Sunday, October 11, 2026
Home Blog Page 366

જામનગરના વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સરકારને રજૂઆત કરાશે.

0

જામનગરના વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સરકારને રજૂઆત કરાશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : તારીખ 14 જૂન સોમવારે જામનગર લોહાણા મહાજન વાડી ખાતે જામનગરના વિવિધ જ્ઞાતિ/સમાજ ના મુખ્ય હોદ્દેદારોની એક અગત્યની મીટીંગ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલના કો-ઓર્ડિનેશનથી મળેલ. આ મિટિંગમાં સાંપ્રત કોરોના સમયમાં જ્ઞાતિ / સમાજની વાડીઓ, છાત્રાલયો વગેરે જગ્યાઓમાં છેલ્લા બે વર્ષથી કોઈ પ્રસંગો સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ ન થઈ શકતા હોય અથવા ખુબ જ મર્યાદિત લોકો માટે સાદાઈથી થતા હોય, દરેક જ્ઞાતિ / સમાજને કોઈ જાતની આવક થતી નથી જ્યારે બિલ્ડિંગ મેન્ટેનસ, કર્મચારીઓના પગારો, વીજ બિલ, પ્રોપર્ટી ટેક્ષ જેવા અનેક ખર્ચ વાડીના નિભાવ માટે કરવા પડતાં હોય છે, ત્યારે દરેક જ્ઞાતિ સમાજના હોદ્દેદારોએ સરકારશ્રીને રજૂઆત કરી પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.

ઉપરાંત આ મિટિંગમાં બધા જ સમાજ/જ્ઞાતિઑ માટે ખુબ ઉપયોગી થાય તેવી એક સરસ એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું જેને દરેક જ્ઞાતિના હોદ્દેદારોએ બિરદાવેલ અને આવી એપ્લિકેશન દરેક જ્ઞાતિ માટે ઉપલબ્ધ થાય તે માટે વિશેષ રસ દાખવેલ.

આ પ્રસંગે દરેક જ્ઞાતિના પ્રમુખ / અગ્રણી હોદ્દેદારો એ જામનગરના સમસ્ત જ્ઞાતિઓનું એક સંગઠન સર્વ જ્ઞાતિ સંગઠ્ઠન- જામનગર નામે બનાવી થોડા થોડા સમાયાંતરે મિટિંગ કરી બધા સમાજો સાથે મળી સામાજીકહિતના અને લોકોપયોગી દરેક કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધતા દર્શાવેલ. જેના ફળ સ્વરૂપ આજે બધા સમાજ / જ્ઞાતિઑ એકજુથ થઈ અને સરકારશ્રીને આવી રાહત બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે ગુજરાતનાં મખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને એક કોમન પત્ર લખેલ છે.

જામનગર : પિયર જવા પતિએ પૈસા નહીં આપતા પરિણીતાની આત્મહત્યા.

0

જામનગર : પિયર જવા પતિએ પૈસા નહીં આપતા પરિણીતાની આત્મહત્યા.

જામનગર:જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં અને મજૂરી કામ કરતાં સુનિલભાઈ હિરાભાઈ સાચીયાની પત્ની શાદાબેને પિયર જવા માટે પતિપાસે પૈસાની માંગણી કરી હતી.

પરંતુ સુનિલ પાસે પૈસા નહીં હોવાથી તોડા સમય પછી જવાનું કહેતા શારદાબેનને લાગી આવતાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની 108 ની ટીમને જાણ કરવામાં આવતાં 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે શારદાબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

ત્યાર બાદ પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા પંથકમાં ધમધમતી જુગારની ક્લબ પર દરોડો: રૂા. 11.42 લાખના મુદ્દામાલ સાથે 7ની ધરપકડ

0

ખંભાળિયા પંથકમાં ધમધમતી જુગારની ક્લબ પર દરોડો: રૂા. 11.42 લાખના મુદ્દામાલ સાથે 7ની ધરપકડ

