Saturday, October 10, 2026
Home Blog Page 373

સચાણામાં 1950 લીટર ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે એક શખસને ઝડપી લેતી એસ.ઓ.જી.

0

સચાણામાં 1950 લીટર ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે એક શખસને ઝડપી લેતી એસ.ઓ.જી.

જામનગર: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચનાથી એસ.ઓ.જી.ના પી.આઇ એસ એસ નિનામાના માર્ગદર્શન મુજબ એસઓજીના પીએસઆઇ વિછી તથા પીએસઆઈ ગઢવીની સૂચના અનુસાર સ્ટાફના માણસો પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલીંગમાં હતા.

દરમિયાનમાં એસ.ઓ.જી સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, ઘનશ્યામ ડેરીવાડીયા તથા દોલતસિંહ જાડેજા ને ખાનગી રાહે હકીકત મળેલ કે સચાણા ગામ ની બાજુમાં આવેલ દરગાહની નજીકના બાવળની ઝાડીમાં સચાણા ગામમાં રહેતો ઈમ્તિયાઝ જાકુ ગંઢાર ઉંમર વર્ષ 24 નામનો શખસ કોઈ બિલ કે આધાર વગરના ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.

આ બાતમી આધારે પોલીસ દ્વારા રેડ કરીને સદર જગ્યાએથી પેટ્રોલિયમ પ્રદાર્થ ડિઝલ ભરેલા 30 કેરબા કુલ 1950 લીટરનો જથ્થો કોઈ બિલ આધાર પુરાવા વગર રાખી મળી આવતા અટકાયત કરી હતી.

આ ડીઝલના જથ્થાને શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી આરોપી વિરુદ્ધ એએસઆઈ ચંદ્રસિંહ જાડેજાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના અધિકારીની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

વધુ છુટછાટ સાથે રાત્રિ કરફ્યુ વધુ એક સપ્તાહ લંબાવાયુ : વેપારીઓમાં રાહત.

0

વધુ છુટછાટ સાથે રાત્રિ કરફ્યુ વધુ એક સપ્તાહ લંબાવાયું.

4 જૂનથી 36 શહેરોમાં સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો.

હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી હેર સલૂન સહિતના વેપાર-ધંધામાં છૂટછાટ,4 જૂનથી અમલ થશે
શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

સલાયામાંથી બોગસ ડોકટરની ધરપકડ: રૂા.6 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કરતી LCB.

સલાયામાંથી બોગસ ડોકટરની ધરપકડ: રૂા.6 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત.

ખંભાળિયા: સલાયા પંથકમાં એક યુવાન પોતાની પાસે લોકોને એલોપથી દવા આપવા માટેની જરૂરી ડિગ્રી ન હોવા છતાં પણ સલાયામાં જાહેરમાં દવાખાનું ખોલી, અને લોકોને સારવાર કરી રહ્યો હોવા અંગેની બાતમી એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળતા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સલાયા ખાતે એલસીબી સ્ટાફ દોડી ગયો હતો.

સલાયામાં આવેલી રવીવારી બજારમાં મોતિયુંવાલે જનરલ હોસ્પિટલના નામથી દવાખાનામાં એલોપથિક ઈલાજ કરી રહેલા ખંભાળિયા તાલુકાના વાડીનારધાર ખાતે રહેતા હમીદ ઈબ્રાહીમભાઇ મોહમ્મદભાઈ સંઘાર નામના 39 વર્ષના હિન્દુ વાઘેર યુવાનનો દબોચી લીધો હતો.
આ સ્થળે પોલીસ તપાસ દરમિયાન ઉપરોક્ત શખ્સ પાસે નેચરોપથીની ડીગ્રી સિવાય અન્ય કોઈ મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી ન હોવા છતાં ઉપરોક્ત શખ્સ એચ.આઈ. સંઘાર દ્વારા પોતાની મોતિયુંવાલે ક્લિનિક ખાતે એલોપેથિક દવાઓ, સિરીંજ, નીડલ તથા મેડીકલ પ્રેક્ટિસને લગતા સાધનો રાખી, પોતે એલોપેથીક ડોક્ટર ન હોવા છતાં સ્થાનીક દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.

