Saturday, October 10, 2026
Home Blog Page 372

જામનગર હાઇવે ફરી રકત્તરંઝિત: ગોઝારા અકસ્માતમાં બે ભાઇઓના કરૂણ મોત : 3 ઘાયલ : સતવારા સમાજમાં અરેરાટી

0

જામનગર હાઇવે ફરી રકત્તરંઝિત: ગોઝારા અકસ્માતમાં બે ભાઇઓના કરૂણ મોત: 3 ઘાયલ

જામનગર : જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા સતવારા જ્ઞાતી ના એક બુઝુર્ગ નું થોડા દિવસો પહેલા મૃત્યુ નીપજ્યું હોવાથી તેમના કુટુંબીજનો જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં તેમજ ધુવાવ અને બેડ ગામમાં રહે છે.

જે પરિવારના આઠ જેટલા સભ્યો એક બોલેરો પિકઅપ વાનમાં બેસી ને જામનગર થી દસેક વાગ્યાના અરસામાં નીકળીને આમરા ગામ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન લાખાબાવળ ગામના પાટિયા પાસે પહોંચતા પાછળથી સિમેન્ટ કોંક્રિટના મિલર સાથેનો ટ્રક ઘડાકાભેર બોલેરો ની સાથે ટકરાઈ ગયો હતો, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં સતવારા પરિવારના બે પિતરાઇ ભાઇઓ જામનગરમાં ગોકુલ નગર માં રહેતા હિરેન રમણીકભાઈ મઘોડીયા (ઉ.વ.17) અને અનિલ મોહનભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ 19) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને મૃતદેહોના ટૂકડા થઇ ગયા હતા, જ્યારે એક યુવતી સહિત અન્ય ત્રણ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા.

જે પૈકીના જામનગરના ગોકુલ નગર માં રહેતા હેમલતાબેન રમણીકભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ 20) ઉપરાંત ધુવાવ ગામમાં રહેતા મિલન રાજેશ ભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 13) અને બેડ ગામ માં રહેતા ઉત્તમ નરોત્તમભાઈ ખાણધર (ઉંમર વર્ષ 13) ને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સઘન સારવાર ચાલી રહી છે.

આ બનાવ અંગે જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનમનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો, ઉપરાંત અમારા ગામમાં રહેતા સતવારા પરિવારના અન્ય સભ્યો તેમજ જામનગરના રહેતા પરિવારના અન્ય સભ્યો વગેરે જી જી હોસ્પિટલે તેમજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતના મામલે સિક્કા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ભાગી રહેલા સિમેન્ટના મિક્સર ટ્રક ના ચાલકને આંતરી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.જામનગર અને બેડ તેમજ ધુવાવ ના પરિવારના આઠ સભ્યો આમરા ગામ કે જ્યાં તેઓનું વતન છે, ત્યાં કારજ ના પ્રસંગમાં જઇ રહ્યા હતા, દરમિયાન આ ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેથી મૃતકના પરિવાર માં ભારે ગમગીની છવાઈ છે.

જામજોધપુરના સતાપરમાં પતિ-પત્નિને માર માર્યાની ફરિયાદ.

0

સતાપરમાં પતિ-પત્નિને માર માર્યાની ફરિયાદ.

જામનગર : જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા કાંતિભાઈ કારાભાઈ રાઠોડ ઉમર વર્ષ 37 તથા આરોપીએ એકજ મકાનમાં સંયુક્ત રહેતા હોય અને મકાનમાં રહેવા બાબતે બે દિવસ પહેલા ફરિયાદીના પત્ની સાથે આરોપી મહિલાઓ ઝઘડો કરતા હોય દરમિયાનમાં આ આરોપીએ ધોકા વડે હુમલો કરીને ફરિયાદી પત્નીને માથામાં મારી ફૂટ જેવી ઈજા પહોંચાડી હતી.

તેમજ ચારેય આરોપીઓએ ફરિયાદી તથા ફરિયાદીના પત્ની ને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદ કરી હતી.

કાંતિભાઈ રાઠોડ દ્વારા આ બનાવ અંગે દિનેશ કારા રાઠોડ, લક્ષ્મીબેન દિનેશ રાઠોડ, જયશ્રીબેન દિનેશ રાઠોડ અને વિજયાબેન મેપા રાઠોડ ની વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સોમવારથી તમામ ઑફિસમાં 100 ટકા સ્ટાફ કામ કરી શકશે.

