Monday, October 12, 2026
Home Blog Page 346

જગત મંદિર દ્વારકા પરિસરમાં રેલ્વે બુકીંગ કાઉન્ટર બંધ થયેલ તે સુવિધા પુન: શરૂ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

જગત મંદિર દ્વારકા પરિસરમાં રેલ્વે બુકીંગ કાઉન્ટર બંધ થયેલ તે સુવિધા પુન: શરૂ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર: દ્વારકા જગત મંદિર પરિસરમાં રેલ્વે રીઝર્વેશન કાઉન્ટર બંધ હોવાની વિગતો હાલમાં નવી દિલ્હી ખાતે ચોમાસુ લોકસભા સત્રમાં વ્યસ્ત સાંસદશ્રી પૂનમબેન માડમ સમક્ષ રજુ થતા તુરંત જ સાંસદશ્રી પૂનમબેન એ ડી.આર.એમ.-વેર્સ્ટન રેલ્વે-રાજકોટને રેલ્વેની બંધ રહેલી આ બુકીંગ બારી તાત્કાલીક શરૂ કરવા સુચના આપતા ડી.આર.એમ., રાજકોટના જણાવ્યા મુજબ બી.એસ.એન.એલ. કનેકટીવીટીના પ્રશ્ર્નના કારણે બારી બંધ હોવાની વિગતો જણાવતા સાંસદએ ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી, બી.એસ.એન.એલ.ને જે કોઈ ટેકનીકલ ફોલ્ટ હોય તે સત્વરે દુર કરાવવા સુચના આપતા રેલ્વે અને બી.એસ.એન.એલ. બન્ને વિભાગો દ્વારા સંયુકત રીતે કામગીરી હાથ ધરી અને ફોલ્ટ દુર કરતા જગત મંદિર દ્વારકાના પરિસરની રેલ્વે રીઝર્વેશન કાઉન્ટર આવતી કાલ તા.07/08/2021 થી પુન: કાર્યરત થશે. સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી આવતીકાલથી શરૂ થનાર રીઝર્વેશન બારીના લીધે યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.

જામનગરમાં સુમેર ક્લબ નજીક નવતર મોડેસ ઓપરેન્ડીથી સેલ્સમેનને લુંટી લેતી ત્રિપુટી: આરોપીઓ ફરાર

0

જામનગરમાં નવતર મોડેસ ઓપરેન્ડીથી સેલ્સમેનને લુંટી લેતી ત્રિપુટી

ત્રણ શખસોએ ધાક-ધમકીથી રૂા. બે હજારની લુટ ચલાવી ફરાર : પોલીસ તપાસ શરૂ

જામનગર: મૂળ ધ્રોલ તાલુકાના હમાપર ગામનો વતની નવઘણ ભુપતભાઈ સોલંકી નામનો 27 વર્ષનો દેવીપૂજક યુવાને કે જે જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં કિચન વેર ના માલ સામાનનું વેચાણ કરી રહ્યો છે, અને સેલ્સમેન તરીકે કામ કરે છે. જે ગત.24 જુલાઈ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વુલન મિલ પાસેથી પોતાનો સમાન વેંચી ને બાઇક પર એસટી રોડ તરફ જવા માટે નીકળ્યો હતો.

દરમિયાન સુમેર કલબ નજીક ત્રણ અજાણ્યા બાઇક પર આવેલા શખ્સોએ તેને આંતરી લીધો હતો, અને મારકૂટ કરી તેના ખિસ્સામાંથી રૂપિયા 2,000 ની લૂંટ ચલાવી હતી, અને ત્રણેય લૂંટારુઓ ભાગી છૂટયા હતા.

જે બનાવ અંગે સીટી એ ડીવીઝન માં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લૂંટારૂ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને એલસીબીની ટીમ તેમજ સીટી એ ડીવીઝન પોલીસ વગેરેએ જુદાજુદા વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં ત્રણેય શખ્સો વુલનમિલથી બાઈકમાં પીછો કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી છૂટયા હતા.

જે ત્રણેયને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે અને જામનગરના રાંદલનગર વિસ્તારમાં ત્રણેય વસવાટ કરતા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે, અને તે દિશામાં પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

જામનગરના જીતુ લાલનું ફેસબુક એકાઉન્ટ હેક : પાકિસ્તાનના ઝંડા ફરકાવ્યા: સાયબર માં ફરીયાદ

0

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતુ લાલનું ફેસબુક એકાઉન્ટ હેક

એકાઉન્ટ હેક કર્યા બાદ તેમા પાકિસ્તાનના ઝંડા ફરકાવતા ચકચાર

સાથો સાથ પાકિસ્તાનની તરફેણમાં લખાણો મુકતા ખળભળાટ

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતુ લાલ એ પોતાનું ફેસબુક એકાઉન્ટ એક થયું હોવાની ફરિયાદ સાયબર  પોલીસ સ્ટેશનમાં કરતાં ભારે ચકચાર મચી છે

