિમાં તેના અન્ય ભાઇઓ તથા બહેનોને આ સંપત્તિ વારસામાં મળશે.

જો કે એક વાર મિલકતની વહેંચણી થયા પછી આ સંપત્તિ તે મેળવનારની અંગત સંપત્તિ કહેવાશે, પૈતૃક સંપત્તિ નહીં, પરંતુ વસીયત અને વારસદાર ન હોય તો ભાઇ-બહેનોમાં વહેંચણી થઇ શકે છે.

ચોમાસા પહેલા ‘જામ્યુકો’ હરકતમાં આવ્યું : શહેરની ભયજનક/જર્જરીત ઇમારોતના સલામતી સર્ટીફીકટ લેવા આદેશ.

0

ચોમાસા પહેલા ‘જામ્યુકો’ હરકતમાં આવ્યું : શહેરની ભયજનક/જર્જરીત ઇમારોતના સલામતી સર્ટીફીકટ લેવા આદેશ.

કોઈપણ પરિસ્થિતીને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઇમારતોના ભોગવટો કરનાર આસામી આસામી/ માલિકની રહેશે.

જામનગર: ધી જી.પી.એમ.સી. એકટ-1949 ની કલમ નં.264 મુજબ જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૂપે ટાઉન પ્લાનીંગ શાખાના વોર્ડ એન્જીનીયરો ધ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભયજનક/ જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગોનો સર્વે કરી આ ભયજનક ઈમારત/ ઈમારતોનો ભાગ સેઈફ સ્ટેજે લાવવા કે દુર કરવા અંગે નોટીસો ઈસ્યુ કરી ભયજનક બાંધકામ/ બાંધકામના ભાગને સેઈફ સ્ટેજે સ્વખર્ચે લાવવા માટે કામગીરી કરવામાં આવેલ છે.

આ જાહેર નોટીસથી વર્ષ : 2021 ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલિકાની હદ-વિસ્તારમાં આવેલ ભયજનક/ જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઈફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રકચર એન્જીનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવું. અન્યથા કોઈપણ કુદરતી હોનારત, ભારે વરસાદ, આકસ્મિક બનાવો, આગ લાગવાની ઘટનાઓ કે અન્ય કોઈપણ પરિસ્થિતીને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઇમારતોના ભોગવટો કરનાર આસામી આસામી/ માલિકની રહેશે, જેની લગત આસામીએ નોંધ લેવી.

વધુમાં જણાવવાનું કે, જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાંકની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરીત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવાની રહેશે. જેની દરેકએ નોંધ લેવા વિનંતી.

સીટી એન્જીનીયરીંગ, ટાઉન પ્લાનીંગ શાખા-જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

દ્વારકામાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનારી ગેંગના 3 સભ્ય જામનગરથી ઝડપાયા.

0

દ્વારકામાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનારી ગેંગના 3 સભ્યની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા : દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ઘરફોર તથા બાઈક ચોરીઓ બની હતી. દ્વારકા પોલીસના પીએસઆઇ ચાવડા, પો. હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ, મુકેશભાઇ તથા કુલદિપસિંહ જાડેજાને દ્વારકા પંથકમાં સિકલીગર ગેંગ કાર્યરત થઇ હોવાની જાણકારી મળી હતી.

આ જાણકારીના માધ્યમથી સિકલીગર ગેંગના ત્રણ સભ્યો શેરસિંગ ઉર્ફે સુરજસિંગ રણજીત સિંગ ખીચ્ચી, (ઉ.વ.36), સતપાલસિંગ સતનામસિંગ ટાંક, (ઉ.વ.33) તથા જસપાલસિંગ સંતોકસિંગ જુણી, (ઉ.વ.19) જામનગર હોવાની બાતમી મળતા, આ ત્રણેય આરોપીને દબોચી લીધા હતા.

દ્વારકા તથા કલ્યાણપુરમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણેયની ગેંગને દ્વારકા પોલીસે કુલ 49000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. બનાવની વિગત મુજબ તારીખ ચોવીસ તથા પચ્ચીસ એપ્રિલ ના રાત્રિ દરમ્યાન દ્વારકાના મુરલીધર ટાઉનશિપ અને જલારામ સોસાયટી ખાતે ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા અને તે અંગે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા રજીસ્ટર થયેલ હોય અને તે બાબતે દ્વારકા જિલ્લા ડીવાયએસપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ પીએસઆઇ એ. આઇ. ચાવડાએ  ટીમ સાથે મળી સિકલિગર ગેંગને ટેકનિકલ સરવેલન્સની મદદથી અને સીસી કેમેરાને આધારે દ્વારકા પોલીસ સ્ટેશને ચોરીનો ભેદ ઉકેલી અને આ ત્રણ શખસોને ઝડપી કોરોના ટેસ્ટ કરાવી, જે ટેસ્ટ નેગેટિવ આવતા અટક કરી છે.

ખંભાળિયા: બર્થ-ડે પાર્ટીના રંગમાં પોલીસનોભંગ : જાહેરનામાના ભંગ સબબ ત્રણ ની અટકાયત, પાંચ ચંપલા મુકીને ફરાર.