આ કાર્યવાહીમાં પોલીસે આ દવાખાનામાંથી જુદી જુદી 297 પ્રકારની એલોપથીક દવાઓ તથા મેડિકલના સાધનો સહિતની ચીજ વસ્તુઓ કબજે લીધી હતી. આ મુદ્દામાલની કિંમત 6,28,843 જાહેર કરવામાં આવી છે.

નાના એવા સલાયા ગામમાં દવાખાનુ ખોલીને બેઠેલા કથિત મુન્નાભાઈ એમ.બી.બી.એસ. અંગે અહીંના મેડિકલ ઓફિસર જીતેનભાઈ જોગલની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે મેડિકલ પ્રેક. એકટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. સિંગરખિયા, એ.એસ.આઈ. બીપીનભાઈ જોગલ, દેવશીભાઈ ગોજિયા, કેશુરભાઈ ભાટીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઇ ચાવડા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસીંહ જાડેજા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના બોકસાઈટના વેપારી સાથે રૂા.1.35 કરોડની છેતરપીંડી.

0

જામનગરના બોકસાઈટના વેપારી સાથે રૂા.1.35 કરોડની છેતરપીંડી.

જામનગર: જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા બોકસાઈટ (ખનીજ)ના ધંધાર્થી મનોજકુમાર ધનવંતરાય શાહને ગત તા. 17/3/ 2021ના રોજ ઇરાદે ટ્રેસી મુરફી રહે,67 તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી-1-5 જી.વી. યુનાઇટેડ કિંગ્ડમ ખાતે રહેતા ટ્રેસી મુરફી નામના મહિલા અથવા પુરુષ સખ્સે +447404890050 નંબર પરથી વોટ્સએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્ર્વાસમા લઇ સાઇકલોવિક એચ.-50 નામના કેમીકલની લે-વેચ કરવા બાબતે સમજ આપી, આ વેપારમાં મોટો નફો મળશે, તેમ સમજાવ્યું હતું. અને આ મટીરીયલ્સ એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝ નાસીકમા મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શર્મા ના નંબર આપ્યા હતા.

વિદેશી વ્યક્તિએ ધંધાની ટીપ આપતા જ બોકસાઇડ ધંધાર્થીએ મુંબઈની યુવતી વિના સાથે વાતચીત કરી સેમ્પલ પેટે સાઇકલોવિક એચ.- 50 મટીરીયલ્સ મોકલી આપવાનુ જણાવ્યુ હતું, બીજી તરફ યુકેના ટ્રેસી મુરફીએ પણ જામનગરના વેપારીનો ડેવીડ હીલેરી નામના ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીના ડાયરેકટ-સીઈઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. આ પરિચય બાદ તેઓએ પોતાના પ્રતિનિધી સોફીયા કેનેડીને તા.31/03/2021ના રોજ જામનગર ખાતે મોકલી, મુંબઈથી એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝમાથી આવેલ મટીરીયલ્સનુ સેમ્પલ લેવડાવ્યુ હતું.

ત્યારબાદ લેવામાં આવેલ આ સેમ્પલ યોગ્ય હોવાનુ જણાવી ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીએ જામનગરના વેપારી સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર કરી મેઇલ દ્રારા મોકલી આપી 100 લીટર મટીરીયલ્સ ખરીદવાની ઈચ્છા જાહેર કરી હતી.
જેને લઈને જામનગરના વેપારીએ મુંબઈની એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝમા ઉપરોકત ઓર્ડર નોંધાવી, ઓર્ડર સાથે જ 50 ટકા એડવાન્સ પેમેન્ટ કરી આપ્યું હતું. જે પેમેન્ટ એમ.એચ.એન્ટરપ્રાઇઝ રહે,સી-25 જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો-91877797737 તથા વાયરલેસ એન્ટરપ્રાઇઝ રહે,કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાઘરીવાડા દુર્ગા માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ મીડીયાવાલા રહે,ફલેટ નં- 101 ડી-બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપૂર (રાજસ્થાન) ઓફીસ-118 ચેતક સર્કલ આશિષ પેલેસની બાજુમા ચેતક માર્ગ ઉદયપૂર (રાજસ્થાન) તથા શીવા એન્ટરપ્રાઇઝ રહે,18/26 રતીયા માર્ગ જાગ્રુતી પબ્લીક સ્કુલની બાજુમા સંગમ વિહાર સાઉથ દિલ્લી મો-+918376010244 તથા મુંગેશ યાદવ રહે,રૂમ નં-106 ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર ઇસ્ટ મુંબઇ તથા કુણાલ વર્મા રહે,વિનાયક નગર ટીન ડોંગરી એમ.જી.રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ તથા અઝહર કરીમ રહે,468/એ/404 કોહીનુર એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ જોગેશ્ર્વરી વેસ્ટ મુંબઇ તથા નવીનશંકર શર્મા વાળાઓના અલગ-અલગ બેન્કોના ખાતા નંબર આપી તેમા જમા કરાવવાનુ કહેવામાં આવ્યું હતું.

