Monday, October 12, 2026
Home Blog Page 359

સુમરા ચાલીના રહેણાંક મકાનમાં ચાલતા ક્રિકેટના સટ્ટા પર LCB ની રેઇડ થતા નાશ ભાગ : અધધ… ૧૭ લાખથી વધુ રોકડા : એક ડઝન ફારાર

0

સુમરા ચાલીના રહેણાંક મકાનમાં ચાલતો ક્રિકેટના સટ્ટા પર રેઇડ થતા નાશ ભાગ

લોકલ ક્રાઈમ બ્રાંચની રેડમાં રૂપિયા ૧૭ લાખ થી વધુ રોકડ ઝડપાઈ : 4 ઝબ્બે 12 ફરાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : શહેરના કિશાન ચોક સુમરા ચાલી પાસે અબ્દુલકાદર મામદ સુમરા ની ઓફિસ ના ઉપરના માળે રૂમમાં ક્રિકેટનો ડબ્બો ચાલતો હોવાની બાતમી ભગીરથસિંહ સરવૈયા અને હરદીપભાઇ ધાંધલ મળેતા એલસીબી સ્ટાફ સાથે રેડ કરતા ક્રિકેટનો ડબ્બો રમાડી રહેલા અબ્દુલકાદર નુરમામદ ખફી, અશોક ઉર્ફે બાબુલાલ દતાણી, રહે. ગ્રીન સીટી શેરી નં-૮ શ્રી નિવાસ, તુષાર ઉર્ફે રૂપેશ હસમુખલાલ મહેતા રહે.ચાંદી બજાર કલ્યાણજીના મંદિર પાસે મકીમ વાડી જામનગર, પરેશ મગનભાઈ સોલંકી રહે. મોટા આશાપુરા મંદિર પાસે વાઘેર વાડો જામનગર પાસેથી ૧૭.૯ર રોકડા સહિત કુલ ૧૮,૮ર,૭૦૦/- લાખના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સુમરા ચાલીમાં પકડાયેલા ક્રિકેટના ડબ્બામાં (૧) અબ્બાસ વોરા (ર) કાળો સેન્ડવીચ (3) ૧૩ નંબર મુનો (૪) મશરૂ (પ) અંકિત (૬) પર નંબર (૭) કિશોર (૮) રોકી (૯) ઇમરાન (૧૦) મોહન રહે. બધા જામનગરને ફરારી જાહેર કરેલ છે.

સાથે લાઇન ચલાવનાર દિનકર અને વિઠ્ઠલને ફરાર જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયાના આશાસ્પદ બ્રાહ્મણ યુવાનનું અકસ્માતમાં મોત

0

ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત : પરીવાર પર આભ ફાટ્યું

ખંભાળિયા: ખંભાળિયા નજીકના યોગેશ્વર નગર- 2 ખાતે રહેતા મહેન્દ્રભાઇ ઊર્ફે મુકેશભાઈ ત્રિવેદીનો 21 વર્ષીય વિદ્યાર્થી યુવાન પુત્ર રાજ ગત તારીખ 25 ના રોજ પોતાના જી.જે.37 ડી. 5287 પર બેસીને જઈ રહ્યો હતો, ત્યારે ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલપંપ પાસે એક ગોળાઈ પાસે વણાંક લેતા આ મોટરસાઇકલ સ્લીપ થઇ ગયું હતું.

જેના કારણે રાજને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રાજ ત્રિવેદી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શરૂ શેક્સન M.P શાહ ઉદ્યોગ નગર પાછળ મહિલાના વાળ પકડી બેફામ માર માર્યાની મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

0

જામનગરમાં અગમ્ય કારણોસર મહિલાને મારમાર્યાની મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તાહીરાબેન સલીમભાઈ કમરુદીનભાઈ શેખ, ઉ.વ.47, રે. ધરારનગર-1, એમ.પી.શાહ ઉધોગનગર, એલ.આઈ.જી વન આવાસ બિલ્ડીંગની પાછળની ગલીમાં શ્રીનાથી એન્ડ ફેબ્રીકેશન સ્ટેલની બાજુવાળી ગલીના છેવાડે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.

