Monday, October 12, 2026
Home Blog Page 347

ભાગીને જામનગર આવેલા પ્રેમીએ પ્રેમિકાના વિયોગમાં કરી આત્મહત્યા

0

જામનગરના લાવડીયા ગામમાં પ્રેમિકાના વિયોગમાં પરપ્રાંતિય યુવાનની આત્મહત્યા

જામનગરના લાવડીયા ગામના  દેવત સિહ જાડેજાની વાડીએ ખેત મજૂરી માટે આવીને રહેતા પરપ્રાંતીય યુવક ને પોતાના વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયા બાદ બંને જામનગર આવીને રહેતા હતા તે પછી યુવતીના પરીવાર સાથે સમાધાન થઈ જતા યુવતી આંટો મારવા ગયા પછી પરત નહી ફરતાં યુવકે ઝેરી દવા પીને જીંદગીના અંત આણ્યો છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર ના ફલીયા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના લાવડીયા ગામ માં એક ખેડૂતની વાડીમાં રહીને પોતાના ભાઈ સાથે ખેતીકામ ની મજૂરી કરતા ચામસિંઘ કાંદુભાઈ વાસકલા નામના 30 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નજબૂભાઈ કાંદુભાઈ વાસકળાએ પોલીસને જાણ ણકરતા પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી પરેશ ખાણધરે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે આ બનાવ અંગે વધુ પૂછપરછ હાથ ધરી હતી.

જે પૂછપરછમાં મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે તેના નાનો ભાઈ ચામસિંગ કે જેણે આજથી એક મહિના પહેલા પોતાના જ વતનમાં રહેતી ભુરીબેન સાથે પ્રેમ સંબંધ થયો હોવાથી તેણીના મા બાપના ઘરેથી ભગાડીને જામનગર લઈ આવ્યો હતો, અને લાવડિયા ગામ માં રહેતો હતો.

ત્યાર પછી જ્ઞાતિના રિવાજ મુજબ તેણીના માતા-પિતા સાથે સમાધાન પણ કરી લીધું હતું. તેમ છતાં આજથી 10 દિવસ પહેલા તેની પ્રેમિકા ભુરીબેન જામનગર થી પોતાના વતન તરફ ભાગી ગઈ હતી, અને પરત આવવા માંગતી ન હતી.

જેથી પ્રેમભગ્ન યુવાને ઝેરી દવા પી લઇ પોતાનો જીવ આપી દીધો છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવશે

0

કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવશે

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાતની રૂપાણી સરકારે કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના પરિવાજનો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આ પરિવારને મોટી રાહત થશે. મૃતકના પરિજનને સહાય ચૂકવવાની મજૂરી હવે ઝડપીથી મળશે.

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીના મૃત્યુ બાદની સહાયની મંજૂરી આપવાની સત્તા જે તે વિભાગના વડા ને સોંપવામાં આવી. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણાં વિભાગ પાસે હતી, જેના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો.

કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવા માટે સરકારે નિર્ણય કરેલ છે.

જામનગરના સસ્પેન્ડેડ પોલીસકર્મીની દારૂની હેરા-ફેરી સબબ ધરપકડ

0

જામનગરના સસ્પેન્ડેડ પોલીસકર્મીની દારૂની હેરા-ફેરી સબબ ધરપકડ

બગવાડા હાઈવે પર એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી સ્વીફ્ટ ડિઝાયર કાર નં. જીજે-10 બીજી-9108 આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, ચાલકે કાર પુરઝડપે હંકારી મુકી હતી. પોલીસે પીછો કરતા ચાલકે પાતળિયા જવાના માર્ગ પર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાંથી ચાલક ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો.

