Monday, October 12, 2026
Home Blog Page 349

ખીજડીયા બાયપાસ નજીક બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માતમાં બે યુવાનના મોત

0

ખીજડીયા બાયપાસ નજીક બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માતમાં બે યુવાનના મોત

જામનગર: જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે વહેલી સવારે એક અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું સામે આવ્યું છે, ખીજડીયા બાયપાસ બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

બન્ને ટ્રક સામ-સામે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયાનું સામે આવે છે, ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જાણવા મળતી વિગતો મુજબ મૃતકો નાઘેડી ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે.પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ખીજડીયા બાયપાસ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ધડાકાભેર બંને ટ્રક સામસામે અથડાતા બાયપાસ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને ટ્રકના મોરા સામસામે ટકરાતા એકબીજા સાથે જોઈન્ટ થઇ ગયા હતા. આ બનાવમાં બે યુવાનોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

ફાયરની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બંન્ને વાહનોને અલગ કરી બંને મૃતકોને બહાર કાઢ્યા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. મૃતકોની ઓળખ અને બનાવના કારણ સહિતની વિગતો મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રોલના ડાંગરા ગામે પતિના હાથે પત્નીની હત્યા: પોલીસને પણ ચકરાવે  ચડાવી: કુરિવાજનો રેલો કતલ સુધી પહોંચ્યો.

0

ધ્રોલના ડાંગરા ગામની સીમમાં બનેલી ઘટનાએ પોલીસને પણ ચકરાવે  ચડાવી

પ્રેમ લગ્નના એક જ વરસમાં પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિની પોલીસે કરી અટક

પત્નીની હત્યા કરી લાશને દોરી પર લટકાવી ગળાફાંસો ખાધા નો ડામાં કર્યો પોસ્ટ મોર્ટમમાં પતીના નાટક પરથી પરદો ઉઠી ગયો

સમાજના કુરિવાજેથી મામલો કતલ સુધી પહોંરયો

સમાજના રિવાજ મુજબ યુવકની પાસેથી સાસરિયા પક્ષના માંગતા હતા પૈસા નહી આપે તો પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા: યુવકે વિચાર્યું કે મારી નહીં તો કોઈની નહીં પછી ખેલૈયો ખૂની ખેલ

ધ્રોલ તાલુકાના ડાંગરા ગામ ની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી હતી જોકે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી  દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું

ધ્રોલના ડાંગરા ગામ ની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન ઉ.વર્ષ-ર૪ સાથે ડાંગરા ગામ ના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા મંગળવારે ઝમકુ બેને ગળાફાંસો ખાઇ લીધો હોવાની જાહેરાત પતિએ પોલીસમાં કરતા PSI ચુડાસમા રામદેવસિંહ ઝાલા અને મયુરસિંહ પરમાર વગેરે દોડી ગયા હતા અને લાશની તપાસણી કરતાં તેમને શંકા લગતા તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી જ્યાં તેની હત્યા થઇ હોવાનું ખુલતા પતિ પર શંકા જતા તેની પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબુલાત આપી હતી

પરંતુ હત્યારા પતિએ જે કારણ આપ્યું તેનાથી સોપો પડી ગયો હતો અને સમાજના કુરિવાજએ એક જિંદગીને ખતમ કરી નાખી હાલ તો પોલીસે પત્નીની હત્યામાં પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જામનગર સહિત રાજયના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત

જામનગર સહિત રાજયના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત

ગુજરાતમાં હવે લગ્ન સમારોહમાં 400 લોકોની છૂટ
4 ફૂટની પ્રતિમા સાથે ગણેશત્સોવની પણ યોજી શકાશે,

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે.

એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

નિકાવામાં મકાન લખી આપવાની “ના” પાડતા નરાધમ પુત્રએ પિતાને માર માર્યો: ચકચાર

0

નિકાવામાં મકાન લખી આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પિતાને માર માર્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ પોમાભાઈ કુંભાભાઈ કંટારીયા, ઉ.વ.52, રે. નિકાવા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.26-7-2021 ના આરોપી વિજય અરવિંદભાઈ કંટારીયા, રે. રાજડા ગામ વાળા કે જેઓ ફરીયાદી અરવિંદભાઈના પુત્ર થતા હોય અને ફરીયાદી અરવિંદભાઈ નું રાજડા ગામે આવેલ મકાન આરોપી વિજય એ પોતાના ખાતે કરી દેવાનું ફરીયાદી અરવિંદભાઈને કહેતા ફરીયાદી અરવિંદભાઈ એ મકાન ખાતે કરવાની ના પાડતા આરોપી વિજયએ ફરીયાદીને તથા સાહેદ વનિતાબેનને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી પોતાના હાથમા રહેલ લોખંડના બકલ વાળા પટ્ટા વડે ફરીયાદી અરવિંદભાઈને શરીરે જેમ ફાવે તેમ માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી તેમજ પટ્ટાનું બકલ ફરીયાદી અરવિંદભાઈને ડાબી આંખ ઉપર કપાળના ભાગે મારી લોહી લુહાણ કરી ફરીયાદી અરવિંદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગરના ટાઉનહોલથી ઉર્વી રેસ્ટોરન્ટ વચ્ચેની લોખંડની 300 કિલો ગ્રીલની ચોરી કરતી અજાણી મહિલાઓ સામે ફરિયાદ: મહિલા ટોળકી હાથ વેતમાં

0

જામનગરના ગૌરવ પંથની ગૌરવ ગાથા બેડી ગેઇટ વિસ્તારમાં લોખંડની રેલિંગની ચોરી ત્રણ મહિલા CCTV કેમેરામાં કેદના ફૂટેજ સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું.! 

જામનગરના ટાઉનહોલ થી ઉર્વી રેસ્ટોરન્ટ વચ્ચેની લોખંડની 300 કિલો ગ્રીલની ચોરી કરતી અજાણી મહિલાઓ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગર શહેરની વચ્ચે આવેલ બેડીનાકે ટાઉનહોલ થી ઉર્વી રેસ્ટોરન્ટ વચ્ચે આવેલ લોખંડની 300 કિલો ગ્રીલ કોઇ અજાણ્યા ઇસમે ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ ફરિયાદ અંગેની વિગત મુજબ,સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણચંદ્ર પ્રેમજીભાઈ દવે, ઉ.વ.પ૭, રે. હર્ષદમીલની ચાલી પાછળ, નિલકંઠનગર, ગાયત્રી માતાના મંદિરની બાજુમાં, જામનગરવાળા ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૭-ર૦ર ૧ના બેડીનાકા પાસે મોબાઈલ પોઈન્ટ નામની દુકાનથી ટાઉનહોલ તરફ જતા રસ્તા પર ડાબી બાજુ આવેલ ઉર્વી રેસ્ટોરન્ટ સુધીની લોખંડની ગ્રીલ માંથી વચ્ચેના ભાગેથી અમુક લોખંડની ગ્રીલ આશરે ૩૦૦કિલો વજનની જેની કિંમત રૂપિયા આશરે ૧પ,૦૦૦/- આસપાસની કિંમતની ગ્રીલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વધુ જાણવા મળતી વિગત પ્રમાણે, અમુક મહિલાઓ આર રેલીંગ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે જેના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

સજોડે કોરોના પ્રતિરોધક રસી મૂકાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

0

સજોડે કોરોના પ્રતિરોધક રસી મૂકાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ધર્મપત્ની સહ યુ.એન.મહેતા, અમદાવાદ ખાતે કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી.

રાજ્યમંત્રીશ્રીએ કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે આ રસી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી અગાઉ કોરોના પોઝીટિવ આવેલ હતા તેમજ માર્ગદર્શિકા અનુસાર પૂર્ણત: સ્વસ્થતા મેળવ્યા બાદ તેમણે રસી લઇ અન્યોને પણ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાના પાલન સાથે રસી લેવા પ્રેરણા આપી હતી.

