Monday, October 12, 2026
Home Blog Page 360

દિગ્વિજય પ્લોટમાં પ્રેમ પ્રકરણમાં મેસેજ કરવાની ના પાડતા બઘડાટી : યુવકને કાતર ઝીંકી દેતા ગંભીર ઇજા.

0

જામનગર: પ્રેમ પ્રકરણમાં મેસેજ કરવાની ના પાડતા બઘડાટી: યુવકને કાતર ઝીંકી દેતા ગંભીર ઇજા.

જામનગર: જામનગર શહેરમાં 58 દિગ્વિજય પ્લોટમાં યુવતી બાબતે યુવાન પર 5 શખસોએ જીવલેણ હુમલો કરતા તેને ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસ તમામ હુમલાખોરોની શોધમાં લાગી ગઇ છે. જામનગર શહેરમાં 58 દિગ્વિજય પ્લોટમાં ગઇકાલે ગુરૂવારે સમી સાંજે શરૂ સેકશન આવાસ એમ.પી.શાહ પાસે રહેતા ધરમ અશોકભાઇ કટારમલ(ઉ.વ.25) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે તેની પર હથિયારો વડે 5 શખસો તૂટી પડયા હતાં અને ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયા હતાં. ઇજાગ્રસ્ત યુવાનને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે. જયાં તેની હાલત અતિગંભીર ગણાવાઇ રહી છે.

નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિપેશ ભરતભાઈ નંદા, ઉ.વ. 23, રે. દિ.પ્લોટ-58, ડો.નીત્યાનંદ કટારીયાના દવાખાના પાસે, જામનગરમાં ફરીયાદી દિપેશભાઈની બહેન દિપાલીને આ કામના આરોપી ધરમ અશોકભાઈ કટારમલ માબાઈલ ફોનમાં મેસેજ કરતો હોય જેથી મેસેજ ન કરવા બાબતે ફરીયાદી દિપેશભાઈ તથા ભોગ બનનાર વિવેક ભરતભાઈ એ સમજાવવા જતા આ કામના આરોપી ધરમ અશોકભાઈ કટારમલ એ પાનની દુકાન માંથી તીક્ષ્ણ ધારદાર કાતર લઈ ભોગબનનાર વિવેકને મારી નાખવાના ઈરાદે માથામાં જમણી બાજુએ જીવલેણ ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી તેમજ ફરીયાદી દિપેશભાઈને આરોપી અશોક મોહનભાઈ કટારમલએ લોખંડનો પાઈપ માથામાં મારી ઈજા કરી ભુંડા બોલી ગાળો આપી એક બીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર જિલ્લા પંચાયત કચેરીનું ‘ફડાકા કાંડ’ રહી રહીને ને ગાંજ્યું : વિપુલ કગથરા અને લગ્ધીરસિંહ જાડેજાની સામ-સામી ફરિયાદ.

0

જામનગર જિલ્લા પંચાયત કચેરીના ‘ફડાકાકાંડ’માં રહી રહીને પોલીસ ફરિયાદ.

વિપુલ કગથરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સામે લખધીરસિંહ જાડેજાએ પણ નોંધાવી ફરિયાદ.

જામનગર: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ની ચેમ્બર ના ફડાકા કાંડ ની બનેલી આ ઘટના અંગે આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.જેમાં પ્રથમ ફરિયાદ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવીયા ગામના રહેવાસી અને મૂળ ધ્રોલના ખેંગારકા ગામના વિપુલ ધરમશીભાઈ કગથરાએ નોંધાવી છે.આ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના પત્ની નીતાબેન ખેંગારકા ગામના સરપંચ છે. વિપુલભાઈ ગયા સોમવારે બપોરે જામનગર જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા હતાં.

તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાની ચેમ્બરમાં હતા. તેઓએ ખેંગારકા ગામમાં કોઝવેના બંધ થયેલા કામ બાબતે વાત કરી હતી. ત્યારે ધ્રોલ તાલુકાના રોઝિયા ગામ ના સદસ્ય લખધીરસિંહ જાડેજા એ તમારી સીટ નો જિલ્લા પંચાયતનો સદસ્ય હું છું, જે કાંઈ રજૂઆત હોય તે મને કરવી જોઈએ તેમ કહી ગાળો આપી હતી. અને લગધીરસિંહે ઉશ્કેરાટમાં આવી બે- ત્રણ ફડાકા મારી લીધા હતા.

