Monday, October 12, 2026
Home Blog Page 352

બેડીમાં બબાલ : લાકડી-હથોડી વડે મારામારી : સામસામી ફરિયાદ

0

બેડીમાં લાકડી-હથોડી વડે મારામારી, સામસામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અબ્દુલ મુનાફ હુશેનભાઈ ચંગડા, ઉ.વ.26, રે. ગરીબનગર, પાણખાણ અછીલા ઓઈલ મીલની સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.20-7-2021ના મુંગાભાઈ ભજીયા વાળાની દુકાન પાસે, જામનગરમાં ફરીયાદી અબ્દુલમુનાફ ને આરોપી ઓસમાણભાઈ એ ફરીયાદી અબ્દુલમુનાફ ને પોતાની પાસે રહેલ હથોડીના બે ઘા માથાના ભાગે કરી ઈજા કરી તથા પોતાની પાસે રહેલ લાકડી વડે શરીરે આડેધડ માર મારી હાથમાં તથા પગમાં મુંઢ ઈજા કરી તથા સાહેદને પણ લાકડી વડે માથાના ભાગે માર મારી ઈજા કરી તથા ઢીકાપાટુ તથા ઠોંસા મારી ફરીયાદી અબ્દુલમુનાફભાઈને તથા સાહેદ સબીર ઓસમાણને ઈજા કરી તથા આરોપી કાસમ એ ફરીયાદી અબ્દુલમુનાફ ને લાકડી વડે શરીરે માર મારી મુંઢ ઈજાઓ કરી ભુંડી ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

આ બનાવ મામલે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાઇ છે, જેમાં ઓસમાણ હુશેનભાઈ કુંગળા, ઉ.વ.36, રે. ગરીબનવાઝ સોસાયટી, શેરી નં.4, પ્લોટ નં.402, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.20-7-2021ના મુંગાભાઈ ભજીયા વાળાની દુકાન પાસે, જામનગરમાં ફરીયાદી ઓસમાણને આરોપી સબીરભાઈએ ફરીયાદી ઓસમાણ ને ઝાપટ મારી પોતાના પાસે રહેલ હથોડીના બે ઘા મારી ઈજા કરી તથા આરોપી સબીરભાઈએ સાહેદ કાસમને હાથ વડે ઠોસા મારી તથા આરોપી મુનાફભાઈ ફરીયાદી ઓસમાણભાઈના દિકરા મોહીનને હાથની કોણીમાં હથોડી મારી મુંઢ ઈજા કરી તથા આરોપી મુકલ તથા રફીક ઓએ ફરીયાદી ઓસમાણને લાકડીના ધોકા વડે આડધેડ ઘા કરી બંન્ને હાથમા તથા વાસામાં તથા પગમાં મુંઢ મુંઢ ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ધ્રોલના વાંકીયા નજીકથી 36 કિલો ગાંજા સાથે 4 ઝડપાયા : જામનગર SOG ને મળી મોટી સફળતા

0

જામનગર એસ.ઓ.જી.નો સપાટો: ધ્રોલના વાંકીયા નજીકથી 36 કિલો ગાંજા સાથે 4 ઝડપાયા

ટ્રક-કાર સહિત રૂ.ર3.80 લાખનો મુદ્દામાલ જપ્ત: વધુ તપાસનો ધમધમાટ

જામનગર: જામનગર જીલ્લાના ધ્રોલ નજીકથી 36 કિલો ગાંજા સાથે 4 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ પોલીસની ટીમ અને જામનગર એસએજી ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

ધ્રોલ નજીક વાંકીયા પાસે રોડ ઉપરથી 4 ઇસમોને કુલ 36 કિલો 900 ગ્રામ ક્રી. રૂ. 369000 તથા ગાંજાના જથ્થા 1 ટ્રક, અલ્ટો કાર સાથે મળી કુલ મુદામાલ કી. રૂ.ર3.80.000 સાથે ચારેય ઇસમો વિરૂધ્ધ એડીપીએસએસીટી મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવેલ છે.

