Saturday, October 10, 2026
Home Blog Page 369

ખંભાળિયામાં કોરોના ગાઈડ લાઈનની અમલવારીમાં નિષ્ફળ નિવડેલા બેંક મેનેજર સામે પોલીસ કાર્યવાહી.

0

ખંભાળિયામાં કોરોના ગાઈડ લાઈનની અમલવારીમાં નિષ્ફળ નિવડેલા બેંક મેનેજર સામે પોલીસ કાર્યવાહી.

ખંભાળિયા: ખંભાળિયામાં ચોખંડા રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં થોડા દિવસ પૂર્વે ખેડૂતો, વેપારીઓ સહિતના ગ્રાહકો બેંક કામગીરી અર્થે મોટી સંખ્યામાં આવ્યા હતા.

હાલ કોરોના વાયરસ અંગે જિલ્લા કલેકટર દ્વારા ચોક્કસ પ્રકારની ગાઈડ લાઈનની અમલવારી કરવા અંગેનું જાહેરનામું હોવાથી આ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી બેંક સત્તાવાળાઓની રહે છે.

પરંતુ ગત તારીખ 1 જૂનના રોજ અત્રે ચોખંડા રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવા અંગેનો વિડીયો વાયરલ થતાં આ મુદ્દે ખંભાળિયા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી, અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા વિડિયો અંગેની ખરાઇ કરાવી, બેંકના મેનેજર તરીકે કામ કરતા અને હાલ જામનગર રહેતા કૃપેશકુમાર કુબેરપ્રસાદ (ઉ.વ. 44) સામે જાહેરનામા ભંગ સબબ કલમ 188 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ દ્વારકામાં સાહિલ જીલાની વેતરણ, બાપભા વિઘાભા માણેક સામે, ભરત નગાભાઈ ચાવડા અને રણજીત વલ્લભદાસ દત્તાણી સામે કલ્યાણપુરમાં અને હરેશ રણમલભાઇ ખીટ સામે ભાણવડ પોલીસ મથકમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરના ધરારનગરમાં સામાન્ય બાબતે બબાલ ચાર યુવાન ઉપર હુમલો : મહિલા સહિત પાંચ સામે ફરિયાદ.

0

જામનગરના ધરારનગરમાં સામાન્ય બાબતે બબાલ
ચાર યુવાન ઉપર હુમલો : મહિલા સહિત પાંચ સામે ફરિયાદ.

જામનગર: જામનગરમાં ધરાનગર-1 માં રહેતો અને ઈંડા નો વેપાર કરતા સલીમ હોથીભાઈ નોતિયાર નામના 28 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના નવાજ, મામદ, કાસમ, તેમજ અનીશ ઉપર છરી ધોકા પાઇપ અને પથ્થર વડે તેમજ સોડા બાટલી ના ઘા કરી ઇજા પહોંચાડવા અંગે સામાજૂથ ના અકીલ યાસીન, સાહિલ યાસીન સફીયા, યાસીન સફિયા, અને યાસીન ભાઈ તેમજ યાસીન ની પત્ની વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આરોપી અકીલ ની બહેન નું નામ લેવાના પ્રશ્ને બંને જૂથ વચ્ચે તકરાર થઈ હતી, એને મારી બેન નું નામ શું કામ લીધું છે, તેમ કહી પાંચેય આરોપીઓએ હિચકારો હુમલો કરી દીધો હતો.

જેમાં મામદ કાસમની હાથની નસ કપાઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. આ સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીના બનાવ પછી ધરાનગર વિસ્તારમાં અને જી.જી.હોસ્પિટલમાં તંગ વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

જામનગરના રાજકીય વગ ધરાવતા અરવિંદ પાબારી અને પુત્ર જય પાબારી વિરૂઘ્ધ ખોટી ફરિયાદ કરવા સબબ જીલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત.

0

જામનગરના રાજકીય વગ ધરાવતા અરવિંદ પાબારી અને પુત્ર જય પાબારી વિરૂઘ્ધ ખોટી ફરિયાદ કરવા સબબ જીલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત.

જામનગરના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા આસામીને પૈસા ચૂકવવા ન પડે તે માટે ખોટી ફરિયાદો કરનાર સામે યોગ્ય અને તટસ્થ તપાસ કરવા જીલ્લા પોલીસવડાને રજૂઆત.

