Saturday, October 10, 2026
Home Blog Page 377

પેરોલ પરથી ફરાર થયેલ ભાણવડના શિવા ગામની હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો.

0

પેરોલ પરથી ફરાર થયેલ ભાણવડના શિવા ગામની હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો.

ખંભાળિયા : ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા જેતસી ઉર્ફે સાકો લખમણભાઇ ધરણાતભાઈ કનારા નામના એક શખ્સ સામે વર્ષ 1996 માં હત્યા સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. ઉપરોક્ત આરોપીને જામનગરની સેશન્સ અદાલત દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

ઉપરોક્ત આરોપીએ ગત તારીખ 27-7-2020 થી તારીખ 18-8-2020 સુધી ત્રણ અઠવાડિયાની 21 દિવસની પેરોલ રજા મેળવી અને જેલમાંથી મુક્ત થયો હતો. પરંતુ ઉપરોક્ત શખ્સ નિયત દિવસે જામનગર જિલ્લા જેલ ખાતે રજા પુરી થયા પછી પણ હાજર થયો ન હતો અને સતત ત્રીજી વખત પેરોલ જમ્પ કરીને નાસી છુટ્યો હતો.

આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ તથા પરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. કેસુરભાઈ ભાટીયા અને હેડ કોસ્ટેબલ જીતુભાઈ હુણ દ્વારા ઉપરોક્ત આરોપીની ભાળ મેળવવા લાંબા સમયથી વોચ ગોઠવવામાં આવી હતી.
છેલ્લે આશરે નવેક માસથી ફરાર ઉપરોક્ત શખ્સ રાજકોટના ધોરાજી થી શિવા ગામે આવવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા છુપા વેશે વોચ ગોઠવી શિવા ગામના પાટીયાથી ગામ તરફ જતા જેતસી ઉર્ફે સાકો લખમણભાઇ કનારા (ઉ.વ. 45, રહે. હાલ નવાગામ- રાજકોટ) ને દબોચી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પાકા કામનો આરોપી અગાઉ પણ વર્ષ 2004-2005 બાદ બીજી વખત 2014માં મળી બે વખત પેરોલ જમ્પ કરીને નાસી છુટ્યો હતો. જેને જે-તે સમયે પોલીસે દબોચી લઈ જેલ ભેગો કર્યો હતો.

ઉપરોક્ત આરોપીનો કબજો હાલ ભાણવડ પોલીસને સોંપી અને કોરોના ટેસ્ટ બાદ જામનગર જિલ્લા જેલ હવાલે મોકલવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફના કેસુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઇ ચાવડા અને જીતુભાઈ હુણ દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના ચકચારી દરબારના હાથે દરબારની હત્યાના બંને આરોપીઓ પોલીસની ગીરફત્તમાં.

0

જામનગરના ચકચારી ઠેબા ચોકડી મર્ડરના બંને આરોપીઓ પોલીસની ગીરફત્તમાં.

જામનગર એલસીબીએ બે અલગ-અલગ ટીમ બનાવી પૂર્વ પોલીસકર્મી ઇશ્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજાની ધરપકડ.

જામનગર: સમગ્ર જામનગર શહેર ચકચાર જગાવનાર બનાવ ગત ઠેબા ચોકડીએ રવિવારની સાંજે યુવરાજસિંહ જાડેજાના નામના યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી,

આ હત્યાના મુખ્ય આરોપી એવા પૂર્વ પોલીસકર્મી ઇશ્ર્વરસિંહ જાડેજા અને વિરભદ્રસિંહ જાડેજાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને જામનગર એલસીબીએ ઉપરોકત્ત બંને આરોપીઓને ઝડપી લીધા છે.

મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ એલસીબીએ બે ટીમ બનાવી આરોપીઓ ઝડપી લીધા હતા.

આ કેસના ફરીયાદી ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજા તથા યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા સાથે આરોપીઓ (1) ઇશ્વરસિંહ સતુભા જાડેજા (ર) વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા ને અવાર નવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરોની અદલા બદલી બાબતે મનદુ:ખ ચાલતુ હોય,તેમજ સાહેદ પ્રદિપસિહ સોઢાનુ એકાદ વર્ષ પહેલા પાકીટ આરોપી ઇશ્વરસિંહ જાડેજા ના માણસએ લઇ લીધેલ હોય,જે બાબતે પ્રદિપસિંહ સોઢા સાથે ઇશ્વરસિંહ જાડેજાને મન દુ:ખ ચાલતા ધમકી આપેલ હતી,

ગત તા.23/05/2021 ના જામનગર કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસે ગોકુલ વે બ્રીજ પાસે ફરીયાદી ગીરીરાજસિંહ જાડેજા તેમના ભાઇ યુવરાજસિંહ જાડેજા હાજર હતા ,આ દરમ્યાન આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાના કબજાની સ્વીફટ કાર નંબર જીજે.10.ડીએ.0056 લઇ આવી ખુરશી ઉપર બેઠેલ યુવરાજસિંહ જાડેજા સાથે સ્વીફટ કાર અથડાવી ગળાના ભાગે છરીનો ધા મારી તથા આરોપી વિરભદ્રસિહ જાડેજા એ ફરીયાદીશ્રી તથા સાહેદને સાથે ઝપાઝપી કરી,આરોપીઓએ યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા ખૂન કરી નાશી ગયેલ હતા.

