Saturday, October 10, 2026
Home Blog Page 379

વાવાઝોડા દરમિયાન પ્રતિબંધ છતાં માછીમારી કરી રહેલા વાડીનારના પાંચ શખ્સો સામે કાર્યવાહી.

0

વાવાઝોડા દરમિયાન પ્રતિબંધ છતાં માછીમારી કરી રહેલા વાડીનારના પાંચ શખ્સો સામે કાર્યવાહી.

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા.

ખંભાળિયા તાલુકા સહિત જિલ્લામાં “તાઉતે” વાવાઝોડા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી, દરિયાકાંઠાના વિસ્તારથી 200 મીટર દૂર રહેવા તથા માછીમારી ન કરવા અંગેના આદેશો કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી જેટી પાસેના દરિયામાં માછીમારી કરી રહેલા આબેદિન મુસાભાઈ કકલ, ઈશાક અબ્દુલ ચમડિયા, અકબર ઈશાક સુંભણીયા, હુશેન ઈશાક સુંભણીયા અને મુસ્તાક ઈશાક સુંભણીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, તેની સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત જિલ્લા કલેકટરના આદેશ છતાં પણ વાળંદ કામની દુકાન ખુલ્લી રાખવા સબબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ખીમજીભાઈ બાબુભાઈ રાઠોડ નામના યુવાન સામે સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

સીક્કામાં સ્વજનના મરણના દાખલ બાબતે કૌટુંબીક ભાઇઓ વચ્ચે મારા-મારી: સામસામી ફરિયાદ

0

સીક્કામાં સ્વજનના મરણના દાખલ બાબતે કૌટુંબીક ભાઇઓ વચ્ચે મારા-મારી: સામસામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામનગર પંથકના સીક્કાના કારાભુંગામાં રહેતા એક પરિવારમાં સ્વજનના મરણના દાખલ બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી સર્જાઇ હતી અને બંને પક્ષોએ સામ-સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, સીક્કાના કારાભુંગામાં રહેતા દીપકભાઇ કેશવજીભાઇ ચૌહાણએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનાના દાદા દેવજીભાઇ કરશનભાઇ આજથી વિસેક દિવસ પહેલા મરણ ગયેલ હોય જેનો મરણ નો દાખલો મેળવવા તેઓના કાકા મોતીલાલ દેવજીભાઇ રહે રાજકોટ વાળાએ અરજી આપેલ હોય જેથી દીપકભાઇએ જગદીશભાઇ વાલજીભાઇ ચૌહાણ ને દાખલો પોતાન કેમ આપેલ નથી તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હોય તે વેળાએ ધર્મેન્દ્ર વાલજી ચૌહાણ પણ ત્યાં આવી પહોંચતા તેણે દીપકભાઇને માથા ના ભાગે ઇટ્નો ઘા મારી ઇજા પોહચાડી તેમજ જગદીશભાઇએ દીપકભાઇને ડાબા પગમાં ઇટનો ઘા મારી તેમજ જમણે આંખ ઉપર મુંઢ ઇજા પોહચાડી તેમજ ડાબા ખંભામાં તથા જમણા પગના સાથળ મા મુંઢ ઇજાઓ પોહચાડી દીપકભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી એક-બિજા એ ગુન્હો કરવામા મદદ ગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે ઉપરોકત્ત બંને આરોપી જગદીશ ચૌહાણ અને ધર્મેન્દ્ર ચૌહાણ સામે આઇપીસી કલમ- 323,324,325,504,114 તથા જીપી એક્ટ કલમ- 135 (1) મુજબની ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે જગદીશ વાલજીભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, દીપકભાઇ કેશવજી ચૌહાણના દાદા દેવજીભાઇ કરશનભાઇ આજથી પંદરેક દિવસ પહેલા મરણ ગયેલ હોય જેનો મરણ નો દાખલો દીપકભાઇના મોટા બાપુ નાનજી દેવજી( રહે રાજકોટ વાળા) લઇ ગયેલ હોય જેનુ મનદુખ રાખી દીપકભાઇએ મને કેમ દાખલો આપેલ નથી તેમ કહી બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો બોલી ઢિકા પાટૂ નો માર મારી સિમેન્ટની ઇટ ના માથાના ભાગે ઘા મારી ઇજા પોહચાડી તેમજ ડાબા ખંભાના ભાગે ઇટ નો ઘા કરી ફેકચર જેવી ઇજા પોહચાડી તેમજ તચેમની સાથે રહેલા જીતેશ આલજી ચૌહાણએ ઢિકા પાટુ નો માર માર્યો હતો જે અંગે તેઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉપરોકત્ત બંને કેસની વધુ તપાસ પો.હે.કો. એચ.બી.પાંડવી ચલાવી રહ્યા છે.

જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ઓકિસજન, દવાઓ અને પાવર બેકઅપની વ્યવસ્થા કરાઇ.

0

જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ઓકિસજન, દવાઓ અને પાવર બેકઅપની વ્યવસ્થા કરાઇ.

વાવાઝોડાંના પગલે જી.જી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા

જામનગર: હાલ તાઉ-તે વાવાઝોડુ સૌરાષ્ટ્રની ભૂમિ પર લેંડ ફોલ કરી ચૂક્યું છે.

જામનગર ખાતે વાવાઝોડાની સંભવિત અસરના અનુસંધાને આગમચેતીના પગલા લેવા તથા જાન-માલના નુકશાન ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સતત કામગીરી કરાઇ રહી છે.

વળી હાલ મહામારીની સ્થિતિમાં જામનગર ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી.હોસ્પિટલમાં સતત દર્દીઓની સારવાર માટે આરોગ્ય તંત્ર ખડેપગે છેત્યારે વાવાઝોડા જેવી કુદરતી આફત સમયે પણ કોવીડ-19 હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રતિકુળ અસર ન થાય તે માટે તંત્રના વિવિધ વિભાગોએ ટીમવર્ક કરી કોવીડ-19 હોસ્પિટલમાં ઓકસીજન, પાવર બેકઅપ/ડી.જી.સેટ તથા જાહેર સલામતી જેવા વિવિધ મુદાઓની ચોક્કસ વ્યવસ્થા કરી છે, આ ઉપરાંત તંત્ર દ્વારા વાવાઝોડા સંબંધે જિલ્લાની દરેક કોવીડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી છે.
આ અંગે જી.જી.હોસ્પિટલના એડી.સુપ્રિટેન્ડંટ ડો. વસાવડાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પહોંચી વળવા માટે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રિસિટીનો પુરવઠો ખોરવાય નહીં અને કોઈ તકલીફ ઉત્પન્ન પણ ન થાયતે માટે પાંચથી સાત ડી.જી સેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ડી.જી.સેટોને ડીઝલ પૂરુ પાડવા માટે હોસ્પિટલમાં જ દસ હજાર લીટરનો ડીઝલનો ટાંકો પણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ અછત ન થાય તે માટે બે દિવસનો ઓક્સિજનનો જથ્થો જાળવવા કેમ્પસમાં ઓક્સિજનના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે.

વળી દવાઓ અને અન્ય સારવારલક્ષી આવશ્યક વસ્તુઓ પણ પૂરતી માત્રામાં હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને આગામી બે દિવસ માટેનાં રેમડિસીવીર ઇન્જેકશન અગાઉથી જ આપી દેવામાં આવ્યા છે તેમજ ભોજન અને પાણી માટે પણ બે દિવસનો સંપૂર્ણ જથ્થો હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.

જી.જી હોસ્પિટલ જામનગરમાં ઓથોપેડીક સર્જન અને ઓર્થોપેડિક વિભાગના સ્ટાફની ઘટ હોવાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અમદાવાદથી ઓર્થોપેડીકના ક્ધસલ્ટન્ટ અને રેસિડન્ટ ડોક્ટરોનું હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન કરવામાં આવેલ છે જેથી દર્દીઓને વધુ વ્યવસ્થાઓ મળી રહે.