તે પછી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી વિપુલભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની સામે જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિ ના ચેરમેન લગધીરસિંહ જાડેજા એ પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેઓએ જણાવ્યા પ્રમાણે ગયા સોમવારે તેઓ જિલ્લા પંચાયત કચેરીમાં પોતાની ઓફીસમાં હાજર હતા ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ તેઓને બોલાવ્યા હતાં. તેથી ત્યાં પહોંચેલા લગધીરસિંહને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ખેંગારકા ગામના સરપંચ નિતાબેનના પતિએ બંધ થયેલા કોઝવેના કામ અંગે વાત કરતાં તે બાબતે નોટીસ અપાઈ છે, તેમ લગધીરસિંહે જણાવ્યું હતું.

આ વેળાએ નોટીસ બાબતે પ્રમુખને કેમ કહયું ? તેમ કહી વિપુલ કગથરાએ ગાળો કાઢી ઠોસા માર્યા હતાં. આ અંગે લગધીરસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદ પણ નોંધી તપાસ શરૂ કરી છે.

ભરાણામાં વેક્સિનેશનમાં વારો લેવા બાબતે બબાલ : બે જૂથ વચ્ચે અથડામણ: સામ-સામી ફરિયાદ.

0

ભરાણામાં વેક્સિનેશનમાં વારો લેવા બાબતે બબાલ: બે જૂથ વચ્ચે અથડામણ: સામ-સામી ફરિયાદ.

પ્રેસ પ્રતિનિધિ : દિગ્વિજયસિંહ જી. જાડેજા- દેશ દેવી ન્યુઝ નેટવર્ક  : વાડીનાર

વાડીનાર તાબેના ભરાણા ગામે ગઈકાલે ગુરુવારે કોરોના વાયરસના રસીકરણ અંગેની કામગીરી ચાલી રહી હતી. ભરાણા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી વેક્સિનેશનની આ કામગીરી દરમિયાન બપોરે આશરે સાડા બારેક વાગ્યે અહીં ઊભેલા કેટલાક સ્થાનિકો દ્વારા તેઓને નોકરીમાં જવાની ઉતાવળ હોવાથી વચ્ચેથી વારો લેવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ સેન્ટરમાં જ મારામારી થઈ હતી.

બાદમાં આ મારામારીમાં ઘવાયેલા એક યુવાનના પરિવારજનોએ સામેની વ્યક્તિને ત્યાં જઈ અને ડખ્ખો સર્જ્યો હતો. આ બનાવે થોડીવાર માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું લીધું હતું અને બે પક્ષો સામસામે આવી ગયા હતા. જેમાં લાકડાના ધોકા, પાઈપ જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હતો. આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા વાડીનાર મરીન પોલીસ બાદ અહીંના ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરી સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસનો વિશાળ કાફલો નાના એવા ભરાણા ગામે પહોંચી ગયો હતો. જ્યાં તેમણે પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને મામલો વધુ બિચકતા અટકી ગયો હતો.

આ મારામારીમાં ઘવાયેલા અડધો ડઝન જેટલા વ્યક્તિઓને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે પોલીસ ફરિયાદ સહિતની તજવીજ કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં યશપાલસિંહ જોરૂભા જાડેજા (રહે. ભરાણા) નામના 27 વર્ષના યુવાને આ જ ગામના મજીદ ઊર્ફે વડો અયુબ ભાયા, અયુબ મુસા ભાયા, તાલબ મુસા ભાયા, સાલેમામદ મુસા, કરીમ મુસા, જુનસ મુસા, કાસમ ભાયા, મામદ અલી, મજાત હોટલવારો ઉપરાંત તેમના કુટુંબી મહિલાઓ વિગેરે સામે વાડીનાર મરીન પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરીયાદી યશપાલસિંહ તથા આરોપી મજીદ ઊર્ફે વડો સાથે વેક્સીનેશન સેન્ટરમાં વેક્સિન આપવા બાબતે ઝઘડો થયેલ હોય, એ બાબતની સમાધાનની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી તથા તેમની સાથે સાહેદ તેમના માતા-પિતા ઉપરાંત પરિવારજનો એવા ધર્મેન્દ્રસિંહ, રણજીતસિંહ વિગેરેને બેફામ માર મારી, ફ્રેકચર સહીતની ઈજાઓ પહોંચાડી, ધમકી આપી હતી.

