Monday, October 12, 2026
Home Blog Page 356

લાલપુરમાં કૂતુહુલ જગાવતી ચોરી: ચોર બીડીનું કાર્ટુન ચોરી ગ્યો..!

0

લાલપુરમાં કૂતુહુલ જગાવતી ચોરી: ચોર બીડીનું કાર્ટુન ચોરી ગ્યો..!

૯યો..બોલો  ચોરી કરવાનો નવો કીમિયો બીડી ચોરી ભાગ્યા. !

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: લાલપુરમાં વિરોજા શેરીમાં રહેતા રાજેશ ચંદુભાઈ ભાલોડીયા નામના વેપારીએ પોતાના ઉમિયા એજન્સી નામના ગોડાઉનમાંથી કોઇ તસ્કરો રૂપિયા 18 હજારની કિંમતના સંભાજી બીડી ના પાર્સલ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.

વેપારી દ્વારા પોતાના ગોદામમાંથી સામાન કાઢી ને દુકાનમાં ફેરવવામાં આવતો હતો, જે દરમિયાન થોડો સમય માટે ગોડાઉન નો દરવાજો લોક કર્યો ન હતો, અને માત્ર આગળીઓ માર્યો હતો.

જે તકનો લાભ લઈ કોઈ અજ્ઞાત શખ્સે અંદર પ્રવેશી બીડીનું કાર્ટુન ઉઠાવીને ભાગી છૂટયો હતો.

આ સમગ્ર મામલે લાલપુર પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં તેમાં એક શકમંદ કેદ થયો હોવાથી પોલીસે કેટલાક શકમંદો ને ઉઠાવી લઇ અને પૂછપરછ હાથ ધરી છે.

જામનગરમાં સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યાની બે શખસ સામે ફરિયાદ

0

જામનગરમાં ‘પ્રણય ત્રિકોણ’માં યુવાન ઉપર હિચકારો હુમલો

સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યાની બે શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં રાજ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતો અને કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતો ઉત્તમ ભાણજીભાઈ જેઠવા નામનો 31 વર્ષનો પ્રજાપતિ યુવાન ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પંચેશ્વર ટાવર પાસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ માં ઉભો હતો.

જે દરમિયાન ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો કુલદીપસિંહ વનરાજસિંહ વાઘેલા પોતાના અન્ય એક સાગરિત સાથે ધસી આવ્યો હતો, અને ઉત્તમ જેઠવાએ તાજેતરમાં જે સગપણ કર્યું છે, તે તોડી નાખવા માટે દબાણ કરી માથાના ભાગે લોખંડના સળિયાના બે ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી. અને લોહી લુહાણ થયો હતો. ઉપરાંત તેની સાથે રહેલા અન્ય સાગરિતે પણ ઠોકર મારી પછાડી દીધો હતો, અને બન્ને આરોપીઓ ભાગી છૂટયા હતા.

આ બનાવ પછી ઉત્તમ જેઠવા ને  જી. જી. હોસ્પિટલમાં  સારવાર અપાઈ હતી. અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થવાથી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી. જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઈજાગ્રસ્ત નો પોલીસે નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતાનું સગપણ તોડી નાખવા માટે આરોપીઓ દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી ઉત્તમ જેઠવા નું તાજેતરમાં એક યુવતી સાથે સગપણ થયું હતું, જે મંગેતર સાથે આરોપી કુલદિપસિંહ વનરાજસિંહ વાઘેલા પોતે સંબંધ રાખે છે, તેમ કહીને ધસી આવ્યો હતો. અને સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે ઉત્તમ જેઠવાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ વાઘેલા અને તેના સાગરીત સામે હુમલા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બારાડી બેરાજાના શખસને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો: જામનગરના અન્ય બે સપ્લયારોના નામ ખુલ્યા.

0

બારાડી બેરાજાના શખસને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો: જામનગરના અન્ય બે સપ્લયારોના નામ ખુલ્યા.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આપવામાં આવેલી સુચનાના અનુસંધાને અહીંના એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારની કડક કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત શનીવારે એસ.ઓ.જી. પોલીસના હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રીના સમયે ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા પુંજા કારૂભાઈ કરમુર નામના 40 વર્ષના એક શખ્સના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે ચેકિંગ દરમિયાન ફળિયામાં છુપાવીને રાખવામાં આવેલો ચાર કિલો સાત ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.

