Monday, October 12, 2026
Home Blog Page 353

જામનગર સહિત રાજયભરની ધો. ૯ થી 12 ની તમામ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ શરૂ કરો : સ્કૂલ સંચાલક મહામંડળ

0

જામનગર સહિત રાજયભરની ધો.6 થી 12 ની તમામ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ શરૂ કરો

જિલ્લા શિક્ષણાધિકારીને શાળા સંચાલકો દ્વારા રજૂઆત

જામનગર : સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને શાળાઓ શરૂ કરવા માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

સોમવારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગરના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, ઉપપ્રમુખ રસિકભાઈ કોડીનારીયા, વિમલભાઈ કગથરા, દ્યનશ્યામભાઈ હિરપરા, મહામંત્રી અમિત ભાઈ ચોવટીયા અને સંયુકત મહામંત્રી ભરતભાઈ નાકરાણી ની આગેવાનીમાં સંચાલક મંડળના હોદ્દેદારો અને શાળાના સંચાલકોએ કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની સરકારી શાળાઓ શરૂ થઈ છે ત્યારે ત્વરીત ખાનગી શાળાઓ શરૂ કરવા માટે માગણી કરાઈ છે.શાળા સંચાલકોની વિસ્તુત રજૂઆતમાં જણાવ્યા મુજબ,રાજયમાં હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે સરકાર દ્વારા ટયુશન કલાસીસ સરકારી સ્કૂલો દ્વારા શેરી- શાળાઓ ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલો, ટ્રાવેલ્સની બસો, સહિત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજુરીઓ આપવામાં આવી છે.

પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિધાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવીરહી છે. અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ આજે સોમવારે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી પોતાની માંગો પહોંચાડી છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકો મહામંડળનું માનવું છે કે,જે રીતે કોરોનાની બીજી લ હેર પહલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ હતી, તે રીતે જયારે હવે કોરાના કાબુમાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મજૂરી આપી છે. તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે?

પ્રથમ તબક્કામાં સરકારશ્રી ધોરણ થી 1ર ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવી જોઇખે તેવી અમારીં ઉગ્ર માગણી છે
ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાઓના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટ્યુશન કલાસની સરખામાણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે. પરંતુ શાળાઓને મજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે.

તે ઉપરાંત ઘોરણ 9 થી 1ર ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ 1 5 વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનુ નુકશાન થયેલ છે. તો સરકારશ્રી દ્વારા આ વિધાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે  ગુજરાતના અમુક અંતરીયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેકટીવીટીનો મોટી સમસ્યા છે ઘણા બાળકો એવા છે જેની પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ હોનની જરુરી વ્યવસ્થા નથી તેવા બાળકોને ખુબ નુક્યાન થઇ રહ્યું છે ન શાળા સંચાલકોને શાળા શરુ કરવા વાલીઓ દ્વારા સતત અનુરોધ કરવામાં આવે છે, વિધાર્થીઓ પયા ખુબ ચિંતિત જષાય છે. તેઓ પણ શિક્ષકોને ઓનલાઇન કલાસ દરમિયાન શાળા શરુ કરવા આહવાન કરે છે.

ગુજરાત રાજયના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેકસિનના બન્ને ડોઝ અપાય ગયા હોય તેથી આવનાર વિદ્યાર્થી માટે શાળાઓ ખને શિક્ષકો સુરક્ષીત છે.

