Sunday, October 11, 2026
Home Blog Page 362

જામનગર સહિત ગુજરાત ભરના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા વાલી મંડળ જશે કોર્ટમાં.

ગુજરાતમાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા કોર્ટમાં જશે વાલી મંડળ, માસ પ્રમોશન આપવા કરશે જાહેર હીતની અરજી.

અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈમાં યોજવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા વાલી મંડળ દ્વારા કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે. ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલી મંડળ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવશે.

ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા જુલાઈમાં યોજાશે. 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા વાલી મંડળ કોર્ટના દ્વાર ખખડાવશે.

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલી મંડળ પિટિશન કરશે. ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવાનાર છે. નિયમિત વિદ્યાર્થીઓને કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન અપાયું છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ એવી માંગણી થઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઇના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે એવામાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરાતા વાલી મંડળ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

આ સિવાય ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીને કારણે ફીમાં 50 ટકાની વાલીઓને રાહત આપવામાં આવે એવી માગ સાથે પણ વાલી મંડળ પીઆઇએલ કરશે.

જામનગરની યુવતી પર ચારિત્ર અંગે શંકા કરી-ત્રાસ આપતા પતિ સહિત જેઠ-જેઠાણી સામે પરિણીતાની ફરિયાદ

0

જામનગર: ચારિત્ર અંગે શંકા કરી-ત્રાસ આપતા પતિ સહિત જેઠ-જેઠાણી સામે પરિણીતાની ફરિયાદ

જામનગર: જામનગરના સીટી સી પોલીસ સ્ટેશનમાં જલ્પાબેન અશોકભાઈ શામજીભાઈ કણજારીયા, ઉ.વ. 28, રે. સુર્યવંદના પ્લોટ નં. 11/2, યોગેશ્વરનગર-ર, શેરી નં.-4, ગુલાબનગર, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર6-6-2021ના આ કામના આરોપીઓ જેઠ- મહેશભાઈ શામજીભાઈ કણજારીયા, જેઠાણી- સીમાબેન મહેશભાઈ કણજારીયા, જેઠ- અરવિંદભાઈ શામજીભાઈ કણજારીયા એ ફરીયાદી જલ્પાબેનને વારંવાર મેણાટોણા બોલી શારીરીક માનસીક ત્રાસ આપી તેમજ ફરીયાદી જલ્પાબેનના પતિ આરોપી અશોકભાઈ શામજીભાઈ કણજારીયાને ફરીયાદી જલ્પાબેનના ચારિત્ર અંગે ફોન કરી ચડામણી કરતા હોય જેથી આરોપી અશોકભાઈ શામજીભાઈ કણજારીયા એ ફરીયાદી જલ્પાબેનને અવાર-નવાર મેણાટોણા બોલી શારીરીક માનસીક ત્રાસ આપી ભુંડી ગાળો બોલી છરી વડે ફરીયાદી જલ્પાબેનને કપાળ પર ડાબી બાજુ સારવાર ના ટાંકા આવે તેવી ઈજા કરેલ તેમજ લાકડાના ધોકા વડે ફરીયાદી જલ્પાબેનને મુંઢ ઈજા તથા ફરીયાદી જલ્પાબેનના માત (સાહેદ) ને કપાળ પર સારવારના ટાંકા આવે તેવી ઈજા કરી નાશી જઈ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવા સબબ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર પંથકમાં કુવામાં ખાબકેલો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો.

0

કલ્યાણપુર પંથકમાં કુવામાં ખાબકેલો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામ(સાની ડેમ પાસે)ની વાડીમાં ગઈકાલે રવિવારે બપોરે વિકરાળ દીપડો આવ્યો હોવાની બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણી અને કલ્યાણપુર નોર્મલ રેન્જનો સ્ટાફ તાત્કાલિક આ સ્થળે પહોંચી ગયો હતો.

ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અહીંની પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી, આ વિસ્તારના સ્થાનિક એવા ગોગન માડમ, લાગરિયાભાઈ, કિશનભાઈ તેમજ વનપાલ ભીમભાઈ વિકમા, કિશન જાની, હરિભાઈ રાઠોડ, મરિન સ્ટાફ તેમજ પોરબંદર વાઈલ્ડ લાઈફ રેન્જના વનપાલ ચૌહાણ , વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા દુધિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાત્રીનો અંધકાર છવાઇ જતાં આ દીપડો આશરે બાવીસ ફૂટ ઉંડા કુવામાં ખાબક્યો હોવાનું માલુમ પડયું હતું.

રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા દીપડાના રેસ્ક્યુ ઓપરેશનમાં પાંજરું મૂકીને નેટ અને રસ્સાની મદદથી નોંધપાત્ર જહેમત બાદ આશરે દસેક વર્ષની ઉંમરના ઉપરોક્ત નર દીપડાને કુવામાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી રાત્રિના દોઢેક વાગ્યે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસના દમન વિરુદ્ધ ધ્રોલમાં સજ્જડ બંધ. બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાયો : સામાપક્ષે વેપારી વિરુદ્ધ ગુનો નોંધાતા લોકોમાં રોષ : ચક્કાજામ

0

પોલીસના દમન વિરુદ્ધ ધ્રોલમાં સજ્જડ બંધ. બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાયો : સામાપક્ષે વેપારી વિરુદ્ધ ગુનો નોંધાતા લોકોમાં રોષ

વેપારીઓએ ચક્કાજામ કરી બંને પોલીસમેન વિરુદ્ધ પગલા લેવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા.

બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાયો.

સામા પક્ષે પણ પોલીસે વેપારી સામે ગુનો નોંધ્યો.

પોલીસમેન વેપારી સામે ફરજ રુકાવટ સહિતની ફરિયાદથી વેપારીઓમાં રોષ પોલીસ આવી બચાવની મુદ્રામાં.! વેપારી અને નગરપાલિકાના કર્મચારી દિગ્વિજયસિંહ ઝાલાને માર મારવા પ્રકરણમાં બંને પોલીસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પરંતુ પોલીસ સામા બચાવમાં આવી હોય તેમ દિગ્વિજયસિંહ સામે પણ ગુનો નોંધ્યો છે. જો ફરિયાદ કરવી જ હોત તો આખો દિવસ કેમ ફરીયાદ ન કરી.! રાતે જ્યારે વેપારીની ફરિયાદ લેવામાં આવી  ત્યારે જ  પોલીસમેનને ફરીયાદ કરવાનું સુઝયું.

ધ્રોલના ચકચારી માર મારવાના પ્રકરણમાં અંતે બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો પરંતુ વેપારીનો આક્રોસ શાંત થવાનું નામ લેતું નથી.

રવિવારે ધ્રોલ બંધના એલાનને સજજળ પ્રતિસાદ સંપડાયો હતો તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી ચોકમાં ભેગા થઈ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક ધરપકડની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધોલના ગાંધી ચોક માં આંગડિયા પેઢી ધરાવતા દિગ્વિજય સિંહ દિલાવરસિંહ ઝાલા નામના વેપારી બીજા માળે બેઠા હતા બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા ને માસ બાબતે માથાકૂટ કરતા વેપારીઓએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ઢોર માર મારતા તેને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ બંને પોલીસ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ આપી હતી.

બીજી બાજુ મહિપત સોલંકીએ દિગ્વિજયસિંહ ઝાલા વિરુદ્ધ પોતાના ફરજમાં રૂકાવટ કરવા,માર મારવો, ગાળો બોલવા, જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કર્યો છે.

બંને પક્ષે પોલીસ ફરિયાદ થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સે આપવામાં આવેલા બંધના એલાનના પગલે ધ્રોલની બજારો સજ્જડ બંધ રહી હતી.

વેપારીઓએ ગાંધી ચોકમાં ભેગા થઈ સૂત્રોચાર સાથે મામલતદારને 42 જ્ઞાતિના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી અને પોલીસ હજુ પણ પગલાં નહીં લે તો આવનારા સમયમાં જલદ આંદોલન બનાવવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

ધ્રોલમાં બે પોલીસમેનનો આતંક : માસ્ક જેવી ક્ષુલ્લક બાબતમાં વેપારીને ઢોર માર મારતા : વેપારીઓમાં રોષ : બંધનું એલાન.

0

પોલીસના પાશવી દમનથી વેપારીઓમાં હાહાકાર આજે ધ્રોલ બંધનું એલાન.

માસ્ક જેવી બાબતે દરબાર વેપારીને માર માર્યાના સમાચાર વહેતા થતાં સમગ્ર ગરાસીયા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.!

માસ્ક જેવી ક્ષ૯લુક બાબતે વેપારીને  ઢોર માર માર્યો, આવું તો ઘણી વાર બની ગયું છે આ ત્રાસ રોજનો છે.

