Saturday, October 10, 2026
Home Blog Page 376

જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે 18 કરોડના ખર્ચે નવું MRI મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ.

0

જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે 18 કરોડના ખર્ચે નવું એમ.આર.આઈ.મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ.

સદરહુ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દીઓની એમ.આર.આઈ. સુવિધા માટે જી.જી. હોસ્પિટલ અને વિઝન એમ.આર.આઈ. સેન્ટર,જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા.

જામનગર, જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. 16/03/2021 નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયેલ.

જે બાદમાં હોસ્પિટલ દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કંપનીના એન્જીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવેલ.ત્યારે એન્જીનીયર દ્વારા જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોય કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાર્ટ્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી તેમજ મશીન બંધ પડેલ હોય તેને પુન: કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી.

આથી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત રૂ. અઢાર કરોડ જેટલી થાય છે તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલ ને ફાળવવા અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.

અત્રે સુવિદિત છે કે આ પ્રકારની ખરીદી માટે સરકારમાં એક નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે. હાલ જામનગરની ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલમાં સદરહુ નવું એમ.આર.આઈ મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પૂર્ણ થયે જેમ બને તેમ ઝડપથી જામનગરને નવું એમ.આર.આઈ.મશીન ફાળવી આપવામાં આવશે.

આ દરમિયાન હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ કે સારવાર માટે આવતા દર્દીઓને એમ.આર.આઈ કરવાની જરૂરત પડે તેવા સંજોગોમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ અને મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર , જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યું છે.

જે રીતે હોસ્પિટલ બિલ્ડીંગમા એમ.આર.આઈ. થતું હતું તે જ રીતે હાલ મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર, જામનગર ખાતે થઈ રહ્યું છે.જેનો દર્દીઓ લાભ લઇ શકશે તેમ શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રીમતી નંદિની દેશાઇ તથા જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડો. તિવારી દ્વારા જણાવાયું છે.

ખંભાળિયાના વેપારીને વ્યાજે પૈસા આપનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી.

0

ખંભાળિયાના વેપારીને વ્યાજે પૈસા આપનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી.

રૂા.2.39 લાખના ચાર મહિને રૂ. 14.63 લાખ માંગ્યા..!

ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર છેલ્લા આશરે અડધી સદી જૂની પેઢી ધરાવતા પરેશ ટ્રેડિંગ કંપની નામનો શોરૂમ ધરાવતા અને અત્રે શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા નિલેશકુમાર બાબુલાલ કુંડલીયાના 25 વર્ષીય પુત્ર અભી કુંડલીયા દ્વારા મોજ-શોખ જેવા ચોક્કસ કારણોસર અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અમીત ભીમભાઈ મોવર નામના એક શખ્સ પાસેથી રૂપિયા 2,38,750 ની રકમ વ્યાજે લેવામાં આવી હતી.

ગત તા. 3 ફેબ્રુઆરી 2021 ના રોજ લેવામાં આવેલી આ રકમ સામે અમિત મોવર દ્વારા આ રકમની વ્યાજનો તોતિંગ હિસાબ અભીના પિતાને આપી, રૂપિયા 14, 62,500 ની માંગણી કરી હતી. આમ, અભીને અમિત દ્વારા આપવામાં આવેલી રકમની ખોટી પેનલ્ટી તેમજ રોજના દસ ટકા કે રોજના દસ હજાર રૂપિયા જેવી ગણતરી સાથે પઠાણી વ્યાજ સહિતની મોટી રકમ માટે આરોપી શખ્સ દ્વારા ફરિયાદી અભીના પિતા પાસે માંગવામાં આવી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા ફરિયાદી અભી જો આ રકમ નહીં આપે તો તેને વાડીએ ઉપાડી જવાની ધાક ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવને ખંભાળિયા પોલીસે અભી કુંડલિયાની ફરિયાદ પરથી અમિત મોવર સામે આઇ.પી.સી. કલમ 507, 506 (2) તથા નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી અહીંના પી.આઈ. વી.વી. વાગડીયાના વડપણ હેઠળ એ.એસ.આઇ. જે.પી. જાડેજા દ્વારા અમિત મોવરની અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવે ખંભાળિયા શહેર તથા વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

જામજોધપુર પંથકમાં પોલીસપાર્ટી ઉપર મહિલાઓનો હુમલો.