ખંભાળિયા: ખંભાળિયાથી આશરે ત્રીસ કિલોમીટર દૂર જાકસીયા ગામે આવેલી એક સીમ વિસ્તારમાં નાના આસોટા ગામના રહીશ અને અભ્યાસ કરતા એક વિદ્યાર્થી યુવાન કમલેશ રામદેભાઈ સંધીયા નામના 23 વર્ષીય ગઢવી યુવાન સાથે જાકસીયા ગામના મોહન બાબુદાસ કુબાવત નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે એક વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી, જુગારધામમાં સુવિધાઓ પુરી પાડી, અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ચલાવતા જુગારના અડ્ડા પર ગત મોડી સાંજે અહીંના પોલીસ અધિકારી સાથેનીખાસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળે ગંજીપતા તીનપતીનો જુગાર રમી રહેલા કમલેશ રામદે સંધીયા, યુસુફ આમદ ખેરાણી (ઉ.વ. 42, રહે. જામનગર), સંજય ભિખારામ ગોંડલીયા (ઉ.વ. 21, રહે. ભાડથર), યુસુબ હુશેન સમા (ઉ.વ. 31, રહે. જામનગર), રાયશી ભીખા બૈડીયાવદરા (ઉ.વ. 33, રહે. જામનગર), નરેશ ડાયાલાલ રામાવત (ઉ.વ. 40, રહે. નાના આસોટા) અને રામદે પીઠાભાઈ ખુંટી (ઉ.વ. 41, રહે. નાના આસોટા), નામના સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડામાંથી રૂ. 1,48,600/- રોકડા, રૂ. સાડા નવ લાખની કિંમતની જુદી જુદી ત્રણ મોટરકાર, રૂ. 15 હજારની કિંમતની એક મોટરસાયકલ, ઉપરાંત 28 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 11,41,600/- મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડાની કાર્યવાહી દરમ્યાન મોહન બાબુદાસ કુબાવત ઉપરાંત જામનગરના રહીશ આશાબેન કેશુભાઈ મોઢવાડિયા અને જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનાબેન રાજેશભાઈ બામણીયા ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના યાદવનગરમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડા પર LCB ત્રાટકતી : 5 ની ધરકડ.

0

જામનગરના યાદવનગરમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડા પર ત્રાટકતી એલસીબી: 5 ની ધરકડ

જામનગર:
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી ત્રણ મહિલા અને બે પુરૂષોને ગંજીપાના વડે જુગાર રમતાં પકડી પાડયા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં યાદવ નગર શેરી નંબર 2 માં રહેતી રંજનબેન કિશોરભાઈ આંબલીયા નામની મહિલા પોતાના મકાનમાં બહારથી સ્ત્રી-પુરુષોને એકત્ર કરીને જુગારધામ ચલાવી રહી છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાં ત્રણ સ્ત્રી અને બે પુરુષો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

આથી પોલીસે મકાનમાલિક મહિલા રંજનબેન આંબલીયા ઉપરાંત ભીનીબેન નારણભાઈ ગોદર, કમુબેન રમેશભાઈ ગોરડીયા, રામજીભાઈ ગોગનભાઈ લગારીયા, અને પીઠાભાઇ મુળુભાઇ કંડોરીયા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,450 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

31 જુલાઇએ જાહેર કરાશે ધોરણ-12નું પરિણામ: વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.

0

31 જુલાઇએ જાહેર કરાશે ધોરણ-12નું પરિણામ: વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.

ગાંધીનગર : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ધોરણ 12નું પરિણામ 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.

પરિણામ તૈયાર કરતાં સમયે ધોરણ 10ના ત્રણ વિષયોના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. 11ના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. પ્રી બોર્ડના આધારે બાકીના 40 ટકા માર્ક્સ આપવામાં આવશે.

ધોરણ 12માં માર્ક્સ આપવાની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય આવી નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ ધોરણ 10, 11 અને 12ના પ્રી બોર્ડ પરિણામને ગણ્યા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે.

જે અનુસાર, ધોરણ 10માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ 11માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય અને ધોરણ 12 પ્રી બોર્ડમાંથી 40 ટકા મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય.)નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ થરાઈ હતી. કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

આજે સુનાવણી એ હતી કેે સીબીએસઇ અને આઇસીએસઇ સહિત રાજ્ય બોર્ડ ધોરણ-12ના માર્ક્સ કેવી રીતે નક્કી કરશે. માર્કિંગને લઈને બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

આ પહેલાની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

સીબીએસઇ અને આઇસીએસઇ વિદ્યાર્થીઓને નંબર આપવા માટે ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા નક્કી કરવાને લઈને સુપ્રીમ કોર્ટ પાસે સમયની માગ કરી હતી.

