Monday, October 12, 2026
Home Blog Page 355

જામનગર જીલ્લામાં SSC (રીપીટર માટે)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

0

જામનગર જીલ્લામાં એસ.સી.સી.(રીપીટર માટે)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

પરિક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં પરીક્ષા સમયે કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

જામનગર: આગામી તા.15-07-2021 થી 27-07-2021 સુધી એસ.એસ.સીની પરીક્ષાઓ (રીપીટર માટે) યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દૂષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.

આ પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને પરિશિષ્ટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રોમાં તા.15-07-2021 થી 27-07-2021 સુધી સવારના 9:30 થી બપોરના 01:15 કલાક સુધીતેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ નિયત કરેલ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-135ની પેટા કલમ-3 તથા ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રાજયના 77 બીન હથિયારી પીએસઆઇની બદલી : જામનગરમાં નવા PSI મુકાયા

0

રાજયના 77 બીન હથિયારી પીએસઆઇની બદલી

જામનગરમાં ફરજ બજાવતાં જયવંતસિંહ ગોહિલની ભાવનગર બદલી

ભાવનગરમાં ફરજ બજાવતાં શૈલેન્દ્રસિંહ સીસોદીયાની જામનગર બદલી

અમદાવાદ: રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજયના 77 બીન હથિયારી પીએસઆઇની બદલીના આદેશ આપ્યા હતા. જેમાં રાજકોટ શહેરના બે અને ગ્રામ્યના બે પીએસઆઇ મળી સૌરાષ્ટ્રમાં 27 જેટલા પીએસઆઇની અરસ પરસ બદલી થઇ છે. અન્ય જિલ્લા કે શહેરમાંથી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કેટલાક નવા પીએસઆઇને મુકાયા છે.

રાજયના ડીજીપી આશિષ ભાટીયાએ જાડેજા ચંદ્રકલાબા ભરતસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ભોજાણી રાણા આશાભાઇને રાજકોટ ગ્રામ્યમાંથી ગીર સોમનાથ, સોલંકી વિરેન્દ્રસિંહ ઉદયસિંહને જૂનાગઢથી ગીરસોમનાથ, રાણા સિઘ્ધરાજસિંહ જયદેવસિંહને કચ્છ-પશ્ર્ચિમ ભૂજથી રાજકોટ ગ્રામ્ય, રબારી હેતલબેન માલજીભાઇને સુરેન્દ્રનગરથી ખેડા મુક્યા છે.

આ સિવાય જાડેજા પ્રદિપસિંહ અશોકસિંહને દેવભૂમિ દ્વારકાથી અમરેલી, પરમાર અજયસિંહ દશરથસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ગોહિલ રામદેવસિંહ જામસિંહને સુરેન્દ્રનગરથી રાજકોટ ગ્રામ્ય, મહેતા રાજેન્દ્રકુમાર ગણપતલાલને જૂનાગઢથી વલસાડ, મકવાણા ચેતનકુમાર હસુભાઇને ભાવનગરથી દેવભૂમિ દ્વારકા, હુણ માંડાભાઇ જીવાભાઇને અમદાવાદ શહેરથી રાજકોટ શહેર, ધાંધલ્યા ધર્મિષ્ઠાબેન અંબાશંકરને રાજકોટ શહેરથી અમદાવાદ ગ્રામ્ય, પરમાર કેતન વિરજીભાઇને ગીરસોમનાથથી જૂનાગઢ, વાવૈયા સરોજબેન શંભુભાઇને અમરેલીથી ગીરસોમનાથ, વાછાણી ચેતનાબેન શાંતીલાલને રાજકોટ ગ્રામ્યથી રાજકોટ શહેર, સોનારા પુષ્પાબેન રમેશભાઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ બદલી કરી છે.
પટેલ હરીભાઇ માનાભાઇને કચ્છ-પૂર્વ ગાંધીનગરથી મોરબી, ભરવાડીયા હેતલબેન જમનાદાસને રાજકોટ શહેરથી જૂનાગઢ, વરે સુરેશરાવ બળવંતરાવને ભરૂચથી ગીર સોમનાથ, ડાકી વિરમભાઇ કેશવભાઇને જૂનાગઢથી દેવભૂમિ દ્વારકા, ડાભી નાજાભાઇ અરજણભાઇ અમદાવાદ શહેરથી સુરેન્દ્રનગર, સિસોદીયા શૈલેન્દ્રસિંહ મનુભાને ભાવનગરથી જામનગર, ગોહિલ જયવંતસિંહ ચંદુભાને જામનગરથી ભાવનગર, ડોડીયા અલ્પાબેન પ્રતાપભાઇને અમરેલીથી જૂનાગઢ, રાઠોડ રાજેશકુમાર કડવાભાઇને રાજકોટ શહેરથી અમદાવાદ શહેર, વાઝા જેસીંગભાઇ રામભાઇને બનાસકાંઠાથી જૂનાગઢ, સોલંકી મહાવીરસિંહ હેમંતસંગને ગાંધીનગરથી સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે.