0

જામજોધપુર પંથકમાં પોલીસપાર્ટી ઉપર હુમલો.

તપાસમાં ગયેલ પોલીસકર્મીઓ ઉપર મહિલાઓ સહિતના ટોળું વિફરતા ચકચાર: 3 સામે ફરિયાદ

જામનગર: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનોપસિંહ ભીખુભા જાડેજા દ્વારા ગઈકાલે જામજોધપુર પોલીસમાં જામવાડીના જાપા પાસે આબલી ફળિમાં રહેતા ભૂરા અલી રાવકરડા ઉમર વર્ષ 60, અનિફાબેન ભૂરા રાવકરડા ઉ.વ. 47 અને રેશ્માબેન ભૂરા રાવકરડા ઉ.વ. 30 ની સામે આઇપીસી કલમ 353, 186,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે જામવાળીના જાપા પાસે આરોપીઓના ઘરે પોલીસ પોતાની ફરજ દરમિયાન પ્રૌહી કલમ 120 મુજબના ઠરાવની સમજ કરી અત્રે પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી આસિફ ભૂરા રાવકરડા તથા પંચોને સાથે રાખી મકાનની ઝડતી તપાસ કરવા ગયા હતા.

ઝડતી તપાસ કરવા જતા આરોપીઓએ રાજ્ય સેવક પોલીસને જેમતેમ અપશબ્દો બોલી અને પોલીસ સાથે ઝપાઝપી તથા ધક્કામુક્કી કરીને પોલીસ પર હુમલો કરીને ગુનાહિત બળપ્રયોગ થકી કાયદેસરની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. બનાવ પગલે જામવાળી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ફરિયાદના આધારે આગળની તપાસ પીઆઈ સવસેટા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

જામ્યુકોના ટેકનિકલ યુનિયનની માંગણી ”ન” સંતોષાતા : 30 મીથી ઉગ્ર આંદોલન.

0

માંગણીઓ નહીં સંતોષાતા જામ્યુકો ટેકનિકલ યુનિયનનું 30મીથી ઉગ્ર આંદોલન.

જામનગર: રિવાઇઝ સેટઅપ સહિતના પ્રશ્નો ન ઉકેલાતા અને રજૂઆતોનો ઉલાળિયો કરવામાં આવતા જામ્યુકો ટેકનિકલ યુનિયને 30 મે થી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. 

10 વર્ષથી ફરજ બજાવતા કર્મીઓને કાયમી ન કરી અન્યાયનો આક્ષેપ કરાયો છે.

જામનગર મહાનગરપાલિકા ટેકનિકલ કર્મચારી યુનિયને રિવાઇઝ સેટઅપ સહિતના પ્રશ્નો ઉકેલવા ગત તા.6 એપ્રિલના કમિશ્નરને રજૂઆત કરી હતી.

જેમાં કોરોના મહામારીમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ દોઢ વર્ષથી ફરજ બજાવતા હોવા છતાં બઢતી આપવામાં આવી નથી.

7 થી 10 વર્ષથી ફરજ બજાવતા 12 એસએસઆઇને કાયમી કરાયા નથી.

મહાપાલિકામાં 8 થી 10 વર્ષ કરતા કર્મીઓ કે જેઓને બીજી જગ્યાએ નોકરી મેળવવાની તક જતી રહેતી હોય બે વખત સ્ટેન્ડીંગ કમીટીમાં સુઓમોટો ઠરાવ કરાયો હોવા છતાં યેનકેન પ્રકારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી.

મહાપાલિકામાં રિવાઇઝડ સેટઅપ મુજબ કાર્યપાલક ઇજનેરની 4 જગ્યા ખાલી છે.

પરંતુ આ જગ્યા પર મનપામાં ફરજ બજાવતા અનુભવી કર્મચારીઓને બઢતી આપવાને બદલે બહારથી ભરવાની હિલચાલ ચાલી રહી છે.

આ તમામ પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા 30 મે થી આંદોલનની ચિમકી યુનિયને ઉચ્ચારી છે.

વાલ્કેશ્વરીનગરના હાઈ પ્રોફાઈલ હીટ એન્ડ રન કેસમાં અંતે ફરીયાદ દાખલ.

0

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં સર્જાયેલા હિટ એન્ડ રન પ્રકરણમાં કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ.