જામનગરમાં પત્નિ રિસામણે હોવાનો ખાર રાખી સાસુને માર મારતો જમાઇ.

0

જામનગરમાં પત્નિ રિસામણે હોવાનો ખાર રાખી સાસુને માર મારતો જમાઇ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :
જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રોશનબેન ગનીભાઈ પઠાણ, ઉ.વ.45 , રે. કાપડમીલની ચાલી  પટેલ મીલની બાજુમાં, જામનગરવાળ એ ફરીયાદ નોંધાવી છે.

કે, ધરારનગર, મદ્રાસા પાસે, જામનગરમાં ફરીયાદી રોશનબેનનો પુત્ર જાવીદ તથા જાવીદનો મીત્ર સમીર બંન્ને મદ્રેસા પાસે પાન મસાલો ખાવા ગયેલ ત્યારે આરોપી અકરમ હુશેન ઘેડા જે ફરીયાદી રોશનબેનના જમાઈ થતો હોય અને ફરીયાદી રોશનબેનની દિકરી છેલ્લા ત્રણ વર્ષથી રીસામણે હોય જે બાબતે આરોપી અકરમ હુશેન ઘેડા એ ફરીયાદી રોશનબેનના પુત્ર જાવીદ સાથે ઝઘડો કરી ગાળો આપવા લાગેલ અને ફરીયાદી રોશનબેન આવતા તેના જમણા પગમાં એક લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તથા સાહેદ જાવિદને આરોપી જાવિદ હુશેન એ ઢીકાપાટુનો માર મારી ગુનો કરેલ છે.

ખંભાળિયા પંથકમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ : દરબારની વીસ લાખની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર દરબાર શખસ સામે કાર્યવાહી.

0

ખંભાળિયા  પંથકમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ: રૂા.વીસ લાખની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર શખસ સામે કાર્યવાહી.

ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા રામસંગભા શિવુભા જાડેજા નામના 68 વર્ષીય ક્ષત્રિય વૃદ્ધની આ વિસ્તારમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 68 તથા નવા સર્વે નંબર 131 વાળી 1-64-35 નું ક્ષેત્રફળ ધરાવતી 10 વીઘા જેટલી કિંમતી જમીન પર યેનકેન પ્રકારે આ વિસ્તારના રહીશ એવા દુદાજી ઘેલાજી જાડેજા નામના શખ્સ દ્વારા છેલ્લા સાતેક વર્ષના સમયગાળા દરમ્યાન આ જગ્યામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને ગેરકાયદેસર કબજો મેળવી લીધો હતો.

આ જમીન પર દુદાજીએ બે પાકા મકાન તથા કુવો બનાવી અને આ જગ્યા ઉપર પોતાનો કબજો જમાવી લીધો હતો.

આમ, રૂપિયા વીસ લાખ જેટલી બજાર કિંમત તેમજ સરકારી જંત્રી મુજબ રૂ. 3,28,700 ની કિંમત ધરાવતી ઉપરોક્ત ખેતીની જગ્યા પચાવી પાડવા સબબ રામસંગભા શિવુભા જાડેજા દ્વારા દુદાજી ઘેલાજી જાડેજા સામે સલાયા મરીન પોલીસ મથકના જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પોલીસ સ્ટેશનમાં બેફામ ગાળો બોલી ધમાલ મચાવનાર શખસ સામે ફરિયાદ દાખલ.

0

જામનગરમાં પોલીસ સ્ટેશનમાં બેફામ ગાળો બોલી ધમાલ મચાવનાર શખસ સામે ફરિયાદ દાખલ.

પોલીસ મથકમાં કર્મચારીઓની કામગીરીનો વિડીયો ઉતારી વાયરલ કર્યો’તો પોલીસ કર્મચારીએ જ બે આરોપી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામનગરના એક પોલીસ મથકમાં એક ‘ગઢવી’ શખસ પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલતો હોવાનો એક વીડિયો ભારે વાયરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ફરિયાદ મુજબ આ વિડિયો ગત તા.11-6.2021ની રાત્રીના સમયનો હોવાનું જાણવા મળેલ છે.

