Monday, October 12, 2026
Home Blog Page 351

હાલારની મહાકાય ‘નયારા એનર્જી’ ખાનગી કંપનીના મેનેજરનું અપહરણથી ખળભળાટ

0

હાલારની મહાકાય ખાનગી કંપની ‘નયારા એનર્જી’ના મેનેજરનું અપહરણથી ખળભળાટ

કંપનીના નવા પ્રોજેક્ટમાં રૂા.પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા ચાર શખ્સો દ્વારા ધમકી આપ્યા હોવાનું ઘટસ્ફોટ

કારમાં અપહરણ કર્યા બાદ ધમકી આપી છોડી મૂક્યો

ચાર અપહરણકર્તાઓને શોધવા પોલીસ તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
હાલારની મહાકાય ખાનગી કંપની એવી વાડીનાર સ્થિત નયારા એનર્જી કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા અને જામનગરમાં સરૂ સેકશન રોડ પર આવેલા ગુરૂકૃપા હાઇટ્સમાં રહેતા પવનકુમાર મનીન્દરકુમાર શર્મા નામના યુવાન ગત તા.15 ના ગુરૂવારે સાંજના સમયે તેની ઇનોવા કારમાં જામનગર તરફ આવતા હતા ત્યારે મેઘપર ગામના પાટિયા પાસે  GJ23 CE 7777 નંબરની ક્રેટા કારના ચાલકે ઇનોવાને આંતરી હતી અને તેમાંથી રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ કારમાંથી ઉતરીને પવનકુમારને તેની કારમાંથી બળજબરીથી ઉતારી પતાવી દેવાની તેમજ ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી ક્રેટા કારમાં બેસાડી નવા પ્રોજેક્ટમાં ટેકનીક ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીમાં પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અપહરણ કરી લઇ ગયા હતાં અને માનસિક પરેશાન કરી મૂક્યા હતાં.

ત્યારબાદ મેનેજરને છોડી મૂક્યા હતા અને મેનેજરને ફોન ઉપર પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અવાર-નવાર ધમકીઓ આપી હતી. પાંચ કરોડના કોન્ટ્રાક્ટ માટે મળતી ધમકીઓથી ત્રસ્ત પવનકુમારે આ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે.આર.સિસોદીયા તથા સ્ટાફે અપહરણકર્તાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું ઉદ્ઘાટન

0

શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું ઉદ્ઘાટન
આચાર્ય શ્રી કૃષ્ણની શ્રી મહારાજ અને રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પો શુભારંભ કરાયોજન જનના આરોગ્યનું હિતચિંતન કરતા સેવાકીય કાર્ય જ કોરોના કાળમાં સાચી ઉજવણી છે : રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાજામનગર, શ્રી પ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવેલ છે.

આજરોજ આ સેવા પ્રકલ્પોનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કલેકટર શ્રી સૌરભ પારધી, કમિશનર  વિજય ખરાડી, વસ્તાભાઇ કેશવાલા જેવા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા લોકસેવાના કાર્યોનું ઉદઘાટન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જામનગર હંમેશ ગૌરવ લઇ શકે અને છોટી કાશીના નામને સાર્થક કરી શકે તે આ દિવ્ય સંતોના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. પ્રણામી સંપ્રદાય અને આચાર્યશ્રી દ્વારા સમાજના સાચા ગુરૂની ભુમિકા ભજવી ધર્મ સાથે સમાજના આરોગ્યના હિતચિંતનનું કાર્ય સતત કરવામાં આવ્યું છે.

મનુષ્ય જન્મ એ દરેક જીવના જતન માટેનો જન્મ છે તેને સિદ્ધ કરીને સમાજના જન જનના આરોગ્યની ચિંતા કરી આવા સેવાકીય પ્રકલ્પોનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે તે કોરોનાના સમયમાંસાચી ઉજવણી છે. આ સાથે જ મંત્રીશ્રીએ સમગ્ર દેશ કોરોના મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.

ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી સેવાના કાર્યક્રમો થકી સમાજનું કલ્યાણ થાય છે. ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજવામાં આવનાર આરોગ્ય કેમ્પની સુવિધાઓ થકી લોકજાગૃતિ વધશે તેમજ લોકો કેમ્પનો લાભ લઇ અનેક રોગોથી બચી શકશે. વળી  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ દ્વારા આ રવિવાર તા. 25 જુલાઈના રોજ ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે તેનો દરેક નાના-મોટા વ્યાપારીઓ લાભ લઇ કોરોના સામેની લડતમાં સહયોગ આપે તેવી ખાસ અપીલ કરાઇ હતી.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં આજરોજ ગુજરાતના પ્રસિદ્ધ આલયમ સેન્ટર દ્વારા લોકોને સાંધાના દુ:ખાવા, સાઈટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરે વિષય પર હેલ્થ કેમ્પ દ્વારા જાણકારી આપવામાં આવશે. આવતીકાલ તા.24ના રોજ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક પર્વ ગુરુપુર્ણિમાનો વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુરુ વંદના અને ગુરુપૂજન કરવામાં આવશે તદુપરાંત 25-07-2021રવિવારના રોજ એસ્ટ્રોલોજી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ત્રિદિવસીય વિવિધ સેવાકીય કાર્યો દ્વારા આ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

