Saturday, October 10, 2026
Home Blog Page 378

જામનગરમાં બે મહિલા વચ્ચે મારામારી, આવી બટકે- બટકે : સામ-સામી ફરિયાદ.

0

 

જામનગરમાં બે મહિલા વચ્ચે મારામારી, સામ-સામી ફરિયાદ.

જામનગર : જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે ઝુપડપટ્ટીમાં રહેતી બે મહિલાઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલાના હાથમાં બટકું ભરી અંગુઠો કરડી ખાધો હતો. જે અંગે બે મહિલા સામે ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે સામાપક્ષે વળતી ફરિયાદ પણ થઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી ઉષાબેન કનુભાઈ ડાભી નામની દેવીપૂજક મહિલાએ સામાન્ય ઝઘડામાં પોતાને વાળ પકડી જમીન પર પછાડી ઢિકાપાટુ નો માર મારવા અંગે તેમજ પોતાના જમણા હાથના અંગુઠા માં દાંતથી બટકું ભરી અંગૂઠાનો ભાગ કાપી નાખવા અંગે નિકિતા રવિભાઈ ડાભી, તેમજ બાલી બેન સુરેશભાઈ દંતાણી સામે ફરિયાદનોંધાવી છે.

જયારે સામા પક્ષે બાલીબેન સુરેશભાઈ દંતાણી એ પોતાના ઉપર ઢિકાપાટું નો હુમલો કરવા અંગે ઉષાબેન કનુભાઈ ડાભી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સીટી-સી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

જામનગર સહિત રાજયમાં 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ.

0

રાજયમાં 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા સૂચન કરાયા.

ગાંધીનગર: રાજ્યમાં 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી શાળાઓ શરૂ થાય તે પહેલાની કામગીરી કરવા માટે કેટલાંક સુચન કરાયા છે.

જેમાં ધોરણ-10માં માસ પ્રમોશન બાદ તમામ વિદ્યાર્થીઓ ધોરણ-11માં આવી ગયા હોવાથી વધારાના કેટલા વર્ગોની જરૂરીયાત ઉભી થશે તેની ગણતરી કરી વર્ગ વધારાની અરજી કરવા માટેની ફાઈલો તૈયાર રાખવા માટે સુચન કરાયું છે. ઉપરાંત કોરોનાના કારણે મૃત્યુ પામેલા શિક્ષકો સહિતની ખાલી જગ્યા અંગેની ગણતરી કરી સ્ટાફ માટેનું ડીઈઓને મોકલવાનું પત્રક પણ તૈયાર રાખવા જણાવાયું છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે તમામ શાળા સંચાલકોને પત્ર લખી સ્કૂલો શરૂ થાય તે પહેલાની તૈયારીઓ કરવા માટે કેટલાંક સુચન કર્યા છે. જેમાં જૂનના પ્રથમ સપ્તાહમાં શાળા બિલ્ડીંગની સાફ-સફાઈ અને સેનેટાઈઝેશનની કામગીરી કરવા માટે સુચન કર્યું છે.

ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ગતવર્ષનું પરિણામ ન લઈ ગયા હોય તો ફોન દ્વારા સંપર્ક કરીને વાલીઓને તેમના બાળકનું પરિણામ પહોંચાડવા માટે પણ જણાવાયું છે.
2019-20ના વર્ષની વિદ્યાર્થીઓની ફી બાકીની ફરિયાદો સંચાલક મંડળને મળી છે. આવા કિસ્સામાં વાલી સાથે રૂબરૂમાં સંવાદ કરીને યોગ્ય નિકાલ કરવો.

જેથી વાલી સાથે સંઘર્ષ ન થાય તેવી પણ સલાહ આપવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોવાથી વર્ગ રજીસ્ટરો તૈયાર કરાવવા અને વેકેશનગાળા દરમિયાન જો કોઈ લિવિંગ સર્ટિફીકેટ લઈ ગયા હોય તો તેમના નામ રદ કરવાના રહેશે. ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતા પાઠ્ય પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને પાઠ્ય પુસ્તક વિતરણ કેન્દ્ર પરથી મેળવી લેવા જેવી વિદ્યાર્થીઓને સમયસર પુસ્તક આપી શકાય.
ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરી દેવામાં આવ્યા છે ત્યારે ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓ ધોરણ-11માં આવી ગયા છે.

આવા સંજોગોમાં ધોરણ-11ના કેટલા વર્ગો છે અને કેટલા વર્ગોની જરૂર પડશે તેની ગણતરી કરી વર્ગ વધારાની અરજી કરવા માટે ફાઈલો તૈયાર રાખવા માટે પણ સુચન કરાયું છે. ઉપરાંત શાળામાંથી નિવૃત્ત થયેલા, મૃત્યુ પામેલા અને રાજીનામુ આપનારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહેકમ વર્ગ મુજબ સ્ટાફના રેશીયાને ધ્યાને લઈને ગણતરી કરી જરૂરી સ્ટાફ માટે ડીઈઓને મોકલવાનું પત્રક તૈયાર રાખવા માટે પણ જણાવાયું છે.

