Monday, October 12, 2026
Home Blog Page 358

દડિયાની વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : બેની ધરપકડ

0

દડિયાની વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: બેની ધરપકડ

જામનગર: જામનગરજીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇ દ્રારા જીલ્લામા બનેલ વણશોધાયેલ મીલ્કત સંબધી ગુન્હાઓ શોધવા માટે આપવામા આવેલ સુચના અનુસંધાને સિકકા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ જે.ડી.પરમાર તથા સવેલન્સ સ્ટાફના સિકકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા જયદેવસિંહ ભરતસિંહ જાડેજા ને ખાનગી રાહે હકીકત મળેલ કે જીતેશગર ગુલાબગર ગોસાઇ રહે-ગોકુલનગર પાણખાણ શેરી નંબર-6 જામનગર તથા રામાભાઇ ઉફે રામલો શીવાભાઇ પાટડીયા રહે-દળીયા ગામ કુંભાર વાળી ગલીમાં તા.જી-જામનગર વાળો એક નંબર વગર ની સીડી ડીલકસ મો.સા લઇ ને જામનગર થી સિકકા તરફ આવતો હોય અને જે મો.સા. ચોરી ની હોય જે બાતમી આધારે નાની ખાવડી ગામ પાસે રોડ ઉપર વોચ મા રહેતા બંન્ને ઇસમો મો.સા. લઇને નિકળતા તેને રોકી પુછપરછ કરી હતી.

ઉપરોકત ઇસમો પાસેથી જામનગર તાલુકાના દડીયા ગામ (પંચકોષી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર) માથી જુદા જુદા સમયે ચોરી કરેલ બે મોટર સાયકલ જેની કુલ કી.રૂપીયા-40.000 ના કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે. એક કાળા કલરની સીડી ડીલકસ કાળા કલરની હોન્ડા ડ્રીમ યુગા મો.સા નંબર-6-10-855-2466 છે.આ કામગીરી પો.સ.ઇ જે.ડી.પરમાર તથા સવેલન્સ સ્ટાફના યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ તથા હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ રીતેના સિકકા પોલીસ સ્ટાફના દ્રારા કરવામા આવેલ છે.

સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ માટે જામનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્યશ્રી અંજના પવારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

0

સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ માટે જામનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્યશ્રી અંજના પવારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા આયોગના સભ્યશ્રીએ આપી ખાત્રી

અધિકારીઓ- સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શજામનગર, સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ હેતુ સફાઇ કર્મચારી આયોગના સભ્ય શ્રીમતી અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સભ્યશ્રીએ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં શ્રીમતી અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા, અને છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનશ્રીના પ્રયત્નોની સરાહના કરી હતી. સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, ઓન ડ્યુટી કર્મચારીના મૃત્યુ બાદ પરિવારજનને વારસાઇવગેરે બાબતો અંગેની સફાઈ કર્મીઓની રજૂઆતો શ્રી અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતીતેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ.

જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધીએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય શ્રીમતી અંજના પવારને આ મિટિંગમાં આવકાર્યા હતા.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, અધિક કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયા,નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચાવડા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી,એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રી ડો.નંદીની દેસાઇ, સફાઇ કર્મચારી આયોગના અધિકારીઓતથા વિવિધ યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર રહેતા પતિ તથા સાસુ દ્વારા દહેજ માંગી ત્રાસ અંગે કલ્યાણપુરની યુવતીએ કરી ફરિયાદ

0

કલ્યાણપુર પંથકની યુવતીને જામનગર રહેતા પતિ તથા સાસુ દ્વારા દહેજ માંગી ત્રાસ અંગે ફરિયાદ

ભાટિયા: કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતી અને નારણગીરી રામગીરી રામદતીની પુત્રી દિવ્યાબેન દીક્ષિતભાઈ મેઘનાથી (ઉ.વ. 27) દ્વારા જામનગરમાં સરુ સેક્શન રોડ પર રહેતા પતિ દીક્ષિતગીરી રાજેશગીરી મેધનાથી તથા સાસુ નલીનીબેન રાજેશગીરી મેઘનાથી સામે તેણીના લગ્ન જીવનના આઠેક માસ બાદથી અવારનવાર શારિરીક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા ફરિયાદી દિવ્યાબેનએ તેણીના માવતરેથી કરિયાવરમાં લાવવામાં આવેલા દાગીના તથા રોકડ રકમ લઈ લેવા તથા અન્ય માગણી પણ કરવામાં આવી હોવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદ પરથી સાસુ તથા પતિ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2), 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ધોરણસર નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે નવતર વિરોધ પ્રદર્શન