કારમાં તપાસ કરતા અંદરથી 1,96, 800 રૂપિયાનો દારૂ મળ્યો હતો. પોલીસે 5 લાખની કાર સાથે કબ્જે લઈ ચાલક દિગ્વિજયસિંહ બચુભા જાડેજા રહે. ગોકુલધામ સોસાયટી કાલાવડ, જામનગરની ધરપકડ કરી હતી. તપાસમાં આ ખેપીયો 10 વર્ષ પહેલાં જામનગર પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બરતરફ થયો હતો. આ પહેલા પણ તે નવસારી પોલીસના હાથે પણ દારૂની ખેપ મારતા ઝડપાયો હતો.

નવસારીના કેસમાં ત્યારે સબ જેલમાં તેની દમણના દીલિપ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. આ જેલમાં થયેલી મિત્રતાને લઈ તેને ફોન કરી તે દમણ દિલીપ પાસેથી દારૂ લઇ આવ્યો હતો અને તેના જામનગર છૂટક વેચાણ સારું લઈ જવાનો હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. આરોપી સસ્પેન્ડેડ પોલીસમેન જામનગરમાં પણ દારૂના કેસમાં પકડાયો છે.

છેતરપીંડીનો નવો નૂશ્ખો: ટ્રકમાંથી અડધા કોલસા કાઢી ભેળસેળ કરનાર 3 સામે ફરિયાદ

0

છેતરપીંડીનો નવો નૂશ્ખો: ટ્રકમાંથી અડધા કોલસા કાઢી ભેળસેળ કરનાર 3 સામે ફરિયાદ

ખંભાળિયા : ખંભાળિયા- જામનગર માર્ગ પર આવેલી નયારા કંપનીના કોલસા વિભાગમાંથી ગત એપ્રિલ માસમાં એક આસામીની માલિકીના ટ્રકમાં કોલસો ભરીને રવાના કરવામાં આવ્યો હતો.
આ કોલસો ભરેલો ટ્રક નિયત સ્થળે પહોંચતા આ કોલસાના જથ્થામાં ભેળસેળ થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

આથી જામનગર તાલુકાના સિક્કા ખાતે રહેતા વિમલભાઈ દલસુખભાઈ ભાલારા નામના 35 વર્ષના યુવાને આ પ્રકરણમાં નાની ખાવડી ખાતે રહેતા જયરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ખાતે રહેતા સાગર ગોસ્વામી તથા એક અજાણ્યા શખ્સ સામે અહીંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિમલભાઈ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું ઘડી, બંને ટ્રકોના અડધા જેટલા કોલસાના જથ્થાને કાઢી લઈ, તેમાં માટી જેવો મિક્સિંગ કોલસો ભેળવી દીધો હતો. આથી ઉપરોક્ત આસામીને રૂપિયા 7,51,567 ની કિંમતના કોલસાના જથ્થાની નુકશાની તેમજ સામેની કંપની દ્વારા આ અંગેની પેનલ્ટી સહિત રૂપિયા બાર લાખની નુકશાની થવા પામી હતી.

આમ, કુલ ત્રણ શખ્સો દ્વારા રૂ. બાર લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ અહીંના પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 407, 420 તથા 120 (બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ પ્રકરણની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ ચલાવી રહ્યા છે.

જામનગરમાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ : સારવારમાં મોત

0

જામનગરમાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ, સારવારમાં મોત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગરમાં એસ.વી.ઇ.ટી. કોલેજ પાછળ રામનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી ધારાબેન સુરેશભાઈ રોરીયા નામની 15 વર્ષની વિદ્યાર્થિનીએ 31મી ઓગસ્ટના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે તેના પિતા સુરેશભાઈ દોડી આવ્યા હતા, અને ધારાબેનને પંખા માંથી નીચે ઉતાર લઇ ખાનગી વાહન મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દીધી હતી.

જ્યાં તેણી બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ હતી. પરંતુ ત્રણ દિવસની સારવાર પછી તેણીનો ગઇકાલે મોડી સાંજે મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે ધારા બેન ના પિતા સુરેશભાઈ રણછોડભાઈ રોરીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયો હતો, અને ધારાબેન ના પિતા સુરેશભાઈનું નિવેદન નોંધ્યું છે.

