Saturday, October 10, 2026
Home Blog Page 367

જામનગરના બેડીમાં રીક્ષા પાર્ક કરવા મામલે યુવાન પર હુમલો : ચાર સામે ફરિયાદ

0

જામનગરના બેડીમાં રીક્ષા પાર્ક કરવા મામલે યુવાન પર હુમલો : ચાર સામે ફરિયાદ

જામનગર: જામનગરના બેડી, ચાંદની ચોક, સંધી ફળિયામાં રહેતાં અકરમ હસનભાઈ સમા (ઉ.વ.20) એ બેડી મરીન પોલીસમાં બેડીમાં રહેતાં અબ્બાસ દાઉદ મોખા, અકબર અબ્બાસ મોખા, અહેમદ અબ્બાસ મોખા, અબ્બાસ દાઉદનો ભત્રીજો શબ્બીર સાલેમામદ મોખાની વિરુદ્ધ આઈપીસી કલમ 323-324-504-506(2)-114 તથા જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ તેના ઘર પાસે તેમની રીક્ષા પાર્ક કરી હતી અને આરોપી અબ્બાસે રીક્ષા અહીં પાર્ક કરવાની ના પાડતાં અહીં બધાં વાહન પાર્ક કરે છે તેમ ફરિયાદીએ કહેતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ, અપશબ્દો બોલીને અકરમને ઢીકા-પાટુનો માર માર્યો હતો.

એ વખતે અન્ય આરોપીએ ત્યાં દોડી આવી પાઈપ, છરી જેવા હથિયારોથી હુમલો કરીને ફરિયાદીને માથાના ભાગે તેમજ પેટના ભાગે ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી આરોપી નાસી છૂટ્યાં હતાં, ઈજાગ્રસ્તને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીની જાતીય સતામણી કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા : સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહી : પ્રદિપસિંહ જાડેજા

0

જામનગર જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીની જાતીય સતામણી કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા.

આ પ્રકરણ કે કોઇ અન્યમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહી: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડ માં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણી ના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે.

આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યું છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે.

ભાજપ અગ્રણીના પુત્રની આત્મહત્યા : સરકારી કામમાં 6 ભાગીદારોએ પૈસા પચાવી લીધાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ.

જૂનાગઢ ભાજપ અગ્રણીના પુત્રની આત્મહત્યા.

સરકારી કામમાં 6 ભાગીદારોએ પૈસા પચાવી લીધાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ.

ભાજપ અગ્રણીના પુત્રના આપઘાત કેસમાં હાલ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. બીજેપી અગ્રણીના પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ભેસાણના બીજેપી અગ્રણી કરશનભાઈ ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયાએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. ધવલે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ધવલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે છ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ધવલ ડોબરીયા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર તરીકે બીજા ભાગીદારો સાથે કામ કરતા હતા. તેઓએ પોતાના ભાગીદારોને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. જેનો હિસાબ કરતા વખતે ગોટાળા સામે આવ્યા હતા. પોતે વધારે પૈસા આપવા માટે સક્ષમ ન હોવાથી ભેસાણ ખાતે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.

જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં છ લોકોનાં નામ છે. આ તમામ લોકો રાજકોટ શહેરના નિવાસી છે. આ મામલે ભેસાણ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.
ધવલ ડોબરીયાના રૂમમાંથી મળી આવેલી સુસાઇટ નોટમાં લખાયું છે કે, “હું દવા પીને આપઘાત કરું છું. તેની પાછળ કારણ રાજકોટ રૂડામાં આવાસનું કામ ચલાતું હતું. તેમાં મારા પૈસા મારા ભાગીદાર ખાઈ ગયા તેની પાછળ આજે હું આપઘાત કરું છું.”
સુસાઇડ નોટમાં લખ્યા ભાગીદારોના નામ
ધવલ ડોબરીયાએ સુસાઇડ નોટમાં છ ભાગીદારના નામ લખ્યા છે. આ તમામ લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે.
1) પિયુષ વલ્લભભાઈ પાનસુરિયા
2) સંદીપ તરસીભાઈ ગમઢા
3) કુમનભાઈ વરસાણી
4) કલ્પેશ કમલેશ ગોંડલિયા
5) સંજય સાકરિયા
6) મયુર દર્શન સ્ટોન, રાજકોટ
ભાજપ અગ્રણીના પુત્રના આપઘાત કેસમાં હાલ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ જ વધારે વિગત સામે આવી શકશે.

જામનગરની મહિલા ઉપર છરીની અણીએ દુષ્કર્મ આચરનાર આરોપીને દબોચી લેતી પોલીસ.

0

જામનગરની મહિલા ઉપર છરીની અણીએ દુષ્કર્મ આચરનાર આરોપીને દબોચી લેતી પોલીસ.

