Monday, October 12, 2026
Home Blog Page 345

જામનગરના સંઘાડિયા બજારની દુકાનમાં ખાતર પાડતા તસ્કર : રૂા. 93 હજારથી વધુની ચોરી

0

જામનગરના સંઘાડિયા બજારની દુકાનમાં ખાતર પાડતા તસ્કર:રૂા. 93 હજારથી વધુની ચોરી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરમાં લીંડી બજાર વિસ્તારમાં રહેતા અને સંઘાડીયા બજાર માં સુપર ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હસનભાઈ અબ્દુલકાદર મેમણ એ પોતાની દુકાન માંથી કોઇ તસ્કરો શનિવારની રાત્રિ દરમિયાન રૂપિયા એક લાખની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી શનિવારે રાત્રે પોતાની દુકાનને તાળુ મારીને ઘેર ગયા દરમિયાન ગત મોડીરાત્રીના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમની જૂની દુકાનનું લાકડા નું બારણું ખોલી નાખી અંદર લાકડાના ટેબલના ખાના માં રાખવામાં આવેલી વેપારની રૂપિયા 7 હજારની રોકડ રકમ તેમજ દાન માટે ભેગા કરેલા રૂપિયા 93,500 વગેરેની કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા.

જે ફરિયાદના અનુસંધાને દરબાર ગઢ પોલીસ ચોકી ના સ્ટાફે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

ફેસબુક પેઈજ પૂર્ણ કાર્ય૨ત થતા કાનુન – વ્યવસ્થા-મીડીયાની જીત સૌનો આભા૨ વ્યક્ત કરતા જીતુ લાલ

0

કાનુન – વ્યવસ્થાની જીત, સૌનો આભા૨ : જીતુ લાલ

જીતેન્દ્ર લાલ (જીતુ લાલ ) ફેસબુક પેઈજ પૂર્ણ કાર્ય૨ત, હેક૨ને શિકસ્ત : પોલીસ, પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિક મિડીયા, સી.એમ઼ઓફીસ અને શુભેચ્છકોની લાગણીનો વિજય

જામનગ૨, આપ સૌ જાણો છો કે અમુક અસામાજીક અને દેશ વિ૨ોધી તત્વોએ મા૨ું ફેસબુક પેજ જીતેન્ લાલ (જીતુ લાલ) છેલ્લા ધણાં દિવસોથી હેક ર્ક્યું હતું અને મા૨ી જાણ બહા૨ મા૨ા પેજ પ૨ દેશ અને લોકોની ગ૨ીમાને ઠેસ પહોંચાડે તેવી માહિતી અને ફોટોસ શે૨ ક૨ી ૨હયાં હતાં, ત્યા૨ે આપ સૌના, પોલીસ વિભાગ, પ્રિન્ટ મિડિયા, ઈલેકટ્રોનીક મિડીયા તેમજ સી.એમ઼ઓફીસના સાથ – સહકા૨ અને ઈશ્ર્વ૨ના આર્શીવાદથી મા૨ું ફેસબુક પેજ િ૨ક્વ૨ થઈ ગયું છે.

મા૨ા ફેસબુક પેજ પ૨ અન્ય દેશના ફોટા અને ખોટી માહિતી અપલોડ ક૨વાનું દેશવિ૨ોધી દુષ્કૃત્ય હેક૨ ા૨ા આચ૨વામાં આવ્યું હતું તથા અન્ય ભા૨તના નેતાગણ વિશે પણ ખો ા સંદેશ અપલોડ ક૨વામાં આવ્યા હતાં, તેને આપ સૌ અવગણો અને આપણે સૌ સોશ્યલ મિડીયામાં ફ૨ી જોડાઈએ અને સામાજીક કાર્યોમાં એકબીજાને સાથ – સહકા૨ આપી સેવાની સ૨વાણી અવિ૨ત વહેતી ક૨ીએ એ માટે હું આપ સૌને અપીલ ક૨ુ છું.

હું ભા૨તનો નાગિ૨ક છું અને મને ગર્વ છે. મા૨ા માટે આપણો ભા૨ત દેશ અને આપણી સંસ્કૃતિ તથા લોક્સેવા જ હંમેશા સર્વોપ૨ી ૨હી છે અને હંમેશા ૨હેશે. અમુક આવા ખ૨ાબ તત્વોએ મા૨ી છબી બગાડવાના પ્રયાસો ર્ક્યા, પ૨ંતુ જીત હંમેશા સત્યની જ થાય છે.