આથી પોલીસે રૂ. 40,070 ની કિંમતના ગાંજા તથા રૂપિયા એક હજારની કિંમતના એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 41,070 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આરોપી પુંજા કરમુરે આ પ્રકરણમાં ગાંજાનો જથ્થો જામનગરના બેડેશ્વરના રહીશ સલીમ માજોઠી અને કારા કોળી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી ખંભાળિયા પોલીસે આ બંને સામે પણ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, એ.એસ.આઈ. મહમદભાઇ બ્લોચ, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ તથા નિલેશભાઈ કારેણા દ્વારા કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા પોલીસતંત્રમાં બદલીનો ઘાણવો કાઢતા એસ.પી.: કુલ 21 પોલીસકર્મીની બદલી : લખધીરસિહ જાડેજા મુકાયા પેરોલ ફર્લોમાં.

0

જામનગર જીલ્લા પોલીસતંત્રમાં બદલીનો ઘાણવો કાઢતા એસ.પી.: કુલ 21 પોલીસકર્મીની બદલી.

પોલીસ કર્મચારીઓએ કરેલ બદલીની અરજી ગ્રાહ્ય રાખી બદલીનો હુકમ કરતા એસ.પી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર જીલ્લા પોલીસવડા દીપન ભદ્રન ફરી એકવખત જીલ્લા પોલીસતંત્રમાં બદલીનો ઘાણવો કાઢ્યો છે અને કુલ 21 પોલીસકર્મીની બદલી કરવામં આવી છે.

આ બદલી અંગે જીલ્લા પોલીસવડા જાહેર કરાયેલ અખબારી યાદીની વિગત મુજબ, નીચે દર્શાવ્યા પોલીસ કર્મચારીઓએ તા.09/0721 ના રોજ અત્રેની કચેરી ખાતે રાખવામાં આવેલ ઓર્ડરલીરૂમમાં અમારા સમક્ષ, તેઓના વિવિધ કારણોસર બદલી કરી આપવા માટેની રજુઆત કરેલ હોય,જે રજુઆત વિનંતી ગ્રાહ્ય જણાતા નીચે દર્શાવેલ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે.

આ હુકમ મલ્યેથી તુર્તજ બદલી પર છુટા કરી છુટા કર્યાની તારીખ તથા હાજર થયાની તારીખ સબંધકર્તા અમલદારોએ જણાવવી જો બદલી થયેલ કર્મચારીને તુરંત છુટા કરવામાં નહી આવે તો તેની જવાબદારી તે સબંધકર્તા પોલીસ સ્ટેશન / કચેરીના અધિકારીની રહેશે.

બદલી થયેલ પોલીસ કર્મચારીઓની યાદી નીચે મુજબ છે.

જામનગરના દરેડમાં ગર્ભવતી નેપાળી મહિલાની હત્યાથી ચકચાર.

0

જામનગરના દરેડમાં ગર્ભવતી નેપાળી મહિલાની હત્યા.

જામનગર સીમાડે આવેલ દરેડ ગામમાં રવિવારના રોજ એક નેપાળી મહિલાની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી.આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યા કોણે અને શા માટે કરી તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જામનગર નજીક આવેલ દરેડ ગામમાં એક ગર્ભવતી મહિલાની હત્યા થતા પોલીસે શંકાસ્પદની પુછપરછ ચાલું કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ભૂમિસિંહ નામની આ પાંત્રીશ વર્ષીય મહિલા ગર્ભવતી હતી અને તેના પેટમાં બાળક ઉછરી રહ્યું હતું.

જામનગર નજીક આવેલ દરેડ ગામમાં એક ગર્ભવતી મહિલાની હત્યાની ઘટના સામે આવતા પંચકોશી બી ડીવીઝન પોલીસ એલસીબી સહિતનો કાફલો સ્થળ પર દોડી જઈ અને તપાસ આરંભી છે, જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જામનગર દરેડ એફસીઆઈ ગોડાઉન પાછળ એક મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છેએવામાં આ મહિલાની કોને ક્યાં કારણોસર હત્યા નીપજાવી છે તે તપાસ માટે ખુદ ગ્રામ્ય ડીવાયએસપી કુનાલ દેસાઈ, પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા અને એલસીબી અને એસ.ઓ.જીની ટીમો કામે લાગી છે.