જામનગર: જામનગરમાં રહેતી શ્રમજીવી મહિલાને છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પોલસમાં નોંધાઇ હતી.જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શખ્સને દબોચી લીધો હતો.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરમાં રહેતી 25 વર્ષીય શ્રમજીવી પરિણિતા પાસે થોડા દિવસ પુર્વે તેનો પરિચિત પિન્ટુ મુકેશભાઇ પરમાર નામનો શખ્સ ધસી આવ્યો હતો.ત્યારબાદ વાસંનાધ શખ્સે તેણીના બંને બાળકોને મારી નાખવાની ધમકી આપી રીક્ષામાં બેસાડી શહેરની ભાગોળે લઇ ગયો હતો.

જયાં તેણી પર છરી બતાવી ધમકી ઉચ્ચારી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઇ છે.જેમાં ભોગગ્રસ્ત મહિલાની ફરીયાદના આધારે પોલીસે પિન્ટુ મુકેશભાઇ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.

જયારે મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. આર.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.આર.ભટ્ટ,મદદનીશ ડી.કે. ચૌહાણ સહિતની ટીમે ત્વરીત તપાસ હાથ ધરી હતી.કાલાવડના ખંઢેરા પાસેથી દબોચી લીઘો હતો.પકડાયેલા શખ્સના કોવિડ પરીક્ષણ માટે તજવિજ હાથ ધરી છે. આરોપીનો કોવિડ રીપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર પાર્સિંગની ઇકો કારનોં તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત.

0

તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત.

સુરતથી ભાવનગર જતા પરિવારને નડ્યો તારાપુર પાસે અકસ્માત : રાજકોટથી આવી રહેલ ટ્રકે સામેથી ઇકો કારને હડફેટે લીધી : જોરદાર ટક્કર : કારમાં સવાર એક બાળકી સહિત તમામનો ભોગ લેવાયો.

સુરત: આણંદ જિલ્લાના તારાપુર નજીકના ઇન્દ્રણજ ગામ પાસે આજે સવારે 6.30 વાગ્યે સુરતથી ભાવનગર જઇ રહેલા પરિવારથી ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સહિત 10ના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત રહેતા પરિવારજનો ઇકો કાર (નં. જીજે10 ટીવી-0409) માં ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે તારાપુરના ઇન્દ્રણજ ગામ પાસે ટ્રક (નં. એમપી-09એચએફ-9642) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત 10 વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં લાશોના ચીથરા ઉડી ગયા હતા. ક્ષતવિક્ષત હાલતમાં ઈકો કારમાં લાશો પડી હતી. આ અકસ્માતના દ્રશ્ય જોનાર લોકોના મન વિચલિત કરી દેવી ઘટના હતી. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને ઈકો કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.

પોલીસે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દુર્ઘટના સર્જાયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી દુર્ધટનામાં ભોગ બનેલા મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કારમાં સવાર 10 લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે.

લાલપુર પંથકના ગલ્લાના પાટિયા પાસેથી 420 અંગ્રેજી શરાબની બોટલ સાથે રૂા.5.43 લાખનો મુદ્દમાલ જપ્ત: આરોપીની ધરપકડ.

0

લાલપુર પંથકના ગલ્લાના પાટિયા પાસેથી 420 અંગ્રેજી શરાબની બોટલ સાથે રૂા.5.43 લાખનો મુદ્દમાલ જપ્ત: આરોપીની ધરપકડ.

જામનગર:
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક દીપેન ભદ્રન જામનગર ના પ્રોહી જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધીક્ષક સાહેબ કે.આઇ.દેસાઇ જામનગર ગ્રામ્ય વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ લાલપુર પો.સ્ટે.ના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેરએ પો.સ્ટાફ સાથે ઓ.પી. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પો.હેડ કોન્સ. એસ.કે.જાડેજા નાઓને ખાનગી રાહે હકિક્ત મળેલ કે ગલ્લા ગામના પાટીયાની સામે જામનગર વાળાની માલીકીની વાડીમા ઇંગ્લીશ દારૂનુ કટીંગ થાય છે, તેવી હકીકત આધારે સદર વાડીએ પો.સ્ટાફ સાથે રેઇડ કરતા એક સફેદ કલરનો બોલેરો પીકઅપ તથા એક બજાજ કંપનીની ઓટો રીક્ષા તથા ત્રણ ઇસમો હાજર મળી આવેલ.