જેઓ વિરૂધ્ધ જામનગર પંચ બી ડૌોવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.11202046210469/2ર02ર1 ઇપીકો કલમ-302, 307, 120(બી), 506(ર) તથા જી.પી.એકટ-135(1) થી ગુન્હો નોંધાયેલ હતો. આ ખુનનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી,અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇ ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓને સુચના કરતા તેઓએ એલ.સી.બી. પો.સબ ઇન્સ શ્રી કે.કે. ગોહિલ તથા શ્રી બી.એમ.દેવમુરારી નાઓની અલગ અલગ ટીમો આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત કરવામાં આવેલ હતી.

ઉપરોકત બન્ને ટીમો આરોપી ની તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના અજયસિંહ ઝાલા તથા યોગરાજસિંહ રાણા ને હકિકત મળેલ કે, ગુનાના આરોપીઓ પડધરી હાઇવે રોડ તરફથી ધ્રોલ તરફ એન્ડેવર કાર નંબર જીજે.3.સીઆર.4440 મા આવી રહેલ છે જે આધારે ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર સણોસરા પાટીયા પાસે વોચમા હતા દરમ્યાન હકિકત વાળી એન્ડેવર કાર આવતા પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ તેમજ શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ તેમજ સ્ટાફએ હકિકત વાળી કારને કોર્ડન કરી આરોપીઓ (1) ઇશ્વરસિહ સતુભા જાડેજા (ર) વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા રહે.બન્ને નીર્મલનગર,જામનગર મુળ ગામ દોઢીયા તા.જી જામનગર નાઓ પકડી પાડી મજકુર બન્ને ઇસમો તેમજ તેમના હસ્તકના મોબાઇલ ફોન તેમજ ફોર વ્હીલ કાર હસ્તગત કરી પો.સબ ઇન્સશ્રી કે.કે.ગોહિલ નાઓએ કાયદેસર કાર્યવાહી થવા માટે પંચ બી ડીવી પો.સટે ને સોપી આપેલ છે. આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી,રાયોટીંગ,જુગાર વિગેરે ના 7 ગુના નોધાયેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓની સુચનાથી પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ તથા શ્રી બી.એમ.દેવમુરારી તથા શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભગીરથસિંહ સરવૈયા, ભરતભાઇ પટેલ, યશપાલસિહ જાડેજા નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, દિલીપભાઇ તલવાડીયા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી નિર્મળસિંહ જાડેજા,પ્રતાપભાઇ ખાચર, બળવંતસિહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે

જામનગર-રાજકોટમાં દારૂની હેરાફેરી કરતો ત્રણ વર્ષથી ફરાર પર પ્રાંતીય શખ્સ ઝડપાયો.

0

જામનગર-રાજકોટમાં દારૂની હેરાફેરી કરતો ત્રણ વર્ષથી ફરાર પર પ્રાંતીય શખ્સ ઝડપાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર :

જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેયની સુચના અને પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જે. ભોયેના માર્ગદર્શન મુજબ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના વાય.બી.રાણા પો.સબ ઈન્સ. તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો ગત તા.20/05/2021 ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોની ચોકકસ બાતમી આધારે સોલેરીયમ પાસેથી આરોપી રામાન્જયેલુ સ/ઓ પેડન્ના નારધારી જાતે નાયડુ ખેડુત ઉવ.42 ધધો નીવ્રુત રહે. રાધાનગર, શે.નં.4, હનુમાન મંડી ચોક, ચંચલ નીવાસ, રેયા રોડ, રાજકોટ મુળ ગુટકલ, તીલકનગર, ડોર નં 5/119 બી, કમ્મા સ્ટ્રીટ, જી. અનંતપુર, એ.પી. વાળાને મારુતી ફ્રન્ટી કાર નં જીજે/003/કે/6920 માં ભારતીય બનાવટના ઓફીસર્સ ચોઈસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ની બોટલ નંગ 276 કી રુ 1,38,000 મળી કુલ સાથે પકડી પાડી પ્રોહીબીશનનો ગુનો રજીસ્ટર કરાવેલ હતો, જેની તપાસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.