લાલપુરનો ‘બીડીચોર’ ઝડપાયો : 18 હજારનું બીડીનું કાર્ટુન જપ્ત કરાયું

0

લાલપુરનો ‘બીડીચોર’ ઝડપાયો
અખ્તરની ધરપકડ,18 હજારનું બીડીનું કાર્ટુન જપ્ત કરાયું

જામનગર: લાલપુરમાં થોડા દિવસ અગાઉ અહીંના વેપારી રાજેશભાઈ ચંદુલાલ ભાલોડીયા ની ઉમિયા એજન્સી ના ગોડાઉનમાંથી બે દિવસ પહેલા રૂપિયા 18 હજારની કિંમતના બીડી ના કાર્ટૂન ની ચોરી થઇ ગઇ હતી. જે ચોરીના બનાવ અંગે વેપારી દ્વારા લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને લાલપુરના પીએસઆઈ ડી. એસ. વાઢેર તેમજ તેમના સ્ટાફે સીસીટીવી કેમેરા વગેરેની મદદ લઇ બીડી ના કાર્ટૂન ની ચોરી કરનાર લાલપુરના અખ્તર અબ્બાસભાઈ શેઠા નામના શખ્સને પકડી પાડયો છે.

પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરાના આધારે નો વર્ણન મેળવી લીધા પછી બીડીના કાર્ટૂન સાથે લાલપુર છોડીને ભાણવડ તરફ ભાગવા જઇ રહેલા તસ્કરને પકડી પાડયો હતો, અને તેના કબજામાંથી રૂપિયા 18 હજાર નું બીડીનું કાર્ટુન કબજે કરી લીધું હતું. તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરના મીગ કોલોનીમાં છરીની અણીએ બે શખ્સોએ કરી લૂંટ.

0

જામનગરના મીગ કોલોનીમાં છરીની અણીએ બે શખ્સોએ કરી લૂંટ.જામનગરના મીગ કોલોની જેવા શાંત અને પોષ વિસ્તારમાં લુંટારૂ બે શખ્સોએ 81 વર્ષના વૃદ્ધ મહિલાના ઘરમાં ઘુસી જઈ અને છરીને અણીએ રોકડ અને દાગીનાની લુંટ ચલાવતા પોલીસે આ દિશામાં તપાસ આગળ ધપાવી છે,

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો જામનગર શહેરના 11/66 મીંગ કોલોની ત્રીજો માળ પર રહેતા જયાબેન અરવીંદભાઇ ઝવેરી નામના 81 વર્ષીય મહિલા વસવાટ કરે છે,

