Saturday, October 10, 2026
Home Blog Page 375

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર બે નરાધમ શખસ સામે પોલીસ ફરિયાદ : ચકચાર

0

જામનગર: સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર બે શખસ સામે પોલીસ ફરિયાદ.

સગીરાની માતાએ કારખાનાના માલિક અને તેનો સાથી બંને શખ્સ વિરૂઘ્ધ નોંધાવી ફરિયાદ:

આરોપીઓને ઝડપી લેતા તપાસના ચક્રોગતિમાન.

બંને શખસોએ અવાર-નવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો માતાનો આક્ષેપ.

જામનગર : જામનગરમાં પાંચ મહિના પૂર્વે આ બન્ને શખ્સોએ કારખાના માં અવાર-નવાર તેણી પર શારીરીક સંબંધો બાંધી ધમકી આપી હોવાનું પણ બહાર આવ્યું છે.

આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.

આ ઘટના અંગે સગીરાની માતાએ બન્ને શખ્સો સામે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીરાને મેડીકલ પરીક્ષણ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે.

તો બીજી તરફ બન્ને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ આદરી છે.

જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે મુજબ શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારના બધા જ સભ્યો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારની સગીર પુત્રી પણ મજૂરી કામે જઇને પરિવારની મદદ કરી રહી છે. 16 વર્ષની આ સગીરા જામનગર શહેરના હિંગળાજ ચોક ખાતે આવેલા રમેશભાઇના કારખાને મજૂરી કામે જતી હતી.

છેલ્લા એકાદ વર્ષથી મજૂરી કામ કરે છે. સમય જતા આજ કારખાનામાં કામ કરતા અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિપક સિદુભાઇ કોળી અને કારખાનાના માલિક પિયુષ રમેશભાઇ ડાંગર ની ખરાબ નજર સગીરા પર પડી હતી.

પોતાની વાસના સંતોષવા માટે બન્ને શખ્સોએ સગીરાને ધાક-ધમકી આપી કારખાનામાં જ તેણીની મરજી વિરૂઘ્ધ અવાર-નવાર બળાત્કાર ગુર્જાર્યો હતો.

આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની પણ બન્ને શખ્સોએ ધમકી આપી હતી. પરંતુ બન્ને શખ્સોનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો તેમ બન્ને શખ્સોના શારીરીક શોષણથી તેણીની ગર્ભવતી બની ગઇ હતી. પોતાની પુત્રીમાં આવેલા શારીરીક ફેરફારોને લઇને તેણીની માતાએ તેને સાંત્વનાના આપી પુછયુ હતું. જવાબમાં બન્ને શખ્સોએ બળાત્કાર ગુર્જાયો હોવાનું સામે આવ્યું હતું.

જેને લઇને તેણીના પરિવારે મેડીકલ પરિક્ષણ કરાવતા તેણીને 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સગીર પુત્રીને સાથે રાખી આ બન્ને શખ્સો સામે તેણીની માતાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે બન્ને નરાધમ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના લેન્ડ ગ્રેબિંગ કેસમાં મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લીગલ નોટીસ.

0

જામનગરના લેન્ડ ગ્રેબિંગ કેસમાં મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લીગલ નોટીસ.

જગ્યા દબાણ અંગે વિધિવત રીતે અરજી કરવા છતાં જીલ્લા કલેકટરે અરજદારને કહ્યું ‘લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો નથી બનતો’

ફરજમાં બેદરકારી અને અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ ન કરવા લીગલ નોટીસ

જામનગર:
ગત તા. 25-05-2021 કાલાવડ ના નાકા બહાર મદ્રેસા તાહેરીયા સ્કુલ સામે હાજી આમદ મેતર ના વારસદારો એ ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરી પી.જી.વી.સી.એલ. માંથી વીજ વપરાશ અંગે કનેક્શન મેળવેલ તેમજ લગત ખાતા માંથી આહાર ગૃહ નું લાયસન્સ મેળવી, રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર માલિકી ની જગ્યા માં તો દબાણ કરેલ, પરંતુ આ ઈસમો દ્વારા રોડ ઉપર પણ કાચું બાંધકામ કરી પતરા થી ઢાંકી દીધેલ છે અને ચાનો થડો બનાવી દીધેલ છે. તેમની નીચે બોર (ડંકી) પણ બનાવી દીધેલ છે.