ગુનાની તપાસ દરમ્યાન આરોપી ની પુછપરછમાં સર્વેલન્સ પો.સ.ઈ. વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્ટાફને મજકુર પોતાના અન્ય ગુના છુપાવતો હોવાનુ જણાતા તેમજ મજકુર આંધ્રપ્રદેશનો વતની હોય તેના નામના ઉચ્ચારણમા થતી ભુલનો લાભ લેતો હોવાનુ અને પોતાનુ નામ પોલીસમાં આવ્યેથી મકાન બદલી નાખતો હોવાનુ જાણવા મળેલ હતુ જેથી આ અંગે ઈ-ગુજકોપ સાઈટ તેમજ હ્યુમન રીસોર્સ મારફતે મજકુરના ભુતકાળ અંગે તપાસ કરવામા આવતા મજકુર આરોપી છેલ્લા પાંચ થી વધુ વર્ષથી આ રીતે વિદેશી દારુનો ગેર કાયદેસર વ્ય્વસાય કરતો હોવાનુ જણાયેલ અને રાજકોટ તેમજ જામનગર તેમજ તેના નજીકના વિસ્તારમા મોટા પાયે દારુની હેરાફેરીમાં સંડોવાયેલ હોવાની હકીકત મળતા મજકુરની ઉડાણપુર્વક પુછપરછ કરતા તેમજ રાજકોટ રેન્જ ના તમામ જીલ્લા તેમજ રાજકોટ શહેર ખાતે તપાસ કરાવતા મજકુર વિરુધ્ધ દાખલ થયેલ હાલના ગુના સીવાય (1) સીટી બી ડીવી. પો.સ્ટે. પ્રોહી 07762018 પ્રોહી કલમ 65ઈ,81,98-2 (ર) પંચ એ ડીવી. પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. 37/22019 પ્રોહી કલમ 65ઈ,81,83 ઈપીકો 170,171,465 વિ. (3) ગાંધીગ્રામ પો.સ્ટે. (રાજકોટ) પ્રોહી ગુ.ર.ન. 264/2019 પ્રોહી કલમ 65એએ,116બી.98-2 ના ગુનાઓમાં નાસતો ફરતો હોવાનુ જણાતા લગત પો.સ્ટે. ને જાણ કરેલ છે. આમ આરોપીની પુછપરછ કરી મજકુરને વધુ ગુનામાં સંડોવાયેલ હોવાનુ શોધી કાઢેલ છે.

આ કામગીરીમાં પો.ઈન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા એ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રાક, પો.હેડ કોન્સ, શોભરાજસિંહ જાડેજા, રવીન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ શિવભદ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર, ફૈઝલભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

દિકરી કયાંથી બચે!…પુત્રી જન્મતા પરિણીતાને ત્રાસ આપી ઘરમાં કાઢી મુકતો પતિ.

0

કયાંથી બચે દિકરી!…પુત્રી જન્મતા પરિણીતાને ત્રાસ આપી ઘરમાં કાઢી મુકતો પતિ.

ખંભાળિયા: ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર અજમેર પીરની ટેકરી પાસે રહેતા અને મુળ ગુરગઢ ગામના રહીશ એવા અકબર હારૂનભાઈ સંઘાર નામના 23 વર્ષના મુસ્લિમ યુવાનના લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે આરંભડાના રહીશ ઈસાભાઈ મુસાભાઇ સંઘારની પુત્રી ગુલજાનાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન પરિણીતા ગુલજાનાબેનને પુત્રીનો જન્મ થયો હતો.

આ દરમિયાન પતિ અકબર દ્વારા પોતાના પત્નીને ઘરકામ બાબતે મેણા-ટોણા મારી દુ:ખ- ત્રાસ આપવામાં આવતો હતો. આ વચ્ચે તેણીને પુત્રી અવતરતા અકબર દ્વારા “મારે દીકરો જોઈતો હતો, દીકરી કેમ આવી? તું અભાગણી છો”- એવા મેણા ટોણા મારી, એકાદ વર્ષ પહેલા મારકૂટ કરીને તેણી જોઈતી નથી અને માવતરે ચાલી જવાનું કહી ગુલજાનાબેનને નાની દીકરી સાથે ઘરની બહાર કાઢી મુકી હતી.

આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ સામે આઈ.પી.સી. કલમ 498(એ) તથા 323 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી સમાજ લાલધૂમ.

0

સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી સમાજ લાલધૂમ.

અમદાવાદ અને ભાવનગરના બે શખસ સામે આકરી કાર્યવાહી કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂઆત-આવેદન.

સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મથી બેફામ ગાળો આપી અને સમાજની શાંતી દહોળવાનો પ્રયત્ન કરેલ છે તેમજ બે જ્ઞાતીઓ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તે પ્રકારે સમાજ વિરૂઘ્ધ અપશબ્દો બોલી અને એકવર્ગને બિજા વર્ગ પ્રત્યે દુશ્નાવટ ઉભી થાય તેવી ટીપ્પણીઓનું રેકોર્ડીંગ કરી અને સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવાનો આક્ષેપ.