જે બોલેરો પીકઅપમા જોતા ભારતીય બનાવટની વીદેશી દારૂની બોટલ નંગ 300 કી.રૂ.1,50,000/- તથા બોલેરો પીકઅપની કી.રૂ.2,50,000/- તથા ઓટો રીક્ષામાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 120 કી.રૂ.60,000/- તથા ઓટો રીક્ષાની કી.રૂ.80,000/- ગણી તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ 02 કી.રૂ.3500/- ગણી કુલ મુદામાલ રૂ.5,43,500/- સાથે રેઇડ દરમ્યાન આરોપી નં.(1) મોહસીન મહમદ હનીફ સોનેજા રહે.કાલાવડ નાકા બહાર રબાની પાર્ક શેરી નં.4 જામનગર આરોપી નં.(2) શબીર ઉર્ફે સબલો ઇબ્રાહીમભાઇ આંબલીયા રહે.કિશાન ચોક પાણીના ટાકા પાસે કબીર આશ્રમ પાછળ જામનગર તથા આરોપી નં.(3) મહમદ હબીબ ઘુઘા રહે.વાડીએ ગલ્લા ગામની સીમ તા.લાલપુર જી.જામનગર વાળા પકડાઇ જતા તેમજ પકડવાના બાકી આરોપી દીપક સરગમ રહે.દિગ્વિજય પ્લોટ ચોકી 58 પાણીના ટાકા પાસે જામનગર તથા તપાસમા ખુલે તે તમામ ઇસમો વિરૂધ્ધ પો.સબ ઇન્સ. ડી.એસ.વાઢેર નઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ અંગે પો.હેડ કોન્સ. એસ.કે.જાડેજા નાઓએ આરોપી વિરૂધ્ધ ધોરણસર થવાની ફરીયાદ આપેલ છે.

આ કાર્યવાહી લાલપુર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ.વાઢેર તથા પો.હેડ કોન્સ. એસ.કે.જાડેજા તથા એન.પી.વસરા તથા પો.કોન્સ. બલભદ્રસિંહ એમ. જાડેજા તથા પો.કોન્સ. દિગ્વિજયસિહ એમ.જાડેજા તથા પો.કોન્સ. ત્રતુરાજસિંહ ડી. જાડેજા તથા પો.કોન્સ. કરણાભાઇ ડી. વસરા તથા પો.કોન્સ. અખ્તરભાઇ એચ. નોયડા તથા પો.કોન્સ. પ્રદીપસિંહ ડી.જેઠવા તથા પો.કોન્સ. બ્રિજરાજસિંહ પી. જાડેજા તથા પો.કોન્સ. કિરણજી આઇ. ઠાકોર વિગેરે નાઓએ કરેલ છે.

મોટા ભરૂડિયા ગામની સીમમાં ભૂલથી દવાવાળુ પાણી પી લેતા દરબાર યુવાનનું સારવારમાં મોત : રાજપુત સમાજમાં શોક.

0

મોટા ભરૂડિયા ગામની સીમમાં ભૂલથી દવાવાળુ પાણી પી લેતા દરબાર યુવાનનું સારવારમાં મોત.

જામનગર : લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતા ભૂપતસિંહ રાયબજી જાડેજા ઉમર વર્ષ 29 નામનો યુવાન ગત તારીખ 10 ના રોજ મોટાખડબાની જુના પાદર વાળી સીમમાં આવેલી પોતાની વાડી ખાતે હતા.

ત્યારે પાણીની તરસ લાગતા પાણી પીવા માટે ડોલ કે જેમાં દવાવાળું પાણી પી જતા સારવાર માટે અત્રેની જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.

યુવાનના મૃત્યુ ના કારણે પરિવારમા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી, જાહેર થયેલી વિગતોના આધારે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં જુગારીયાઓ ઉપર પોલીસની તવાઇ: 3 દરોડામાં 10 ઝડપાયા, 7 ફરાર.

0

જામનગરમાં જુગારીયાઓ ઉપર પોલીસની તવાઇ: 3 દરોડામાં 10 ઝડપાયા, 7 ફરાર.

જામનગર: જામનગરમાં બેડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી હનીફ હુસેનભાઇ સોઢા અને અકબર અનવરભાઈ ભોકલની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 2,440 ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ દરોડા સમયે અબ્દુલ અસગર, બિલાલ ઉર્ફે બટાટો, જાકીર ઉર્ફે દીવાસળી, સાલેમામદ અનવર, ઈકબાલ અનવર, અયુબ વાઘેર અને મામદ વાઘેર ભાગી છૂટયા હોવાથી પોલીસે તમામ સાત આરોપીઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જયારે જામનગરમાં ગુલાબનગર નજીક વાંજાવાસ વિસ્તાર પાડ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હાજીશા ઉમરશા શેખ, અને અમીરશા મહમદશાહ મકરાણી સહિત છ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 14,200 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ ઉપરાંત ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી રહેલા રાજુભાઈ કરણાભાઈ ચાવડા અને રાજેશ પુંજાભાઈ કનારા ની અટકાયત કરી લે તેઓ પાસેથી રૂપિયા 11,340 ની રોકડ રકમ અને વરલીમટકાનું સાહિત્ય કબ્જે કર્યું છે.