ઉપરોક્ત બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 143, 147, 149, તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે મજીદ ઉર્ફે વડો આયુબ ભાયા (ઉ. વ. 24) એ યશપાલસિંહ જાડેજા, અશપાલસિંહ જાડેજા, અશપાલસિંહના માતા, જોરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા તથા માનસંગભાઈ અને નવલસિંહ સોઢા નામના શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે વાડીનારના પી.એસ.આઇ. કે.એન. ઠાકરીયા દ્વારા આગળની તપાસ હાથ ધરી, આરોપીઓની ધરપકડ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી. નાના એવા ભરાણા ગામમાં સર્જાયેલા જૂથ અથડામણ જેવા આ બનાવે પોલીસતંત્રને દોડતું કરી દીધું હતું અને આ બનાવ બનતા ભરાણા ગામની બજારો તથા દુકાનો બંધ થઈ ગઈ હતી. જો કે સમયસર પરિસ્થિતિ કાબૂમાં આવી જતાં પોલીસ તંત્ર તથા સ્થાનિક લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ.

0

જામગનર જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ.


કોરોના મહામારી દરમિયાન પણ સગર્ભાઓના સ્વાસ્થ્યની કાળજી લઇ શકાય તે માટે જી. જી. હોસ્પિટલની જૂની કેન્ટીન ખાતે સોનોગ્રાફીની અલાયદી વ્યવસ્થાનું નિર્માણ કરાયું.


જામનગર તા. 2
જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે પ્રતિદિવસ અંદાજિત 150થી 200 જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક 50 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે.

આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો આજરોજ ડેપ્યુટી ડાયરેકટર મેડિકલ સર્વિસીસ ડો. તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલીયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર, મોડપર વગેરે પી.એચ.સીથી પણ સગર્ભા સ્ત્રીઓને વાહનની સુવિધા દ્વારા સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવેછે. વધુમાં વધુ સગર્ભાઓને આ લાભ મળી શકે અને હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલના સંભવત: સંક્રમિત વિસ્તારથી દૂર સુરક્ષિત જગ્યામાં તપાસ થઈ શકે તે માટે આ અલગ વ્યવસ્થા નિર્મિત કરવામાં આવીછે. મા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સચવાય શકે તે માટે સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભમાંના શિશુના વિકાસ અને સ્વાસ્થ્યની કાળજી અર્થે સોનોગ્રાફી કરવી ખૂબ આવશ્યક છે.

આ વિભાગમાં વેઇટીંગ એરીયા, હવા-ઉજાસ સાથેનું વાતાવરણ, પીવાના ઠંડા પાણી તેમજ નાસ્તાની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે જેથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી સલામતીપૂર્વક, સમયસર અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય. આ સાથે જ વિભાગમાં સગર્ભાઓ માટે હકારાત્મક વાતાવરણના નિર્માણ હેતુ વાંચન માટે ઉમદા પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેઓ ત્યાં વાંચી શકે છે અને સાથે જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે.

આમ સ્વસ્થ ભારતના નિર્માણ હેતુ તંદુરસ્ત બાળક અને તંદુરસ્ત માતાની અભિલાષાને પરિપૂર્ણ કરવા આ નવી વ્યવસ્થાઓનો જામનગર જિલ્લાની સગર્ભાઓને આજથી લાભ મળશે.

જામનગરમાં બાંધકામ અંગે બ્લેકમેઇલીંગ કરવાના આરોપી પત્રકારની ધરપકડ કરવા હાઇકોર્ટમાંથી મળ્યો સ્ટે.