તદુપરાંત ઈમરજન્સી વોર્ડ અને ટ્રોમા વોર્ડ સિવાય પણ વાવાઝોડાના કારણે જો કોઈ માસ કેઝયુઅલ્ટી આવે તો તેને પહોંચી વળવા 50 બેડના વધારાના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

આર.એન.બી. અને પી.આઇ.યુએ સંપૂર્ણ હોસ્પિટલ અને કોલેજ કેમ્પસનું અવલોકન કરી હોસ્પિટલની દરેક બિલ્ડિંગને સર્ટિફાઇડ કરેલ છે કે જેથી કોઈપણ જાનહાનિ કે નુકસાન થાય નહીં. જામનગર વહીવટીતંત્ર અને હોસ્પિટલતંત્ર આ કુદરતી આફતને પહોંચી વળવા માટે સતત ખડેપગે કામગીરી કરી રહ્યા છે.

કુદરતી આફત સમયે પણ કોરોનાના દર્દીઓને સારવારમાં કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ દ્વારા તમામ સ્તરે સતત રૂબરૂ દેખરેખ રાખવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા જેલમાંથી સાદી કેદના 19 તથા સામાન્ય ગુન્હાના 13 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા.

0

જામનગર જિલ્લા જેલમાંથી સાદી કેદના 19 તથા સામાન્ય ગુન્હાના 13 કેદીઓને વચગાળાના જામીન પરમુક્ત કરાયા.

જામનગર : હાલમાં સમગ્ર વિશ્વ તથા ભારત દેશમાં કોવિડ-19 કોરોના વાયરસની મહામારીનો વ્યાપ વધ્યો છે. જેની ગંભીર અસર ગુજરાત રાજ્યમાં પણ વર્તાઇ રહેલ છે. જે અંતર્ગત નામદાર સુપ્રિમ કોર્ટ સુઓ મોટો રીટ પીટીશન અન્વયે હાઇ પાવર કમીટી (ઇં.ઙ.ઈ.)દ્વારા તા.12/05/2021ના રોજ લેવાયેલ નિર્ણય દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા તથા સંબંધીત કોર્ટ અને અધિક્ષકશ્રી જામનગર જિલ્લા જેલના સહિયારા પ્રયાસથી જામનગર જિલ્લા જેલમાં રહેલ સી.આર.પી.સી. કલમ-125 હેઠળ સાદી કેદની સજા પામેલ ભરણપોષણના 19 કેદીઓ તથા માઇનોર ગુન્હાના કાચા કામના 13 આરોપીઓ મળી કુલ 32 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ છે.

જેલ મુક્ત થતા તમામ 32 કેદીઓનુ જેલના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે તેમજ આગામી દિવસોમાં પણ હાઇ પાવર કમીટી (ઇં.ઙ.ઈ.)ની ભલામણ મુજબ પાત્રતા ધરાવતા ધરાવતા કેદીઓ/આરોપીઓને મુક્ત કરવામાં આવશે તેમજ 07 વર્ષથી ઉપર અને આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીઓ પૈકી લાંબા સમય માટે પેરોલ રજા પર જવા માંગતા હોય, તેવા કેદીઓની અરજી મેળવી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરનાઓને મોકલવામાં આવેલ છે તેમજ તાજેતરમાં કોવિડ-19 અન્વયે નકલી દવાઓ, ઇન્જેકશન, ઓક્સિજન તેમજ અન્ય આરોગ્યલક્ષી ચીજ-વસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી/કાળા બજારીના ગુન્હા સબબ જેલમાં રહેલ આરોપી/કેદીઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહી તેમ અધિક્ષકશ્રી, જિલ્લા જેલ જામનગરની યાદીમાં જણાવાયું છે.