જામનગર: સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી સમાજ લાલધૂમ થયું છે, આવું જધન્ય કૃત્ય કરનાર અમદાવાદ અને ભાવનગરના બે શખસ સામે આકરી કાર્યવાહી કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવાયું છે.

દશનામ ગૌસ્વામી સમાજ વિરૂઘ્ધ સોશ્યલ મીડીયામાં ગંદી ગાળો ત્યા અભદ્ર ટીપ્પણી કરેલ હોય અને સમગ્ર સાધુ સમાજને બદનામ કરેલ હોય, ત્યા વર્ગવિગ્રહ થાય તે પ્રકારે સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ આરોપીઓ સામે ગુન્હો નોંધવા જામનગર શ્રી દશનામ ગૌસ્વામી સમાજના કારોબારી સભ્ય અને જાણીતા એડવોકેટ રાજેશભાઈ ગોસાઈની આગેવાનીમાં જીલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી ભરત ભરવાડ અને વિશાલ મેર નામના શખ્સો કડક પગલા લેવા માંગ કરવામાં આવી છે.

શ્રી દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,
દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા સમગ્ર ભારતમાં સનાતન કાલથી રહી પુજાપાઠ ત્યા શિવ આરાધના કરીએ છીએ અને દશનામ સમાજના વ્યકિતઓ પુજા કરવામાં આવે છે. અને અમો ફરીયાદી જામનગર દશનામ ગૌસ્વામી સમાજના પ્રમુખ તરીકે સેવાકાર્ય કરી રહયા છીએ.

અમારા સમાજના વ્યક્તિઓ અન્ય સમાજ માટે પુજનીય સ્થાન ધરાવે છે અને સમગ્ર સમાજમાં એક શિવ ભકત કરીકે મોભાનું સ્થાન ધરાવીએ છીએ અને સનાતન કાળથી અમારો સમાજ શિવપુજા કરે છે અને શાંતી પ્રિય રીતે તમામ સમાજના લોકોને સાથે રાખી સમાજના ઉત્કર્ષ માટે માર્ગદર્શન પુરૂ પાડે છે અને દરેક જ્ઞાતીના દરેક સમાજના લોકોમાં અમારી ખુબજ સારી પ્રતિષ્ઠા અને નામના છે અને એ રીતે દરેક સમાજના લોકો અમોને માન સન્માન આપે છે.

ગત તા.22/05/2021 ના રોજ વોટસએપ ત્યા સોશ્યલ મીડીયાના અન્ય પ્લેટફોર્મ પર સમગ્ર ગૌસ્વામી સમાજને બદનામ કરવાના અને સમાજની ગરીમાંને લાંછનરૂપ થાય તે પ્રકારે ભયંકર વાણી વિલાસ કરી અને બેફામ ગાળો બોલી અને આ બન્ને શખ્સોએ આ કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ જેમાં તેમના દ્વારા સમગ્ર સમાજને ખુબજ અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવેલ છે. અને અહી લખી ન શકાય તેવી ગંદી ભાષામાં અને સમાજને નિચો દેખાડવા માટે અને આખા ભારતમાં વસવાટ કરતા ગૌસ્વામી સમાજના લોકોને હડધુત કરવા અને બદનામ કરવા અભદ્ર ટીપ્પણીઓ કરેલ છે. જાણીજોઈને આ બંને આરોપીઓએ તેમનું રેકોર્ડીંગ કરી અને આ ક્લીપ સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ છે અને સમગ્ર હિન્દુસ્તાનમાં આ પ્રકારે મંદીરમાં સેવાપુજા કરતા સાધુ સંતો તેમજ ગૌસ્વામી સમાજના લોકોને સરાજાહેર સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મથી બેફામ ગાળો આપી અને સમાજની શાંતી દહોળવાનો પ્રયત્ન કરેલ છે તેમજ બે જ્ઞાતીઓ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તે પ્રકારે સમાજ વિરૂઘ્ધ અપશબ્દો બોલી અને એકવર્ગને બિજા વર્ગ પ્રત્યે દુશ્નાવટ ઉભી થાય તેવી ટીપ્પણીઓનું રેકોર્ડીંગ કરી અને સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરેલ છે.

આ બંને શખ્સોએ સમગ્ર દશનામ ગૌસ્વામી સાધુ સમાજના અપમાન કરવાના ઈરાદે બદનામ કરવા માટે હીન પ્રકારનું કૃત્ય કરેલ છે. જેનાથી અમારા સમગ્ર સમાજના લોકો ત્યા સાધુ સમાજને ખુબજ બદનામી થયેલ છે અને સમાજમાં અમારી પ્રતિષ્ઠાને ખુબજ હાની પહોચેલ છે અને સમાજમાં નિચે જોવા જેવું થઈ ગયેલ છે. અને આરોપીઓએ આ પ્રકારની પ્રવૃતીઓ જાણી જોઈને સમાજના બે વર્ગો વચ્ચે વિદ્રોહ થાય અને સમાજની વ્યવસ્થા ખોરવાય તે પ્રકારનુ કૃત્ય કરેલ છે. જે ગુજરાતની શાંતીપ્રિય પ્રજા અને ગુજરાતની શાંતીને દહોળવાનો પ્રયત્ન કરેલ છે જે દેશદ્રોહ પ્રકારની પ્રવૃતી કહેવાય.

