Monday, October 12, 2026
Home Blog Page 357

જામનગરમાં યોજાયો હુકભાનો લોકદરબાર : લોકોના પ્રશ્નોને મળી વાંચા

0

જામનગરમાં હુકભાનો લોકદરબાર

દર શુક્રવારે લોક દરબારના માધ્યમથી મંત્રીશ્રી નાગરિકોને રૂબરૂ મળી તેમના પ્રશ્ર્નો તથા રજૂઆતો સાંભળે છે.

  1. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યમંત્રીશ્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્ર્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે.

રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્ર્નો સાંભળે છે તેમજ આ પ્રશ્ર્નો ના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

પવનચક્કી પાસે ધોળે દિવસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સોએ કરી લુંટ : ચકચાર

0

પવનચક્કી પાસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સે આચર્યો કરતબ આટલા દાગીના કેમ પહેર્યાં છે? તેમ કહી ધમકાવ્યા પછી આઠેક તોલાના દાગીના લઈ થયા રફુચક્કર.

પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ : સી.સી ટીવી કેમેરામાં આરોપીનું ફૂટેજ કેદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા. ૮ઃ જામનગરના પવનચકકી નજીક આવેલા એમ. જે. પાર્ક  સામે  આજે સવારે એક વૃદ્ધાને ત્રણ શખ્સે ડરાવી ધમકાવી આઠેક તોલાના સોનાના દાગીના ઉતરાવી લઈ પોબારા ભણ્યા હતા. બનાવની જાણ થતાં વૃદ્ધાના પરિવારજનો, પૂર્વ નગરસેવક અને પોલીસકાફલો દોડયા હતા. પોલીસે બનાવના તાણાવાળા મેળવવાનું શરૃ કર્યું છે. કેટલાંક ફૂટેજમાં આરોપીનું ચિત્ર કેદ થયું હોય તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારથી પવનચકકી જવાના માર્ગ પર આવેલા મૂળજી જેઠા પાર્ક નજીક આજે સવારે એક વૃદ્ધાને અચાનક જ પ્રગટ થયેલા ત્રણ શખ્સે ડરાવી ધમકાવી દાગીના ઉતરાવી લીધાં હતાં અને આ શખ્સો પલકવારમાં ગાયબ થઈ ગયા હતા.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા એક મેડીકલ સ્ટોરના સંચાલકના માતા એવા ભાનુશાળી વૃદ્ધા સવારે પોતાના મૂળજી જેઠા પાર્ક સામે આવેલા રહેણાંકેથી શાક લેવા માટે નીકળ્યા હતા. શાક ખરીદ્યા પછી તે વૃદ્ધા ઘેર પરત જતાં હતાં ત્યારે તેઓની શેરી પાસે જ અચાનક ત્રણ શખ્સ આવી પહોંચ્યા હતા. મ્હોં પર માસ્ક ધારણ કરેલા આ શખ્સોએ તે વૃદ્ધાને રોકી આટલા બધાં દાગીના કેમ પહેર્યાં છે? મનાઈ છે તેમ છતાં તમે દાગીના પહેરીને કેમ નીકળ્યા છો? તેમ કહેતાં આ વૃદ્ધા થોડા ગભરાયા હતા. તેથી તેઓના ગભરાટનો લાભ લઈ આ શખ્સોએ દાગીના ઉતારી નાખો અને ચાલો અમારી સાથે તેમ કહેતાં આ વૃદ્ધાએ શાકની થેલી ઘેર મૂકીને આવું છું તેમ કહેતાં આ શખ્સોએ ઘેર જવાની ના પાડી દાગીના ફટાફટ ઉતારી નાખો તેમ કહેતાં આ વૃદ્ધાએ તે શખ્સોના કહેવા મુજબ પોતાના હાથમાંથી અંદાજે છએક તોલાની સોનાની બંગડીઓ અને ગળામાંથી બેએક તોલાનો સોનાનો ચેઈન કાઢયા હતા. તે દાગીના આ રૃમાલમાં રાખી દો તેમ કહી આ શખ્સો પૈકીના એકએ રૃમાલ આગળ ધરતાં હેબતાયેલા વૃદ્ધાએ પોતાના દાગીના તે રૃમાલમાં રાખ્યા હતાં. તે પછી ઉપકાર કરતાં હોય તેમ આ શખ્સોએ જાવ શાકની થેલી ઘેર રાખી આવો તેમ કહેતાં વૃદ્ધાએ પોતાના દાગીના પણ આપી દો તો રાખતી આવું તેમ કહેતાં આ શખ્સોએ જે રૃમાલમાં તે વૃૃદ્ધાના દાગીના રખાવ્યા હતા તેવો જ બીજો રૃમાલ, વીંટેલી હાલતમાં આપી દીધો હતો અને તે વૃદ્ધા પોતાના ઘરે પહોંચ્યા હતાંં.