સમગ્ર જામનગર જીલ્લાના લોકો પાણીનો સંગ્રહ કરી રાખે: જીલ્લા કલેકટર

0

સમગ્ર જામનગર જીલ્લાના લોકો પાણીનો સંગ્રહ કરી રાખે: જીલ્લા કલેકટર

વાવાઝોડાની આગાહીના પગલે જીલ્લા કલેકટર ઓડિયો રીલીઝ કરી લોકોને ચેતવ્યા

પૂરતા પ્રમાણમાં પાણી પૂરવઠો હોવા છતાં વીજ વિક્ષેપના કારણે પાણી વિતરણમાં અગવડતા થઇ શકે: જીલ્લા કલેકટર

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગર સહિત રાજયના દરિયાકાંઠે હાલ ‘તાઉતે’ વાવાઝોડાની દહેશત ઉભી થઇ છે, જેને પહોંચી વળવા જામનગર સહિત સમગ્ર રાજયનું વહિવટીતંત્ર યુઘ્ધના ધોરણે તૈયારી કરી રહ્યું છે ત્યારે આજે મોડી સાંજે જીલ્લા કલેકટર રવિશંકરે સમગ્ર જામનગર જીલ્લાના લોકોને એક ઓડિયો મારફત પાણીનો સ્ટોક કરી રાખવા અપીલ કરી છે.
જામનગર જીલ્લાના નાગરિકોને અપીલ કરતા જીલ્લા કલેકટરે જણાવ્યું છેકે, હાલ વાવાઝોડાની પરિસ્થિતિને કારણે કદાચ આગામી 1-2 દિવસ વીજળી નહીં હોવાના કારણે શહેર-જીલ્લામાં પાણી વિતરણમાં થઇ શકશે નહીં, જામનગર જીલ્લાના તમામ નાગરીકો પાણીનો એકસ્ટ્રા સંગ્રહ કરી રાખે, ખાસ કરીને પીવાના પાણીનો જથ્થો ઘરમાં વધુ સંગ્રહ કરે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, પૂરતા પ્રમાણમાં પાણી પૂરવઠો હોવા છતાં વીજ વિક્ષેપના કારણે પાણી વિતરણમાં અગવડતા થઇ શકે તેમ છે.

આ સમસ્યાને પહોંચી વળવા લગત અધિકારીઓને જીલ્લા કલેકટરે સૂચનાઓ પણ આપી હોવાનું જાણવા મળેલ છે.

‘તાઉ તે’ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા દેવભૂમિ દ્વારકા ખાતે મોરચો સંભાળતા હાલારના સિંહ અને રાજ્યમંત્રીશ્રી હકુભા જાડેજા.

0

‘તાઉ તે’ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા દેવભૂમિ દ્વારકા ખાતે મોરચો સંભાળતા રાજયમંત્રીશ્રી હકુભા જાડેજા.

મંત્રીશ્રીએ રૂપેણ બંદરની મુલાકાત લઇ તંત્રની વ્ય્વસ્થાઓની સમીક્ષા કરી

દેવભૂમિ દ્વારકા, ‘તાઉ તે’ વાવાઝોડાના સંભવિત ખતરા સામેની લડાઇમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહિવટીતંત્ર સજ્જ બન્યુ છે.

રાજયના અન્નસ અને નાગરિક પુરવઠામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની દ્વારકા ખાતેની મુલાકાત દરમ્યાાન તેઓએ જણાવ્યુ કે જિલ્લા ના રૂપેણ, ઓખા, સલાયા, લાંબા બંદરોમાંથી દરિયાકાંઠાના વિસ્તાતરના 12 હજારથી વધુ લોકોનું સ્થ્ળાંતર કરેલ છે. તેઓને સલામતી માટે શેલ્ટ ર હોમ ખાતે ખસેડવામાં આવેલ છે. બંદરના આગેવાનો સાથે મંત્રીશ્રીએ બેઠક કરી પરિસ્થિવતિની સમીક્ષા કરી હતી અને લોકોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

જિલ્લામાં બિલકુલ જાનહાનિ ન થાય તે માટે તકેદારી રાખવા સુચન કર્યું હતું. વાવાઝોડાની અસરને પહોંચી વળવા સજજ થયેલ વહિવટીતંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

રાજયના મુખ્યયમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સંભવિત વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાું સુધી મંત્રીશ્રીઓને જિલ્લાીના સ્થળે તંત્રને જરૂરી માર્ગદર્શન કરવા અને થયેલ કાર્યવાહીની સમીક્ષા કરવા ખડેપગે તૈનાત છે

એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ભગવાન દ્વારકાધિશ, હર્ષદમાતા અને ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદથી આ વાવાઝોડું ગુજરાતમાંથી ટળી જાય એ માટે પ્રાર્થના કરી હતી.