આરોપીઓએ કાયદાના કોઈપણ ડર વગર અને બેફામ રીતે સરા જાહેર વિડીયોમાં સમગ્ર સમાજને જે પ્રકારે અભદ્ર ગાળો બોલી રહેલ હોય જેનાથી અમારો સમગ્ર દશનામ ગૌસ્વામી સાધુ સમાજ ખુબજ આધાતમાં છે અને આવા શખ્સો વિરૂધ્ધ આ હીન પ્રકારની ગંદી માનસીકતા ધરાવતા અને સમાજમાં વિગ્રહ ફેલાવવાની કોશીશો કરતા વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધવામાં નહી આવે તો તેમને કાયદાનો કોઈ ડર રહેશે નહી અને અમારો સમગ્ર સમાજની પ્રતિષ્ઠાને જે હાની પહોચાડેલ છે અને અમારા સમાજના જે સમગ્ર વડીલો ભાઈઓ બહેનો માતાઓ યુવાનોને તંત્ર અને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે.

આ વીડીયો અમોએ સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર જામનગર મુકામે જોએલ હોય અને આ બંને આરોપીઓએ એકસંપ કરી અને દશનામ ગૌસ્વામી સમાજને બદનામ કરવા અને ગુજરાતમાં અશાંતી ફેલાવવા અને વર્ગ વિગ્રહ કરવા અને એકવર્ગને બિજા વર્ગ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવા અને દંગા ફેલાવવા માટે આ પ્રકારે વિડીયો વાયરલ કરેલ હોય જેથી આ આરોપીઓ સામે ઈન્ડીય પીનલ કોડ તેમજ આઈ.ટી. એકટ મુજબ ગુન્હો નોંધવા નમ્ર અરજ છે.

અમારો સમગ્ર સમાજ ખુબજ આધાત અને શોકમાં છે જો અમોને યોગ્ય રીતે ન્યાય નહી મળે અને આરોપીઓ સામે યોગ્ય રીતે ગુન્હો દાખલ કરી અને તેમની ધરપકડ કરવામાં આવશે નહી તો અમો આ અંગે સમગ્ર ગુજરાત દશનામ ગૌસ્વામી સમાજનું સંમેલન કરી અને કાનુની પગલાઓ લેશું જેની નોંધ લેવા વિનંતી છે અને આ આરોપીઓએ જે વાણી વિલાસ કરેલ છે તેનાથી અમારા સમાજની ધાર્મીક ભાવનાઓને પણ ખુબજ ઠેસ પહોંચેલ છે જેથી દશનામ ગૌસ્વામી સમાજને ખુબજ આધાત લાગેલ છે તો આ અંગે આરોપીઓ સામે તાત્કાલીક ગુન્હો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરવામાં આવેલ છે.

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું.

0

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું.

-:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:-

રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે

મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે

તાઉ-તે વાવાઝોડા દ્વારા નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ પૂર્વવત બને એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ.

જામનગર તા.૨૩ મે, મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ નાયરા એનર્જી દ્વારા  શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર નું ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ લોકાર્પણ કર્યું હતું.

નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ   કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ સાવચેત રહેવાનું છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકાર દ્વારા પૂર્ણ તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી એ આપી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ સકસન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે. નાયરા એનર્જી દ્વારા આવા બે પ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર કોરોનાની બીજી લહેર સામે વધુ સક્ષમ અને સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ બન્યું છે.

હાલ મ્યુકરમાઈકોસીસનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આ રોગની સારવાર માટે  દર્દીઓ માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન દવાઓ મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ તાઉ-તે વાવાઝોડા ના સંદર્ભ માં કહ્યું કે આ વાવાઝોડા ને કારણે  નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પરિસ્થતિ પૂર્વવત્ કરવાની તેમજ નુકસાની ના સર્વે નીં કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ થાળે પડે એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને લઇને જામનગર જિલ્લામાં સુંદર કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો પણ સતત જાગૃત રહે અને તમામ ગામો કોરોના મુક્ત બને તેવી તકેદારી રાખવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જામનગર જિલ્લાની જનતા વતી નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા  જણાવ્યું હતું કે કોવિડ મહામારીના સમયમાં માનવતાની વ્હારે આવવા માટે નાયરા એનર્જી આગળ આવી છે તે અભિનંદનીય બાબત છે. જામનગરની જનતાને આ મહામારીના સમયમાં નાયરા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાથી ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે.

