Saturday, October 10, 2026
Home Blog Page 374

કોરોનાં સંક્રમિતોનો ઇલાજ કરનારી પ્રાયવેટ હોસ્પિટલોનું તબીબી અને આર્થિક ઓડીટ કરાવો : યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ.

0

કોરોનાં સંક્રમિતોનો ઇલાજ કરનારી પ્રાયવેટ હોસ્પિટલોનું તબીબી અને આર્થિક ઓડીટ કરાવો : યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ.

દેશ દેવી ન્યુઝ જામનગર.
ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં સંક્રમિતોની સારવાર કરનાર ખાનગી હોસ્પિટલો દ્વારા વસુલ કરાયેલા લાખો રૂપિયાના બીલ મામલે રાજય સરકાર દ્વારા કોવિડ-19 ખાનગી હોસ્પિટલોનું મેડીકલ અને ફાયનાન્સીયલ ઓડીટ કરાવે તેવી માંગણી સાથે આજે જામનગરમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌશિફખાન પઠાણ, પ્રદેશ મંત્રી શકિતસિંહ જેઠવા, એન.એસ.યુ.આઇ.ના મહિપાલસિંહ જાડેજા વગેરેએ કલેકટર કચેરી પર આવેદન પત્ર પાઠવ્યું હતું.

કેટલાક લોકો અને હોસ્પિટલો એવી છે કે જેને કોરોના મહામારીની આફતને અવસરમાં પલટાવી દેવા મનફાવે તેમ દર્દીઓના લૂટ્યાના અનેક કિસ્સાઓ દર્દીઓ પાસેથી જાણવા મળતા હોય છે, નીતિ નિયમોને નેવે મુકીને આડેધડ ચાર્જ વસુલ કરનાર અમુક પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ખૂબ મોટાપ્રમાણમાં બીલ ચૂકવવા પડ્યા હોય આ અંગે ગુજરાત સરકાર દ્વારા કમિટી રચી મેડિકલ ફાઇનાન્સીયલ ઓડીટ કરવાની માંગ સાથે યુવક કોંગ્રેસ અને એનએસયૂઆઇ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે.

યુવક કોંગ્રેસ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં કોવીડની આ બીજી લહેરમાં અસંખ્ય લોકોએ હોસ્પીટલોમં દાખલ થવું પડયું હતું. ગુજરાત સરકારે કેટલીક બાબતોનું આર્થિક નિયંત્રણ કર્યું હોવા છતાં હોસ્પીટલોમાં લોકોને ખૂબ મોટા પ્રમાણમાં બીલ ચુકવવા પડયા છે.

જયારે કોઇ પેટ્રોલપંપ પર નિયત પેટ્રોલના ભાવ રૂા.90 હોય અને પેટ્રોલપંપ 1 રૂપિયો પણ વધારે લે તો તેની સામે બ્લેક માર્કેટીંગની ફરિયાદ થઇ શકતી હોય છે. જો કોઇ વેપારી વસ્તુ ઉપર છાપેલી કિંમત કરતાં 1-2 રૂપિયા વધુ લે તો પણ તેની સામે ફરિયાદ કરી શકાય છે. આવી અનેક બાબતો છે જેમાં ખોટું કરનાર વ્યક્તિ/ વેપારી/ સંસ્થા સામે તપાસ માગી શકાયઅને તે તપાસ કરવામાં આવતી હોય છે.

કોવિડ હોસ્પિટલોમાં આ બીજી લહેર દરમિયાન એવું જોવામાં આવ્યું કે હોસ્પિટલમાં જે બેડ (પથારી) 1500 થી 2000રૂ. ના દિવસના ચાર્જથી મળતી હતી તે ચાર્જ વધારીને હોસ્પિટલોએ 15000 થી 25000 સુધી ચાર્જ વસુલ્યો હતો. હોસ્પિટલના બેડનું ભાડું કોવીડને કારણે 10 થી 15 ગણું વધી જાય તે બાબત આશ્ચર્યજનક છે.

કોવિડની બીમારીમાં કેન્દ્ર સરકારે નિયત ગાઈડ લાઈન અને પ્રોટોકોલ આપેલા હતા.

હોસ્પિટલોએ આ પ્રોટોકોલની ઉપરવટ થઇ પોતાને અનુકુળ આવે તેમ સ્ટીરોઇડ, રેમડેસીવર સહિત જુદા જુદા પ્રકારની ટ્રીટમેન્ટ કરી દર્દીઓના સગાઓ પાસેથી મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હોય તેવો અહેસાસ સામાન્ય નાગરિકને કેટલીક હોસ્પિટલોમાં થયો હતો.