જોકે ધારાબેન ભાનમાં આવી ન હોવાથી તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યા નું પગલું ભર્યું છે, તે જાણી શકાયું નથી.

હાપામાં ભૂમાફીયાઓના ત્રાસથી ગરબી સંચાલકની આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા લોકમાં ઉગ્ર રોષ : રેલી સ્વરૂપે આવેદન

0

હાપામાં ભૂમાફીયાઓના ત્રાસથી ગરબી સંચાલકની આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા, લોકમાં ઉગ્ર રોષ

લોકોએ રેલી યોજી જિલ્લા કલેકટર તેમજ પોલીસવડાને તાત્કાલિક કડક પગલા આવેદનપત્ર પાઠવ્યું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર તાલુકાના હાપા ગામમાં ભારે ચકચાર જગાવનારા બનાવની વિગત એવી છે કે હાપામાં 33 વર્ષથી જય શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નામથી ગરમી મંડળનું સંચાલન કરતાં હરિભાઈ વાલાભાઈ છેયા એ ગત 21મી તારીખે ગરબીના ચોકના મામલે ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

ત્યાર પછી તેણે હોસ્પિટલ માં પોતાના નિવેદનમાં એવું જાહેર કર્યું હતું કે, ગરબી ની જગ્યા કે જે સરકારી કોમન પ્લોટ ની જગ્યા છે. જેમાં હાપાનાજ ચાર માથાભારે શખ્સ ગેરકાયદે પેશકદમી કરી દબાણ કરી રહ્યા છે.

જે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી અને માથાભારે શખ્સો પોતાને ધમકી આપી રહ્યા હોવાથી ગરબી ની બાળાઓ માટે થઈને પોતે જીવ આપી રહ્યા છે. તેમ જણાવ્યુ હતું.

ત્યાર પછી તેઓનું મૃત્યુ નીપજયું હતું.
સમગ્ર મામલો પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. અને આખા ગામના જ માથાભારે શખ્સો ભનાભાઈ રાણાભાઈ, વનરાજભાઈ લોખીલ, વગેરે ચાર શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

જે બનાવ ને એક સપ્તાહ જેટલો સમય વિતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતાં આખરે સમગ્ર હાપા ગામ માં અને ગરબી મંડળ સાથે જોડાયેલી બાળાઓ અને તેમના પરીવારજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. અને મૃતકના પુત્ર ની આગેવાનીમાં હાપા ના ગ્રામજનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ જઈ વિસ્તૃત આવેદન પત્ર આપ્યું હતું.

ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર આપી ચારેય ભૂ- માફિયાઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવા તેમ જ ગરબી ની જગ્યા ખુલ્લી કરાવી આપવા માંગણી કરવામાં આવી છે.

જામનગર જીલ્લામાં ધાડ પાડતી ગેંગના કાયદાથી સંધષિત કિશોર સહિત પાંચ સભ્યોને ગુનાને અંજામ આપે તે પહેલા ઝડપી લેતી LCB

