Monday, October 12, 2026
Home Blog Page 348

જામનગર જીલ્લામાં જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી: 6 દરોડામાં 14 મહિલા સહિત 42 ઝડપાયા

0

જામનગર જીલ્લામાં જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી: 6 દરોડામાં 14 મહિલા સહિત 42 ઝડપાયા

જામનગર: જામનગર જીલ્લામાં જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ પોલીસ દ્વારા જુદા-જુદા 6 દરોડામાં 14 મહિલા સહિત 42 ઝડપાયા છે.

વૃંદાવનપાર્ક-4 માં જુગાર
જામનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, વૃંદાવન પાર્ક, શેરી નં.4, કિષ્ના પ્રોવિઝન સ્ટોર નામની દુકાનથી આગળ જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે, રવિ યોગેશભાઈ બોરીયા, વૈશાલીબેન જનકભાઈ મુળજીભાઈ ડોડીયા, મનીષાબેન દેવેન્દ્રભાઈ શૈલશંકરભાઈ ત્રિવેદી, વીકેતાબેન અતુલભાઈ જમનભાઈ નારીયા, મંજુબેન જયેશભાઈ ખીમાભાઈ કરંગીયા, મમતાબેન મનોજગીરી પ્રવિણગીરી અપારનાર્થી, મનીષાબેન વિપુલભાઈ ધનજીભાઈ ધોળકીયા, સુશીલાબેન ગીરધરભાઈ પ્રેમજીભાઈ રાયઠઠા, પૈસાની હારજીત કરી રૂ.11,070/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાણખાણ શેરી નં.-4માં જુગાર
જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, પાણખાણ શેરી નં.4ના છેડે જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યા જામનગરમાં મનજીભાઈ કુવરજીભાઈ ગોઠી, રણજીતસિંહ પ્રભાતસિંહ ચુડાસમા, નિતેષભાઈ કરશનભાઈ રાઠોડ, મેહુલભાઈ ધીરૂભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.10,પપ0/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મયુરનગરમાં જુગાર
જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જોગીન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પાલ એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, મયુરનગર, બાપા સીતારામની મઢુલી પાસે, જામનગરમાં વિમલકુમાર તિલકસિંગ કુસ્વાહ, ટપુભાઈ હિરાભાઈ તલપરા, સુબોધકુમાર ચીરોજીલાલ કસ્બા, સત્યપ્રકાશ શ્રીરામાઅવતાર કુસ્વાહ, વિનોદ મૈનેરામ કુસ્વાહ, પ્રમોદકુમાર રામસેવક કુસ્વાહ, વિવેકકુમાર માનસીંગ કુસ્વાહ, ઓમનારાયણ સેવારામ કુસ્વાહ, ભુરેસીંગ જગદીશસિંગ કુસ્વાહ, મુકેશ લક્ષ્મણભાઈ કુસ્વાહ, પ્રમોદ રાજરામ કુસ્વાહ, અજયકુમાર કિષ્નામુરારી નાઈ, ગંજીપતાના પાના વડે જુગાર રમી રમતા રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.1ર,100/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

