Monday, October 12, 2026
Home Blog Page 354

જામનગરમાં વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી SOG.

0

જામનગર : વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી.

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની જામનગર જીલ્લાના નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો ફરારી તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડવા અંગે સુચનાથી એસ.ઓ.જી. ના પો.ઇન્સ. એસ.એસ.નીનામાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇં. આર.વી.વીછી તથા વી.કે. ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પટ્ટાલીંગમા હતા, દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના રમેશભાઈ ચાવડા તથા મયુદિનભાઇ સૈયદ તથા સંદિપભાઈ ચુડસમાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ફોજદારી કેસ નંબર 521/2018 તથા જામનગર જેલના આરોપી નંબર- 195/2021 ના કામના આરાપી મહેશ ઉફે ચુપા ટપુભાઇ મકવાણા રહે, ત્રણ દરવાજા મેઘવારવાસ હમીરભાઇ મેરના મકાનમા, જામનગર વાળો વચગાળાના જામીન પરથી ફરાર હોય અને તે ત્રણ દરવાજા મેઘવારવાસ લીમડા ઝાડ નીચેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી થવા માટે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાત સોપી આપેલ છે. આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી એસ.એસ.નીનામા તથા પો.સ.ઇ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી અસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે.

ગુલાબનગર ઓવરબ્રિજ નીચે ઉતરતા વરરાજાની કાર-છકડાની ટક્કર

0

ગુલાબનગર ઓવરબ્રિજ નીચે ઉતરતા વરરાજાની કાર-છકડાની ટક્કર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચે ઉતરતા નંબર પ્લેટ વગરની એક કાર કે જે લગ્ન પ્રસંગમાં જઇ રહી હતી, જે સામેથી આવી રહેલા રિક્ષા છકડા સાથે ટકરાઇ ગઇ હતી.

જે અકસ્માતમાં બન્ને વાહનોને નુકસાન થયું હતું, તેમજ રીક્ષા છકડાનો ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. જે બનાવની જાણ થતાં 108 ની ટુકડી તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઈજાગ્રસ્ત રિક્ષા છકડા ચાલક ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.

આ અકસ્માતના બનાવની જાણ થવાથી પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને ગુલાબ નગર રોડ પર લોકોનું ટોળું એકત્ર થયું હતું.

જામનગરમાં બે વર્ષ પછી લગ્નપ્રસંગમાં પથ્થરમારો કરનાર આઠ આરોપીઓને ઝડપી લેતી LCB

0

જામનગરમાં બે વર્ષ પછી લગ્નપ્રસંગમાં પથ્થરમારો કરનાર આઠ આરોપીઓને ઝડપી લેતી એલસીબી

જામનગર: જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગરબી ચોકમાં રહેતા જેઠાભાઇ ગોરાભાઈ વાઘેલા ના ઘરમાં ગત 20.6.2019 ના દિવસે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જે લગ્ન પ્રસંગ દરમિયાન સામા જૂથના અશ્વિન રમેશભાઈ, જયેશ ગોવિંદભાઈ વગેરે આઠ જેટલા શખ્સો સાથે લગ્નના ફુલેકા બાબતે માથાકુટ થઇ હતી, અને આઠ જેટલા શખ્સો દ્વારા ફુલેકા પર પથ્થરમારો કરાયો હતો. ઉપરાંત એક મકાન ઉપર પથ્થરમારો કરી પતરા વગેરે તોડી નાખવામાં આવ્યા હતા.

જે બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને તમામ આરોપીઓ છેલ્લા બે વર્ષથી ઉપરોક્ત ગુનામાં નાસતા ફરતા હતા. દરમિયાન આજે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત તમામ આરોપીઓ નીલકમલ સોસાયટી તેમજ સમર્પણ સર્કલ વિસ્તારમાં આવ્યા છે.