વાડીનારમાં જુગારની મહેફીલમાં પોલીસ ત્રાટકી: 8 પાના પ્રેમી ઝડપાયા

વાડીનારમાં જુગારના બે દરોડામાં સાત શખ્સની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા : ખંભાળિયા તાલુકામાં ના વાડીનાર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત હાથે કાબૂમાં રાખવા અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સૂચના અંતર્ગત તાલુકાના વાડીનાર પંથકમાં ગઈકાલે પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં નજીકના મોટા આંબલા ગામે પહોંચતા મોટા આંબલા ગામનો રહીશ ગુલાબસિંહ મેરુજી રાઠોડ નામનો શખ્સ પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી, આ સ્થળેથી જુગાર રમી રહેલા સબીર સીદીક સંઘાર, મામદ આદમભાઈ સંઘાર અને જયેશ બાબુલાલ મકવાણા નામના કુલ પાંચ શખ્સોને આ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 11,630 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય એક દરોડામાં વાડીનાર પોલીસે આ જ વિસ્તારની ગૌશાળા પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અબ્બાસ ઈસ્માઈલ ગજણ, અકબર અલ્લારખા સંઘાર અને ગફાર હુસેનભાઈ સંઘાર નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂ. 2,720 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી વાડીનારના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બરારીયા, વિંઝાભાઈ ઓડેદરા તથા ભરતભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

તાલુકા પંચાયતના માજી પ્રમુખને મોઢે ડૂચો દઈ મોબાઈલની લુંટ : ૬ જેટલા અજાણ્યા શખ્સનું કારસ્તાન

0

પીઠડ ગામમાં તા.પં.ના માજી પ્રમુખ મોઢે ડૂચો દઈ મોબાઈલની લુંટ

જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા તાલુકા પંચાયતના માજી પ્રમુખ હેમરાજભાઈ મોહનભાઈ મેંદપરા (ઉ.વ.70) જેઓ રવિવારે રાત્રી દરમિયાન પોતાના ઘેર સુતા હતા તે દરમ્યાન રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં ચાલુ વરસાદે 6 જેટલા અજાણ્યા લુટારૂ શખ્સો ધાડ પાડવાના ઇરાદે મકાનના રસોડાની બારીનો કાચ તોડ્યો હતો. ત્યાર પછી બારીની ગ્રીલ તોડવાના પણ પ્રયાસો કર્યો હતો.

પરંતુ તે ગ્રીલ તૂટી ન હોવાથી મુખ્ય દરવાજામાં લાકડી અને પથ્થર લઇ સ્ટોપર પર મારતા દરવાજો ખુલી ગયો હતો અને તમામ ધાડપાડુઓ મકાનની અંદર ઘૂસી ગયા હતા. લાકડી અને કોઇતા સાથે ઘૂસેલા લૂંટારુઓ પૈકીના બે શખ્સોએ નિદ્રાધીન અવસ્થામાં રહેલા હેમરાજભાઈ મેંદપરાના મોઢા પર ઓશીકું દબાવી મોઢે ડુચો દીધો હતો.

આ દરમ્યાન મહેન્દ્રભાઇએ બૂમાબૂમ કરી મૂકતા બાજુના રૂમમાં સુઈ રહેલા તેમના પત્ની અને પૌત્રી વગેરે જાગી ગયા હતા.જે સમગ્ર દેકારાને લઈને તમામ લૂંટારુઓ ત્યાંથી એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા.

આ અંગે જોડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા જોડિયા પોલીસે હેમરાજભાઈ મેંદપરાની ફરિયાદના આધારે છ અજાણ્યા શખ્સો સામે લૂંટ અને ધાડની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તમામને પકડી પાડવા માટે ચોતરફ નાકાબંધી કરી છે.

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓ ચકાસવામાં આવ્યા હતા, જેમાં એક સીસીટીવી કેમેરામાં 6 જેટલા ધાડપાડુઓની એક ગેંગ ભાગી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જામનગરના બે ઘરફોડ ચોરી પ્રકરણમાં સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂા.4.16 લાખના મુદ્દામાલ સાથે બે મહિલાની ધરપકડ કરતી LCB