0

જામનગરમાં બાંધકામ અંગે બ્લેકમેઇલીંગ કરવાના આરોપી પત્રકારની ધરપકડ કરવા હાઇકોર્ટમાંથી મળ્યો સ્ટે

બાંધકામના વિડિયો શુટીંગ પછી પૈસા માંગવાના કેસમાં આરોપીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી: હાલ ધરપકડ નહીં થાય.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરના આ બ્લેકમેઇલીંગના આરોપસર કેસની વિગત મુજબ, જામનગરના નાનકપુરી વિસ્તાર પાસે પરેશ આત્મારામ લખીયર નામના આસામીના રહેણાંક મકાનના ચાલી રહેલા બાંધકામના સ્થળે ધસી આવેલા કેટલાંક વ્યક્તિઓએ પરેશ તથા તેના ભત્રીજાને આગળ બાંધકામ કરતાં પહેલાં રૃપિયા પાંચ લાખની માંગણી કર્યા પછી રકઝકના અંતે રૃપિયા દોઢ લાખની રકમ નક્કી કરી હતી. તે રકમ પરેશે નહીં આપતાં આ બાબતની ફરિયાદ કરતો નહીં. નહીંતર ટાંટિયા ભાંગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપવા અંગે ‘ગ્રેવિટી ન્યૂઝ’ નામના છાપાના પત્રકાર કપિલ અરવિંદભાઈ જોઈસર સામે પોલીસે આઈપીસી 385, 387, 506(2) હેઠળ ફરિયાદ નોંધી હતી.

આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે આરોપી કપિલ જોઈસરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની વિડિયો કોન્ફરન્સમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે, અગાઉ જામનગર એસપીને પરેશ લખીયરે અરજી કરી હતી.

જેમાં તેણે અન્ય બે વ્યકતિ દ્વારા આક્ષેપિત બાંધકામની ફોટોગ્રાફી અને વિડિયો શુટીંગમાં સાથે હતાં તેમ જણાવ્યું હતું. તે પછી ફરિયાદમાં આરોપી તરીકે માત્ર કપિલનું નામ જણાવ્યું હતું. તો અરજીથી ફરિયાદ સુધીમાં બે આરોપીઓને શા માટે બાદ કરી નાખવામાં આવ્યા છે?

તેની સામે ફરિયાદપક્ષના વકીલ તથા સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ બન્ને શખ્સ ફરિયાદ પક્ષના સાક્ષી છે, તેમના નિવેદન નોંધાયા છે. તેની સામે બચાવ પક્ષે દલીલ કરી હતી કે, જો બન્ને આરોપીના નિવેદન નોંધાયા હોય અને બન્ને પાસેથી  અન્ય ચેનલના ઓફિશિયલ કેમેરામાં કરાયેલું વિડિયો શુટીંગ તપાસનીસને મળી ગયું હોય તો અરજદાર (કપિલ જોઈસર)નું પણ તપાસનીસે નિવેદન લેવું જોઈએ. જ્યારે અરજદાર પોલીસ સમક્ષ હાજર થઈ ગુન્હાને લગત માહિતી આપવા અને મટિરિયલ રજૂ કરવા તૈયાર છે.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટએ બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી અરજદાર (કપિલ જોઈસર)ની ધરપકડ સામે ‘સ્ટે’નો આદેશ આપ્યો છે અને તપાસનીસને તેનું નિવેદન લઈ અદાલતને રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. આ કિસ્સાની છેલ્લી સુનાવણી આગામી તારીખ 13 પર રાખવામાં આવી છે.

જામનગર લાંચ પ્રકરણમાં મહિલા PSI દોઢ દિવસના રિમાન્ડ પર.

0

જામનગર લાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઇ દોઢ દિવસના રિમાન્ડ પર.

જામનગર: જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીને અંબર સિનેમા રોડ પરથી જામનગર એસીબી પી.આઇ. એ.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીની ટીમે મહિલા પોલીસ સ્ટેશનથી થોડે દૂર અંબર સિનેમા રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું.

જ્યાં ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા રૂા. 5000ની ચલણી નોટો સ્વીકારવા માટે આવતાં તેને રંગેહાથ પકડી પાડયો હતો. જેને એસીબીની ટીમે દિવ્યરાજસિંહને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને પૂછપરછ દરમ્યાન તેણે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટ વતી નાણાં સ્વિકાર્યા હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન એસીબી પીઆઇ આર.આર.સોંલકી તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરના એક આસામીની સાળીને કોઇ શખ્સ ભગાડી ગયો હોય અને આ પોક્સો એકટ અંગેના કેસમાં આગળની કાર્યવાહી નહીં કરવાનાં સંદર્ભમાં તપાસનીસ અધિકારી દ્વારા પાંચ હજારની લાંચની માગણી સંદર્ભે ફરિયાદીએ ફરિયાદ કરી હતી અને એસીબીએ શુક્રવારે રાત્રિના છટકું ગોઠવી પીએસઆઇ વતી પાંચ હજારની લાંચ સ્વીકારતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા (ડ્રાઇવર)ને ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતાં. તે દરમ્યાન એસીબીની ટીમે આજે બપોરે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટની ધરપકડ કરી રિવોલ્વર કબ્જે કરી હતી અને આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂકરવામાં આવ્યાં હતાં. અદાલતે મહિલા પીએસઆઇના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