મિત્રો અને અન્યો પાસેથી હાથ ઉછીના લીધેલ પૈસા પરત ન કરવા પડે તે માટે રાજકીય વગ ધરાવતા અરવિંદભાઇ પાબારી અને તેમનો પુત્ર જય પાબારી દ્વારા પ્રપંચ રચ્યાનો રજુઆતમાં દાવો.

અરજદારે કાનુની નોટીસ મોકલ્યા બાદ બંને પિત્રા-પુત્રએ પ્રપંચ રચતા તેઓની ધરપકડ કરી યોગ્ય તપાસ કરવા રજૂઆત.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગરના ગેલેકસી સીનેમા રોડ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દેવેન્દ્રસિંહ ખાનુભા પરમારે જીલ્લા પોલીસવડા સમક્ષ જામનગરના અરવિંદભાઇ જમનાદાસ પાબારી દ્વારા તેમના વિરૂઘ્ધ નોંધાવેલ ફરિયાદ એકદમ મનઘડત અને ખોટી રીતે હોય જે અંગે યોગ્ય અને તટસ્થ તપાસ કરવા લેખીતમાં રજૂઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે, તેમના ઉપર ફરિયાદ કરનાર અરવિંદભાઇ પાબારી રાજકીય વગ ધરાવતા હોય અને તેમનો પુત્ર જય પાબારીને સટ્ટો રમવાની ટેવ ધરાવતો હોય અને જામનગરમાં અનેક વ્યક્તિઓ પાસેથી સંબંધ અને મિત્રતાના દાવે અનેક વખત હાથ ઉછીના પૈસા લીધેલ છે અને તે પૈસા પરત ન કરવા પડે તે માટે અરવિંદભાઇ અને તેમના પુત્ર જય પાબારીએ એક સાથે મળીને જે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધેલ છે તેમના ઉપર ખોટી અને મનઘડત રીતે ફરિયાદો કરે છે.

દેવેન્દ્રસિંહ ખાનુભા પરમાર દ્વારા જીલ્લા પોલીસવડાને કરાયેલ રજૂઆતમાં જણાવાયું છે કે,
અમો અરજદાર ઉપરોક્ત સરનામે રહીએ છીએ. અને અમો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરીએ છીએ. કે, અમો અરજદાર ઉપર જામનગર સીટી “સી” ડીવી. પો. સ્ટે. માં ગુ.ર.નં.. 112022002211403/21 થી 12 એ ની કલમ 386, 387, 504, 506(2), તથા નાણા ધીરધાર કરનાર બાબત અધ્રિનિયમ ની કલમ 5, 40, 42 મુજબ નો ગુન્હો તા. 04/06/2021 ના રોજ નોધાયેલ છે. અને જે ફરીયાદ અરવિંદભાઈ જમનાદાસ પાબારી દ્વારા નોંધાવવામાં આવેલ છે. આ કામના ફરીયાદી ખુબજ રાજકીય વગ ધરાવતા વ્યક્તિ છે. અને તેમનો પુત્ર જય પાબારી છે. તે જામનગરના ઘણા વ્યકિતઓનો મિત્ર હોય અને મિત્રતાના દાવે ધંધો કરવા અને અન્ય કામ સબબ મોટી રકમ લેતા હોય છે પરંતુ પાછળથી અમોને ખબર પડેલ કે જય પાબારીને સટ્ટો રમવાની આદત હોય જેથી અવાર-નવાર મિત્રો પાસેથી હાથ ઉછીના પેસાની લેતી-દેતી કરતો હોય છે. અને જય પાબારી કે જેને સદ્દો રમવા માટે અનેક વ્યક્તિઓ પાસેથી મોટી રકમ હાથ ઉછીની લીધેલ છે. આ રકમ ચૂકવવી ના પડે તેથી જય પાબારી જામનગરમાં તેના પિતા (હાલ ના ફરિયાદી) સાથે રહેતા હોય અને ફરિયાદી ને જાણ પણ હોય તેના પુત્ર ક્યાં છે અને માત્ર કોઈને પૈસા યુકવવા ના પડે ર તે માટે હાલના ફરિયાદી દ્વારા અવાર-નવાર ફરિયાદ કરતા હોય છે. જેથી અમો અરજદાર ઉપર પણ ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે. જે અંગે નીચે મુજબના મુદાઓની યોગ્ય તપાસ થાય તો સ્પષ્ટ થાય તેમ છે કે ફરિયાદ અને તેમના પુત્ર જય પાબારી મિલાપી થઇ પેસા ના ચુકવવા માટે રાજકીય વગનો ઉપયોગ કરી તદન ખોટી અને મનધડીત ફરિયાદ નોંધાવતા હોય છે. જે ધ્યાને લેવા તેમજ હાલના ગુન્હાની યોગ્ય તપાસ કરી અમારી ધરપકડ કરવા નમ્ર અરજ છે.