ત્યાં જઈ આ વૃદ્ધાએ તે રૃમાલ ખોલીને જોતાં તેમાંથી નકલી ધાતુના દાગીના નીકળી પડતાં તેઓના શ્વાસ અધ્ધર ચઢી ગયા હતા. વળતા પગલે તેઓ શેરીના નાકે આવ્યા ત્યાં સુધીમાં ત્રણેય શખ્સો હવામાં ઓગળી ગયા હતા. તેમ છતાં તેઓએ નજર લાંબી કરતાં આ શખ્સોના વર્ણન જેવા જ ત્રણ વ્યક્તિ ખંભાળિયા નાકા તરફ જતાં જોવા મળ્યા હતા. તેથી આ મહિલાએ તુરંત જ પોતાના પરિવાર તથા કૌટુંંબિક સદસ્ય એવા પૂર્વ નગરસેવક મનિષ કનખરાને જાણ કરતાં પોલીસ સાથે તમામ વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા. પોલીસે મામલાની ગંભીરતા પારખી તરત જ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

પરંતુ બપોર સુધી આ શખ્સો ઝડપાયા નથી. પોલીસે અંદાજે આઠેક તોલાના સોનાના દાગીના બઠાવી જનાર શખ્સોના સગડ દબાવવા માટે તે વિસ્તારમાં રહેલાં કેટલાક સીસીટીવીના ફૂટેજ ચકાસવાનું શરૃ કર્યું છે.

જેમાં શંકાસ્પદોની ભાળ મળી હોવાનું માહિતગાર સૂત્રોએ ઉમેર્યું છે. આ શખ્સોએ સંભવિત રીતે એક બાઈકનો પણ ઉપયોગ કર્યો છે. તે તમામ શક્યતાઓ નજરમાં રાખીને પીઆઈ એમ. જે. જલુના વડપણ હેઠળ પોલીસ સ્ટાફ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

જામનગર નજીક આવેલ સરમત દરિયામાં વિશાળ માછલી માણસને ગળી ગઈ.! તપાસનો વિષય

0

જામનગર નજીક આવેલ સરમત દરિયામાં વિશાળ માછલી માણસને ગળી ગઈ.!

જામનગર નજીક આવેલ શરમતના રસુલનગર ની ઘટના.

છેલ્લા કેટલાય સમયથી સરમતની ખાડીમાં વિશાલકાય માછલી ચડી આવેલ હોવાનું ગ્રામજનોનું કહેવું.! માણસને ગળી ગઇ હોય તેવી પ્રથમ ઘટના : ગંભીર