જિલ્લાસમાં એનડીઆરએફની 3 ટીમ તથા એસડીઆરએફની 2 ટીમ સંભવિત વાવાઝોડાના ખતરા સામે પહોંચી વળવા તૈનાત છે ત્યાારે ગમચેતીના પગલારૂપે સ્થીળાંતર કરાયેલ લોકોને શેલ્ટ.ર હોમમાં રાખવામાં આવેલ છે. મંત્રીશ્રીએ શેલ્ટાર હોમમાં સ્થરળાંતર કરાયેલ લોકોને જીવન જરૂરી બધી જ ચીજ વસ્તુમઓ મળી રહે તે માટે ખાસ સુચન કર્યું હતું.

મંત્રીશ્રીએ રૂપેણ બંદરથી સ્થતળાંતર કરાયેલ દરીયાકાંઠાના વિસ્તા રની મુલાકાત લીધી હતી. દ્વારકા પ્રાંત અધિકારીશ્રીએ માહિતી આપતા જણાવ્યુંઠ હતું કે ટાટા કંપની અને ઘડી કંપની તરફથી ફુડપેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહયા છે.

આ સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટારીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મામલતદારશ્રી એસ.એસ. કેશવાલા, પી.આઇ.શ્રી પી.બી. ગઢવી વગેરે સાથે જોડાયા હતા.

કલ્યાણપુરમાં મેર યુવાન ઉપર ઘાતક હુમલો કરી, ધાડ પડતા ત્રણ અજાણ્યા સહિત કુલ છ શખ્સો સામે હત્યાની કોશિશ અને રિવોલ્વર લૂંટની ફરિયાદ.

0

કલ્યાણપુરમાં મેર યુવાન ઉપર ઘાતક હુમલો કરી, ધાડ પડતા ત્રણ અજાણ્યા સહિત કુલ છ શખ્સો સામે ફરિયાદ.

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે શુક્રવારે મોડી સાંજના સમયે હથિયારો સાથે ધસી આવેલા છ શખ્સો દ્વારા એક યુવાન તથા તેના પિતરાઈભાઈ ઉપર તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઈજાઓ પહોંચાડવા ઉપરાંત ધાડ પાડી, તેઓના હથિયારો લઈ જવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે ચોવીસ કિલોમીટર દૂર ચંદ્રાવાડા ગામે રહેતા વેજાભાઈ ભીખુભાઈ મોઢવાડિયા નામના આશરે 38 વર્ષના યુવાન શુક્રવારે મોડી સાંજના સમયે ગામના બસ સ્ટેન્ડ સર્કલ પાસે હતા, ત્યારે આ સ્થળે પોરબંદર તાલુકાના બરખલા ગામના રહીશ સંજય દેવશી ઓડેદરા અને આશિષ દેવશી ઓડેદરા તથા વાછોડા ગામના રહીશ દિલીપ જીવા ગોઢાણિયા નામના ત્રણ શખ્સો અન્ય ત્રણ અજાણ્યા શખ્સોને સાથે લઈ અને તલવાર તથા કુહાડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.

આરોપી સંજય તથા આશિષ ઓડેદરાના ચંદ્રાવાડા ગામે રહેતા મામા સામત નગાભાઈ કેશવાલાએ આશરે બે વર્ષ પૂર્વે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત સંદર્ભે આરોપી શખ્સો દ્વારા વેજાભાઈ મોઢવાડીયા ઉપર શંકા રાખી, બંને ભાઈઓએ તલવારો વડે તથા દિલીપ ગોઢાણિયાએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમને ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી વેજાભાઈના પિતરાઈ ભાઈ એવા સાહેદ વણઘા વિસા મોઢવાડિયાને પણ તલવારનો ઘા મારી, ઈજાઓ પહોંચાડી હતી.