ઉદ્યોગપતિ જીતુ લાલ ના ફેસબુક એકાઉન્ટ પર અનેક મિત્રો છે આ ફેસબુક એકાઉન્ટ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા શખ્શે હેક કરી તેમાં પાકિસ્તાની ઝંડો દર્શાવ્યો હતો આ અંગે તેમણે તપાસ કરતાં ખબર પડી કે તેમનું એકાઉન્ટ હે થઈ ગયું છે અને કોઈ અજાણ્યો શખ્સ તેમના એકાઉન્ટ પર પોસ્ટિંગ કરી રહ્યો છે.

જીતુ લાલને પોતાના મિત્ર વર્તુળમાંથી ખબર પડતાં તેઓ ચોંકી ઊઠયા હતા તેમણે ગુરુવારની રાત્રે સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી પોલીસે જીતુ લાલની ફરિયાદ નોંધીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે

સાયબર પોલીસ હવે આ મામલે facebook નો સંપર્ક કરી વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે

ફેસબુક એકાઉન્ટ હેક થવાની આ ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ બનાવની વધુ તપાસ ઇન્સ્ટ્રક્ટર એલ ગાંધે તથા સ્ટાફ ચલાવી રહ્યા છે

જમીન પ્રકરણમાં વૃઘ્ધને વાંસાના ભાગે લાકડાના ધોકા વડે સબોળી નાખતા થઈ ફરીયાદ

0

જામજોધપુર પંથકના ઝીણાવાડીમાં જમીન પ્રકરણમાં વૃઘ્ધ પર હિચકારો હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ વેજાભાઈ સોલંકી, ઉ.વ.પપ, રે. ઝીણાવારી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝીણાવારી ગામે ફરીયાદી પરબતભાઈની જમીન આવેલ હોય જે જમીન બાબતે રમેશ જેશાભાઈ સોલંકી એ ફરીયાદી પરબતભાઈ સાથે અવાર-નવાર બાલચાલી કરતા હોય તેમજ ફરીયાદી પરબતભાઈની વાડી પાસે આરોપી રમેશ જેશાભાઈ સોલંકી, હરેશ ઉર્ફે હરૂ જેશાભાઈ સોલંકી ફરીયાદી પરબતભાઈ પાસે આવી આરોપી રમેશભાઈ તથા જાંજીબેન જેશાભાઈ સોલંકી એ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપી હરેશ એ લાકડાના ધોકા વડે ડાબા પગના કંડામાં મુંઢ ઈજા કરી આરોપી ગુગડીયો રમેશભાઈ સોલંકી એ કુહાડીનો હાથાનો એક ઘા ફરીયાદી પરબતભાઈના કપાળના ભાગે મારી લોહીની ફુટની ઈજા કરી પકડી રખી આરોપી રમેશભાઈ તથા હરેશ ઉર્ફે હરૂ એ લાકડાના ધોકા વડે શરીરે વાસાના ભાગે સામાન્ય મુંઢ ઈજા કરી આરોપી રમેશભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જામનગર જી.જી. હોસ્પિટલના 500 થી વધુ જુનીયર તબીબો હડતાલ પર: સીનીયરોએ સંભાળી કમાન

0

જામનગર જી.જી. હોસ્પિટલના 500 થી વધુ જુનીયર તબીબો માં પગાર સહિતના મુદ્દેની હડતાલની બીજો દિવસ

હોસ્પિટલના સીનીયર ડોકટરોએ સંભાળી ઓપીડી અને ઇમરજન્સી સેવા

જામનગર: જી.જી. હોસ્પિટલમાં જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા છે. બોન્ડ, બદલી, 7માં પગાર પંચ સહિતની 4 માંગણીને લઈ તબીબોે વિરોધ કરી રહ્યા છે. નિમણૂક સમયે 10 લાખના બોન્ડ અને સીવિલમાં ડ્યુટી કરવાની શરત હતી. જે શરતો નો પણ ભંગ કરાયાનું આક્ષેપ લગાવાઇ રહ્યો છે. જ્યા સુધી સરકાર પોતાના નિર્ણય નહીં બદલે ત્યાં સુધી હડતાળ રહેશે.

આ તકે સારવાર અર્થે હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓને કોઇ મૂશ્કેલી ન પડે તે માટે તબીબો ડો. પરમાર, ડો.તન્ના સહિતના હોસ્પિટલના સીનીયર ડોકટર્સોએ ઓપીડીની કમાન પોતાના હાથમાં લઇ દર્દીઓને તપાસ અને સારવાર કરી હતી.