0

જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે નવતર વિરોધ પ્રદર્શન

મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારીના રાક્ષસનો જાહેરમાં વધ કરાયો

મોંઘવારીથી ત્રસ્ત, ગરીબનો આવાજ મોદી સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા આજથી વિરોધ પ્રદર્શનનો પ્રારંભ

જામનગર: જામનગર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે નવાગામ (ઘેડ) વિસ્તારમાં આવેલી એક સ્કૂલના મેદાનમાં કોંગ્રેસી કાર્યકરો એકત્ર થઈ નવતર પ્રકારે અને કલાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોંઘવારીના રાક્ષસને તૈયાર કરીને ઉભા રખાયા હતા, અને તેનો વિરોધ કરાયા પછી કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણીયા કે જેઓએ દેવી નુ સ્વરુપ ધારણ કરી જાહેરમાં મોંઘવારીના રાક્ષસનો વધ કરી નાખ્યો હતો.

આ નવતર વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસના અન્ય મહિલા કાર્યકરો વગેરે “પ્રજા પર મોંઘવારી નો માર- ભાજપ મસ્ત પ્રજા ત્રસ્ત” અને “જબ સે આઇ મોદી સરકાર, રસોઈ ગેસ હદ સે પાર” ઉપરાંત “સસ્તા દારૂ મ્હેંગા તેલ વાહરે ભાજપ તેરા ખેલ” જેવા અનેક પોસ્ટર દેખાડી મોંઘવારીના મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગર શહેરમાં આજથી વિવિધ પ્રકારે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે.

કાલાવડના હત્યાના ગુનામાં 10 વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી ફરી પાંજરે પુરતી પેરોલ ફર્લો

0

કાલાવડના હત્યાના ગુનામાં 10 વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી ફરી ઝબ્બે

ઓળખ બદલી આપી નાસતા ફરતા આરોપીને મોરબીથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પો. ઇન્સ. એસ. એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમારનાઓને બાતમી મળેલ કે કાલાવડ પો. સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. 18/ર008 ઇ.પી.કો. કલમ-30ર વિગેરેના કામે નાસતો ફરતો અને અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ આરોપી હારસંગ લુલીયાભાઇ બામણીયા રહે-મહેન્દ્રા માપીદાર ફળીયુ પોસ્ટ વરજાર તા. ભાભરા જીઅલીરાજપુર (એમ.પી.) વાળો પોતાની ઓળખ બદલી હાલ મોરબી જિલ્લાના બગથળા ગામે હાજર હોય જે હકીકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે કાલાવડ ટાઉન પો. સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ. એસ. ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ કોન્સ. અરવિંદગીરી તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ. જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી જુગારધામની રેઇડ : સૌરાષ્ટ્ર સહિત ૧૭ર પન્ટરો પકડાયા

ગુજરાતમાં જુગાર ઉપર પોલીસની સૌથી મોટી રેઇડ: 172થી વધુ જુગારીઓની ધરપકડ

દરિયાપુર તંબુ પોલીસ ચોકી 100 મીટર નજીક આવેલ મનપસંદ જીમ ખાનામાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ ગોવિંદ ઉર્ફે ગામા પટેલના જુગારના અડ્ડા પર રેડ

જુગારના અડ્ડાની બહાર 16 સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા

અમદાવાદ: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચાલતા મનપસંદ જુગારધામ પર રેડ પાડતા જ જુગારી નાસભાગ મચી ગઇ હતી. સોમવારે વહેલી સવાર સુધી સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી ચાલી હતી. જીમખાનાની આડમાં જુગારધામ ધમધમતું હતુ. દરિયાપુર તંબુ પોલીસ ચોકી 100 મીટર નજીક આવેલ મનપસંદ જીમ ખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ દરમિયાન લગભગ 172 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા છે. મનપસંદ જીમખાના દ્વારા અલગ અલગ સાત બિલ્ડિંગમાં આ જુગારધામ ચલાવાતું હતું. આ જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ચલવતો હતો.પોલીસએ તેને પણ ઝડપી પાડયો છે. જુગારધામમાંથી 2 લાખ રોકડા 15 વાહનો મળી આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આટલી મોટી રેડ અને આટલા મોટા માત્રામાં જુગારીઓ પકડાયા એવો પહેલો કેસ નોંધાશે.

શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી જ્યોતિબેન પટેલે પોતાની ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા હતા.સ્ટેટ મોનટીરીંગ સેલની ટીમે 7થી વધુ બિલ્ડિંગમાં રેડ કરીને અંદાજે 150 જેટલા જુગાર રમતાં શખસોને ઝડપી પાડ્યા હતા. તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પહોંચ્યા માતાના મઢ ખાતે “દેશ દેવી” ધામમાં

0

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કચ્છમા માતાના મઢ ખાતે ‘દેશ દેવી’ના દર્શને

આ મુલાકાત દરમિયાન રાજયમંત્રીશ્રી સાથે માતાનામઢ જાગિર ટ્ર્સ્ટના ટ્રસ્ટીશ્રી ,સ્થાનિક સામાજિક અગ્રણીશ્રીઓ તેમજ નખત્રાણા પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.રાજયના અન્ન અને નાગરિક પૂરવઠો અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટિર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લાની મુલાકાત હોય, દરમિયાન તેઓ માતાના મઢ ખાતે દેશદેવી માં આશાપૂરાના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા અને કોરોના મહામારીમાં લોકોના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

જામનગમાંથી 600 ગ્રામ ચાંદીનો ભંગાર-રોકડ સહિત રૂા.1.48 લાખના મદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી LCB

0

જામનગમાંથી 600 ગ્રામ ચાંદીનો ભંગાર-રોકડ સહિત રૂા.1.48 લાખના મદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી એલસીબી

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા ફીરોજભાઇ દલને મળેલ હકિકત આધારે જામનગર શહેરમા ચાંદી બજાર ગીગાભાઇ ભેળ પાસેથી (1) આશીફ દોસમામદ ખફી રહે.દરેડ તા.જી જામનગર (ર) આશીફ અલારખા ખફી રહે.મસીતીયા તા.જી જામનગર વાળાના કબજામાંથી ચાંદીનો જુના વાસણ 600 ગ્રામ કિ.રૂ.28.000/- તથા રોકડ રૂ.80,000/- તથા મોબાઇલ ફોન-ર તથા એકસેસ મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.1.48.000/- ની ગણી બીલ આધાર વગરનો શક પડતી મિલ્કત તરીકે કબજે કરી મજકુર વિરૂઘ્ધ એ.એસ.આઇ. માંડણભાઇ વસરા એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો. .સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા,અશ્વિનભાઇ ગંધા,હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર,યશપાલસિંહ જાડેજા,ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, હરદિપભાઇ ધાધલ,ધાનાભાઇ મોરી,રધુભા પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

જામનગરમાં વધુ એક ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

0

જામનગરમાં વધુ એક ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

ગુલાબનગર વિસ્તારના રહેણાંક મકાનમાંથી રાંધણ ગેસના સિલીન્ડર-રેગ્યુલર સહિતના મુદ્દામાલ સાથે બે ભાઇની ધરપકડ

જામનગર : જામનગરમાં ગુલાબનગર નજીક જુની શાક માર્કેટ વિસ્તારના ગંગા નિવાસ નામના મકાનમાં રહેતા મનીષ ગોરધનભાઈ નડિયાપરા અને તેના ભાઈ ધર્મેન્દ્ર ગોરધનભાઈ નડિયાપરા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બિન અધિકૃત રીતે ગેસના બાટલામાંથી ગેસનું રીફીલિંગ કરી તેનું ગેરકાયદે રીતે ખાનગીમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સીટી બી ડિવિઝનની પોલીસ ટુકડી ગઇકાલે મોડી સાંજે ઉપરાંત રહેણાંક મકાને પહોંચી હતી, અને દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનની અંદર ઉપરોક્ત બંને ભાઈઓ રાંધણ ગેસના બાટલા માંથી નળી-રેગ્યુલેટર વગેરે જોઈન્ટ કરીને બિનઅધિકૃત રીતે ગેસનું રિફિલિંગ કરી રહેલા રંગે હાથ પકડાયા હતા.

