Sunday, October 11, 2026
Home Blog Page 365

દ્વારકા તાલુકાના ધીણકી ગામમાં જુગારની મીની ક્લબ પર એલસીબીનો દરોડો : 8ની ધરપકડ: રૂા.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

0

દ્વારકા તાલુકાના ધીણકી ગામમાં જુગારની મીની ક્લબ પર એલસીબીનો દરોડો : 8ની ધરપકડ: રૂા.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

દ્વારકા: દ્વારકા તાલુકાના ધીણકી ગામની સીમમાં આરોપી નં. 1 ની વાડીના મકાને જૂગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી રોકડા રૂ. 60,670 તથા મોબાઇલ ફોન નંગ 8 કિ. રૂ. 8,પ00 તથા ફોર વ્હીલ વાહન ગાડી નં. 1 કિ. રૂ. 3,00,000 તથા ટુ વ્હીલર વાહન નંગ-1 કિ. રૂ. 40,000 મળી કુલ રૂ. 4,09,170 ના મુદામાલ સાથે (1) ખેરાજભા દેવાભા સુભણીયા ઉ.પ6 રહે. ધીણકી સીમ હાલ રે. ટી. વી. સ્ટેશન, (ર) ભાવેશભાઇ ભરતભાઇ રાડીયા ઉ.46 રહે. ઓખા નવી બજાર પંચાયત કવાર્ટર, (3) કચરાભાઇ હમીરભાઇ વારસાકીયા ઉ.60 રહે. મોજપગામ (4) કાંતીભાઇ હરજીભાઇ ગોહીલ ઉ.6ર રહે. આરંભડા જય અંબે સોસાયટી (પ) મુકેશભાઇ માધાભાઇ ભરડવા ઉ.પ8 રહે. મીઠાપુર ગોલ્ડન જયુબેલી 33, (6) ભરતભાઇ રણછોડભાઇ તાવડીવાલા ઉ.પ6 રહે. મીઠાપુર ન્યુ હાઉસીંગ કોમ્પલેકસ -111, (7) અમીતભાઇ નલીનભાઇ ભુંડીયા ઉ.3પ રહે. ઓખા નવી નગરી જલારામ સોસાયટી સામે, (8) નેહાબેન વા/ઓ નગાભાઇ ચાવડા ઉ.37 રહે. દ્વારકાધીશ સોસાયટી, દ્વારકાને ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં એલ. સી. બી. પો. ઇન્સ. જે. એમ. ચાવડાનાઓની સુચના મુજબ પો. સ. ઇ. એસ. વી. ગળચર, પી. સી. શીંગરખીયા, એ. એસ. આઇ. અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, દેવસીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જીતુભાઇ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા તથા ઓખા મરીન પો. સ્ટે.ના મહીલા હેડ કોન્સ. રામીબેન કંરગીયા જોડાયા હતાં.

નવાગામ ઘેડમાં રહેતા વિપ્ર વૃદ્ધને કલ્યાણપુરમાં મારી નાખવાની ધમકી આપતા ત્રણ કૌટુંબિક ભાઇઓ…!

0

કલ્યાણપુરમાં વિપ્ર વૃદ્ધને મારી નાખવાની ધમકી આપતા ત્રણ કૌટુંબિક ભાઇઓ…!

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામના મુળ વતની અને હાલ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા જીવરાજભાઈ ગોવિંદભાઈ ઠાકર નામના 60 વર્ષના વૃદ્ધે હાબરડી ગામના ગંગારામભાઈ કારૂભાઈ ઠાકર, વિજયભાઈ કારૂભાઈ ઠાકર અને પ્રવિણભાઈ કારૂભાઇ ઠાકર નામના ત્રણ શખ્સો સામે બિભત્સ ગાળો કાઢી, પથ્થરનો ઘા મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જીવરાજભાઈના શેઢા પરના લીમડાના ઝાડને આરોપીઓ દ્વારા કાપી નાખવામાં આવતા જીવરાજભાઈ આરોપીઓને “લીમડાનું ઝાડ શું કામ કાપ્યું?”- તેમ કહેતા ઉશ્કેરાઇને આરોપીઓએ હુમલો કરી, ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા સાસરીયાઓ : ફરિયાદ થતા ઘરને તાળું માર્યાં વગર ફરાર.