વાલ્કેશ્વરીનગરી નો હિટ એન્ડ રન કેસનો હાઈ પ્રોફાઈલ કેસમાં અંતે ફરીયાદ દાખલ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬,

જામનગરમાં વાલ્કેશ્વરી નાગરી વિસ્તારમાં પરમદી ને બપોરે એક કાર બેકાબુ બનીને આવી હતી એને એક યુવાનને ફૂટબોલ કર્યા પછી કાર મકાનની દીવાલ તોડી અંદર ઘૂસી હતી. જે મામલે શહેરમાં અનેક ચર્ચાઓ પછી આખરે ઇજાગ્રસ્ત યુવાન દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જે કાર એક યુવતી ચલાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતો અને દરજી કામ કરતો મનીષ ગીરીશભાઈ ચૌહાણ નામનો ૪૫ વર્ષનો યુવાન સોમવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન કાળા કલરની એક કાર પૂરપાટ વેગે આવી હતી, અને તેને ફુટબોલની જેમ ઉડાવ્યો હતો. ત્યાર પછી કાર નજીકના એક મકાનનો દરવાજો તોડી અંદર ઘૂસી ગઈ હતી. જેથી મકાનમાં નુકસાન થયું હતું.

આ બનાવ અંગે નો સીસીટીવી નો વિડીયો વાયરલ થયો હતો, અને કોઈ યુવતી કાર ચલાવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટમાં સારવાર માટે ખસેડાયા પછી આખરે સમગ્ર મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે, અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને નંબર પ્લેટ વગરની કાર ના ચાલક ની શોધખોળ શરૂ કરી છે. જામનગરના ઇલેક્ટ્રોનિક ના શોરૂમ સંચાલકની પુત્રી કાર ચલાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

વાલ્કેશ્વરીનગરી નો હિટ એન્ડ રન હાઈ પ્રોફાઈલ કેસ : જાણીતા ઇલેક્ટ્રોનિક્સ શોરૂમના માલિકની પુત્રીને બચાવવા ધમ પછાડા

0

વાલ્કેશ્વરીનગરી નો હિટ એન્ડ રન હાઈ પ્રોફાઈલ કેસ.

તા.૨૩-૫-રoર૧ના રોજ બપોરે ૪ વાગ્યાના બનેલ બનાવ બાદ બધુ રફેદફે થઈ જતા પરંતુ દેશ દેવી ન્યુઝે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે વાલ્કેશ્વરીમાં હિટ એન્ડ રનનો પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કરતા જ જામનગરમાં ચર્ચાએ જોર પકડ્યું.

સમગ્ર પ્રકરણમાં ઇલેક્ટ્રોનિક્સના ધંધાર્થીની પુત્રીને છાવરવાનો પ્રયાસ.

વાલ્કેશ્વરી નગરીમાં અકસ્માત ના ઘટના સ્થળે થી ગાડીની નંબર પ્લેટ ગાયબ પરંતુ સીસીટીવી ફુટેજમાં આખી ઘટના કેદ.

અકસ્માત બાદ ઘાયલને જામનગર સારવાર બાદ રાજકોટ મોકલી દેવાયો.

વાલ્કેશ્વરીનગરીમાં માનસી ટેઇલર નામની દરજી દુકાન ધરાવતા અને દરજી કામ કરતા વ્યક્તિની હાલત ગંભીર..!

સીસીટીવી ફુટેજમાં સગીર વયની પુત્રી તાદ્રશ્ય નજરે પડે છે છતાં પોલીસ ફરિયાદ નહીં.

જામનગર શહેરના ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ના જાણીતા માલિક ની પુત્રી દ્વારા વાલ્કેશ્વરી નગરીમાં હોન્ડા ચાલકને ગંભીર રીતે ઈજા પહોંચાડીને નાસી છૂટવાના ચકચારી પ્રકરણમાં પોલીસ પણ હવે ઢાંકપીછોડો કરતી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અકસ્માત સર્જી લોખંડનો ગેઇટ તોડી બાઇક ચાલક સાથે ઘરમાં ઘૂસી ગઈ બાઈક અને દરવાજા સહિત દિવાલનો ડુંચો બોલી ગયો બાદમાં ધાયલને  લોહીલુહાણ હાલતમાં અકસ્માત સર્જલ ગાડીમાં હોસ્પિટલ લઈ જાય છે અને હાઈ પ્રોફાઈલ કેસને દબાવવા માટે ઘટના સ્થળેથી તમામ વસ્તુ ગાયબ કરી દેવામાં આવે છે પરંતુ તમામ વસ્તુઓ અને ઘટનાઓ તેમજ વ્યક્તિઓ કેમેરામાં કેદ થઇ ગયા છે આ કિસ્સાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

ગુજરાત રાજયની હોસ્પિટલોમાં આગની ઘટનાઓથી હાઇકોર્ટ ખફા.