0

આગામી સોમવારથી તમામ ઑફિસમાં 100 ટકા સ્ટાફ કામ કરી શકશે.

સરકારી અને ખાનગી ઓફીસોને પૂરતા સ્ટાફ સાથે કાર્યરત થવાની છુટ આપતી રાજય સરકાર.

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરમાં 28મી એપ્રિલથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જે હવે ફક્ત 1200 કેસની એવરેજ પર હતો અને આ એવરેજમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. દરમિયાનમાં સરકાર રાજ્યમાં જનજીવન થાળે કરવાની કવાયતમાં છે.

જેથી રાજય સરકારે આજે મોટો નિર્ણય લઇ રાજયમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી છે રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે આ કચેરીઓમાં અગાઉ સંક્રમણ વધી જતા સ્ટાફને કામ કરવા પર 50 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસની સ્થિતિ થાળે પડી જતા ધીરે ધીરે સરકાર જનજીવનને સામાન્ય બનાવી રહી છે.

ઠેબા ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત : કાર ચાલક ફરાર.

0

ઠેબા ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત.

જામનગર : જામનગરના ખોડિયાર કોલોની હાઉસિંગ બોર્ડ સોસાયટી ટેનામેન્ટ ખાતે રહેતા રાજેશ ઉર્ફે રાજેન્દ્રસિંહ હેમંતસંગ જાડેજા ઉમર વર્ષ 51 દ્વારા પંચકોશી એમાં અજાણ્યા ફોરવીલના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત મુજબ, રાજેન્દ્રસિંહ તથા તેઓના સહકર્મી રાજેશ કલાભાઈ પરમાર ઉમર વર્ષ 43 તેઓનું એકટીવા મોટરસાયકલ નંબર જીજે12ડીસી 6126 વાળુ લઈને ગઇ સાંજે ઠેબા ચોકડી થી આગળ જામનગર કાલાવડ રોડ કુદરત કોમ્પલેક્ષ સામેથી પસાર થતા હતા.

ત્યારે કોઈ અજાણ્યા ફોરવીલ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી પાછળથી ભટકાળી બંનેને હડફેટે લીધા હતા.

આ બનાવમાં રાજેશ કલાભાઈ પરમારને માથાના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી નાશી છુટયો હતો.અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.આ અંગેની તપાસ પીએસઆઈ વાળા ચલાવી રહ્યા છે.

માહિતી ખાતાની પરીક્ષાની તારીખ જાહેર.

0

માહિતી ખાતાની પરીક્ષાની તારીખ જાહેર.

27મી જુને માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે.

ગાંધીનગર : માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-1, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની અને સિનિયર સબ એડિટર(વર્ગ-3 તથા માહિતી મદદનીશ, વર્ગ-3ની અને નાયબ માહિતી નિયામક, વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-2 ની પ્રિલિમિનરી પરીક્ષા તા.27, જૂન, 2021ના રોજ સવારે 10.00 કલાકે યોજાશે.

સિનિયર સબ એડિટર, વર્ગ-3 તથા માહિતી મદદનીશ, વર્ગ-3 ની પ્રિલિમિનરી પરીક્ષા તા.27, જૂન, 2021 ના રોજ બપોરે 03.00 કલાકે યોજાશે,

આ અંગેની વધુ વિગતો મેળવવા માટે ઉમેદવારો માહિતી નિયામક કચેરીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરાશે.

ગુલાબનગર શાકમાર્કેટની જગ્યા મનપાએ જનરલ બોર્ડની મંજૂરી વગર ૧.૪૬ કરોડમાં ખાનગી પાર્ટીને વેચી મારતા ચકચાર.!

0

સ્ટેન્ડિંગ કમિટીએ સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા સાથે વેચાણ અને લીલી ઝંડી આપી દેતા શંકા સાથે અનેક સવાલ ઉઠ્યા છે.!

ગુલાબ નગર શાકમાર્કેટ જનરલ બોર્ડની મંજૂરી વગર થઈ બાયપાસ.!

વર્ષ ૨૦૦૯ માં ૨૨ લાખના ખર્ચે બનાવેલ શાકમાર્કેટ શરૂ ન થઇ અને બાર વર્ષ સુધી શોભાના ગાંઠિયા સમાન પડી રહી.

જામનગર ગુલાબનગર વિસ્તારમાં શાકભાજીના ધંધાર્થીઓ જાહેર માર્ગ પર ઉભા રહેતા હોય તેથી ટ્રાફિક સમસ્યા નિવારવા જામનગર મહાનગર પાલિકાએ વર્ષ ૨૦૦૯ માં ૨૨ લાખના ખર્ચે ૪૮ ગાલાની શાકમાર્કેટ બનાવી હતી.