આ અંગે રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર દ્વારા કમિશ્નર શ્રી જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશનને તેમજ જામનગર જીલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવા નિયત નમુનામાં અરજી કરેલ અને લેન્ડ ગ્રેબિંગ ની ફી પેટે રૂ. 2,000/- પણ ચૂકવી આપેલા.

તેમ છતાં કલેકટર શ્રી દ્વારા આંખ આડા કાન રાખી લેન્ડ ગ્રેબિંગ નો ગુન્હો બનતો નથી તેમ અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમારને સ્પષ્ટપણે જણાવી દીધેલ હતું.

આ અંગે ભારતના વડાપ્રધાન ને અરજદારે લેખિત માં ફરિયાદ કરેલ હતી. પરંતુ આ પત્ર અંગે એસ.પી. કચેરી માંથી અરજી સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન માં તપાસ અર્થે મોકલેલ હતી.
આ અંગે અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર એ પોતાનું નિવેદન સોગંદનામા ઉપર નોટરાઈઝડ કરાવી સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. સમક્ષ રજુ કરેલ હતું. પરંતુ આ અંગે દબાણ કર્તાઓ વિરુદ્ધ કોઈ જ નકર કાર્યવાહી ન થતા અરજદાર એ આ અંગે સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ નં. 1 કચેરી જામનગર માંથી આર.ટી.આઈ. હેઠળ માહિતી માંગેલ હતી.

આ માહિતી મળતા અરજદાર ને ધ્યાને આવેલ કે માહિતી અધિકારી શ્રી કે.એન. ગઢિયા સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ નં. 1 કચેરી જામનગર એ તા. 15-04-2021 ના રોજ પ્રાંત અધિકારી સાહેબ જામનગર(શહેર) ને મોકલેલ અહેવાલમાં સ્પષ્ટ લખેલ હકીકત જોતા રોડ સીદીક હાજી મેતર અને કાદર હાજી મેતર દ્વારા રોડ ઉપર ઓટલો બનાવેલ તે ઓટલા પર ચણતર દ્વારા ચા બનાવવાનો થડો બનાવેલ છે. રોડની જગ્યામાં છાપરા નાખેલ છે.

રોડ ઉપર પાણીનો બોર કરેલ છે. જે હાલ ઓટલા નીચે દબાવી દીધેલ છે. અને હોટલ માટે તે પાણીનો વપરાશ થાય છે. તે હકીકત ખરી છે.

તેમજ મહાનગર પાલિકા દ્વારા રોડ કપાત કરવામાં આવેલ છે. તે જોતા હાજી આદમ ભાડુઆત તરીકેની કુલ 30.00 ચો.ફૂ. છે અને તે કુલ 30.00 ચો.મી. કપાત થયેલ છે. સીદીક હાજી મેતરે કેટલી જગ્યા ભાડે રાખેલ છે. તેના કોઈ પુરાવા રજુ થયેલ નથી. આમ પરંતુ સદરહુ જગ્યા બાબતે નામદાર કોર્ટમાં સદરહુ જગ્યા બાબતે મેં. સાતમાં એડીશનલ સીનીયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં ચાલતા રે.દી. મુ. નાં. 916/2006 તા. 12-09-2006 ચાલુ છે. તેના આખરી હુકમના આધીન સીદીક હાજી મેતર અને કાદર હાજી મેતર દ્વારા રોડ ઉપર ઓટલો બનાવેલ તે ઓટલા પર ચણતર દ્વારા ચા બનાવવાનો થડો બનાવેલ છે. રોડની જગ્યામાં છાપરા નાખેલ છે. રોડ ઉપર પાણીનો બોર છે.

જે હાલ ઓટલા નીચે દબાવી દીધેલ છે અને હોટલ માટે તે પાણીનો વપરાશ થાય છે. તે જગ્યા પુરતો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ- 2020 હેઠળ આગળની કાર્યવાહી થવા અત્રેનો અભિપ્રાય થાય છે.