આ અંગેની બાતમી એએસઆઇ હિતેશભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઇ સૈયદ, દોલતસિંહ જાડેજાને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ વાંકીયા રોડ ઉપર આરોપીઓ અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા જાતે દરબાર ઉ.ર8 ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. જોડીયા દલનો વાસ તા. જોડીયા જી.જામનગર તથા જેકબ કિશ્ચન ઉ.41 ધંધો. ટ્રક કલનર રહે. મચ્છરનગર હાઉસીંગ બોર્ડ કોલોની બ્લોક નં. 13 જામનગર તથા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમણી જાતે મેમણ ઉ.ર7 ધંધો પ્રાઇવેટ નોકરી રહે. ધ્રોલ રજવી સોસાયટી તા. ધ્રોલ જી. જામનગર તથા જાવીદ કાસમભાઇ જામ જાતે વાઘેર ઉ.3ર ધંધો રી.ડ્રા.રહે.ધ્રોલ ગાયત્રીનગર રાજકોટ હાઇવે રોડ, જી.જામનગર વાળાઓએ પોતાના કબ્જામાં ગે.કા.પાસ પરમીટ વગર 36 કિલો 900 ગ્રામ કી. રૂ.3,69,000 નો ગાંજો તથા ટ્રક નં. જીજે-10-ટીવી-9876 ની કી. રૂ.1પ,00,000 તેમજ ટ્રકમાં ભરેલ પ્લાઇવુડની કી. રૂ. 3,પપ, ર81 સહીત કુલ કીંમત રૂ. 18,પપ,ર81 ની તથા મારૂતી સુઝીકી અલ્ટોકાર નં. જીજે-18-એએમ 08રર કી. રૂ. 1,00,000 તેમજ રોકડા રૂ. ર3,ર00 તેમજ મોબાઇલ ફોન નં.4, કુલ કી. રૂ. 40,000 તથા વજનકાંટાની કી. રૂ.પ00 ગણી કૂલ રૂ. ર3,87,981 ના મુદામાલ સાથે પકડાય ગયા છે.

જયારે અજય જાડેજા રહે. જોગવડ, નવાબભાઇ રહે. જામનગર, ઓરીસ્સાની એક અજાણી વ્યકિત નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ACBની સૌથી મોટી રેઇડ : ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપૂર્ણ ચોકસી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા : બે કરોડથી વધુની મત્તા જપ્ત કરાઇ

0

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોની અત્યાર સુધીનું સૌથી મોટુ સીઝર : બે કરોડથી વધુની મત્તા જપ્ત કરાઇ

ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના વર્ગ 2ના સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપૂર્ણ ચોકસી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધાઆરોપીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી 74 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા સાથે જ આરોપીનું અન્ય એક બેન્કના એકાઉન્ટમાંથી 1.52 લાખ રોકડા મળી આવ્યા

અમદાવાદ : અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોને 2 કોન્ટ્રાકટર દ્વારા ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ દ્વારા લાંચ માંગવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અઈઇ દ્વારા આ અધિકારીઓને ઝડપી પાડવા માટે ગાંધીનગર અને પાટણમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ છટકામાં ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના વર્ગ 2ના સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપૂર્ણ ચોકસી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

સાથે જ તેમના 2 કર્મચારીઓ પણ પાટણમાં કોન્ટ્રાકટર પાસેથી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા બાદ અઈઇ દ્વારા આરોપીઓના બેન્ક લોકર ઓપરેટ કર્યા હતા. જેમાં અત્યાર સુધીનું સૌથી મોટું સિઝર અઈઇ દ્વારા કરવામાં આવ્યું છે. અઈઇને આરોપીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી 74 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા સાથે જ આરોપીનું અન્ય એક બેન્કના એકાઉન્ટમાંથી 1.52 લાખ રોકડા મળી આવ્યા હતા.

સાથે જ વધુ એક કેનેરા બેન્કનું લોકર એસીબી દ્વારા ઓપરેટ કરવામાં આવ્યું. જેમાંથી 300 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 10 લાખ રૂપિયા થાય છે. આમ આરોપી નિપૂર્ણ ચોકસીના વિવિધ બેન્ક લોકર એસીબી દ્વારા ઓપરેટ કરાતા તેમાંથી 2.25 કરોડની રોકડ અને 10 લાખની કિંમતના ઘરેણા મળી આવ્યા હતા.

ગુજરાત એસીબીના ડીઆઇજી બિપિન આહિરનું માનવું છે કે એસીબી દ્વારા કરવામાં આવેલ આ સિઝર ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ સિઝર છે.
આરોપી નિપૂર્ણ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાંધકામ કરવાની મંજૂરી આપવા માટે કોન્ટ્રાકટર પાસેથી લાંચ માંગવામાં આવી હતી.

આ અગાઉ આરોપી દ્વારા ફરિયાદી કોન્ટ્રાકટર પાસેથી 4 લાખ રૂપિયાની લાંચ પણ લેવામાં આવી હતી. આરોપીએ કોન્ટ્રાકટરને બાંધકામની મંજૂરી માટે કુલ રકમની ચોક્કસ ટકાવારી લાંચ સ્વરૂપે માંગવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી નિપૂર્ણના હાથ નીચે કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ દ્વારા પણ કોન્ટ્રાકટર પાસેથી 40 હજારની લાંચ લેવામાં આવી હતી.