જેથી એલસીબીની ટીમે અલગ-અલગ બે ટુકડીઓ બનાવી નીલકમલ સોસાયટી વિસ્તારમાંથી અશ્વિન રમેશભાઈ દુદકીયા, જયેશ ગોવિંદભાઈ વાઘેલા, દિનેશ જેન્તીભાઈ વાઘેલા, અને રાજેશ જયંતીભાઈ દેગામા ની અટકાયત કરી લીધી હતી.
આ ઉપરાંત બીજી ટુકડીએ સમર્પણ સર્કલ પાસે વોચ ગોઠવી અન્ય ચાર આરોપીઓ રમેશ મેઘજીભાઈ વાઘેલા, બળદેવભાઈ મુકેશભાઈ દેગામા, દિલીપ મોહનભાઈ પારેજીયા અને સુંદરજીભાઈ બાબુભાઈ પારેજીયા ની અટકાયત કરી લીધી હતી. જે તમામ આઠ આરોપીનો કબજો સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દેવામાં આવ્યો છે. જ્યાં તેઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તથા એએસપી પાંડેના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચનાથી પો.સ.ઇ. કે.કે.ગોહીલ, બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

જામનગરમાં બે મૃત પાકિસ્તાની નાગરિકોની દફનવિધિ : અન્ય એક મૃતદેહને પાકિસ્તાન રવાના કરાયો

0

જામનગરમાં બે મૃત પાકિસ્તાની નાગરિકોની સેવાભાવી સંસ્થા દ્વારા દફનવિધિ : અન્ય એક મૃતદેહને પાકિસ્તાન રવાના કરાયો

જામનગર : જામનગરની જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રહેલ પાકિસ્તાની નાગરિકના મૃતદેહને લાંબા ગાળા બાદ પાકિસ્તાન લઇ જવાયો છે. બંને દેશ વચ્ચે લાંબો સમય કાયદાકીય પ્રક્રિયા ચાલ્યા બાદ ગઈ કાલે મૃતકના દેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર જી.જી હોસ્પિટલના કોલ્ડરૂમમાં લાંબા સમયથી રાખવામાં આવેલા બે પાકિસ્તાની નાગરિકોના મૃત્યુદેહોની જામનગરની સેવાભાવી સંસ્થા દ્વારા મુસ્લિમ શરિયત મુજબ દફનવિધિ કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં અ ા ઈ . અ ે મ . બ ી . અ ે લ . ન ી વિસંગતતાઓને લીધે ભારત- પાકિસ્તાનના માછીમારો એકબીજાની સરહદ ઓળંગી જતા હોય છે. જેની સામે બંને દેશની સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરતી હોય છે. આવા સરહદ ભંગ કરનાર અનેક શખ્સો એકબીજા દેશની જેલમાં છે. આવા જ એક મુળ પાકિસ્તાનના તગજી ઉર્ફે મનવર રાવતાભાઈ હોથીમલનુ ભુજની જેલમાં ત્રણ માસ પહેલાં મૃત્યુ થયુ હતું.

પાકિસ્તાનના નગરપારકર, જી લ્લો – થ રપાર ક ર , સિંધપ્રાંત(પાકિસ્તાન)ના શખ્સનું 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લઇ આવવામાં આવ્યો હતો.

ત્યારબાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. જે પાકિસ્તાની શખ્સના મૃત્યુ બાદ બંને દેશ વચ્ચે કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા લાંબી ચાલી હતી, અને ત્રણેક માસ બાદ અંતે પાકિસ્તાન દ્વારા મૃતકનો સ્વીકાર કરવા લીલી ઝંડી આપવામાં આવી હતી, ગઈ કાલે તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા મૃતદેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો હતો. આજે મૃતકને પજાંબના વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોપવામાં આવેલો છે.

આ ઉપરાંત અન્ય બે પાકિસ્તાનીઓની જામનગરમાંજ સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. પાકિસ્તાની માછીમાર સૈયદ અબ્દુલ રહેમાન તેમજ અરબાઝ મિસરી ફકીર નામના બે કેદીઓના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પીટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