મુદા નં. (1) ફરિયાદ જોવામાં આવે તો ફરિયાદી ના પુત્ર જય પાબારીના પત્ની અને તેના દીકરો રજ ફરિયાદી સાથે રહે છે. છતા ફરિયાદી કહે છે કે તા. 30/07/2019 થી મારો પુત્ર પોતાનો મોબાઇલ મૂકી ક્યાંક જતો રહેલ છે. તો જોવામાં આવે તો ફરીયાદી તેના પુત્રવધુ અને પૌત્ર સાથે રહે છે. ફરિયાદીના કથન મુજબ તેનો પુત્ર જય પાબારી આશરે બે વર્ષ થી ચાલ્યો ગયેલ હોય તેની કોઈ પોલીસમાં અરજી અહેવાલ કે જાણવા જોગ કરેલ નથી તે ધ્યાને લેવા તેમજ તેના ઘરના જ એ.0.1.. જોવામાં આવે તો જય પાબારી ઘરે આવે અને જાય છે. તેના માટે ફરિયાદી તથા તેના પુત્રવધુ તથા તેના પૌત્રની તટસ્થ રીતે પૂછપરછ કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ રહે.

મુદા નં.(2) અમો અરજદાર અને જય પાબારી મિત્ર હોય અને અમો અરજદારને પણ જય પાબારી પાસે 72 લાખ રૂપિયા લેવાના હોય જે અંગે અમારા વકીલ મારફત કાનૂની નોટીસ પોસ્ટ ખાતાના રજી. એ.ડી. મારફત તા.12/05/2021 ના રોજ મોકલેલ હોય જે નોટીસ 18/05/2021 ના રોજ ડીલીવર રી થયેલ હોય તેના પિતા દ્વારા ખોટો શેરો મરાવેલ હોય લેનાર પાર્ટી ઘર મૂકી ચાલ્યા ગયેલ છે જેથી થુ ફરીયાદમાં જણાવેલ વ્યાજના પેસા નો કોઈ પ્રશ્નો નથી અને જય પાબારી ઉપર જામનગરની કોર્ટમાં મોટી રકમના નેગોશીએબલ ઇન્સટ્ુમેન્ટ એક્ટ -138 તળે અન્ય કેસ ચાલે છે. જેથી જય પાબારી સબંધના દાવે મોટી રકમ મિત્રો પાસેથી લે છે. અને સટ્ટો રમે છે. જે જામનગરની કોર્ટમાં ફો.કે.નં.- 3130/2019 તથા 3044/2020 પેન્ડીંગ છે.

જે અમારા ધ્યાનમાં છે. બીજા અન્ય કેસોની તપાસ કરવામાં આવે તો તે પણ છે. આમ ફરિયાદીનો પુત્ર જય પાબારી મોટી રકમ સબંધમાં લે છે. જે સાબિત થાય છે. અને ફરિયાદીએ તેથી જ બે વર્ષ પહેલા કોઈ ફરિયાદ કરેલ નથી અને અમો અરજદારે નોટીસ વ્યવહાર કરેલ અને નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટ તળે ફરિયાદ થશે તેથી તેનો બચાવ કરવા અને અમોને દબાણમાં લાવવા હાલની ફરિયાદ કરેલ છે. જે તમામ રેકોર્ડ અમારી પાસે છે જેથી તે અંગે આ કામમાં તટસ્થ તપાસ કરવા નમ્ર અરજ છે.

મુદાનં. (3) ફરીયાદી દ્વારા તેવું ફરિયાદમાં લખાવેલ છે કે તા. 30/07/2019 ના રોજ તેમનો પુત્ર અમારાથી ડરીને ચાલ્યો ગયેલ છે. તે તદન ખોટી અને મનઘડિત વાત છે. કારણ કે ફરિયાદી રાજકીય વગના કારણે પોતાના પુત્રને કોઈને પૈસા ના આપવા પડે તેથી જામનગર પંચ બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.- 44/2019 થી મ00 ની કલમ 386, 392, 427, 504, 506(ર), 507 તથા મની લેન્ડર એક્ટ કલમ-5-33 મુજબનો ગુનો તા. 22/07/2019 ના રોજ હાલના ફરિયાદી દ્વારા આરોપી વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા વિરુદ્ધ નોધાવેલ હતી અને જે ફરીયાદ જોવામાં આવે અને હાલની ફરિયાદ જોવામાં આવે તો પૈસા ની લેતી-દેતીના પ્રશ્નો છે. અને મોટી રકમની લેતી-દેતીના પ્રશ્નો છે. અને બાદના આઠ દિવસ બાદ ફરીયાદીના પુત્ર જય પાબારીને ફરિયાદી દ્વારા જ બહારગામ મોકલેલ હોય જેની જાણકારી અમારી પાસે છે.