આમ આ કેસમાં હાલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ કેસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ અઈઇ દ્વારા સેવવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાત એસીબી દ્વારા લાંચના અનેક આરોપીઓને ઉઘાડા પાડ્યા છે. આ પહેલા એસીબી દ્વારા ગાંધીનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ભાયાભાઈ સોજીત્રાને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા.

જેમાં 1.28 કરોડની રોકડ તેમજ દાગીના સિઝર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સર્વ શિક્ષા અભિયાનના વર્ગ 2ના અધિકારી નિપૂર્ણ ચોકસીના લોકરમાંથી મળેલ 2.25 કરોડ અને 10 લાખના દાગીના અત્યાર સુધીનું સૌથી મોટું સિઝર છે.

આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દેવભૂમિ દ્વારકામાં : બેઠકોનો દોર શરૂ

આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી દ્વારકામાં
દેવભૂમિ દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ખંભાળિયામાં બેઠક યોજાઈ

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે આગામી બુધવાર તા. 21 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તથા સિગ્નેચર બ્રીજની કામગીરીના રીવ્યુ માટે મુલાકાત લેનાર છે.

જેના આયોજન અન્વયે ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી વિભાગના અધિકારીની એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને આ કાર્યક્રમ સુપેરે સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શૈલેષભાઈ કણઝારીયા સાથે વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાલપુરના રાસંગપરમાં ચકચારજનક ઘટના : કૌટુંબીક કાકાએ જ સગીરાને હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદથી ફિટકાર

0

લાલપુરના રાસંગપરમાં ચકચારજનક ઘટના : કૌટુંબીક કાકાએ જ સગીરાને હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ

જામનગર: લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતી સોળ વર્ષની વયની એક સગીરા કે જેને આજથી દોઢ મહિના પહેલા રાસંગપર ગામમાં જ રહેતા તેણીના કુટુંબી કાકા દિનેશ ખીમાભાઈ પરમારે પોતાની હવસનો શિકાર બનાવી હતી, અને એક અવાવરૂ વંડામાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર પછી મૌન રહેવા માટે ની ધમકી આપી હતી. પરંતુ આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરા દ્વારા પોતાના કુટુંબી કાકા દિનેશ ખીમાભાઇ પરમાર સામે દુષ્કર્મ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

એટલું જ માત્ર નહીં આ દુષ્કર્મ ગુજારવામાં મદદગારી કરવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈ લખમણ ઉર્ફે લાખો પરમાર સામે પણ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ તંત્ર ચોંકી ઉઠયું છે.
સગીરાનો પિતરાઈ ભાઈ કે જે સગીરાને આરોપી દિનેશ સુધી સાથે લઈ ગયો હતો, અને ત્યાં મૂકી આવ્યો હતો. ત્યાર પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ અંગે ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસણી અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી છે.

છેલ્લા 21 વર્ષથી મારામારીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

0

છેલ્લા 21 વર્ષથી મારામારીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

જામનગર: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીગમા હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે ધ્રોલ પોલીસ સ્ટેશન ના ફર્સ્ટ ગુના નંબર-2/2000 મ2એ કલમ 325,114 વિગેરેના કામે નાસતો ફરતો આરોપી ભાવસિંગભાઇ ટીહીયાભાઇ બારીઆને કાલાવડ ખાતેથી પકડી પાડી આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ કોન્સ. અરવિંદગીરી તથા એલ.સી.બી. ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.

જામનગરમાં જુગાર રમતી 9 મહિલા સહિત 14 ઝડપાયા : અચાનક પોલીસ ત્રાટકતા નાસભાગ

0

જામનગરમાં જુગાર રમતી 9 મહિલા સહિત 14 ઝડપાયા

તહેવાર ચાલુ થયા નથી ને ખેલાડી મેદાનમાં ઉતર્યા નથી.

નવાગામ (ઘેડ)ના મધુવન સોસાયટી વિસ્તારમાંથી પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

હાપા વિસ્તારના યોગેશ્વર ધામ સોસાયટીમાંથી ચાર મહિલા સહિત 7 ઝડપાયા

જામનગર : જામનગર શહેરમાં બે જુદા-જુદા દરોડામાં પોલીસ જુગાર રમતી 9 મહિલા સહિત કુલ 14 શખસની ધરપકડ કરી છે.