વેપારીઓએ રોષ ઠાલવતા જણાવ્યું કે અઠવાડિયા પહેલા મહિલાનું માથું ફોડી નાખ્યું હતું આ બાબતે ભારે બબાલ થઈ હતી અને માફીના અંતે પોલીસ ફરિયાદ થઈ ન હતી પરંતુ હવે બે પોલીસમેનના ત્રાસથી વેપારીઓની ધીરજ ખૂટી.

ધ્રોલ વેપારીઓનો રોષ : દરબાર ગરાસીયા સમાજ ખફા

ધોલના ગાંધી ચોક માં આંગડિયા પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવર સિંહ ઝાલા નામના વેપારી બીજા માળે બેઠા હતા બે જમાદાર મહિપત રમેશ સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા ને માસ બાબતે માથાકૂટ કરતા વેપારીઓએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ઢોર માર માર્યો હતો.

ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેન ઓએ ધુશીને માસ્કના દંડ માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના ત્રાસથી કંટાળીને લા વેપારીઓનો રોષ ફાટી નિકળ્યો છે અને ટોળાવ સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ડીવાયએસપી કુણાલ દેખાય પણ ધ્રોલ પહોંચી ગયા હતા અને વેપારીઓને આશ્વાસન આપી દોષિત PSI એમ.એન જાડેજા મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી સામે ફરિયાદ લેવાની તજવીજ હાથ કરેલ છતાં વેપારીઓનો રોષ શાંત પડ્યો ન થયો.
અને પોલીસના ત્રાસ

વિરુદ્ધમાં આજરોજ ધ્રોલ બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ તથા તેની સલગ્ન સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે.

પોલીસે પણ આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ દોષિત પોલીસમેનોં સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

હાલ તો વેપારીને માર મારવાના પડધા ગુજરાતભરમાં પડ્યા છે. આ બનાવે જામનગર જિલ્લા સહિત ગુજરાત ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

ચાપાબેરાજાની વાડીમાં ચાલતી ઘોડીપાસાની મહેફીલ ઉપર ત્રાટકતી LCB : 9 પન્ટરની ધરપકડ, એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

0

ચાપાબેરાજાની વાડીમાં ચાલતી ઘોડીપાસાનની મહેફીલ ઉપર ત્રાટકતી એલસીબી: 9 પન્ટરની ધરપકડ, એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

જામનગર: જામનગર તાલુકાના ચાપાબેરાજા ગામની સીમમાં આવેલ એક વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના અધારે જામનગર એલસીબીએ ત્રાટકી અને નવ ઇસમોને ધોડીપાસનો જુગાર રમતા મળી આવતા એક લાખ ઉપરાંતની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે,

એલ.સી.બી.ના ધાનાભાઇ મોરી તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે જામનગર જામનગર તાલુકાના ચાપાબેરાજા ગામની સીમમાં રાજપાલસિંહ ખોડુભા જાડેજા રહે.ચાપાબેરાજા ગામ તા.જી.જામનગર વાળા પોતાની કબ્જા ભોગવટાની વાડીમાં ધોડીપાસાનો જુગાર રમતા રાજપાલસિંહ ખોડુભા જાડેજા (રહે.ચાપાબેરાજા ગામ તા.જી.જામનગર ), મોસીન ઉર્ફે છોટીયો સતારભાઇ સાટી (રહે.મોટા પીરનો ચોક જામનગર ), સુરેશ રમેશભાઇ જાદવ (રહે.વુલનમીલ ખેતી વાડી સામે ઇન્દીરા કોલોની શેરી નં -13 જામનગર), વલીભાઇ શેરૂભાઇ મલેક સેતા (રહે.કિશાનચોક પાસે ભાનુશાળી વાળ જામનગર) , અબ્દુલ ગફારભાઇ ખફી સુમરા (રહે.કિશાનચોક પાસે સુમરા ચાલી જામનગર ), વિજય જેઠાભાઇ ગોહીલ. (રહે.વુલનમીલ ઇન્દીરા કોલોની ખેતી વાડી સામે જામનગર ), અસરફ અકરમભાઇ દરજાદા મકરાણી (રહે.ખોજા નાકે બંગલાવાડી જામનગર ), જેનર મુસાભાઇ મનોરીયા મેમણ (રહે.ભાવસાર ચકલો ગલેરીયા શેરી જામનગર ), વિપુલ મુળજીભાઇ વાધેલા (રહે.એરફોસરોડ ડીફેન્સ કોલોની જામનગર એમ કુલ 9 ઇસમો રોકડ રૂ.1,07,200 તથા મો.સા.નંગ-4 મળી કુલ કિ.રૂ.2,27,200માં મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

જામનગરના રણજીતસાગર મારું કંસારા નજીક બે યુવાનો ઉપર ૬ શખસનો હિચકારો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો.

