Saturday, October 10, 2026
Home Blog Page 371

ભાણવડના ભરતપુરમાં જમીન બાબતે ડખ્ખો : કૌટુંબિક શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો.

0

ભરતપુરમાં જમીન બાબતે કૌટુંબિક શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો.

ભાણવડ: ભાણવડ તાલુકાના ભરતપુર ગામની સીમમાં રહેતા નગાભાઈ કરણાભાઈ માડમ નામના 25 વર્ષના આહીર યુવાન દ્વારા રાણ ગામના રહીશ કરણા અલાભાઈ માડમ તથા અન્ય બે શખ્સો સામે પોતાને તથા સાહેદ જયેશભાઈ તથા તેમના માતા વાલીબેનને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા તથા પથ્થર વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરોપી કરણાભાઈ તથા ફરિયાદી નગાભાઈ અને સાહેદોના સંયુક્ત નામની ખેતીની જમીન તેને જોઈતી હોય, આ બાબતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચેલામાં મંજુરી વગર લગ્ન કરાવવા વરરાજાના પિતાને ભારે પડ્યા.

0

ચેલામાં મંજુરી વગર લગ્ન કરાવવા વરરાજાના પિતાને ભારે પડ્યા.

જામનગર : જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા ભૂપતસિંહ દાનુભા જાડેજાએ ગઈકાલે પોતાના પુત્રના લગ્ન નો સમારંભ યોજ્યો હતો.

હાલમાં કોરોનાની મહામારીને અનુરૂપ કોઈપણ ધાર્મિક કાર્યક્રમ અથવા તો લગ્ન સમારંભ યોજવા હોય તો તે માટેની વહીવટીતંત્ર પાસેથી મંજુરી લેવી જરૂરી છે.

તેમ છતાં મંજૂરી વિના લગ્ન સમારંભ ચાલુ રાખ્યો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતા પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મંજૂરી વિના લગ્ન સમારંભ યોજનાર વરરાજાના પિતા ભૂપતસિંહ દાનુભા જાડેજા સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

પોલીસની આ કાર્યવાહીથી લગ્ન સમારંભ યોજનારા પરિવારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે લગ્ન સમારંભ પૂરો કરાવી દીધો હતો.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બે જુથો વચ્ચે અથડામણ : સામ-સામી ફરિયાદ.

0

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બે જુથો વચ્ચે અથડામણ: સામ-સામી ફરિયાદ.

જામનગર : જામનગર શહેરના ખોડીયાર કોલોની પાસે આવેલી ગૌશાળા નજીકની મસ્જિદમાં દેખરેખ બાબતે બે પરીવાર વચ્ચે વાંધો પડતા બન્ને પક્ષે તલવાર, પાઇપ વગેરે હથિયારથી એકબીજા પર તૂટી પડતા અનેક લોકોને ઇજા પહોચી હતી. બન્ને પક્ષે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર શહેરના મદીના મસ્જીદ પાસે ગૌશાળાની બાજુમાં મહેબુબ ગફાર ખફીના પિતા અબાસભાઇ મદીના મસ્જીદમાં દેખરેખનું કામ રાખતા હોય જે બાબતે વાંધો ચાલતો હોય તેનેા ખાર રાખી અમીન ઇકબાલ ખફી, ઇરફાન ઇકબાલ ખફી, ઇમ્તીયાઝ ઇકબાલ ખફી, અબ્દુલ ઉર્ફે મદ્રાસી, મુસતુફા ઉર્ફે વિકમ તથા રફીક નામના શખસે અબાસભાઇને ગાળો આપી તલવાર, પાઇપ વગેરે મારી નાની મોટી મુંઢ ઇજા કરતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

સામા પક્ષે મોહમદ રફીક ગંભીરસા કાદરીએ ફરિયાદ નોંધાવી છેકે, તેઓ દોઢ વાગ્યાની આસપાસ રફીકના ઘર પાસેથી નિકળતા રફીક તથા અન્ય ઉભા હોય, ઇમામખાનામાં રસી લેવાનું મુકી દો અને લાફો મારેલ જે બાદ સેફદ કલરની કાર નં. જીજે-27  K-2083 માંથી તલવાર, છરી જેવા હથિયારો લઇ તુટી પડતા મોહમદ રફીક, ઇરફાર, ઇમ્તીયાઝ સહિતનાઓને ઇજા પહોચતા સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પેાલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી પીઆઇ ગોંડલીયાએ તપાસ હાથ ધરી છે. માથાકુટના પગલે આ વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

જામનગર માં પતિના હાથે પત્નીની ક્રૂર હત્યાથી ચકચાર : સતવારા સમાજમાં અરેરાટી.