આજે આપ સૌની મંગલકામના, સહકા૨ અને ઈશ્ર્વ૨ના આર્શીવાદથી મા૨ું હેક થયેલું ફેસબુક પેજ પાછું રિક્વ૨ થઈ ગયું, એ માટે હું પોલીસ વિભાગ, પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિક મિડીયા તેમજ સી.એમ઼ઓફીસ અને શુભેચ્છકો કે જેમણે આ પિ૨સ્થતિને સમજી તે બદલ સૌનો હદયપૂર્વક આભા૨ માનુ છું.

જામનગરના પંચવટી ગૌશાળામાં કિંમતી જમીન પચાવી પાડનાર બે વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

0

જામનગરના પંચવટી ગૌશાળામાં કિંમતી જમીન પચાવી પાડનાર બે વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

અનવરભાઇ દાઉદભાઇ સંધાર અને રોશનબેન અનવરભાઇ સંધાર સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયો ગુન્હો દાખલ

એએસપી નીતીશ પાંડેએ વધુ તપાસ હાથ ધરી

જામનગર: ગુજરાત સરકાર દ્વારા જયારથી લેન્ડ ગ્રેબીંગ કરતા અસામાજીક તત્વો વિરૂઘ્ધનો નવો કાયદો લાગુ કર્યો છે ત્યારથી સમગ્ર રાજયમાં આવા જમીનો પચાવી પાડનારાઓ સામે સખતીથી પગલાં લેવાયા છે ખાસ કરીને હાલારમાં આ કાયદો પસાર થયા બાદ અનેક ફરિયાદો દાખલ થઇ છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. દરમ્યાન જામનગરમાં બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની પોલીસ રીપોર્ટમાંથી મળતી વિગત પ્રમાણે, જામનગરના પોષ વિસ્તાર ગણાતા એવા પંચવટી ગૌશાળામાં કીમતી જમીન પર કાચી ઓરડી બનાવી તેના ઉપર કબજો જમાવીને બેઠેલા બે શખસ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગયે પ્રવિણસિંહ બનેસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધી છે કે, જામનગર શહેરના જુના રેવન્યુ સર્વે નં-1/જી/4 પ્લોટ નં-93/1 વાળી સીટી સર્વે નં-2706/1 શીટ નં-112 તથા સતા પ્રકાર સી જેના ચો.મી.181.45 વાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ અવેજ રૂા-39000/-માં જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ અનુ નં-2922 તા:-03/10/1985થી કાંતાબેન અમ્રુતલાલ મહેતા રહે, ભાણવડ વેરાડ નાકા પાસે વાળા પાસેથી રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદેલ હોય જે ખરીદેલ મિલ્કતના ખુલ્લા પ્લોટમા અનવરભાઇ દાઉદભાઇ સંધાર અને રોશનબેન અનવરભાઇ સંધાર (રહે બંન્ને જુમ્મા મસ્જીદની બાજુમા માધાપૂર ભુંગા બેડેશ્ર્વર જામનગર)એ પેશગી કરી મિલ્કત પચાવી પાડવાના ઇરાદે તેમા ફેન્સીંગ કરી અને કોઇપણ જાતની મંજુરી વગર કાચી ઓરડી બનાવીને આ કિંમતી જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લીધેલ છે.

આ કબ્જો ખાલી કરવાનું તેઓને કહેતા કબ્જો ખાલી નહી કરી અને સામે તમને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોતાનો ગેરકાયદેસર અને અનઅધિક્રુત રીતે જમીન પચાવી પાડવા નું કારસ્તાન કરતાં ઉપરોકત્ત બંને શખસ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

આ કેસની વધુ તપાસ એએસપી નીતીશ પાંડેએ વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પુનમબેનના હસ્તે રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોનુ લોકાર્પણ તથા રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત કરાયું

0

પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શહેરી જન સુખાકારી

શહેરની આંતરમાળખાકીય સુવિધાના કામો તથા શહેરી સડક યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૨.૨૦ કરોડની ફાળવણી કરાઈ

સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના તથા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોનુ લોકાર્પણ તથા રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત કરાયું

જ્ઞાતિ, જાતી કે વોટબેંકની રાજનીતિથી પર રહી રાજ્ય સરકાર માત્ર વિકાસને કેન્દ્રમાં રાખી આગળ વધી રહી છે

સરકારે માત્ર નામથી જ નહી પરંતુ પાયાની તમામ સુવિધાઓ ઉભી કરી ગુજરાતના શહેરોને ખરા અર્થમાં મહાનગરો બનાવ્યા છે