0

જામનગર જીલ્લામાં ધાડ પાડતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી લેતી એલ.સી.બી.: ચાર ધાડની કબૂલાત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ. આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ તથા બી.એમ.દેવમુરારી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ,ના પો.સબ ઇન્સ. એ.એસ.ગરચર,નાઓ તથા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોર્ડના માણસો સાથે જામનગર શહેર/ ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સંજયસિંહ વાળા તથા વનરાજભાઇ મકવાણા તથા ધાનાભાઇ મોરી નાઓને ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે, જામનગર તાલુકાના મોખાણા ગામની નજીક નદીના બેઠા પુલ પાસે ચોરીઓ કરતી ગેંગના માણસો ચોરી- લુંટ/ધાડ કરવાના ઇરાદાથી લોખંડના પાઇપ, છરી, લાકડીઓ જેવા જીવલેણ ધાતક હથીયારો સાથે બે બાઇક લઇને રોડની સાઇડમાં ઉભા રહી ધાડ પાડવાની તૈયારી કરી રહેલ છે તેવી હકિકત આધારે અલગ અલગ ટીમો બનાવી મોખાણ ગામે રેઇડ કરતા ચાર ઇસમો તેમજ એક કાયદાથી સંધર્ષિત કિશોરના કબ્જામાથી બે મોટર સાયકલ, મોબાઇલ ફોન રોકડ, વિગેરે મળી કુલ રૂ.10,4590/ ના મુદામાલ તથા ધાતક હથિયાર છરી, પાઇપ,કુહાડી, લાકડી સાથે પકડી પાડી, મજફુર વિરૂઘ્ધ પો.સબ ઇન્સ.

શ્રી.એ.એસ.ગરચર ફરીયાદ આધારે પો.સ.ઇ શ્રી આર.બી.ગોજીયાએ તમામ વિરૂઘ્ધ લુંટ ધાડ પાડવીની પેરવી કરે તે પહેલા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે,

આરોપીઓ:-
(1) સંતોષભાઇ ગુમાનભાઇ બઘેલ ગરબડી તા. ફુકશી થાના બડા જિ. ધાર (મ.પ્ર)
(ર) દિનેશભાઇ રડુભાઇ ડાવર રહેવાસી બડકછ સેડક ફળીયા તા.કુકશી જિ. ધાર (મ.પ્ર)
(3) અનિલભાઇ કરમશીભાઇ ભુરીયા રહે. ઉનલીગામ ભીલાડ ફળીયા તા.ફુકશી જિ. ધાર (મ.પ્ર)
(4) રવિભાઇ જવેરચંદભાઇ માવડા રહે. કાકરકુવા માવડા ફલીયુ તા.કુકશી જિ. ધાર (મ.પ્ર)
(5) એક કાયદાથી સંધર્ષિત કિશોર:-

મજકુર પાચેયની પુછપરછ કરતા નીચે મુજબની લુંટ/ ચોરીઓ કરેલની કબુલાત કરેલ છે.

(1) ગઇ તા.9/7/2021 ના રોજ કાલાવડ હેલીપેડ કોલોનીમાં પાસે રહેતા ફરીયાદીશ્રી અજભાઇ ઠાકરીયાભાઇ કનીયા ની હિરો હોન્ડા ડીલકસ મો.સા નંબર- આર.જે-3 જેએસ-8170 કિ.રૂ.40,000/ ની ચોરી અંગે કાલાવડ ટાઉન પો.સ્ટે. ગુરનં-704/2021 ઇપીકો કલમ 379 મુજબ નો ગુનો નોધાયેલ જે ગુનાની કબુલાત કરેલ છે.

(2) ગઇ તા.10/7/2021 ના રોજ ધ્રોલ તાલુકાના લતિપુર ગામે ફરીયાદીશ્રી દિપકભાઇ નાનજીભાઇ ઝાલાવડીયા ના રહેણાક મકાનમાંથી હિરો સુપર સ્પ્લેન્ડર મો.સા નંબર- જીજે-10સી.આર. 0422 કિ.રૂ. 35,000/ ની ચોરી અંગે ધ્રોલ પો.સ્ટે. ગુરનં- 588/2021 ઇપીકો કલમ 379 મુજબ ગુનો નોધાયેલ જે ગુનાની કબુલાત કરેલ છે.