જે બંને દેશની કાનૂની પ્રક્રિયા બાદ બંને મૃતકોના જામનગરમાં જ અંતિમવિધિ કરવામાં આવી છે.
જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ વિક્રમ સિંહ ભિખુભા ઝાલા ઉપરાંત હિતેશગીરી ગોસાઈ, બસીરભાઈ સફીયા, ઘનશ્યામસિંહ રાઠોડ વગેરે દ્વારા ઢોલીયા પીરની દરગાહમાં દફનવિધિ કરવામાં આવી હતી.
આ વેળાએ નવી વાસના મુંજાવર મહંમદ ફારૂક હાજર રહ્યા હતા, અને અંતિમ વિધિ કરાવી હતી. સરકારી પ્રોટોકોલ મુજબ જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી તથા પોલીસ વિભાગની ટીમ પણ દફનવિધિ સમયે હાજર રહી હતી. અરબાઝ મિસરી ના મૃતદેહને છ માસ થી અને સૈયદ અબ્દુલના મૃતદેહને ડીસેમ્બર માસથી જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જે બંન્નેના મૃતહેદની અંતિમવિધી માટેની મંજુરી પ્રક્રિયા બંને દેશ વચ્ચે થઇ જતાં જામનગરની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દફન વિધિ કરવામાં આવી હતી.

જામનગરમાં પત્નીને મોતને ઘાટ ઉતારવાની કોશિષ કરતો પતિ : ચકચાર

0

જામનગરમાં પત્નીને મોતને ઘાટ ઉતારવાની કોશિષ કરતો પતિ

સાધના કોલોનીમાં પત્નીને ઝેર પીવડાવ્યા બાદ જીવલેણ હુમલો કર્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરની સાધના કોલોની, પહેલો ગેઈટ, બીજા રોડ ખાતે રહેતી મંજુબેન હરિભાઈ સોનગરા (ઉ.વ.34)એ સિટી ‘એ’માં ગઈકાલે તેણીના પતિ ગોકુલનગરના અયોધ્યાનગર, શેરી નં.7માં રહેતાં હરિ અરજણ સોનગરાની વિરુદ્ધ આઈપીસી કલમ 307, 328, જીપી એકટ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ ફરિયાદી મંજુબેન આરોપી પોતાના પતિથી અલગ રહેતાં હોય અને તેણીએ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જે બાબતનો ખાર રાખીને તા.14ના રોજ સાધના કોલોની પાછળ કૃષ્ણપાર્ક સોસાયટી, પ્લોટ ખાતે આરોપી હરિએ ફરિયાદી મંજુબેનને ડીઝલ જેવું પ્રવાહી પીવડાવી, લોખંડના જેક જેવા વસ્તુ વડે મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. મંજુબેનને માથાના ભાગે આડેધડ ઘા મારી કપાળના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી હતી, ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવેલ છે. તેણીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયાના ‘હાઇફાઇ’ એરિયામાં જામેલી જુગારની મેહફીલ ઉપર ત્રાટકતી LCB : આઠની ધરપકડ, સંચાલક ફરાર

0

ખંભાળિયાના ‘હાઇફાઇ’ એરિયામાં જામેલી જુગારની મેહફીલ ઉપર ત્રાટકતી એલસીબી: આઠની ધરપકડ, સંચાલક ફરાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતો નારૂ સીદા જામ નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે અહીંના રહેણાક પોસ વિસ્તાર એવા નવાપરા શેરી નંબર- 5 ખાતે આવેલા રોનક એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટમાં જુગારનો અખાડો ચલાવવામાં ચલાવતો હોવાની ચોક્કસ બાતમી એલ.સી.બી. સ્ટાફના મશરીભાઈ આહિર તથા બોઘાભાઈ કેસરિયાને મળી હતી.આ સંદર્ભે એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાબરી હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા રોનક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલા ફ્લેટમાં દરોડો પાડી, આ સ્થળે ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા નાગાજણ ઉર્ફે નાગાભાઈ ખીમાભાઈ જામ, સુનિલ શાંતિલાલ ઉનડકટ, ચિરાગ ઉર્ફે મહાદેવ અનિલભાઈ વેગડા, ગગજી ઉર્ફે અજય ડાડુભાઈ ધારાણી, ભીખુ રાયા ધારાણી, સાજણ સામરા મશુરા, ભરત ઉર્ફે લક્કી ખેતાભાઇ જામ અને કાના નગાભાઈ જામ નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 50,400 રોકડા તેમજ રૂ. 26 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂપિયા 75 હજારની કિંમતની બે મોટરસાયકલ પણ કબ્જે કરી હતી. આમ, કુલ રૂ. 1,51,400/- નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે ઝડપાયેલા આ શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જુગારની આ કાર્યવાહી દરમિયાન જુગારનો અખાડો ચલાવનાર જાણીતો શખ્સ નારુ સીદા જામ પોલીસના હાથ ન લગતા હાલ તેને ફરાર ગણી, તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે સાગઠીયા ચલાવી રહ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જામનગર જીલ્લામાં યમરાજનો આંટો: 6 માસની બાળકી સહિત ચાર અપમૃત્યુથી અરેરાટી

