Monday, October 12, 2026
Home Blog Page 350

અધધ… શ્રાવણિયો પહેલા મોસમ ખીલી.! જામનગરમાં જૂગારના 7 દરોડા:16 મહિલા સહિત 45 ઝડપાયા

0

જામનગર જીલ્લામાં જુગારીયાઓ ઉપર પોલીસની તવાઇ: 16 મહિલા સહિત 45 ઝડપાયા

જામનગર: જામનગર જીલ્લામાં જુગારીયાઓ ઉપર પોલીસની તવાઇ બોલાવતા પોલીસે જુદા-જુદા દરોડાઓમાં 16 મહિલા સહિત 45ની અટકાયત કરી હતી. દરોડાઓની વિગત નીચે મુબજ છે.

પહેલો દરોડો
લાલપુરમાં તીનપતીનો જુગાર રમતા બબજર ગામના બાબુ માલદે નંદાણીયા, સુલતાન ઈબ્રાહીમ ગામેતી, રાજ મહેન્દ્ર વાડોલીયા, ગજેરા ગામ ના રવિ હસમુખ સાપરિયા રામના ઇસમોને જુગાર રમતા રોકડા 11500 અને સાહિત્ય સાથે અટકાયત કરી હતી.

બીજો દરોડો
જામનગરના ગોકુલ નગર સમાજની વાડીથી આગળ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સોમનાથ સોસાયટી સમાજવાડી એક ની બાજુમાં રહેતી અનસુયાબા જામભા જાડેજા, અન્નપૂર્ણાબા દિગ્વિજયસિંહ પરમાર, ક્રિષ્નાબા ગુલાબસિંહ પરમાર, હંસાબેન દિનેશ સોયગામા, શોભનાબા બળદેવ સિંહ ગોહિલ, પ્રસનબા નટુભા ગોહિલ, જ્ઞાનબા નરવીનસિંહ જાડેજા, લીલાબેન કાળુ મકવાણા, મંજુબેન કારા પિંડારિયા, માયાબા હનમતસિંહ પરમાર નામની મહિલાઓની અટકાયત કરી ને રોકડા 12350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રીજો દરોડો
જામનગરના લાલવાડી આવાસ કોલોની પાછળ સરદાર નગર શેરી નંબર 2 માં ધર્મેન્દ્રના મકાને નાળ ઉઘરાવીને તીન પત્તીનો જુગાર રમાય છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડીને સરદારનગરના ધર્મેન્દ્ર રમેશ પરમાર, સંદીપ સોસાયટી એકની સામે રહેતા વિક્રમસિંહ ગણપતસિંહ સરવૈયા, જીવાપર આમરા ગામ ના સિરાજ સદરુદ્દીન સોમાણી, જામનગરના રંગમતી પાર્ક શેરી નંબર 1 મા રહેતી કુંદનબેન કિશોર ચૌહાણ, યાદવ નગર ની લતાબેન ચંદ્રકાંત ગાંધી ને રોકડા રૃપિયા 1200 અને ગંજીપતા તથા બે મોટરસાયકલ મળી 104200 ના મુદ્દામાલ સાથે એલસીબીની ટુકડીએ અટકાયત કરી હતી.

ચોથો દરોડો
જામનગર નજીક જામ વંથલી ગામમાં રાજુ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને તીન પતીનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા વંથલી સ્ટેશન રોડ પર રહેતા રાજેશ ઉર્ફે રાજુ મગન તલસાણીયા, બાલંભા ના ગાંધી ચોક માં રહેતો અશ્વિન હરિ રાઠોડ, ધ્રોલ રેલવે સ્ટેશન પાસે વણકરવાસમાં રહેતો અરજણ ઉર્ફે કનુ કેશું રાઠોડ, જામ વંથલીના રાજેશ ભૂરા પરમાર, બાલંભા નો જયેશ માનસંગ મકવાણા, કેશીયા પ્લોટ વિસ્તારમાં રહેતો લાભુ ભારથી બચુભારથી ગોસાઈ, રણજીત પુરાના જગદીશ રણછોડ રાઠોડ, હજામ ચોરાના ધીરજલાલ છગન ભીમાણી, નામના શખ્સોને જુગાર રમતા રોકડ રૂપિયા 35630 અને ત્રણ મોબાઇલ સાથે પકડી લીધા હતા, જ્યારે જામવંથલી ગામમાં રહેતો રવીન્દ્ર સિંહ ઉર્ફે રવિરાજસિંહ રણવીર સિંહ જાડેજા નામનો ઇસમ નાસી છૂટયો હતો.