(3) ગઇ તા.25/7/2021 ના રોજ જોડીયા તાલુકાના પીઠડ ગામે ફરીયાદીશ્રી હેમરાજભાઇ મોહનભાઇ મેંદપરા ના રહેણાક મકાને રાત્રી ના છ અજાણ્યા ઇસમો લાકડી, લોખંડના કોયતા, પથ્થર, સાથે આવી ફરીયાદીશ્રી ના મકાન ના દરવાજા તોડી ફરીયાદીશ્રી ને મોઢે ડુચો દઇ મો.ફોન-1 કિ.રૂ 5,000/ – ની લુંટ ચલાવેલ જે અંગે જોડીયા પો.સ્ટે. ગુરનં-440/2021 ઇપીકો કલમ 395,450,427 તથા જી.પી.એકટ કલમ 135 (1) મુજબનો ગુનો નોધાયેલ જે ગુનાની કબુલાત કરેલ છે

(4) આજથી દશેક દિવસ પહેલા મોરબી જીલ્લાના આમરણ થી ખાનપરગામ જતા રોડ ઉપર સમયે મોટર ચાલકને . રોકી,મોટરસાયકલ,મોબાઇલ ફોન,રેઇન કોટની લુંટ ચલાવેલ ની કબુલાત કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા. શ્રી કે.કે.ગોહીલ, શ્રી બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા. ફીરોજભાઇ દલ, સંજયસિંહ વાળા, વનરાજભાઇ મકવાણા, રઘ્યુભા પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા. ધાનાભાઇ મોરી.નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા. ભરતભાઇ પટેલ. હીરેનભાઇ વરણવા, હરપાલસિંહ સોઢા. નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા. બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડ, ના પો.સબ ઇન્સ. શ્રી.એ.એસ.ગરચર નાઓ તથા સ્ટાફ ગજેન્દ્રસિહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ, લગધીરસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસ્વામી વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

રાજય સરકારની ઉજવણીના તાયફાના વિરોધમાં જામનગર શહેર -જિલ્લા કોંગ્રેસનો વિરોધ યથાવત્

0

રાજય સરકારની ઉજવણીના તાયફાના વિરોધમાં જામનગર શહેર -જિલ્લા કોંગ્રેસનો વિરોધ યથાવત્

સતત બીજા દિવસે સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકરો રસ્તા પર ઉતર્યા

શિક્ષણના ખાનગીકરણના મુદે અને ફી ઘટાડાના મુદ્દે સરકાર પ્રજાને લોલીપોપ આપતી હોવાના આક્ષેપ

જામનગર: ગુજરાત રાજ્યમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની આજે જામનગર ધનવન્તરી મંદિરના હોલમાં ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેનાથી થોડે દૂર ડીકેવી સર્કલ પાસે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને શિક્ષણ જગતના ખાનીકરણના મુદ્દે અને ફીના મામલે પ્રજાને સરકાર લોલીપોપ આપતી હોવાનું જણાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે લાલ બંગલા સર્કલમાં દેખાવો કરાયા હતાં.

જામનગર ધન્વન્તરી ઓડીટોરીયમમાં આજે રાજ્ય સરકાર દ્વારા સુશાનના પાંચ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તેનાથી થોડો દૂર ડીકેવી સર્કલ પાસે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂરા થલાની ઉજવણીના તાયફા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તેમજ શહેર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વગેરેની હાજરી આજે ડીકેવી સર્કલમાં લિવેકાનંદજીની પ્રતિમા નજીક કોંગી કાર્યકરો હાથમાં બેનરો પોસ્ટરો લઈને બેસી ગયા હતાં. અને રાજ્ય સરકારની ઉજવણીનો વિરોધ દર્શાવ્યો હતો.

ઉપરાંત શિક્ષણના ખાનગીકરણના મુદે અને ફી ઘટાડાના મુદ્દે સરકાર પ્રજાને લોલીપોપ આપી રહી છે. તેમ જણાવી હાથમાં લોલીપોપ સાથે કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને આરોગ્યક્ષેત્રે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, જે બાબતના બેનરો પોસ્ટરો લગાવી દાંડિયા હનુમાન મંદિર પાસે ધરણાં યોજાયા હતા.તેમજ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરી ભાજપ સરકાર દ્વારા ચાલી રહેલી ઉજવણી નો વિરોધ દર્શાવ્યો હતો.