મોટા ભાગના રાજયોએ શાળાઓ શરુ કરવાનો રોડમેપ તૈયાર કરી, જાહેર કરી દીધી છે. ઍયારે ગુજરાજ રાજય શિક્ષણ વિભાગ અને રાજય સરકારએ આ બાબતે તૈયારી કરવી જોઇએ.
આપણે સૌએ ત્રીજી વેવ આવે તેની રાહ જોઇને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઇએ. આવનાર દિવસો માટે આપણે સુરક્ષીત વાતાવરણ બનાવી, સુરક્ષાના તમામ પગલાખો ભરી શિક્ષણ કાર્ય શરૂ કરવું જોઇએ. જો ભવિષ્યમાં પરિસ્થિતિ અનુકુળ ન જણાય તો તકેદારીના ભાગરૂપ કરી શાળાઓ જરુરીયાત મુજબ બંધ કરી શકાય છે.
તાજેતરમાં નામદાર હાઇકોર્ટ દ્વારા (રીપીટર વિધાર્થીખોની પરીક્ષા માટેની પીઆઇએલ દરમિયાન) ટકોર કરવામાં આવી હતી કે, ‘ક્રિકેટના મેદાન પર ભીડ થઈ શકતી હોય તો આ પરિસ્થિતિમાં શાળાખો બંધ રાાખીને શિક્ષણ બગાડવું ન જોઇએ. જ પરથી પ્રતિત થાય છે, કે શાળાખો ખોલીને બાળકોના ભવિષ્ય માટે સારા પગલાઓ લઇ શકાય છે.

હજુ આ પછી પણ જો સરકારશ્રી અમારી માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં થાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. જો જરુરી જણાશે તો ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે ખચકાશું નહી, જેની સરકારશ્રી ગંભીર નોંધ લે તેવી અમારી માંગણી છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંયાલક મહામંડળ વતી પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ શ્રી જતિનભાઇ ભરાડ, શ્રી સવજીભાઇ પટેલ, શ્રી એમ.પી.ચંદ્રન, શ્રી ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી, સંયોજકશ્રી મનહરભાઇ રાઠોડ, પ્રવકતા ડો.દીપકભાઇ રાજયગુરૂ, રાજકાટ જીલ્લાના પ્રમુખ શ્રી ડી . વી.મહેતા. તેમજ કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકારશ્રી સમક્ષ શાળાઓ શરુ કરવા દેવા આ આવેદનપત્ર મારફત ઉગ્ર માંગ કરવામાં આવીછે.

જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જગ્યા ઉપરના ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

0

જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જગ્યા ઉપરના ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

ઝુપડા,ત્રણ ધાર્મિક સ્થળ સહિતનું ગેરકાયદે દબાણ દૂર કરાયું

સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા, રેલવેના અધિકારીને રજૂઆત કરી પણ કામ ન આવી..જામનગર: જામનગર ના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે ની સરકારી જગ્યામાં અનેક સ્થળોએ દબાણો થઈ ગયેલા છે.

જેમાં કેટલાક પાકા મકાનો અથવા તો ધાર્મિક સ્થળો વગેરે પણ ઊભા કરી દેવાયા છે. દરમિયાન આજે રેલવે તંત્ર દ્વારા દબાણ હટાવવાનું શરૂ કરી દેવાયું હતું.જેથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. રેલવે તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવી રહ્યા હતા.

જેમાં ત્રણેક ધાર્મિક સ્થળો પણ આવી જતા હોવાથી સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા, અને ડીમોલેશન રોકવા માટે રેલવે તંત્રને રજૂઆત કરી હતી.

રેલવે તંત્ર ઉપરાંત સીટી બી ડિવિઝન નો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, આ ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે કચવાટની લાગણી ફેલાઇ હતી. અને વિરોધ થયો હતો. પરંતુ રેલવે તંત્ર દ્વારા અન્ય દબાણો દૂર કરીને રેલવે ની જગ્યા ખુલ્લી કરાવવા નું કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના બે પૂર્વ અધિકારીને સજા ફટકારતી અદાલત

0

2001માં જામનગરની ભૂગર્ભ ગટરમાં બે સફાઈ કામદારોના મોતના કેસમાં જામ્યુકોના બે પૂર્વ અધિકારીને સજા ફટકારતી અદાલત

જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર પ્રસરી

પટેલ કોલોની વિસ્તારમાં વર્ષ 2001 માં ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી વેળાએ બે સફાઈ કામદારો ગુંગળાઈ મર્યા હતા