જેને લઈને વેપારીએ ઉપરોક્ત વ્યક્તિઓ-પેઢીઓના ખાતામાં સમયાંતરે રૂપિયા 1,33,25000 જમા કરાવી દીધા હતા. પેમેન્ટ જમા થઇ ગયું છે એમ મુંબઈની પેઢી એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝના વિના શર્માએ જણાવી ટ્રાન્સપોટેશનના ચાર્જ પેટે જનક એ. પટેલના ખાતામા રૂ- 100000 જમા કરાવવાનુ કહેતા એ પણ રકમ વેપારીએ જમા કરાવી દીધી હતી. ત્યારબાદ કથિત પાર્ટીએ માલ રવાના કર્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ માલ કરંજલિ ચેકપોસ્ટ પર પકડાઈ ગયો છે એમ કમ્બલે યાદવ મો-917208452028 વાળાએ ફોન કરી વેપારીને જણાવી માલ છોડાવવા માટે દસ લાખ મોકલી આપવા કહ્યું હતું. જેને લઈને વેપારીએ દોઢ લાખની રકમ જમા કરાવી હતી.

એક પછી એક વખત રૂપિયા માંગતા જામનગરના વેપારીને શંકા ગઈ હતી. જેને લઈને તપાસ કરાવતા આ સમગ્ર રેકેટમાં પોતે ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વેપારીએ સીટી બી ડીવીજન પોલીસનો સંપર્ક કરી યુકે, મુંબઈના સખ્સોએ રૂપિયા તેની સાથે રૂપિયા 1,35,75000ની છેતરપીંડી આચરી હોવાનું ભાન થયું હતું.

જામનગરના વેપારીએ આ તમામ સખ્સો-પેઢીઓ સામે પૂર્વયોજીત કાવતરૂ કરી, ચોક્કસ ટાર્ગેટ કરી પોતાના મોબાઇલ નંબર કોઇપણ રીતે મેળવી, માત્રને માત્ર મોટી રકમ પચાવી પાડી તેમજ સમજુતી મુજબનો માલ ન આપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીજન પીઆઈ ભોયે સહિતના સટફે તપાસ હાથ ધરી છે.

રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવાનની નિર્મમ હત્યા.

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ એક ખુની ખેલ : રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવાનની નિર્મમ હત્યા.

દ્વારકા: દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુ:ખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.

આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.

પત્નીના રિસામણે હોવા બાબતનો ખાર રાખી, તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે ખેંગારભાઈ માણેક પર સાસુ, સાળા અને પત્નિ તૂટી પડતાં તેઓ ઘટના સ્થળે જ ફસડાઈ પડયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બનતા દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી તથા મીઠાપુરના પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક ખેંગારભાના મુતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કનુભા સુમભા ઉર્ફે સુમલાભા માણેક (ઉ.વ. 37, રહે. નરસંગ ટેકરી, દ્વારકા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે મૃતકની પત્ની સમજુબેન, સાળા ખેંગારભા તથા સાસુ ધનબાઈ સામે આઇ.પી.સી. કલમ 302, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ઉપરોક્ત આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ બનાવ સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી છે. આ પ્રકરણના આરોપીઓ નજીકના સમયગાળામાં ઝડપાઈ જવાની શક્યતા પોલીસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સાસરિયાઓ દ્વારા જમાઈની નિર્મમ હત્યા આ બનાવે ઓખા મંડળ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલ ધો.12ની પરિક્ષા રદ્દ : રાજ્ય સરકારનો મોટો નિર્ણય.