જામનગર તા.૦૮ ઓગસ્ટ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

જે કાર્યક્રમના આઠમા દિવસે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સયુંક્ત ઉપક્ર્મે શહેરી જન સુખાકારી દિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જ્ઞાતિ, જાતી કે વોટબેંકની રાજનીતિથી પર રહી રાજ્ય સરકાર માત્ર વિકાસને કેન્દ્રમાં રાખી આગળ વધી રહી છે. કોરોનાના કપરા કાળમાં પણ વિકાસની ગતી સરકારે અટકવા દિધી નથી જન-જનને જોડી સતત નવ દિવસ સુધી વિકાસ અભિયાન હાથ ધરી સરકારે દરેક જિલ્લાને એક પાયરી ઉપર ચડાવ્યા છે. માત્ર નામથી જ નહી પરંતુ પાયાની તમામ સુવિધાઓ ઉભી કરી શહેરોને ખરા અર્થમાં મહાનગરો બનાવ્યા છે. આપણા રાજ્યની અનેક યોજનાઓ આજે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. આ સરકાર વોટબેંકની રાજનીતિને નહી પરંતુ વિકાસની રાજનીતિને માનનારી છે અને તેથી જ પ્રજાએ પણ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને વરેલી સરકારને સ્વિકારી છે જ્યારે ભાગલા પાડો અને રાજ કરો માં માનનારી સરકારને જાકારો આપ્યો છે.

કાર્યક્રમમાં વર્ચુઅલ માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા અને ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સમક્ષ મુકી હતી.

કાર્યક્રમમાં શહેરી જન સુખાકારી દિન નિમિત્તે સાંસદ પુનમબેન માડમના હસ્તે મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૧-૨૨ માટે આંતરમાળખાકીય સુવિધાના કામો તથા શહેરી સડક યોજના અંતર્ગત મંજુર થયેલ રૂ.૭૫.૩૮ કરોડ પૈકી રૂ.૩૨.૨૦ કરોડના ચેકની અર્પણ વિધી કરાઈ હતી. તેમજ જામનગર મહાનગરપાલિકાના સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજનાના તથા નાણાપંચની ગ્રાન્ટ આધારીત રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોની લોકાર્પણ તકતીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત તકતીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

જામનગર SRP માં ફરજ બજાવતો એજાઝ બન્યો અનિલ પરમારઃ ખોટુ નામ ધારણ કરીને કર્યું દુષ્કર્મ.

0

જામનગર એસઆરપી માં ફરજ બજાવતો એજાઝ બન્યો અનિલ પરમાર.

હિન્દુ નામ રાખી મહિલાને ફસાવી કરતો દુષ્કર્મ લાલબત્તી સમાન કિસ્સો.

સોશિયલ મીડિયા પર ખોટી ઓળખથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પ્રેમજાળમાં ફસાવી.

એજાઝે મહિલાને કહયું તારે માતાજીનું નામ નહી લેવાનું અને બુરખો પહેરવો પડશે.

એજાઝે મહિલાને જણાવ્યું હતું કે તારા જેવી ૬ હિન્દુ છોકરીઓને ફસાવીને સંબંધ બાંધ્યો છે અને તમામ લગ્ન કરવા તૈયાર છે.

મહિલાનો ઘરસંસાર તોડી પોતે SRP માં હોવાનું જણાવ્યું અને એજાઝે સંબધની જાણ મહિલાના પતીને કરી દેતા ઘર સંસાર તૂટી ગયો હતો.

વડોદરા શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગર માં ફરજ બજાવતા SRP જવાન એજાઝ શેખે  સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો લગ્નની પ્રપોઝલ મુકતા મહિલાએ જણાવ્યું કે હું પરિણીત છું અને મારે બે બાળકો છે હું લગ્ન કરી શકીશ નહીં આપણે બંને મિત્રો બની શકીએ જેથી એજાજે કહ્યું હું તારા પતિથી છૂટાછેડા અપાવી દઈશ અને બંને બાળકોને સ્વીકાર કરીશ બાદમાં એજાઝે વારંમવાર મહિલાના ઘરે આવી દુષ્કર્મ કર્યું હતું.

તેને વડોદરાના સયાજીગંજ માં આવેલી હોટેલ તથા સુરતમાં તેના ઘરે લઇ જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એજાઝની માતા અને બહેને પણ એજાજ ને સાથ આપ્યો હતો પોલીસે એજાઝ તેની માતા તથા બહેન સામે દુષ્કર્મ અને ધમકી નો ગુનો નોંધ્યો છે

જામનગર જી.જી હોસ્પિટલના હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી હોસ્ટેલ ખાલી કરવા નોટિસ

0

જામનગરના હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી, હોસ્ટેલ ખાલી કરવા નોટિસ

તબીબો પણ લડીલેવાના મુડમાં શનિવારે કાળો દિવસ મનાવ્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: રાજયમાં હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી છે.જામનગરની મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવા સત્તાધીશોએ નોટિસ ફટકારી છે.