પાંચમો દરોડો
ધ્રોલના પટેલ પાર્ક રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચામુંડા પ્લોટના સુગરસિંહ લખનસિંહ નીનોલિયા, ગોકુલ પાર્ક ના અરવિંદ લાલસીંગ અંશ, પડધરી ગીતા મંદિર પાસે રહેતો હકીમ મેવારામ કુસવાર , ધ્રોલના મુકેશ છોટેલાલ રજક, ગોકુલ પાર્ક 2 માં રહેતો દિનેશ સિંહ રતનલાલ બરસેના, રામબાબુ લખન લાલ બંધીલ, પડધરીના સૌરવ હરિ કિશન એકચકિયા નામના ઇસમોને સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 11300 અને ગંજી પત્તા સાથે દબોચી લીધા હતા.

છઠ્ઠો દરોડો
ધુવાવ ગામ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ધુવાવ ગામ ના છગન ઉર્ફે હરીશ પુના સોલંકી, હસમુખ પરસોતમ સોનગરા, શાહ નવાજ અબ્દુલ બુખારી, દિનેશ સવજી પરમાર, ફારુંક જીગર ડોસાણી, અને ધુવાવની વૃંદાવન સોસાયટીમાં પરેશ ઉર્ફે પલીયો નરસિં પરમાર નામના શખ્સોને રોકડ રૂપિયા 22590 સાથે પકડી લીધા હતા.

સાતમો દરોડો
લાલપુરના દલતુંગી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી રંજનબા ઉમેદસિંહ જાડેજા, સવિતા મગન મારુ, વિલાસબા બહાદૂરસિંહ ચુડાસમા, તારાબા ચંદુભા જાડેજા, ને રોકડ રૂપિયા 1800 અને ગંજી પત્તા સાથે અટકાયત કરાઇ હતી.

જામનગરમાં જૂની અદાવતમાં બબાલ: યુવાન ઉપર હુમલો કરી, બાઇક સળગાવ્યું: ત્રણ સામે ફરિયાદ

0

જામનગરમાં જૂની અદાવતમાં બબાલ: યુવાન ઉપર હુમલો કરી, બાઇક સળગાવ્યું: ત્રણ સામે ફરિયાદ

જામનગર: જામનગરમાં હર્ષદમીલની ચાલી પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા મુકેશભાઈ જાનીભાઈ શર્મા નામના શખ્સ ઉપર જૂની અદાવતના કારણે લાલપુર બાયપાસ પાસે રહેતા દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, વનરાજસિંહ નારૂભા ચૌહાણ અને પરેશ ઉર્ફે પરિયો ભૂત નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

ઉપરાંત તેનું મોટરસાયકલ સળગાવી નાખી રૂપિયા 30 હજારની નુકસાન પહોંચાડી હતી. જે બનાવવા અંગે ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય હુમલાખોર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ પણ ઝઘડા થઈ ચૂક્યા છે, અને પોલીસ ફરિયાદ કરાઇ હતી જેની અદાવત કરી હુમલો કરાયાનું પોલીસમાં નોંધાયું છે.

જામનગરમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કારની ચોરી: ગુરૂદ્વારા જલારામનગરનોં શખસ પકડાયો

0

જામનગરમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કારની ચોરી:

ગુરૂદ્વારા જલારામનગર નોં શખસ પકડાયો.દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના લાલબંગલા સર્કલ પાસે જૈન પ્રવાસી ગૃહની સામે આવેલ વિનસ એપાર્ટમેન્ટ્સ ફ્લેટ નંબર 402 ખાતે રહેતા વેપારી સંદીપભાઈ પદમચંદ જૈન ઉંમર 48 એ સીટી બી ડિવિઝન માં બે દિવસ પહેલા જામનગરની દેશી સ્કુલ પાછળ આવેલ જલારામ સોસાયટીમાં રહેતા કુલદીપ સિંહ હરુભા નામના શખ્સ સામે આઇપીસી કલમ 379 મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત મુજબ, સંદીપભાઈએ વિનસ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલ કાર ફોક્સ વેગન નંબર GJO1 KS 2789 કિંમત રૂ સાડા ત્રણ લાખ ગત તારીખ 24 ના રોજ એપાર્ટમેન્ટના ચોકીદાર હનુભા જાડેજા પાસે ખોટું બોલી આરોપીએ ફરિયાદીની કારની ચાવી પાર્કિંગમાંથી લઈને કારની ચોરી કરીને લઇ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતભરમાં ચર્ચા જગાડનાર મર્ડર મિસ્ટ્રી કેસનો પર્દાફાસ: પોલીસ ઇન્સ્પેક્ટરે જ કરી પત્નિ સ્વીટી પટેલની હત્યા : ભાંગી પડયા

0

વડોદરા ગ્રામ્યના પીઆઇએ જ કરી પત્નિ સ્વીટી પટેલની હત્યા

સ્વીટી પટેલની ગળુ દબાવી હત્યા કર્યા બાદ તેને સળગાવી દીધાનું પીઆઇ અજય દેસાઇની કબુલાત

પત્ની સ્વીટી દેસાઇ ગુમ થવાના કેસમાં સનસનીખેજ ખુલાસો: 50 દિવસ બાદ પીઆઇની કબુલાત કે પોતેજ હત્યા કરી છેવડોદરા: વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોતાની પત્ની સ્વીટી દેસાઇ ગુમ થવાના કેસમાં 50 દિવસ બાદ સીઆઇડી ક્રાઇમે કેસ કર્યો ડીટેક્ટ કયો છે અને પીઆઇએ કબુલાત આપી છે કે પોતે જ પોતાની પત્નિી સ્વીટી પટેલની હત્યા કરી છે.

આ બનાવની મળતી વિગત મુજબ, છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી થી વડોદરા ગ્રામ્યના પીઆઇ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયેલ હોય જે સમગ્ર રાજયમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને આ કેસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવ્યો હતો.

સીઆઇડી ક્રાઇમ આ કેસમાં પીઆઇની નાર્કો ટેસ્ટની માંગણી કરી હતી પરંતુ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ પીઆઇઅજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બની હતી.

બાદમાં ગઇકાલ 23 જુલાઈએ એફએસએલ ની ટીમેપોલીસ ઇન્સ્પેકટર અજય દેસાઈના ઘરમાં તપાસ કરતા શંકાસ્પદ લોહીના સેમ્પલ મળી આવ્યાં હતા અને એફએસએલ. ની ટીમે લોહીના આ સેમ્પલને ટેસ્ટીંગ અર્થે મોકલી આપ્યા હતા.

આખરે સીઆઇડી ક્રાઇમની તપાસમાં પોલીસ ઈન્સ્પેકટર ભાંગી પડ્યા હતા અને પોતે જ પોતાની પત્નિની હત્યા કરી છે તેવી કબુલાત આપી છે.