જે ઘરમાં કોઇ અજાણ્યા બે ઇસમોએ પ્રવેશ કરી મોઢે હાથ દઇ મો બંધ કરી પેટના ભાગે છરી મુકી છરીની અણીએ ફરીયાદીના કબાટમાં રહેલ સોનાની બંગડી નંગ-02 તથા એક ગ્રામવાળો સોનાનો ચેઇન, એક મોતીની માળા અને રોકડા રૂ.10,000 મળી કુલ 26,000ની લુંટની આ ઘટના સંદર્ભે સીટી એ ડીવીઝન પોલીસે સ્ટાફે સ્થળ પર દોડી જઈ ફરિયાદ લઈ વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે. આગળની તપાસ સીટી એ ડીવીઝન ચલાવી રહ્યું છે. હાલ આ લૂંટે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

ભાજપ કાર્યકર્તાઓને ટકોરતા ભાઉ….ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય: પાટીલ

0

ભાજપ કાર્યકર્તાઓને ટકોરતા ભાઉ….ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય: પાટીલ

સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનોને ટકોર કરી

કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો

અમદાવાદ :અમદાવાદની નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનોને ટકોર કરી હતી. પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં આગેવાનોને કહ્યું કે, ફકત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. પ્રધાનમંત્રી મોદીએ લોકો માટે 12 રૂપિયામાં 2 લાખની વીમા યોજના શરૂ કરી છે. દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે 10 લોકોના વીમા ઉતારે અને ભાજપે જાહેર કરેલા વોટ્સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગતો પહોંચાડે જે લોકોનું જીવન બદલશે.

તેમણે ધારાસભ્ય જગદીશ પંચાલના કાર્યક્રમના આયોજન બદલ પીઠ થાબડી. તો સાથે જ બધા કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને આગામી આયોજનો માટે સૂચના આપી અને ઝડપથી કોર્પોરેટરો સાથેની બેઠક બોલાવવા કહ્યું. તેમણે કાર્યકર્તાઓને આગામી દિવસોમાં ફરી વાર લોકો વચ્ચે જવા કહ્યું. અમદાવાદ શહેર સંગઠન બન્યા બાદ ઝડપથી આયોજન થાય તે માટે ટકોર કરી.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જનસંઘના ઈતિહાસ સાથેની વિગતોવાળું ટેબલેટ પક્ષના 10 હજાર આગેવાનોને અપાશે. જેનાથી ટેકનોલોજીનો વ્યાપ જમીન સુધી પહોંચે. આખા દેશમાં ક્યાંય ન હોય તેવું ટેકનોસેવી સંગઠન ગુજરાત ભાજપનું હશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી જ લોકોનો વિશ્વાસ સંપાદિત થશે અને લોકો ભાજપ સાથે રહેશે તેવો વિશ્વાસ ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ શહેર ભાજપ સંગઠને વધુ મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઘરમાં કલેશ: મારી પત્ની મારા કહ્યાંમાં નથી; ભરતસિંહ સોલંકી

0

કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઘરમાં કલેશ: મારી પત્ની મારા કહ્યાંમાં નથી; ભરતસિંહ સોલંકી

અમદાવાદ :ગુજરાત કોગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય વહીવટ કરવો નહિ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા ચર્ચામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ એડવોકેટ કેપી તપોધન મારફતે પત્નીને લિગલ નોટીસ પાઠવી છે. તેમણે આ જાહેર નોટિસમાં કહ્યુ છે કે, તેમના પત્ની રેશ્મા પટેલ તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવી છે.

રેશ્મા પટેલ ચાર વર્ષથી ભરતસિંહ સાથે રહેતા નથી અને મનસ્વી રીતે વર્તી રહ્યા છે. તેથી કોઈ પણ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ. તેમજ ભરતસિંહના નામે કોઇ નાણાંકીય લેવડ દેવડ કર્યાનુ સામે આવશે, તો ની સામે કાયદાકીય કાર્યવાહી કરાવી તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

ભરતસિંહ સોલંકીએ આ નોટિસમાં પોતાની પારિવારિક સંબંધોની વાત કરી છે. જાહેર નોટિસમાં તેમણે કહ્યું કે, અમારા સંબંધોમાં કુંટુંબીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. તેથી અમે અલગ રહીએ છીએ. મેં મારી પત્નીને અલગ રહ્યા બાદ તમામ પ્રકારની સુવિધા આપી છે.