કે, તા.30-6-21ના ફરીયાદી તાહીરાબેનને આરોપી સચીનભાઈ એ માથાના વાળ પકડી નીચે વાળી દઈ આરોપી વિક્રમભાઈ એ ફરીયાદી તાહીરાબેનને એક લાકડીનો ઘા જમણા હાથના પંજા પર મારતા છેલ્લી બાજુની આગળી માં ફેકચર જેવી ઈજા કરી તથા બીજો લાકડીનો ઘા ડાબા હાથ ના પોચાની પહેલી આગળીમાં મુંઢ ઈજા કરી તથા આરોપી સંગીતા એ ફરીયાદી તાહીરાબેનને ઢીકા મારી ઢસડી ભુંડી ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ખંભાળિયામાં ત્રણ સિંહનો સપાટો : રીઢા ચોરની ધરપકડ : ૪૯ ચોરીઓની કબૂલાત

0

ખંભાળિયા પંથકમાંથી રીઢા ચોરની ધરપકડ, 49 ચોરીઓની કબુલાત

ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના માંઢા ગામ નજીક એસટી બસમાંથી બે દિવસ પૂર્વે એક યુવાનના ખિસ્સામાંથી નજર ચૂકવીને રૂ. નવ હજારની રોકડ રકમ ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો હતો.

જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સંદર્ભે કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સધન ઝુંબેશમાં જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન LCB ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકોટમાં સીતારામ સોસાયટી ખાતે રહેતા સંજય ઉર્ફે ગીડો બટુકભાઈ દેત્રોજા નામના 40 વર્ષના યુવાનને દબોચી લીધો હતો. ઝડપાયેલા આ શખ્સ પાસેથી ચોરીના રૂપિયા નવ હજાર પણ પોલીસે કબજે કર્યા હતા.

એલસીબી પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા સંજય ઉર્ફે ગીડો દેત્રોજાએ તેના દ્વારા જામનગર, મોરબી, વાંકાનેર, ગોંડલ, પોરબંદર, સહિતના જુદા-જુદા સ્થળોએ મંદિર, બસ સ્ટેન્ડ, તેમજ જુદી-જુદી ભીડભાડવાળી જગ્યાએ ભીડનો ગેરલાભ લઈ, 49 સ્થળોએ પીક પોકેટિંગ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે તેની અટકાયત કરી વધુ, તપાસ અર્થે તેનો કબ્જો વાડીનાર મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. શીંગરખીયા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના સાંઢિયા પૂલ નજીક ઉઘરાણી બાબતે બબાલ : માથામાં ધોકા ફટકાર્યા સામ-સામી ફરિયાદ

0

જામનગરના સાંઢિયા પૂલ નજીક ઉઘરાણી બાબતે બબાલ : સામ-સામી ફરિયાદ

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ઉર્ફે વિજય ગોવિંદભાઈ ઓડીચ, ઉ.વ.રપ, રે. સાંઢીયા પુલ પાછળ, ગોકુલધામ સોસાયટી, વાછરડાડાના મંદિરની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.2-7-2021 ના સાંઢીયા પુલ પાસે, કોપરસીટી બિલ્ડીંગના ગેઈટની સામે, જામનગરમાં આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર એ ફરીયાદી રાજુભાઈ ના ભાઈ ત્રીસ હજાર રૂપિયા માંગતા હોય જે રૂપિયા ફરીયાદી રાજુભાઈ તથા તેના ભાઈ આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર પાસે રૂપિયા માંગવા જતા તેને કહેલ હાલ મારી પાસે રૂપિયા નથી થાશે ત્યારે આપીશ તેમ જણાવતા આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ફરીયાદી રાજુભાઈ ને માથામાં લાકડાના ધોકાનો એક ઘા મારી ઈજા કરી આરોપી કપીલ કિશોરભાઈ પરમાર એ ફરીયાદી રાજુભાઈને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી બંન્ને આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.

તો સામે રાજુભાઈ ઉર્ફે વિજય ગોવિંદભાઈ ઓડીચ, ઉ.વ.રપ, રે. સાંઢીયા પુલ પાછળ, ગોકુલધામ સોસાયટી, વાછરડાડાના મંદિરની પાછળ, જામનગરવાળા અને અજયભાઈ ગોવિંદભા ઓડીચ સામે ફરીયાદી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર એ પણ મારમારી ઈજાઓ પહોંચાડવા અંગે વળતી ફરીયાદ નોંધાવતા સીટી-સી  ડિવીઝન પોલીસ સ્ટેશનનનાં પી.એસ.આઈ. એન.વી.હરીયાણીએ આ અંગે તપાસ હાથ ધરી છે.