તોકતે વાવાઝોડા અને વરસાદ બાદ સર્જેલી તરાજીને પહોંચી વળવા મનપાના સોલિડવેસ્ટની પo ટીમ ઉના ખાતે રવાના.

0

તોકતે વાવાઝોડા અને વરસાદ બાદ સર્જેલી તરાજીને પહોંચી વળવા મનપાના સોલિડવેસ્ટની પo ટીમ ઉના ખાતે રવાના.

તોકતે વાવાઝોડું અને વરસાદથી સર્જાયેલ તારાજી બાદ ઉના શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને રોગચાળો, સફાઈ જેવી  પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ગતરાત્રે મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ અને સોલિડ વેસ્ટના કંટ્રોલીંગ મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટની મોટી ટીમ બનાવી જરૂરી સાધન સામગ્રી સાથે ઉના ખાતે રવાના કરેલ.

વાવાઝોડા અને ભારે વરસાદ ના લીધે ઉના તાલુકા ખાતે ફેલાયેલ ગંદકી અને રોગચાળાની સ્થિતિમાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવા હેતુ, જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧-સેનીટરી ઇન્સ્પેકટર / ૩-સેનીટરી સબ ઇન્સ્પેકટરના સુપરવિઝન હેઠળ 46- સફાઈ કર્મચારી સહિત 50 ની ટીમ જરૂરી સાધન સામગ્રી જેવી કે ત્રિકમ, પાવડા, તગારા, ઘણ, પરાઈ, ખાપરી વિગેરે તથા મેલોથીયન પાવડર બેગ્સ સાથે આજરોજ ગીર સોમનાથ ના ઉના ખાતે રવાના કરવામાં આવેલ છે

કોરોનાનું સંક્રમણ ઘટયું પછી ક્રિકેટ બંગલામાં પ્રવેશ બંધી : સરકાર રહી રહી ને જાગી.

0

કોરોના નું સંક્રમણ ઘટયું પછી ક્રિકેટ બંગલામાં પ્રવેશ બંધી : સરકાર રહી રહી ને જાગી.

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ના પરિપત્રથી ખેલાડીઓમાં કચવાટ.

ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળું.

રાજ્ય સરકારના સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ના સચિવ દ્વારા વર્તમાન કોરોના વાઈરસ મહામારીના સંદર્ભ જામનગર સહિત ગુજરાતના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, હોસ્ટેલ બંધ કરવાનો પરિપત્ર કરેલ છે આ પરિપત્ર તમામ રમતો અને સ્પોર્ટસ કોમ્પલેકસમાં ખેલાડીઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

એક બાજુ ગુજરાતમાં ભયંકર કેસ વધતા હતા ત્યારે આઇ.પી.એલ ક્રિકેટ ટુર્નામેન્ટુ યોજાણી હતી જ્યારે ક્રિકેટ બંગલામાં નાના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય અને તે પ્રેક્ટિસ પ્રેક્ષક વગરની હોય તે બંધ કરાતા ખેલાડીઓમાં રોષની લાગણી જન્મી છે.

આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સોશિયલ distance સાથે ક્રિકેટની પ્રેક્ટિસ ચાલતી હતી પરંતુ રાજ્ય સરકારના પરિપત્રને લઈ જામનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર નાના ખેલાડીઓને પ્રવેશ બંધી કરાઈ છે.

જામનગરનું ક્રિકેટ માટેનું એકમાત્ર ગ્રાઉન્ડ એટલે ક્રિકેટ બંગલો તેમાં પણ કોરોના મહામારી અને ધ્યાનમાં લઇ  સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવે પરિપત્ર બહાર પાડી ખેલાડીઓને મેદાનમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા પ્રેક્ટિસ કરતા નાના ખેલાડીઓમાં કચવાટ ઉભો થયો છે. અને પરિપત્ર ફેર વિચારણા કરવાની માંગણી ઉઠવા પામી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી આપ’ નેતા ગોપાલ ઇટાલિયા વિરૂઘ્ધ ફરિયાદ.

0

‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયા વિરૂઘ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.

ગોપાલ ઇટાલીયાએ ફેસબુક ઉપર સી.આર.પાટીલને બુટલેગર કહેતા મામલો બીચક્યો.

સુરત: આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલિયા ફરી નવા વિવાદોમાં ફસાયા છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમની વિરુદ્ધ સાત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે આ મુદ્દે નવો વિવાદ શરૂ થયો છે.

મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં વાવાઝોડુ તૌકતે આવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ લોકો પાસેથી વાવાઝોડાની માહિતી મેળવી રહ્યાં હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એક ફેસબુક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની શું સ્થિતિ છે? વિસ્તારના નામ સાથે જણાવો..

ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ પર ઉમેશ મારડિયા હિંદુ પ્રજાપતિ નામના એક યૂઝરે કોમેન્ટ કરી હતી. ઉમેશ મારડિયાએ ગોપાલ ઈટાલિયા પાસે દારૂની બોટલની માંગ કરી હતી. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ તેને વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિશે અપશબ્દ કહ્યા હતા. હવે પાટીલે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂયથાવત

0

રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત.

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.

આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

જામનગર મામલતદાર કચેરીઓ ખાતે આવેલ તમામ જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્ર આગામી તા.31-05-2021 સુધી બંધ રહેશે.

0

તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેલ જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્ર આગામી તા.31-05-2021 સુધી બંધ રહેશે.

જામનગર , જામનગર જિલ્લાની જાહેર જનતાને નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે કે, હાલમાં નોવેલ કોરોના વાયરસ ( ઈજ્ઞદશમ19 ) ના કેસોનો જામનગર જિલ્લામાં વઘારો જણાયેલ છે. જેથી સંક્રમણ અટકાવવા તેમજ સરકારી કચેરીઓ ખાતે લોકોની ભીડ જમા ન થાય તે હેતુથી જામનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રો તેમજ ઈ-ધરા કેન્દ્રો ખાતેની અરજદારશ્રીઓને લગત કામગીરી તા.31/05/2021 સુધી જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર નાગરિકોના હીતમાં બંઘ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

હાલ માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે. અતિ અગત્યની કામગીરી હોય તેવા સંજોગોમાં સબંધિત તાલુકાના મામલતદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો રાહત કામગીરી માટે રાજુલા જવા રવાના : રાજ્યના ફાયર ડાયરેક્ટર કે.કે બિશ્રનોઈએ આપી લીલી ઝંડી

0

જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો રાહત કામગીરી માટે રાજુલા જવા રવાના.

જામનગર, તા.૧૯ મે: અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનીમાં મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર શ્રી સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે ટીમો અમરેલી જિલ્લામાં મોકલવામાં આવી છે.

આ અંગેની વિગતો જણાવતા આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા થકી વધુ નુકસાની થવા પામી છે ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર મહાનગરપાલિકાની બે ટીમોને તમામ સામગ્રી સાથે અમરેલીના રાજુલા ખાતે રાહત અને બચાવ કામગીરીમાં ફરજ બજાવવા રવાના કરાઈ છે.

આ ટીમોમાં બે ફાયર સ્ટેશન ઓફિસર, એક હજાર જેટલા ફૂડ પેકેટ, બે વાહનો, છ ટ્રી-કટર તથા ટ્રી-કટિંગ અંગેની અન્ય સામગ્રી સાથે રાખવામાં આવી છે.તેમજ ફાયર તથા ગાર્ડન વિભાગના કુલ 10 કર્મચારીઓ રાજુલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમરેલીના સંકલનમાં રહીને આવતીકાલથી રાહત કામગીરીમાં જોડાશે. 

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે પીએમ મોદીએ એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

0

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે પીએમ મોદીએ એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત

અમદાવાદ : ગુજરાતમાં ઝફીસફિંય વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓ જેમકે ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથનું હવાઇ નિરીક્ષણ કરી કર્યું હતું. આ પછી તેમણે સીએમ વિજય રૂપાણી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાને અંગે વિશેષ મંત્રણા કરી હતી. આ બેઠક પછી પીએમ મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે.

મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો ગુજરાત આવતી રહેશે.

પીએમ મોદી સાથે અમદાવાદ એરપોર્ટ ખાતેની વીઆઇપી લોન્જમાં યોજાયેલી મિટિંગમાં સીએમ વિજય રુપાણી, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે. કૈલાશનાથન, રેવન્યુ અઈજ પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા.

ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ ટાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકસાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે 50 કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકસાનનો અંદાજ છે.

રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી, દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. આ સિવાય ભાવનગરમાં 8 મોત, ગીર સોમનાથમાં 8 મોત, અમદાવાદમાં કુલ 5 મોત, ખેડામાં 2ના મોત, જ્યારે આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં 1-1 મૃત્યુ થયા છે.

વાવાઝોડાથી ધોવાઈ ગયેલા ખેતરોનો સરવે કરીને સહાય ચૂકવશે ગુજરાત સરકાર.

0

વાવાઝોડાથી ધોવાઈ ગયેલા ખેતરોનો સરવે કરીને સહાય ચૂકવશે ગુજરાત સરકાર.

અમદાવાદ: તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરવે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે.

આ વિશે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યુ કે, જે નુકસાન થયું છે તેનો સરવે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાયતા ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે.

વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સરવેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ખેડૂતોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવાયુ કે, ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. ખેડૂતોના યાંત્રિક ઉપકરણો અને ગોડાઉનમાં થયેલા નુકશાન માટે પણ સહાય ચૂકવવામાં આવે. આ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી સહાય માટે માંગણી કરાઈ.

error: Copying and use of the content of the website is considered as illegal activity.