આ ચર્ચાસ્પદ વિડીયો વાયરલ થયા બાદ હેડ કોન્સ. ઓસમાણભાઈ સુલેમાનભાઈ સુમરા ખુદ ફરિયાદ બની આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ઓસમાણભાઈ સુલેમાનભાઈ સુમરા એ ફરીયાદ નોંધાવી છે કે, પોલીસ હેડ કવાર્ટર, જામનગરમાં આરોપી ગૌતમભાઈ ઉર્ફે કારાભાઈ રામચંન્દ્ર માવાણી એ પોલીસ સ્ટેશનમાં આવી પ્રતિબંધીત એરીયામાં પરવાનગી વગર ફરજ પરના પોલીસ કર્મચારીઓનો વિડીયો રેકોડીંગ કરી આરોપી સાથે સંકળાયેલી તથા સમાંતર સમયે ચાલતી અન્ય ગુપ્ત કામગીરી ખુલ્લી પાડી લોકોમાં ગેર સમજ ઉભી કરવા સારૂ વિડીયો ઉતારી અન્ય આરોપી સીંકદર દલવાણી (મો.નં.9978500001) માં મોકલી વાયરલ કરી એકીબજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

આ અંગે ઓસમાણભાઇ સુલેમાનભાઇ સુમરા (અનાર્મ્ડ પોલીસ હેડ કોન્સટેબલ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર)એ સીટી-બી પોલીસ ખાતે ગુન્હો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સને 2000 ની કલમ 72 તથા સત્તાવાર રહસ્યોનો કાયદો 1923 ની કલમ 7 મુજબ ફરિયાદ નોંધાવી છે.

આ કેસની વધુ તપાસ સીટી બી ડીવી. પો.સ્ટે.ના પી.આઇ. કે.જે.ભોયે ચલાવી રહ્યા છે.

જામનગર પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલા શખ્સની ઘમાલ મચાવતોનો વીડિયો વાયરલ.

0

જામનગર પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલા શખ્સની ઘમાલ મચાવતોનો વીડિયો વાયરલ.

સીટી-સી ડિવિઝનમાં આરોપીનો પિત્તો ગયો.

આ વિડીઓ બે દિવસ પહેલાનો હોવાનું મનાઇ રહ્યું છે. અને વાઇરલ વિડીયાએ શહેરમાં સારી એવી ચર્ચા જગાવી છે.

પોલિસ હપ્તા લેતા હોવાનો શખસે કર્યા આક્ષેપ.

લુખ્ખાએ પોલીસ મથકમાં પોલીસ  કર્મચારીને બેફામ અપશબ્દો બોલ્યા.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગર પોલીસની મથરાવટી મેલી હોવાનો વધુ એક વખત સાબીતી આપતો વીડિયો હાલ બહુ જ વાયરલ થયો છે જેમાં એક લુખ્ખો અને દારૂ પીધેલી હાલત રહેલો શખસ પોલીસને બેફામ અપશબ્દો (ગાળો) આપી રહેલો દેખાઇ રહ્યો છે.

આ અંગેની ખળભાળ મચાવતી મળતી વિગત મુજબ,  કથિત રીતે જામનગર શહેરના સીટી-સી ડીવીઝન પોલીસ મથકનો એક વીડિયો જામનગર શહેરમાં ખળભાળટ મચાવી રહ્યો છે.

જેમાં જામનગર સીટી-સી ડીવીઝન મુખ્ય મથકનો વીડિયોમાં એક ગઢવી શખસે ધમાલ મચાવતો નજરે પડી રહ્યો છે જેમાં આ શખસ પોલીસને બેફામ ગાળો આપતો  અને અમુક પોલીસ કર્મચારી-અધિકારીઓ તેની પાસે ગલ્લા-તલ્લા કરતા પણ નજરે પડી રહ્યા છે.