એસીબીની ટીમે આ પ્રકરણમાં અન્ય કોઇ સ્ટાફની સંડોવણી છે કે કેમ? તે અંગેની તપાસ આરંભી હતી.

કલ્યાણપુરના મેધપર ટીટોડીમાં પિતા-પુત્ર પર છ શખસ ટુટી પડયા.

કલ્યાણપુરના મેઘપર ટીટોડીમાં પિતા પુત્ર પર છ શખ્સોનો હુમલો.ભાટીયા: કલ્યાણપુરના મેદ્યપર ટીટોડીમાં પિતા પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં છ શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદમાં મેઘપર ટીટોડી ગામે રહેતાં કેશુરભાઈ નથુભાઈ ડાંગર (ઉ.વ.50) નામના આઘેડે જણાવ્યું છે કે, અમારી વાડીની બાજુમાં વજશી કાનાભાઈ છુછરની વાડી આવેલી છે ત્યાંથી હું તેમને પુછયાં વગર બે ફુવારા લઈ આવ્યો હતો જેનો ખાર રાખી વજશી છુછર, દેવાત જગા છુછર , અરશી રામા છુછર, કાના દેવા છુછર, હેભા કાના છુછર બધાએ સાથે મળી મને તથા મારા દિકરા આડેધડ ધોકા વડે મારમારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આઘેડની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે છ શખસો સામે ગુનો નોધી શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં યુવાનને મહિલાએ ઢીબી નાખ્યો : મહિલા સહિત પાંચ સામે ફરિયાદ.

0

જામનગરમાં યુવાન ઉપર હિચકારો હુમલો: મહિલા સહિત પાંચ સામે ફરિયાદ.

જામનગર: જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બિક્રમભાઈ બલબહાદુરભાઈ બિક (ઉ.વ.રર, રે. એમ.પી.શાહ ઉધોગનગર, એલ.આઈ.જી. આવાસની પાછળ, જામનગરવાળા)એ ફરીયાદ નોંધાવી છે કે, એમ.પી.શાહ ઉધોગનગર, એલ.આઈ.જી. આવાસની પાછળ, જામનગરમાં ફરીયાદી બિક્રમભાઈના ઘર પાસે આરોપી તોહિરાબેન સલીમભાઈ શેખ, એ તેમની પાસે રહેલ ઈટ વડે ફરીયાદી બિક્રમભાઈને માથાના ભાગે ઈજા કરી તથા આરોપી ફરીદ સલીમ શેખ એ ફરીયાદી બિક્રમભાઈને વાસનો બમ્બુ વડે વાસા તથા જમણા ખંભા પર માર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી તોહિરાબેન એ બહાર નીકળો તો પથ્થર વડે જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી અબ્દુલ ગુલમામદ તથા ફારૂક એ ગાળો આપી આ તમામ પાચંયે વ્યકિતઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

બાળકને ટકકર મારતા ઈજા
બીજા બનાવમાં જામનગરના પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કાનજીભાઈ ઉકાભાઈ ઘાવતર, ઉ.વ.31, રે. હડમતીયા ગામવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, કાનજીભાઈના ઘર પાસે આરોપી નરશીભાઈ પોપટભાઈ ધામેલીયા એ પોતાનું મોટરસાયકલ નં.જી.જે.10-એ.કયુ.-6337, રે. હડમતીયા ગામવાળાએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે ચલાવી ફરીયાદી કાનજીભાઈના દિકરા મિલન ઉ.વ.9 વાળાને ટકકર મારી પછાડી દેતા ડાબા પગે ફેકચરની ઈજા કરી તથા માથાના ભાગે ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

જામનગરમાં મૂસ્લિમ યુવકની હત્યા મામલે પાંચ આરોપીઓની ધરપકડ.

0

જામનગરમાં મૂસ્લિમ યુવકની હત્યા મામલે 5 આરોપીઓની ધરપકડ.