પરંતુ હવે મને તેનાથી વ્યક્તિગત નુકસાન થવાની ભીતિ છે. તેથી મેં આ નોટિસ મોકલી છે.

સપડા નજીક પોલીસની કારને નડ્યો અકસ્માત: સરકારી ગાડીને નુકશાન પહોંચાડયાની ફરિયાદ

0

સપડા નજીક પોલીસની કારને નડ્યો અકસ્માત: સરકારી ગાડીને નુકશાન પહોંચાડયાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર પંચ એ પોલીસ સ્ટેશનમાં કિરીટસિંહ હાલાજી જાડેજા, ઉ.વ.32, રે. મચ્છરનગરની પાછળ, પુનીતનગર-ર જામનગરમાં એ ફરીયાદ નોંધાવી છે કે, સપડા ગામના પાટીયા આગળ રોડ પર ફરીયાદી કિરીટસિંહ સરકારી બોલેરો રજી.નં. જી.જે.-10-જી-0986 પી.-એન.ઓ.-ર6 લઈને જામનગરથી કાલાવડ જતા સપડા પાસે પહોંચેલ ત્યારે આરોપી રેનોલ્ટ કંપની ડસ્ટર ફોરવ્હીલ રજી.નં.જી.જે.-10-બી.જી.-4436 કાલાવડ તરફથી પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી ફરીયાદી કિરીટિંસંહનો બોલેરોના આગળના ભાગે અથડાવી અકસ્માત કરી કિંમત રૂ.70,000/- જેટલુ નુકશાન કરી ગુનો કરેલ છે.

મૈત્રી કરાર કરેલ બહેન અને તેના પ્રેમી ઉપર ભાઇએ કર્યોં હુમલો : બહેન અને પ્રેમીને ઢીબી નાખ્યા

0

કાલાવાડ પંથકના નવાગામમાં બહેને મૈત્રી કરાર કરી લેતા ભાઇએ બહેન અને તેના પ્રેમી ઉપર કર્યો હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જસ્મીન ઉર્ફે લાલો બાબુભાઈ જાદવભાઈ તાળા, ઉ.વ.રપ, રે. નવાગામ, રામ મંદિર વાળી શેરી વાળા એ ફરીયાદ નોંધાવી છે

કે, આરોપી ખોડાભાઈ જેન્તીભાઈ વઘાસીયાની બહેન સાહેદ નિશા સાથે આશરે પોણા બેએક વર્ષ પહેલા પ્રેમ સંબંધ થઈ જતા દોઢેક વર્ષ પહેલા મૈત્રી કરાર કરી બંન્ને સાથે રહેવા લાગેલ હોય જે કરેલ મૈત્રી કરારનો સંબંધ આરોપી ખોડાભાઈને કબુલ મંજુર ન હોય જેથી આરોપી ખોડાભાઈને આ બાબતે સતત ખીજ ચડતા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલા ને જાનથી મારી નાખવાના ઈરાદે મકાનમાં છરી જેવા જીવલેણ હથીયાર સાથે રાત્રીના ગેર કાયદેસર પ્રવેશ કરી સાહેદ નિશાબેનને પેટના ભાગે પાટુ મારી મુંઢ ઈજાઓ કરી તથા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને છાતીના ભાગે છરીનો એક ઘા મારી છરકો ઈજા કરી તથા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલા ના ઘરે સીલાય મશીન (સંચો) ઉપર પડેલ કાતરનો એક ઘા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજા કરી ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલા તથા સાહેદ નીશાબેનને ગાળો બોલી ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કરી ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને ખુન કરવાની કોશીશ કરી ગુનો કરેલ છે.