0

મીઠાપુર પંથકમાં પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકનાર સાસરીયાઓ સામે ફરિયાદ.

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરંભડા વિસ્તાર ખાતે હાલ રહેતી અને ખેંગારભાઈ ધનાભાઈ લઘાની 28 વર્ષીય પુત્રી ભાવનાબેન દેવજીભાઈ દાફડાએ મીઠાપુર ટાઉનશીપ ખાતે રહેતા તેણીના પતિ દેવજી રામજીભાઈ દાફડા, પુંજીબેન રામજીભાઈ દાફડા અને ભારતીબેન દિનેશભાઈ મિયાત્રા નામના ત્રણ સાસરીયાઓ સામે તેણીના લગ્નજીવન દરમિયાન કરિયાવર બાબતે તથા નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, વિવિધ પ્રકારે ત્રાસ ગુજાર્યો હતો.

એટલું જ નહીં, તાજેતરમાં ભાવનાબેન સાથે તેણીના પતિએ ઝઘડો કરી, ઢીકા-પાટુનો માર મારી અને તેની દીકરી સાથે પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુકી હોવાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુલાબનગરમાં જુગારના રંગમાં પોલીસનો ભંગ : પાંચ મહિલા સહિત 7ની ધરપકડ, એક મહિલા ફરાર.

0

ગુલાબનગરમાં જુગારના રંગમાં પોલીસનો ભંગ : પાંચ મહિલા સહિત 7ની ધરપકડ, એક મહિલા ફરાર.

જામનગર: જામનગરના સીટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગુલાબનગર નજીક રંગમતી પાર્ક શેરી નંબર -1 માં ચબુતરા પાસે કેટલાક સ્ત્રી-પુરુષો એકત્ર થઇને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે દરોડો પાડતા પાંચ મહિલા અને બે પુરુષ જુગાર રમતાં ઝડપાયા હતા જયારે એક મહિલા ફરાર થવામાં સફળ રહી હતી.

આ દરોડા સમયે પોલીસે પૂજાબેન હિતેશભાઈ ભુવા, મેરુનબેન મામદભાઇ ખફી, મુમતાજબેન સિદિકભાઈ ખફી, ટીનાબેન નાનજીભાઈ વાઘેલા, ઉપરાંત હુસેન સતારભાઈ મેમણ, અને શબ્બીર કાસમ પીંજારા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 25,350 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ ઉપરાંત પોલીસના દરોડા દરમિયાન શાંતાબેન શેઠિયા નામની એક મહિલા પોલીસને જોઈને ભાગી છૂટી હોવાથી તેણીને ફરારી જાહેર કરી છે, અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નવાગામ ધેડમાં પત્ની માવતરે ચાલી જતા એકલવાયા જીવનથી કંટાળી યુવાની આત્મહત્યા.

0

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી યુવાની આત્મહત્યા.

જામનગર: જામનગર નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની બાજુમાં રહેતા કિશોર ગોવાભાઇ ચાવડા નામનાં 45 વર્ષના યુવાને ગઇકાલે મોડી સાંજે પોતાના ઘેર પંખામાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ જેસાભાઇ ગોવાભાઇ ચાવડાએ પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે પોતે છેલ્લા ચારેક માસથી માનસિક બીમારીથી પીડાતો, હતો અને તેની દવા પણ ચાલુ છે.

જ્યારે આજથી એકાદ મહિના પહેલા તેની પત્ની માવતરે જતી રહી હોવાથી પોતે એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી તનાવમાં રહીને આખરે ગઈ કાલે આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. સીટી બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

બેડીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું : 6 ઘાયલ.

0

બેડીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું : 6 ઘાયલ.