મીઠાપુર નજીકના હમુસર ગામમાં પાણીમાં ડૂબી જતા ૧૯ વર્ષીય મુસ્લીમ યુવાનનું મોત : ૨ નો આબાદ બચાવ : અરેરાટી

મીઠાપુર નજીકના હમુસર ગામમાં પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

રેસ્ક્યુ ટીમની લાંબી જહેમત બાદ પાણીમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક મીઠાપુર: મીઠાપુર નજીકના હમુસર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના ત્રણ યુવાનો ગઈકાલે ગુરુવારના રોજ હમુસર ગામ ખાતે આવેલી પાણી ભરેલી એક ખેત તલાવડીમાં સાંજે આશરે સાડા ચારેક વાગ્યે નહાવા પડ્યા હતા. તરતા ન આવડતું હોવા છતાં પણ પાણીમાં ન્હાવા ઉતરેલા આ યુવાનો ડૂબવા લાગ્યા હતા.

જે પૈકી બે યુવાનો યેન-કેન પ્રકારે કાંઠા સુધી પહોંચી જવામાં સફળ થયા હતા. આશરે પચીસેક ફૂટ જેટલા ઊંડા અને આખા ભરેલા આ તળાવમાં હમુસર વિસ્તારમાં રહેતો નવાઝ મકોડા નામનો આશરે 19 વર્ષનો યુવાન પાણીમાં ગરક થઈ જતાં આસપાસના લતાવાસીઓએ આ અંગે તંત્રને જાણ કરાતા દ્વારકા અને ઓખા વિસ્તારની ફાયર ટીમ ઉપરાંત સ્કુબા ડાઈવિંગ કરતા નિષ્ણાત યુવાન આ સ્થળે દોડી ગયા હતા.

પાણીમાં ગરક થઈ ગયેલા નવાઝની લાંબી શોધખોળ બાદ પાંચેક કલાકની જહેમત પછી રાત્રીના આશરે બારેક વાગ્યે તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આશાસ્પદ એવા યુવાનના અકાળે અવસાનના આ બનાવે પરિવારજનોમાં આક્રંદ સાથે આઘાતની લાગણી પ્રસરાવી છે.

રાજય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય : સોમવારથી જામનગર સહિત રાજ્યની શાળાઓમાં ધો- 9 થી 11ના વર્ગો શરૂ કરાશે

0

કોરોના કાળમાં રાજય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય : સોમવારથી રાજ્યની શાળાઓમાં ધો.9 થી 11ના વર્ગો શરૂ કરાશે

50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે

ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે

ગાંધીનગર : રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે

આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે

ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- જઘઙનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના પટેલ કોલોનીમાં 15 વર્ષના તરૂણની આત્મહત્યાથી ચકચાર : પરિવારમાં માતમ

0

જામનગરની પટેલ કોલોનીમાં અગમ્યકારણોસર તરૂણની આત્મહત્યા

જામનગર : જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9, રોડ નંબર 10 રહેતા ઇનાયત ફિરોજભાઈ કોરેજા ઉમર વર્ષ 15 નામના તરુણે પોતાના ઘરે પંખાના હૂક સાથે ઓઢણી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે ફિરોજ અબુબકરભાઈ કોરેજા દ્વારા સીટી બી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ક્યા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

તરુણના મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો

0

જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો

લોક દરબારના માધ્યમથી નાગરિકોના પ્રશ્ર્નોના નિરાકરણ દ્વારા સાચા જનપ્રતિનિધિ તરીકેનું દાયિત્વ નિર્વાહ કરતા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યમંત્રીશ્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રીએલોક પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સૂચનાઓ આપી હતી અને લોકોના પ્રશ્નોને સહ્રદયી ભાવે સાંભળી તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે.

લોક લાગણીને વાચા મળે, લોક પ્રશ્નોનું તત્કાલ નિવારણ થાય એ જનપ્રતિનિધિનું કર્તવ્ય છે. રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જનપ્રતિનિધિ તરીકેના દાયિત્વના નિર્વહન કરવા માટે સમયાંતરે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે.ત્યારે મંત્રીશ્રી દ્વારા યોજાતા આ લોકદરબાર જનતા અને સરકાર વચ્ચેનો સાચો સેતુ સાબિત થઇ રહ્યું છે.

