Sunday, October 11, 2026
Home Blog Page 361

નાના થાવરીયામાં આઘેડ ઉપર હિચકારો હુમલો : ગ્રામજનોનું આવેદન.

0

નાના થાવરીયામાં આઘેડ ઉપર હિચકારો હુમલો.

જામનગર: જામનગર પંથકના નાના થાવરિયા ગામમાં રહેતા નંદલાલભાઇ મોહનભાઈ કારસરીયા ઉંમર વર્ષ 50 એ પંચકોશી એમાં નાના થાવરીયા ગામના સંદીપસિંહ દરબાર નામના ઈસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ગઈકાલે નાના થાવરિયા ગામે આવેલ કુદરત કોમ્પલેક્ષ પાસે આરોપી સંદિપસિંહ એ ફરિયાદીને તું હોય કે તારો ભાઈ કારો કોઈ અહીં પાદરમાંથી નીકળવું નહીં.

તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. તેમજ ધોકા વડે નંદલાલભાઈને આડેધડ ઘા મારીને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ કાનની પાછળના ભાગે લોહીની ફૂટ જેવી ઈજા કરી તમે ત્રણેય ભાઈઓમાંથી કોઈ અહીં પાદરમાંથી નીકળ્યા તો પતાવી દેવા છે તે રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં અપમૃત્યુના બે બનાવ : ચેલામાં બીમારીથી કંટાળી મહિલાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી.

0

ચેલામાં બીમારીથી કંટાળી મહિલાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી.

દરેડામાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મૃત્યુ.

જામનગર: જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ડાડુભાઇ કનારા ઉમર વર્ષ પચ્ચીસ નામનો યુવાન ગઇકાલે દરેડ જીઆઇડીસી ફેસ 2 પ્લોટ નંબર 4228 ખંડેલવાલ કારખાનામાં જુના કૂલિંગ પ્લાન્ટની દીવાલનો જુનો પ્લાસ્ટર તોડતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા કે બીજા કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે જયેશભાઈ નકુમ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ડાડુભાઇ કનારા ઉમર વર્ષ પચ્ચીસ નામનો યુવાન ગઇકાલે દરેડ જીઆઇડીસી ફેસ 2 પ્લોટ નંબર 4228 ખંડેલવાલ કારખાનામાં જુના કૂલિંગ પ્લાન્ટની દીવાલનો જુનો પ્લાસ્ટર તોડતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા કે બીજા કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

કોરોનામાં અકાળે મૃત્યુ પામેલા જીવાત્માઓના મોક્ષ માટે શાંતિયજ્ઞ કરતું બ્રહ્મ સમાજ.

0

જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્તુત્ય કાર્ય: કોરોનામાં અકાળે મૃત્યુ પામેલા જીવાત્માઓના મોક્ષ માટે શાંતિયજ્ઞ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક નમસ્કાર જામનગર : કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીનોભોગ પુરા વિશ્ર્વ સહિત ભારત પણ સપડાયેલ છે.

આ મહામારી એટલી જીવલેણ છે કે અમુક અકાળે મૃત્યુ પામેલા જીવાત્માઓની પોતાના પરિવાર દ્વારા પણ હિન્દી વિધી પ્રમાણેઅંત્યેષ્ઠી (અંતિમ સંસ્કાર) થયા નથી.

એવા જીવાત્માઓને સંપૂર્ણ  મોક્ષ મળે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે તથા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સ્થાન મળે એવા માનવ કલ્યાણના સદ્વિચારથી જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ  કાશી વિશ્ર્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગર ખાતે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બ્રહ્મ સમાજના ભાસ્કરભાઈ જોશી હિરેનભાઈ કનૈયા પ્રફુલભાઈ વાસુ જસ્મીન ધોળકિયા ધોળકિયા વૈશાલીબેન કનૈયા નિશાબેન અસવાર વૈશાલીબેન જોશી સહિતના આગેવાન જોડાયા હતા.

જામનગરના બે પોલીસકર્મીએ હોટલમાં જઈ વેપારી પાસેથી મોટી રકમ પડાવી.! હવે તપાસની લટકતી તલવાર.

0

બે પોલીસ કર્મીએ હોટલમાં જઈ વેપારી પાસેથી મોટી રકમ પડાવી.!

સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરી વિવાદથી ઘેરાયું.

દિગ્જામ સર્કલ નજીક આવેલી એક હોટલમાં દારૂના કેસમાં બે પોલીસમેનને લોટરી લાગી.!