ધ્રોલના ખેંગારકામાં વીજ કર્મચારીનો કાંઠલો પકડી ધાક-ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની બે શખસ સામે ફરિયાદ

0

ધ્રોલના ખેંગારકામાં વીજ કર્મચારીનો કાંઠલો પકડી ધાક-ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની બે શખસ સામે ફરિયાદ

જામનગર: ધ્રોલમાં ગોકુલ પાર્ક વિસ્તારમાં રહેતા અને ધ્રોલ પીજીવીસીએલની કચેરીમાં આસી.લાઇનમેન તરીકે ફરજ બજાવતાં વિશાલભાઈ મનુભાઇ રાઠોડ નામના કર્મચારીએ ધ્રોલ પોલીસ મથકમાં પોતાને ગાળો ભાંડી કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અને ફરજમાં રૂકાવટ કરવા અંગે ખેંગારકા ગામના હરપાલસિંહ ઉર્ફે હપો જાડેજા અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.

જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લાઈનમેન વિશાલભાઈ ગઈકાલે ખેંગારકા ગામ પાસે આવેલા 66 કે.વી. સબ સ્ટેશન માં વીજ લાઈન ની સમારકામની કામગીરી કરી રહ્યા હતા.જે દરમિયાન બન્ને આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા, અને ઉશ્કેરાઇ જઇ ખેંગારકા ગામ ની લાઈટો વારંવાર કેમ બંધ થઈ જાય છે, તેમ કહી જીભાજોડી કરી કાંઠલો પકડી લીધા પછી ધાક ધમકી આપી હતી.

પોલીસે સમગ્ર મામલે ફરજમાં રૂકાવટ અને ધાક-ધમકી અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સચિવાલયના ૮ સંયુકત સચિવોને અધિક સચિવ તરીકે બઢતી

0

સચિવાલયના ૮ સંયુકત સચિવોને અધિક સચિવ તરીકે બઢતી

રાજ્ય સરકારે આજે સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના ૮ અધિકારીઓને કેડરની સર્વોચ્ચ ગણાતી અધિક સચિવની જગ્યા પર બઢતી આપી હાલના સ્થાને યથાવત રાખ્યા છે.

અધિક સચિવ તરીકે બઢતી મેળવનારા અધિકારીઓમાં આદિજાતિ વિકાસ વિભાગના વાય.બી.પટેલ, નર્મદા જળ ડી.આર.પટેલ, મુખ્યમંત્રી કાર્યાલયના ડી.આર.ત્રિવેદી, આરોગ્ય વિભાગના આઇ.એમ. કુરેશી, પંચાયત વિભાગના જે.બી.દ્વિવેદી, ગૃહમંત્રીના અંગત સચિવ એમ.વી.પટેલ અને શિક્ષણના બી.એન. એરડાનો સમાવેશ થાય છે.

વાય. બી. પટેલ, સંયુકત સચિવ, આદિજાતિ વિકાસ વિભાગને સરકારના આધેડ સચિવ તરીકે બઢતી આપીને તેમને આદિજાતિ વિકાસ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવતા પગાર ધોરણમાં અપગેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

વી. ટી. મંડોરા, સંયુકત સચિવ, નર્મદા, જળ સંપત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને સરકારના અધિક સચિવ તરીડે બઢતી આપીને તેમને નર્મદા, જળ સંપતી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

ડી. આર. પટેલ, અધિક અંગત સચિવ(સચિવાલય સેવાના સંયુકત સચિવ), નાયબ મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને અધિક અંગત સચિવ, નાયબ મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

ડી. આર. ત્રિવેદી, સંયુકત સચિવ, માન. મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલયને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

આઈ. એમ. ફુરેશી, સંયુકત સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

જે. બી. ત્રિવેદી, સંયુકત સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે

એમ. વી. પટેલ, અંગત સચિવ (સચિવાલય સેવાના સંયુકત સચિવ), રા.ક.મંત્રીશ્રી, ગૃહ, પોલીસ આવાસો અને ઊર્જાનું કાર્યાલયને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને અંગત સચિવ, માન.રા.ક.મંત્રીશ્રી, ગૃહ, પોલીસ આવાસો અને ઊર્જાનું કાર્યાલયમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