જેની જાણ થવા વિનંતી છે. આવી માહિતી આર.ટી.આઈ.હેઠળ અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર દ્વારા મુખ્ય મંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી ગાંધીનગર, કલેકટર શ્રી જામનગર, કમિશ્નર શ્રી જામનગર, ડી.એસ.પી. શ્રી જામનગર, અધિક્ષક ઈજનેર પી.જી.વી.સી.એલ. અને સીટી સર્વે ઓફિસર શ્રી જામનગર ને તેમના વકીલ શ્રી રેખાબેન કે. રાઠોડ દ્વારા ફરજ માં બેદરકારી અને અધિકારીઓ દ્વારા કાયદા નો અમલ ન કરવા લીગલ નોટીસ આપવામાં આવેલ છે.

જામનગરના તળાવમાં આપઘાત કરવા જતી યુવતિનો જીવ બચાવતી ‘181’ની ટીમ : આંખે પાટા બાંધી પ્રેમ કરતી યુવતિઓ ચેતે.

0

જામનગરના તળાવમાં આપઘાત કરવા જતી યુવતિનો જીવ બચાવતી ‘181’ની ટીમ.

આંખે પાટા બાંધી પ્રેમ કરતી યુવતિઓ માટે ઉદાહરણ રૂપ કિસ્સો.

જામનગર: જામનગર શહેરમાં 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરની એક યુવતિ આત્મહત્યા કરવા જતી હતી ત્યારે આ યુવતિને બચાવી લેવામાં આવી હતી.

આમ 181 ટીમે વધુ એક સરાહનીય કામગીરી કરતા લોકોએ આ કામગીરીને બિરદાવી હતી.શહેર અને જિલ્લામાં 181 હેલ્પ લાઇન દ્વારા ઘરેથી વિખુટા પડી ગયેલા વૃદ્ઘાઓ, મહિલાઓને પડતી હાલાકી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં એક યુવતી કે જે મૂળ મુંબઈની છે અને તેને વર્ષ 2019થી કેરેલાના એક યુવાન સાથે લગ્ન કર્યા અને શહેરમાં તેઓ 2 વર્ષથી રિલેશનશિપમાં રહે છે.

ત્યારે બુધવારના સવારે આ યુવતિ શહેરના લાખોટા તળાવ પાસે જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા મહિલાઓની સંકટ સમયની સહેલી મનાતી મહિલા અભયમ ટીમના પૂર્વી પોપટ અને કોન્સ્ટેબલ ગીતાબેન ધારવૈયા તથા પાઇલોટ મહાવીર સિહ વાઢેર દોડી ગયા હતા અને કાઉન્સિલીંગ કરી યુવતિનું જીવન બચાવ્યું હતું.

આ યુવતિનું કાઉન્સેલિંગ કરતા યુવતી જેની સાથે રિલેશનશિપમાં રહે છે તે યુવક દારૂ તેમજ ગાંજાનુ વ્યસન ધરાવે છે અને તેનો નશો કરી યુવતીને માર મારી દુ:ખ-ત્રાસ આપતો હોવાથી ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યા હોવાનું યુવતિએ 181 ટીમને જણાવ્યું હતું.

આમ આ યુવતિને 181 ટીમે ઘરે મુકી આવું પગલું ન ભરવા સમજાવી હતી.

જામનગરમાંથી અંંગ્રેજી શરાબની 120 બોટલ સાથે 2 ને ઝડપી લેતી LCB : રૂા.2.53 લાખનો મુદ્દામાલ જપ્ત.

0

જામનગરમાંથી અંંગ્રેજી શરાબની 120 બોટલ સાથે બેને ઝડપી લેતી એલસીબી: રૂા.2.53 લાખનો મુદ્દામાલ જપ્ત.

દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગરના અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એલસીબીની ટૂકડીએ દરોડો પાડીને બે શખસોને શરાબની 120 બોટલ અને કાર સાથે પકડી લીધાં હતાં, કુલ 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો.

જામનગરના અંધ આશ્રમ ફાટક, આવાસ કોલોની ખાતે બાતમીના આધારે એલસીબીની ટૂકડીએ દરોડો પાડીને અંધાશ્રમ આવાસ કોલોની, બ્લોક નં.41, મ નં.6માં રહેતાં પ્રવિણ ઉર્ફે પ્રવીણ લક્ષ્મીદાસ ગજરા (ઉ.વ.34) અને આવાસ બ્લોક નં.72, મ નં.10માં રહેતાં અંકિત મુકેશ બારોટ (ઉ.વ.27)ને પકડી લીધાં હતાં.