તંબોલી ભવન આવાસના પાર્કિંગમાં જુગાર
જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મહેશભાઈ રાજશીભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, ફુલચંદ તંબોલી ભવન આવાસ ભબીભ વિંગ ના પાર્કિંગ જામનગરમાં આ કામના આરોપીઓ રઘુવીરસિંહ નટુભા જાડેજા, ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ, મનસુખભાઈ પ્રધાનભાઈ મંગે, મંજુબેન મહેન્દ્રભાઈ કરશનભાઈ ગોસ્વામી, દેવીબેન પરમાનંદભાઈ બચુભાઈ રામૈયા, દક્ષાબેન રસીકભાઈ પોપટભાઈ સાંચલા, કસ્તુરબેન ભાસ્કરભાઈ ભગવાનજીભાઈ રાયચુરા, જોશનાબેન પ્રવિણભાઈ પ્રાગજીભાઈ કનખરા, કિરણબેન અનીલભાઈ રામજીભાઈ સોલંકી, નિર્મળાબેન લક્ષ્મીદાસ બાબુભાઈ ગૌરી, જુગાર રમી રમતા રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.1ર,100/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધુવાંવ હાઉસીંગ બોર્ડ પાછળ જુગાર
જામનગર પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુવાંવ હાઉસીંગ બોર્ડ પાછળ, જાહેરમાં સોમાભાઈ અજમલભાઈ વાઘેલા, દેવાભાઈ રવાભાઈ સાડમીયા, બલીવીન્દર ઉર્ફે બલી, લખુભાઈ અલુભાઈ સાડમીયા, રે. ધુંવાવ ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.1પ30/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ખેતીવાડીની સામે જુગાર રમતા
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, ખેતીવાડીની સામે, ઈન્દીરા કોલોની, સરકારી શૌચાલયની બાજુમાં જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.10,400/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ કિસ્સો બે સંતાનોની માતા સાથે લગ્નની જીદે યુવાને એસીડ પીધું!

0

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ કિસ્સો: બે સંતાનોની માતા સાથે લગ્નની જીદે યુવાને એસીડ પીધું!

રામેશ્વરનગર નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા પચીસ વર્ષના એક યુવાને પરિણીત પ્રેમીકા સાથે લગ્ન બાબતે માતા-પીતા રાજી ન હોય એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

જામનગર: જામનગર માં રામેશ્વર નગર નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા અને એક કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિક દિનેશભાઈ પેથાણી નામના 25 વર્ષના યુવાને ગઈકાલે સાંજે 7.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસિડ પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.

જ્યાં તેને સમયસર સારવાર મળી ગઈ હોવાથી પોતે ભાનમાં આવી ગયો હતો.

જી.જી. હોસ્પિટલ ની પોલીસ ચોકીના એ.એસ.આઇ. મગનભાઈ ચનિયારાએ તેનું નિવેદન નોંધ્યું હતું જેમાં પોતે પાલિતાણાની વતની અને જૂનાગઢના ભેસાણમાં સાસરે પરણાવેલી પરંતુ તેનું લગ્ન વિચ્છેદન થઈ જતાં હાલ તેના ભાઈ સાથે સુરતમાં રહેતી પોતાની જ્ઞાતિની અને બે સંતાનોની માતા એવી રીનાબેન સોલંકી સાથે મિત્રતા બંધાઈ હતી. ફેસબુકના માધ્યમથી અઢીવર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પોતે એક મહિના માટે સુરત રીનાબેન ને મળવા ગયો હતો, અને વધુ નજીક આવ્યા હોવાથી બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું.

જે બાબતે જામનગર આવ્યા પછી પોતાના માતા-પિતાને જાણ કરતાં તે બન્નેએ બે સંતાનોની માતા એવી છુટાછેડા મેળવેલી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી. આ ઉપરાંત રીનાબેનના પરિવારજનો પણ ના પાડતા હોવાથી આખરે ગઈકાલે રીનાબેને લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જેથી તેના મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

સાથોસાથ પોતાના માતાપિ તા રીના સાથે લગ્ન કરવા દેતા ન હોવાથી પોતે માતા-પિતા સાથે પણ ઝઘડો કર્યો હતો, અને અલગ મકાન રાખીને રહેતો હતો. જેઓ સાથે પણ પોતે આડુ અવળું બોલ્યો હતો. જે અંગે પણ મનમાં લાગી આવ્યું હોવાથી એસિડ પી લીધું હોવાની કબૂલાત કરી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી છે.

