Sunday, October 11, 2026
Home Blog Page 363

દરેડ નજીકથી ‘દેશી કટ્ટા’ સાથે પરપ્રાંતિય ઝડપાયો

0

દરેડ નજીકથી ‘દેશી કટ્ટા’ સાથે પરપ્રાંતિય ઝડપાયો.

જામનગર: જામનગર તાલુકાના દરેડ-મસીતીયા રોડ પર આવેલ બજરંગ ફાર્મ પાસેથી મૂળ ઉત્તરપ્રદેશના એક શખ્સને દેશી તમંચા સાથે પંચકોશી બી ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન અને ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કુનાલ દેસાઇની સુચનાને અનુસંધાને જામનગર તાલુકામાં ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા ઇસમોને પકડવા માટે પંચકોશી બી ડિવીઝનના પી.એસ.આઇ. સી.એમ. કારેલીયા, સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દરેડ- મસીતીયા રોડ પર બજરંગ ફાર્મ નજીક એક શખ્સ પાસે હથિયાર છે તે હકિકત મળતા તુરત રેડ પાડી એક ઇસમને ઝડપી પાડેલ તેનું નામ કામ પૂછતાં પોતે પોતાનું નામ સમીર મહમદ સફી અંસારી (ઉ.વ. 23) ધંધો મજુરી રહે. દરેડ અને મુળ રહેવાસી ઇસલામનગર જી. બરેલી ઉતરપ્રદેશ વાળો હોવાનું જણાવેલ અને તેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો (કટો) ચાલુ હાલતમાં મળી આવેલ. આ કામગીરીમાં પી.એસ.આઇ. સી.એમ. કાંટેલીયા સહિત કરણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સુરેશ ડાંગર, હરપાલસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં.

૯યો બોલો..જામનગરની આયુર્વેદીક હોસ્પિટલના ગેઈટ પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા.

0

૯યો બોલો..જામનગરની આયુર્વેદીક હોસ્પિટલના ગેઈટ પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : શહેરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જી.જી.હોસ્પિટલની સામે, સત્યમ હોટલ બાજુ જતા આયુર્વેદીક હોસ્પિટલના ગેઈટ ની પાસે, જાહેરમાં આ કામના આરોપીઓ મનોજ દિપકભાઈ આસવાણી, આરીફ યુસુફભાઈ ધરાણા, સાજિદ ઈકબાલભાઈ રાજવાણી, રાજ દિપકભાઈ ડાભી, જયરાજસિંહ પ્રવિણચંદ્ર વાળા, સિઘ્ધરાજસિંહ હસુભા ઝાલા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.5,710/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામનગરમાં પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની ફરિયાદ.

0

જામનગરમાં પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની ફરિયાદ.

જામનગર: જામનગરના પંચ બી પોલીસ સ્ટેશનમાં કાન્તીલાલ વસરામભાઈ ખાણઘર, ઉ.વ.36, ધંધો : પી.જી.વી.સી.એલ.માં આસીસ્ટનટ તરીકે નોકરી રે. ગોકુલનગર રડાર રોડ, રામનગર શેરી નં.ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘુના ગામે, બાબુભાઈની અનાજ કરીયાણાની દુકાને ફરીયાદી કાન્તીલાલ પોતાની પી.જી.વી.સી.એલ.ની ફરજમાં નાઘુના ગામે ગયેલ હતા ત્યારે આ કામના ફરીયાદી કાન્તીભાઈ નાઘુના ભાગે બાબુભાઈની અનાજ કરીયાણાની દુકાને પાણી પીવા માટે ઉભા હતા ત્યારે આરોપી વિક્રમસિંહ રે. નાઘુના ગામવાળા દુકાને બેઠા હતા. તેને ફરીયાદી કાન્તીલાલ ને કહેલ કે બે દિવસ પહેલા મારો ફોન કેમ ઉપાડેલ નહી તેમ કહી આરોપી વિક્રમસિંહે ફરીયાદી કાંન્તીભાઈને ગાળો બોલી મોઢા ઉપર ઝાપટ મારી પેટમાં મુંઢમાર મારી ફરીયાદી કાન્તીભાઈની સરકારી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે.

રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: જામનગર સહિત રાજયના 18 શહેરમાં રાત્રિ કરફ્યુમાં એક કલાકની રાહત: હવે 10 બાદ લાગુ થશે રાત્રિ કરફ્યુ

રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: જામનગર સહિત રાજયના 18 શહેરમાં રાત્રિ કરફ્યુમાં એક કલાકની રાહત: હવે 10 બાદ લાગુ થશે રાત્રિ કરફ્યુ

લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિને છૂટ, વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત, સિનેમાઘરો ખુલશે

36માંથી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત

રેસ્ટોરન્ટને 9 વાગ્યા સુધી 60 ટકા સિટિંગની ક્ષમતા સાથે મંજૂરી

અંતિમક્રિયા, દફનવિધિમાં 40 લોકોને મંજૂરી

મલ્ટિપ્લેક્સને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે
નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27 જૂનથી અમલ

ગાંધીનગર: રાજય સરકારની આજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે, રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.

આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27મી જૂનથી અમલ કરાશે.

આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

જામનગર જીલ્લાના ત્રણેય આઇએએસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો.

0

જામનગર જીલ્લાના ત્રણેય આઇએએસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો.

જીલ્લા કલેકટર સૌરભ પારઘી, મ્યુનિ. કમિશ્ર્નર વિજય ખરાડી અને ડીડીઓ મીહીર પટેલએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.

જામનગર : થોડા સમય પહેલા ગુજરાત રાજયના વહિવટીતંત્રમાં ધરખમ ફેરફાર થયા હતા અને કુલ 77 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં જામનગર જીલ્લા કલેકટર અને ડીડીઓનો પણ સમાવેશ થયો હતો, જામનગરના મ્યુનિ. કમિશ્ર્નરની પહેલા જ બદલી કરી દેવામાં આવી હતી.

ઉપરોકત્ત આઇએએસ અધિકારીઓના સ્થાને જામનગર જીલ્લા કલેકટર તરીકે ડો. સૌરભ પારઘી, મ્યુનિશિપલ કમિશ્ર્નર તરીકે વિજય ખરાડી અને ડીડીઓ તરીકે મીહીર પટેલની નિમણુંક કરવામાં આવી હતી જેથી આ ત્રણેય આઇએએસ અધિકારીઓએ આજે પોત-પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

જામનગરના નવનિયુકત કલેકટર ડો.સૌરભ પારઘીએ ગઇકાલે બપોર પછી જિલ્લા કલેકરટનો ચાર્જ સંભાળ્યો હતો. કલેકટર કચેરીની વિવિધ શાખાની મુલાકાત લઇ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જામનગરના નવનિયુકત્ત મ્યુનિ. કમિશ્ર્નર વિજય ખરાડીએ પણ આજે પોતાના ચાર્જ સંભાળ્યા બાદ જામનગર મહાનગર સેવા સદનની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી.

ચેક રીટર્નના કેમસાં જામનગરની અદાલતનો સિમાચીહન રૂપી ચુકાદો

0

ચેક રીટર્નના કેમસાં જામનગરની અદાલતનો સિમાચીહન રૂપી ચુકાદો.મીત્ર સંબંધ દાવે આપેલ રકમ ડુબાડવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલ સજા અને 3 લાખનો દંડ ફટકારતી અદાલત.

જામનગર: જામનગરના રહીશ એવા જગદિશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા એ તેમના મીત્ર કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા તે કિશોર ઓટો સર્વિસ ના માલીક ને મીત્ર સંબંધ દાવે તેમની અંગત જરૂરીયાત અર્થે રૂ. 3,00,000/ – અંકે રૂપિયા ત્રણ લાખ પુરા હાથ ઉછીના આપેલ. સમય જતા જગદિશભાઇ ચંદ્રેશાએ આ રકમ ની માગણી કરતા કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા એ ઉછીના લીધેલ નાણ પરત ચુકવવા ચેક આપેલ. જે ચેક રીટર્ન થતા જગદિશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા એ કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા વિરૂઘ્ધ જામનગર મેં. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબ સમક્ષ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની જોગવાઇઓ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફીરયાદ ચાલતા સમયે જગદિશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા ના વકીલ મણીલાલ જી. કાલસરીયા એ સબળ પુરાવાઓ, દસ્તાવેજો અને શાક્ષીઓની જુબાની તથા દલીલો સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની કયદાની જોગવાઇ સાથે અને હાલના કેસ સાથે તુલના કરી ફરીયાદીએ આપેલ મીત્ર સંબંધ દાવેની હાથ ઉછીની રકમ અન્વેનું કાયદેસર નું લેણુ સાબીત કરી આપેલ અને ફરીયાદીના વકીલ ની ધારદાર રજુઆતો અને દલીલો ઘ્યાને લઇ અદાલતે એ ચેક રીટર્ન ના કીસ્સા મા દાખલો બેસે તેવુ ઉદારણ રૂપ અને સિમાચીહન રૂપી ચુકાદો ફરમાવી આરોપી કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા તે કિશોર ઓટો સર્વિસ ના માલીક ને એક વર્ષ ની કેદ તથા ત્રણ લાખ દંડ ની રકમ નો હુકમ કરેલ છે.