આરોપીએ ગેરકાયદે પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનું વેચાણ અર્થે પોતાના કબ્જાની જાયલો કારમાં રાખી રેઇડ દરમ્યાન બોટલ નંગ-120 કિ.રૂ. 48,000/- તથા મોબાઇલ ફોન, કાર મળી કુલ રૂ. 2,53,000/- ના મુદામાલ સાથે પકડાઇ જતા તથા દારૂ સપ્લાય કરનાર ઇસમને પકડવા ઉપર બાકી હોય આથી તપાસ ચલાવવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન કચ્છના રાપર તાલુકાનો નંદા ગામ આડેસરનો વતની બલભદ્રસિંહ ઉર્ફે બાલુભા જાડેજા ફરાર થઈ ગયો હોય જેની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણે’ય આરોપીની સામે પ્રોહિ. મુજબ સિટી ‘સી’માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની કાર્યવાહી એલસીબી પીઆઈ ચૌધરીની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

પ્રસંશનીય સેવા બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના નવ કર્મીઓને સન્માનિત કરાયા

0

પ્રસંશનીય સેવા બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના નવ કર્મીઓને સન્માનિત કરાયા

જામનગર,કોરોનાની બીજીલહેરમાં દર્દીઓને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડી અનેક મહામુલી જીંદગી બચાવવાની પ્રશંસનીય કામગીરી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ દ્વારા બજાવવામાંઆવી છે.

જે કામગીરીને ૧૦૮ના ગુજરાત રાજ્યના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવી હતી અને કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ હતી.

શહેરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર,દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લાના કુલ ૧૮ કર્મીઓને સન્માનિત કરાયા હતા. જેમાંથી જામનગર જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના ૯કર્મીઓને પણ એવોર્ડ તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મીઓમાં પાઇલોટશ્રી સુખદેવસિંહ વાળા તથા ઇ.એમ.ટી. શ્રી અશ્વિન ડોડિયાને પ્રમાણિકતા સન્માન,ઇ.એમ.ટી. અલ્પા ઝાલા તથા પાઇલોટશ્રી રામભાઇ કારાવદરાને ઇ.એમ.કેર એવોર્ડ, ઇ.એમ.ટી. ગતિક્ષા ડોડિયા તથા ભાવેશ ભરડાને પ્રેરણાદાયી એવોર્ડ તેમજ કમલેશ ચાવડા, રાજદિપસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજાને ફોટોગ્રાફી કોમ્પીટીશન અન્વયે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ૧૮૧ અભયમના ગુજરાતના વડા શ્રી નરેન્દ્ર ગોહિલ,જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડો. તિવારી, સી.ડી.એચ.ઓ. શ્રી ડો. બિરેન મણવર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રોફેસરશ્રી ડો. ઘાચી, જી.જી. હોસ્પિટલનાઆર.એમ.ઓ.શ્રી ડો. પી.આર.ભૂવા ઉપસ્થિત રહ્યાં હતા.

કોમી રમખાણ સર્જાય તેવી સ્થિતિ સર્જવા સબબ 11 થી વધુ શખસો સામે ફરિયાદ.

0

આરંભડામાં કોમી રમખાણ સર્જાય તેવી સ્થિતિ સર્જવા સબબ 11થી વધુ શખસો સામે ફરિયાદ.

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આરંભડા વિસ્તારમાં રહેતા નાસિક સિદ્દીક નારીયા, સાજીદ સોલંકી, સાજીદ નીસાદ અને મહેબૂબ ઘાવડા નામના શખ્સો દ્વારા કોઈ ચોક્કસ કારણોસર ડખો કરી ગેરકાયદેસર મંડળી રચી, ઝઘડો કરવાના ઈરાદે અન્ય આશરે સાતેક જેટલા શખ્સોને લઇ અને ઝઘડો કરવાના ઇરાદાથી એકત્ર થઈ, બે કોમ વચ્ચે મનદુ:ખ થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ઉચ્ચારણો કરી, વાતાવરણ તંગ બનાવી દીધું હતું.