સીટી સીના મુખ્ય મથકે એક શખસને પોલીસ દ્વારા પીધેલી હાલતમાં લઈ આવ્યા બાદ સખ્સે ધમાલ મચાવતા બેફામ વાણી વિલાસ કર્યો હતો અને હેરાનગતિ કરવા, હપ્તા લેવા  ગાળો કાઢવા બાબતે પીધેલા ગઢવી શખસે ત્યાં ખૂબ જ ધબધબાટી બોલાવી હતી જેમાં તેણે જામનગર પોલીસ દ્વારા હપ્તા લેવાની વાત કહી છે.

આ વીડિયોની શરૂઆતમાં ગઢવી શખસે વીડિયોમાં ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ‘સીટી-બી’ ના રવિ ફગાસ અને અન્ય પોલીસે કોઇ કાર્યવાહી કરી હોય તેમાં મારો શું વાંક.? ‘લેડીસ પોલીસ હોય કે જેન્ટ્સ પોલીસ તમામને હપ્તા મળે છે’ શું તમને હપ્તા નથી મળતા.? અને સીટી-સી પોલીસ પણ તેમાં ભેગી છે.!

ભક્તિનગરમાં અને શંકરને ત્યાંથી પણ 15,000 રૂપિયાના હપ્તા આવે છે તે મને ખબર છે અને સાથે પોલીસને ઉઘાડી કરવાની વાત કરી છે.

આ વીડિયોમાં પોલીસ પણ આ શખસને ‘ગઢવી’ કહેતા નજરે પડી રહ્યા છે.

આ ઉપરાંત આ વીડિયોમાં આ ગઢવી શખસ એક પોલીસ જવાનને કહે છે કે ‘ હાલ માર મને…….. (ગાળ બોલતા) માર…!

આ દરમ્યાન પોલીસ કર્મચારી આ શખસને માર મારવાં દોડે છે.

આ ઉપરાંત આ શખસ પોલીસના એક ઉચ્ચ અધિકારીને કહે છે કે, આ પોલીસ કર્મચારીઓ મને મારતા હતા અને મા-બેનની ગાળો આપતા હતા…તમારી મા-બહેન તમારી અને અમારી મા-બહેન અમારી નહીં…!

આ ઘટના સમયે પોલીસ કર્મચારીઓ આ શખસને શાંત કરતા પણ નજરે પડી રહ્યા છે જે એ વાતની સાબીતી આપે છે કે, દાળમાં કાઇંક તો કાળુ છે….!
હાલ તો બે દિવસ પહેલા આ શખસ વિરૂઘ્ધ ગુન્હો દાખલ કરાયો.!

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધમાલ મચાવતા આ શખસ સામે દારૂ પીધેલાનો કેસ નોંધવામાં આવેલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

(નોંધ: દેશદેવી ન્યુઝ નેટવર્ક આ વિડીયોની પુષ્ટી કરતું નથી)

‘સેવ ધી સેવિયર’ : જામનગરમાં 18 મીએ ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓના વિરોધમાં. આઇ.એમ.એ.નું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે.

0

‘સેવ ધી સેવિયર’: જામનગરમાં 18 મીએ ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓના વિરોધમાં. આઇ.એમ.એ.નું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે.

કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત કામ કરશે.

જામનગર: ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (આઇ.એમ.એ.)ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ અનુસાર તમામ રાષ્ટ્ર વ્યાપી શાખાઓનો આગામી 18જુન ના રોજ આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે શાંતિ – વિરોધ પ્રદર્શિત કરશે તથા દેખાવો કરવામાં આવશે.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા 18મીએ જામનગરના માધવ હોસ્પીટલ, એસ. ટી, બસ સ્ટેંડ ની પાછળ સવારે 10 કલાકે આ વિરોધ પ્રદર્શન કરશે.

આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્રીય સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે આઇ.એમ.એ. માંગ કરે છે.

આઇ એમ એ ના સભ્યો, તા:18/06/21 ના રોજ-

1. બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે.
2. બેનરો, “સેવ ધ સેવિયર” અને “વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો” ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે હોસ્પીટલ ખાતે વિરોધ કરવા મા આવશે.
3. ભારતના વડા પ્રધાનશ્રીને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવા મા આવશે.
4.વહીવટી / રાજકીય નેતાઓ/ એસપી / ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તાર ના સાંસદોને રજૂઆત કરવામાં આવશે.
તા 18/06/21, શુક્રવારના દિવસે કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત કામ કરશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.