જામનગરમાં વકીલે મિત્રતા દાવે આપેલ પૈસા પરત “ન” આપતા થયો ચેક રિટર્ન : આરોપીને દંડ સાથે પડી એક વર્ષની સજા

0

જામનગર: ચેક રિટર્ન કેસમાં આરોપીને દંડ સાથે એક વર્ષની સજા  ફટકારતી અદાલત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરના એક એડવોકેટ પાસે થી મિત્રતાના દાવે રૂપિયા બે લાખ ની રકમ હાથ ઉછીની મેળવી એક શખ્સે આપેલો ચેક પરત ફરતાં અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. જ્યાં આરોપીએ ચેક આપ્યો જ નથી, અને પોતાની સહી નથી, તેવી દલીલો કરી હતી. જે દલીલો અદાલતે અમાન્ય રાખી તેને તકસીરવાન ઠરાવ્યા પછી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.

જામનગર ના વકીલ હેમાંશુભાઈ ઈશ્વરભાઈ સોલંકી પાસેથી તેમના મિત્ર બિપીનભાઈ રૂગનાથભાઈ બારૈયાએ બે લાખ ની રકમ મિત્રતાના દાવે હાથ ઉછીની લઈ પોતાના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. ઉપરોકત ચેક હેમાંશુભાઈ સોલંકીએ બેન્કમાં રજૂ કરતાં અપૂરતા નાણાં ભંડોળ તેમજ સહી મીસ મેચના શેરા સાથે ચેક પરત ફર્યો હતો.
આ પછી હેમાંશુભાઈ એ અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતાં બેંક અધિકારી તેમજ ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી.

અદાલત માં આરોપી એ ઉપરોકત ચેક ફરિયાદીને આપ્યો જ નથી, ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ચેકમાં આરોપીની સહી નથી તેવી તકરાર લેવામાં આવી હતી. તેની સામે ફરિયાદીએ પોતાની હાજરીમાં જ આરોપી બિપીને ચેકમાં સહી કરી આપી છે. તેવી દલીલ કરી હતી. બન્ને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી
બિપીન બારૈયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે.

ફરિયાદી હેમાંશુ સોલંકી તરફ થી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ આર. ગોહિલ, આર. આર. નાખવા રોકાયા હતાં.

જામજોધપુરના નાની ભરડકીના પૂર્વ ઉપસરપંચની હત્યામાં સામસામી ફરિયાદ નોંધાઇ

0

જામજોધપુરના નાની ભરડકીના પૂર્વ ઉપસરપંચની હત્યામાં સામસામી ફરિયાદ નોંધાઇ

દિવાલ બાબતે ચાલતા કાંટુબીક ઝઘડામાં લોહી રેડાયું : યુવાનની હત્યા,ત્રણ ઘાયલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ડેનિશભાઈ જયંતીભાઈ સાગાણી, ઉ.વ.રર, રે. ભરડકી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.30-7-21 ના ભરડકી ગામે આરોપી રમેશભાઈ લખમણભાઈ સાગાણી એ પોતાના મકાનમાં પતરા નાખેલ હોય અને જે પતરા ફરીયાદી ડેનિશભાઈની મકાનની દિવાલને અડેલ હોય અને ફરીયાદી ડેનિશભાઈના મકાનની દિવાલે આ પતરાની સિમેન્ટનો વાટો કરેલ હોય જે વાટો કાઢી નાખવાનું તથા નવી દિવાલ ચણી લેવાનું કહેતા આરોપીઓ રમેશભાઈ લખમણભાઈ સાગાણી, સોહિલભાઈ રમેશભાઈ લખમણભાઈ સાગાણી, રે. ભરકડી ગામવાળા એ ભુંડી ગાળો કાઢી લોખંડની કોસ તથા લોખંડના સળીયા વડે ફરીયાદી ડેનીશભાઈના પિતા અને ગામના પુર્વ ઉપસરપંચ તેમજ વર્તમાન ગ્રામપંચાયતના સભ્ય જંયતીભાઈને માથામા લોખંડની કોસનો એક ઘા મારી મોત નિપજાવી તથા સાહેદ ગોવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા કરી તથા ફરીયાદી ડેનીશભાઈ તથા સાહેદને ઢીકાપાટુનો મારમારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનોમાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જયારે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ લખમણભાઈ સાગાણી, ઉ.વ.પપ, રે. ભરડકી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.30-7-ર1ના ફરીયાદી રમેશભાઈએ પોતાના મકાનમાં પતરા નાખેલ હોય અને જે પતરા આરોપી ડેનિશભાઈ જયંતીભાઈ સાગાણી ના મકાનની દિવાલને અડેલ હોય અને આરોપીઓ ડેનિશભાઈ જયંતિભાઈ સાગાણી, જયંતિભાઈ ધરમશીભાઈ સાગાણી, ગોવિંદભાઈ ધરમશીભાઈ સાગાણી, લાભુબેન ધરમશીભાઈ સાગાણી, રે. ભરડકી ગામવાળાના મકાનની દિવાલે આ પતરાની સીમેન્ટનો વાટો કરેલ હોય જે આ કામના આરોપીઓને પસંદ ન પડેલ હોય જેથી આ વાટો કાઢી નાખવા માટે તથા નોખી દિવાલ બનાવીને મકાન હટાવી લેવાનું કહેતા ફરીયાદી રમેશભાઈએ ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી રમેશભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી લાખંડનો કોસ તથા લાકડી વડે ફરીયાદી ડેનિશભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી લોખંડની કોસ તથા લાકડી વડે ફરીયાદી રમેશભાઈને તથા તેના પુત્ર સોહિલને શરીરે ઢીકાપાટુનો માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનોમાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અપમૃત્યુના ત્રણ બનાવો : જામનગરના લતીપર વાડી વિસ્તારમાં માતા-પિતાના ઝગડાથી કંટાળી યુવતિએ ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું :વાલીઓને ચેતવણી આપતો કિસ્સો