આ સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદીની સ્વરક્ષણની 32 બોરની રિવોલ્વર તથા પાક રક્ષણની બાર બોર ડબલ બેરલ ગનની લૂંટ કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આમ, આપઘાત અંગેના જુના બનાવ સંદર્ભે આરોપીઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત ફરિયાદી વેજાભાઈની હત્યા નિપજાવવાના પ્રયાસ સાથે પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ધાડ પાડવામાં આવતાં આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણ અજાણ્યા સહિત કુલ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 307, 323, 324, 325, 504, 506 (2), 395, 34 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ખંભાળીયાના દાત્રાણા ગામે નિંદ્રાધીન આહિર યુવાન પર તોતિંગ ડમ્પર ફરી વળતા કરૂણ મોત.

0

દાત્રાણા ગામે નિંદ્રાધીન યુવાન પર તોતિંગ ડમ્પર ફરી વળતા કરૂણ મોત.

ખંભાળિયા : ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર હાલ ફોરલેનના કામ ચાલી રહ્યા છે. ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર દાત્રાણા ગામ નજીક કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા સિયાભાઈ ગોવાભાઈ કંડોરીયા નામના 32 વર્ષના યુવાન મોડી રાત્રીના સમયે નાસ્તો કરીને સૂતા હતા, ત્યારે આ સ્થળે રોડના કામ માટે ચાલી રહેલા જી.જે. 10 ટી.વી. 8992 નંબરના એક ડમ્પરના ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવીએ નિંદ્રાધીન સીયાભાઈના શરીર પર પોતાનું ડમ્પર ફેરવી દેતા તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ અકસ્માત સર્જી, આરોપી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના મામા લખુભાઈ અરજણભાઈ ચાવડા (ઉ.વ. 55, રહે. દાત્રાણા) ની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે આઈ.પી સી. કલમ 304(એ), 177, 184 તથા 134 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી અહીંના પી.એસ.આઈ. પ્રદિપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી ચેમ્પિયન ક્રિકેટ ટીમની ધરપકડ.

0

જામનગરના નવાગામ ઘેડની સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 11ની ધરપકડ.

રૂા.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી પેરોલ/ફર્લો સ્ક્વોડ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :

જામનગર જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટુકડી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નવાગામ ઘેડના મઘુરમ સોસાયટીમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતાં મઘુરમ સોસાયટીના ધર્મેશ ઉર્ફે ધમો નવલ યાજ્ઞીક

1. જશવંત સોસાયટીના ભરત ઉર્ફે ડાડો છગન બાંભણીયા

2. ઇન્દીરા માર્ગ ટ્રાવેલ્સની ઓફીસની બાજુમાં રહેતો યોગેશ રાજેશ પરમાર

3. વિક્રમ ઉર્ફે વિશાલ બીપીન પરમાર, ગુરૂદ્વારા પાસે

4.રણજીતનગર હુડકોમાં રહેતો ભગીરથસિંહ વનરાજસિંહ જાડેજા

5.દિ.પ્લોટ 57-58 વચ્ચે રહેતા મયુરસિંહ પ્રતાપસિંહ જાડેજા,

6. રામનગર ઢાળીયે રહેતા હિતેશ ઉર્ફે હકકો બીજલ સવાસડીયા,

7. રાજપાર્ક-રોયલ પાર્કના જયવીર દિપક ચૌહાણ

8. જલારામનગરના પ્રદિપસિંહ ઉર્ફે છોટીયો અજીતસિંહ વાઘેલા

9.પંચેશ્ર્વર ટાવર કચેરીફળીમાં રહેતા નિર્મલ રમેશ પઢીયાર

10. ખડખડનગરના સંજયસિંહ રામસંગ જાડેજાને દબોચી લીધા હતાં.