જામનગર: જામનગરમાં બેડી વિસ્તારમાં આઝાદ ચોક માં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અકબર નુરમામદભાઈ વાઘેર નામના 43 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના અસગર ઉપર તેમજ ઝીન્નતબેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા ઈકબાલ ઈબ્રાહીમ છરેચા, અબ્બાસ અયૂબ તથા નિયાઝ ઇકબાલ છરેચા સામે ફરિયાદ નોંધાવી છે. જૂની અદાવતના કારણે મનદુખ રાખી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જ્યારે સામાપક્ષે ઈકબાલ ઈલિયાસભાઈ છરેચા એ પોતાના ઉપર તેમજ નીયાજ અને ગુલામ હુસેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી પહોંચાડવા અંગે પાડોશી હનીફ ઈબ્રાહીમ શેખ, કાદર હનીફ તથા અકબર નુરમામદ શેખ વગેરે સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને જી જી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

જામનગર જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની ASI તરીકે બઢતીના આદેશ આપતા એસ.પી. ભદ્રન.

0

જામનગર જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની એ.એસ.આઇ. તરીકે બઢતીના આદેશ આપતા એસ.પી. ભદ્રન.

જામનગર: જામનગર જીલ્લા પોલીસવડા દીપન ભદ્રનને જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની બઢતીના આદેશ જાહેર કર્યા છે.

જેમાં 7 કર્મચારીઓ અનાર્મ હે.કો. હોય તેઓને અનાર્મ એ.એસ.આઇ તરીકે બઢતી આપી છે જયારે 11 અનાર્મ પો.કો. ને અનાર્મ હે.કો. તરીકે બઢતીના આદેશ જાહેર કર્યા છે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટી વિભાગના તા.22-7-2013ના પરિપત્ર મુજબની જોગવાઇ મુજબ બઢતી માટે નિયત સીસીસીની પરિક્ષા પાસ કરી હોય, તેમજ જે કર્મચારીઓએ નિયત તારીખે 50 વર્ષની ઉમર પૂર્ણ કરેલ હોય તેઓને જ બઢતી આપવામાં આવેલ છે.

બઢતી પામેલ કર્મચારીઓની યાદી પ્રસ્તુત કરવામાં આવતા પોલીસ બેડામાં આનંદની લહેર.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો સપાટો : અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ 10 પરપ્રાંતીય શખસને ઝડપી લેતી પોલીસ.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો સપાટો : અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ 10 પરપ્રાંતીય શખસને ઝડપી લેતી પોલીસ.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ અપહરણ, દારૂ, છેતરપિંડી સહિતના જુદા-જુદા ગુનાઓ આચરીને છેલ્લા બે દાયકાથી સમયાંતરે ફરાર થઈ ગયેલા પરપ્રાંતીય એવા દસ શખ્સોને જિલ્લા પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કાયદાકીય રીતે કડક અને નોંધપાત્ર કામગીરી કરવા માટેનું બીડું ઝડપવામાં આવ્યું છે. તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, સમીર સારડા તથા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા સાથે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની ટીમ દ્વારા ખંભાળિયામાં છેતરપિંડી સહિતના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા રૂપલાલ કિસનજી પટેલ (ઉ.વ. 50, રહે. રાજસ્થાન), દ્વારકાના દારૂ પ્રકરણના છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્રસિંહ મધુસિંહ સતાહત (રહે. રાજસ્થાન), ભાણવડના દારૂ પ્રકરણમાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપી મનોજકુમાર સુરેન્દ્રસિંહ કપૂર (ઉ. વ. 58, રહે. રાજસ્થાન), ભાણવડના કલમ 406, 420 ના ગુના સબબ છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ કૈલાશચંદ્ર ગોપુરામ જોષી (ઉ.વ. 52, રહે. રાજસ્થાન) અને ચંદ્રકાંત જંપાલાલ જોશી (ઉ.વ. 42, રાજસ્થાન), ખંભાળિયાના કલમ 406, 420 ના ગુના સબબ છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી જીવણનાથ શક્તિનાથ ઝા (ઉ.વ. 62, રહે. ઉત્તરપ્રદેશ), દ્વારકા પોલીસ મથકના ગુનાના છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપી પારુભાઈ પીંદીભાઈ મેડા (ઉ.વ. 45, રહે. મધ્યપ્રદેશ), ભાણવડના અપહરણ પ્રકરણના છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓ ગુડો ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે રમેશ લક્ષ્મણભાઈ સુભાન(ઉ. વ. 28, હાલ રહે. રાણાવાવ, મુળ યુ.પી.) અને મહેશ ઉર્ફે મયો રામસિંગભાઈ બામનીયા (ઉ.વ. 22, રહે. ભાણવડ, મૂળ એમ.પી.) તેમજ ઓખા મરીન પોલીસ મથકના અપહરણ તથા બળાત્કાર પ્રકરણના છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપી અજય કાશીરામ નીરાલે (ઉ.વ. 28, રહે. પોરબંદર, મુળ એમ.પી.) નામના કુલ દસ શખસોને જુદા જુદા વિસ્તારોમાંથી દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ મુદ્દામાલ કબજે કરી, રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે. જે માટે સ્થાનીક પોલીસ મથકના અધિકારીઓ- સ્ટાફની નોંધપાત્ર કામગીરીને જિલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ નોંધપાત્ર અને પડકારરૂપ કામગીરી માટે દ્વારકા મંદિર વ્યવસ્થાના પી.એસ.આઈ. જી.જી. ઝાલા, ખંભાળિયાના પી.એસ.આઈ. આર.એમ. મુંધવા, ભાટીયાના પી.ડી. વાંદા, એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, સાથે સ્ટાફના સલાયાના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, ખંભાળિયાના વિરેન્દ્રસિંહ જાડેજા, સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, મશરિભાઈ ભારવાડિયા, સહદેવસિંહ જાડેજા, રવિ નાગેશ, રોહિત થાનકી સહિતના સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