કારણ કે ત્યારબાદ 2020 માં પણ અમારે ફરીયાદીના પુત્ર સાથે અવાર-નવાર મેસેજ તથા ટેલીફોનીક વાતચીત થયેલ છે અને પૈસા પણ અમો અરજદાર તેમને આપેલ છે. અમારે ફરીયાદીના પણ જય પાબારી સાથે વાત થયેલ છે. જેનો ફેસબુકનો રેકોર્ડ અમારી પાસે છે. જેમાં સતત અમારે વાત-ચિત થયેલ છે અને ફરિયાદી તથા તેના પુત્ર બંને સંપર્ક માં જ હતા. જે પણ તપાસ થવી જરૂરી છે તેમજ અમોએ કાનૂની નોટીસ મોકલેલ અને અમારા પેસા ના ચુકવવા પડે તે માટે હાલ ની ફરીયાદ કરેલ છે. અને ફરિયાદી નો પુત્ર જામનગર આવતો-જતો હોય અને ફરિયાદીને જાણ હોય કે તે ક્યાં છે. જેથી તેની તટસ્થ તપાસ કરવી જરૂરી છે અને અમારી પાસે તમામ રેકોર્ડ છે.

મુદા નં. (4) અમો અરજદારે ફરિયાદીને કે તેમના પુત્ર ને કોઈ ધમકી આપેલ નથી. તેમજ ફરીયાદમાં જણાવેલ પાંચ લાખનું સોનું પડાવી લીધેલ છે તે વાત તદન ખોટી છે, જે ફરિયાદ જોવામાં આવે તો ફરિયાદ દ્વારા બધે તારીખ છે પણ ક્યારે, ક્યાંથી, કઈ તારીખે સોનું અમોને આપેલ તે જણાવેલ નથી. તથા શું-શું આપેલ તે જણાવેલ નથી. અને તેમના ઘરમા સીસીટીવી છે તો કઈ તારીખે સોનું આપેલ તે અંગેનો કોઈ ખુલાસો નથી માત્ર રાજકીય વગને કારણે અમારી ઉપર ભારે કલમો લગાડવા અને અમોને પૈસા ના આપવા પડે જેથી તે ખોટું લખાવેલ છે. અને ખોટી ફરિયાદ કરેલ છે. જેની પણ તપાસ કરવા નમ્ર અરજ છે.

મુદા નં. (5) ફરીયાદમાં જણાવેલ તા. 08/04/2021 ના મેસેજમાં જણાવેલ તમામ વાત ખોટી છે તે મેસેજ અમારી પાસે છે. અને અમારે જય પાબારી સાથે મિત્રતા હોય જેઘી મેસેજ પૈસાની માંગણીનો કરેલ છે. ત્યારે જય પાબારી ઘરે જ હતો જે અમોને જાણમાં છે. જેની તપાસ કરવા અરજ છે. તેમજ તા.14/04/2021 ના બનાવ અંગેની વાતમાં જોવામાં આવે તો અમારે ફરિયાદી સાથે મળવાનું થયેલ જ નથી. તે અંગે ફરિયાદીએ કોઈ ફરિયાદ કરેલ નથી તો જાનથી મારી નાખવાની ધમકી નો કોઈ પ્રશ્ન નથી. પરંતુ અમોએ લીગલ નોટિસ મોકલેલ હોય જેના પેસા ના આપવા પડે જેથી હાલ ની ફરિયાદ કરેલ છે. જેની તટસ્થ તપાસ કરવા નમ્ર અરજ છે. ઉપરોક્ત તમામ મુદાની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ જય પાબારી (ફરિયાદીના પુત્ર)
જામનગરમાં ઘણા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ હાથ ઉછીના લઇ સટ્ટો રમેલ હોય અને હારી ગયેલ હોય જે રકમ ન ચૂકવી પડે તેથી ફરીયાદી દ્વારા તદન ખોટી અને મન ઘડિત ફરીયાદો કરતા હોય છે. જે અંગે અગાઉ પણ પૈસાની લેતી-દેતી કે જે જય પાબારીની છે તે અંગેની ફરિયાદો હાલના ફરિયાદી દ્વારા નોંધાવેલ હોય જે નીચે મુજબ છે.