બે વાર અપહરણ કરાયેલ બે મહિનાના બાળકની 24 કલાક રક્ષા કરશે પોલીસ.

અડાલજની રસપ્રદ ઘટના: બે વાર અપહરણ કરાયેલ બે મહિનાના બાળકની 24 કલાક રક્ષા કરશે પોલીસ.

પોલીસ સુરક્ષા મેળવનાર આ બાળક ગુજરાતનો સૌથી નાની ઉંમરનો વ્યકિત.

અમદાવાદ : તેની સુરક્ષા માટે પોલીસ ચોવીસ કલાક તૈનાત રહેશે. બે મહિનામાં બે વાર અપહરણ થયેલ, તે ન તો રાજકારણ છે કે ન તો સેલિબ્રિટી. તે માત્ર બે મહિનાનું બાળક છે, જે ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહે છે. 24સ7 પોલીસ સુરક્ષા મેળવનાર આ બાળક ગુજરાતનો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હોઈ શકે છે.

બાળક, કે જેનો પરિવાર અડાલજ ત્રિમંદિર પાસેના સ્લમ વિસ્તારમાં રહે છે તેનું પહેલીવાર અપહરણ ત્યારે થયું હતું જયારે તે માત્ર બે દિવસનો હતો. તેને અપહરણકર્તાની જાળમાંથી છોડાવવામાં આવ્યો હતો, 5મી જૂને અન્ય અપહરણકર્તાની જોડીએ ફરીથી તેને તેના માતા-પિતા પાસેથી છીનવી લીધો હતો.

જેમણે અપહરણ કર્યું હતું તે બંને અપહરણકર્તામાં એક વાત સામાન્ય એ હતી કે તેઓ નિ:સંતાન દંપતી હતા અને બાળકને લઈને પરિવાર પૂર્ણ કરવા માગતા હતા.

બે-બે વખત અપહરણ થતાં, પોલીસે સ્લમ વિસ્તાર નજીક એક સ્પેશિયલ પોઈન્ટ બનાવવાનું તેમજ એક ટીમને તૈનાત રાખવાનું નક્કી કર્યું છે.

આ સિવાય, પોલીસ અધિકારીઓ બાળકના માતા-પિતાને કે જેઓ કચરો એકત્રિત કરીને ગુજરાત ચલાવે છે તેમને કાયમી ઘર આપીને બાળકને અપહરણકર્તાથી સુરક્ષિત રાખવાનું વિચારી રહ્યા છે.

ગાંધીનગરની લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર એચ.પી. જાડેજાએ કહ્યું હતું કે, ‘અમે છોકરાના માતા-પિતા માટે સારી નોકરી અને ઘર શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી તેઓ સુરક્ષિત રહે’.

આજથી ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાગુ.

આજથી ગુજરાતમાં લવ જેહાદનો કાયદાનો લાગુ.

કાયદા હેઠળ ગુનેગારને ચારથી સાત વર્ષની કેદ તેમજ ત્રણ લાખ સુધીના દંડની જોગવાઈ.

માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

ગાંધીનગર : ગુજરાતમાં લાલચ, બળજબરી પૂર્વક કે ઓળખ છૂપાવીને કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું.

આ લવ જેહાદનો કાયદાનો આજથી એટલે, તારીખ 15મી જૂનથી ગુજરાતમાં અમલ થશે.

લવ જેહાદના નામે ઓળખાતા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 કાયદામાં અનેક પ્રકારની જોગવાઇઓ કરવામાં આવી છે.

નવા કાયદા પ્રમાણે, લગ્ન કરવા માટે કરાયેલ ધર્મ પરિવર્તન માન્ય નહી રાખવા સાથે આવા લગ્ન પણ ગેરકાયદે ઠરશે. પોતે ધર્મ પરિવર્તન નથી કરાવ્યુ તે સાબિત કરવાની જવાબદારી આરોપીના શીરે રહેશે.

કાયદા હેઠળ ગુનેગારને ચારથી સાત વર્ષની કેદ તેમજ ત્રણ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કાયદાની મહત્વની જોગવાઇઓ
– માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.
– કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.
– આ અંગે સાબિત કરવાનો ભાર આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.
– ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.
– આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને 3 વર્ષથી ઓછી નહિ અને 5 વર્ષ સુધીની કેદ અને રૂ.2 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
– સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ 4 થી 7 વર્ષ સુધીની કેદ અને રૂ.3 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
– કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે ઋઈંછ દાખલ કરાવી શકાશે.
– આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને 3 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદ તથા રૂ.5 લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ કે અનુદાન મળવાપાત્ર થશે નહીં.
– આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.

error: Copying and use of the content of the website is considered as illegal activity.