0

જામનગર : જાહેરમાં પત્નિનું ઢીમ ઢાળી દેતો પતિ.

જામનગરમાં શાળાએ જઈ રહેલી શિક્ષિકા પત્નીને પતિએ રોકી, પત્ની કંઈ સમજે એ પહેલાં જ પતિએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી પતાવી દીધી!

જામનગર: જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્નીને આંતરી લઇ પતિએ છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હોવાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે. બંને વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંજામ હત્યાથી આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

જામનગરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતી 40 વર્ષની નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામની મહિલા આજે સવારે પોતાની નાના થાવરિયા ગામે આવેલી શાળાએ નોકરી પર જતી હતી. ત્યારે પાછળથી આવીને તેના પતિએ આંતરી લીધી હતી.

નીતાબેન કંઈ સમજે એ પૂર્વે જ પતિએ છરી વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. પતિએ કરેલા એકાએક હુમલામાં અને છરીના બે-ત્રણ પ્રહાર શરીરના ભાગે થઇ જતાં પત્ની ઘટનાસ્થળે જ ફસકી પડી હતી અને મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાને અંજામ આપી પતિ નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસ દફતરનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

પતિએ જ પત્નીની હત્યા નીપજાવી હોવાનું સામે આવતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા પતિને દબોચી લીધો હતો. આ ઘટના પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસની તપાસમાં ઘટના પાછળનું સત્તાવાર કારણ બહાર આવશે.

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના સેવા કાર્યોમાં સહભાગી થતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

0

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના સેવા કાર્યોમાં સહભાગી થતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અનાજની કીટ, સિલાઈ મશીન અને શિષ્યવૃત્તિ અર્પણ કરાયા.

જામનગર તા.૦૬ જૂન, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવે છે સાથે જ સમાજના બાળકોને શિષ્યવૃત્તિ અને આ મહામારીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સેવાકાર્યોમાં સહભાગી બની સ્વહસ્તે સમાજની તાલીમ પૂર્ણ કરેલ ૫ બહેનોને સિલાઈ મશીન, ૫૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સમાજના લોકોને ૨૩૫ અનાજની કીટ અર્પણ કર્યા હતા. આ અગાઉ સમાજની કુલ ૧૦૪ મહિલાઓને સિલાઇ મશીનનો યોજના અંતર્ગત લાભ મળ્યો છે.

આ તકે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમાજમાં ચેતના આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે.

અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકઉત્કર્ષ માટે અમલી કરવામાં આવેલ છે પરંતુ અનેક લોકોને તેના વિશે જાણકારી જ નથી ત્યારે લોકો સરકારની યોજનાઓ વિષે જાણી તેનો લાભ લઈ અને વિકાસ માર્ગે આગળ વધે તેવું  પગલું  રાજપૂત સમાજે લીધું છે,  આ માટે હું સમાજની આવી સેવાભાવી સંસ્થાને બિરદાવું છું. 

આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા,  સેક્રેટરી શ્રી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા ભાતેલ, ઉપપ્રમુખશ્રી સી.આર.જાડેજા વાડીનાર, કોર્પોરેટરશ્રીઓ અલકાબા જાડેજા, હર્ષાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા,  પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, માજી સૈનિક મંડળના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, હિતુભા ચુડાસમા, ઘનશ્યામસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખશ્રી રમણિકભાઇ તથા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જનસેવા કેન્દ્રને જલસા કેન્દ્ર બનાવી બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપના શહેર પ્રમુખ અને મંત્રી વિરૂદ્ધ ગુનો દાખલ થતા ચકચાર.

ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને મંત્રી સામે ગુનો દાખલ.!

જન સેવા કેન્દ્રની જલસા કેન્દ્ર બનાવી બર્થડે પાર્ટી ઉજવનાર સામે કાયદેસરની કાર્યવાહી.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોમાં સરકારી જનસેવા કેન્દ્રની અંદર આગેવાન અને કાર્યકર્તા દ્વારા બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સીટી પોલીસ દ્વારા ગોંડલ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.!