0

વાલીઓને ચેતવણી આપતો કિસ્સો: જામનગરના લતીપર વાડી વિસ્તારમાં માતા-પિતાના ઝગડાથી કંટાળી યુવતિએ ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરની જી.જી.હોસ્પિટલના મેડીકલ યુનટી-પ ના એમ.ડી. ડો.એન.આર.રાઠોડ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.9-7-2021ના મરણજનાર માયાબેન રમેશભાઈ નારાયણભાઈ આદીવાસી, ઉ.વ.17, રે. લતીપર વાડી વિસ્તાર તા. જિ. જામનગર વાળાના માતા પીતા અવાર નવાર ઝઘડો કરતા હોય જેથી તેણીને માઠુ લાગી જતા જાતે જ વાડીમાં પડેલી જંતુનાશક ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં જામનગરની  જી. જી. હોસ્પિટલમાં સારવારમાં હોય અને તા.26-7-2021ના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ પામવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

બીમારીથી કંટાળી જઈ યુવતિએ ઝેરી દવા પી લેતા મોત
કાલાવડ ગામે રહેતા રાજુભાઈ મેરૂભાઈ કીલાણીયા, ઉ.વ.40, એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.28-7-21ના આ કામે મરણજનાર આરતીબેન મેરૂભાઈ કીલાણીયા, ઉ.વ. 21, રે. કૈલાશનગર, કાલાવડવાળા ને માથાનો તથા કમરનો દુ:ખાવો હોય જેથી ઉંદર મારવાની દવા પી મરણ ગયેલ છે.

છાતીમાં દુ:ખાવો ઉપડતા યુવાનનું મોત
ધ્રોલ તાલુકાના સોયલ ગામે રહેતા સુરેશભાઈ ચનાભાઈ ઝાપડા, ઉ.વ.40 એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.28-7-ર0ર1ના આ કામે મરણજનાર દેવાભાઈ ચનાભાઈ ઝાપડા, ઉ.વ.45, રે. સોયલ ગામ વાળા ને સોયલ ટોલનાકાની બાજુમાં હોટલ પાસે, અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉલ્ટી કરવા લાગતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ માં લાવતા મરણ ગયેલ છે.