તેમજ હોસ્ટેલના કેટલાક વિભાગોમાં વીજળી પાણીની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.જોકે સરકારની આકરી કાર્યવાહી છતાં બોન્ડેડ તબીબો લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે અને ટસના મસ થવા તૈયાર નથી.

તબીબોએ જાહેરાત કરી છે કે તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલનનો માર્ગ નહીં છોડે.મહત્વપૂર્ણ છે કે રેસિડેન્ટ તબીબો હડતાળનો અંત લાવે તે માટે સરકારે દબાણ લાવવા હવે આકરૂ વલણ અપનાવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરો ની હડતાળ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. જો કે તેના વિરોધમાં શનિવારે જામનગરમાં બોન્ડેડ તબીબો કાળો દિવસ મનાવશે. સરકાર એક તરફ હડતાળિયા બોન્ડેડ તબીભોને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

જેમાં સરકારે બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ ફટકારી છે. તેમજ તબીબોની હોસ્ટેલનું વીજ જોડાણ અને પાણીની સુવિધા પણ બંધ કરાઇ છે.

જેના પગલે તબીબોએ આખી રાત્રી મુશ્કેલીમાં વિતાવી હતી. જો કે તેમ છતાં તબીબો શનિવારે કાળા કપડા સાથે બ્લેક ડે તરીકે ઉજવી પોતાની માંગણીઓ દોહરાવશે.

વાડીનારના પ્રૌઢે ડેમમાં પડતું મુકી જિંદગી ટૂંકાવી : સ્વેચ્છિક આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

વાડીનારના પ્રૌઢે ડેમમાં પડતું મુકી જિંદગી ટૂંકાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક વાડીનાર: ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અભયસિંહ જેઠુભા જાડેજા નામના 55 વર્ષના પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાના ઘરેથી મોટરસાયકલ પર બેસી અને નીકળ્યા બાદ લાપતા બન્યા હતા.

આ સંદર્ભે તેમના પરિવારજનો દ્વારા તેમની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે અભયસિંહ જાડેજાનો મોબાઈલ ફોન, બાઈક તથા સુસાઇટ નોટ નજીકના સિંહણ ગામે આવેલા સિંહણ ડેમ પાસેથી મળી આવતા તેમણે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે વાડીનારના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફની ઉપસ્થિતિમાં સલાયાના તરવૈયાઓ, ખંભાળિયા નગરપાલિકા ફાયર ટીમ, વિગેરેની જહેમતથી ગઈકાલે બપોરે તેમના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવા સફળતા મળી હતી.

શારીરિક તથા માનસિક તકલીફ ધરાવતા અભયસિંહએ કોઈ દબાણ વગર સ્વૈચ્છિક રીતે, પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સુસાઇટ નોટમાં દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ સંજયસિંહ જેઠુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં ખંભાળિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જામનગરમાં 300 લીટર બાયોડીઝલના જથ્થા સાથે ટ્રાન્સપોર્ટર ઝડપાયો

0

જામનગર: 300 લીટર બાયોડીઝલના જથ્થા સાથે ટ્રાન્સપોર્ટર ઝડપાયો

જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતો અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતો ગજેન્દ્રસિંહ શાંતૂભા ઝાલા નામનો ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને કે જે રંગમતી નદીના પટમાં શંકાસ્પદ બાયોડીઝલ નો સંગ્રહ કરીને ઊભો છે, અને ટ્રકમાં હેર-ફેર કરવાની પેરવી કરી રહ્યો છે.

જે બાતમીના આધારે સીટી બ ડિવિઝન પોલીસ રંગમતિ નદીના પટમાં પહોંચી જઈ તપાસણી કરી હતી. જે દરમિયાન ઉપરોક્ત ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ગજેન્દ્રસિંહ ઝાલા ના કબ્જા માંથી ત્રણસો લીટર બાયોડિઝલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જે ત્રણ બેરલમાં રાખવામાં આવ્યો હતો.