મારું ગામ કોરોના મુક્ત ગામના જન અભિયાનમાં આ કોવિડ કેર સેન્ટર આ જિલ્લા માટે આરોગ્ય સેવા નું માધ્યમ બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

નાયરા ગ્રુપ માનવજાત જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે મદદરૂપ થવા આગળ આવ્યું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગૃપ ચોક્કસ પોતાનું નામ વધુ રોશન કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સાંસદ શ્રીમતી પૂનમ બહેન માડમે આ વિસ્તાર માં નાયરા એનર્જીએ તાત્કાલિક મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ સાથેની કોવિડ હોસ્પિટલ જનસેવામાં સમર્પિત કરી એ બદલ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.

શ્રીમતી પૂનમ બહેને જણાવ્યું હતું કે, દર્દીઓને કોવિડ કેર અન્વયે તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની નાનામાં નાની વ્યવસ્થા અહીં ઊભી કરી નાયરા ગૃપે આ મહામારીના સમયમાં લોકોની ચિંતા કરી છે. એક પરિવારની જેમ નાયરા ગ્રુપ આપણી સાથે મજબૂતીથી ઊભું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગ્રુપ આપણાં વિસ્તારનું મજબૂત અંગ બની જશે તેમ પણ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ભાઈ ચનિયારા, નાયરા ગ્રુપના સી.ઈ.ઓ. શ્રી એલ્યોસ, રિફાઇનરી ડાયરેક્ટર શ્રી પ્રસાદ પાનીકર, અગ્રણી શ્રી લગધિર સિંહ જાડેજા, શ્રીપ્રવિણસિંહ જાડેજા, શ્રીદિલીપભાઈ ભોજાણી, શ્રી પી.આર.જાડેજા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં ઉઘરાણી બાબતે મહિલા ઉપર થઈ ધોકાવારી : માર માર્યાની ફરિયાદ.

0

જામનગરમાં ઉઘરાણી બાબતે મહિલાને માર માર્યાની ફરિયાદ.

જામનગર : સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેતલબેન ધર્મેશભાઈ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-પ-ર૧ના હરીયા કોલેજ રોડ, રીઘ્ધી સિઘ્ધી રેસ્ટોરેન્ટ પાછળ, ફરીયાદી હેતલબના ઘર પાસે આરોપી રામભાઈ જીવાભાઈ મોઢવાડીયાએ ફરીયાદી હેતલબેનના પતિ પાસ પૈસા માંગતા હોય અને જે આરોપી રામભાઈ એ ફરીયાદી હેતલબેન પાસે માંગતા ફરીયાદી હેતલબેને એ નહીં હોવાનું જણાવતા આરોપી રામભાઈ એ ફરીયાદી હેતલબેનને ગાળો કાઢી તથા અન્ય આરોપી આરોપીઓ કાનાભાઈ જીવાભાઈ મોઢવાડીયા, મુન્નાભાઈ પાલાભાઈ માડમ એ ફરીયાદી હેતલબેનને લાકડાના ધોકાવડે શરીરે મુંઢ ઈજા કરી તથા આરોપી રામભાઈ એ ફરીયાદી હેતલબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની ગુનામાં મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

0

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી.

શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ

પ્રીમિયમની રકમ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમ ચૂકવશે

તા.22 મે ના રોજ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે શરૂ થનારી કામગીરી તા.1લી ઓગસ્ટના રોજ મંત્રી શ્રી આર.સી.ફળદુના જન્મદિવસે પૂર્ણ કરાશે

જામનગર, જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા કોરોના કાળમાં જામનગરવાસીઓને મદદરૂપ થવા પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવાની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.

જે અંગેની વિગતો આપવા કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ શ્રી પૂનમબેન માડમે પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે સદીની સૌથી મોટી મહામારી પુરવાર થયેલ કોરોનાએ જામનગર , ગુજરાત અને દેશમાં અનેક પરિવારોને નોંધારા બનાવ્યા છે , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યકુશળતાથી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આપણા ગુજરાતમાં કોરોનાથી ઓછામાં ઓછી લોકોને તકલીફ પડે તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે .

આ કપરા કાળમાં જામનગર શહેરમાંથી ચુંટાયેલા બંને ધારાસભ્યો અને રાજ્યસરકારમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવતા શ્રી આર.સી.ફળદુ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) અને જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પુનમબેન માડમે જામનગર શહેરની પ્રજાની બાજુમાં ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે, આવતીકાલે તા.22.5.2021 ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ છે અને શ્રી આર.સી.ફળદુનો તા. 1.8.2021 ના રોજ જન્મદિવસ છે આ બંને પ્રજાના પ્રતિનિધિઓના જન્મદિવસને નિમિત બનાવી જામનગર શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિનો ( કમાનાર વ્યક્તિ ) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂ . 2 ( બે ) લાખનો વીમો લેવાનું નક્કી કરેલ છે . જામનગર શહેરમાં આશરે એક લાખ વીસ હજાર પરિવાર વસવાટ કરે છે .