જામનગર : જામનગર શહેરના હર્ષદમીલની ચાલીમાં રહેતા અબ્દુલ ભાઈ કાસમભાઈ ખફી અને સાબીર સલીમ નામના બંને યુવાનો જીઆઇડીસી ઉદ્યોગ નગર કારખાનામાંથી સાંજે કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક લઇને પોતાના ઘરે જતા હતા અને બન્ને યુવાન રણજીતસાગર રોડ પર મારુ કંસારા ફાઉન્ડેશન સામેથી પસાર થતા હતા ત્યારે જૂની અદાવત થી માથાકૂટ કરી હતી તેમાં ઇમરાન અબુ પતાણી, મુસ્તાક મહમદ ખફી, અલ્તાફ હનીફ ખીરા, હાજી ઉફે કયુંમ સબીરભાઈ ખીરા, મહેબૂબ અને ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં બે યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ચાર અજાણ્યા શખ્સ સહિત નવ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં ત્રણ દિવસ પહેલા સાબીરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારે આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ફરિયાદ હત્યાની કલમો ઉમેરી હતી આ કેસની તપાસ પીઆઈ એમ.જેજલું અને પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા સહિતના પોલીસ સ્ટાફ ચલાવી રહી છે તેમજ ચાર અજાણ્યા શખ્સો માંથી બે શખ્સોને ઝડપી લીધા છે તેમજ કોઈ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરી રિમાન્ડ માટે આગળની તજવીજ હાથ ધરાશે.

ડ્રાઇવરને ચડાવ્યો ઝાડ પર અને પાવર બંધ ન કર્યોં થયું મોત : મનપાની ગુનાહિત બેદરકારીનો ધડાકો

0

એક મહિના પહેલા દિગ્વિજય પ્લોટની ઘટનામાં મનપાની ગુનાહિત બેદરકારી નો ધડાકો.

ઝાડ કાપવા ડ્રાઈવરને ચડાવ્યો અને વીજ પાવર પણ બંધ “ન”  કર્યો.!

સક્ષમ આધકારી કે સૂપરવાઇઝર કામગીરી વેળા એ હાજર ન રહ્યા.!

જે જગ્યાએ ઝાડ કાપવાની કામગીરી ચાલતી હતી  ત્યાં કોઈ ફરિયાદ ન હતી.!

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ પાસે તારીખ ૨૬-પના રોજ વૃક્ષ ટીમિંગ કરી રહેલા કરણ ડાભી ઉંમર વર્ષ ચાલીસ નામના યુવાનનું 11 kv લાઇનને અડી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાએ હાથ ઉચા કરી દીધા હતા કારણકે કર્મચારી આઉટસોર્સિંગનોં હતો.

હવે પ્રશ્ન એ થાય છે કે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો કરણ ડાભી ને ઝાડ કાપવાનું કામ સોંપાયું હતું જે વીજ લાઈન અડી ગયો હતો તે લાઈન પણ મહાનગર પાલિકાએ બંધ કરાવી ન હતી સાથોસાથ ટીંમિંગની કામગીરી વેળા એ કોઇ સક્ષમ અધિકારી કે સુપરવાઈઝર હાજર ન હતો.

સાથોસાથ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ લાઇટ બંધ કરવા અંગોની અમોને કોઈ જાણ કરવામાં આવી નથી અને જ્યારે પણ જાણ કરવામાં આવતી હોય ત્યારે અમે એક માણસ આપીએ છીએ પરંતુ બનાવના દિવસે લાઇટ બંધ કરવા અંગેની કોઈ જાણ કરવામાં આવી ન હતી.

આ કોઈ અકસ્માતે બનેલી ઘટના નથી પરંતુ ગુનાહિત બેદરકારી થી બનેલી ઘટના છે.

જે વિસ્તારમાં ઝાડ કાપવાનું કામ ચાલતું હતું ત્યાં ઝાડ કાપવા અંગેની સ્થાનિકોની ફરિયાદ પણ ન હતી.

આ બધી બાબત પરથી ફલિત થાય છે કે ગુનાહિત બેદરકારી થી યુવાનનું મૃત્યુ થયું છે જેના માટે મનપાના સત્તાધીશો જવાબદાર બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.બીજી બાજુ ગત રાત્રે એજન્સી વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.