Sunday, October 11, 2026
Home Blog Page 364

જામનગરના ચકચારી કથિત યૌન શોષણ કેસમાં : બે સુપરવાઇઝરોની ધરપકડ : કોર્ટમાં રજૂ કરાયા.

0

જામનગરના ચકચારી કથિત યૌન શોષણ કેસમાં : બે સુપરવાઇઝરોની ધરપકડ : કોર્ટમાં રજૂ કરાયા.

એક અઠવાડિયા બાદ ચકચારી જાતીય શોષણ મામલે દોષીતો પર કાર્યવાહી શરૂ.

જામનગર:
જામનગરની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટો સાથે જાતિય સતામણીના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકારના આદેશ થયા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કયા કારણોસર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી? ત્યારે હવે આ ચકચારી પ્રકરણમાં મહિલા અટેન્ડન્સ યૌન શોષણ મામલે પોલીસ ફરિયાદ શરૂ થઇ છે.

પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી આ મામલે અતિ મહત્વના પુરાવા એકત્ર કર્યા બાદ એફ.આર.આઇ. નોંધવાનું શરૂ છે. આ મામલે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ રહી છે.

પોલીસ હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બે સુપરવાઇઝરોની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, એક અઠવાડિયા બાદ દોષીતો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પ્રકરણમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિ બાદ રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો હતો પરંતુ તે છતા આ પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ ન હતી તેમજ જામનગર મહિલા ન્યાય મંચ દ્વારા ચકચારી પ્રકરણમાં આજે સવારે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા ઉગ્ર માંગણી કરી હતી.

રાજ્યભરમા ચકચારી બનેલા જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60થી વધુ એટેન્ડન્ટ યુવતીઓ સાથે જાતિય સતામણી કરાયાનું એલ.બી. પ્રજાપતિ સહિતના શખ્સો વિરૂદ્ધ કલેકટરને પાઠવેલા આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ આ પ્રકરણમાં વધુ ગરમાયું હતું. ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંસ્થાઓ અને સંગઠનો પીડિતાઓના સપોર્ટમાં આવ્યા હતાં. આ પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિ નિમવાના આદેશ બાદ પ્રાંત અધિકારી, એએસપી અને ડીનની સમિતિએ પીડિતોના નિવેદનો લઈ કલેકટરને રિપોર્ટ સોંપ્યો હતો.

દરમિયાન જામનગર મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન શેઠ અને સહપ્રણેતા એડવોકેટ કોમલબેન ભટ્ટ અને નિમિષાબેન ત્રિવેદી, રચનાબેન નંદાણિયા, સોનલબેન નાણાવટી સહિતનાઓએ પીડિતાઓને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવું હિંચકારૂ કૃત્ય ન થાય તે માટે પોલીસવડાને આવેદનપત્ર પાઠવી આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.

દેવી-દેવતાઓ અને ધર્મના અપમાન મુદ્દે હિન્દુ સેના મેદાને.

0

દેવી-દેવતાઓ અને ધર્મના અપમાન મુદ્દે હિન્દુ સેના મેદાને.

જામનગરમાં વેપારીઓની દુકાનોની આસપાસ, બિલ્ડીંગો, શાળા- કોલેજો, કોમ્પ્લેક્ષોની દિવાલો પરથી દેવી-દેવતાના પોસ્ટરો કે ટાઇલ્સ લગાવેલ હશે તેને તા. 30 જૂન- 2021 સુધી હટાવી લેવા ‘હિન્દુ સેના’નું અલ્ટીમેટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરમાં અનેક સ્થળો, કોમ્પલેક્ષો, બિલ્ડીંગો અને વેપારીઓ તેમજ નાના મોટા બંગલાઓની આસપાસની દિવાલો કે રસ્તાઓની બાજુની દિવાલો ઉપર કોઇ થુકે નહીં, કોઇ મળમૂત્ર કરે નહીં તે માટે ભગવાનના ફોટાઓ કે ટાઇલ્સો લગાવી દીધેલ છે.