આથી પોલીસે બંનેની અટકાયત કરી લઈ તેઓના રહેણાંક મકાનમાંથી ગેસ ભરેલા 3 નંગ બાટલા તેમજ બે નંગ ખાલી બાટલા ઉપરાંત ગેસ રીફીલિંગ કરવા માટે ની નળી, રેગ્યુલેટર ઈલેક્ટ્રીક વજન કાંટો વગેરે કબજે કરી લીધા હતા. જ્યારે આ પ્રકરણમાં જતીન નામનો અન્ય એક શખ્સ સંડોવાયેલો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઇ.પી. સી.કલમ 185,114 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ 7 અને 11 મુજબ ગુનો નોંધ્યો છે.

સમગ્ર મામલે પુરવઠા શાખા ને પણ જાણ કરવામાં આવી છે.

જામનગરના ખાખીનગર વિસ્તારમાં બુટલેગર અને તેની પત્નિએ પોલીસ સાથે કરી બબાલ

0

જામનગરના ખાખીનગર વિસ્તારમાં બુટલેગર અને તેની પત્નિએ પોલીસ સાથે કરી બબાલ

એક અરજીના અનુસંધાને આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ પાર્ટી સાથે દંપતીએ અણછાજતું વર્તન

‘ધર્મેશ’ની અટકાયત કરી પોલીસે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધ્યો

જામનગર : જામનગરમાં ખાખી નગર વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો રસિકભાઈ ગોહિલ નામના શખ્સ સામે અડધો ડઝનથી વધુ દારૂ અંગેના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે, જ્યારે બે થી વધુ મારામારીના કેસ નોંધાયા છે. જે શખ્સ સામે સિક્કાના એક દારૂના ધંધાર્થીઓ પૈસાની લેતીદેતી મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી.

જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા ધર્મેશ ને અવારનવાર પોલીસ મથકે આવવા જણાવાયું હતું, પરંતુ તે ભાગતો ફરતો રહ્યો હતો. દરમિયાન ગઇકાલે મોડી રાત્રે ધર્મેશ પોતાના ઘેર આવીને સંતાયો છે, તેવી બાતમી પોલીસને મળી જતાં સીટી-સી ડિવિઝનના પીએસઆઇ હરીયાણી તેમજ સ્ટાફના ધવલગીરી પ્રવીણ ગીરી ગોસાઈ વગેરે ધર્મેશ ને પકડવા માટે તેના ઘેર ખાખીનગર વિસ્તારમાં પહોંચ્યા હતા.

જ્યાં તેને ઊંઘતું ઝડપી લીધો હતો, અને પોલીસ વેનમાં બેસીને પોલીસ મથકે આવવા માટેનું જણાવ્યું હતું. પરંતુ તેણે પોલીસની સાથે આવવા માટે નો ઇનકાર કરી દઇ અનેક પ્રકારના ધમપછાડા કર્યા હતા.

જેણે પોલીસ કર્મચારી ધવલગિરીનો કાંઠલો પકડી લઈ તેનું ટી શર્ટ ફાડી નાખ્યું હતું, ઉપરાંત ઝપાઝપી કર્યા પછી પોલીસવેન સાથે પોતાના માથા પછાડી ઇજાગ્રસ્ત બની જવા અંગે નો ખેલ શરૂ કરી દીધો હતો.

આ સમગ્ર ઘટના સમયે તેની પત્ની હેતલબેન ધર્મેશભાઈ એ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો શૂટિંગ કર્યું હતું, ત્યાર પછી માર મારવા અંગે અને એટ્રોસિટી એક્ટ ની કલમ હેઠળ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરશે, તેવી ધમકી ઉચ્ચારી હતી.

એટલું જ માત્ર નહીં હેતલબેન એ પોતે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરી લેશે તેવી ચિમકી આપીને પોતાના પતિને છોડાવવા નો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસે ધર્મેશ ને પોલીસ વાનમાં બેસાડી દઇ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ ગયા હતા. જયાં પોલીસ કર્મચારી ધવલગીરી ગોસાઈ ની ફરિયાદના આધારે આરોપી દંપતી ધર્મેશ ઉર્ફે ધમો રસિકભાઈ ગોહિલ અને તેની પત્ની હેતલબેન સામે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધ્યો છે. જે ગુનામાં ધર્મેશ ની અટકાયત કરી લીધી છે.

જયારે રાત્રિનો સમય હોવાથી તેની પત્નીની અટકાયત કરવાની બાકી રાખી હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખાખીનગર વિસ્તારમાં મોડીરાત્રે બબાલ થઈ હતી, અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. સમગ્ર મામલે સીટીસી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.