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ શહેર પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા અને મંત્રી બિપીન નિમાવત દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે જેલ ચોક ખાતેના જનસેવા કેન્દ્રમાં જન્મદિવસની કેક કાપી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી જલસા કેન્દ્ર બનાવી ને અવતરણ દિન ઉજવવામાં આવ્યો હતો.!

જેના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયા હતા પોલીસને ધ્યાને આવતા તપાસના આદેશ છૂટયા હતા.

સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ જાડેજા દ્વારા જન સેવા કેન્દ્રને જલસા કેન્દ્ર બનાવનાર બંને આગેવાનો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

કોરોના કાળમાં લોકોના દુઃખ ભૂલીને ગોંડલ શહેરમાં જનસેવા કેન્દ્રમાં જન્મદિવસ ની ઉજવણી કરનાર ભાજપના શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ નોંધાયેલ ગુના બાદ સમગ્ર ગુજરાતમાં સારી એવી ચર્ચા જગાડી છે.!

હાલ તો આ મુદ્દો ગુજરાતભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

દુકાનદારે બેદરકારી દાખવી નુકસાનકારક કલર સાથેનો સ્પ્રે આપતા બાળકની હાલત ગંભીર.

0

ઓખા: દુકાનદારી લાપરવાહી બાળક માટે ગંભીર બની.

દુકાનદારે બેદરકારી દાખવી નુકસાનકારક કલર સાથેનો સ્પ્રે આપતા બાળકની હાલત ગંભીર.

ખંભાળિયા: ઓખામાં રહેતા એક દુકાનદાર નંદલાલભાઈ જેઠાભાઈ સુરજ તથા નરેશભાઈ નંદલાલભાઈ સુરજ દ્વારા ગત તારીખ 29 માર્ચના રોજ ઓખામાં નવીનગરી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ સોમાભાઈ તાવડીવાળાના નવ વર્ષીય પુત્ર મિતરાજને હોળી ધુળેટી રમવા માટે કલર સ્પ્રેની બોટલ આપવામાં આવી હતી.

ઉપરોક્ત વેપારીઓ દ્વારા આપવામાં આવેલા આ સ્પ્રેથી ઝેરી અસર થવાના કારણે નવ વર્ષિય બાળક મિતરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સારવાર આપી રહેલા તબીબો દ્વારા જણાવાયા મુજબ કલરના સ્પ્રેમાં ઝેરી તત્વ હોવાથી બાળકને વિપરીત અસર થઇ હતી.

આ બનાવ અંગે બાળકના પિતા ભાવેશભાઈ સોમાભાઈની ફરિયાદ પરથી દુકાનદાર દ્વારા પોતાના અંગત લાભ માટે કલરના સ્પ્રેની બોટલનું વેચાણ કરી, બેદરકારી દાખવવામાં આવતા પોલીસે બંને સામે આઇ.પી.સી. કલમ 284 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ ઓખા પોલીસ મથકના એ.એસ.આઈ. બી.એસ. સુરાણી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયામાં લોહાણા યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ.

0

ખંભાળિયામાં યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ.

ખંભાળિયા : ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ નામના 40 વર્ષના યુવાનને ખંભાળિયાના રહીશ સંજય નાથા મેઘવાર, દેવા નાથા મેઘવાર અને કિશન ઉર્ફે પાંચો નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી દિલીપભાઈ અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં એક મંદિર પાસે ઊભા હતા, ત્યારે આરોપી સંજય નાથાએ પોતાની રિક્ષા રાખવા બાબતે બોલાચાલી કર્યા બાદ આ બાબતનો ખાર રાખી, હુમલો કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પી.એસ.આઇ. પ્રદીપસિંહ જાડેજાએ હાથ ધરી છે.

લાલપુર બાયપાસ નજીક દારૂની મહેફીલના રંગમાં પોલીસનો ભંગ : સાત ઝડપાતા : ભાગા ભાગીના દ્રશ્યો સર્જાયા.

0

લાલપુર બાયપાસ નજીક મદીરાની મહેફીલના રંગમાં પોલીસનો ભંગ: સાત ઝડપાયા.