ગાંધીનગર: ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે.

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલ ધો.12ની પરિક્ષા રદ્દ

વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી.

આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.

ખંભાળીયાના નંદાણાની સીમમાં જામગરી બંદૂક સાથે ડફેરને ઝડપી પાડતી : SOG

નંદાણાની સીમમાં જામગરી બંદૂક સાથે ડફેર ઝડપાયો.

ખંભાળીયા: એસ. ઓ. જી. એ. એસ. આઇ. ભીખાભાઇ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. કિશોરભાઇ ડાંગર વિગેરે સ્ટાફના માણસો જામકલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જેઠાભાઇ પોપટભાઇ પરમાર જાતે હિન્દુ ડફેર ઉ.૪પ ધંધો લાકડા કાપવાનો રહે. નંદાણા ગામની સીમ, ઢેબા સીમ વિસ્તાર, રેલ્વેના પાટાની બાજુમાં લાધાભાઇ દલવાડીની બાજુમાં તા. જામ કલ્યાણપુર મુળ રહે. કેશોદ ગામ, તા. જામખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકાવાળાના કબ્જામાંથી કોઇ સક્ષમ અધિકારીનો પાસ, પરવાનો કે આધાર વિના દેશી હાથ બનાવટ ઉપરથી ભરવાની જામગરી બંદૂક અગ્નિશસ્ત્ર કિ. રૂ. ૧પ૦૦૦ સાથે પકડી પાડી બંદૂક (અગ્નિ શસ્ત્ર) તપાસ અર્થે કબ્જે કરેલ છે.

કાર્યવાહીમાં એસ. ઓ. જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર જે. એમ. ચાવડા, એ. ડી. પરમાર તથા એ. એસ. આઇ. ભીખાભાઇ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ માડમ, કિશોરભાઇ ડાંગર વિગેરે જોડાયેલ હતાં.

જામનગરની રોયલ પુષ્પ પાર્ક માં થઈ રોયલ માથાકુટ : તું અમારી સામે શું કેમ જોવે છે..! તેમ કહી પીતા પુત્રને ઢીબી નાખ્યા.

જામનગરની રોયલ પુષ્પ પાર્ક સોસાયટીનો બનાવ : તું અમારી સામે શું કામ જોવે છે..? કહી પિતા -પુત્ર પર હુમલો : 3 સામે ફરિયાદ.

જામનગર: જામનગરમાં રોયલ પુષ્પ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા બણીક પિતા-પુત્ર ઉપર સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રોયલ પુષ્પ પાર્ક શેરી નંબર -2 માં રહેતા વિરેન્દ્રભાઈ જેઠાલાલ શાહ નામના 50 વર્ષના આધેડે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર જેનીલ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે શરુ સેક્સન રોડ પર રહેતા આમીન, આશિક, તેમજ અલ્તાફ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી વિરેન્દ્રભાઈ નો પુત્ર જેનીલ આરોપીઓના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન તું અમારી સામે શું કામ જોવે છે, તેમ કહી ત્રણેય આરોપીઓએ ઝઘડો કર્યો હતો, અને પિતા પુત્ર પર હુમલો કરી દીધો હતો. જે મામલે સીટી બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

શહેરી ગરીબ મેયરની ઓફિસ સામે કોંગ્રેસના આજે ધરણા : મેયર બન્યા સુપર મેયર.!

0

જામનગર : ગરીબ મેયરની ઓફિસ સામે કોંગ્રેસના આજે ધરણાઃ મેયર બન્યા સુપર મેયર.! રાતોરાત ફેમસ