દિકરી પર દુષ્કર્મ ગુજારનાર પાલક પિતાને દંડ સાથે આજીવન કેદની સજા ફટકારતી અદાલત

0

દિકરી પર દુષ્કર્મ ગુજારનાર પાલક પિતાને દંડ સાથે આજીવન કેદની સજા ફટકારતી અદાલત

ત્રણ વર્ષ પહેલા ગુજાર્યું હતું દુષ્કર્મ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ચકચારી કિસ્સાની વિગત મુજબ જામનગરમાં પિતાએ તરુણી ને જુદા જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યા ના બનાવવાના અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને 2.5 લાખ કર્યો છે.

આ કેસની વિગત મુજબ જામનગરમાં રહેતા એક શખ્સે પોતાની જ પુત્રીને જુદા જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાનો તરુણી તથા તેની માતાએ વિરોધ કરતા બંને ને પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે પાલક પિતા દ્વારા આચરેલું દુષ્કર્મ સહન ન થતાં તરૂણીએ ઘર છોડીને ચાલી ગઈ હતી.

ત્યારબાદ માં આ બનાવ અંગે તરૂણીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ પ્રકરણમાં પોલીસે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આ કેસમાં સ્પેશિયલ અદાલતમાં ચાલી જતાં આજે આરોપી પાલક પિતાને તકસીરવાન ઠેરવી સજા સંભળાવી છે.

જેમાં અદાલતમાં વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલોને આધારે તકસીરવાન ઠેરવી શાભ કલમ 376(2) મુજબ આજીવન કેદ અને પાંચ હજારનો દંડ તેમજ પોક્સો કલમ 4 મુજબ 7 વર્ષ ની સજા અને હજારનું થતા પોક્સો કલમ મુજબ 10 વર્ષની સજા અને 1000 દંડ તથા ડીએલઆઈએચએ માંથી દુષ્કર્મનો ભોગ બનનારને 2.5 લાખ ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો હતો.

વાડીનારમાં ધમધમતી જુગારની મીની ક્લબ પર LCB ત્રાટકી: રૂા.5.79 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સો ઝડપાયા

વાડીનારમાં ધમધમતી જુગારની મીની ક્લબ પર એલસીબીની તવાઇ: રૂા.5.79 લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ઝડપાયા

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા સહિત જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન ગઈકાલે ગુરૂવારે સાંજે સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કરીમ ઉર્ફે કેઈલો સંઘાર અને આશા ઉર્ફે આસો સામરા લુણા નામના બે શખ્સો ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે. આના અનુસંધાને એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ ગુરુવારે સાંજે વાડીનાર ખાતે ત્રાટક્યો હતો.

વાડીનાર ધાર વિસ્તારમાં કરીમ ઉર્ફે કોઈલો અબ્દુલ સંઘાર નામના શખ્સના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને ચલાવતા જુગારના અખાડામાં એલસીબી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કરીમ ઉર્ફે કેઈલો સંઘાર (ઉ.વ. 50, રહે. વાડીનાર), ગઢવી આશા ઉર્ફે આસો સામરા લુણા (ઉ.વ. 41, રહે. ગાયત્રીનગર), ધના કરસન લુણા (ઉ.વ. 45, રહે નાઘેડી- જામનગર), દિલીપ રાયસી વસરા (ઉ.વ. 28, રહે. લાલપુર), લખમણ લાખા વાવણોટીયા (45, રહે. લાલપુર), મોમૈયા ઉર્ફે મુન્નો વેરશી સંધીયા (ઉ.વ. 32, રહે. બેહ), ગુલામ ગની ગંઢાર (ઉ.વ. 31, રહે. વાડીનાર) અને ઈકબાલ ઈસ્માઈલ ખફી (ઉ.વ. 33, રહે. મસીતીયા- જામનગર) નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા બે લાખ 98 હજાર રોકડા, રૂપિયા 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા અઢી લાખની કિંમતની એક ઇકો મોટરકાર મળી કુલ રૂપિયા 5,78,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરોક્ત શખ્સો સામે એલસીબી પોલીસની ફરીયાદ પરથી વાડીનાર મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. ગળચાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