આરોપી શખ્સો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ સાથે માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ કરતાં આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુરના હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ પબાભાઈ આંબલીયાની ફરિયાદ પરથી ઉપરોક્ત ચાર તથા અન્ય સાત જેટલા અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 143, 188 અને 269 મુજબ ગુનો નોંધ્યો છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારની 13 વર્ષની સગીરાનું અપહરણ-દુષ્કર્મનો આરોપી સાત મહિને ઝડપાયો.

0

જામનગરમાં 13 વર્ષની સગીરાનું અપહરણ-દુષ્કર્મનો આરોપી સાત મહિને ઝડપાયો.

જામનગર: જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી તા. 22.10.2020 ના દિવસે 13 વર્ષની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું.

જે અપહરણના બનાવ અંગે સગીરાના બનેવીએ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં એ વિસ્તારમાં જ રહેતા હમીર ઉર્ફે દિલીપ ધનાભાઈ બેરા નામના શખ્સ સામે અપહરણ અંગે ની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન સગીરા ભાવનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું, અને મહિલા પોલીસ સ્ટેશનની ટુકડી ભાવનગર પહોંચી હતી અને સગીરાનો કબજો સંભાળી જામનગર લઈ આવ્યા હતા. અને તેણીની તબીબી ચકાસણી કર્યા પછી તેને વિકાસ ગૃહમાં રાખવામાં આવી હતી.

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સગીરાનું નિવેદન નોંધવામાં આવતાં તેણીનુ અપહરણ કરાયા પછી બનાસકાંઠા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનું પણ જણાવાયું હતું, અને આરોપી ભાવનગર તેના સંબંધીને ત્યાં ઉતારી ને ભાગી છૂટ્યો હતો.

પોતે મૂળ રાજસ્થાનની વતની હોવાથી મહિલા પોલીસે સગીરાના માતા-પિતા ને રાજસ્થાનથી બોલાવી તેનો કબજો સોંપી આપ્યો હતો. ત્યાર પછી આરોપી હમીર ઉર્ફે દિલીપ ની શોધખોળ ચલાવવામાં આવી હતી.

આ આરોપી સામે દારૂ અંગેના પણ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગુના નોંધાયા હોવાનું માલુમ પડ્યું હતું.

દરમિયાન ગઇકાલે આરોપી પોતાના ઘર પાસે આવતાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેને પકડી પાડ્યો છે, અને કોવિડ ટેસ્ટ માટે ની કાર્યવાહી આરંભી છે. ઉપરાંત તેની સામે પોક્સો એક્ટ ની કલમ તેમજ દુષ્કર્મ ગુજારવા અંગેની કલમનો ઉમેરો કર્યો છે.

રામેશ્વરનગરમાં પાણીના નિકાલ બાબતે બબાલ સર્જાયા બાદ ચાર ધોબીએ એકસંપ થઇ પાઇપ ફ્ટકાર્યા.

0

જામનગરમાં પાણી નિકાલ બાબતે બબાલ બાદ હિચકારો હુમલો.

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભકિતરાજસિંહ જીલુભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-પ-ર૧ ના રામેશ્વરનગર, નંદનવન પાર્ક-ર, શેરી નં.-૧ માં ફરીયાદ ભકિતરાજસિંહના ઘરની આગળા ભાગે પાણી નીકાલ સરેટો કરેલ હોય જેથી આરોપીઓ દિપકભાઈ ધોબી, હાર્દિકભાઈ દિપકભાઈ ધોબી, કરણભાઈ દિપકભાઈ ધોબી, હિમેશભાઈ દિપકભાઈ ધોબી, રે. જામનગરવાળા જે ફરીયાદી ભકિતરાજસિંહના ઘરની બાજુમાં રહેતા હોય જેને ફરીયાદી ભકિતરાજસિંહનું પાણી નિકાલ પોતાના ઘરની આગળ જમા થશે આ બાબતે ફરીયાદી ભકિતરાજસિંહ સાથે બોલાચાલી કરી આરોપી હાર્દિક દિપકભાઈ ધોબીએ તથા કરણભાઈ દિપકભાઈ ધોબી એ લોખંડના પાઈપ તથા આરોપી હિમેશભાઈ એ છરી લઈને ફરીયાદી ભકિતરાજસિંહ ના ઘરમાં પ્રવેશી ફળીયામાં ફરીયાદી ભકિતરાજસિંહ ને ગાળો કાઢી આરોપી હાર્દિકભાઈએ ફરીયાદી ભકિતરાજસિંહને માથામાં પાઈપ મારી માથામાં હેમરેજની ઈજા કરી તેમજ આરોપી હિમેશભાઈ એ છરી વડે મારતા ફરીયાદી ભકિતરાજસિંહ ના હાથમાં આગળીના ભાગે ઈજા કરી આરોપી કરણભાઈ ના જમણા પગમાં લોખંડનો પાઈપ મારી મુંઢ ઈજા કરી તેમજ ફરીયાદી ભકિતરાજસિંહના પિતાને આરોપીઓએ માથામા તથા હાથમાં ઘા મારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