મનપાના તત્કાલીન ઈજનેર અને સેનેટરી ઈન્સ. ને બે વર્ષની જેલ સજા

હાલ બન્ને કર્મચારી નિવૃત્ત થઇ ગયા હોવાથી તેઓએ અપીલમાં જવા માટે સજાના હુકમ સામે અદાલતમાંથી સ્ટે મેળવ્યો

જામનગર : જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણના વિસ્તારમાં સને 2001ની સાલમાં ભૂગર્ભ ગટરની સફાઇ ચાલી રહી હતી. જે દરમિયાન બે સફાઈ કર્મચારીઓ મનસુખભાઈ મનાભાઈ અને રાજેશ લાલજીભાઈ કે જેઓ તારીખ 3.8. 2001ના દિવસે ભૂગર્ભ ગટર ની અંદર ઉતર્યા હતા, અને બંનેના ગૂંગળાઈ જવાના કારણે મૃત્યુ નિપજયા હતા.

બનાવ સમયે જે તે વખતે સોલિડ વિભાગના ઇજનેર સુખાભાઈ ડાંગર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભુપેન્દ્ર કુંભારાણા દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવા ના આરોપસર પ્રેમજીભાઈ પુંજાભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે અંગેનો કેસ જામનગરની અદાલત સમક્ષ ચાલી જતાં મહાનગરપાલિકાના પૂર્વ ઇજનેર અને સેનેટરી ઇન્સ્પેક્ટર બંને ની બેદરકારી હોવાનું અદાલતે ઠરાવ્યું હતું, અને બંને નિવૃત કર્મચારીઓને બે વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

હાલમાં બન્ને કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, અને બન્નેએ ઉપલી અદાલતમાં અપીલ માં જવા માટે સજાના હુકમ સામે સ્ટેની માંગણી કરતાં અદાલતે સ્ટે. આપ્યો છે અને હવે આ મામલે ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવી રહી છે.

આ ચુકાદાને લઇને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર પ્રસરી છે.

જામનગરમાં રતનબાઇ મસ્જિદ HS પેન્ટર પાસે ક્રિકેટ “ન” રમવા બાબતે સર્જાઈ બબાલ : વજીર યુવાનને ધોકો ફટકાર્યા

0

જામનગરમાં મારમારીના બે કેસ: ક્રિકેટ રમવા બાબતે બબાલ

  • છૂટા પૈસા કેમ નથી આપતો તેમ કહી યુવાનને માર માર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: તા.૧૯ જુલાઇ ૨૧ જામનગર શહેરમાં મારામારીના બે બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં શહેરના રતનબાઇ મસ્જિદ પાસે ક્રિકેટ રમવા બાબતે માથાકૂટ થઇ જયારે ગ્રીનસીટીમાં પૈસાના છૂટા કેમ નથી આપતો તેમ કહીને એક યુવાનને લમધારી નાખવામાં આવ્યો હતો.

જામનગર શહેરના રતનબાઇ મસ્જિદ પાસે વજીર ફળી, એચએસ પેઇન્ટર પાસે ક્રિકેટ રમતા સૌરવ અશ્વિનભાઇ રાઠોડ નામના વજીર યુવાનને ઘર પાસે ક્રિકેટ રમવાની ના પાડી મલઇ નરેન્દ્રભાઇ મહેતા નામના શખસે ગાળો આપી લાકડાના બેટ વડે માથાના ભાગે માર મારતા 10 ટાંકા આવ્યા હતાં તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સામે પોલીસ ફરિયાદ થઇ છે.

જયારે બીજા બનાવમાં શહેરના રણજીતસાગર રોડ ગ્રીનસીટી શેરી નં. 3માં બપોરના સમયે ત્યાં ઉભેલા હોશિયાર સીંગ ભાલસીંગ કુડુ નામનો યુવાનને અજય રાજેન્દ્રભાઇ બરછા નામના શખસે આવી 2 હજાર રૂપિયાના છૂટા આપો તેમ કહેતા હોશિયારસિંહે છૂટા નથી તેમ કહેતા અજયે ઉશ્કેરાઇ જઇ તેને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા તેની વિરૂધ્ધ પોલીસમાં રાવ થઇ છે.