0

જામનગરના બે ઘરફોડ ચોરી પ્રકરણમાં સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂા.4.16 લાખના મુદ્દામાલ સાથે બે મહિલાની ધરપકડ કરતી એલસીબીજામનગર: ફરીયાદી કિર્તિસિંહ ગોરેસિંહ ઠાકુર રહે.તળાવની પાળ, દિગ્વીજય પ્લોટ શેરી-0/8 મંગલમ રેસીડન્સી વાળના મકાનમાથી રોકડ રૂપીયા 51,000/ ની ચોરીનો બનાવ દશેક દિવસ પહેલા બનવા પામેલ હતો જે ગુનો વણશોધાયેલ હતો.
તેમજ ફરીયાદી કમલેશભાઇ વિરાભાઇ સોલંકી રહે. જામનગર સમર્પણ સર્કલ અવરસર પાર્ટી પ્લોટ પાછળ જામનગર નાઓના રહેણાક મકાન ના તાળા તોડી સોના, ચાંદીના દાગીના ,રોકડ મળી રૂપીયા 3,46,000/ ની ચોરીનો બનાવ ગઇ તા.25/7/ર0ર1 ના રોજ બનવા પામેલ હતો જે ગુનો વણશોધાયેલ હતો.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા કે.કે.ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યોગરાજસિંહ રાણા તથા દિલીપભાઇ તલાવડીયાને મળેલ ખાનગી હકિકત આધારે, જામનગર દિગજામ સર્કલ પાસે થી (1) રમાબેન રાજુભાઇ વાજેલીયા (2) હેતલબેન કાનાભાઇ સાડમીયા રહે-ધ્રોલ, લતીપર રોડ દેવીપુજક વાસ તા.ધ્રોલ જિ. જામનગર ના કબ્જામાથી સોના ચાંદીના દાગીના કિ. રૂ. 3,00,300/- તથા રોકડ રૂ. 1,16,000/- મળી ફુલ રૂ,4,16,300/- નો મુદામાલ મળી આવતા કબજે કરી,મજકુર બન્ને મહિલા વિરૂધ્ધ પો.સબ ઇન્સશ્રી બી.એમ.દેવમુરારી નાઓ એ કાયદેસરની કાર્યવાહી કરી,જામનગર સીટી સી ડીવી પો.સ્ટેને સોપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

જામનગરના ગૌરવ પંથની ગૌરવ ગાથા બેડી ગેઇટ વિસ્તારમાં લોખંડની રેલિંગની ચોરી ત્રણ મહિલા CCTV કેમેરામાં કેદ : મનપા કુંભકર્ણ નિંદ્રામાં !

0

શહેરના બેડી ગેઇટ ટાઉન હોલ થી લઈ સાત રસ્તા સુધીની ગ્રીલની સમયાંતરે થતી ચોરી છતા તંત્ર મૌન.!

જામનગરના ટાઉનહોલ સર્કલથી સાત રસ્તા સુધીના ગૌરવપથની ગૌરવ ગાથા. તેવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે બેડી ગેઇટ વિસ્તારમાંથી વહેલી સવારે રેલિંગ ની ચોરી ઘટના સીસીટીવીમાં કેદ મહિલાઓ રેલી કાઢી રેકડી માં લઇ ગઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બેડી ગેઇટ ટાઉન હોલ સર્કલથી માંડીને સાત રસ્તા સુધીના ગૌરવ પથ પર ફુટપાથ, સર્કલના ફુવારા વગેરે જગ્યામાં નાંખવામાં આવેલ લોખંડની ગ્રીલ છાસવારે ગાયબ થઈ જતી હોય છે. આ રેલિંગ અને ગ્રીલ ચોરી થવાની ફરિયાદ લોકોમાં જોરશોરથી ઉઠી છે.

વાત આટલેથી અટકતી નથી બેડી ગેઇટ વિસ્તારમાં ફૂટપાથ પરની રેલિંગની ચોરીની ઘટના એક વેપારીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં સોમવારે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ ત્રણ મહિલા આવી રેલિંગ કાઢી રેકડી પર લઈ જતી સ્પષ્ટ દેખાઈ રહી છે.આવી તો મનપાની ઘણી સરકારી મીલકતની છાસવારે ચોરી થઈ રહી છે.પણ તંત્રને કોઈ રસ નથી.!

આ વિસ્તારમાં દુકાન ધરાવતા જાગૃત વેપારીએ ગ્રીલ મહિલાઓ ચોરી ગઈ અંગેની જાણ જામનગર મહાનગરપાલિકામાં કરવા ગયા હતા પણ ત્યાથી પોલીસમાં જવાનું કહ્યું.! ખુબ જ ગંભીર બાબત કહેવાય.

error: Copying and use of the content of the website is considered as illegal activity.