ખંભાળિયાની સગીરાના અપહરણ- દુષ્કર્મ સબબ ભરવાડ યુવાન સામે ફરિયાદ.

0

ખંભાળિયાની સગીરાના અપહરણ- દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા : ખંભાળિયા નજીકના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 13 વર્ષ 6 માસની ઉંમર ધરાવતી સગીર પુત્રીને ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના રહીશ એવા રવિ હમીરભાઈ ભરવાડ નામના 19 વર્ષનો યુવાન થોડા દિવસ પૂર્વે આ સગીરાને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.

આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા સગીરાની મરજી વિરૂદ્ધ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પણ જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રવિ ભરવાડ સામે આઇ.પી.સી. કલમ 363, 366, 376 (2) એન. 506 (2) તથા પોક્સો એક્ટ સહિતની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપીની ધરપકડ કરી હતી.

આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. વી.વી. વાગડિયા દ્વારા આરોપીને અદાલતમાં રજુ કરાતા અદાલતે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા પર હુમલો કરી ફરજમાં રૂકાવટ – સરકારી મિલ્કતને નુકશાન કર્યાની પાંચ સહિત 15 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ.

0

જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા પર હુમલો કરી ફરજમાં રૂકાવટ – સરકારી મિલ્કતને નુકશાન કર્યાની પાંચ સહિત 15 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી અને સફાઈકર્મી વચ્ચે થયેલ તકરારમાં પોલીસ ખુદ ફરિયાદ બની નોંધાવી ફરિયાદ:

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજાવતા રેખાબેન દિનેશભાઈ દાફડા ઉ.વ. ર8 એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.ર6-પ-ર0ર1 ના જામનગરની જી.જી.હોસ્પિટલ કોવિડ -19 બીલ્ડીંગ સામે, આરોપી સાગરભાઈ દિનેશ સોલંકી, આનંદ મગનભાઈ રાઠોડ, મુકેશ દિનેશભાઈ સોલંકી, આકાશ સોમાભાઈ સોલંકી, બિપીન રામજીભાઈ સોલંકી, તેમજ બીજા દશ થી પંદર જેટલા અજાણ્યા માણસો એ કોવિડ હોપિટલમાં ટીફીન દેવા બાબતે અંદરો અંદર બોલાચાલી થતા પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી રેખાબેનની તેમજ સાહેદોની હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી. જી.જી.હોસ્પિટલ મેઈન કોવિડ -19 બિલ્ડીંગના એન્ટ્રીગેઈટે ફરીયાદી રેખાબેન પર નિર્લજ હુમલો કરી દાખલ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓએ છુટા પથ્થરના ઘા કરવાથી ગંભીર ઈજા કરવાના ઈરાદાથી તેમજ ઓકસીઝન ટેંન્કમાં પથ્થરના ઘા કરવાથી મોટી જાનહાની થઈ શકે તેવું જાણતા હોવા છતા તેમજ એમ્બ્યુલન્સ અને સબવાહીનીઓના અવાર-જવરના રસ્તા પર વાહનો પાર્ક કરવાથી દર્દીને સારવારમાં વીલંબ થવાથી દર્દીનું મોત તેમજ તેના સગાઓને પથ્થરોના છુટા ઘા કરવાથી ગંભીર ઈજા થઈ શકે અને નુકશાન કરવાના ઈરાદાથી અમારી ઉપર તેમજ કોવિડ તેમજ ઓકસીઝન ટેન્ક ઉપર પથ્થરના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મિલ્કતને નુકશાન કર્યાની પોલીસ ફરિયાદનોંધાઇ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.