જામનગરના દરેડમાં સગર્ભા નેપાલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી LCB

0

જામનગરના દરેડમાં સગર્ભા મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી

હત્યાના આરોપસર હાલ દરેડ અને મુળ ઉત્તરાખંડનો રહેવાસી મદફેજ જમાલુદીન અંસારીને ઉત્તરાખંડથી ઝડપી લેતી પોલીસ

આરોપીની પ્રાથમીક પુછપરછમાં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપ્યાની કબુલાતદેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
જામનગરના સીમાડે આવેલ દરેડમાં ગત તા.11ના રોજ એક સગર્ભા નેપાળી મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, આ હત્યાનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલીને એક શખસની ધરપકડ કરી છે.જે ગુનો તા.11/07/2021 ના કલાક 19/30 વાગ્યે જાહેર થયેલ છે આ ગુનાના ફરીયાદી ઇન્દ્રબહાદુર ઉર્ફે રાજુ નરબહાદુર બદુઆલ નેપાલી ઉ.વ.45 રહે.દરેડ જી.જામનગર વાળા એ ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદ હકિકત માં આ ફરીયાદીશ્રીના પત્નિ ભુમીશા ઉર્ફે અંજુ જેઓ ગર્ભવતી હોય તેઓ તેમના રહેણાંક મકાને હાજર હતા ત્યારે કોઇ પણ અજાણ્યા ઇસમએ ચોરી લુંટ કરવાના ઇરાદે શેડ માં ગે.કા. પ્રવેશ કરી રહેણાંકે હાજર ફરીયાદીના પત્નિ ને માથાના ભાગે તેમજ નાક કપાળ ના ભાગે હથેળી આંગળીઓમાં તીક્ષણ હથિયાર થી ગંભીર ઇજાઓ કરી ખુન કરી ફરીના ધરમાંથી રોકડ રૂ.3000/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી રૂ.9000/- ના મુદામાલની લુંટ કરી અજાણ્યા ઇસમો નાશી ગયેલ હતા.આ કેસની વિગત મુજબ, ગઇ તા.11/07/2021 ના કલાક 13/15 થી 15/30 ના સુમારે દરેડ સી.એન.જી. પંપની પાછળના ભાગે ગોડાઉન ઝોન સર્વે નં.45 ના પ્લોટ નં.96 માં વિજયભાઇ લાધાભાઇ રૈયાણીના પ્લોટમાં બનવા પામેલ છે.જે અન્વયે જામનગર પંચ બી ડોવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.11202046210708/2021 ઇપીકો કલમ-302,397,447 તથા જી.પી.એકટ-135(1) થી ગુન્હો નોંધાયેલ હતો.

આ વણશોધાયેલ ખૂનના બનાવ બનતા ત્વરીત ગુનો શોધી કાઢી આરોપી પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુણાલ દેસાઇ ના ઓના માર્ગદર્શન મુજબ આ વણશોધાયેલ ખૂન,લુંટ નો ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી/ પંચ બી ડીસ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી.

આ કામે બનાવ સ્થળ તેમજ તેમની આજુબાજુના રોડ ઉપર ના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા અને ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ હતી અને અલગ અલગ ટીમોને તેમજ અંગતવિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા.