0

જામનગર જીલ્લામાં યમરાજનો આંટો: 6 માસની બાળકી સહિત ચાર અપમૃત્યુથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન ચાર-ચાર મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ચાર અપમૃત્યુની વિગતો મુજબ

જામનગરમાં છ માસની બાળકીનું આંચકી આવતા મૃત્યુ

જામનગર: જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીના બ્લોક નંબર 46/9 માં રહેતા મહેશભાઈ જોગલની છ માસની પુત્રી બંસીબેન કે જેને ગઈકાલે પોતાના ઘેર આંચકી ઉપાડતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા હીનાબેન મહેશભાઈ જોગલે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પીપર ગામમાં હાર્ટએટેકથી ખેડૂત આધેડનું મોત
કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને ખેતીવાડી સંભળતા મનસુખભાઈ હરજીભાઈ રાંક નામના 55 વર્ષના પટેલ ખેડૂત ને શ્વાસની બીમારી હોવાથી ગઈ કાલે તેઓને એકાએક શ્વાસ ઉપાડ્યો હતો. જેથી તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જવાના કારણે તેઓનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

શ્ર્વાસની બીમારીમાં આધેડનું સારવારમાં મોત
જામનગરમા દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45 ના છેડે ગણેશવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઇ ધનજીભાઈ પરમાર નામના 55 વર્ષના આધેડને ફેફસાની તેમજ શ્વાસની બીમારી હતી, દરમિયાન ગઈકાલે એકાએક શ્વાસમાં તકલીફ થઈ જતાં તેને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર આનંદભાઈ રમણીકભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડ પંથકના બાવા ખાખરીયામાં વીજશોકથી મહિલાનું મોત

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામ માં રહેતા મનહરબા ગિરિરાજ સિંહ જાડેજા નામના 53 વર્ષના મહિલા આજે સવારે પોતાના ઘેર કામ કરતા હતા જે દરમિયાન પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં મોટર ના પંખા માં સાડી ફસાઈ ગઈ હતી, અને તેઓને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની ગયા હતા. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે છત્રપાલસિંહ ગિરિરાજ સિંહ જાડેજા એ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જી.જી.હોસ્પિટલમાં સતત વિવાદોમાં ઘેરાયેલી કરંટ સીક્યુરીટીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક સમાપ્ત કરી દેવાયો : પુન:વિચારણા કરવા એજન્સીની માંગ

0

જામનગર જી.જી.હોસ્પિટલની સીક્યુરીટી એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક સમાપ્ત કરી દેવાયો : ફેર વિચારણા કરવા રજૂઆત

‘કરંટ સીક્યુરીટી’ના સંચાલકએ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત

ખૂબ જ ટુંકી મુદતમાં સેવા સમાપ્ત કરવી પણ યોગ્ય નથી, કમ સે કમ 80 દિવસની મુદત આપવી જોઇએ: કરંટ સીકયુરીટી

અગાઉ કરંટ સિક્યુરિટીના સુપરવાઇઝર ચાલું ફરજે ચીકાર દારૂ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.! અને ગુજરાતભરમાં સારી એવી ચર્ચા જગાડી હતી.