  • જામનગર મેયર નું સત્યમ કોલોની LIG-2 આવાસ માં મકાન હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતાં ની સાથે રાજકારણમાં હોબાળો મચી ગયો છે કોંગ્રેસે મેયર ની ઓફિસ ની સામે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે.
  • જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે મેયરે જે રીતે ગરીબ બનીને ફ્લેટ મેળવ્યો છે.! તેમા તેમને તેના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ વધુમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ જણાવ્યું કે આ રીતે અને કોર્પોરેટરે ફેલેટ મેળવી લીધા છે તેની તટસ્થ તપાસ થવી જોઇએ.
  • શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું કે ગરીબ લોકોને ઘરનું મકાન મળતું નથી તેમાં લાગવકીયા ફ્લેટ લઈને બેસી જાય છે તે ખુબ જ ગંભીર બાબત છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જૂન ૨૧ આજે મેયર ઓફિસ સામે ધરણાનો કાર્યક્રમ આપવાના છીએ અને મેયરને બરતરફ કરવાની માંગ કરવાના છીએ છતાં ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવી શું. જામનગરના શહેરી ગરીબ મેયરની મુશ્કેલી વધી છે.! સરકાર નું સપનું કે ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારજનો ઘરનું ઘર વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે છે. તેમાં ખાસ કરી ઘર વિહોણા અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત દરે મકાન મળી રહે તેના માટે મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થાય છે.

પરંતુ સારા એવા પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં લાગવકીયા અને પહોંચતા પામતા લોકોને જ ડ્રો માં મકાન લાગતા હોય તેવું ચર્યાય છે. જેના કારણે જરૂરિયાત મંદોને મકાન મળતાં નથી. આવો જ કિસ્સો જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનો છે. જેને સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને ૬  વર્ષથી તાળુ મારીને બેઠા છે.!

આવો જ કિસ્સો સત્યમ કોલોની આવાસ યોજનાનો છે જેમાં જે તે સમયના કોર્પોરેટર અને હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો. પરંતુ ફ્લેટમાં રહેવાના બદલે તેમણે ર૦૧૬ થી તાળું મારીને રાખ્યું છે. પોતે પંચવટીમાં વસવાટ કરે છે.આ સમગ્ર મામલા નો પર્દાફાશ થતાં જામનગર મહાનગરપાલિકા અને શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આ મામલાની ગંભીરતાને લઇ કોંગ્રેસે તાત્કાલિક મંગળવારે સવારે મેયર ની ઓફિસ ની સામે  ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મેયરે જરૂરિયાત મંદ અને ઘરવિહોણાં લોકોના હક પર તરાપ મારી અન્યાયી રીતે ફલેટ મેળવ્યો છે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું કે જો મેયર જેવી વ્યક્તિ એ ફ્લેટ મેળવી શકતી હોય તો કેટલા કોર્પોરેટરોએ ફ્લેટ લીધા છે તેની તપાસ થવી જોઇએ.હાલ તો શહેરી ગરીબ મેયરનો મામલો આખો દિવસ રાજકીય અને શહેરીમાં ચર્ચામાં રહ્યો છે.!

જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ સેલ માટે બદલી સાથે કુલ 16 પોલીસકર્મીઓની નિમણુંક.

0

જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ સેલ માટે બદલી સાથે કુલ 16 પોલીસકર્મીઓની નિમણુંક.

તમામ પોલીસ કર્મીઓની તાત્કાલિક નિમણુંક અને ફરજ પર હાજર થવા જીલ્લા પોલીસવડાનો આદેશ.

જીલ્લામાં હંગામી ધોરણે ચાલતું સાયબર સેલ હવે વધુ તેજીથી કામ કરશે.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

ગુજરાત રાજયના ગૃહ વિભાગ દ્વારા જામનગર જીલ્લા માટે સાયબર સેલ મંજુર કરાયું હોય અને હાલ તે જામનગર જીલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે હંગામી ધોરણે કાર્યરત હોય ત્યારે અને આવતીકાલ તા.1-6-2021થી આ વિભાગને સાયબર ક્રાઇમ સેલ સાથે મર્જ (જોડી) કાયમીરૂપે શરૂ કરવા આદેશ કરાયો છે.

જે માટે જામનગર પોલીસને ઘટતા સ્ટાફ માટે કુલ 16 પોલીસ કર્મીઓની બદલી સાથે નિમણુંક કરવામાં આવેલ છે અને આ તમામ કર્મચારીઓને હાલ જયાં ફરજ પર હોય ત્યાંથી છુટા કરી નવી ફરજ પર હાજર થવા જામનગર જીલ્લા પોલીસવડા દીપન ભદ્રને લેખીતમાં આદેશ કર્યો છે.

બદલી સાથે નિમણુંક પોલીસ કર્મીઓનું લીસ્ટ નીચે ફોટામાં સામેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.