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ એક કરૂણ અંજામ: ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરનાર યુવતિએ આખરે જિંદગી ટુકાવી પડી

0

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ એક કરૂણ અંજામ: ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરનાર યુવતિએ આખરે જિંદગી ટુકાવી પડી

પ્રેમીમાંથી પતિ બનેલા યુવાને ઘર ચલાવવાની ત્રેવડ ન હોય જેથી યુવતિને પોતાના માવતરેથી  રૂપિયા લાવવાનું દબાણ કરતો

અન્ય સ્ત્રી સાથે પણ આડો સંબંધ હોય અને અવાર-નવાર શારીરીક-માનસિક ત્રાસ આપતા પતિથી કંટાળી પત્નિની આત્મહત્યા

મૃતક યુવતિના ભાઇએ નરાધમ બનેવી સામે નોંધાવી પોલીસ ફરિયાદ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
કહેવત છે કે, પ્રેમ આંધળો હોય છે અને આવા જ આંધળા પ્રેમમાં અનેક જિંદગીઓ હોમાઇ ગઇ છે જેનો વધુ એક દાખલો જામનગરમાં જોવા મળ્યો છેે જેમાં એક યુવતિએ દર્દ અને ત્રાસ સહન કરી પોતાની પ્રેમ કહાની અને જિંદગીનો અંત આણ્યો છે…

જામનગરની મિતલ નામની યુવતિને પરેશભાઇ રાજેશભાઇ પાઠક (બ્રાહ્મણ, રહે. ગોકુલનગર, મયુરનગર, બાપાસીતારામની મઢુલી પાસે, શેરી નં.4-જામનગર) સાથે પ્રેમ હોય અને મિતલબેને પરેશભાઇ સાથે ઘરેથી ભાગીને લગ્ન કરેલ હોય, લગ્ન થયા બાદ પ્રેમ ખતમ થઇ ગયો હોય તેમ અને ઘર ચલાવવાની જવાબદારી માથે પડી હોય અને તે પૂરી નહીં કરી શકતા પરેશભાઇએ મિતલબેન ઉપર પોતાના માવતરેથી રૂપિયા લઇ આવવા અવાર-નવાર દબાણ કરતા અને મિતલબેન તેવું નહીં કરતા તેણી ઉપર શારીરીક અને માનસિક ત્રાસ પણ ગુજારી તેને ઢીકા-પાટુનો માર પણ મારતા હતા.

આ ઉપરાંત મિતલબેનના પતિ પરેશનભાઇ શિતલ આહિર (રહે. નંદાણા ગામ) નામની યુવતિ સાથે આડા સંબંધ હોય અને તેથી તે મિતલબેનને વધુ ત્રાસ આપતો જેથી મિતલબેનથી દગો, દુ:ખ-ત્રાસ સહન ન થતા ગત તા.10-6-2021ના રોજ પોતાના ઘરે રસોડામાં આવેલ પંખાના હુકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી પોતાની આખયું ટુંકાવી લીધું હતું.

ઉપરોકત્ત બનાવના પગલે મૃતક મિતલબેનના ભાઇ જીતેન્દ્રભાઇ શંકરલાલ હરવરા (જાતે-ભાનુશાળી, રહે. ‘જય આશાપુરા’ દિ.પ્લોટ-60, નાના પાપણીના ટાંકા પાસે,જામનગર.)એ પરેશભાઇ પાઠક સામે પોતાની બહેનને દુ:ખ-ત્રાસ આપવા તેમજ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા સબબ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેથી પોલીસે પરેશભાઇ પાઠક વિરૂઘ્ધ વિધિવત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ઉદ્યોગ ચોકીના પી.એસ.આઇ હરીયાણી તથા સ્ટાફે હાથ ધરી છે.

જામનગરમાં કિંમતી પાર્સલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી સીટી-બી સર્વેલન્સ સ્ક્વોડ

0

જામનગરમાં કિંમતી પાર્સલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી સીટી-બી સર્વેલન્સ સ્ક્વોડ