જે અયોગ્ય છે એટલું જ નહીં આપણા હિન્દુ ધર્મમાં શ્રધ્ધાનું કેન્દ્ર કહી શકાય તેવી ધર્મસૂચક નિશાની કે ભગવાનના ફોટાને અને ટાઇલ્સો લગાવી હિન્દુ દેવી દેવતા તેમજ હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે. ધર્મનું અપમાન કરનારાને સબક મળવો જ જોઇએ.

છોટીકાશી કહેવાતા જામનગર શહેરમાં અંગત સ્વાર્થને લઇ આમ દેવી દેવતાઓની ટાઇલ્સ કે ફોટા લગાવી ધર્મનું અપમાન કરનારા સામે હિન્દુ સેનાએ રોષ વ્યકત કર્યો છે.

વેપારીઓની દુકાનોની આસપાસ, બિલ્ડીંગો, શાળા- કોલેજો, કોમ્પ્લેક્ષોની દિવાલોમાં જો દેવી દેવતાના પોસ્ટરો કે ટાઇલ્સ લગાવેલ હશે તેને તા. 30 જૂન- 2021 સુધી હટાવી નાખવું તેવું અલ્ટીમેટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ઉપસ્થિતીમાં લેવાયેલ નિર્ણયમાં શહેર પ્રમુખ દિપક પિલ્લે, ધીરેન નંદા, ગુંજ કારીયા, મયુર ચંદન, યશવંત ત્રિવેદી સહિતના સૈનિકોએ આપેલ છે.

જો આ હિન્દુ દેવી-દેવતાને અપમાનીત કરતી ટાઇલ્સો કે પોસ્ટરો નહીં હટાવવામાં આવે તો હિન્દુ સેનાના મયુર ચંદનની બટાલીયન દ્વારા જાતે હટાવવાનો આરંભ થશે તેમ હિન્દુ શહેર પ્રમુખ દિપ પિલ્લેની યાદીમાં જણાવાયું છે.

જામનગરમાં બે યુવાનો ઉપર 9 સુમરા શખસનો હિચકારો હુમલો.

0

જામનગરમાં બે યુવાનો ઉપર 9 શખસનો હિચકારો હુમલો.

જૂની અદાવતમાં રણજીતસાગર રોડ ઉપર ધોકા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:  જામનગર ના રણજીત સાગર રોડ પરથી બાઈક પર પસાર થઇ રહેલા બે યુવાનો પર જૂની અદાવતના કારણે નવ જેટલા શખ્સો તૂટી પડયા હતા, અને ધોકા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસે નવ આરોપીઓની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા અબ્દુલ કાસમભાઈ ખફી નામના બ્રાસપાર્ટના ધંધાર્થિ એ પોતાના ઉપર તેમજ પોતાના બાઈકમાં પાછળ બેઠેલા સાબીર નામના યુવાન પર લાકડાના ધોકા- લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર કરી નાખવા અંગે જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા ઇમરાન અબુભાઈ, મુસ્તાક મહમદ ખફી, હાજી ઉર્ફે કયૂમ બસીરભાઈ ખીરા, અને મહેબૂબ ઉપરાંત અન્ય ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

બંને ઈજાગ્રસ્તોને 108ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૂની અદાવતના કારણે આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કર્યું છે. સીટી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા યુવાનને માર માર્યાની ફરિયાદ.

0

જામનગરમાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા યુવાનને માર માર્યાની ફરિયાદ.

જામનગર: જામનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અફજલ મહમદ હનીફ સમા, ઉ.વ. 25 રે. કાલાવડ નાકા બહાર હાપા રોડ, મકવાણા સોસાયટી જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે

કે, તા.17-6-21ના ફરીયાદી અફજલ એ આરોપી સર્ફરાજ મુબારક બાદશાહ ઉર્ફે જર્મન રે. જામનગરવાળાને અગાઉ ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા આરોપી સર્ફરાજ એ ફરીયાદી અફજલને ભુંડી ગાળો આપી લાકડાના ધોકા વડે જમણા હાથની કોણીમાં ફેકચર કરી વાસાના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવા સબબ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ છે.

 

લાલપુરમાં ફિલ્મી સ્ટાઇલથી યુવાનની કારનો પીછો કરી હત્યાની કોશિશ.