દરોડાની આ કાર્યવાહીએ જુગારી તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરાવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં વર્લીમટકાના આંકડા લખતા 2 ઝડપાયા,11 ફરાર

0

જામનગરમાં વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા, અગિયાર ફરાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : અહીં સીટી-એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.29-7-202 ના મોરકંડા રોડ, ગરીબનવાઝ સોસાયટી, 80 ફુટના રોડ ઉપર પાનની કેબીન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં આ કામના આરોપીઓ અબ્બાસભાઈ કાસમભાઈ મુસાભાઈ સાટી, હુશેનભાઈ બશીરભાઈ ઇસ્માઈલભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડ રૂ.1,800/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ000/- મળી કુલ રૂ.6,800/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી સલીમ કાકા, કાદરભાઈ ગોલાવારા, પવાભાઈ રેતીવાળા, મામા દુકાનવાળા, કાદરભાઈ મેમણ, મુકેશકાકા, સુરાભાઈ, આસીફભાઈ ઉર્ફે ઈંડો, હિતેષભાઈ સતવારા, અકબર સુમરા, ઈબ્રાહીમ ઉર્ફે ઈબલો કાસમભાઈ ખફી, રે. જામનગરવાળા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરના રાફુદળમાં ભાઇએ બહેનને મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની “ના” પાડતા કિશોરીએ ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું: સતવારા સમાજમાં અરેરાટી

0

રાફુદળમાં કિશોરીએ ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

નાના એવા ગામમાં બનાવ બનતા અરેરાટી સતવારા સમાજમાં શોક.

ભાઈએ બહેનને મોબાઇલ પર વાતચીત કે મેસેજ નહીં કરવાનું કહેતા માઠું લાગી જતા બહેને કર્યો આપઘાત

જામનગર: લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે મેઈન બજારમાં રહેતા જેન્તીલાલ મનજીભાઈ સોનગરા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રીઘ્ધીબેન જેન્તીલાલ સોનગરા, ઉ.વ.16, તેના મોબાઈલ ફોન પર કોલ તથા મેસેજ થી વાતચીત કરતી હોય જેની જાણ તેના ભાઈ હિરેનને થઈ જતા તેણે આ બાબતની વાત તેના કાકા હિતેશને કરેલ હોય તેમજ અગાઉ પણ રીઘ્ધી ને મેસેજ તથા કોલ આવતા હોય જેની તેમને ખબર પડી ગયેલ હોય જેના કારણે રિઘ્ધીએ પોતાના ઘરે કોઈ ન હોય તે વખતે મકાનમાં રૂમની છત હુકમાં સાડીનો છેડો બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે. હાલ તો આ બનાવે નાના એવા ગામમાં સારી એવી ચર્ચા જગાડી છે

પેરોલ ઉપર છુટેલા શખસે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો: ગેરેજમાં કામે રાખવા બાબત થયો ડખો

0

ભાણવડમાં પેરોલ ઉપર છુટેલા શખસે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો

ભાણવડ: ભાણવડના ઘાંચી શેરી ખાતે રહેતા અને ગેરેજનો ધંધો કરતા અબરારભાઈ નજીરહુશેન સોરઠીયા નામના 27 વર્ષના મુસ્લિમ યુવાન પાસે જેલની સજામાંથી પેરોલ રજા ઉપર આવેલા દિલાવર ઉર્ફે દીલ્યો સુલતાનખાન પઠાણ નામના શખ્સએ આવી અને ગેરેજમાં કામે રહેવા માટે કહેતા અબરારભાઈએ ના કહી હતી.

જેથી આરોપી દિલાવર ઉર્ફે દીલ્યોએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી અને “જો તું મને કામે નહીં રાખે તો જાનથી મારી નાખીશ”- તેવી ધમકી આપી, અને પોતાની પાસે રહેલી છરી વડે અબરારભાઈ સોરઠીયા ઉપર હુમલો કરી અને હાથમાં છરી ઝીંકી દેતા તેમને લોહીલુહાણ હાલતમાં આઠેક ટકા આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.