0

રાજયની હોસ્પિટલોમાં આગની ઘટનાઓથી હાઇકોર્ટ ખફા.

ફાયર NOCના હોય તેવી હોસ્પિટલમાં દર્દીને દાખલ જ કેમ કર્યા?

ભરૂચ કોવિડ હોસ્પિટલ તથા ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી.

અમદાવાદ :ભરૂચ કોવિડ હોસ્પિટલ તથા ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ છે. સાથે જ અમદાવાદમાં ફાયર એન.ઓ.સી. (નો ઓબ્જેકશન સર્ટીફીકેટ) મામલે હોસ્પિટલ સીલનો મામલો પણ હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

ત્યારે હાઈકોર્ટ દ્વારા આ સુનાવણીમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસી મામલે આકરા તેવર બતાવ્યા. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યા કે, ફાયર ગઘઈ ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીને દાખલ જ કેમ કર્યા?

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1 મેના રોજ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 18 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરીને આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાભ 304, 337, 338 હેઠળ ગુનો નોંધ્યો હતો. પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી પ્રમાણપત્ર ન હોવાનું ખૂલ્યું હતું.

ચીફ ફાયર ઓફિસરે કોર્ટમાં હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી. સોગંધનામુ કર્યું હતું. ત્યારે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, જે હોસ્પિટલ પાસે ફાયર ગઘઈ નથી તેમણે દર્દીને દાખલ કેમ કર્યા?

ત્યારે હાઈકોર્ટમાં કોર્પોરેશનના એડવોકેટ મિહિર જોશીએ જવાબમાં કહ્યું હતું કે, અખઈ એ હોસ્પિટલ સામે પગલા લીધા છે. ફાયર ગઘઈ વાળી હોસ્પિટલ પાસે building use permission ન હતી. તેમજ રહેણાંક મકાનમાં હોસ્પિટલ ઉભી કરાતા તેને સીલ કરાઈ હતી. વેલિડ બીયુ પરમિશન ન હતી તેથી સીલ કરાઈ છે.

તો બીજી તરફ, હોસ્પિટલો દ્વારા રજૂઆત કરાઈ કે, મેટરનીટી હોસ્પિટલ પણ કરાઈ છે સીલ ફાયર ગઘઈ હોવા છતાં કરાઈ સીલ કરાઈ છે. તો હાઈકોર્ટના એડવોકેટે કોર્ટમાં રજૂઆત કરી કે, 400 હોસ્પિટલ અમદાવાદમાં ફાયર અને બીયુ પરમિશનના વાંકે સીલ કરાઈ છે. કોરોનાકાળમાં હોસ્પિટલ સીલ ન રાખી શકાય. તેથી કોર્ટ આ મુદ્દે રાહત આપે.

ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતા યુવકને મળ્યો ઢીકા-પાટુનો માર.

0

ભાણવડ: ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતા યુવકને ઢીકાપાટુનો માર.

પુત્રને છોડાવવા ગયેલ પિતા ઉપર છરી વડે હુમલો.

દેશ દેવી ન્યુઝ ખંભાળીયા:

ભાણવડના હર્ષદ શેરીમાં રહેતા અને મજુરી કામ કરતા જીતેન્દ્ર ભનુભાઇ ઝાલા (ઉ.વ.60) નામના આધેડે ભાણવડ પોલીસ મથકમાં જયોતિન્દ્રસિંહ ઉર્ફે લાલો નવલસિંહ જાડેજા વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે મારો પુત્ર ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવતો હોય ગઇકાલે દરબારગઢમાં હતો એ સમયે જયોતીન્દ્રસિંહ ઉર્ફે લાલો નવલસિંહ જાડેજા જે નશો કરવાની ટેવ ધરાવતો હોવાથી ત્યાં આવીને મારા પુત્રને કહવા લાગેલ કે તું પોલીસને મારી બાતમી કેમ આપે છે? કહી ગાળાગાળી કરી ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરતા હું છોડાવવા માટે વચ્ચે જતા મારી ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