0

લાલપુરમાં ફિલ્મી સ્ટાઇલથી યુવાનની કારનો પીછો કરી હત્યાની કોશિશ.

હથિયારોથી જીવલેણ હુમલો કરાયો: પાંચ સામે ફરિયાદ.

જામનગર: લાલપુરના રાંધણવા નદીના બેઠા પુલ પાસે મચ્છીનો ધંધો કરતા યુવાનની કારનો પીછો કરીને આજે તને પૂરો કરી નાખવો છે… તેમ કહીને હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કયર્નિી મોટી પાનેલી ગામના પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ઉપલેટાના મોટી પાનેલી ગામમાં આવેલા મોહન નગરમાં રહેતા અને મચ્છીનો ધંધો કરતા રિઝવાન અબ્દુલભાઈ જુણેજા ઉમર વર્ષ 27 તથા આરોપીના પરિવારના સભ્યો વચ્ચે અગાઉ બોલાચાલી થતાં મારામારી થઈ હતી જેનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદે મંડળી રચીને ગઈકાલે કુવાડા, પાઇપ જેવા હથિયારો ધારણ કરીને ફરિયાદી યુવાનની કાર નો આરોપીઓએ સ્વીફ્ટ કાર નંબર જીજે 12 કે 5 97 નો પીછો કરી લાલપુરના રાંધવા નદીના બેઠા પુલ પાસે આંતરી લીધો હતો.

આ વેળાએ રિઝવાન ભાઈની કાર પલટી ખાઈ જતા તેઓ બહાર નીકળતા આરોપી એ આજે તો આને પૂરો જ કરી નાખવો છે જીવતો છોડતા નહીં.. તેમ કહીને અપશબ્દો બોલી કુહાડા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરીને હેમરેજ, ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

રિઝવાન ભાઈ એ આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ઈકબાલ વલીમામદ સફીયા, અશરફ વલીમામદ સફીયા, ઇસ્માઇલ મુસા સોરા, રજાક ઇસ્માઇલભાઇ સોરા, અને હારુન સ્માઈલ સોરા, રે બધા ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના આ પાંચ વિરૂદ્ધ આઈપીસીની કલમ 307, 325, 323, 504, 143, 147, 148, 149 તથા જી.પી.એ.કલમ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવતા આ અંગેની તપાસ લાલપુર પીએસઆઈ ડી એસ વાઢેર ચલાવી રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી : ઘરની ચાર દીવાલોમાં શું ખાશે કે પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં : અરજદાર

0

ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી : ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં : અરજદાર

અમદાવાદ: દારૂબંધીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સુનાવણી ચાલી રહી છે.

અરજદારોની હાઈકોર્ટમાં રજૂઆત, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં.

બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નહીં.

બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસી આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નહીં. ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નહીં. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું, દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

અરજદારોની રજૂઆત છે કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. એડવોકેટ જનરલે કહ્યું, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત છે કે,કોન્સ્ટીટ્યુટ એસેમ્બલીની ડિબેટ્સ માં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા.

બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કેસ સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે, તેવી અરજદારોની રજુઆત કરી હતી.

દારૂની વ્યાખ્યા મુદ્દે કોર્ટે પૂછ્યા સવાલ, દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલુ હોય તો તેને ઇન્ટોક્સીકેન્ટીગ લીકર ગણાય એ પણ સરકારે કાયદામાં જાહેર નહીં કર્યું હોવાનું ચીફ જસ્ટિસનું અવલોકન છે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ૫૦ બહેનોને સિલાઈ મશીન વિતરિત કરાયા.

0

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ૫૦ બહેનોને સિલાઈ મશીન વિતરિત કરાયા.

સમાજના દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા. ૨૨ જૂન, શ્રી લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા જામનગરની ૫૦ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન વિતરિત કરવામાં આવ્યા હતા. 

