Saturday, October 10, 2026
Home Blog Page 368

સૌરાષ્ટ્રના ધુરંધર ક્ષત્રિય આગેવાન અને ગોંડલ યુવા ભાજપના નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનું અદકેરૂ સન્માન.

0

સૌરાષ્ટ્રના ધુરંધર ક્ષત્રિય આગેવાન અને ગોંડલ યુવા ભાજપના નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનું અદકેરૂ સન્માન.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.

જામકંડોરણા ક્ષત્રિય યુવાનો દ્વારા સન્માન સમારોહ યોજાયો.

કોરોના કાળમાં સેવાકીય કાર્યો કરનાર ક્ષત્રિય આગેવાનનું જામકંડોરણાના ગૌ સેવા સમિતી ટ્રસ્ટ અને શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણાના યુવાનો દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરાયા.

 રાજકોટ: સૌરાષ્ટ્રના ધુરંધર-સક્રિય ક્ષત્રિય આગેવાન અને યુવાનોના હૃદય સમ્રાટ એવા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા ગોંડલ અને કૃષ્ણસિંહ જાડેજા મોડપર (સૌરાષ્ટ્ર પ્રમુખ કરણી સેના)એ જામકંડોરણા ના પીપરડી ગામ ખાતે યુવાનો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પીપરડી ગામ ખાતે આવેલ ફાર્મ પર યુવાનો ને મળ્યા અને માર્ગદર્શન આપ્યું હતું.

કોરોના મહામારી માં કોરોના દર્દીના ઘરે ઘરે જઇ ને કરેલી સેવા તેમજ કોરોના દર્દીની સેવા માટે સતત ખડેપગે રહેલા ગોંડલ ભાજપ ના યુવા નેતા એવા શ્રી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) નું જામકંડોરણાના ગૌ સેવા સમિતી ટ્રસ્ટ અને શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણાના યુવાનો દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ સાથે ગોંડલના ભાજપ ના યુવા આગેવાનોમાં જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા રાજકોટએ પણ ખાસ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ ક્ષત્રિય આગેવાનોએ યુવાનોમાં અદ્દભૂત ઉત્સાહ વધાર્યો હતો.

આ તકે ગૌ સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણાના હોદેદારો અને શ્રી રાજપુત કરણી સેનાના હોદેદારોએ પણ ખાસ હાજરી આપી હતી.

જામનગરમાં વૃઘ્ધા પર પાનની પીચકારી મારી હુમલો કર્યાની ફરિયાદ.

0

જામનગરમાં વૃઘ્ધા પર પાનની પીચકારી મારી હુમલો કર્યાની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામનગરમાં રણજીતસાગર રોડ પર સુભાસપાર્ક વિસ્તારમાં નવાનગર શેરી નંબર ત્રણ માં રહેતા દેવશીભાઇ રાણાભાઈ મારુ નામના 65 વર્ષના અનુસુચિત જ્ઞાતિના વયોવૃદ્ધએ પોતાના પર હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે પોતાના પાડોશમાં રહેતા પપ્પુ ભંગારીયા નામના દેવીપૂજક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે,

ફરિયાદી અને આરોપી બન્ને બાજુ બાજુમાં રહે છે, અને આ આરોપીએ ફરિયાદી ના ફળીયામાં પાનની પિચકારી મારી હતી.

જેથી ફરિયાદીએ પિચકારી મારવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઇ ગયો હતો, અને હુમલો કરી દીધો હતો સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં બેકાબૂ ઘોડાગાડી બગીચામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો ઘોડોએ અંતે દંમ તોડયો.

0

જામનગરમાં બેકાબૂ ઘોડાગાડી બગીચામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો ઘોડોએ અંતે દંમ તોડયો.

રાત્રે ગુલાબનગર નજીક કરવામાં આવી દફનવિધિ.

અચાનક બનેલ બનાવથી લાલબંગલા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

જિલ્લા પંચાયત નજીક બનેલ બનાવમાં ઘોડાની હાલત ગંભીર સારવાર મળતે પહેલા મળ્યું મોત.

સદ્દનસીબે ઘોડાગાડીમાં બેસેલા લોકોનો આબાદ બચાવ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :  જામનગર શહેરમાં ગઇકાલ રવિવારના સાંજે જિલ્લા પંચાયત સામે આવેલ બગીચામાં બગી એકાએક બેકાબુ થતાં ઘોડો બગીચાની ઝાળી તોડી અંદર ઘૂસી ગયો હતો અને ઘોડાને ગંભીર ઇજા થવા પામી છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.