જામનગર સીટી-સી ડિવિઝનના પીઆઇ અને પી.એસ.આઇ થોડા દિવસ પહેલાં જ ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે ઘટના હજી તાજી છે ત્યાં સીટી-સી ડિવિઝનના બે પોલીસ કર્મીએ દિગ્જામ સર્કલ નજીક આવેલ એક હોટલમાં જઇને વેપારી પાસેથી દારૂના નામે ૪૫ હજારનો તોડ કરી નીકળી જતા વેપારીએ આ અંગેની વાત તેના ઉચ્ચઅધિકારી મિત્ર ને કરતા આ વાત એસ.પી સુધી પહોંચી હતી.

તેઓ પણ ચોકી ઉઠયા હતા. અને તાત્કાલિક બનાવ અંગે ખાતાકીય તપાસ સોંપી હતી તેમાં બંને પોલીસમેન સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવના પગલે બંને પોલીસ પર પગલા ની તલવાર લટકી રહી છે. આગામી દિવસોમાં બંને પોલીસ કર્મી વિરુદ્ધ પગલા લેવામાં આવશે તે નિશ્ચિત બન્યું છે આ બનાવે પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

જામનગર જીલ્લામાં હવે આંગણવાડીના ભૂલકાઓ પણ યુનિફોર્મથી શોભશે.

0

જામનગર જીલ્લામાં હવે આંગણવાડીના ભૂલકાઓ પણ યુનિફોર્મથી શોભશે.

જામનગર જિલ્લાના 24,889 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ કરાયું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા.

સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે- રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા 

જામનગર: જામનગરની જિલ્લા પંચાયત કચેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની 309 આંગણવાડીઓના 5041 તથા જિલ્લા પંચાયત હસ્તકની 888 આંગણવાડીઓના 19,848 બાળકો મળી સમગ્ર જિલ્લાના 3 થી 6 વર્ષની ઉંમરના કુલ 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રતીકરૂપે 12 બાળકોને યુનિફોર્મ તથા હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જામનગર જિલ્લા માં પણ જિલ્લા પંચાયત હસ્તકની 888 તેમજ મહાનગર પાલિકા હસ્તકની 309 આંગણવાડીઓના 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવનાર છે રાજય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ સાથે જ ફરી એકવાર પુરવાર થયું છે કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ,કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે.

આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનોની ઉત્તમ કામગીરીને બિરદાવતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવતા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યકર બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. બાળકના આરોગ્યની દેખભાળ, રસીકરણ, રેફરલ સેવા, પોષણ, શિક્ષણ વગેરે બાબતે આ બહેનો બાળક માટે માતા યશોદાની ભૂમિકા ભજવે છે અને તેથી જ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને માતા યશોદાના ખિતાબથી નવાજવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધી, મહાનગરપાલિકા કમિશનર શ્રી વિજય ખરાડી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરાયું હતું.
કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રતીકરૂપે હાઈજીનન કીટ તથા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહાનુભાવોની સ્વાગત વિધિ પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રેશ ભાંભી દ્વારા કરાઈ હતી જ્યારે આભારવિધિ ગીતાબેન મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી
આ પ્રસંગે જિલ્લા પંચયત પ્રમુખ શ્રી ધરમશી ચનિયારા, શહેર અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, દંડકશ્રી કેતનભાઈ ગોસરાણી, શાસકપક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા,શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લખધીરસિંહ જાડેજા, કલેકટરશ્રી સૌરભ પારધી, મહાનગરપાલિકા કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી, પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. ગૌરી તથા ડો. ચંદ્રેશ ભાંભી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગર વહિવટીતંત્રને વેક્સિનેશન મામલે યુવા કોંગ્રેસની આંદોલનની ચીમકી.

0

જામનગર વહિવટીતંત્રને વેક્સિનેશન મામલે યુવા કોંગ્રેસની આંદોલનની ચીમકી.