આ ઉપરાંત દર્દીઓ દાખલ કરવામાં પણ જે વધુ નાણા આપે તેને પ્રોયોરીટી આપવામાં આવી હતી તેવી લાગણી દર્દીના સગાઓ વ્યકત કરી રહયા છે. અને કોવિડ હોસ્પિટલોને રાજય સરકારના કલેકટર દ્વારા વેન્ટીલેટરો આપવામાં આવ્યા હતા, આ વેન્ટીલેટર સરકારી હોવા છતાં ડોકટરોએ આ વેન્ટીલેટર પોતાના હોય તેવી રીતે દર્દીઓ પાસેથી વેન્ટીલેટરના ચાર્જ વસુલ્યા હતા. એક ડોકટર એક દર્દીને વીઝીટમાં આવે તો તેની પાસેથી 2000 થી 5000 રૂ. હોસ્પિટલની અંદર કરવાની વીઝીટના વસુલતા હતા. અનેક લોકોએ અવસાન પામેલા દર્દીઓની ડેડબોડી લેવા માટે ઘર અથવા તો ઘરેણા ગીરવે મુકીને હોસ્પિટલોની ફી ચૂકવી છે.

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોના ડોકટરોએ ખરેખર આવું કર્યું છે કે કેમ તે બાબતની તપાસ કરવી જોઇએ.

આ માટે જે દર્દીઓ પોતાના દાખલ કરવામાં આવેલા સગાની ચુકવવામાં આવેલ ફી અંગે તપાસ કરાવવા માંગતા હોય તેની વિગતો જે તે શહેરના જીલ્લા કલેકટરને મોકલાવી આપે. ત્યારબાદ સરકાર દ્વારા એકસપર્ટ લોકોની તપાસ સમિતિ મારફતે સમગ્ર બીલ અને દર્દીને કરવામાં આવેલી સારવાર, તેના કરવામાં આવેલા જુદા જુદા રીપોર્ટસ વગેરે કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોવિડ-19 ના પ્રોટોકોલ મુજબ યોગ્ય હતા કે કેમ તેનો અહેવાલ મેળવવો જોઈએ.

કોરોનાના આ સમયમાં જે નર્સ અને પેરામેડીકલ સ્ટાફે પોતાની જાનની પરવા કર્યા વગર 24 કલાક કામ કર્યું છે.

હોસ્પિટલો દ્વારા આ નર્સિંગ અને પેરામેડીકલ સ્ટાફને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય વળતર મળ્યું છે કે નહિ તેની પણ તપાસ કરી આ વળતર યોગ્ય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોરોના વોરીયર્સની કામગીરીને યોગ્ય સન્માનિત કરી શકાય.

આ તકે જામનગર યુવક કોંગ્રેસનાં પ્રમુખ ડો.તોસિફખાન પઠાન, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શકિતસિંહ જેઠવા, એનએસયુઆઇ જામનગરનાં પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, કરનસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, ચિરાગ જીંજુવાડીયા, જીગરભાઇ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિભાપરમાં એઠવાડો નાખવા બાબતે બઘડાટી બોલી : સામ-સામી ફરીયાદ.

0

વિભાપરમાં સામાન્ય બાબતે બઘડાટી બોલી: સામ-સામી ફરીયાદ.

જામનગર: બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ અમરશીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-પ-ર૧ ના વિભાપર ગામ, આંબેડકર વાસમાં ફરીયાદીના ઘર ની સામે આરોપી મનીષભાઈ મુળજીભાઈ મકવાણા, રે. વિભાપર ગામ વાળા ને ઢોર બાંધવાનો વાડો આવેલ હોય અને ત્યા ગામના બીજા કોઈએ એઠવાડો નાખેલ હોય અને આ એઠવાડો ફરીયાદી હરીશભાઈ ના ઘરના સભ્યોએ નાખેલ હોય તેવો વહેમ આરોપી મનીષભાઈએ રાખી ફરીયાદી હરીશભાઈ તેમજ તેના પત્ની તેમજ તેના બન્ને દિકરાને ભુંડાબોલી ગાળો આપેલ છે ફરીયાદી હરીશભાઈ અને તેમની પત્નિને ઝાપટો મારી તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