આ તકે રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી આવી સેવા સંસ્થાઓના નેજા હેઠળ સમાજના ઉત્થાન કાર્ય આદર્શ રીતે થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના માટે તો કાર્ય કરતું જ હોય છે પરંતુ સમાજ માટે મદદરૂપ થવું એ અત્યંત પ્રશંસાપાત્ર છે. વળી, રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સમાજના દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનવા માટે કટિબધ્ધ છે. આ પ્રયાસોમાં સેવા સંસ્થાઓનું જોડાણ ‘સોને પે સુહાગા’ જેવું છે.

આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તથા શ્રી લોહાણા મહિલા સેવા સમાજ સંસ્થાના વડા શ્રી સુલોચનાબેન તન્ના તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

જામનગર જિલ્લા જેલમાં આરોગ્ય અને જિલ્લા જેલના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પ યોજાયો : કેદીઓનું 100 % રસીકરણ.

0

જામનગર જિલ્લા જેલમાં કેદીઓનું 100% રસીકરણ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરની જિલ્લા જેલમાં હાલ 468 કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે.

જે તમામનું વેંકશિનેશન જુદા જુદા પાંચ તબક્કાઓમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અને વેક્સિનેશન ની પ્રક્રિયા જિલ્લા જેલમાં 100 ટકા થઈ છે. હાલમાં એક પણ કેદી સંક્રમિત નથી, જ્યારે એક વર્ષ દરમિયાન કોઈપણ કેદીનું કોરોના થી મૃત્યુ થયું નથી.

જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા અને પાકા કામના કુલ 468 જેટલા કેદીઓને કોરોના વેક્સિન નો ડોઝ આપવા માટે ના અત્યાર સુધીમાં જુદા જુદા તબક્કાઓ હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં આજે અંતિમ તબક્કામાં બાકી રહેલા 47 કેદીઓને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વેક્સિનેશન સૌપ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

જેથી જિલ્લા જેલમાં વેક્સિનેશન નો કાર્ય સો ટકા પૂર્ણ થયું છે. 25થી વધુ કેદીઓ સંક્રમિત થયા હતા. જોકે તમામ કેદી હાલ કોરોના મુક્ત બની ગયા છે, અને એક પણ કેદી કોરોના ની સારવાર હેઠળ નથી.

જી.જી.હોસ્પિટલ યૌન શોષણ કાંડમાં મહિલા સંસ્થાઓ ‘આર-પાર’ના મુડમાં : FIR નોંધવા માંગણી.

0

જી.જી.હોસ્પિટલ યોન શોષણ કાંડમાં મહિલા સંસ્થાઓ ‘આર-પાર’ના મુડમાં.

લાલ બંગલા સર્કલ પર મહિલા ન્યાય મંચ દ્વારા ધરણાં, પોલીસ ફરિયાદ નોંધવા માંગણી.

જામનગર : જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કથિત યૌન શોષણના મામલામાં રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો કરાયા પછી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી કમિટી દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે, અને તેનો વિસ્તૃત અહેવાલ જિલ્લા કલેકટરને સુપરત કરી દેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા યૌન શોષણ મામલે જિલ્લા કલેકટરને તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરવા માટેની સુચના આપવામાં આવ્યા પછી જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારી આસ્થા ડાંગરની રાહબરી હેઠળ ની કમિટીની રચના કરવામાં આવી હતી.

જેમાં શહેર વિભાગના એએસપી નિતેશ પાંડે તેમજ ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ જોડાયા હતા. જે ત્રણેયની કમિટી દ્વારા જીજી હોસ્પિટલ ના હંગામી મહિલા કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા, અને તે સમયનો વિડીયો રેકોર્ડિંગ પણ કરાવી લીધા હતા. જે સમગ્ર નિવેદનો સાથે ની ફાઈલ તેમજ રેકોર્ડિંગ વગેરે સાહિત્ય સાથેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી લેવામાં આવ્યો હતો, અને આજે જામનગરના જિલ્લા કલેકટરને સુપ્રત કરી દેવાયો છે.

વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી કમિટી મારફતે પ્રાથમિક તપાસની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે.

ત્યારે હવે જિલ્લા કલેકટર દ્વારા આ મામલામાં શું પગલાં લેવામાં આવે.