જામનગર : જામનગરના સીમાડ આવેલ લાલપુર બાયપાસ પાસે આવેલ ઋષિ પાર્ટી પ્લોટમાં દાની મહેફિલ ચાલી રહી છે એવી હકીકત મળતા પોલીસે દરોડો પાડીને દાની મહેફિલ માણી રહેલા ઋષિ પાર્ટી પ્લોટ ખાતે રહેતા અને નાસ્તાની લારીવાળા રામપ્રસાદ લોહારી ઠારુ, ફેસ ટુ વિશાલ ચોક ખાતે રહેતો જીતબહાદુર ઘીનકા ઠારુ, રણજીત નગર એફ 13 માં રહેતો સરબન કરણ ઠારૂ, વિશાળ ચોકમાં રહેતો રામુ સોનગરૂ ઠારૂ, ફેસ ટુ વિશાલ ચોક પ્લોટ નંબર 552 માં રહેતો દયારામ તુલસીરામ ઠારું, રણજીત નગર ક્રિષ્ના એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો સુરજ ભાગીરામ ઠારું, ઋષિ પાર્ટી પ્લોટ ખાતે રહેતો માયારામ ટીરામ ઠારુ નામના શખ્સોને પકડી લીધા હતા.

આ દરોડાની કાર્યવાહી સીટી-એ ડિવીઝન પીઆઇ જલુની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી પોલીસે સાત શખ્સોને દારૂની મહેફિલ માણતા પકડી પાડી તેમની પાસેથી 500 એમએલ દા અને ગ્લાસ સાથે કબજે કયિ હતા.

દ્વારકા ખાતે રૂ. 1.91 કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી. ડેપો-વર્કશોપનું મુખ્યમંત્રી દ્વારા ઈ-ખાતમુહર્ત સંપન્ન.

0

દ્વારકા ખાતે રૂ. 1.91 કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી. ડેપો-વર્કશોપનું મુખ્યમંત્રી દ્વારા ઈ-ખાતમુહર્ત સંપન્ન.

છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ: મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

100 બસોની મેઈન્ટેનન્સની સુવિધાથી ભરપુર બનશે ડેપો વર્કશોપ.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારા જિલ્લામાં દ્વારકા સ્થિત બસ સ્ટેશન ખાતે એસ.ટી.નિગમના નવનિર્માણ થનાર ડેપો-વર્કશોપનો ઈ-ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો. રાજ્યક્ક્ષાના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ- ખાતમુહૂર્ત યોજાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતએ આપતિને અવસરમાં ફેરવવા સાથે વિકાસના કાર્યોમાં સતત કાર્યશીલ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

કોરોનાકાળમાં એસ.ટી. વિભાગે મજૂર અને પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવામાં અને ગામડાઓને શહેર સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શહેરમાં અવર-જવર કરી શકે અને પોતાની કારકીર્દી બનાવી શકે તે માટે એસ.ટી.વિભાગ છેવાડાના ગામડાઓ સુધી પરિવહનની સુવિધા પુરી પાડી રહ્યું છે.

આ સાથે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસએ રાજ્ય સરકારનો મંત્ર છે. કોરોના સંક્રમણના સમયમાં છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નાગરિકોને અવર-જવર માટે રાજ્ય સરકારે એસ.ટી. ડીવીઝનમાં વિવિધ સુવિધાઓ વિકસાવી છે. જેના ભાગરૂપે જામનગર એસ.ટી.વિભાગના દ્વારકા ખાતે રૂપિયા 191.30 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો-વર્કશોપનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે તાઉ-તે વાવાઝોડાના સમયે સતત ખડેપગે રહી કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારના રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના સામે રક્ષણ આપતી રસી લેવી ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમ જનસુખાકારીની સેવાઓમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પણ યાતાયાતની સેવા અને સલામત મુસાફરી જેવા સુવિધાયુકત બસ સ્ટેશન મળી રહે અને છેવાડાના ગામડાઓ સુધી એસ.ટી.ની સુવિધા પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાના 18 થી 44 વર્ષના તમામ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લામાં દરરોજ 15 સેશન્સમાં અંદાજીત 3000 જેટલા લોકોને રસીકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ જિલ્લા પ્રમુખ દેવશીભાઈ કરમુર, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતીબેન સામાણી, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ, તેમજ જિલ્લા ભાજપ અગ્રણી વી.ડી.મોરી, શૈલેષભાઈ કણજારીયા, રાજવીરભાઈ કેર તેમજ એસ.ટી.વિભાગના ડી.ટી.ઓ. વી.બી.ડાંગર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.