શહેરમાં રવિવારના મોડીસાંજે જિલ્લા પંચાયત સામે આવેલ બગીચા પાસે એક અજીબ ઘટના બનવા પામી હતી. જેમાં રવિવાર હોવાથી પ્રદર્શન ગ્રાઉન્ડથી લાલબંગલા સર્કલ સુધી ઘોડાગાડીઓ બાળકોના મનોરંજન માટે દોડતી હોય છે ત્યારે એક બગીનો ઘોડો બેકાબૂ બનતા બગીચાની ઝાળીમાં ઘૂસી ગયો હતો અને આ ઘોડાને શરીરના ભાગે ઇજા પહોંચી હતી, જેના આંતરડા બહાર આવી ગયા હતાં. સદ્દનસીબે આ ઘોડાગાડીમાં બેઠેલા લોકોને ઇજા થવા પામી ન હતી.

આ બનાવના લાલબંગલા સર્કલમાં ટ્રાફિક જામ થોડાઅંશે થઇ જવા પામ્યો હતો. બનાવને જોતા ઘોડાએ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું હતું!

સલાયાના કબ્રસ્તાનમાં બે જૂથ વચ્ચે બઘડાટી: સામ-સામી ફરિયાદ

0

સલાયાના કબ્રસ્તાનમાં બે જૂથ વચ્ચે બઘડાટી: સામ-સામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખભાંળિયા : સલાયા ગામે આવેલા એક કબ્રસ્તાનમાં ગઈકાલે રવિવારે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ફૈયાઝ નામના એક યુવાન સાથે કોઈ બાબતે સલાયાના રહીશ રિઝવાન રજાક સંઘાર, એજાજ રજાક સંઘાર, શબ્બીર હુસેન ઉર્ફે ભુરો ગુલામ હુસેન સુંભણીયા, આબિદ તાલબ ભોકલ, તાલબ આમીન ભગાડ અને યાશીન અજીજ સંઘાર નામના શખ્સો દ્વારા બોલાચાલી કરવામાં આવતી હોય, આ બાબતે ફૈયાઝના મોટાભાઈ અયુબ કાસમભાઈ ગજીયા (ઉ.વ. 25) નામના મુસ્લિમ વાઘેર યુવાન તથા અન્ય સાહેદો તેઓને સમજાવવા જતા આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી અયુબભાઈ કાસમભાઈ તથા અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો.

જેના કારણે ફરિયાદી અયુબભાઈ તથા સાહેદોને નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 143, 147, 149, 323, 324 તથા 504 મુજબ ગુનો નોંધ્યો છે.

આ બનાવમાં સામાપક્ષે યાસીનભાઈ અજીજભાઈ સંઘાર 21 (ઉ.વ. 21, રહે. સલાયા) એ અયુબ કાસમ ગજીયા, સાલેમામદ કાસમ ગજીયા અને ઈમરાન ઈસ્માઈલ ચમડીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી થતા સાહેદો કબ્રસ્તાનમાં બેઠા હોય, ત્યારે ફૈયાઝ નામના એક છોકરાએ “અહીં કેમ બેઠા છો?”- તેમ કહી, બોલાચાલી કરતા આ દરમિયાન આરોપીઓએ એક સંપ કરી, ફરિયાદી તથા સાહેદોને બિભત્સ ગાળો કાઢી, “મારા ભાઈને કેમ દબાવો છો?”- તેમ કહી, બેફામ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે ઉપરોકત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504 થતા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાપામાં રેલવે કર્મચારીની પત્નિની આત્મહત્યા : કારણ અકબંધ.

0

હાપામાં રેલવે કર્મચારીની પત્નિની આત્મહત્યા : કારણ અકબંધ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર નજીક હાપા વિસ્તાર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં એન્જિન ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મૂળ બિહારના વતની સોનુકુમાર સુરેન્દ્રપ્રસાદ કુર્મિ નામના રેલવે કર્મચારીની પત્ની પ્રિયંકાકુમારી સોનુ કુમાર કુર્મિ (26)એ આજે સવારે પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ સોનુ કુમારે પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રિયંકા કુમારી ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની બહેન અમદાવાદ રહે છે.

જેને જામનગર આવ્યા પછી મૃતદેહનો કબજો લઇ આપ્યો હતો. પોલીસની પુછપરછ દરમિયાન મૃત્યુ નું રહસ્ય અકબંધ રહ્યું છે. મૃતક ના પતી ની પૂછપરછ દરમિયાન કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું તે જાણી શકાયું નથી.

તેમજ મૃતક ને સંતાનમાં બે વર્ષ ની બાળકી છે. જે આ બનાવ પછી નોંધારી બની ગઈ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

જામનગરની સગીરાનું અપહરણકર્તાની અંજારથી ધરપકડ.

0

જામનગરની સગીરાનું અપહરણકર્તાની અંજારથી ધરપકડ.