બી. એન. એરડા, સંયુકત સચિવ, શિક્ષણ વિભાગને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને શિક્ષણ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૧/૯૭ ના કરાવ ક્રમાંક : જીએસએસ- ૧૦૯૭-૪૬૪૭-ગ ની જોગવાઈ અનુસાર ઉપર જણાવેલ અધિકારીશ્રીઓને જે જગ્યાએ અધિક સચિવ તરીકે બઢતી આપી નિયુકત કરવામાં આવે છે, તે જગ્યા અધિક સચિવ તરીકે તેમના બઢતીના હુકમની તારીખથી તેઓ તે જગ્યા ધારણ કરે ત્યાં સુધી, અધિક સચિવની ઉકત જગ્યા અપગ્રેડ થયેલી ગણાશે. તેમ સુશીલ વ્યાસ સરકારના ઉપસચિવએ જણાવ્યું છે.

જૂની અદાવતમાં મધુરમ સોસાયટીના મિસ્ત્રી યુવાન ઉપર હુમલો: 3 સામે ફરિયાદ

0

જામનગરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર હુમલો: 3 સામે ફરિયાદ

જામનગર: જામનગર મધૂરમ રેસિડેન્સીમાં રહેતો અને મિસ્ત્રી કામ કરતો રમેશ મગનભાઈ સિંગાડીયા નામનો યુવાન પોતાના મિત્રો સાથે સત્યસાંઈ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાં ઉભેલા વૈભવ ઉર્ફે કાનો અતુલ ભાઈ પરમાર અને તેની સાથેના અન્ય બે સાગરીતોએ છરી વડે ધસી આવી હુમલો કરી દીધો હતો.

આ બનાવ અંગે તેણે ત્રણેય શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપી વૈભવે ચાર મહિના પહેલા ફરિયાદીની ભાણેજ ની મશ્કરી કરી હતી, જેથી તેને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સીટી બી. ડિવિઝન પોલીસ ત્રણેય હુમલાખોરોને શોધી રહી છે.

ધો.9-12ના વર્ગ બંધ થતા : રડતા-રડતા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતી વિદ્યાર્થીનીઓ

0

ભાટીયાની કન્યા વિદ્યાલયમાં ધો.9-12ના વર્ગ બંધ : રડતા-રડતા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતી વિદ્યાર્થીનીઓ

ભાટિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં ધોરણ 6 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. કે.જી.બી.વી. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા વર્ગની દીકરીઓ જે ભણતર છોડી દે છે તેમને રહેવા જમવાની મફત સગવડ આપી બાળકીઓમાં શિક્ષણ સ્તર ઊંચું આવે તેવા આશયથી તત્કાલીન કેન્દ્ર સરકારે આ યોજના અમલમાં મૂકી હતી. જેમાં અભ્યાસ અધુરો મુકેલી બાળકીને પહેલા, સિંગલ પેરેન્ટ્સ હોય તેવી બાળકીને અને બી.પી એલ. કાર્ડ ધારક વાળીના બાળકીને જ પ્રવેશ પાત્રતા હોય છે.

ભાટિયા સ્થિત કે.જી.બી.વી. શિક્ષણ, સંસ્કૃતિક કાર્યક્રમો, રમત ગમત બધી જ બાબતોમાં રાજ્યમાં ચોથો ક્રમ ધરાવતી શાળા છે. જિલ્લા, રાજ્ય કક્ષાએથી જ્યારે જ્યારે ઈન્સ્પેકસન આવ્યું ત્યારે ત્યારે ગ્રેટ રિમાર્ક આપીને ગયું. તેવી શાળા ભાટિયા કે.જી.બી.વી.માં જિલ્લા જેન્ડરના રાગ – દ્વેસના કારણે ક્ધયાઓનો ભોગ લેવાયો હોવાની વાતો વચ્ચે વાલીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વાલીઓ અને વિદ્યાર્થીનીઓના કહેવા મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા તંત્ર એમ કહે છે કે કોરોનાના કારણે અને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે શાળામાં ધોરણ 9, 10, 11, 12 બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . ત્યારે સવાલ એ છે કે ક્ધયા કેળવણીની વાતો સરકાર અને સ્થાનિક નેતાઓ આ મુદ્દે કેમ ચૂપ બેસી ગયા છે.?