તથા સુત્ર માંથી એવું પણ જાણવા મળેલ છે કે કરંટ સિક્યુરિટીની ગેરરીતિ અંગે સરકાર સુધી રજૂઆત થયેલ હતી તેના કારણે તાત્કાલિક અસરથી કરંટ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ આર્મી ની ભરતી કરવામાં આવી હતી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જી.જી.હોસ્પિટલની સીક્યુરીટી એજન્સીનો કોન્ટ્રાક્ટ સંભાળતી એજન્સી ‘કરંટ સીક્યુરીટી’ના સંચાલકએ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત કરતા તેમની એજન્સી સાથે થયેલ કોન્ટ્રાક્ટને તાત્કાલિક સંજોગોમાં સમાપ્ત કરવા રજૂઆત કરવા જણાવ્યું છે.

સીકયુરીટી એજન્સી દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ, અમો કરંટ સિક્યોરીટી એજન્સીના સુપરવાઇઝર તથા ગાર્ડ કુલ મળીને 58 લોકો એજન્સીમાં કાર્યરત હતા. કોરાનાની વિષમ સ્થિતિમાં અમોએ નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવી કાઇપણ જાતની ચૂક ન થાય તેની તકેદારી રાખી અમારા 10 ગાર્ડ કોરાની ઝપેટમાં પણ આવી ગયા હતા છતાં આવી વિષમ પરિસ્થિતિમાં પણ અવિરત કામગીરી કરેલ છે.

તેમ છતાં પણ તમોએ તારીખ : 22-06-2021 ના રોજ નિર્ણય એક તરફી રીતે લઇ અમારી માતૃ સંસ્થા કરંટ સિક્યોરીટીનો કોન્ટ્રાકટ સેવા સમાપ્ત ટુંકી મુદતમાં કરી નાંખ્યો. જે અમારા માટે મોટી આપત્તી સમાન છે. આ અમારી સેવાનું આ ફળ યોગ્ય નથી. ખૂબ જ ટુંકી મુદતમાં સેવા સમાપ્ત કરવી પણ યોગ્ય નથી. અમોને કમ સે કમ 80 દિવસની મુદત આપવી જોઇએ.

હાલના બેકારીના દિવસોમાં અમોને બીજે નોકરી મળવી પણ મુશ્કેલ છે. માનવતા ખાતર પણ આપનો નિર્ણય યોગ્ય નથી. અમારી એજન્સીએ તમોને ફેર વિચારણામાં કહ્યું છે.

પરંતુ આપ હજુ સુધી એ બાબત નિર્ણય લીધો નથી તો અમારી નિષ્ઠાપૂર્વક કરેલી નોકરીનું યોગ્યતા ખાતર પણ આપના નિર્ણય અંગે ફેરવિચારણા કરવા રજૂઆતમાં જણાવાયું છે.

પતિના હાથે પત્નિની હત્યા: આરોપીની ધરપકડ : અરેરાટી

0

મીઠાપુરમાં પતિના હાથે પત્નિની હત્યા: આરોપીની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા: દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલી બાલમુકુંદ પાંજરાપોળ પાસે રહેતા નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા નામના 34 વર્ષના મહિલા ગતરાત્રે પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે ઘરમાં આવેલા પતિ પ્રવીણ જેસંગભાઈ કંકોડીયા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચેની આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં મહિલાના પતિ પ્રવીણભાઈએ પિત્તો ગુમાવ્યો હતો અને તેણે પોતાની પાસે રહેલી છરીના બેફામ ઘા પોતાના પત્ની નીતાબેનને ઝીંકી દીધા હતા.

જેથી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલાં નીતાબેનને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

નીતાબેનની હત્યા સંદર્ભે ડીવાયએસપી ગોસ્વામી તથા પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા પોતાની પત્નિની હત્યા કરનાર પતિની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

ઉપરોક્ત દંપતી વચ્ચે થયેલા ઘર-કંકાસના કારણે હત્યાનો આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ દંપતીને ત્રણ સંતાનો હોવાનું તથા પતિ પ્રવીણ જેસંગભાઈ ભંગારની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રાત-દિવસ ચાલતા ડમ્પરના ત્રાસથી લોકો ત્રાહિમામ : નવાજુનીના એંધાણ

0

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રાત-દિવસ ચાલતા ડમ્પરના ત્રાસથી લોકો ત્રાહિમામ

ઓવરલોડેડ અને ભારેખમ વાહનો પસાર થવાથી ભુગર્ભ ગટર અને ગેસ કનેકશનની લાઇનને નુકશાન થવાથી ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવવાની શક્યતાથી લોકોમાં દહેશત

સરકારના જાહેરનામા વિરૂઘ્ધ ચાલતા ટ્રક-ડમ્પરના ત્રાસથી છુટકારો અપાવવા સ્થાનિક કોર્પોરેટર અને લત્તાવાસીઓને જીલ્લા કલેકટર અને મેયર અને મ્યનિશિપલ કમિશ્નરને રજૂઆત.