20 દિવસ પહેલા માછીમારી કરવા ગયેલો યુવાન બન્યો લાપતા.!
દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર નજીક આવેલ સરમતની ખાડીમાં માછીમારી કરવા ગયેલો આદમ ઓસામણ સુંભણીયા નામનો ૪૭ વર્ષીય યુવાન છેલ્લા વીસ દિવસથી લાપતા બની જતા પરિવાર ચિંતામાં ગરકાવ.20 દિવસ પહેલા માછીમારી કરવા ગયેલો યુવાન આજ દિન સુધી પરત ન આવતાં અને સરમતની ખાડીમાં વિશાળકાય માછલી હોવાના કારણે કોઈ માછીમારો માછીમારી કરવા જતા નથી  રસુલનગરમાં ડરનો માહોલમાછીમારી કરવા ગયેલો આમદ ઓસમાણ સુમણીયાની હોડી અને ઝાળ સહિતની સામગ્રી ખાડી નજીકથી મળી આવી છે. પરંતું યુવાનના શરીરના કોઈ અવેશષ મળ્યા નથી.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દરિયાની અંદર કોઈપણ વ્યક્તિ ડૂબી જાય તો તેની લાશ બે-ત્રણ દિવસની અંદર કાંઠેથી મળી રહેતી હોય છે પરંતુ આમદની બોડી કે અવશેષો આજ દિવસ સુધી મળ્યા નથી

હાલ લાપતા બનેલા યુવાનને પરીવારમાં ૬ સંતાનો છે. અને માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

 

જામનગરમાં જૈન સાધ્વીજી જયોતિમાલાશ્રીજીની પાલખીયાત્રામાં ભારે હૈયે જોડાતા શ્રાવક-શ્રાવિકાઓ

0

જામનગરમાં જૈન સાધ્વીજી જયોતિમાલાશ્રીજીની પાલખીયાત્રામાં ભારે હૈયે જોડાતા શ્રાવક-શ્રાવિકાઓ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: વાગડ સંપ્રદાયના આચાર્ય ભગવંત કલાપ્રભસુરી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંત ચંદ્રલતાજી મ.સા.ના શિષ્યા સાધ્વીજી જયોતિમાલાશ્રીજી બુધવારે સવારે 5:30 વાગ્યે પોપટ ધારશી બોર્ડીંગ ઉપાશ્રયમાં નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા હતા.

આ સમયે જૈન સમાજના સાધુ અને સાધ્વીજીઓ, મહાસતિજીઓ, જૈન અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં અને સૌએ તેમને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

તેઓની પાલખી યાત્રા બુધવારે સાંજે 4 વાગ્યે બોર્ડીંગ ઉપાશ્રયેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભારે હૈયે જોડાયા હતાં.

જામનગરના બોક્સાઇટના વેપારી સાથે રૂા.1.35 કરોડની છેતરપીંડી પ્રકરણમાં નાઇજીરિયન પ્રેમી યુગલ સહિત ત્રણની અટકાયત

0

જામનગરના બોક્સાઇટના વેપારી સાથે રૂા.1.35 કરોડની છેતરપીંડી પ્રકરણમાં નાઇજીરિયન પ્રેમી યુગલ સહિત ત્રણની અટકાયત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને બોકસાઈટ ના ધંધાર્થી મનોજભાઈ અનંતરાય શાહએ 1 જૂનના દિવસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે વેકસિન ના ધંધામાં 50 ટકા નફાની લાલચે કટકે કટકે રૂપિયા એક કરોડ 35 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગે નાઇજીરીયન નાગરિકો સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

આ ફરિયાદના અનુસંધાને જામનગરના સીટી બી ડિવિઝન ના પોલીસ સ્ટાફે તપાસનો દોર છેક મુંબઈ સુધી લંબાવ્યો હતો, ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાંથી નાઈજિરિયન પ્રેમી જોડાની અટકાયત કરી લીધી છે, તેમજ તેઓની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સની પણ અટકાયત કરી લીધી છે.

આ ત્રણેયને જામનગર લઈ આવ્યા પછી ગઇરાત્રે જી.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ માટે રજૂ કરાયા હતા. જે ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી પોલીસે ત્રણેયની છેતરપિંડી અંગેના ગુનામાં ધરપકડ કરી લીધી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મુંબઈ માં પાડેલા દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી છેતરપિંડી ને લગતું કેટલુંક સાહિત્ય વગેરે પણ કબજે કર્યો છે, અને સાથે લઈ આવ્યા છે.