જામનગર : જામનગર જીલ્લામાં બેડીમરિન પોસ્ટે ખાતે આઇપીસી કલમ 363,366, મુજબનો ગુનો તા:- 11-02-2021ના રોજ ફરીયાદીના ઘરે જામનગર વિભાપર પ્રગતિ પાર્ક વિશાલ રેસીન્ડસીમાં બનવા પામેલ છે તથા જામનગર બેડીમરીન પોસ્ટે મા તા-14/02/2021 જાહેર થયેલ છે.

જેમા આ કામના ફરીયાદીની સગીર વમની દીકરી ઉ.વ. 17 વાળીને આ કામનો આરોપી ક્મરૂભાઇ મંગુ ડામોર ઉ.વ. 21 ધંધો:મજુરીકામ રહે: ગામ મીંડળ તા-જી જાંબુઆ રાજ્ય મધ્યપ્રદેશ વાળો લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયેલ હતો.

ગુનાની તપાસ બેડીમરિન પોસ્ટ ખાતેથી અત્રેના એએચટીયુ સેલ ખાતે તપાસ અર્થે આવતા અને આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક દીપન ભદ્રન એ સુચના કરેલ. જે અંગે આરોપી તથા ભોગ બનનારની તપાસ કરતા સીડીઆર કઢાવી લોકેશન મેળવેલ જૈ અનુસંધાને એએસપી નીતેશ પાંડે માર્ગદર્શનથી એએચટીયુ સેલ(મહિલા પોસ્ટે) જામનગરે તાત્કાલીક ખાનગી બાતમી રાહે તપાસ કરતા કરાવતા આ કામની ભોગ બનનાર તથા આરોપી અંજાર જી. કચ્છ ખાતે હોવાનુ જણાઇ આવતા મહિલા ટીમ સાથે અંજાર ખાતે જઈ આરોપી પકડી પાડી સગીરવયની ભોગ બનનારનો કબજો લઇ સલામત રીતે જામનગર બાળવિકાસગુહ ખાતે મોકલી આપેલ તથા આ કામનો આરોપી કમરભાઇ મંગુ ડામોર ઉ.વ.21 ધંધો:મજુરીકામ રહે: ગામ મીંડળ તા:જી જાંબુઆ સંજય મધ્યપ્રદેશ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કાર્યવાહી એએચટીયુ સેલ ઈન ચાર્જ પોલીસ ઈનસ્પેકટર આર.બી.ગઢવી તેમજ તથા મહિલા પોસ્ટે સટાફના પી.એસ.આઇ. યુ.આર.ભટ્ટ તથા એચસી ડી.કે.ચૌહાણ તઘા પો.કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા નાઓએ કરેલ છે.

કાલાવડ પંથકમાં ધમધમતી ઘોડીપાસની ક્લબ પર એલસીબી ત્રાટકી: રૂા.7.63 લાખની મત્તા સાથે પાંચની ધરપકડ.

0

કાલાવડ પંથકમાં ધમધમતી ઘોડીપાસની ક્લબ પર એલસીબી ત્રાટકી: રૂા.7.63 લાખની મત્તા સાથે પાંચની ધરપકડ.

જામનગર: કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામ માં રાજકોટના એક શખ્સ દ્વારા વાડીની ઓરડીમાં ઘોડીપાસાની કલબ ચલાવવામાં આવી રહી છે, તેવી બાતમી જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન વાડીની અંદર પાંચ જેટલા શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે રાજકોટના સુરેશ વિઠ્ઠલભાઈ અદાણી, તનવીર રફિકભાઈ સિસોદિયા, અને યોગેશ સુરેશભાઈ લાઠીગરા.

ઉપરાંત જામનગરના ઇસુબ વાહીદભાઈ સમા અને વસીમ સલીમભાઈ શમા વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસે થી 2.54.300 ની રોકડ રકમ પાંચ નંગ મોબાઇલ ફોન એક કાર સહિત રૂપિયા 7.62 લાખની માલમતા કબજે કરી હતી. પોલીસ ના દરોડા દરમિયાન વાડીનો માલિક રાજકોટના રામનાથ પરા માં રહેતો મેહુલ સુરેશભાઈ સોલંકી તથા રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતો ધાર્મિક ઉર્ફે પીન્ટુ સુરેશભાઈ મદાણી ભાગી છૂટયા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો…!

0

જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો…!

જામનગર: જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે ચાર નંબરની બેરેકના કાચા કામના કેદી નજીર ઉર્ફે ગંઢાબાપુ તેમજ 6 નંબરની યાર્ડના કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણિયા બન્ને ઝઘડો કરી રહ્યા હતા. જેથી જુદા જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ પર આવીને એકત્ર થઇ ગયા હતા.