જામનગર: જામનગરમાં ગાંધીનગર પાછળ કચરાના રીસાયકલીંગ પ્રોસેસમાં ટન બંધ કચરો ઠાલવવા ઓવર લોડેડ ડમ્પરો સોસાયટીના રહેણાંક વિસ્તારોમાંથી આખી રાત પસાર થતા હોવાની ફરિયાદ સાથે અને સરકારના જાહેરનામા વિરૂઘ્ધ ચાલતા ટ્રક-ડમ્પરના ત્રાસથી છુટકારો અપાવવા સ્થાનિક કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ- કૃપાબેન જે. ભારાઇ અને લત્તાવાસીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યા મુજબ,ઉપરોક્ત બાબતે જણાવવાનું કે, અમારા વોર્ડ વિસ્તારમાં ગાંધીનગર, મોમાઇનગર, પુનીતનગર વિસ્તારમાંથી છેલ્લા ઘણા દિવસોથી દિવસ તથા રાત્રીના સમયે કચરાના ઓવર-લોડેડ ડમ્પરો પસાર થાય છે. આ ડમ્પરોમાં આશરે 25 થી 30 ટન જેટલો ઓવર લોડેડ કચરો ભરેલ હોય છે. જેના હિસાબે સ્થાનિક નાગરીકોને પારાવાર મુશ્કેલી પડે છે અને સ્થાનિક લોકોની ઉંઘમાં સતત ખલેલ પહોંચે છે. દિવસના બાળકોનો અભ્યાસમાં પણ ભારે મુશકેલી પડે છે. આ ઉપરાંત આ ડમ્પરો દ્વારા ભરાતો કરચો રોડ ઉપર પણ પડતો હોય છે. જેના કારણે ભારે ગંદકી થઇ જાય છે. જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓને ઉગ્ર રોષની લાગલી ફેલાયેલ છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં જયાંથી ડમ્પયરો પસાર થાય છે, તે રોડ ઉપર નીચે ભુગર્ભ ગટરની મેઇન લાઇન આવેલ છે. તે ઉપરાંત ગેસની લાઇન પણ આવેલ છે. આથી ઓવરલોડેડ અને ભારેખમ વાહનો પસાર થવાથી ભુગર્ભ ગટરની લાઇનને નુકશાન થવાનો સંભવ રહે છે, ઉપરાંત ગેસની લાઈન પણ ડેમેજ થવાની શકયતા રહે છે અને જો આવુ થશે તો આ વિસ્તારમાં ક્યારે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે.

આ બાબતે તાત્કાલીક નિરાકરણ કરવું જરૂરી છે. જેથી આ બાબતે તાત્કાલીક ઘટીત કાર્યવાહી કરવામાં આવે અને આવા ડમ્પરોનું આવન-જાવન લોકોની સુખાકારી માટે બંધ કરવામાં આવે તે જરૂરી છે.

આ સમસ્યાના નિરાકરણ માટે વૈકલ્પીક વ્યવસ્યા તરીકે વાલસુરા રોડ ઉપર બેડી મરીન પોલીસ ચોકીની બાજુમાંથી સીધા પ્લાન્ટ પર જઇ શકાય તેમ છે, તે રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઇ શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તમામ મહાનગરપાલિકા એરીયામાં રાત્રિ કર્ફયુ હોય તેવા સંજોગોમાં રાજય સરકારના જાહેરનામા વિરૂઘ્ધ ટ્રકો ચલાવવામાં આવે છે. તો તેઓએ જરૂરી મંજુરી મેળવેલ છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.