0

જામનગરમાં બે યુવાનો ઉપર ૯ શખસનો હિચકારો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો.

જૂની અદાવતમાં રણજીતસાગર રોડ ઉપર ધોકાવડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ થઈ હતી જેમા સબીર સલીમભાઈ ખીરાનું સારવાર માં મોત થતા ૩૦૭ હવે ૩૦૨માં તબદીલ થઈ.જામનગર: જામનગર ના રણજીત સાગર રોડ પરથી બાઈક પર પસાર થઇ રહેલા બે યુવાનો પર જૂની અદાવતના કારણે નવ જેટલા શખ્સો તૂટી પડયા હતા, અને ધોકા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસે છ આરોપીઓની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા અબ્દુલ કાસમભાઈ ખફી નામના બ્રાસપાર્ટના ધંધાર્થિ એ પોતાના ઉપર તેમજ પોતાના બાઈકમાં પાછળ બેઠેલા સાબીર નામના યુવાન પર લાકડાના ધોકા- લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર કરી નાખવા અંગે જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા ઇમરાન અબુભાઈ, મુસ્તાક મહમદ ખફી, હાજી ઉર્ફે કયૂમ બસીરભાઈ ખીરા, અને મહેબૂબ ઉપરાંત અન્ય ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

બંને ઈજાગ્રસ્તોને 108ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૂની અદાવતના કારણે આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કર્યું છે. સીટી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.જેમા તા.રપ-૦૬-૨૧ના રાત્રે સબી૨ સલીમભાઈ ખીરાનું મોત થતા હત્યાનો પ્રયાસ હત્યામાં પલટાતા હોસ્પિટલ ખાતે આગેવાન સહિતના ટોળા ઉમટી પડ્યા હતા.

જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર મહિલા PSI ભટ્ટ વતી લાંચ લેતા ઝડપાયો.

0

જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા ઝડપાયો.

ડ્રાઇવર પર પીએસઆઇ હતી વતી લાંચ લેવાનો આરોપ ACB એ કરી કાર્યવાહી.

જામનગર શહેરમાં સીટી બી ડિવિઝન નજીક એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વતી 5,000 રૂપિયાની લાંચ લેતા ડ્રાઇવર ને પકડી મોડી રાત્રે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં એક વ્યક્તિ સામે સસરા પક્ષના કોઈ વ્યક્તિ સાથે ઝગડો પોલીસ મથકે પહોંચ્યો હતો તે કેસમાં તે કેસમાં સામા વાળા પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની માંગણી કરાઇ હતી જે રકઝક બાદ પાંચ હજાર રૂપિયામાં પતાવટ થઈ હતી.

જે ફરિયાદના આધારે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી પરમાર અને સ્ટાફ દ્વારા મોડી સાંજે જી.જી હોસ્પિટલ રોડ પર કોમ્પલેક્ષ પાસે ટ્રેપ ગોઠવી હતી જે છટકામાં પીએસઆઇ ભટ્ટ વતી પાંચ હજાર સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા.

જ્યારે મહિલા પીએસઆઇની શોધખોળ હાથ ધરી છે પોલીસ કર્મચારી મહિલા પીએસઆઇ હતી લાંચ લેતા પકડાતા બનાવના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.હાલ તો આ મુદ્દા એ જામનગર શહેર તેમજ ગુજરાતભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

દારૂનું કટીંગ થાય તે પહેલા LCB ત્રાટકી : જંગી જથ્થા સાથે બે પકડાયા આસીન મોટા સહિત ત્રણ ફરાર

0

જામનગર એલસીબીનો સપાટો: લૈયારાની સીમમાંથી અંગ્રેજી શરાબના જથ્થા સાથે બેની ધરપકડ.

શરાબની 808 તથા 2363 બીયર ટીન સહિત રૂા.27.50 લાખનો મુદ્દામાલ જપ્ત.