જામનગર સહિત રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી : 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ

0

જામનગર સહિત રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી : 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈજામનગરના રામજીભાઇ ડગરાની દેવભૂમિ દ્વારકમાં બદલીઅમરેલીના બ્રીજેશ સોજીત્રાને જામનગર મુકાયા

ખંભાળિયાના નિષ્ટ ચૌધરીની જોટાણા બદલી
ધારીના બ્રિજેશ સોજીત્રાની ધ્રોલ મુકાયાગાંધીનગર : ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સવર્ગ -2ના ફરજ બજાવતા અધિકારીઓનો મોટાપાયે બદલી અને સવર્ગ -3ના અધિકારીઓને બઢતીનો હુકમ થયો છે જેમાં રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ છે.જેમાં ખાંભાના ટીડીઓ વાય.એસ.ભાવસારને ચાણસ્મા, રાણાવાવના રજની ઠુંમરને મેંદરડા, ખંભાળિયાના નિષ્ટ ચૌધરીને જોટાણા,જૂનાગઢના ડી.ડી.વાઘેલાને ચોર્યાસી, કુતિયાણાના મલય ભુવાને ગાંધીનગર,તાલાલાનાં કુ,જ્યોતિ બોરીચાને વાંકાનેર,ધારીના બ્રિજેશ સોજીત્રાને ધ્રોલ, ટંકારાના નાગાજણ તારખાલાને રાજકોટ,રાજકોટના પી.સી.પરમારને સાવરકુંડલા,ધોરાજીના હર્ષવર્ધનકુમારને ટંકારા ,કપડવંજના ધવલ દેસાઈને માળીયા અમરેલીના કુ, હેતલબેન કટારાને લીલીયા અને વિછિયાના જે,આર,સોલંકીને ગોધરા મુકાયા છે

રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ છે જેની યાદી નીચે મુજબ છે.

જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કરતા અધિકારી-પદાધિકારીઓ

0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત

જામનગર તા. ૨૨ જુલાઈ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી, જે બાદ આજરોજ મુખ્યમંત્રી જામનગર એરપોર્ટ પર પહોંચતા જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા જોડાયા હતા.

મુખ્યમંત્રીને આવકાર આપવા માટે એરપોર્ટ ખાતે મેયર, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  મનીષભાઈ કટારીયા, દંડક  કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ  વિમલ કગથરા, શહેર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ,  વિજયસિંહ જેઠવા તથા કલેકટર સૌરભ પારધી, એસ.પી. દીપન ભદ્રન, કમિશનર  વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને પ્રાંત અધિકારી આસ્થા ડાંગર વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર જીલ્લામાં અષાઢમાં શ્રાવણિયા જુગારની રમઝટ: નામાંકીત પન્ટરો સહિત 35 જુગારીયાઓની ધરપકડ

0

જામનગર જીલ્લામાં અષાઢમાં શ્રાવણિયા જુગારની રમઝટ: 35 જુગારીયાઓની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગર જીલલમાં હાલ અષાઢ મહિનામાં જ શ્રાવણિયા જુગારની રમઝટ બોલી હોય તેમ ઠેર-ઠેર પોલીસ જુગારના દરોડા પાડી રહી છે જેમાં કુલ 35 પત્તાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી છે.
જુગારના જુદા-જુદા દરોડાઓની વિગત પ્રમાણે