(1) જામ. પંચ બી ડીવી. પો. સ્ટે. મ ગુ.ર.નં. 44/19 120 ની કલમ- 386, 392, 427, 504, 506(2), મની લેન્ડર એક્ટની કલમ-5-33,
(ર) જામ. સીટી સી ડીવી. પો. સ્ટે. ગુ,ર.નં. 01171/220 મ20 ની કલમ 3ર3, 386, 506(2), 120(બી), 427 તથા જી.પી. એકટની કલમ 135 (1) મુજબ, (3) હાલ ની ફરીયાદ

ઉપરોક્ત ત્રણ ફરિયાદો જોવામાં આવે તો ત્રણે ફરીયાદમાં બળજબરી કઢાવી લેવાની મ2એ ની કલમ 386 છે. જેમાં દશ વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ ત્રણેય ફરિયાદમાં ફરિયાદીના પુત્ર જય પાબારી ની પૈસાની ચુકવણી ને પણ મોટી રકમ ની છે જે અંગેની પણ તપાસ કરવી જરૂરી હોય અને ફરીયાદ ના પુત્ર વિરુદ્ધ જામનગર ની કોર્ટમાં અન્ય નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ના ચાલતા કેસો જોવા માં આવે તેમજ અમોએ મોકલેલ નોટીસ બાદ તુરંત હાલ ની ફરીયાદ કરવામાં આવે છે અને તેના પુત્ર ક્યાં છે તેની જાન હોવા છતા ખોટી માહિતી આપેલ હોય તે તમામ તટસ્થ તપાસ કરવા મનર અરજ છે અને હાલ ની ફ્હારીયાદ ખોટી છે તે સાબિત થાય છે.

આમ ઉપરોક્ત વિગતો એ ફરીયાદી દ્વારા તેના પણ જય પાબારી હાથ ઉછીની રકમ પરત ન ચુકવી પડે અને નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138 ના કેસો બચાવ કરવા રાજકીય વર્ગ થી ખોટી અને મનઘડિત ફરિયાદો કરવાની ટેવ વાળા હોય તો તે તટસ્થ તપાસ કરવા અને ઉચ્ચ કક્ષાની પોલીસ એજન્સીને તપાસ કરવા દેવામાં આવે તો તમામ હકીકત સ્પષ્ટ થાય અને ખોટી ફરીયાદ કરવા સબબ ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ કરવા નમ્ર અરજ છે.

જામનગરમાં પીળુ પત્રકારત્વ : ‘ગ્રેવીટી ન્યુઝ’ના કપીલ જોઇસર સામે બ્લેકમેઇલીંગ ની ફરિયાદ

0

જામનગર: ‘ગ્રેવીટી ન્યુઝ’ના કપીલ જોઇસર સામે બ્લેકમેઇલીંગની ફરિયાદ.

  • ગેરકાયદે બાંધકામની ધમકી આપી રૂા.5 લાખ માગ્યા.
  • ફરિયાદ કરી તો ટાટીયા ભાંગી નાંખવાની ફરિયાદીને ધમકી પણ આપી.
  • બાંધકામનું વીડીયો શુટીંગ કરી ફરિયાદને ધમકાવ્યો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જૂન ૨૧ : જામનગરના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ આત્મારામભાઈ લખીયર, ઉ.વ.46, રે. પવનચકકી કેનાલ રોડ, બિંદીયા એપાર્ટમેન્ટની બાજુમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી વિશેક દિવસ પહેલાથી તા.7-6-21ના આરોપી કપીલભાઈ અરવીંદભાઈ જોઈશર (તંત્રી-ગ્રેવીટી ન્યુઝ-જામનગર) રે.જામનગરવાળાએ ફરીયાદી પરેશભાઈના મકાનના ચાલુ બાંધકામનું વિડીયો શુટીંગ કરી ફરીયાદી પરેશભાઈને તથા સાહેદ તથા ફરીયાદીના ભત્રીજાને જણાવેલ કે તમારા મકાનનું બાંધકામ ગેરકાયદેસર છે.આ મકાનનું બાંધકામ કરવું હોય તો તમારે રૂ.5,00,000/- આપવા પડશે નહીંતર અમો આ બાંધકામ ગેરકાયદેસર ગણાવી પડાવી નાખીશું.