આ સમયે જેલના સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા દોડી આવ્યા હતા, અને તમામને છુટા પાડી પોતાની બેરેકમાં કેદીઓને જવા માટેનો આદેશ કર્યો હતો. જે દરમિયાન 6 નંબરની બેરેકમાં રહેલા જામનગરના વતની અને હત્યા કેસના એક ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલા સની શામજીભાઈ મકવાણાએ જેલ સહાયક સાથે જીભાજોડી કરી હતી. ત્યાર પછી ઝઘડો કરીને ઝપાઝપી કરી દીધી હતી, ઉપરાંત જેલ સહાયક ને ધક્કો મારી પછાડી દઇ તેના પેન્ટનું બટન તોડી નાખ્યું હતું, અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી આ મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જેલ સહાયક અજય સિંહ પ્રભાતસિંહ જાડેજાએ જેલમાં કાચા કામના કેદી શનિ સામજી મકવાણા સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતા સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 186, અને 504 મુજબ ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત જેલના અધિક્ષક પરાક્રમસિંહ જાડેજા દ્વારા કેદી સામે જેલના નિયમો મુજબ આગળની તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને જેલમાં કેદીઓને મળતી જુદી-જુદી સુવિધાઓ જેવી કે ટેલિફોન પર પરિવાર સાથે વાત કરાવી, ઇ મુલાકાત, કેન્ટીનની સુવિધા વગેરે બંધ કરી દેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભલે પધાર્યા..! જામનગરના પ્રથમ નાગરીકના વોર્ડની ”આ” દશા છે. : મેયરે શરમ અનુભવતા ડીડીટી સાથે નાખવી પડી કપચી.

0

મેયર રસીકરણ કેમ્પ આવ્યા તે જગ્યાએ કીચડમાં પહેલા ડીડીટી છાંટી પછી તાબડતોબ કપચી નાખવી પડી બધુ લોલમલોલ.

મેયર પહોંચ્યા પોતાના જ વોર્ડમાં રસીકરણ કેમ્પમાં હાજરી આપવા.

મેયરના વોર્ડમાં લોલમલોલ.!

જામનગર શહેરની નીલકમલ સોસાયટીમાં જે મેયરનો વોર્ડ ગણાય છે.જ્યા સ્થાનીકોએ ગંદકીથી ખદબદતા વિસ્તારની રજુઆત કરતા રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિમાં શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં સફાઈ લોલમલોલ બહાર આવતા શહેરમાં સફાઈની સ્થિતિ કેવી હશે જે સવાલો શહેરીજનોમાં ઉઠયા છે.

જામનગર શહેરના વોર્ડ નંબર 5 માં શુક્રવારે નીલકમલ સોસાયટીમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર તેજ વિસ્તારના નગરસેવક હોય અને ત્યા હાજરી આપેલ તથા અન્ય કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મેયર જે ગાડીમાં આવી રહ્યા હતા ત્યારે નંદ ધર નજીક ગંદકીની ભરમાર હતી.

જે ખદબદતી ગંદકી સાફ કરવાને બદલે સફાઇ કર્મીઓ દ્વારા ગંદકી ઉપર ડીડીટી નો છટકાવ કરી ઢાંકપીછોડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ મેયર આવ્યા બાદ કીચડ પર નાખી કપચી.

મેયરે જે જગ્યાએ ગાડી રાખી હતી ત્યાજ ગંદકીની ભરમાર હતી જેને પ્રશાસનની પોલ ખોલી નાખી.! જેના પર ઢાંકપીછોડા કરાયો હતો.

હાલ તો મેયરના વોર્ડએ શહેરમાં સફાઈના મુદ્દે સારી એવી ચર્ચા જાગી છે.

જોડિયા પંથકમાં પ્રેમીકાએ ફોન નહીં ઉપાડતા યુવાને કરી આત્મહત્યા.

0

જોડિયા પંથકમાં પ્રેમીકાએ ફોન નહીં ઉપાડતા યુવાનની આત્મહત્યા.

જામનગર : મૂળ દાહોદના વતની અને હાલ જોડિયા તાલુકાના જીરાગઢ ગામ માં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નરેશ નારીયાભાઈ મોહનીયા નામના 22 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાન એ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસને જાણ કરતા જોડિયા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યાર પછી મૃતદેહને અંતિમ ક્રિયા માટે તેના વતનમાં લઈ જવાયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાને આજ દોઢ માસ પહેલા જ એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ તેને અન્ય એક યુવતી સાથે પણ પ્રેમ હતો, અને તેની પ્રેમિકા ફોન ઉપાડતી ન હોવાથી મનમાં લાગી આવ્યું હતું, અને ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજયું છે. જોડીયા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.