જામનગરમાં યુવાન પર અપહરણ અને ખંડણીની ખોટી ફરીયાદ આક્ષેપો સાથે શહેર Dysp ને રજુઆત

0

પૈસા “ન”  દેવા પડે એટલે કરી ફરીયાદ.!

જામનગરમાં યુવાન પર અપહરણ અને ખંડણીની ખોટી ફરીયાદ આક્ષેપો સાથે શહેર Dysp ને મહાકાલ સેનાના નેતૃત્વમાં રજુઆત

સીટી બીના PI, અને PSI સામે તપાસ કરી ગુનો નોંધવાની માંગણી કરી

ધર્મ ગોરીયા અને હાર્દિકસિંહ ચુડાસમાં સ્વેચ્છિક ગાડીમાં સાથે ગયા અને તમામ વાતચીત મોબાઇલમાં થઈ કેદ.!જામનગર શહેરના મેહુલ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિકસિહ જગદીશસિહ ચુડાસમાં ઉ વર્ષ -૨૨ નામના યુવાને આજે બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ સાથે આવેદન આપવા પહોંચ્યા હતા જેમા તેમણે મિત્ર ઘર્મ રામભાઈ ગોરીયાને નિત્રતાના દાવે પ.૧૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા શરૂશેકશન રોડ પર ધર્મ ગોરીયા મળી જતા તેની પાસે પૈસાની ઉધરાણી કરી હતી જેથી તે પીધેલી હાતમાં હોવાથી તેમની કારમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં બેઠા હતા જ્યાં મિત્ર ધર્મ રામભાઈ કોરિયાએ પૈસા ચૂકવવા માટે નોં વાયદો કર્યો હતો

જે બાદ ગત તારીખ ૧૮ – ૭-૨૦૨૧ ના રોજ ધર્મ ગોરીયાએ પૈસા ન ચૂકવવા પડે તે માટે અપહરણ, ખંડળી ધમકી સહીતની કલમ હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ કર્યા હતા

સીટી-B ના પોલીસકર્મીએ તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જ્યા PI ભોયે અને PSI એસ.વી સામાણી હતા અને તેમની સામે ખોટી ફરીયાદ થઈ હોવાનું રેકોર્ડિંગ સાંભળવા જણાવ્યું હતું તેમ છતા તેમની સામે ખોટી ફરીયાદ નોંધવાનોં આક્ષેપ કરીને ફરીયાદી એ PI અને PSI સામે તપાસ કરી ગુનો નોંધવાની માંગણી કરી હતી.

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર : NCBનું સૌથી મોટું ઓપરેશન : 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની 85 લાખ સાથે ઘરપકડ

0

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર : NCBનું સૌથી મોટું ઓપરેશન

વલસાડ જિલ્લાના ડુંગરી ગામે 4.5 કિલો એમ.ડી ડ્રગ્સ અને 85 લાખ રોકડ સાથે ફેક્ટરી ઝડપાઈ

એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ NCBની ટીમ દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી

ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધ મોટું સૌથી ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

પાન મસાલાના બાકી પૈસાની ઉધરાણી કરતા પીતા પુત્રને ઢીંબી નાખ્યા: પાન ખાઈને પૈસા નહી

0

જામનગરમાં મસાલાના બાકી પૈસાની ઉઘરાણી કરતા પાનની દુકાને મારામારી : પિતા-પુત્ર પર હુમલો

જામનગર: જામનગર જીલ્લાના પંચ એ પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ મુળજીભાઈ વિજુંડા, ઉ.વ.39, રે. હડમતીયા ગામ, શંકરના મંદિરની બાજુમાં વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.3-8-2021ના મતવા ગામ બસ સ્ટેશન હડમતીયા ગામ જતા રસ્તે ફરીયાદી વિનોદભાઈની સોનલકૃપા પાન સેન્ટર નામની દુકાને ફરીયાદી વિનોદભાઈના દિકરા ગૌતમભાઈ બેઠેલ હોય જેની પાસે આરોપી હિતેષ, કેશુભાઈ વાળા એ મસાલો લઈ પૈસા નહીં આપતા ગૌતમએ ફરીયાદી વિનોદભાઈને બોલાવતા ફરીયાદી વિનોદભાઈએ આવી આરોપી હિતેષ તથા કેશુભાઈ વાળા પાસે અગાઉના બાકી પૈસા માંગતા આરોપી હિતેષભાઈ, કેશુભાઈવાળા ઉશ્કેરાઈ જઈ તેને જેમ ફાવે તેમ ભુંડીગાળો બોલી તેમજ તેના ભાઈઓ સાગર અને રાહુલ તથા તેના બાપુજી કેશુભાઈને ફોન કરી બોલાવી લાઠી વડે મારામારી કરી ફરીયાદી વિનોદભાઈને બંન્ને હાથમાં મુંઢ ઈજાઓ કરી તથા સાહેદ ગૌતમને ડાબા હાથની ટચલી આંગળીમાં ફેકચર જેવી ઈજા કરી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી વિનોદભાઈની દુકાનમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત: DE0ની હંગામી મંજુરીથી ધોરણ-૧૧ ના વર્ગ ચાલું કરી શકાશે.