તેમ કહેલ અને રકઝકના અંતે છેલ્લે 1,50,000/- ની માંગણી કરેલ આ રૂપિયા ફરીયાદી પરેશભાઈ નહીં આપતા આ કામના આરોપી કપીલભાઈએ ફરીયાદી પરેશભાઈને મળેલ અને કહેલ કે, મારા વિરૂઘ્ધમાં કયાંય ફરીયાદ કરતો નઈ અને મારૂ નામ આ બાબતે કયાંય આવવું ન જોઈએ જો મારૂ નામ કયાંય આવશે તો તારા ટાટીયા ભાગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે અને આ તારા મકાનનું બાંધકામ તો પડાવીજ દઈશ અને આજીવન બાંધકામ થવા નહીં દવું અને કોર્પોરેશનમાંથી મને પડાવતા આવડે છે તેમ ધમકી આપી બળજબરીથી પૈસા પડાવવા માટે શુટીંગ કરેલ હતું.

આ અંગે પરેશભાઇ આત્મારામભાઇ લખીયરએ સીટી એ પો.સ્ટે. ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ઇપીકો કલમ 385,387,506(2) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.  આ કેસની વધુ તપાસસીટી એ ડીવીના પીએસઆઇ એસ.પી.સોઢા ચલાવી રહ્યા છે.

પ્રિ-મોન્સુન કેનાલ સફાઈ કામગીરીની સમીક્ષા કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

0

પ્રિ-મોન્સુન કેનાલ સફાઈ કામગીરીની સમીક્ષા કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

સ્વચ્છ જામનગર બનાવવા લોકો ડોર ટુ ડોર સર્વિસનો લાભ લઇ કચરાનો નિકાલ કરે. – રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.૧૦ જૂન, જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રિમોન્સુન કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં જામનગર શહેરમાં કુલ ૪૦ કિલોમીટર જેટલી લાંબી કેનાલની સાફ સફાઈનું કાર્ય હાલ ચાલુ છે. અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર ચાર ખાતે ચાલી રહેલી કેનાલ સાફસફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

આ સાથે જ મંત્રીએ લોકોને પણ અપીલ કરી કહ્યું હતું કે, દરેક લોકો પોતાના વિસ્તારમાં આવતી ડોર ટુ ડોર સર્વિસમાં જ કચરો આપે, કેનાલમાં કચરો ન નાંખે તો જ જામનગર સ્વચ્છ જામનગર બની શકશે. 

જામનગર ખાતે શહેરમાં કુલ ૪૦ કિલોમીટર જેટલી વિવિધ કેનાલો સ્થિત છે, જેમાં પાણી નિકાલની અને રણમલ તળાવમાં પાણી આવતી કેનાલ મુખ્ય છે. દર વર્ષે આ કેનાલોને ૧૫ મેથી ૧૫ જૂન દરમિયાન ૧૦ વિભાગમાં વિભાજિત કરી નિયમાનુસાર ટેન્ડરિંગ કરી અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને તેની સાફ-સફાઈની જવાબદારી સોંપવામાં આવે છે. 

જે કેનાલ પાસે જેસીબી અને  કચરો ભરવા માટે ટ્રેક્ટર જઈ શકે છે ત્યાં કેનાલોમાં જેસીબી દ્વારા અને જે વિસ્તારોમાં કેનાલોની આસપાસ માનવવસાહતો હોય  જેસીબી જવાની શક્યતા નથી ત્યાં માનવ શ્રમ દ્વારા આ કેનાલોની સફાઈ કરવામાં આવે છે.

કેનાલની સાફ-સફાઈમાંથી નીકળતો કચરો ટ્રેક્ટરમાં ભરી ડમ્પિંગ સાઇટ પર લઈ જવામાં આવે છે.

હાલ આ કેનાલ સાફ-સફાઈની કામગીરી ૬૫ ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે બાકી રહેલ વિસ્તારોની કેનાલની સફાઇ આ વર્ષે વરસાદ વહેલો હોવાની શક્યતાને અનુસંધાને ખૂબ ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

સર્વે કેનાલોમાં દરેડ થી નીકળી તળાવ સુધી જતી તળાવને પાણીથી ભરતી ફીડિંગ કેનાલ ૬.૮૦ કિલોમીટરની સૌથી લાંબી કેનાલ છે.

મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ ચોમાસા દરમિયાન પણ  કેનાલોમાં કોઈ કચરો ફરી પાછો આવે તો તેને સફાઈ કરી પાણીના નિકાલ વ્યવ્સ્થાપનની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની સુનિશ્ચિત કરવામાં આવી છે.

જામનગરના સચાણામાં બાબતે બોલાચાલી બાદ થઈ ધોકાવારી : એકબીજાને માર માર્યાની સામસામી ફરીયાદ.

0

સચાણામાં માછીમારી બાબતે બોલાચાલી બાદ બઘડાટી : એકબીજાને માર માર્યાની સામસામી ફરીયા

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં મહમદભાઈ અયુબભાઈ કકલ, ઉ.વ.40, રે. સચાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.9-6-21 ના સચાણા ગામે ફરીયાદી મહમદભાઈના પત્નીને આ કામના આરોપીઓએ નજીરભાઈ, સબીરભાઈ, એજાજભાઈ, હાજરાબેન સાથે જાહેરમાં બોલાચાલી કરી ફરીયાદી મહમદભાઈને માથાના ભાગે લાકડાનો ધોકો મારી શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

પંચ એ પોલીસ સ્ટેશનમાં નજીરહુશેન ઉર્ફે નજીર યાસીનભાઈ ઈશાભાઈ બસરા, ઉ.વ.30, રે. સચાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.9-6-21 ના સચાણા ગામે ફરીયાદી નજીર અને આરોપી મહમદભાઈ અયુબભાઈ કકલ બંન્ને માછીમારી ધંધો કરતા હોય જેમાં આરોપી મહમદભાઈનો ધંધો બહાર ચાલતો ન હોય તેનો ખાર રાખી આરોપી મહમદભાઈએ ફરીયાદી નજીરભાઈ તથા તેના ભાઈને ઢીકાપાટુનો માર મારી તથા લોખંડના પાઈપ વડે ફરીયાદી નજીરભાઈ તથા તેનાભાઈને માથામાં ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી સમીનબેન મહમદભાઈ અયુબભાઈ કકલ ને માથામાં લાકડાનો ધોકો મારી ઈજા કરી એકબીજાને મદદગારી ગાળો આપી તથા જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

નંદાણાની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં યુવાનને દંડ સાથે 10 વર્ષ સખત કેદની સજા.

0

નંદાણાની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં યુવાનને દંડ સાથે 10 વર્ષ સખત કેદની સજા.

ખંભાળિયા: કમલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી આશરે સાડા સોળ વર્ષની એક સગીરાને ભોપલકા ગામનો રહીશ રમેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ નામનો શખ્સ તારીખ 19-9-2016 ના રોજ લલચાવી- ફોસલાવીને અપહરણ કરીને લઇ ગયો હતો.

આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ઉપરોક્ત શખ્સ સામે આઈ.પી.સી. કલમ 363, 366 મુજબ ગુનો નોંધ્યો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસે તપાસ બાદ ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી, મેડીકલ ટેસ્ટ બાદ દુષ્કર્મની કલમ 376 તથા પોક્સો એક્ટનો ઉમેરો કર્યો હતો.

આ અંગેનો કેસ ખંભાળિયાની સેસન્સ અદાલતમાં ચાલી જતા પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા ચાર્જસિટ તથા આ પ્રકરણમાં 15 સાહેદોની તપાસ, ભોગ બનનાર અને ફરિયાદીની જુબાની, તબીબી પુરાવાઓ સાથે સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી રમેશ ઉર્ફે લાલો જેઠાભાઇ રાઠોડને કલમ 363 ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બે હજારનો દંડ, આઈ.પી.સી. કલમ 366ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. ત્રણ હજારનો રોકડ દંડ ઉપરાંત સ્પેશિયલ પોક્સો એક્ટની કલમ મુજબ દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

જામનગર વોર્ડ નં. 6 ના કોર્પોરેટર વિરૂઘ્ધ પોલીસની ફરજમાં રૂકાવટની ફરિયાદથી ચકચાર.

જામનગર વોર્ડ નં.6ના કોર્પોરેટર વિરૂઘ્ધ પોલીસની ફરજમાં રૂકાવટની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ જામનગર.
જામનગરમાં ભકિતનગર પ્લોટ નં. 6 દિગ્જામ મીલ પાછળ રહેતા 23 વર્ષીય બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર રાહુલ ગોરધનભાઇ બોરીચા ગઇકાલે ટાટા સફારી કારમાં ભાદરા નજીકથી પસાર થઇ રહયા હતા.