આથી હાથમાં ઇજા થતા સારવાર લીધી હતી. બનાવ અંગે જીતેન્દ્રભાઇ ઝાલાની ફરીયાદ પરથી પોલીસે જયોતીન્દ્રસિંહ ઉર્ફે લાલો નવલસિંહ જાડેજા વિરૂઘ્ધ આઇપીસી કલમ 504, 506(ર), 323, 326 હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

સડોદરમાં રહેતા સીઆરપીએફ જવાન ઉપર પત્નીનો હુમલો- સાળા, સાસુ સસરાએ આપી જાનથી મારી નાંખવાની ધમકી.

સડોદરમાં રહેતા સીઆરપીએફ જવાન ઉપર હુમલો-જાનથી મારી નાંખવાની ધમકી.

પત્નિ,સાસુ-સસરા અને સાળા સહિત પાંચ સામે ફરિયાદ

જામનગર
જામજોધપુર તાલુકાના સડોદર ગામ માં રહેતા અને જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા મયુરભાઈ બાવનજીભાઇ રાઠોડ નામના 27 વર્ષના સીઆરપીએફના જવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતાના પરિવારજનોને પણ માર મારવા અંગે પોતાના સસરા પ્રવિણભાઇ ચમનભાઈ વાઘેલા, સાસુ વિજયાબેન ચીમનભાઈ વાઘેલા, પત્ની રેખાબેન મયુર ભાઈ વાઘેલા, સાળા હિતેશ ચીમનભાઈ વાઘેલા, અને સાળાના કુટુંબી નરેશભાઈ વાઘ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને શેઠ વડાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 21મી તારીખે રેખાબેન મયુર ભાઈ રાઠોડે શેઠ વડાળા પોલીસ મથકમાં પોતાના પતિ સીઆરપીએફના જવાન મયુરભાઈ રાઠોડ તથા તેના પરિવારજનો સામે દહેજ ધારા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી તેણી પોતાના માવતરે રાજકોટ ચાલી ગઇ હતી.

દરમિયાન પોલીસે સીઆરપીએફના જવાની ધરપકડ કર્યા પછી પોતાના પર હુમલો થયો હોવાનું અને પરિવારજનો ને પણ માર માર્યાનું જણાવતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

કડિયાવાડનો નામીચો કિશોર બુકી સહિત અડધો ડઝન જુગારિયા ઝડપાયા.

જામનગર શહેરમાં જુગારીયાઓ ઉપર તવાઇ: વર્લી,એકી-બેકી અને ઘોડીપાસામાં 6 ઝડપાયા.

જામનગરના પંચેશ્વર ટાવર સામે માલધારી હોટલની બાજુમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા કડીયાવાડ શેરી નંબર 3 ટીંબાફળી માં રહેતા કિશોર ઉર્ફે હેમેન્દ્ર મથુરાદાસ દાવડા નામના શખ્સને વરલી નો જુગાર રમતા રોકડ રૂપિયા 900 અને ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.

આ ઉપરાંત બીજો દરોડો સ્વામિનારાયણનગરમાં પડ્યો હતો જયાં જાહેરમાં ઘોડી પાસા ફેકીને જુગાર રમતા નવાગામ ઘેડના વિશાલ કાનજી રાઠોડ, નાગનાથ ગેટ પાસે આવેલ મહેશ્વરી નગરમાં રહેતા વિજય ખેંગાર ચાવડા આ બંનેને રોકડ રૂપિયા 10800 અને પાસા સાથે પકડી લીધા હતા.

જયારે ત્રીજા દરોડામાં જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલ વેલ નગરમાં ચલણી નોટના નંબરના આંકડા બોલીને એકી બેકીનો જુગાર રમતા જુના ટેશન પાસે વેલ નગર -1 માં રહેતો જીગ્નેશ ઉર્ફે જીગો નરસિં રાઠોડ, વિજય હેમત સીતાપરા, અને રફીક ઈતવારીખાન પઠાણ નામના શખ્સોને રોકડ રૂપિયા 10, 510 સાથે પકડી લીધા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.