આ પ્રકરણમાં હજુ અન્ય 11 આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ઈન્કમટેક્ષ ઓફિસર જમાઇને ધમકી આપનાર બેંક મેનેજર સસરા સામે ફરિયાદ : ચકચાર

0

જામનગરમાં જમાઇને ધમકી આપનાર સસરા સામે ફરિયાદ

ઈન્કમટેક્સ ઈન્સ્પેકટર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સસરા સામે ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં ઈન્કમટેકસ ઈન્સ્પેકટરને બેંક મેનેજર સસરાએ ધમકાવી જાનથી મારી નાખવાની અને પરિવારને પણ પતાવી દેવાની ધમકી આપી હતી.

આ પારિવરીક ઝઘડાનો મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો અને શહેરના સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ કરાતા સસરા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

જામનગર ખાતેની ઈન્કમટેકસ ઓફિસમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રચિતભાઇ બિરેન્દ્રસિંહ યાદવે પોતાના દિલ્હી ખાતે રહેતા મુળ.હરિયાણાના સસરા વિજયપાલ મદનલાલ યાદવ સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપી સસરાએ ગત તા.30ના રોજ ફોન કરીને જેમ-તેમ શબ્દો ઉચ્ચાર્યા હોવાનો તથા તું મારો ફોન કેમ નથી ઉપાડતો એમ કહી જો મારો ફોન ઉપાડ તો હું તેન કહુ અને હું જામનગર ખાતે આવી ગયો તો તને જીવતો નહી છોડુ એવી ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. ઇન્કમટેકસ ઇન્સ્પેકટરના આરોપી સસરા દિલ્હી ખાતે આવેલી એસબીઆઇ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

સિટી-બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઈન્કમટેક્સ ઈન્સ.ની પત્ની અને આરોપીની પુત્રી ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં ‘લવ-જેહાદ’.? : પરિણીત વિધર્મી યુવાને સગીરાને ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી

0

જામનગરમાં ‘લવ-જેહાદ’?: પરિણીત વિધર્મી યુવાને સગીરાને ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા સત્યમ કોલોની એરફોર્સ-2 રોડ પર 16 વર્ષની સગીરા પર નોકરી દરમિયાન પરિણીત વિધર્મી યુવાને દુષ્કર્મ ગુજાર્યા અંગેની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પીડિતાની ફરિયાદ પ્રમાણે યુવકે ઓફિસની અંદર જ ત્રણ મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ તેણે આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી.

આ મામલે પોલીસે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરમાં દિવસેને દિવસે બળાત્કાર, દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ફરી એક વખત 16 વર્ષની સગીરા પર નોકરી દરમિયાન ત્રણ મહિના સુધી અનેક વખત દુષ્કર્મ આચર્યા અંગેની સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેરમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીર વયની તરુણી ઓફિસમાં એટેન્ડેન્ટ તરીકે કામ કરતી હતી.

આ દરમિયાન એરફોર્સ-2 રોડ પર આવેલી ઓફિસ ધરાવતા અને સાત રસ્તા નજીક વાલકેશ્વરી નગરી ડો. તકવાણીના દવાખાના પાસે રહેતા પરિણીત મુસ્લિમ યુવક જહાંગીર યુસુફભાઈ ખફીએ 16 વર્ષની સગીરાને નોકરી દરમિયાન લલચાવી ફોસલાવી મિત્રતા કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નરાધમે 2 એપ્રિલ, 2021થી 30 જૂન, 2021 દરરમિયાન ત્રણ મહિનામાં અનેક વખત ઓફિસમાં જ દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ અંગે સગીરાએ પરિવારજનો સાથે સીટી સી. ડિવિઝન પોલીસ સમક્ષ આપવીતી જણાવતા જ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

આરોપી યુવાન પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર ચકચારી દુષ્કર્મની ઘટનાની તપાસ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાગર્જ પોલીસ ઇન્સપેક્ટર કે.એલ.ગાધે ચલાવી રહ્યા છે.

જામનગર માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમન ભંડેરીનો વિજય

0

જામનગર માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમન ભંડેરીનો વિજયદેશ દેવી ન્યુઝ જામનગર તા.8
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યાર્ડ ખાતે યોજાઇ હતી. રાજકીય રસાકસી ભરેલી આ ચુંટણીમાં જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમન ભાઈ ભંડેરી નો વિજય થયો હતો.