આથી પોલીસે તેના બિલ આધાર વગેરે માંગ્યા હતા. પરંતુ કોઈ બિલ કે આધાર ન હોવાથી ઉપરોક્ત બાયો ડિઝલનો રૂપિયા 19,500ની કિંમત 300 લિટર જેટલો જથ્થો પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે, અને ગજેન્દ્રસિંહ ઝાલા સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ 278 અને 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

જેમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે ઉપરોક્ત બાયોડીઝલ ના જથ્થા અંગે પુરવઠા શાખા ને પણ જાણ કરી દેવામાં આવી છે.

લતિપરમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી LCB : મૃતકનો મિત્ર એવા પરપ્રાંતિયની ધરપકડ

0

લતિપરમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી: મૃતકનો મિત્ર એવા પરપ્રાંતિયની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જીલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામ માં રહેતા ધનજીભાઈ ઉર્ફે ધકલો દામજીભાઈ જોગલ નામના 42 વર્ષના યુવાનનો મૃતદેહ ગત ત્રણ તારીખના વહેલી સવારે લતીપર ગામ ની સીમ વિસ્તારમાંથી લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો.

જેથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં માથાના ભાગે બોથડ પદાર્થના છ જેટલા ઘા વાગવાથી મૃત્યુ નીપજયું હોવાનું તારણ કાઢ્યું હતું, અને મૃતકના ભાઇની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, અને ધ્રોલ પોલીસ ઉપરાંત જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ, એસઓજી સહિતની પોલીસ તપાસમાં જોડાઈ હતી.

જે બનાવના ચાર દિવસ પછી હત્યાનો ભેદ ઉકેલવામાં જામનગરની ગુના શોધક શાખા ને સફળતા સાંપડી છે, અને મૃતકના મિત્ર એવા મૂળ મધ્ય પ્રદેશના વતની સુરેન્દ્રસિંગ ઉર્ફે બંટી ગજાભાઈ મોહનીયા ની અટકાયત કરી લીધી છે. જેણે આ હત્યા નીપજાવી હોવાની કબુલાત આપી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન બનાવ વખતે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, અને તેમાં પોતે ઉશ્કેરાટમાં આવી ગયો હતો, અને એક ધોકો લઇ આવી મૃતક ના માથામાં આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેની હત્યા નીપજાવી હતી.

પોલીસે આરોપી સુરેન્દ્રસિંગ ની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટિમની તપાસના મૃતકના મિત્રો ને શોધવાની કાર્યવાહી ચાલી રહી હતી, તે દરમિયાન સુરેન્દ્રસિંગ કે જે થોડા સમયથી તેની સાથે ફરતો હતો, પરંતુ બનાવ પછી એકાએક લાપતા બની ગયો હોવાથી તેને શોધી કાઢી પૂછપરછ કરતાં હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

જોગવડમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સબબ બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

0

જોગવડમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સબબ બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

જામનગર: જામનગર જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના જોગવડ ગામના વતની અને હાલ મહારાષ્ટ્ર ના ભિવંડી માં વ્યવસાય માટે સ્થાયી થયેલા નિકેશ ભગવાનજીભાઈ હરણીયા ( ઉ.વ.45 ) ની વારસાગત 18 વિઘા ખેતી ની જમીન નો કબજો જમાવી લેવા માં આવતાં નિકેશ હરણીયા એ જોગવાડ ગામ ના જ બે આરોપી ઓ એવા હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ કેર અને હેમતસિંહ દેવુંભા કેર સામે આજે પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી ની માલિકી ની આ જમીન વાડીલોપર્જીત છે.પરંતુ તેઓ ભીવંડી માં વ્યાપાર ધંધા માટે જતાં રહેતાં વર્ષ 1997 થી આ જમીન હિતેન્દ્રસિંહ કેર અને હેમતસિંહ કેર ને વાવવા માટે આપી હતી.

હવે જ્યારે તેઓ ને એ જમીન ખાલી કરવા માટે જણાવાતા બંને આરોપી એ જમીન ખાલી કરવા નો ઇનકાર કર્યો હતો. અને પોતે આ જમીન વેંચાણ થી લીધી હોવા નું જણાવ્યું હતું. પરંતુ તેમની પાસે જમીન ના દસ્તાવેજો માંગવા માં આવતાં તેઓ રજુ કરી શક્યા ન હતા.

આખરે આજે નિકેશભાઈ હરણીયા એ મેઘપર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતાં ડી વાય એસ પી (ગ્રામ્ય ) કુણાલ દેસાઈ એ લેન્ડ ગ્રેબિંગ એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ફરિયાદને લઇ ને મેઘપર પંથકમાં ભારે ચકચાર જાગી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.