જામનગર: જામનગર શહેર જિલ્લા યુવક કોંગ્રેસ ના હોદ્દેદારો તેમજ કોંગી કોર્પોરેટરો વગેરે દ્વારા આજે વેક્સીન મુદ્દે રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરી ના પહોંચી જઈ ‘જામનગર ની જનતા વેકશિન આપો’ અને ‘વેકશિનના નામે ભાજપ ના તાયફા બંધ કરો’ ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગી કાર્યકરોએ વેક્સિન ના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને પુષ્પ આપ્યા પછી આવેદનપત્ર પાઠવ્યું હતું, અને શહેરમાં લોકો વેક્સિનેશન થી વંચિત રહી જાય છે. જે મામલે યોગ્ય કરવા માગણી કરી હતી. જામનગર શહેરમાં વેકશિનનો કેટલો જથ્થો આવે છે? અથવા તો ખાનગી માં કેટલો આપી દેવાય છે? અને કેટલો જથ્થો વેડફાઈ જાય છે, તેવા અનેક પ્રશ્ર્નો સાથે આવેદનપત્ર પાઠવી વેક્સિનેશન ની પ્રક્રિયા વધારવા માંગણી કરી છે.

અને જો લોકોને સમયસર વેક્સિન નહીં મળે તો કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન સાથે લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

લાલપુરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : પાડોશીમાં રહેતા હુશેન ટાઇગરની ધરપકડ.

0

લાલપુરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: પાડોશીની ધરપકડ.

જામનગર : લાલપુરમાં રહેતા સિકંદર ભાઈ મોહમ્મદભાઈ મેમણના બંધ રહેણાંક મકાનમાંથી ગઈકાલે દિવસ દરમિયાન ચોરી થઈ હતી. ફરિયાદી પોતાના પરિવાર સાથે ધ્રોલ લગ્ન પ્રસંગમાં ગયા હતા પાછળથી તેમના મકાનને નિશાન બનાવી લઈ અંદરથી 1 લાખ 700 રૂપિયાની ચોરી થઈ ગઈ હતી.

જે ચોરીના બનાવ અંગે ગઇકાલે મોડી સાંજે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

લાલપુરના પીએસઆઈ ડી એસ વાઢેર તેમજ સ્ટાફ ના બળવંતસિંહ જાડેજા અને અખ્તરભાઈ નોઈડા વગેરે સીસીટીવી કેમેરાઓ તથા ખાનગી બાતમીદારો ની મદદ લઈને ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો.

જે ઘરમાં ચોરી થઈ હતી તે મકાન ની નજીકમાં જ રહેતા હુસેન ઉર્ફે ટાઈગર ફારૂક પટેલ નામના શખ્સને પકડી પાડયો હતો. જે આરોપી ચોરાઉ રોકડ રકમ લઈને લાલપુર થી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જે દરમિયાન પોલીસે તેને પકડી પાડયો હતો. અને તેની પાસેથી રોકડ રકમ કબજે કરી લીધી છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

પોતાના પાડોશી લગ્ન પ્રસંગમાં ગયા હોવાની જાણકારી મળી ગઇ હોવાથી તકનો લાભ લઈ આ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા.829.03 લાખના 369 કામો સર્વાનુમતે મંજુર.

0

જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા.829.03 લાખના 369 કામો સર્વાનુમતે મંજુર

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

જામનગર : જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટરશ્રી સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં મંત્રી સૌરભભાઇ પટેલ અને કલેકટર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા.

આ બેઠકમાં જામનગર મંત્રી જિલ્લામાં તેમજ તાલુકાઓમાં,ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજોવગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

પ્રભારી મંત્રી તરીકે સૌરભભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી 15% વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.728.03 લાખના 321કામો,અનુ.જાતિ જોગવાઇનાંરૂ. 81 લાખના 49 કામો તથા 5% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.20 લાખના 8 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.829.03 લાખનાં કુલ 369 કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાલપુર પંથકની એક શ્રમિક મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તપાસમાં થયો નવો ધડાકો.

લાલપુર પંથકની એક શ્રમિક મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેની તપાસમાં નવો ખુલાસો.

જી. જી. હોસ્પિટલ ની પોલીસ ચોકી ના પોલીસ સ્ટાફની સતર્કતાથી બોટાદ ના એકી સાથે ગુમ થયેલા પરિવારની ભાળ મળી ગઈ

પતિના ત્રાસના કારણે દવા પી લીધાનું યુવતીનું કારણ શંકાસ્પદ લાગતાં ઉંડાણપૂર્વકની પૂછપરછ માં પૈસાની લેતીદેતી નો મામલો સામે આવ્યો

યુવતીના પિતાએ ચાર લાખ રૂપિયાની ઉઘરાણી ચૂકવવી ન પડે તે માટે સામૂહિક રીતે ઘર છોડ્યું હોવાનો થયો ખુલાસો