રૂા.1.7 લાખની કિંમતનું ડાયાબીટીસ ચેક કરવાની સ્ટ્રીપની 200 ડબ્બી ભરેલ પાર્સલ કબજે કરી આરોપની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર જીલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને પોલીસ ઈન્સપેકટર કે.જે. ભોયે ના માર્ગદશન મુજબ તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન રવીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા અને પો.હેડ કોન્સ. રાજેશભાઇ વેગડ સંયુક્ત રીતે મળેલ બાતમી મળેલ કે જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. 1436/2021 આઇ.પી.સી. કલમ 379 મુજબના કામે ડી.એસ.પી. બંગલોઝ સામે આવેલ પેનોરમા કોમ્પલેક્ષમાં ચોરી થયેલ ડાયાબીટીસ ચેક કરવાની સ્ટ્રીપની 200 ડબ્બી ભરેલ પાર્સલ લઇને એક ઇસમ ગીતા લોજ પાસેથી પસાર થવાનો છે જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપી કાનાભાઇ દેવસીભાઇ ગોજીયા જાતે આહિર ઉ.વ.33 ધંધો વેપાર રહે. દિગ્જામ મીલ પાસે, યાદવનગર શેરી નં.2, હેમતભાઇ ચાવડાના મકાનમાં ભાડેથી, જામનગર વાળાને ડાયાબીટીસ ચેક કરવા અંગેની સ્ટ્રીપની 200 ડબ્બી ભરેલ પાર્સલ કિ.રૂ. 1,07,520/- સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ સંપુર્ણ મુદામાલ કબ્જે કરેલ છે.

જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 1436/ર021 આઈ.પી.સી. કલમ 379 મુજબના કામે ડાયાબીટીસ ચેક કરવાની સ્ટ્રીપની ડબ્બીઓ ભરેલ પાર્સલ કિ.રૂા. 1,07,520/- ગણી રીકવર કરી ગણત્રીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ. શોભરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, રવીન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, કીશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

દ્વારકામાં સતવારા પ્રોઢનું મકાન અને પ્લોટ પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબીંગની બે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણ અને દ્વારકામાં લેન્ડ ગ્રેબીંગની બે ફરિયાદ

કલ્યાણપુરના રાણ ગામે જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણ અને દ્વારકામાં લેન્ડ ગ્રેબીંગની બે ફરિયાદ નોંધાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ બંન્ને કેસની જાણવા મળતી વિગત પ્રમાણે, કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રણછોડભાઈ કાનાભાઈ નકુમ નામના આશરે 52 વર્ષના સતવારા પ્રૌઢ તથા તેમના ભાઈઓના સંયુક્ત માલિકીના વાડો (જમીન) પર તેમના કૌટુંબિક એવા ભીમાભાઈ હરદાસભાઈ નકુમ દ્વારા છેલ્લા આશરે પાંચેક વર્ષથી કબજો જમાવી રાખ્યા રાખવામાં આવ્યો છે. રાણ ગામના ખાતા નંબર 1215 ના નવા સરવે નંબર 1496 ની આશરે 3100 ફૂટ જેટલી આ જગ્યાની કિંમત રૂપિયા 70,000 દર્શાવવામાં આવી છે.

આ જગ્યાને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે રણછોડભાઈ નકુમની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ભીમાભાઈ હરદાસભાઈ નકુમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણની વધુ તપાસ ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત બીજા બનાવની વિગત પ્રમાણે, ફરિયાદી જયભાઈની માલિકીના મકાનને અગાઉ તાળું મારેલું હોય, વર્ષ 2018 ના ફેબ્રુઆરી માસમાં દિપક થોભાણીએ ઉપરોક્ત મકાનમાંથી સામાન કાઢવાના બહાને તાળાની ચાવી લઈ ગયા બાદ ફરિયાદી જયભાઈની માલિકીનું આ મકાન પચાવી પાડવાના ઈરાદે ઉપરોક્ત મકાનમાં વસવાટ કરી અને કબજો કરી લીધો હતો.

આ પછી દિપકભાઈને અવાર-નવાર મકાન ખાલી કરવાનું કહેવા છતાં તેણે કબજો નહીં સોંપીને મકાન પચાવી પાડવાના ઈરાદે ખાલી ન કરતા આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાના કાયદા અધિનિયમ 2020 ની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરના સેતાવાડમાં થઈ ધોકાવારી: પ૮ વર્ષીય પ્રૌઢા ઉપર ત્રણ શખ્સનો હીચકારો હુમલો: હાલત ગંભીર

0

જામનગરના પ્રૌઢા ઉપર ત્રણ શખ્સનો હિચકારો હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના સેતાવાડમાં રહેતા હરમીતાબેન રાઠોડ (ઉ.વ.58) રાત્રીના સમયે ઘરે હતા ત્યારે બાજુના ફલેટવાળા મુકેશ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ કોઇ કારણથી બોલાચાલી કરીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.