જામનગર જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવથી અરેરાટી.: પરિણીત અને અપરિણીત યુવતીની આત્મહત્યા.!

0

જામનગર જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવથી અરેરાટી.

પોતાના માવતરે આવેલી પરિણીતાએ જંતુનાશક દવા પી આયખું ટુંકાવ્યું

જામનગરમાં અગાશી પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત.

બામણ ગામમાં અપરિણીત યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી

પ્રથમ બનાવ :જામનગર: કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતી અને રાજકોટ પરણાવેલી ધારાબેન ચિરાગ ભાઈ ચાંગાણી નામની 26 વર્ષની પરિણીત યુવતી કે જે તાજેતરમાં પોતાના માવતરે આવી હતી, અને પોતાના ઘરમાં પડેલી જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને ગોંડલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું આજે મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પિતા વિનોદ ભાઈ હરજીભાઈ રામોલિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં તેણી માનસિક બીમારીથી પીડાતી હતી. જે બીમારીના કારણે જિંદગીથી તંગ આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પિતા દ્વારા જાહેર કરાયું હતું.

બીજો બનાવ : જામનગરમાં કૃષ્ણ નગર શેરી નંબર -4 માં રહેતા પ્રવિણભાઇ કલાભાઇ ડોબરીયા નામના 65 વર્ષના વયોવૃદ્ધ ગઇકાલે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મકાનની અગાસી પરથી અકસ્માતે નીચે પટકાઈ પડયા હતા. જેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, પરંતુ ત્યાં તેમનો મૃતદેહ પહોંચ્યોજ હતો. આ બનાવ અંગે અલ્પેશ વલ્લભ ભાઈ ચોવટીયા એ પોલીસને જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસે મૃતદેહને કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો બનાવ : કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતી એક અપરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બામણગામ માં રહેતી કિંજલબેન બાબુભાઈ મકવાણા નામની 21 વર્ષની અપરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘર કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લેતાં તેણી બેશુદ્ધ બની ગઈ હતી, અને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ રાજકોટ પહોંચી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તેના મૃત્યુનું કારણ જાણવા માટે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ અધિકારી તેમજ કોંગી કાર્યકરો વચ્ચે રકઝક : શહેર ભાજપ કાર્યાલયે કોંગ્રેસે રામધૂન કરી વિરોધ નોંધાવ્યો…!

0

જામનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ અધિકારી તેમજ કોંગી કાર્યકરો વચ્ચે રકઝક :
શહેર ભાજપ કાર્યાલયે કોંગ્રેસે રામધૂન કરી વિરોધ નોંધાવ્યો…!જામનગર : જામનગર શહેરમાં છેલ્લા પાંચ-છ દિવસથી સતત કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમો અપાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે મહિલા કોંગ્રેસ દ્વારા માંડવી ટાવર વિસ્તારમાં બપોરે બારેક વાગ્યાના અરસામાં સ્કૂટર ને નનામી પર બાંધવામાં આવ્યું હતું, અને અર્થી કાઢવામાં આવી હતી.

તેજ સમયે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ની આગેવાની હેઠળ રાંધણગેસના બાટલાની તેમજ તેલના ડબ્બા ની નનામી કાઢવામાં આવી હતી, અને ભાવવધારાના મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.બર્ધન ચોક અને માંડવી ટાવર વિસ્તારમાં મોટી સંખ્યાના કોંગી કાર્યકરો એકત્ર થયા હોવાથી સીટી એ ડીવીઝનનો પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો, આ સમયે સીટી-એ ડિવિઝન ના પોલીસ અધિકારી તેમજ કોંગી કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી. અને થોડું ઘર્ષણ થયું હતું. પરંતુ ધારાસભ્યની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો, અને કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ રામધૂન બોલાવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.