આ માટે ત્રણથી ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ કોઈ ભાવ આવ્યા ન હતા નવાઈની વાત એ છે કે રoo૯ થી ર૦ર૦ એટલે કે બાર વર્ષ સુધી શાકમાર્કેટ એક વખત પણ ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન પડી રહી આથી મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ જનરલ બોર્ડમાં મંજૂરીની અપેક્ષા સાથે શાકમાર્કેટ ખાનગી પાર્ટીને વેચવાનો નિર્ણય કર્યો હતો.

આથી મનપા દ્વારા નિયમ અને ડીપીએલસી ની જોગવાઈ મુજબ જંત્રીના વધુ ભાવ અનુસાર ૪૭૮૮ ચોરસ ફૂટ જગ્યાની હરાજી કરવામાં આવતા બે પાર્ટી ના ભાવ આવ્યા હતા જેમાં વધુ રૂપિયા ૧.૪૩ કરોડ બોલનાર ખાનગી પાર્ટીને આ જમીન એક ચોરસ ફૂટના ૩૦૪૯ લેખે આપવામાં આવેલ.

જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની મંજૂરી વગર ગુલાબ નગર શાકમાર્કેટ ની જગ્યા ૧.૪૬ કરોડ માં વેચી મારતા ભારે ચર્ચા જાગી છે.!

માતા-પત્ની અને પુત્રની હત્યા નીપજાવનારાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ.

0

રાજકોટ : માતા-પત્ની અને પુત્રની હત્યા નીપજાવનારાને આજીવન કેદ.

ચાર વર્ષ પૂર્વે ત્રિપલ મર્ડરનો ખેલાયો હતો ખૂની ખેલ. રાજકોટ શહેરમાં વર્ષ 2017ના આ ચકચારી હત્યાકાંડની રૂવાંડા ઊભા કરી નાખતી વિગતો.

રાજકોટ: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા માતા પત્ની અને માસૂમ પુત્રનું ગળુ દબાવી હત્યા કરનારા અલ્પેશ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી છે.

ચાર વર્ષ પૂર્વે ત્રિપલ મર્ડરનો ખેલાયો હતો ખૂની ખેલ. રાજકોટ શહેરમાં વર્ષ 2017 ના ઓક્ટોબર મહિનામાં અલ્પેશ વજાણી તેમજ તેના પિતા વજુભાઈ વજાણી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ત્રણ વ્યક્તિઓની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો.

જે બાબતે સેશન્સ કોર્ટ દ્વારા અલ્પેશ જીતુભાઈ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી છે. જ્યારે કે આરોપીના પિતા વજુભાઈ વજાણીનું કેસના ટ્રાયલ દરમિયાન મૃત્યુ નિપજતાઅદાલતે તેમની સામેનો કેસ ખારીજ કર્યો હતો.

બનાવની વિગતો એવી છે કે 7 ઓક્ટોબર 2017 ના રોજ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલા રાધા મીરા પાર્ક વિસ્તારમાં રહેતા સોની પરિવારના અલ્પેશ નામના વ્યક્તિએ પોતાની માતા ભારતીબેન, પત્ની દિપાલી તેમજ માસૂમ પુત્ર માધવની દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

આ હત્યામાં પુત્ર અલ્પેશ નો સાથ દીધો હતો તેના પિતા વજુભાઈએ. એક જ પરિવારના ત્રણ જેટલા સભ્યોની પરિવારના સભ્ય દ્વારા જ હત્યા કરવામાં આવતા રાજકોટ શહેરમાં જે તે સમયે ચકચાર મચી જવા પામ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે નાણાકીય ભીડ અને આર્થિક સંકળામણ ના કારણે પરિવારના સભ્યોની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે મુજબ પિતા-પુત્રે સૌ પ્રથમ પોતાની પત્ની અને માતા નું ગળુ દબાવી હત્યા કરી હતી જ્યારે કે ત્યારબાદ પોતાના પુત્ર અને પૌત્ર એવા માસુમ બાળકને પત્ની ના ખોળા માં સુવડાવી તેને ગળે ટૂંપો દઇ હત્યા કરી હતી.