તેની પાસેથી ગંજીપત્તા, 17650ની રોકડ અને 3 મોટર સાયકલ મળી રૂા1.07.650નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર,સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, અરવિંદગીર ગોસાઇ તથા ધર્મેન્દ્રભાઇ વેષ્ણવ દ્વારા કરવામાં આવી હતી.

વાવાઝોડા તાઉ’તે જામનગરમાં ત્રાટકવાની શક્યતાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી પત્રકાર મિત્રોને માહિતગાર કરતાં જિલ્લા ક્લેકટરશ્રી રવિશંકર.

0

વાવાઝોડા તાઉ’તે જામનગરમાં ત્રાટકવાની શક્યતાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી પત્રકાર મિત્રોને માહિતગાર કરતાં જિલ્લા ક્લેકટરશ્રી રવિશંકર.

હોસ્પિટલના કોઇપણ દર્દીઓને તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

એનડીઆરએફની 4 અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ જગ્યાએ રવાના કરાઇ.

કોવીડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો અને ઓકસીજની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કલેકટરશ્રી રવિશંકર.

જામનગર, હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તથા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી અને જામનગર જિલ્લાઓમાં તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવેલ છે.

જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી રવિશંકર દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી માહિતગાર કરેલ હતા.

તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડુ તા. 17 મે 2021ના સાંજે જામનગર આવવાની શકયતા છે તેમ જણાવી કલેક્ટરશ્રી રવિશંકરે કહ્યું કે, હવામાન ખાતાની આપેલ માહિતી પ્રમાણે જામનગર જિલ્લામાં ઝડપી પવનો ફૂકાવાની શકયતાઓ છે. અનુમાન પ્રમાણે 100 થી 150 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવનો થકી જામનગરમાં તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડુ નુકશાન પહોંચાડી શકે છે.

કોવીડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો અને ઓકસીજની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. હોસ્પિટલના કોઇપણ દર્દીઓને તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતા કલેકટરશ્રી રવિશંકરએ વધુમાં ઉમેર્યું કે, એનડીઆરએફની બે ટીમો જામનગર જિલ્લાને સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ છે.

એનડીઆરએફની બે ટીમો માંથી ચાર ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ટીમોને રવાના કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં આવનારા તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડુથી સંભવિત અસર થનાર હોય તેવા 1 હજારથી વધુ લોકોને તાત્કાલીક ખસેડવાની જરૂર પડે તેમ છે જ્યારે આગળ જતા ભવિષ્યમાં કુલ 3 હજાર થી વધુ લોકોને ખસેડવાની તૈયારીઓ વહિવટીતંત્ર દ્વારા કરેલ છે.

જામનગર જિલ્લાના દરિયો ખેડવા ગયેલા માછીમારીની વિગતો આપતાં કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું કે, 752 જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા જે બધા જ પરત આવી ગયેલ છે. જામનગર જિલ્લાની રજીસ્ટર બોટો અત્યારે એક પણ નથી.

લોકોને નમ્ર અપિલ કરતાં કલેકટરશ્રી રવિશંકરએ કહ્યું કે, સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા પોલિસ અને વહિવટીતંત્રની ટીમો જો તમને સુરક્ષીત સ્થાને ખસેડવા માટે આવે તો તેમને સાથ આપવો અને સગર્ભા સ્ત્રીઓને આવનાર 15 દિવસમાં ડીલેવરીની સંભવિત તારીખ આપેલ હોય તો કોઇ સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા ખેડૂતોએ તેમની જણસો ખૂલ્લામાં હોય તો સુરક્ષીત જગ્યાએ લઇ લેવા તથા વધારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને બાંધી ન રાખવા જણાવી ઉમેર્યું કે, વહિવટી તંત્ર નાગરિકોને સુરક્ષીત રાખવા પૂરતા પ્રયાસો કરશે જ પરંતુ નાગરિકોએ પણ તેમનો સાથે આપશે તેવી આશા વ્યકત કરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.