આ દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. સંજયસિહ વાળા તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિહ સરવૈયા ને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે, આ બનાવને અંજામ આપનાર ઇસમ મહમદફેજ જમાલુદીન અંસારી રહે. હાલ-દરેડ તા.જી જામનગર. (મુળ રહે. ખટીમા, વોર્ડનં- 5, આપાજી ગોલ્ડન મેરેઝ હોલ, ઇસ્લામ નગર, થાના -ખટીમા જી.ઉધમસીંગનગર ઉતરાખંડ) વાળાને બાતમીદારો તેમજ ટેકનીકલ નો ઉપયોગ કરી મજકુર આરોપીને ઉતરાખંડ રાજયમાં તેમના વતન હોવાની હકિકત આધારે ઉતરાખંડ થી મજકુર ઇસમને પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ નાઓએ પકડી પાડેલ છે. મજકુર આરોપીની પ્રાથમીક પુછપરછ માં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપવા માટે ખૂન કરેલ નુ જણાવે છે.

આ ગુન્હાની તપાસ જામનગર પંચ બી ડોવી. પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયા નાઓ ચલાવી રહેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.એસ.એસ.નિનામાનાઓ તથા. એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ , શ્રી બી.એમ.દેવમુરારી,પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી આર.વી.વીંછી તથા પો.સ.ઇ.શ્રી વી.કે.ગઢવી તથા પંચ બી ડીવી પો.સ્ટેના પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયા વિગેરે તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી/ જામ પંચ બી ડીવી. તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

ખંભાળિયામાં પરપ્રાંતિય ફેરીયાઓ પૂસ્તકો મારફતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ: પોલીસ દ્વારા કાર્યવાહી

0

ખંભાળિયા: પરપ્રાંતિય ફેરીયાઓ પૂસ્તકો મારફતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ: પોલીસ દ્વારા કાર્યવાહી

ખંભાળિયા: ખંભાળિયા શહેરના શારદા સિનેમા રોડ પર ગઈકાલે બહારથી આવેલા કેટલાક ફેરિયાઓ હિંદુ ધર્મ અંગેના પુસ્તકોનું વેચાણ કરી રહયા હતા. આ સંદર્ભે અહીંના કેટલાક કાર્યકરો દ્વારા તેઓને અટકાવી તેમના દ્વારા વેચાણ કરવામાં આવતા હિન્દુ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરતા આ પુસ્તકોમાં ભગવાન વિશેના ગેરવ્યાજબી શબ્દોનું સંબોધન તથા ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. આટલું જ નહીં, વિવિધ પ્રતિકૃતિ તથા વિવરણ મારફતે ધાર્મિક લાગણી દુભાય અને ગીતાજીમાં ક્યાંય ઉલ્લેખ ન હોય તેવા શબ્દોના પ્રયોગ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

ચાર પ્રકારના પુસ્તકો મારફતે ધાર્મિક પ્રચાર કરવા આવ્યા હોવાનું કહી, નવ જેટલા શખ્સો અહીં પુસ્તકોનું વેચાણ કરતા હતા. ટ્રક ભરીને હજારોની સંખ્યામાં પુસ્તકો સાથે આવેલા આ શખ્સો તેઓને પગાર કે કમિશન મળતું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. માત્ર રૂપિયા 10 ની નજીવી કિંમતે પુસ્તક વેચતા આ શખ્સોને એસ.ઓ.જી. પોલીસને પૂછપરછ માટે સોપવામાં આવ્યા હતા. અને તેઓના વતન તેમજ આધાર કાર્ડ વિગેરે અંગેની પોલીસે સઘન પૂછતાછ પણ કરી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના જિલ્લા હિન્દુ સેના પ્રમુખ નિલેશભાઈ શુક્લ દ્વારા પોલીસને વિગતવાર લેખિત જાણ કરવામાં આવી છે. જે સંદર્ભે ખંભાળિયા પોલીસે આ પ્રકરણમાં ગુનો બનશે કે કેમ તે બાબતે તપાસ તેમજ જરૂરી તજવીજ હાથ ધરી છે.