0

શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત: ડીઈઓની હંગામી મંજૂરી મેળવીને શાળા સંચાલક કામચલાઉ ધોરણે 11માં ધોરણના વર્ગ શરૂ કરી શકશે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે, કેસ પણ ખુબ જ ઘટી ગયા છે અને રોજિંદી રીતે 30 ની આસપાસ કેસ આવે છે.

તેવામાં શાળાઓ પણ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી રહી છે. ઓનલાઇન શિક્ષણના બદલે ઓફલાઇન શિક્ષણ તરફ ફરી એકવાર શાળાઓ જઇ રહી છે. ત્યારે હવે ધોરણ 11ના વર્ગ શરૂ કરવા સંદર્ભે પણ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

જે અનુસાર ડીઈઓની હંગામી મંજૂરી મેળવીને શાળા સંચાલક કામચલાઉ ધોરણે 11માં ધોરણના વર્ગ શરૂ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પરીક્ષા શક્ય નહી હોવાનાં કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે અંદાજે 8.57 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. તેવામાં ધોરણ 11 ના વર્ગ વધારવા પડે એવી સ્થિતિ પેદા થઈ છે.

બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તદ્દન કામચલાઉ ધોરણે વર્ષ 2021 – 22 માટે ધોરણ 11 ના પ્રથમ વર્ગ અને વર્ગ વધારા માટે તથા વર્ષ 2022 – 23 માટે ધોરણ 12 માં વર્ગ વધારાની મંજૂરી ડીઈઓ કક્ષાએથી હંગામી ધોરણે લેવાની રહેશે. ધોરણ 11 ના વર્ગ માટે 75 બાળકોને પ્રવેશ આપી શકાશે.

વધુ સુવિધા ઉપલબ્ધ હોય તો સંચાલક વિબેકબુદ્ધિ વાપરી વધુ બાળકોને પ્રવેશ આપી શકશે તેવી પણ છુટ આપવામાં આવી છે. અન્ય વર્ગની જરૂરિયાત ઉભી થાય તો ગ્રામ્યમાં 24 જ્યારે શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થીદીઠ વર્ગ વધારો આપી શકાશે. આ કામચલાઉ વર્ગો માટે શાળાને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં.

હંગામી અને કામચલાઉ રીતે મળેલી વર્ગ વધારાની મંજૂરી એક વર્ષ બાદ આપોઆપ રદ્દ થઈ જશે. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત થઈ તે સમયે વર્ગ વધારો આપવા અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે જુલાઈ મહિનામાં શિક્ષણ વિભાગને પત્ર લખી વર્ગ વધારો આપવા અંગે માંગ કરી હતી. આખરે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરાયેલી માંગ મુજબ રાજ્ય સરકારે કરી જાહેરાત. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 11 માં પ્રવેશ મળી રહે એ હેતુથી નિર્ણય કરાયો. જેથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી શકશે.

જી. જી. હોસ્પિટલમાં બદલીના વિરોધમાં બોન્ડેડ તબીબોની હડતાલ

0

જી. જી. હોસ્પિટલમાં બદલીના વિરોધમાં બોન્ડેડ તબીબોની હડતાલ

રાજય સરકારના આરોગ્ય વિભાગ આદેશમાં સુધારો અથવા સ્પષ્ટતાની માંગણી સાથે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ

જામનગર : જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં ફરજ બજાવતા તમામ બોન્ડેડ તબીબો દ્વારા આજે સરકાર ના નવા પરિપત્ર ને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું અને આજે મેડીકલ કોલેજના દ્વારે બોન્ડેડ તમામ તબીબો સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને ધરણા પર ઉતર્યા હતા, અને વિરોધ દર્શાવ્યો હતો.

ઉપરાંત સરકારના 31 જુલાઈના પરિપત્રમાં સુધારો થાય, અથવા તો તે અંગેની જરૂરી સ્પષ્ટતા થાય તેવી માંગણી કરવામાં આવી છે.

બોન્ડેડ તબીબો કે જેઓએ કોરોના કાળ દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં કપરી ફરજ બજાવી છે, તેના 11 મહિનાના સમયગાળા પૈકી પાંચ મહિના મજરે આપવાની વાત થઇ છે.

પરંતુ તે સમયગાળો બાદ કરવા બાબતે પરિપત્ર માં સ્પષ્ટતા નથી. તે તમામ બદલી સાથેના પરિપત્ર માં યોગ્ય સ્પષ્ટતા થાય તેવી માગણી સાથે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.