આવતીકાલ રવિવારના રોજ પણ જનસેવા કેન્દ્ર કાર્યરત રહેશે : જામનગર જનતાએ લાભ લેવા અનુરોધ

0

મહેસૂલ સેવાસદન જામનગર શહેર ખાતેનું જનસેવા કેન્દ્ર આવતીકાલ રવિવારના રોજ પણ કાર્યરત રહેશે

જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, હાલમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાના કારણોસર તેમજ અન્ય હેતુ માટે મામલતદાર કચેરી જામનગર શહેર દ્વારા પૂરા પાડવામાં આવતા અલગ-અલગ હેતુ અંગેના દાખલાઓ જેવા કે આવક/જાતિ/નોન ક્રિમિલેયર/ડોમીસાઈલ/ EWS(ઇ.ડબલ્યુ.એસ) વગેરે માટે લોકો વધુ પ્રમાણમાં કચેરીની મુલાકાત લેતા હોય અરજદારશ્રીઓને દાખલા સરળતાથી તેમજ સમયમર્યાદામાં મળી રહે તે માટે જાહેર જનતાના લાભાર્થે મામલતદાર કચેરી જામનગર શહેરના મહેસૂલ સેવા કેન્દ્ર, શરૂ સેકશન રોડ ખાતેનું જનસેવા કેન્દ્ર તા.૦૪-૦૭-૨૦૨૧ના રોજ રવિવારે પણ જાહેર રજામાં સવારે ૧૦:૩૦કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદારશ્રી, જામનગર શહેરની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિંગ બેંકની ચુંટણીમાં પી.એસ.જાડેજાનો ડંકો, ચેરમેન તરીક ચુંટાયા : ભારે ગરમાવો

0

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિંગ બેંકની ચુંટણીમાં ભારે ગરમાવા બાદ પી.એસ.જાડેજાનો ડંકો, ચેરમેન તરીક ચુંટાયા

વાઇસ ચેરમેન રાજુભાઇ વાદી, એમ.ડી. લૂણાભા સુમણીયા અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેકના ડિરેકટર તરીકે મુળુભાઈ બેરા ચૂંટાયાજામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં મહત્વની જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ચુંટણી આજે યોજાઇ હતી.જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રીક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદા માટે લાંબા સમયથી સહકારી ક્ષેત્રના આગેવાનોમાં રાહ જોવાઇ રહી હતી.

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિંગ બેંકના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. જામનગર મહેસુલ સેવા સદન ખાતે હોદ્દેદારોની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. 16 મતદારોની આ મતદાન પ્રક્રિયામાં 10 લોકો ભાજપ પ્રેરીત હતા. જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પ્રતાપસિંહ જાડેજા (પી.એસ.જાડેજા), વાઇસ ચેરમેન રાજુભાઇ વાદી, એમ.ડી. લૂણાભા સુમણીયા અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેકના ડિરેકટર તરીકે મુળુભાઈ બેરા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા.

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના હોદ્દેદારોની ચૂંટણીને લઈને ભારે ગરમાવો વ્યાપી ગયો છે. ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેકના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી. ડિસ્ટ્રિક્ટ બેન્ક ની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળેલ હતો.

હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી : ગુજરાત હાઈકોર્ટ

હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય. આ માટે ગુજરાત હાઈકોર્ટે કારણો પણ રજૂ કર્યા છે.અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જો કે કોરોના વાયરસના નવા કેસો, મૃત્યુ અને એક્ટીવ કેસ ઓછા થતા રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધો ઓછા કરી નાખ્યા છે અને ઘણી છૂટ પણ આપી છે. આમાં એક મુદ્દો માસ્ક ન પહેરવાના દંડનો પણ હતો. રાજ્ય સરકારે માસ્ક ન પહેરવાના દંડની રકમ ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જો કે ગુજરાત હાઈકોર્ટ એ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની ગુજરાત સરકારની અરજી ફગાવી દીધી છે અને આ માટે કારણો પણ રજૂ કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી. હાઇકોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરાવવાની શક્યતા છે. હાલ પણ ઘણા લોકો માસ્ક નથી પહેરી રહ્યાં. જો 50 ટકા લોકો માસ્ક પહેરતા હશે તો ત્રીજી લહેરનો સામનો કરી શકાશે. હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય.