હત્યા બાદ બંને પિતા-પુત્ર સુસાઇડ નોટ લખી રેલવેના પાટા પર સૂઈને આત્મહત્યા કરવા પણ નીકળ્યા હતા. પરંતુ થોડા સમય સુધી રાહ જો ત્યારબાદ ટ્રેન ન આવતા બંને પિતા-પુત્રોએ મરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ બંને પિતા-પુત્ર શહેરભરમાં રખડવા નીકળી પડ્યા હતા કારણ કે તેમનામાં ઘરે જવાની હિંમત નહોતી.

તેમજ તેમના ઘરે માં તેઓના દ્વારા હત્યા કરાયેલી ત્રણ-ત્રણ સ્વજનોની લાશ પડી હતી. બે દિવસ સુધી ઘરમાં લાશ પડી રહેતા હોવાથી દુર્ગંધ ફેલાઈ હતી જેના કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરતાં પોલીસને ઘરની અંદરથી 3 લાશ તેમજ સ્યુસાઈડ નોટ મળી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પિતા પુત્રની શોધખોળ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ બંને વિરુદ્ધ હત્યાના ગુના સબબ ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.

સોની પરિવારના કમાતા બંને સભ્યો ઇમિટેશન નું કામકાજ કરતા હતા. તે ઠપ થઈ જવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે આર્થિક ભીંસના કારણે પરિવારના બંને સભ્યોએ હત્યા કરી હોય જેના કારણે અદાલતે તેમને દંડ ફટકાર્યો નહતો.

જામનગરમાં પ્રિ-મોનસુન કામગીરી દરમ્યાન જામ્યુકોના એન્જીનીયર ઉપર કોન્ટ્રાકટરનો હુમલો : યુનિયન દ્વારા ધરણાંની ચમકી : કમિશનર બન્યા કાગળ ઉપર સિંહ.!

0

જામનગરમાં પ્રિ-મોનસુન કામગીરી દરમ્યાન જામ્યુકોના એન્જીનીયર ઉપર કોન્ટ્રાકટરનો હુમલો : યુનિયન દ્વારા ધરણાંની ચમકી.

જામનગર મહાનગરપાલિકામાં ફ્લેટના તાળા તૂટવા કે કર્મચારીને માર પડવો એ હવે સામાન્ય બાબત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.!

કારણ કે કર્મચારી ઉપર થતા વારંમવાર હુમલાના બનાવ સામે સંસ્થાની ઉદાસીનતા અને કમિશનરશ્રીના મૌનથી કર્મચારી ઓ મા રોષની લાગણી ભભૂકી રહી છે.

જે સંસ્થા માટે કામગીરી કરવામાં આવતી હોય તેમાજ સલામતીનો અભાવના કારણે મનપાની આબરૂના લીરા ઉડી ગયા છે.! તેવામાં લુખ્ખાઓને મોકળું મેદાન અને પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી બાજુ આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારી ઉપર થયેલા હુમલાને લઇ કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

કોન્ટ્રાકટર ધીરેન્દ્ર ફલિયા ઉપર પોલીસ ફરિયાદ કરવા એન્જીનીયરોને સુરક્ષા પ્રદાન કરવા જે.એમ.સી. ટેકનીકલ યુનિયનની માંગ.

જામનગર: જામ્યુકોની સોલીડ વેસ્ટ શાખાના મલય આર. ઠાકર (વર્ક આસી.) સોલીડ વેસ્ટ આજે ગુરૂવારે સવારના 10 વાગ્યે જવારનગર -1, પુલીયા પાસે કોન્ટ્રાકટર ધીરેન્દ્ર કે. ફલીયા દ્વારા પ્રિ – મોન્સુન કામગીરી ચાલતી હતી ત્યારે એન્જીનીયર વર્ક આસી. મલય ઠાકર દ્વારા કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત રીતે જુદા-જુદા ગાળામાંથી સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવતા તેઓ દ્વારા એન્જીનીયર સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી તેમજ 3-4 ફડાકા મારી અને ધોકો લઇ મારવા દોડેલ હતા.

આ મામલે મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની સલામતીને ધ્યાને લઇ સિકયોરીટી શાખા દ્વારા કોન્ટ્રાકટર ધ્વારા ધીરેન્દ્ર કે. ફલીયા સામે જુદા જુદા કલમો હેઠળ ફરિયાદ નોંધાવી

આ કોન્ટ્રાકટર સામે સામે કડક પગલા લેવાની માંગ ટેકનીકલ યુનિયન દ્વારા કરવામાં આવી છે.