જામનગર: જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાજન માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી ની અલગ અલગ ટીમો બનાવી જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા,સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલા નાઓને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ધ્રોલ તાલુકાના લૈયારાગામ ના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ સુમરા તથા જામનગર ગુલાબનગરના કાસમ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી ત્રણેય જણાએ ભાગીદારીમાં બહારથી ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લૈયારાગામ ની પાછળના ભાગે આવેલ ચેકડેમ પાસે ખરાબામાં ટ્રક નંબર જી.જે.18 એયુ 8378 માંથી દારૂનુ કટીંગ કરી પોતાના અલગ અલગ ગ્રાહકોને વેચવાના છે.

અને હાલમા ઇગ્લીશ દારૂનુ કટીંગ ચાલુ છે. તેવી ચોકકસ હકિકત મળતા એલ.સી.બી.અલગ અલગ ટીમો બનાવી સદરહુ જગયાએ રેઇડ કાર્યવાહી કરતા

આરોપીઓ
(1) હુશેનભાઇ ઉર્ફે બાવ અકબરભાઇ બ્લોચ
(રહે. ગુલાબનગર, તાડીયા હનુમાન મંદિર પાસે, જામનગર)
(2) સલીમભાઇ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણ
(રહે, અલીયાબાડા હબીબનગર, હુશેનીચોક,જામનગર)ની ધરપકડ કરેલ છે.
બન્ને ના કબ્જાની ટ્રકમાથી નીચે મુજબ નો મુદામાલ મળી આવતા કબ્જે કરેલ છે.

જપ્ત કરેલ મુદ્દામાલ
(1) મેકડોવેલસ વ્હીસકી દારૂ ની બોટલ- નંઞ- 808 કિ.રૂ 3,ર3,ર00/-
(ર) બીયર ટીન- ર363 કિ.રૂ.ર,36,300/-
(3) ટોરસ ટ્રક નંબર જી.જે.18 એયુ 8378 કિ.રૂ. 10,00,000/-
(4) મોબાઇલ ફોન-03 કિ.રૂ. 5000/
(5) પ્લાસ્ટકીનના દાણા ભરેલ બોરીઓ નંગ- 595 કિ.રૂ.11,90,000/-

તેમજ સદરહુ ઇંગ્લીશ દારૂમા આરોપીઓ (1) યાસીનભાઇ ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી,(ર) કાસમભાઇ અબ્દુલભાઇ ખેરાણી (3) ઇમરાનભાઇ ખેરાણી તથા દારૂ સપ્લાય કરનારને અટક કરવાના બાકી છે. જેઓ વિરૂઘ્ધમા એ.એસ.આઇ. હરપાલસિંહ સોઢા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ શ્રી.કે.કે.ગોહિલનાઓએ પ્રોહીબીશન ધારા ઠેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
બન્ને આરોપીઓ એ ટ્રકમાં દમણ મુકામેથી પ્લાસ્ટીકના દાણાની બોરીની વચ્ચે ટ્રક મા સતાડેલ ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો પકડી પાડવામા આવેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી.એસ.એસ.નિનામા નાઓની સુચનાથી પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી.આર.બી.ગોજીયા.પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, નાનજીભાઇ પટેલ, યશપાલસિંઠ જાડેજા, શરદભાઇ પરમાર,અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર,વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંઠ જાડેજા,સુરેશભાઇ માલકિયા વિગેરે દ્રારા કરવામા આવેલ છે

જામનગરના ગાંધીનગર વિસ્તારના એક મકાનમાં કુકર ફાટ્યા બાદ શોકસર્કિટથી લાગેલી આગમાં વૃઘ્ધાનું કમકમાટીભર્યુ મોત.

0

જામનગરના ગાંધીનગર વિસ્તારના એક મકાનમાં કુકર ફાટ્યા બાદ શોકસર્કિટથી લાગેલી આગમાં વૃઘ્ધા કમકમાટીભર્યુ મોત.

જામનગર: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આજે એક ગોઝારી દુર્ઘટનામાં એક વૃઘ્ધાનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, શહેરના ગાંધીનગર સ્મશાન નજીક રહેતા દીલીપભાઇ ખોડુભાઇના મકાનમાં અચાનક કુકર ફાટ્યુ હતું

જેના કારણે શોક સર્કિટ થતા ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી, આગની જ્વાળાઓમાં 70 વર્ષીય વસંતબેન લપેેટાઇ જતા તેઓ બળીની ભડથું થઇ ગયા હતા.

આ અંગેની જાણ ફાયર બ્રિગેડન કરાતા ફાયરનો કાફલો તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી બાદમાં તેઓએ વૃઘ્ધાના મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.