જેને શરીરમાં ગંભીર ઇજા પહોંચતા પ્રથમ જામનગર અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા.જયા તેઓની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું છે.

જે અંગેની વધુ તપાસ જામનગર એ ડીવીઝન પોલીસે ચાલુ કરેલ હતી.

 

જી.જી.હોસ્પિટલમાં અજાણ્યા પુરૂષની લાશ મળી : ઓળખ અંગેની જાણ કરવા અનુરોધ

0

જી.જી.હોસ્પિટલમાં અજાણ્યા પુરૂષની લાશ મળી 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ -4 પાસે ૨૫ વર્ષીય અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી મરણ પામનાર યુવાન બીમારીની હાલતમાં મરણ પામેલ હોય જેથી મરણ જનારના સગા સંબંધી હોય તો તેને પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ગાંધીનગર બ્લોક નં.ઈ-24, જામનગરમાં રહેતા હિતેશભાઈ લાલગીરી ગોસાઈ, ઉ.વ.33 એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.23-7-2021ના આ કામે મરણજનાર એક અજાણ્યો પુરૂષ આશરે ઉ.વ. 25 વાળો જી.જી.હોસ્પિટલના પાણીના ટાંકા પાસે કોઈપણ અગમ્ય કારણોસર મરણ ગયેલ છે.

જો કોઇને આ અજાણ્યા પુરૂષની માહિતી હોય તો જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. યુ.કે.જાદવને જાણ કરવા અનુરોધ કરાયો છે.

પત્નીને ત્રાસ આપતા ASI પોલીસ કર્મીની પીધેલી હાલતમાં અટકાયત : પોલીસબેડામાં ચકચાર

ખંભાળિયાના પોલીસબેડામાં ચકચાર: પત્નીને ત્રાસ આપતા પોલીસ કર્મીની પીધેલી હાલતમાં અટકાયત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયામાં રહેતા અને જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ રસિકભાઈ બગડાઈ નામના પોલીસ કર્મચારીના પત્ની શિલ્પાબેન બગડાઈ ( ઉ.વ. 29,  રહે. યોગેશ્વરનગર, ખંભાળિયા)  એ ગતરાત્રીના આશરે અગિયાર વાગ્યે તેમના પોલીસ કર્મચારી એવા પતિ પિયુષભાઈને જમવા માટે બોલાવતા તેઓ ફોન ઉપર વાત કરી રહ્યા હતા.

જેથી શિલ્પાબેને તેઓ કોની સાથે વાત કરે છે?- તેમ પૂછતા પિયુષભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને પોતાના પત્ની શિલ્પાબેનને બેફામ માર મારી, હાથ-પગમાં ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે શિલ્પાબેનની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ગત રાત્રીના પિયુષ બગડાઈ સામે આઈ.પી.સી. કલમ 323 તથા 504 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ગુનો નોંધાયા બાદ ગતરાત્રીના અહીંના પી.આઈ. વી.વી. વાગડિયા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગની કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન એ.એસ.આઈ. પિયુષભાઈને આ બનાવની જાણ કરાતા તેઓ રાત્રીના આશરે સવા બે વાગ્યે અહીંના મુખ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા.

પોલીસ મથકે આવેલા ઉપરોક્ત પોલીસ કર્મી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું સ્થળ પરના પોલીસ કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું.

આથી પોલીસ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ દેવશીભાઈ કરમુરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં એ.એસ.આઈ. પિયુષ બગડાઈ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અટકાયત કરવામાં આવી હતી.

આ બનાવ અંગે પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.