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ વગેરે આજે સવારે દાંડિયા હનુમાન મંદિર પાસે બેનરો પોસ્ટરો સાથે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત “તાળી થાળી, પ્રગટાવો દીવા રૂપાણી સરકાર પાસે નથી કોઈ દવા”ઉપરાંત “નથી ઓક્સીજન, નથી બેડ રૂપાણીના કુશાસનની છે લહેર” તેમજ “માસ્કના દંડની કમાણી, વાપરી કરવા ઉજાણી, શરમ કરો રૂપાણી” જેવા જુદા જુદા પોસ્ટરો લગાવ્યા હતા, અને નગરજનોમાં પત્રિકાનું વિતરણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

કાલાવડના લલોઈ ગામમાં વાડી ફરતે ફેન્સીંગમાં જીવતો વીજ શોક રાખતા ઘોડીનું મોત: વાડી માલીક સામે ફરીયાદ

0

કાલાવડના લલોઈ ગામમાં વીજ શોકની ઘોડીનું મોત

પોતાની ઘોડીનો મૃત્યુ બદલ મનસુખભાઈ વશરામભાઈ સાકરીયા ને જવાબદાર ઠેરવી તેમની સામે ફરિયાદ નોંધાવતાં રવજીભાઈ ઝાપડા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રવજીભાઈ બચુભાઈ ઝાપડા નામના 60 વર્ષના બુઝુર્ગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની ઘોડીનો મૃત્યુ નિપજાવવા માટે લલોઇ ગામના ખેડૂત મનસુખભાઈ વશરામભાઈ સાકરીયા ને જવાબદાર ઠેરવ્યો છે અને તેની સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રવજીભાઈ ઝાપડાની ચાર વર્ષની એક ઘોડી વાડી વિસ્તારમાં ફરી રહી હતી, તે દરમિયાન મનસુખભાઈ સાકરિયાની વાડી ની ફેન્સીંગમાં જીવંત વીજતાર જોડી દેવામાં આવ્યો હોવાના કારણે ઘોડીનું શોર્ટ લાગવાથી સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.

જે ઘોડી ના મૃત્યુના મામલે વાડી માલિકને જવાબદાર ગણીને તેની સામે ફરિયાદ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે.

જામજોધપુર પાસે ભગવાનના ધામમાં ચોરી કરનાર બે શખસ સીસીટીવીમાં દેખાયા

0

જામજોધપુર પાસે આવેલા કોટડા બાવિસી મંદિરમાં ચોરી : બે શખસ સીસીટીવીમાં દેખાયા

ચાંદીનું છત્તર ,ઘોડિયું,મુકુટ અને દાનપેટીની રોકડ રકમ સહીત 1,21 લાખની મતાની ચોરી

જામજોધપુર: જામજોધપુરના પ્રખ્યાત કોટડાબાવીસીમાના મંદિરે તસ્કરો ત્રાટકયા હતાં. બે અજાણ્યાં શખ્શોએ મંદિરમાં પ્રવેશ કરી મદિરમાંથી ચાંદીના છતર નંગ – 3 આશરે 2.250 કિં.ગ્રા.કિંમત રૂ.90,000 ,ચાંદીનું ઘોડિયું 0.250 કિ.ગ્રા. કિંમત રૂ.10,000 તેમજ ચાંદીનો મુકુટ વજન આશરે 0.500 કિ.ગ્રા. કિંમત રૂ.20,000 તથા દાનપેટીની રોકડ રકમ રૂ.1000 તેમજ એક ધાતુનો હાર મળી કુલ 1,21 ,000 ના મુ્દામાલની ચોરી કરી લઈ ગયેલ છે . આ ચોરી કરતા બને શખ્શો સીસીટીવીમાં કેદ થયાં હતાં.મદિરના મહંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બંને ઈસમોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

error: Copying and use of the content of the website is considered as illegal activity.