જામનગરના નવાગામ (ઘેડ) મધુવન સોસાયટી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી રેખાબેન દિલીપભાઇ ઝાલા, કુસુમબેન રાજેશભાઈ બોરીચા, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા, બાલીબેન પરબતભાઈ માડમ, પ્રભાતબેન પ્રવિણભાઈ  પરમાર તેમજ હિતેશ ઉર્ફે મચ્છો હરીશ ભાઈ જોડ અને ગૌરવ કિશનભાઈ ગાંગડીયા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 15,500 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જયારે જુગારના બીજા દરોડામાં જામનગરના હાપા વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી રસીલાબેન કનુભાઈ કેસરિયા, કસ્તુરબેન ભુપતભાઈ કેસરિયા, લાખીબેન કેશુભાઈ કેસરિયા, સોનલબેન વિનોદભાઈ લીલાપરા, ઉપરાંત સુખાભાઈ મેરૂભાઈ મકવાણા, જેન્તીભાઈ કેશુભાઈ કોળી, અને કેશુભાઈ રામજીભાઇ મકવાણા વગેરે સાત પતાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,230 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગર ‘આપ’ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

0

જામનગર ‘આપ’ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

જામનગર : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના,રાજ્યમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નીતિનભાઈ પટેલના સંવેદનશીલ સાશનથી પ્રભાવિત થઇ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ની પ્રેરણા થી તથા જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાજીના સક્રિય પ્રયાસોથી આજરોજ આમ આદમી પાર્ટીના પૂર્વ યુવા મોરચા પ્રમુખ મિતેશ મહેતા સહીત બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, યુવા મોરચા પ્રભારી મિહિર નંદા, કોર્પોરેટર આશિષ જોશી, કાર્યાલય મંત્રી મનહરભાઈ ત્રિવેદી, શહેર ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવ, શહેર મહિલા પ્રમુખ રીટાબેન જોટંગીયા દ્વારા નવા જોડાયેલ સૌ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકારેલ છે.

આ તબબકે મિતેષ મહેતાએ જણાવેલ કે, જે પાર્ટીમાં કોઈ સમાજ કોઈ સંસ્કૃતિની અવગણના થતી હોય ત્યારે આમ આદમી પાર્ટી જેવા પક્ષમાં હું ન રહી શકું અને આથી જ આમ આદમી પાર્ટી છોડી તેઓ આજ રોજ બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચા ના પદાધિકરીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, વોર્ડ પ્રભારીઓ, કાર્યકર્તાઓએ નવા જોડાયેલ કાર્યકર્તાઓને આવકારેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગના કન્વિનિયર ભાર્ગવ ઠાકરની યાદી માં જણાવવામાં આવેલ છે.

મેઘપર નજીક ગોઝારા અકસ્માતમાં બે સગા દરબાર ભાઇઓના મોતથી અરેરાટી : રાજપૂત સમાજમાં શોક

0

મેઘપર નજીક ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઇઓના મોત

દરબાર સમાજમાં શોકની લાગણી સાથે અરેરાટી

હાઇવે ઉપર કૂતરું આડું ઉતરતા કાર પલટી: પરિવાર પર આભ તુટી પડ્યું: કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઘાયલ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
જામનગરના પડાણા પાટિયા પાસે સોમવારે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે સોમવારે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી.

જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. મૃતક ભાઈઓ પડાણા ગામના સરપંચ પ્રવીણસિંહ ઝાલાના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે સગીરાના અપહરણથી ચકચાર

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે સગીરાના અપહરણથી ચકચાર

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે સગીરાના અપહરણથી ચકચાર જગી છે. પંથકના ભાણવડ અને ખંભાળિયામાંથી બે સગીરાના અપહરણની ફરિયાદ ઉપર પોલીસે તેઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાણવડની સગીરાનું અપહરણ: અજાણ્યા શખ્સની શોધખોળ

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા એક પરિવારની સોળ વર્ષ બે માસની સગીર પુત્રીને ગત તારીખ 17 ના રોજ કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપીને પરિસ્થિતિનો ગેરલાભ લઈ, કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ : ખંભાળિયાની સગીરાના અપહરણ સબબ યુવાન સામે ફરિયાદ

ખંભાળિયાના શીરુ તળાવ વિસ્તારમાં રહેતા એક પરિવારની સતર વર્ષ એક માસની સગીર પુત્રીને નજીકના શક્તિનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મયલો હરીયાણી નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્નની લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363 તથા 366 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.