જામનગરના ચકચારી બળજબરીથી સોનુ કાઢવવા અને મની લેન્ડર્સ કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુરી કરતી અદાલત.

0

જામનગરના ચકચારી બળજબરીથી સોનુ કાઢવવા અને મની લેન્ડર્સ કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુરી કરતી અદાલત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગરના જાણીતા બોક્સાઈટના ધંધાર્થી અરવિંદભાઈ જમનાદાસ પાબારી દ્વારા ટુંકમા એ મતલબની ફરીયાદ નોધાવવામાં આવેલ કે, આ કામના ફરીયાદીના પુત્ર જય પાબારી આ કામના આરોપી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દેવેન્દ્રસિહ ખાનુભા પરમાર પાસેથી અઢીએક વર્ષ પેહલા વ્યવસાય અર્થે રૂા.25,00,000/- દર માસે 10 ટકા ના વ્યાજે લીધેલ હોઈ જેનું કટકે કટકે ફરીયાદીના દીકરાએ વ્યાજ ભરેલ હોય અને બાદમાં તા.30/07/2019ના રોજ ડરને લીધે જય ઘર મુકીને ક્યાંક જતો રહેલ હોય બાદમાં થોડા માસ બાદ આરોપી દેવેન્દ્રસિંહ પરમાર ફરીયાદીના ઘરે જઈને તથા તેના પરિવારને મારી નાખવાનો ડર બતાવીને રૂ.5,00,000/- ની કિમત્તનુ સોનું બળજબરીથી કઢાવી લઇ બાદ ફરીયાદીને થોડા દિવસ પહેલા મેસેજ કરી તથા ઘરે જઈને મારી નાખવાની ધમકી આપી બાદ ફોન કરીને પૈસાની પઠાણી ઉઘરાણી કરીને ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.

જેથી પોલીસ દ્રારા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દેવેન્દ્રસિહ ખાનુભા ઉર્ફે ખુમાનસિહ પરમાર વિરૂદ્ધ 1’એ ની કલમ-386, 387, 504, 506 (2) અને મની લેન્ડર્સ એક્ટ કલમ 5, 40, 42 મુજબનો ગુનો નોંધેલ અને ત્યાર બાદ આરોપી દેવેન્દ્રસિંહ ખાનુભા પરમારે પોતાનો બચાવ કરવા અને ફરિયાદી દ્વારા તદન ખોટી અને મનઘડીત ફરિયાદ કરેલ હોય જેથી તેની તટસ્થ તપાસ કરવાની અરજી આપેલ તેમા ફરિયાદીના પુત્ર જય પાબારી વિરુદ્ધ લાખો રૂપિયાના ચેક રીટનના કેસો ચાલતા હોય અને આરોપી દેવેન્દ્રસિહ પરમાર અને જય પાબારી સતત કોન્ટેક્ટમાં હોય તેના ફોનના રેકોર્ડ તથા ફરિયાદી દ્વારા સોનું ક્યારે, કયાંથી, કઈ તારીખે બળજબરીથી કઢાવી લીધેલ તે ફરિયાદમાં જણાવેલ નથી. અને આરોપી દ્વારા 72 લાખની ચેક રીટર્નની કાનૂની નોટીસ ફરિયાદીના પુત્ર જય પાબારી ને મોકલેલ હોય ત્યાર બાદ તેનો બચાવ ઉભો કરવા ખોટી ફરિયાદ કરેલ હોય તે માટે આરોપી દ્વારા અરજી આપવામા આવેલ અને બાદમાં આરોપી દ્વારા તેના વકીલશ્રી મારફત નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફરતા નામદાર સેશન્સ કોઠ દ્વારા આરોપીના વકીલની ઉપરોક્ત તમામ રજુઆતો અને સરકારી વકીલશ્રીની દલીલો તથા અરવિંદભાઈ પાબારી તેના (મૂળ ફરિયાદપક્ષ) દ્વારા રજુ ઘયેલા વાંધાઓ રજુ કર્યા બાદ જામનગરની એડી. સેસન્સ કોર્ટે આરોપીને રે.15,000 ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોક્ત કામે આરોપી દેવેન્દ્રસિંહ પરમાર તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.