વાલીઓએ અહીંના આગેવાનો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, સચિવ- સર્વ શિક્ષા અભિયાન, શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રીને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા નાછૂટકે ગઈકાલે ગુરુવારે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ એકત્રિત થઈ આક્રોશ સાથે ખંભાળિયામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્ર આપતા રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી હતી. બી.પી.એલ. કાર્ડ ધારક ગરીબ કે સિંગલ પેરેન્ટ્સ હોય તેવી બાળકીઓ માટે સરકારની સારી યોજના હોવા છતાં આ યોજના મુજબ સંખ્યામાં ઘટાડો કરવાનો નહિ પણ જરૂર પડે ત્યારે 300 સુધી સંખ્યામાં વધારો કરવાની યોજના હોવા છતાં 120 વિદ્યાર્થીનીઓના ભવિષ્યને અંધકારમાં શા માટે ધકેલવામાં આવી રહ્યા છે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

વાલીઓએ અને વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે જો આવતા સોમવાર સુધીમાં કોઈ જ હકારાત્મક નિર્ણય નહિ આવે તો અમો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સામે અનિશ્ચિત મુદતના પ્રતીક ઉપવાસ પર બેસી જઈશું. અમારો અભ્યાસ ખરાબ થશે, અમારું ભવિષ્ય ખરાબ થશે તેના માટે સંપૂર્ણપણે જવાબદાર આ તંત્ર જ હશે તેમ પણ જણાવ્યું હતું.

જામનગર જીલ્લામાં જુગારના પાંચ દરોડામાં પાંચ મહિલા સહિત 26ની અટકાયત

0

જામનગર જીલ્લામાં જુગારના પાંચ દરોડામાં પાંચ મહિલા સહિત 26ની અટકાયત

જામનગર: જામનગર શહેર-જીલ્લામાં મળી પોલીસે જુગારના કુલ પાંચ દરોડા પાડ્યા છે જેમાં પાંચ મહિલા સહિત 26ની અટકાયત કરવામાં આવીછે. પાંચ દરોડામાં રૂા.65 હજારથી વધુ રોકડ રકમ જપ્ત કરાઇ હતી.

પ્રથમ દરોડો
જામજોધપુરમાં દોઢીયાવાડી વિસ્તારમાં રહેતી ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયા નામની મહિલાના રહેણાંક મકાન માં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો વાડી માલિક ચેતનાબેન હર્ષદભાઈ ઉપરાંત મંગળાબેન ચંદુભાઈ નનેરા, સંતોકબેન કેશુભાઈ ચોટલીયા તેમજ ઉકાભાઈ ધરમશીભાઈ આંબલીયા વગેરેની અટકાયત કરીને તેઓ પાસેથી 19,790 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યા છે.

બીજો દરોડો
પવનચક્કી વિસ્તારમાં બાવા વાડ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી સલમાબેન સિરાજ ભાઈ સુમરા, સલમાબેન સિકંદર ભાઈ, ઉપરાંત શ્યામ રમણીકલાલ છુછીયા, ભરત રમેશભાઈ ચોરાસી, નિખિલ વિજયભાઈ નંદા, નારણભાઇ ભરત નંદા, સિકંદર હાજીભાઇ દોદેપોત્રા, અને કમલેશ કાનાભાઈ ચોરાશી ની અટકાયત કરી લઇ તેઓની પાસેથીરૂપિયા 36,180ની રોકડ રકમ અને જુગારનું કબજે કર્યો છે.

ત્રીજો દરોડો
જામનગરમાં રંગવાલા હોસ્પિટલ પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર જુગાર રમી રહેલા યાકુબ મામદભાઇ ગરાણા સહિત સાત આરોપીઓને પોલીસે પકડી પાડી તેઓ પાસેથી રૂપિયા 11250 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

ચોથો દરોડો
સિક્કામાં જુગાર રમી રહેલા ફરીદ ઈબ્રાહીમ ચૌહાણ સહિત ત્રણ આરોપી ને રૂપિયા 33,00ની રોકડ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડયા છે.

પાંચમો દરોડો
જામનગરમાં જીજી હોસ્પિટલ રોડ પરથી જુગાર રમી રહેલા (1) હિતેશભાઇ બટુકભાઇ ગુજરાતી (2) માવજી કાનજીભાઇ સોલંકી (3) અનોપસિંહ ગંભીરસિંહ જાડેજા (4) જીતેશ શાંતીલાલ તન્ના (5) પરેશભાઇ વ્રજલાલ ઘુંચલા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ પાસેથી રૂપિયા 5,780 ની રોકડ રકમ કબજે કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.