જામનગર બેડી મરીન પોલીસ મથકે વિભાપર ગામે રહેતા મનીષ મુળજીભાઈ મકવાણા ઉ.વ. 31 એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી હરીશ અમરશીભાઈ મકવાણાના ઘરની સામે ફરીયાદીનો ઢોર બાંધવાનો વાડો આવેલ હોય આરોપી કુસુમબેન હરીશભાઈ મકવાણા વાડાની સામે એઠવાડો નાખતા ફરીયાદી તેને એઠવાડ નાખવાની ના પાડવા ગયેલ અને કહેલ કે અહીં શા માટે એઠવાડ નાખો છો ગંદકી થાય છે તેમ કહેતા તા.૩૦ ના રોજ આરોપીઓ હરીશ અમરશીભાઈ મકવાણા તેમની પત્નિ કુસુમબેન, મીલન હરીશભાઈ મકવાણા, વિજય અમરશીભાઈ મકવાણાએ જેમફાવે તેમ ગાળો કાઢી ફરીયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કારને નુકશાન કરી ગુન્હો કરેલ છે.

જામનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞ યોજાયો.

0

જામનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞ યોજાયો.

જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર સેવા વિભાગ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતમાં શાંતિ હોમ યજ્ઞનું સંસ્કૃત પાઠશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સાથ ડે.મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રીહસમુખભાઈ હિંડોચા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજકશ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા મંત્રીશ્રી ધર્મેશભાઈ ગોંડલીયા, શહેર મંત્રી શ્રીસુબ્રમણ્યમભાઈ પીલ્લે, સેવા વિભાગના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ચૌહાણ, સમરસતા પ્રકલ્પના સંયોજક શ્રીજીવરાજભાઈ કબીરા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજકશ્રી કિંજલ કારસરીયા, જિલ્લા સમિતિના માર્ગદર્શકશ્રી વિશાલભાઈ ખખ્ખર, મહિલા વિભાગના હીનાબેન અગ્રાવત, રેખાબેન લાખાણી સહિતના અગ્રણીઓ યજ્ઞ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને બીડું ઉઠાવ્યું હતું.

આ શાંતિ યજ્ઞ માટે રાજેશભાઈ નકુમ પરિવારના યજમાન પદે શાસ્ત્રી નિખિલભાઇ દવે અને ઉપસ્થિત ભૂદેવોએ યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી.

સીક્કામાં આંગડિયા પેઢીમાં કામ કરતા બ્રાહ્મણ યુવાન સાથે રૂા.1.90 લાખની છેતરપીંડી.

0

સીક્કામાં આંગડિયા પેઢીમાં કામ કરતા બ્રાહ્મણ યુવાન સાથે રૂા.1.90 લાખની છેતરપીંડી :

વાંકાનેરના બે સહિત 3 શખસ સામે ફરિયાદ.

જામનગર: જામનગર પંથકના સીક્કામાં આવેલ ભગવતી સોસાયટીમાં રહેતા અને મોટી ખાવડી ખાતે આવેલ બેસ્ટ એંટરપ્રાઈઝ નામ ની આંગડીયા પેઢીમાં કામ કરતાં ભાવેશ જેન્તીલાલ પંડ્યા સાથે ફોન ઉપર ખોટી માહિતી આપી રૂા.1,90,000/- ની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસ ફરિયાદ મુજબ,ભાવેશભાઇ પંડ્યાને 7041272898 નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે, હું નાગાર્જન પંપેથી વિનુભાઇ બોલુ છુ અને મારે પચીસ લાખ આવવાના છે અને મારે બે જગ્યાએ મોકલવાના છે જેમાં એક વાકાનેર મોકલવાના છે તો તમે રૂ.1,90,000/- મોકલી આપજો અને લેનાર વાળા વ્યકતિનું નામ કમલેશભાઇ રહે.

વાંકાનેર કે જેના મોબાઇલ નંબર 9737468066 ના આપતા ભાવેશભાઇએ રુપીયા 1.90.000/- વાંકાનેર બ્રાંચમા નાખેલ જે રુપીયા મોબાઈલ નંબર 9409689156 કમલેશભાઇ રહે. વાંકાનેરવાળા તેમજ વિનુભાઈ નાગાર્જુન પેટ્રોલપંપ વાળા ના ખોટા નામ ધારણ કરી લઈ ફરીયાદીની સાથે રૂા.1,90,000/- વીશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

આ કેસની તપાસ કે.આર.સીસોદિયા)-પો.સબ.ઇન્સ.મેઘપર (પડાણા) પો.સ્ટેશન કરી રહ્યા છે.