દ્વારકામાં જુગાર રમી રહેલા સાત મહીલાઓની અટકાયત : અફડાતફડીનો માહોલ

0

દ્વારકામાં જુગાર રમી રહેલા સાત મહીલાઓની અટકાયત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા:

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં ગત સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ફાલ્ગુનીબેન કેતનભાઈ બથીયા, સુમિત્રાબેન કિશોરભાઈ જગતિયા, સંગીતાબેન જેસલભાઈ ગઢવી, જ્યોત્સનાબેન વિજયભાઈ બારીયા, શહેનાઝબેન અજીતભાઈ બાબર, કાંતાબેન પોપટભાઈ ચાવડા અને જમીલાબેન અબ્દુલભાઈ સૈયદ નામના કુલ સાત મહિલાઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ મહિલા ખેલાડીઓ પાસેથી પોલીસે રૂપિયા 2,610 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

જામનગરમાં એગ્રોની દુકાનમાં નકલી દવાનો જથ્થો હોવાનો આક્ષેપ સાથે ખુદ દવા બનાવતી કંપની તપાસ હાથ ધરી.

0

જામનગરમાં એગ્રોની દુકાનમાં નકલી દવાનો જથ્થો હોવાનો આક્ષેપ સાથે ખુદ દવા બનાવતી કંપની તપાસ હાથ ધરી.

કંપની દ્વારા આવી રીતે સ્થળ તપાસણી કરીને તેને રોકવાનો પ્રયાસ, પરંતુ સ્થાનિક તંત્રનો સહકાર ન મળ્યો!

જામનગર: જામનગરની એગ્રોની દુકાનમાં દવા બનાવતી કંપની દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જયા કંપનીને દવાનો નકલી જથ્થો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે પોલીસની મદદ માગી, પરંતુ પોલિસ દ્વારા કોઈ સહકાર ન મળ્યો હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો છે.

ખેતી માટે ઉપયોગી એવી દવા-બીયારણનુ વેચાણ વધ્યુ છે. તો સાથે બજારમાં નકલી દવા કે બીયારણ મળતા હોવાની ફરીયાદ પણ વધી છે. ત્યારે દવા બનાવતી કંપની દ્વારા પર તેના નામથી દવાનુ વેચાણ ન થાય તે માટે સર્તક બની છે. જેના ભાગરૂપે જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલા એગ્રો સ્થળમાં તપાસ કરી હતી.

કંપનીના કર્મચારીઓનો આક્ષેપ છે, નેશનલ એગ્રો ટ્રેડરની દુકાનમાં તેની કંપનીના નામે નકલી દવાનો જથ્થો મળી આવ્યો છે. જે માટે પોલીસને જાણ કરી પરંતુ પોલીસે સહકાર ન આપ્યો હોવાનુ જણાવ્યુ હતું.

દવા બનાવની કંપનીનો આક્ષેપ છે. ખેડુતોની ફરીયાદ મળતા જામનગરના એગ્રોમાં તપાસમાં આવ્યા હતા. જયાં આ દુકાનમાંથી નકલી દવાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 150 એમએલની 97 બોટલ મળી આવી, બે ખાલી બોકસ મળી આવ્યા. જેમાં 80 બોટલનુ વેચાણ કર્યુ હોવાનુ અનુમાન છે.
જે એક બોટલની કીમત અંદાજે 2700 રૂપિયા હોય છે. 30 એમએલની 10 બોટલ મળી આવી જેની અંદાજીત કિંમત 450 હોય છે. દુકાનદારે બચાવ કરતા જણાવ્યુ કે દવા પોતે ઓનલાઈન ખરીદી કરી હતી. નકલી કે અસલી વિશે પોતે અજાણ છે. હાલ તો પોલીસ દુકાન સુધી ન પહોચતા કંપનીના કર્મચારીઓને બહાર જવાનુ દુકાનદારે જણાવ્યુ હતું. સાથે મહિલા કર્મચારીને બહાર નિકળી જવા ઝપાઝપી પણ કરી હતી.

ખેડૂતોને ખેતી માટે જંતુનાશક દવાની જરૂરીયાત હોય ત્યારે બજારમાં સસ્તી મળતી દવાથી નકલી હોવાની ફરીયાદ વધી છે. ત્યારે કંપની દ્વારા આવી રીતે સ્થળ તપાસણી કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રનો સહકાર ન મળતા કાર્યવાહી થઈ શકતી નથી.