આ મામલે જે.એમ.સી. યુનિયનના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આ મામલે તાકીદે કમિશ્નરને પત્ર પાઠવી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે છે અને જો કોઈ ઉચિત કાર્યવાહીના થાય તો આવતીકાલે સવારે 11 થી 3 વાગ્યા દરમ્યાન કમિશ્નર ચેમ્બર બહાર યુનિયનના હોદેદારો ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બાઇક ચોરીના ભેદ ઉકેલાયો : નામચીન ચોરને પકડી પાડતી સીટી-બી ડીવીઝનની સર્વેલન્સ સ્કોર્ડ.

0

જામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સર્વેલન્સ સ્કોર્ડનો સપાટો :

બાઇક ચોરીના ભેદ ઉકેલાયો: નામચીન ચોર ઇસમને પકડી પાડતી પોલીસ.

જામનગર: જામનગર જીલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક શ્રી દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય ની સુચના અને પોલીસ ઈન્સપેકટરશ્રી કે.જે.ભોયેના માર્ગદશન મુજબ તથા પો.સબ.ઇન્સ. શ્રી વાય.બી.રાણા ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજેશભાઇ વેગડ તથારવીન્દ્રસિંહ જાડેજા, તથા પો.કોન્સ હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રીવેદી ને સંયુક્ત રીતે મળેલ બાતમી મળેલ કે ધરારનગર, રામનગર, નવા આવાસ પાછળ, એમબરીવાળી ગલીમાં રહેતાવિશાલ રાજુભાઇ ચાવડા એ પોતાના રહેણાંક મકાને ચોરી કરેલ બે મો.સા. છુપાવી રાખેલ છે

જે હકીકત આધારે સદર મકાને રેઇડ કરી આરોપી વાળાને ચોરીના મો.સા. (1) લીલા કલરના પટ્ટા વાળુ ગ્રે-કલરનુ હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો મો.સા. રજી. નં. જીજે-10-બી.બી.-2298 કિ.રૂ. 30,000/- તથા (2) કાળા કલરનુ સ્પલેન્ડર પ્લસ મો.સા. રજી. નં. જીજે-10-એ.આર-4888 કિ.રૂ. 20,000/- સાથે પકડી પાડેલ છે. મજકુર ઇસમ અગાઉ પણ જામનગર જીલ્લાના પોલીસ સ્ટેશનમાં ચોરીના મો.સા. સાથે પકડાયેલ છે.

(1) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. 1080/ર021 આઈ.પી.સી કલમ 379 મુજબના કામે ચોરીમાં ગયેલ હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો મો.સા. રજી. નં. જીજે-10-બીબી-2298 કિ.રૂ. 30,000/- (ર) જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. એ પાર્ટગુ.ર.નં. 1136/202ર1 આઈ.પી.સી કલમ 379 મુજબના કામે ચોરીમાં ગયેલ સ્પલેન્ડર પ્લસ મો.સા. રજી. નં. જીજે-10-એ.આર-4888 કિ.રૂ. 2ર0,000/- ગણી રીકવર કરી બે મો.સા. ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથાએ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રાક તથા પો.હેડ.કોન્સ. શોભરાજસીહ જાડેજા, મુકેશસીહ રાણા, રાજેશભાઇ વેગડ, રવીરાજસીહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા રવીન્દ્રસિંહ જાડેજા, તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, કીશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, ફૈઝલભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

જામનગરના પંચેશ્વર ટાવર નજીક યુવાન ઉપર બે શખસ દ્વારા હિચકારો હુમલો.

0

જામનગરના પંચેશ્વર ટાવર નજીક યુવાન ઉપર બે શખસ દ્વારા હિચકારો હુમલો.

જામનગર : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં યુવાન પર સરાજાહેર નામચીન સહિત બે શખસોએ હુમલો કરતા ચકચાર જાગી છે. યુવાન ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

હુમલા પાછળ જૂની માથાકૂટ કારણભૂતની આશંકા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

શહેરના ટ્રાકીકથી ધમધમતા પંચેશ્વર ટાવર વિસ્તારમાં બુધવારે સાંજે વંડાફળીમાં રહેતો વિપુલ સોલંકી નામનો યુવાન ચા ની હોટલે ઉભો હતો.

આ દરમ્યાન નામચીન શખસ અને તેનો પુત્ર ધસી આવ્યા હતા અને વિપુલ પર છરી અને ધોકા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતાં.

આ બનાવના પગલે ભારે દોડધામ અને અફડા તફડી મચી ગઇ હતી. હુમલામાં વિપુલને ઇજા પહોંચતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.