શાહ પેટ્રોલ પંપ પાસે જુગાર
અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડા રોડ રાજ સોસાયટી, શાહ પેટ્રોલ પંપ પાછળ, આરોપીઓ તૈયદભાઈ હાસમભાઈ ચૌહાણ, મોઈનુદીન સુલેમાનભાઈ દલ, જાવિદ અલીમામદભાઈ ખેરાણી, અબાઅલી અબ્દુલ રજાક હદરમી, રજાક સીદીકભાઈ શેખ, પૈસાની હારજીત કરી રૂ.ર,700/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચલણી સિકકા વડે જુગાર
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડએ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, કાંતીભાઈના ભંગારના વાડા પાસે જાહેરમાં રવિ ઉર્ફે ડાગલો મગનભાઈ ચૌહાણ, પ્રકાશીગીરી જયતીગીરી ગૌસ્વામી, સુખદેવસિંહ રઘુવીરસિંહ જાડેજા, વિજયભાઈ કિશોરભાઈ વાઘેલા, દિપકભાઈ દેવજીભાઈ ચાવડા, રમેશભાઈ મગનભાઈ મકવાણા, વિનુભાઈ પ્રાગજીભાઈ મકવાણા, યોગેશભાઈ કિશોરભાઈ પરમાર, ગોળ કુંડાળા વળી બેસી રૂપિયાનો સિકકો ઉછાળી કાટ છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી કીંગ-ટોસ નામનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂપિયા 1ર,401/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શાપર ગામે જુગાર
સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીજ્ઞેશભાઈ ભલાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર ગામમાં શંકર ટેકરી વિસ્તારમાં ખુલ્લા જગ્યામાં સતાર હાજીભાઈ સાટી, નાશીર અલારખાભાઈ ઓઢા, રૂકશાનાબને નજીરભાઈ સાટી, હવાબને નુરમામદ સાટી, મુમતાજબેન સલીમભાઈ નાઈ, હલીમાબેન સતારભાઈ સાટી, કાજલબેન અમીરભાઈ સાટી, વીરબાઈ કદોરી, હારજીત કરી રૂ.પ940/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાસા કુકરી વડે જુગાર રમતા
સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ચંદ્રસિંહ ટેમુભા પરમારએ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા ગામે સર્વીસ ચોક પાસે અબ્દુલ ઉર્ફે ગફાર તાલબ હુંદડા, અજીજ સુલેમાન ભટ્ટી, હસન સુલેમાન સંઘાર, લતીફ સુલેમાન હુંદડા, ફીરોજ ઓસમાસ સંઘાર, ઓસમાણ જુસબ ભટ્ટી, અબ્દુલ આદમ ભટ્ટી, પાસા કુકરી વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.3090/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર ઝડપાયો
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, વિઝન સ્કુલ પાછળ, દુદાવાવના હોકરાના કાંઠે ગીરીશભાઈ રામજીભાઈ ગોહેલ, દિલીપકુમાર ઉર્ફે દિલો રમણીકભાઈ જાવીયા, કમલેશભાઈ ઓઘડભાઈ જતાપરા, પરેશભાઈ લખમણભાઈ બારૈયા, સંજયભાઈ બટુકભાઈ મકવાણા, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.4800/- તેમજ મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂ.3000/- તથા મોટરસાયકલ નંગ-4 કિંમત રૂ.90,000/- મળી કુલ મુદામાલ રૂ.97800/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી વજુભાઈ કોળી, આનંદ ગઢવી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લ્યો બોલો દારૂ સંતાડવાના નવા નુસખા : જામનગરના કોંઝામાં વાડીના સેઢે ગોઠવી દારૂની પેટી : પંચ બી- પ્રગટી

0

જામનગર પંથકના કોંઝા ગામની વાડીમાંથી અંગ્રેજી શરાબની 108 બોટલ સાથે એક શખસની ધરપકડ

કુલ રૂા.54 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી પંચકોશી બી ડીવીઝન પોલીસ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના જીલ્લામા દારૂ-જુગારની બંદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ જામ.ગ્રામ્ય વિભાગ જામનગરના માર્ગદર્શન મુજબ પંચકોશી બી ડીવી. પો.સ્ટે ના તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન નાઘુના ગામ પાસે આવતા પંચકોશી બી પોલીસ સ્ટેશનના પો. કોન્સ. મયુરસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજા નાઓને સંયુક્ત બાતમી મળેલ કે કોંઝા ગામે વાડીમાં રહેતા રામશી વેજાણંદભાઇ આહીર પોતાની વાડીના શેઢે બાવડની ઝાળીમા ઇંગલીશ દારૂ બહારથી મગાવી રાખી વેચાણ કરે છે અને હાલ ત્યા હાજર છે તેવી હકિકત આધારે પંચો તથા સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા મજકુર ઈસમ રામશી વેજાણંદભાઇ કરમુર જાતે-આહીર ઉ.વ. રપ ધંધો-ખેતી રહે-કોંઝા ગામ વાડી વિસ્તારમા તા.જી.જામનગર વાળાના કબજામાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ નં.01 રીઝર્વ વ્હેસ્કી બોટલો નંગ-84 કિ.રૂ. 42000/- તથા મૂનવોલ્ક પ્રીમીયમ ડ્રાય જીન બોટલો નંગ-24 કિ.રૂ.12,000/- તથા મજકુર પાસેથી એક સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ ફોન કિ.રૂ. 500/ મળી કુલ મુદ્દામાલ રૂપિયા 54,500/- સાથે મળી આવતા મજકુર ઈસમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ. સી.એમ. કાંટેલીયા એ હાથ ધરેલ છે.

આ કાર્યવાહી પંચકોશી બી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના પોલીસ હેડ કોન્સ કરણસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજા તથા હીતેન્દ્રસિંહ જાડેજા તથા ડ્રા. પો.હેડ કોન્સ. મુળરાજસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.