આ ચુંટણીને લઇ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ચેરમેન તરીકે ધારાસભ્ય રાઘવજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ધીરૂભાઇ કારીયાની મુદ્દત પૂણ થયો હોય ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વિધિવત રીતે ચુંટણી યોજાઇ હતી. જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી આજે સવારે 11-30 કલાકે યાર્ડની ઓફીસ ખાતે યોજાઇ હતી.

જામનગર મહાનગર પાલિકાની પાણી (વોટર) શાખા ગઈ પાણીમાં.! ૪૦ હજાર લોકોને પાણી પુરૂ પાડતા સમ્પની અવદશા : જવાબ હાજર

0

જામનગર ગુલાબનગર સમ્પ ની અવદશા.!

જામનગર મહાનગર પાલિકાની પાણી શાખા ગઈ પાણીમાં.!

જામનગર શહેરના 40 હજાર જેટલા ઘરોને પીવાનું પાણી પૂરું પાડતું  ગુલાબનગર સમ્પ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે.

જેના કારણે સંપમાં અનેક પ્રકારના કચરાઓ ઠલવાય છે જે પાણી પાઇપલાઇન વાટે લોકોના ઘર સુધી પહોંચે છે અને રોગચાળો ફેલાય છે.

ગુલાબ નગર ESR પંદર વર્ષ જુનો પાણીનો ટાંકો છે અને તેની કેપીસીટિ ૧૭ લાખની લિટરની છે.

આ પંદર વર્ષ જૂના સમ્પ ખવાઈ ગયો છે તેમજ તોતિંગ ગાબડું પડી ગયા છે જેના કારણે બારે માસના ધૂળ કચરો અને ગંદકી પાણીમાં મિશ્રિત થાય છે અને નળ વાટે લોકોના ઘર સુધી પાણી વિતરણ ના સ્વરૂપે પહોંચે છે.જ્યારે આવા પ્રજાલક્ષી જટિલ પ્રશ્ન ઉજાગર થાય ત્યારે તંત્ર પાસે ૨ટેલો જવાબ તૈયાર જ હોય છે.! અને તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે નવો સમ્પ બનાવવા માટેની દરખાસ્ત થઈ ગઈ છે જે મંજુર થયે કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

મોરારસાહેબના ખંભાલીડા માં ખુલ્લા કૂવામાં પડી જતાં ત્રણ બાળકોના મૃત્યુ : ભારે અરેરાટી

0

મોરારસાહેબના ખંભાલીડા માં ખુલ્લા કૂવામાં પડી જતાં ત્રણ બાળકોના મૃત્યુ.

જામનગર નજીકની કરુણાંતિકા બાળકોની લાશ કૂવામાંથી કઢાઈ.

મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક પરિવાર પર કાળનો ક્રૂર પંજો.

મોરારીદાસ ખંભાલીડા ખાતે નો બનાવ સામૂહિક આપઘાત નો પ્રયાસ કે અન્ય કારણ ભારે અરેરાટી સાથે શોક

ફાયરની ટીમ દ્વારા ત્રણેય બાળકોની લાશ કૂવામાંથી બહાર કઢાઈ લોકોના ટોળા ઉમટી પડ્યા

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગર ની ભાગોળે મોરાર દાસ ખંભાલીડા ગામે કરુણાંતિકા સર્જાઇ કૂવામાંથી એક પછી એક ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી બનાવના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને જામનગર થી પોલીસ તથા ફાયરની ટીમ તાબડતોબ દોડી આવી હતી

બનાવ સામૂહિક આપઘાત પ્રયાસનો છે કે અન્ય કોઈ કારણ..!

આ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માતાએ ત્રણેય બાળકોને ફેંકી દઈને તેણીએ કુવામાં ઝંપલાવ્યું હાલ તો હૈયુ મચાવતા બનાવે ભારે અરેરાટી ફેલાવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.