જામનગરના મેયર બન્યા નશીબદાર : ગરીબ બની આવાસમાં ફ્લેટ મેળવ્યો હતો.!!

0

શહેરના પોશ વિસ્તાર સત્યમ કોલોનીમાં આવાસ યોજનામાં મેયર બીનાબેન કોઠારી બન્યા લકી વિજેતા.!:જામનગરના મેયર શહેરી ગરીબ છે.!!

  • સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને ૬ વર્ષથી તાળુ મારીને બેઠા છે.
  • માલીકીનું મકાન હોવા છતાં હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો.!!

દેશ દેવી ન્યુઝ તા. ૩૧ મે ૨૧ જામનગર સરકારનું સપનું કે ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારજનો ઘરનું ઘરથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે છે. તેમાં ખાસ કરી ઘર વિહોણા અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત દરે મકાન મળી રહે તેના માટે મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થાય છે. પરંતુ સારા એવા પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં લાગવકીયા અને પહોંચતા પામતા લોકોને જ ડ્રોમાં મકાન લાગતા હોય તેવું ચર્યાય છે. જેના કારણે જરૂરિયાત મંદોને મકાન મળતાં નથી.

આવો જ કિસ્સો જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનો છે.જે શહેરી ગરીબ છે.!જેને સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને ૬ વર્ષથી તાળુ મારીને બેઠા છે.!જામનગર શહેરમાં આવાસ યોજનાના બે પાસા છે. એક ગરીબ કે સામાન્ય વિસ્તારમાં બનતા આવાસમાં લોકો જવા તૈયાર થતા નથી અને પોશ વિસ્તારમાં બનતા આવાસના લાગવકીયા અને પહોંચતા પામતા લોકો નશીબદાર બનીને મકાનો મેળવી લે છે. જામનગર મહાનગર પાલિકાના હાઉસિંગ વિભાગના અધિકારીઓ રાજકીય આકાઓ પાસે લાચાર.!આવો જ કિસ્સો સત્યમ કોલોની આવાસ યોજનાનો છે જેમાં જે તે સમયના કોર્પોરેટર અને હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો.

પરંતુ ફ્લેટમાં રહેવાના બદલે તેમણે ર૦૧૬ થી તાળું મારીને રાખ્યું છે. પોતે પંચવટીમાં વસવાટ કરે છે. જો તેમને ફ્લેટ ની જરૂર ન હતી તો કેમ મેળવ્યો.? નૈતિકતાની દૃષ્ટિએ આ કેટલું યોગ્ય છે.! તેવા અનેક સવાલો ઉઠયા છે. હાલ તો જામનગરમાં મેયરના ફલેટે જોરદાર ની ચર્ચા જગાડી છે.!

ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના પાંચમાં માળેથી કૂદકો મારવા જતી રાધિકાને ફાયર ટીમે રેસ્ક્યુ કરી બચાવી.

0

પાંચમા માળેથી કૂદકો મારવા જતી રાધિકાને ફાયર ટીમે રેસ્ક્યુ કરી બચાવી.

રાધિકા મોતની છલાંગ લગાવે તે પહેલાં ફાયર ટિમ પહોંચી.

જામનગરમાં આજ સવારે દસ વાગ્યાની આજુબાજુ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ પર ૧૭ વર્ષીય રાધિકા નામની યુવતી કોઈ કારણોસર આપઘાત કરવા પહોંચી હતી જોકે રાધિકા પાંચમા માળે ચઢી અને મોતની છલાંગ લગાવે તે પહેલાં જ ફાયર ટીમ દ્વારા રાધિકાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

શા માટે 17 વર્ષીય રાધિકા આપઘાત કરવા પહોંચી તે રહસ્ય હજુ અકબંધ છે.પણ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ પર પાંચમા માળે રાધિકાને એકલી જોઈ જતા તાત્કાલીક ફાયર ટીમને જાણ કરી હતી…જો કે ગભરાયેલી રાધિકા ફાયર ટીમે બચાવ્યા બાદ સારવાર માટે જી જી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

અજાણ્યા વ્યક્તિએ ફાયર વિભાગમાં કર્યો હતો ફોન.

સમગ્ર મામલે રાધિકાના પરિવારજનો પણ કાઈ કહેવા ત્યાર નથી.

ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ફાયર વિભાગમાં ફોન આવ્યો હતો બાદમાં ફાયર ટિમ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચી હતી જો કે રાધિકાને નીચે ઉતરી જવા કહ્યું હતું પણ રાધિકા કોઈ પણ ભોગે કૂદકો મારીને સુસાઇડ કરવા માંગતી હતી.

આખરે ફાયર ટીમે રાધિકાનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો છે.

જામજોધપુરમાં ૨૯ તોલા સોનાની ચોરી કરનાર ચારની ચંડાલ ટોળકીને ઝડપી પાડતી LCB.

0

જામજોધપુરમાં 29 તોલા સોનાની ચોરી કરનાર 4 ઇસમોને એલસીબીએ ઝડપી પાડ્યા.

4 ઈસમ ઝડપાયા,બે બાઇક,11 લાખ રોકડા મળી આવ્યા.

જામનગરના જામજોધપુરમાં ગત 20મીએ રાત્રે સોનાનું ઘડામણ કરતા વેપારીના ઘરેથી 29 તોલા સોનાની ચોરી ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

જોકે સાતીર દિમાગના ચોર સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા હોવાથી પોલીસ માટે ચોરને પકડવા ચૅલેન્જ બની હતી.

ભાવેશ પરિયા નામનો ઇસમ છે સમગ્ર ચોરીનો માસ્ટર માઇન્ડ.

મૂળ રાજકોટનો ભાવેશ જામજોધપુરમાં પોતાની બહેનના ઘરે આવ્યો હતો ત્યારે સોના ની દુકાને પણ કર્યો હતો અને ત્યાં રેકી કરી હતી બાદમાં પોતાના ત્રણ મિત્રો ને લઈ અને રાત્રીના સમયે મકાનનું તાળુ તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો.

જામનગર એલસીબીના સંજયસિંહ અને  દિલીપભાઈને ખાનગી બાતમીદારો દ્વારા મળેલી માહિતી અનુસાર સમગ્ર ચોરીમાં ચાર ઈસમો સંડોવાયેલા છે અને ચારેય ઈસમો કાલાવડથી જામનગર બે બાઇક પર આવી રહ્યા છે બાદમાં એલસીબીએ જુદી જુદી ટીમો બનાવી.

મહાપ્રભુજીની બેઠક પાસે વોચ ગોઠવી હતી અને બાઈક પરથી પસાર થયેલા ચાર ઇસમોને દબોચી લીધા હતા.

જામનગરમાં થયેલ 131 તોલા સોનાની ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે.

જામનગર શહેરમાં પણ રહેણાંક મકાનમાંથી લાખો રૂપિયાના સોનાની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.કુલ 131 તોલા સોનાની ચોરી થઈ છે પણ મકાન આજુબાજુ સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે ચેલેન્જ બની છે.

બુટલેગરની ક્રૂર હત્યા : લાશને ગીફ્ટ બોક્સમાં પેક કરી નાલા નીચે ફેંકી દેવામાં આવતા ચકચાર.

રાજકોટમાં બુટલેગરની ક્રૂર હત્યા ચકચાર.

શરીર ઉપર છરીના સાત થી વધુ ઘા ઝીકી બોથડ પદાર્થ મારી પતાવી દઈ ગટરના નાલા પાસે નિકાલ કરી નાખ્યો.

ગોંડલ  રોડ ચોકડી નજીક રિદ્ધિ સિદ્ધિ નાલા પાસેથી લાશ પેક કરેલું બોક્સ મળી આવતા ચકચાર.

રાજકોટ શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘા વાળું તીન મારી પેક કરેલું મોટું બોક્સ મળી આવ્યું હતું આ બોક્સ ખોલતાં જ અંદરથી કરીના ધા ઝીકાયેલી યુવકની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પોલીસ તપાસ કરતા મૃતક ગોકુલધામ વિસ્તાર નો બુટલેગર સંજય રાજુ સોલંકી ઉમર વર્ષ 37 હોવાનું ખૂલ્યું છે અને યુવકને સાતથી વધુ છરીના ધા ઝીંકવામાં આવ્યા હતા.

બુટલેગર સંજય રાજુ સોલંકીને ઠંડે કલેજે રહેંસી નાખી લાશ ગિફ્ટ બોક્સમાં  જેમ પેકીંગ કરવામાં આવે તે રીતે લાશને પેક કરી નાલા નીચે ફેંકી દેવામાં આવી હતી.