આ ચુકદામાં અદાલતે આરોપીને એક વર્ષ ની કેદ તથા ત્રણ લાખ જેટલી રકમ ના દંડ નો હુકમ કરેલ હોય ચુકાદા સમયે નમદાર અદાલતમાં ઘણા વકીલો અને અસીલો ચકચારી કેસ હોવાના કારણે હાજર રહેલ હતા.

આ કામમાં ફરીયાદી તરફ થી જામનગર ના જાણીતા વકીલ મણીલાલ જી. કાલસરીયા, મિતેષ એલ. પટેલ, હરજીવન એમ. ધામેલીયા તથા ગૌરાંગ જી. મુંજપરા અને જે.વી. જાડેજા રોકાયા હતા.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે ધણે અંશે સુધરી જતા સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા સરકારની વિચારણા.!

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે ધણે અંશે સુધરી જતા સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા સરકારની વિચારણા.!

ઓગસ્ટ પહેલા સ્કૂલો ચાલુ થઈ શકે છે.

સ્કૂલો ચાલુ કરવાના મુદ્દે સ્કૂલ સંચાલકો માં અને ખાસ કરીને વાલીગણ માં હરખ ની લહેર ઉઠવા પામી છે.

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાઓ લેવાની છે ત્યારે ધોરણ 10 12 ની સ્કૂલો જુલાઈમાં જ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે પરંતુ ત્રીજી વેવની સંભાવના વચ્ચે સરકાર દ્વિધામાં છે.

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ હવે ઘણી સુધરી ગઈ છે અને કેસ હવે સિંગલ ડીઝીટમાં આવી રહ્યા છે ત્યારે તમામ પ્રવૃત્તિઓ શરૂ થવા સાથે તબક્કાવાર unlock મા સ્કૂલો પણ રેગ્યુલર શરૂ કરવા સરકાર થોડા દિવસમાં આ મુદ્દે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને કોર કમિટીની બેઠકમાં નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે.

આ અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કેબિનેટમાં સ્કૂલો ચાલુ કરવા અંગે ચર્ચા પરંતુ થોડા દિવસમાં આ અંગે ચર્ચા કરી અને સર્વગ્રાહી રીતે સ્થિતિનો તાગ મેળવી અને ત્રીજી લહેરની બાબતનું ખાસ ધ્યાન રાખીને સ્કૂલો શરૂ કરવા નિર્ણય કરાશે.

કાલાવડ પંથકમાંથી ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુ સાથે બેની ધરપકડ.

0

કાલાવડ પંથકમાંથી ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુ સાથે બેની ધરપકડ.

જામનગર: કાલવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા, એ ફરીયાદ નોંધાવી છે કે, તા.23-6-21ના લક્ષ્મીપુર ગોલણીયા ચોકડી રોડ ઉપર આ કામના આરોપી ડ્રાઈવર અરવિંદભાઈ ઉર્ફે કાળુ દેવશીભાઈ મકવાણા તથા કલીનર સુનિલભાઈ ઉર્ફે ભાણો મુકેશભાઈ વાઘેલા રે. જેતપુર વાળાએ પાસ પરમીટ કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર પોતાના કબ્જા ભોગવટાની આઈસર ટ્રક નં. જી.જે.14-એકસ-8648, કિંમત રૂ.4,00,000/- ના પાછળના ઠાઠાના ભાગે આઠ(08) ગાયો, કિંમત રૂ.2,00,000/- ને ક્રુરતા પૂર્વક ટુંકા દોરડાથી ગળુ ટુપાય તે રીતે દયનીય હાલતમાં બાંધી તમામ ગાયો અપુરતી જગ્યાના કારણે હલન ચલન ન કરી શકે તે રીતે રાખી આઈસર ટ્રકના ઠાઠાના તળીયાના ભાગે રેતી માટી કે અન્ય કોઈ પદાર્થ ન પાથરી તમામ ગાયોને ઘાસચારા કે પાણી મળી રહે તેવી કોઈ વ્યવસ્થા ન રાખી તમામ ગાયો ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાને લઈ જતા મોબાઈલ નંગ-3 કિંમત રૂ.8,500/- મળી કુલ મુદામાલ કિંમત રૂ.6,8500/- સાથે ઝડપાઈ ગયેલ છે.

પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાનું અપહરણ અને બળાત્કાર કરનાર ઢોંગી સાધુ ઝડપાયો.

0

જામનગરની યુવતીનું અપહરણ-દુષ્કર્મ સબબ પાંખડી સામે ફરિયાદ.

પંચકોષી બી ડિવિઝનના પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફની ત્વરીત કાબીલેદાદ કામગીરી.