ત્યારે પોલીસે ચેકીંગ દરમ્યાન તેમને રોકી પુછતાછ કરતા રાહુલભાઇએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોતે જામનગર ડી.એમ.સા.ના જાહેરનામાનો માસ્ક હાજર દંડ ભરવાની ના પાડતા પોલીસે જાહેરનામાના ભંગ અને પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધી છે.

આરોપી સામે ગુન્હો ઇપીકો કલમ-186, 188, 270 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ – 2005 ની કલમ-51 (બી ) મુજબ ગુન્હો નોંધાયો છે.

આ કેસની વધુ તપાસ જી.સી. અઘેરા-એ.એસ.આઇ. જોડીયા પો.સ્ટે ચલાવી રહ્યા છે.

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન.

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન.

હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું: રૂપાણી.

શાળા સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 ટકા ફી તો લે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.

ગાંધીનગર: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું. શાળા સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 ટકા ફી તો લે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.

તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ સેન્ટર ઉભુ કરાયું છે. ગુજરાતની 54 હજાર શાળાને આ સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલું રાજય ગુજરાત ભારતમાં બનશે જે ને આ પ્રકાર ની વ્યવસ્થાઓ ઊભી કરી છે. બજેટનો સૌથી વધુ હિસ્સો શિક્ષણમાં આપીએ છીએ.

બીજી લહેરને આપણે કંટ્રોલ કરી લીધો છે. એનો અર્થ એ નથી કે કોરોના ખતમ થયો. સંપુર્ણ લોકડાઉન વગર જ આપણે કોરોનાને ક્ધટ્રોલ કર્યો છે. હવે જવાબદારી પ્રજાની બને છે કે સાવધાની રાખીયે. રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું.

તેમણે જણાવ્યું હતું કે, ભાજપની 15 મીએ બેઠક નિયત બેઠક છે, જેમાં કોરોનામા થયેલી કામગીરી, થર્ડ વેવની તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 36 મી ઓલોમ્પિક ભારતમાં થશે તો કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. અમદાવાદમાં વ્યવસ્થાઓ ઉભી કરવા તૈયારી કરી રહ્યા છે. રમતગમત કક્ષાએ અમદાવાદ ગુજરાત મેજબાન બનશે ગુજરાત માટે ગૌરવ.

ધોરણ 10માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે. ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય બદલ્યો છે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સીમાં હવે માસ પ્રમોશન નહી લખાય અને તેના બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે.
કોરોનાને પગલે ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે રેગ્યુલર 8 લાખ 37 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. માસ પ્રમોશનમાં માર્કસની ગણતરી અને પરિણામની પદ્ધતિ માટેના નિયમો સાથેની પોલીસી જાહેર કરતા બોર્ડે ગઈ ત્રીજી જુને જાહેર કરેલા નિયમોમાં એલસી આપતા રીમાર્કસના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે તેવી સૂચના આપી હતી.

ધો.10 બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.11મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે. આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય બદલ્યો છે.

સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપી છે કે હવે લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે. જ્યારે શાળા છોડયાના પ્રમાણપત્રમાં શાળા છોડયાની તારીખ 31-5-2021 દર્શાવવાની રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનો ઘાણવો : 56ની આંતરિક બદલી.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનો ઘાણવો : 56ની આંતરિક બદલી.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગમાં સામુહિક બદલીનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. થોડા સમય પૂર્વે પોલીસ બેડામાં ફેરફાર બાદ તાજેતરમાં જિલ્લાના કોરોના સહીતની સુંદર કામગીરીને ધ્યાને લઈ, 103 પોલીસ કર્મચારીઓને આશરે બે માસ પૂર્વે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા પ્રમોશન આપવામાં આવ્યા હતા.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે બાબતને લક્ષમાં લઇ, ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા, સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા તાલુકા સહિતના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 56 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરીક બદલી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત જિલ્લાના અનાર્મડ એ.એસ.આઈ., અનાર્મડ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક પોલીસને પોતાના હાલના ફરજના સ્થળ પરથી તાકીદની અસરથી છૂટા થઈ, બદલીવાળી જગ્યાએ હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.