જે મુજબ દરેક પરિવારની મુખ્ય વ્યક્તિ ગણીએ તો અંદાજે એક લાખ વીસ હજાર વ્યક્તિઓનું જે પ્રીમીયમ ભરવાનું થશે તે તમામ રકમ ઉપરોક્ત બંને ધારાસભ્યોશ્રી અને સાંસદશ્રી અંગતરીતે ભરી આપશે અને આ રીતે દરેક પરીવારને રૂ .2 ( બે ) લાખના અકસ્માત વીમાનું કવચ મળશે . લોકો માટે લાભકારી આ યોજનાનો શુભારંભ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજાના જન્મદિવસ તા .22.5.2021 ના રોજ કરવામાં આવશે અને શ્રી આર.સી.ફળદુના જન્મદિવસ તા .1.8.2021 સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે .

તેના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે . પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય ) મળવાથી વિધાનસભા વિસ્તારના તમામ પરિવારના લોકોને લાભ મળશે એ બાબત નોંધપાત્ર છે . નક્કી કરાયા મુજબ આ યોજના હેઠળ 78 – વિધાનસભા મત વિસ્તારના દરેક પરિવાર દીઠ એક વ્યક્તિનો રૂ.બે લાખ સુધીનો અકસ્માત વીમો ઉતારવામાં આવશે.

અને એક વર્ષનું સંપૂર્ણ પ્રિમિયમ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા ભરી દેવામાં આવશે . 79 – વિધાનસભા મત વિસ્તારના દરેક પરિવાર દીઠ એક વ્યક્તિનો રૂ.બે લાખ સુધીનો અકસ્માત વીમો ઉતારવામાં આવશે અને એક વર્ષનું સંપૂર્ણ પ્રિમિયમ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા ભરી દેવામાં આવશે . જામનગર શહેરના દરેક કુટુંબની કોઈપણ વ્યક્તિ તેના પરિવારના મુખ્ય વ્યક્તિનું ફોર્મ ભરીને વીમો કરાવી શકશે , આ યોજનામાં 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની વ્યક્તિનો વીમો અર્થાત સુરક્ષા કવચ મેળવીને લાભાન્વિત થઈ શકાશે . યોજનાની વિશેષતા એ છે કે , પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં બેંકમાં પ્રિમિયમ ભરાતાની સાથે બીજા દિવસથી જ અકસ્માતમાં મૃત્યુના સંજોગોમાં બે લાખની રકમ મળશે . આ ઉપરાંત બન્ને આંખમાં , બન્ને હાથમાં , બન્ને પગમાં અકસ્માતથી જો કોઈપણ નુકસાન થાય તો પણ બે લાખની રકમ મળી જશે અને એક આંખ , એક પગ કે એક હાથમાં કાયમી ખોટ જો અકસ્માતથી થઈ જાય તો એવી વ્યક્તિને એક લાખની વીમાની રકમ મળશે . આ યોજનાનો લાભ મેળવવા માંગતી વ્યક્તિ દ્વારા પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ , બેંકની પાસબુકની ઝેરોક્ષ અથવા પોતાના ખાતાના કેન્સલ ચેકની ઝેરોક્ષ તથા એક ફોટો આપવાનો રહેશે અને નોમીનીના આધારકાર્ડની ઝેરોક્ષ તથા ફોટો સાથે લાવવાનો રહેશે . વીમા યોજનાનો લાભ જામનગર શહેરના પ્રત્યેક પરિવારજનો સરળતાથી લઈ શકે એ માટે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ , મહામંત્રી અને કોર્પોરેટરશ્રીઓની ટીમ દરેક વોર્ડમાં બનાવવામાં આવી છે , જે દરેક વિસ્તારમાં જઈ પરિવારોના મુખ્ય વ્યક્તિના ફોર્મ ભરશે તથા મંત્રીશ્રીના કાર્યાલય ખાતે લોકો પોતાના ફોર્મ ભરાવી શકશે . તા .22.5.2021 એટલે કે , રાજ્યમંત્રી હકુભા જાડેજાના જન્મદિવસે 78 – જામનગર વિધાનસભાના લોકો માટે થનારી આ યોજના તા .1.8.2021 એટલે કે , કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ સાહેબના જન્મદિવસ સુધી ચલાવવામાં આવશે , સારો એવો સમય ફાળવવામાં આવ્યો છે તેનો હેતુ એ જ છે કે , વધુને વધુ લોકો યોજનાનો લાભ લઈ શકે 