મંત્ર-જાપના બહાને આશરો મેળવી યુવતિને હત્યાની ધમકી આપી તેના જ ઘરમાં બે વખત દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ નોંધાવી.

જામનગર: જામનગર નજીકના એક ગામમાં વસવાટ કરતાં પરિવારને ત્યાં છએક મહિના પહેલાં જિતેન્દ્ર પૃથ્વીસિંહ પરમાર (ઉ.વ. 42) નામનો અરવલ્લી જિલ્લાનો શખ્સ સાધુના સ્વાંગમાં આવી પહોંચ્યો હતો.

આ શખ્સે પોતાનું નામ સાધુ જિતેન્દ્રગીરી ઉર્ફે મેન્ટલગીરી હોવાનું જણાવી આશરો માંગતા તે પરિવારે પોતાના ખેતરમાં તે સાધુને રહેવા તથા જમવાની સગવડ કરી આપી હતી.

આ પાખંડીએ ખેતરમાં જ પોતાને મંત્રજાપ કરવા છે તેમ કહયું હતું. ત્યારપછી આશરો આપનાર પરિવારના ઘરના સભ્યો ખેતરમાં જ જિતેન્દ્રગીરીને જમવાનું પહોંચાડતા હતાં.

આ પરિવારની યુવતિ પર પાખંડીએ નજર બગાડી હતી. ત્રણેક મહિના પહેલા તે યુવતીને જિતેન્દ્રગિરિએ જણાવ્યું હતું કે, તારા પરિવારને મેં મારી તાકાતથી વશમાં લઈ લીધો છે, તારે મારું કહ્યું કરવાનું છે. તે પછી ગયા સપ્તાહે તે યુવતીને મારી સાથે ચાલ તેમ કહેતાં તે યુવતીએ વિરોધ કર્યો હતો.

આ વેળાએ જિતેન્દ્રગીરીએ તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપતાં તે યુવતી મજબૂર બની હતી.

તેણીને જામનગરથી જિતેન્દ્રગીરી પોતાની સાથે લઈ જતાં પરિવાર વ્યાકુળ બન્યો હતો. તેણીની શરૃ કરાયેલી શોધખોળ દરમ્યાન ખેતરમાંથી પાખંડી જિતેન્દ્રગીરી પણ ગુમ હોવાનું જણાઈ આવતાં પોલીસને જાણ કરાઈ હતી.

પંચકોષી બી ડિવિઝનના પીએસઆઈ સી. એમ. કાંટેલિયા તથા સ્ટાફે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં મોબાઈલ લોકેશન ચેક કરાતાં પાખંડી જિતેન્દ્રગીરી અમદાવાદમાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી જામનગરથી પોલીસ કાફલો અમદાવાદ દોડી ગયો હતો.

ત્યાંથી ગઈકાલે જિતેન્દ્રગીરીને તે યુવતી સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર ખસેડાયેલી તે યુવતીએ પોતાની સાથે આ શખ્સે રાજસ્થાનમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

જામનગરથી તે યુવતીનું અપહરણ કરી જુનાગઢ, અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન લઈ જવામાં આવી હતી.

પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

દ્વારકામાં સરાહનીય કામગીરી કરનાર પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ બદલી.

0

દ્વારકામાં સરાહનીય કામગીરી કરનાર પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ બદલી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા : દ્વારકામા સારી એવી એક કઙક અમલદાર તરીકેની છાપ ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા દ્રારકાની અંદર લૂખ્ખા, લેભાગૂ, માફીયા તત્વોમા સારી એવી ધાક ધરાવતા હતા વ્યાજખોરોના લોકો ગરીબ નાના વ્યકિતના ખૂબજ પ્રમાણ શોષણ કરવામા આવતા હતા પણ જ્યારે જ્યારે આ ઝાબાઝ પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાને ખબર પઙતી ત્યારે વ્યાજખોરોની સામે કોઇ ની પણ શેહસરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરીને નાના માણસોને સાચોન્યાય અપવતા અને વ્યાજખોરોને કાયદાનૂ ભાન કરાવતા કોરોનાની મહામારી મા જેતે વખતમા સંપૂર્ણ લોકડાઉન હતૂ ત્યા તેમની દ્રારકા ગામની અંદર તેમજ આજૂ બાજૂના ગામોની અંદર ખૂબજ પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને અસામાજીક તત્વો સામે કોઇ પણ ની શેહસરમ રાખ્યા વગર કાયદેસરની કાયઁવાહી કરવામા આવેલ હતી. દ્રારકા ની અંદર આવા નાના માણસો તેમજ આમ પ્રજા ,વેપારીઓ મા સારી એવી લોકચાહના ધરાવતા એવા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા ની બદલી દ્રારકા થી રાજકોટ ગ્રામ્ય મા બદલી થયેલછે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.