પરંતું ત્યાથી પસાર થતા જાગૃત નાગરિકને બોક્સ પર લોહીના ડાઘ દેખાતા પોલીસને જાણ કરી હતી હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોય એવું મનાઈ રહ્યું છે. સંજય સોલંકી ની હત્યા અન્ય સ્થળે કરી લાશ નાલા નીચે ફેંકી દેવા માં આવી અને હત્યા કરનાર ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

હાલ આજીડેમ પોલીસ ચોકીના પી.આઈ વી.જે ચાવડા દ્વારા લાશનો કબજો સંભાળી પીએમ ખાતે ખસેડેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

હાલ તો આ મર્ડરે ગુજરાત ભરમાં સારી એવી ચર્ચા. જગાડી છે.

જામનગરમાં ટુ વ્હીલર માટેની નવી સીરીઝ જીજે-૧૦-DK ના નંબર માટે ઇ-ઓકસન યોજાશે.

0

ટુ વ્હીલર માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીકેના નંબર માટે ઇ-ઓકસન યોજાશે.

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય નંબર પસંદ કરી ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી રસીદ મેળવી લેવાની રહેશે.

જામનગર તા.૨૮ મે, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ વ્હીલર માટેની સીરીઝ જીજે-૧૦-ડીકે ના તમામ નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૧-૦૬-૨૦૨૧ થી ૧૨-૦૬-૨૦૨૧ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૧૩-૦૬-૨૦૨૧ થી ૧૫-૦૬-૨૦૨૧ના બપોરના ૧૧.૫૯ કલાક સુધી અને  ઇ-ઓકશનનું પરિણામ તા.૧૫-૦૬-૨૦૨૧ના બપોરના ૧૨.૦૦ કલાક પછી રહેશે.

આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે.

યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

જામનગરના ખીમરાણામાં બાઇક વેચ્યા બાદ આર.સી.બુક બાબતે બઘડાટી : સામ-સામી ફરિયાદ

0

ખીમરાણામાં બાઇક વેચ્યા બાદ આર.સી.બુક બાબતે બઘડાટી : સામ-સામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગરના પંચ એ પોલીસ સ્ટેશનમાં ગીરીશભાઈ પુંજાભાઈ ધારવીયા એ ફરીયાદ નોંધાવી છે  કે, ખીમરાણા ગામે ફરીયાદી ગીરીશભાઈના ભાઈ રાજેશે આરોપી દિવ્યેશ મઘોડીયા ને મોટરસાયકલ વહેચેલ હોય અને આરોપી દિવ્યેશ, અમીત, રજનીકાંત ઉર્ફે ભરત ચૌહાણ તથા જયેશે ફરીયાદી ગીરીશભાઈના ઘરે ગુનો કરવાના ઈરાદાથી અપ્રવેશ કરી મોટરસાયકલની આર.સી.બુક કયા છે.

આર.સી.બુક લાવો તેમ કહી ફરીયાદી ગીરીશભાઈને ગાળો બોલી આરોપી રજનીકાંતે છરી કાઢી ફરીયાદી ગીરીશભાઈને ડરાવી તથા ચારેય આરોપીઓએ ફરીયાદી ગીરીશભાઈને ઢીકાપાટુનો માર મારી બાદમાં ફોન કરી અન્ય અજાણ્યા ઈસમોને બોલાવી તેઓએ ફરીયાદી ગીરીશભાઈના ફળીયામાં પડેલ વાહનો મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કરી ગાળો બોલી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જયારે સામે પક્ષે પંચ એ પોલીસ સ્ટેશનમાં રજનીકાંત ઉર્ફે ભરત હર્ષદભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા ગામે ફરીયાદી રજનીકાંત તથા સાહેદો આરોપી ગીરીશ પુંજાભાઈ ધારવીયાના ભાઈ રાજેશ પાસેથી મોટરસાયકલ લીધેલ હતી અને તેની આર.સી.બુક રાજેશ પાસે જ હોય તે લેવા માટે ગયેલ ત્યારે આ કામના આરોપીઓ ગીરીશભાઈ પુંજાભાઈ ધારવીયા, પુંજાભાઈ, ગીરીશના સાળા એ ફરીયાદી રજનીકાંત તથા સાહેદો સાથે ઝઘડો કરી આરોપી પુંજાભાઈ એ ફરીયાદી રજનીકાંત ને લાકડાના ધોકા વડે માથામા તથા ખંભા ઉપર ઘા મારી તેમજ ત્રણેય જણાયે ફરીયાદી રાજનીકાંતને તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી તથા વાહનોમાં તોડ ફોડ કરી ગાળો બોલી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.