માસ્ક ન પહેરવાના દંડમાં ઘટાડો ન કરવાનું એક કારણ આપતા હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં જો 50 ટકા વસ્તીનું રસીકરણ થશે તો આ અરજી અંગે વિચારવામાં આવશે અને માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની સમીક્ષા કરવામાં આવશે.

જામનગરને ગૌરવ અપાવનાર જી.જી હોસ્પિટલના ડો.ગોસ્વામીને મળ્યો નેશનલ એવોર્ડ

0

જામનગર જી.જી હોસ્પિટલના ડો. ગોસ્વામીને મળ્યો નેશનલ એવોર્ડ

કોરોનાકાળમાં યશસ્વી કામગીરી કરનાર ડો. ગોસ્વામીને આઇએમએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવાની જાહેરાત થતા તબીબી આલમમાં ખુશીનો માહોલ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગરમાં કોરોનાકાળમાં કોવિડ હોસ્પીટલમાં ડોકટરોએ ખુબ જ જહેમત ઉઠાવીને દર્દીઓના જીવ બચાવ્યા છે, ત્યારે એક વર્ષ સુધી રાત દિવસ જોયા વગર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને ગરીબોના બેલી ગણાતા ડો. ભુપેન્દ્ર ગોસ્વામીને ગઇકાલે આઇએમએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

જામનગરના એક માત્ર તબીબની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે, તેમને એવોર્ડ મળવાની જાહેરાત થતા જી.જી. હોસ્પીટલમાં ડોકટરોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને તેમના પર અભિનંદનની વર્ષા થઇ હતી.

મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા ડો. ભુપેન્દ્ર ગોસ્વામી ખુબ જ શાંત સ્વભાવના છે, અત્યાર સુધીમાં આશરે ૧૫ થી ૧૬ હજાર જેટલા દર્દીઓની કોરોનાકાળમાં તબીબી ચકાસણી પણ કરી હતી, રાત દિવસ જોયા વગર તેઓએ કોવિડ હોસ્પીટલમાં જે પ્રશંસનીય કામગીરી કરી હતી જેની નોંધ લેવામાં આવી હતી, ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ આપવામાં આવે છે જેમાં આખા વર્ષ દરમ્યાન સારી કામગીરી કરી હોય તેઓને આ એવોર્ડ આપવામાં આવે છે, ગુજરાતમાં કુલ પાંચ ડોકટરોને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

કોરોનાકાળમાં જયારે ૨૦૦૦થી વધુ લોકો સારવારમાં હતા ત્યારે કોવિડના વડા ડો. એસ.એસ. ચેટરજીની સાથે રહીને તેઓએ ખુબ જ કપરી કામગીરી કરી હતી, ડો. ગોસ્વામીની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે તે જામનગરનું ગૌરવ કહી શકાય, આઇએમએ દ્વારા પણ તેમની કામગીરીની ઉત્કૃષ્ટ નોંધ લીધી છે, આમ જી.જી. હોસ્પીટલના મેડીકસીન વિભાગના નિષ્ણાંત તબીબ ડો. ગોસ્વામીની પસંદગી થતા ડીન ડો. નંદીની દેસાઇ, અધિક ડીન ડો. એસ.એસ. ચેટરજી, તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી સહિતના ડોકટરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

જામનગરના ગાંધીનગરમાં પરિણીતાને સાસરિયાઓના ત્રાસની ફરિયાદ.

0

જામનગરના ગાંધીનગરમાં પરિણીતાને સાસરિયાઓના ત્રાસની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેણીના સાસરિયાંઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ પોતાના સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર ગાંધીનગર વિસ્તારમાં રહેતી અંજનાબેન વિશાલભાઈ ઝાલા નામની 27 વર્ષની પરિણીતાને તેણીના પતિ સાસુ સહિતના સાસરિયાઓએ અવારનવાર મેણા ટોણા મારી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

આથી તેણે મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. જેથી મહિલા પોલીસની ટીમે અંજનાબેન ની ફરિયાદના આધારે તેણીના પતિ વિશાલભાઈ કિરીટભાઈ ઝાલા, સસરા કિરીટભાઈ અમૃત ભાઈ ઝાલા, સાસુ શોભનાબેન કિરીટભાઈ ઝાલા, અને દિયર ચિરાગભાઈ કિરીટભાઈ ઝાલા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.