જામનગર શહેરમાં આત્મહત્યાના ત્રણ બનાવથી અરેરાટી.

0

જામનગર શહેરમાં આત્મહત્યાના ત્રણ બનાવથી અરેરાટી.

ભીમવાસમાં આર્થિક તંગીના કારણે યુવાનની આત્મહત્યા.

ગોકુલનગર વિસ્તારમાં યુવાનનો પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત.

ઢીંચડા રોડ પરથી સોસાયટીમાં અગમ્ય કારણસર યુવાને આયખું ટુંકાવ્યું

જામનગર: જામનગરના ભીમવાસમાં આર્થિક તંગીના કારણે યુવાને ફીનાઈલ પીધાં બાદ ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે તિપતિ સોસાયટી વિસ્તારમાં એક યુવાને કોઈકારણોસર ઝેરી દવા પી લઈ મોત મીઠું કરી લીધું હતું અને ગોકુલનગરમાં દારુ પીવા માટે પત્નીએ પૈસા નહીં આવતાં લાગી આવવાથી બિહારી યુવાને આપઘાત કરી લીધો હતો.

બીજો બનાવ: જામનગરના ગોકુલનગર, સાયોના શેરીમાં રહેતાં અને મૂળ બિહારના શાહપુર, સહજોલી ગામના વતની રાજેશ્ર્વરકુમાર હરીકિશન ચૌધરી (ઉ.વ.22) નામના યુવાન ભાડે મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતાં હોય અને મજૂરી કરીને ગુજનાર ચલાવતાં હતાં. દરમિયાન પોતાને દારુ પીવાની ટેવ હોય જેથી ગઈકાલ બપોરના સમયે દારુ પી ને પીધેલી હાલતમાં પોતાની પત્ની પાસે દારુ પીવા માટે પિયા માંગ્યા હતાં. પત્નીએ નહીં આપતાં લાગી આવ્યું હતું, સાંજના સુમારે મકાનમાં રુમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની મેળે છતના પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સંજુબેન રાજેશ્ર્વરકુમાર ચૌધરી દ્વારા સિટી ‘સી’ ડિવિઝનમાં કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

ત્રીજો બનાવ: જામનગરના ઢીંચડા રોડ, તિરુપતિ સોસાયટી પાછળ, પુષ્કર પાર્ક ખાતે રહેતાં રામાભાઈ વીરમભાઈ કારિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈપણ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની જાણ માંડણભાઈ કારિયા દ્વારા સિટી ‘બી’માં કરવામાં આવતાં બનાવ પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ લંબાવાઈ છે.