પવનચક્કી પાસે વૃદ્ધાના દાગીના ઉતરાવી કરેલ લુંટ પ્રકરણમાં ત્રણેય આરોપીનો સુરેન્દ્રનગર થી કબજો મેળવતી જામનગર પોલીસ

0

જામનગરમાં મહિલાને વિશ્વાસમાં લઈ દાગીના ઉતારી લેનાર ત્રણ શખસનો સુરેન્દ્રનગરથી કબજો મેળવાયો

પવનચક્કી પાસે ધોળે દિવસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સો કરેલ લુંટ પ્રકરણમાં આરોપીઓનો સુરેન્દ્રનગરથી કબજો લેતી જામનગર પોલીસ

જામનગર : જામનગર શહેરના આર્યસમાજ રોડ પર માધવબાગ પાસે રહેતા પુષ્પાબેન ઈશ્વરભાઇ કનખરા નામના વૃધ્ધ તા.8ના શાકભાજી લઇને પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ખંભાળીયા નાકા તરફ જતા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખસોએ આવીને વૃધ્ધાને રોકી તેમને ધમકાવીને દાગીના રૂમાલમાં બંધાવી આપ્યા હતા જે ખોટો રૂમાલ હતોસાચા દાગીના રૂા.1.60 લાખના લઇ નાસી છુટયા હતા.

આ ફરિયાદના આધારે પી.એસ.આઇ બી.એસ.વાળાએ સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ત્રણેય શખસો રાજકોટમાં ચલાવેલી લૂંટમાં સુરેન્દ્રનગરથી ઝડપાયા હતા. જેથી જામનગર પોલીસે લૂંટના આરોપીઓ એમ.પી.ના લાલા સમીરભાઇ જાફર, સાજોડ સજદ હુશેન સૈયદ અને મોહસીન અલી નાસીરઅલી જાફરીનો કબજો લઇને જામનગર લાવ્યા છે.

તેની વિધિવત ધરપકડ કરીને રીમાન્ડો માટેની તજવીજ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ સપ્તાહ પૂર્વે પવનચક્કી નજીક આર્યસમાજ રોડ પર શાક લેવા જતાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈ આરોપીઓએ સોનાની બંગડીઓ, ચેન સહિતના દાગીનાઓ ઉતરાવી લઈ નાસી છૂટ્યાનું ખૂલ્યું હતું.

ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર યુવાન સામે ફરિયાદ : સીન સપાટા કરવું ભારે પડયું

0

ખંભાળિયા: ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર યુવાન સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બી.એન. ગોજીયા અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં સવારના સમયે ફરજ પર હતા, ત્યારે આ સ્થળેથી જી.જે. 10 બી. ક્યુ. 7578 નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને નીકળેલા તાલુકાના સામોર ગામના રહીશ મેરામણ માલદે ચાવડા નામના 22 વર્ષના યુવાનને ફરજ પરના પોલીસ કર્મીએ ચેકિંગ કાર્યવાહીમાં થોભવાનું કહેતા ઉપરોક્ત શખ્સ પોલીસની સુચનાને અવગણીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ત્યારબાદ પોલીસ દ્વારા આગળ જઈને તેને રોકીને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જરૂરી કાગળો માંગતા આરોપી શખ્સે કાગળ બતાવ્યા ન હતા. એટલું જ નહીં, પોલીસ સાથે બોલાચાલી કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

પોલીસ કાર્યવાહીમાં સહકાર ના આપી અને ફરજમાં રૂકાવટ સબબ હેડ કોન્સ્ટેબલ ભોજાભાઈ ગોજીયાની ફરિયાદ પરથી પોલીસે મેરામણ માલદે ચાવડા સામે આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી આ પ્રકરણ અંગે આગળની કાર્યવાહી એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.