જામનગર તા ૨૮, જામનગર ની જી.જી.હોસ્પિટલમાં ગઈકાલે લાલપુર થી એક યુવતી ઝેરી દવા પી ને સારવાર હેઠળ આવી હતી, જેની જીજી હોસ્પિટલ ના પોલીસ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે બોટાદ પોલીસ સ્ટેશનનો એકીસાથે છ વ્યક્તિઓ લાપતા બની ગયા ના મામલા નો મોટો ખુલાસો થયો હતો. યુવતીએ સાસરિયાઓના ત્રાસના કારણે ઝેરી દવા પીવા નું પ્રાથમિક કારણ દર્શાવ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં યુવતીના પિતા પાસે અન્ય લોકો ચાર લાખ રૂપિયા માંગતા હોવાથી તે ચૂકવવા ન પડે તે માટે પરિવારના છ સભ્યો એ ગામ છોડ્યું હોવાનો ખુલાસો થયો છે, અને લાલપુર પોલીસ તેમજ બોટાદ પોલીસે જામનગર આવી તમામના નિવેદનો નોંધ્યા છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં ગઈકાલે લાલપુર પંથકમાં રહીને મજૂરી કામ કરતી ભૂમિબેન હાર્દિકભાઈ જીગેરિયા નામની એક ૨૧ વર્ષની પરિણીત યુવતી ઝેરી દવાની અસર હેઠળ સારવાર માટે આવી હતી.

જેથી જી. જી હોસ્પિટલ ની પોલીસ ચોકીના એ.એસ.આઇ. મગનભાઈ ચનીયારા એ તેણીનું નિવેદન નોંધ્યું હતું, જેમાં અલગ-અલગ ખુલાસાઓ થઈ રહ્યા હતા. ભૂમિ બેન ને સારવારમાં લાવનાર તેના પિતા મુન્નાભાઈ સૌપ્રથમ ભૂલથી ઝેરી દવા પી લીધી હોવાનું કારણ બતાવ્યું હતું, ત્યાર પછી ઉલટ તપાસમાં ભૂમિબેને પોતાના પતિ હાર્દિક કે જે બોટાદ પંથકમાં રહે છે, તેના ત્રાસના કારણે જામનગર તરફ આવી ગયા પછી ઝેરી પ્રવાહી લીધાનું જણાવ્યું હતું.

જે મામલે પોલીસને શંકા જતાં સમગ્ર પરિવાર હાલ લાલપુર પંથકમાં રહેતો હોવાથી લાલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

સમગ્ર મામલે જી.જી.હોસ્પિટલ ના એ. એસ આઈ. મગનભાઈ ચનિયારા એ ભૂમિબેન ના પતિ હાર્દિક કે જે બોટાદ પંથકમાં રહે છે તેનો મોબાઈલ નંબર મેળવી તેનો સંપર્ક કર્યો હતો, અને પોતાની પત્નીને ત્રાસ આપે છે કે કેમ, તે અંગેની પૂછપરછ કરતાં તેણે ઊંધો ખુલાસો કર્યો હતો, કે પોતાની પત્ની તેમ જ તેના સહિતના પરિવારના છ સભ્યો અઢી વર્ષના નાના બાળક સાથે બોટાદ થી ગુમ થઈ ગયા છે, અને પોતે બોટાદ પોલીસ સ્ટેશનમાં એકીસાથે પરિવારના છ વ્યક્તિઓ ગુમ થઈ ગયા હોવાની અરજી પણ આપેલી હોવાનું જણાવ્યું હતું.
જેથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં સંપર્ક કરતા બોટાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ત્યાંના જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ એકસાથે ગુમ થયેલી છ વ્યક્તિઓને શોધવા માટે મથામણ કરી રહ્યા હતા, અને જામનગર પોલીસની સતર્કતાને કારણે સમગ્ર મામલા નો ખુલાસો થયો હતો.
જેથી આજે પરોઢીયે બોટાદ પોલીસ સ્ટેશન ની ટુકડી પણ જામનગર આવી પહોંચી હતી, અને ઝેરી દવા પી લેનાર ભૂમિબેન અને તેના પિતા મુન્નાભાઈ વગેરેના નિવેદન નોંધ્યા હતા.