યોજના સંબંધે કેબીનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ તેમજ રાજ્યમંત્રીશ્રી હકુભા જાડેજા અને સાંસદશ્રી પુનમબેન માડમે જણાવ્યું હતું કે , છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની જીવલેણ મહામારી દરમિયાન અમે એવા – એવા હૃદયદ્રાવક દ્રશ્યો જોયા છે , જેને કદાચ અમે ભૂલી શકીશું નહીં , સ્વજનના મૃતદેહની સામે ચોધાર આંસુએ રડતાં પરિવારજનોના એ આકંદને વિસરી શકાય તેમ નથી , આ બધું જોયું ત્યારે જ મનોમન એવું નક્કી કર્યું હતું કે , મારા મત વિસ્તારના તમામ પરિવારોને ખાસ કરીને આકસ્મિક મૃત્યુ સમયે રાહત મળે એવું કંઈક કરવું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દેશવાસીઓ માટે બનાવવામાં આવી એટલે આ યોજનાનો પૂરેપૂરો લાભ જામનગર શહેરના બંને વિધાનસભા વિસ્તારના પ્રત્યેક પરિવારજનોને મળે એવો સંકલ્પ કર્યો હતો . જેથી કરીને આકસ્મિક સમયે આવી પડેલાં દુ:ખ વખતે લોકોને આર્થિક રીતે લાભ મળી શકે.

આ તકે મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’નો પ્રારંભ.

0

ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’નો પ્રારંભ.

ચાલુ હવન કુંડ સાથેની 12 ઉંટ ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વાતાવરણને વિષાણુ મુક્ત કરશે.

સમગ્ર દેશને કોરોના મુક્ત કરવાની દિશામાં ગાયત્રી શક્તિપીઠની આ અભિનંદનીય પહેલ – રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

જામનગર: ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના નિયોજનને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે

ત્યારે સમગ્ર ભારત દેશ ગુજરાત તથા આપણું જામનગર આ મહામારીમાંથી મુક્તિ મેળવે તેવા શુભ હેતુસર ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા સમગ્ર શહેરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું આયોજન થઈ રહ્યું છે.

સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલો પણ જણાવે છે કે ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનથી કોરોના વાયરસનો ચેપ બેઅસર બને છે ત્યારે ગાયત્રી પરિવારના તે દિશામાં હાથ ધરાયેલ આ સુંદર આયોજનને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ જામનગરવાસીઓ આ પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક જ દિવસે લોકો પોતાના ઘરે વધુમાં વધુ યજ્ઞ કરે તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા અને હાલની કોરોના મહામારી તથા રોગોના વિષાણુંને નિયંત્રિત કરવા વિજ્ઞાને સ્વીકારેલી આ બાબતથી લોક જાગૃતતા લાવવાના ભાગરૂપે ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા 12 ઉંટગાડી દ્વારા શહેરના ગાંધીનગર, પટેલ પાર્ક, દિગ્જામ ડિફેન્સ કોલોની સહિત તમામ વિસ્તારો માટે જુદા જુદા ત્રણ રૂટનું આયોજન કર્યું હતું અને દરેક ઉંટગાડી પર હવન તથા યજ્ઞ શરૂ રાખી તેની પાવન ધૂમ્રસેરથી લોકોને રક્ષિત કરવાનો નવતર પ્રયાસ કરાયો હતો.

આ પ્રસંગે મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે ગાયત્રી શક્તિપીઠ જામનગરના ટ્રસ્ટીઓ તેમજ સંયોજક શ્રી સી.પી.વસોયા તથા કાર્યકર્તા શ્રી જયુભા જાડેજા સહિત તમામ સાધકો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

ખંભાળિયાના યુવાનને આત્મહત્યા કરવા મજબૂર કરવા સબબ પિતા પુત્ર સામે ફરિયાદ.

0

ખંભાળિયાના યુવાનને આત્મહત્યા કરવા મજબૂર કરવા સબબ પિતા પુત્ર સામે ફરિયાદ.

ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા પરબતભાઈ ભીખાભાઈ હરિયાણી નામના યુવાને તાજેતરમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું ગત તા. 14 ના રોજ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ ભીખાભાઈ હરિયાણી (ઉ.વ. 29, રહે. બજાણા) એ નાના આસોટા ગામે રહેતા તેઓના કૌટુંબિક સગા રામશીભાઈ ડોસાભાઈ હરિયાણી તથા તેમના પુત્ર રવજી રામશીભાઈ સામે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આરોપી રામશીભાઇ મૃતકના પત્નીના મામા થતા હોય અને તેમના દીકરા રવજીની સગાઈ થતી ન હોવાથી મૃતકના પત્નીને છૂટાછેડા લેવા માટે દબાણ કરવા ઉપરાંત વારંવાર રકમની માગણી કરી દબાણ કરતા પિતા-પુત્રના માનસિક ત્રાસથી કંટાળીને પરબતભાઈએ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. કલમ 306 તથા 114 મુજબ ગુનો નોંધી, તપાસનીશ અધિકારી પી.આઈ. વી.વી. વાગડીયાએ આરોપીઓની અટકાયત કરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.