0

ખંભાળિયા: બર્થ-ડે પાર્ટીના રંગમાં પોલીસનોભંગ: જાહેરનામાના ભંગ સબબ 3ની અટકાયત, પાંચ ફરાર.

ખંભાળિયા: ખંભાળિયા પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળિયા નજીકના હાઇવે માર્ગ પર આવેલી એક ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે ઉભા રહીને કેટલાક શખ્સો ફટાકડા ફોડી બર્થ ડે પાર્ટી મનાવી રહ્યા હોવાનું પોલીસ સ્ટાફના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસ કાફલો આ સ્થળે ધસી ગયો હતો.

આ સ્થળે કોરોના મહામારીને અવગણીને માસ્ક પહેર્યા વગર કેકની છોળો ઉડાડી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરતા યુવાનો પોલીસને હાથ લાગ્યા હતા. જેમાં પોલીસે કરણ વિનોદભાઈ ઘેડિયા (ઉ.વ. 35), આશિષ જીતેન્દ્રભાઈ જોષી (ઉ.વ. 21) અને અર્જુન કરસનભાઈ આસાણી (ઉ.વ. 19) નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસ દરોડા દરમિયાન રાજેશ રામાભાઇ ખૂટી, કિશન ઉમેશભાઈ ગોકાણી, જતીન ગોસાઇ, કૌશિક નકુમ, અને પ્રવીણ ગાગીયા નામના પાંચ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી, જાહેરનામા ભંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધી, અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વેપારીઓને હનીટ્રેપ ફસાવવાના પ્રકરણમાં મહિલા પી.આઇ.ની ધરપકડ.

0

વેપારીઓને હનીટ્રેપ ફસાવવાના પ્રકરણમાં અમદાવાદ મહિલા પી.આઇ.ની ધરપકડ.

તમામ આરોપીઓ સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને ‘ફેસબુક’ મારફત પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.

સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરતા’તા

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી કાર્યવાહી કરી છે અને તત્કાલિન મહિલા પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા અને જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે, આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત છે.

આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.

ઘટનાની વાત કરીએ તો, ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.

આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે, આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા.

મહિલા પીઆઈની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યાર સુધી કેટલા રૂપિયાના તોડ કર્યા છે તેની તપાસ કરવા માં આવી રહી છે.

જામનગર જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ.

0

ચોમાસા દરમિયાન જિલ્લામાં જાન માલની કોઈ નુકસાની ન થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવા સંબંધિત વિભાગોને જીલ્લા કલેક્ટરની સૂચના.

જામનગર જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ.

જામનગર, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.જેમાં ઉપસ્થિત રહેલ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા પૂર્વે રાખવાની તકેદારી વિશે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને રાહત અને બચાવના સાધનોની પૂર્વ ચકાસણી કરવા, જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો દૂર કરવા, જિલ્લાના આશ્રયસ્થાનોની ચકાસણી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવા, ગટર તથા વરસાદી વહેણની ચકાસણી કરી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, માછીમારોને સાવચેત કરવા, રેઇન ગેઇજની ચકાસણી કરવા,રસ્તાઓનું સમારકામ કરવા, રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવા, વરસાદી આંકડાઓ કંટ્રોલ રૂમ ખાતે સમયસર નોંધાવવા, તળાવોને ઊંડા ઉતારવા, ડેમ ઓવરફ્લો થવાના સંજોગોમાં તાત્કાલિક નદીકાંઠાના ગામોને સાવચેત કરવા, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહનોની યાદી તૈયાર કરવી, સ્વૈચ્છીક સંસ્થાઓની યાદી બનાવવી, વીજ પુરવઠો ન ખોરવાય તે અંગેની વ્યવસ્થા કરવી, વાયર લેસ સેટ તથા વાયરલેસ ઓપરેટર ઉપલબ્ધ કરાવવા, આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ કરવી, દવાઓની વ્યવસ્થા કરવી, પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવી, તાલુકા ગ્રામ્ય કક્ષાએ આપદા મિત્રો તૈયાર કરવા, જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, ઇંધણનો રિઝર્વ સ્ટોક રાખવો, ઘાસનો સ્ટોક ઉપલબ્ધ રાખવો, ગોદામોમાં અનાજ સુરક્ષિત રહે તેની તકેદારી રાખવી, શાળાના મકાનોની ચકાસણી કરવી, વીજ લાઈનની ચકાસણી કરવી, વગેરે બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.આ તમામ વ્યવસ્થાઓમાં કોવિડ પ્રોટોકોલનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીપીન ગર્ગ અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, ફિશરીઝ વિભાગ, સિંચાઈ વિભાગ, પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, માહિતી વિભાગ, વન વિભાગ, ખેતીવાડી વિભાગ, આર.ટી.ઓ. તથા એસ.ટી.વિભાગ, શિક્ષણ વિભાગ, બી.એસ.એન.એલ, પોલીસ તથા હોમગર્ડ્સ વિભાગ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ વિભાગોને પ્રિ-મોન્સૂન અંતર્ગત કરવાની થતી કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.તેમજ વિભાગો દ્વારા હાલ કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.