જામનગર જીલ્લા કલેકટર,મ્યુ. કમિશ્ર્નર અને ડીડીઓ તરીકે નવા અધિકારીઓની નિમણુંક.

0

જામનગર જીલ્લા કલેકટર,મ્યુનિ. કમિશ્ર્નર અને ડીડીઓ તરીકે નવા અધિકારીઓની નિમણુંક.

કલેકટર રવિશંકરની કામગીરી જામનગર માટે સદા યાદગાર રહેશે

રાજય વહિવટીતંત્રમાં ધરખમ ફેરફાર : 77 આઇએએસની બદલી.

જામનગર જીલ્લા કલેકટર તરીકે ડો. સૌરભ પારઘી.

જામનગર મ્યુનિશિપલ કમિશ્ર્નર તરીકે વિજય ખરાડી.

જામનગર જીલ્લા વિકાસ અધિકારી તરીકે મીહિર પટેલ.

ગાંધીનગર: ગુજરાતના વહિવટીતંત્રમાં આજે મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે.

જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે.

આ બદલીમાં જામનગરના જીલ્લા કલેકટર રવિશંકર અને ડીડીઓ વીપીન ગર્ગનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

જામનગર જીલ્લાના નવા કલેકટર તરીકે ડો. સૌરભ પારઘી તથા જામનગર મ્યુનિ. કમિશ્ર્નર તરીકે વિજય ખરાડી અને ડીડીઓ તરીકે મીહિર પટેલની નિમણુંક કરવામાં આવી છે.

અન્ય બદલીઓની ટુંકી વિગત
ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માને લેબર અને રોજગારના મુખ્ય સચિવ બનાવાયા
મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા.
રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા.
એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર બનાવાયા.
નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશનર બનાવાયા.
અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો.
આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર બનાવાયા
સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા.
રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેક્ટર તરીકે બદલી
એમ.વાય દક્ષિણી મહેસાણાના ડીડીઓની આણંદના કલેક્ટર તરીકે બદલી.
ડો.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશનરમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી.
કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી.
દાહોદ કલેક્ટર વિજય ખરા઼ડીની જામનગર મનપા કમિશનર તરીકે બદલી
પાટણના ડીડીઓ ડી.કે. પાખેની વડોદરા મનપાના રિજનલ કમિશનર તરીકે બદલી
રાજકોટના ડે.મનપા કમિશનર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી
ખેડા નડિયાદના ડીડીઓ કેલ. બછાનીની ખેડા નડિયાદ કલેક્ટર તરીકે બદલી.
ગીરસોમનાથના કલેક્ટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગના ચીફ પર્સનલ ઓફિસર તરીકે બદલી.
જૂનાગઢના કલેક્ટર ડો.પારધીની જામનગરના કલેક્ટર તરીકે બદલી.
અમરેલીના કલેક્ટર આયૂષ ઓકની સુરતના કલેક્ટર તરીકે બદલી.
સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની ગૃહ વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી.
છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી.
પીજીવીસીએલના એમડી શ્વાત તેઓતિયાની અરવલ્લી મોડાસાના ડીડીઓ તરીકે બદલી
ડાંગના ડીડીઓ વઢવાણિયાની કલેક્ટર તાપી તરીકે બદલી.
અરવલ્લી મોડાસાના કલેક્ટર ઓરંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી.
પંચમહાલ ગોધરાના કલેક્ટર અમિત અરોરાની રાજકોટ મનપા કમિશનર તરીકે બદલી
બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તાની અગ્રવિકાસ કમિશનર તરીકે બદલી.
ભાવનગરના કલેક્ટર મકવાણાના અમરેલી કલેક્ટર તરીકે બદલી.
જૂનાગઢ મનપા કમિશનર સુમેરાની બોટાદ કલેક્ટર તરીકે બદલી.
વડોદરાના ડીડીઓ કિરણ ઝવેરીની રાજ્ય વેરા વિભાગના અગ્ર કમિશનર તરીકે બદલી
અમદાવાદના ડીડીઓ મહેશ બાબુની રાજકોટ કલેક્ટર તરીકે બદલી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.