સમગ્ર પ્રકરણમાં ભૂમિ બેન ને તેના સાસરિયાનો ત્રાસ હોવાનું નહીં પરંતુ મુન્નાભાઈ પરસોત્તમભાઈ કે જેઓએ બોટાદ પંથકમાંથી અન્ય લોકો પાસેથી ચાર લાખથી વધુની રકમ મેળવી હતી જે રકમ પરત ન કરવી પડે તેના માટે પરિવારના છ સભ્યો સાથે ત્યાંથી રફુચક્કર થઇ લાલપુર પંથકમાં મોટા ખડબા ગામ માં રહેતા હસમુખભારથી હેમતભારથી ની વાડી માં રહીને ખેત મજૂરી કામે જોડાઈ ગયાનું જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે બોટાદ પોલીસે હાર્દિક નું નિવેદન નોંધ્યું છે, સાથોસાથ ભૂમિબેન અને તેના પિતા મુન્નાભાઈ, માતા રેખાબેન, તેમજ ભૂમિ બેન ના બે ભાઈઓ મહેશ અને વિજય વગેરેના પણ નિવેદનો નોંધ્યા છે. હાલમાં ઝેરી દવા બાબતમાં ભૂમિ બેન કોઈ સાચો ખુલાસો કરતા ન હોવાથી અને તેઓ આગળ કંઈક કરવું ન હોવાથી પોલીસે માત્ર જાણવાજોગ એન્ટ્રી કરી છે, અને લાલપુર ટુકડી પરત ફરી છે. જીજી હોસ્પિટલ ના એ.એસ. આઈ. મગનભાઈ ચનીયારાની સતર્કતાના કારણે ઝેરી દવા ના પ્રકરણમાં બોટાદની એકી સાથે ગૂમ થયેલી એકજ પરિવારની ૬ વ્યક્તિઓના મામલાનો ઘટસ્ફોટ થયો હતો, અને પરિણીતાને ત્રાસ નહીં પરંતુ ચાર લાખ રૂપિયા ચૂકવવા ન પડે તે માટે ઘર છોડી દીધું હોવાનું તારણ સામે આવ્યું હતું. જેથી બોટાદ પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.

જામનગર સીટી-B પોલીસે બોલાવ્યો સપાટો : અંગ્રેજી શરાબના જથ્થા સાથે બેને ઝડપી લીધા.

0

જામનગર સીટી-બી પોલીસનો સપાટો: અંગ્રેજી શરાબના જથ્થા સાથે બેને ઝડપી લીધા.

દારૂ-ટ્રક સહિત રૂા.37 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગર: જામનગર શહેરના ગુલાબનગર પાસેથી સીટી-બી પોલીસે ટ્રકના પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલા બાંચકાઓ પાછળ સંતાડેલો 1500 બોટલ ઇગ્લીશ દારૂ સાથે બે શખસોને પકડી પાડી રૂા. 37.63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચાર શખસોને ફરાર જાહેર કર્યા છે.

જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસના શોભરાજસિંહ જાડેજા, કિશોર પરમાર, ક્રિપાલસિંહ જાડેજા વગેરે નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ટ્રક નં. જીજે-10ટીવી-8030ના અમુક લોકો વિદેશી દારૂનો જથ્થો લઇને શહેરમાં ઘુસાડી રહયા છે, જે પરથી પોલીસે વોંચ ગોઠવી ગુલાબનગર જકાતનાકા પાસે ટ્રકને રોકી તેની તપાસણી કરતા ટ્રકમાં પ્લાસ્ટીકની પાછળ કોથળીઓ ભરેલી બાચકાઓ પાછળ વિદેશી દારૂ 1500 બોટલ મળી આવી હતી.

પોલીસે ટ્રક તેમજ બાચકાઓ, મોબાઇલ વગેરે મળી રૂા. 37,63,375નો મુદ્દામાલ કબજે કરી ધર્મેશ ઉર્ફે ધમો દિલીપભાઇ ગોહિલ (રે. નવાગામ ઘેડ) અને ઇમરાન ઇકબાલ શેખ (રે. કિશાનચોક)ને પકડી પાડયા હતાં. તેમને આ દારૂ ફૈજલ અબ્દુલભાઇ આમરોણીયા (રે. ગુલાબનગરવાળા)એ દમણ પાસેથી ભરાવી આપ્યો હોય અને દિગુભા જાડેજા (રે. ખંભાળિયા), રમીશ મામદ ગોરી (રે. વાઘેરવાડો) અને સબલો ગજીયા (રે. વાઘેરવાડા)એ મંગાવેલો હોય, ચારેય શખસોને ફરાર જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.