Monday, October 12, 2026
Home Blog Page 344

હસમુખ પેઢડિયા અને તેના ભાઇ પર ફાયરિંગ પ્રકરણમાં બન્ને આરોપીઓના જામીન અરજી રદ

0

હસમુખ પેઢડિયા અને તેના ભાઇ પર ફાયરિંગ  પ્રકરણમાં બન્ને આરોપીઓના જામીન અરજી રદ

રૂપિયા બે કરોડની સોપારી લઈ હસમુખ પેઢડીયા અને તેના ભાઇ પર હુમલો કર્યો હતો.ક્રિમિનલ માઈન્ડથી ગુનો કરનારને પેરિટી નો લાભ નહીં

શહેરભરમાં ચર્ચા જગાવનાર કેસની વિગત એવી છે કે હસમુખ પેઢડીયા અને તેના ભાઈ જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા પર ગત મે મહિનામાં ભરત ઉર્ફે કાચો કરમસી ચોપડા અને દીપ હરજી દહીયાએ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો

આ બનાવની પોલીસ તપાસમાં ભૂમાફિયા જયેશ પટેલે લંડન માં બેઠા બેઠા હસમુખ પેઢડીયા ની હત્યા ની રૂપિયા બે કરોડની સોપારી ભરતને આપી હોવાનું ખુલ્યું હતું

આટલું જ નહીં ભરતે whatsapp કોલ દ્વારા જયેશ સાથે સંપર્કમાં રહી અમદાવાદથી હથિયાર મંગાવી ભાડૂતી મારા દ્વારા ફાયરિંગ કરાવ્યું હતું

આ ગુનામાં બે આરોપી જામીન પર છૂટતા ભરત અને દીપે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી

જે ચાલી જતા સરકારી વકીલ જમન ભંડેરીએ ક્રિમિનલ માંડવીથી ગુનો કરનારને પેરીટીનો લાભ મળે નહીં અને ગુનામાં ભરત અને દીપ ની ભૂમિકા ખૂબ જ ગંભીર હોવાની રજૂઆત કરી હતી જે ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને આરોપીની જામીન અરજી રદ કરી હતી

લીમડા લાઇન બ્રિલીયન્ટ સ્કુલ પાસેથી હિતેશ મોહનભાઈ ચૌહાણ સહિત ૩ ઝડપાયા : જામનગરના બુટલેગરો પર પોલીસની તવાઇ

0

જામનગરના બુટલેગરો પર પોલીસની તવાઇ: ચાર દરોડામાં 3 ઝડપાયા, બે ફરાર

જામનગર: જામનગર શહેરમાં પોલીસે બુટલેગરો પર તવાઇ બોલાવતા શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ અલગ-અલગ દરોડાઓમાં 3 શખસને ઝડપી લીધા છે જયારે બે શખસ ફરાર જાહેર કરાયા છે.

લીમડાલાઇનમાં દારૂની બોટલ સાથે ઝડપાયો
સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લીમડાલાઈન, બ્રીલીયન્ટ સ્કુલ પાસે, જાહેરમાં જામનગરમાં આ કામના આરોપી હિતેશભાઈ મોહનલાલ ચૌહાણ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-1, કિંમત રૂ.500/- ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાંથી દારૂની છ બોટલ ઝડપાઈ
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.9-8-ર0ર1ના દિ.પ્લોટ-પ8, શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના પાકશ્નગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-6, કિંમત રૂ.2400/- ની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન આરોપી હિરેનભાઈ કિશોરભાઈ બાવાજી હાજર નહીં મળી આવી ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શાંતિનગર-1માં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે શખ્સ ઝડપાયો : એક ફરાર
જામનગર : અહીં સીટ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.10-8-ર0ર1 ના શાંતિનગર-1, યોગી પાન પાસે, જામનગરમાં આ કામના આરોપી ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-3, કિંમત રૂ.1500/- ની રાખી નીકળતા રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈંગ્લીશ દારૂની બાવન બોટલ સાથે શખ્સ ઝડપાયો
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.10-8-2021ના પટેલ કોલોની શેરી નં.9/2, આર.એમ.ગોરીયા સ્કુલ સામે, આદેશ્વર રેસીડેન્સીના પાર્કિંગ જામનગરમાં આ કામના આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાની મારૂતી અલ્ટો કાર જેના રજી.નં.જી.જે.10-એપી-3178, કિંમત રૂ.2,00,000/- માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-પર, કિંમત રૂ.26,000/- ની વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી રેઈડ દરમ્યાન આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી, હાજર નહીં આવી ગુનો કરેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના સંઘાળિયા બજારની દુકાનમાં ચોરી કરનાર ધરારનગરના સૈયદની ધરપકડ

0

જામનગરના સંઘાળિયા બજારની દુકાનમાં ચોરી કરનારને આરોપીની ધરપકડ:

ચોરીના રૂપિયા બેફામ રીતે ઉડાવતો હતો અને પોલીસના હાથે ઝડપાયો: મુદ્દામાલ જપ્ત

જામનગર: જામનગર શહેરમાં બનતા ચોરીના ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સુચના અને મદનીશ પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા પોલીસ ઇન્સપેકટર એમ-જે.જલુના માર્ગદશન મુજબ સીટી એ ડીવી, પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો. કોન્સ. વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજાને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ હોય કે જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. 11ર0ર008ર1ર059 ઈપીકો કલમ 380,457 ના કામે ચોરી કરનાર ઈસમ હસનભાઇ મહમદહુશેન કાદરી (રહે, ધરાનગર-ર જામનગર) છે અને હાલ તેની પાસે ઘણા રૂપીયા છે અને છુટથી રૂપીયા વાપરે છે અને અહી હવાઇચોક પાસેથી પસાર થવાનો છે જેને શરીરે કોફી કલરનુ પેન્ટ તથા ક્રિંમ કલરનો શર્ટ પહેરેલ છે અને બાલ દાઢી મોટા છે તે બાબતે વોચમા હતા

દરમ્યાન આરોપી હસનભાઇ મહમદહુશેનભાઇ કાદરી ધરારનગર-ર પાવર હાઉસ પાસે કાકુભાઇની હોટલ પાસે જામનગર વાળો મળી આવેલ હોય મજકુરની અંગઝડતી કરતા મજકુર પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂપીયા 1,00,000/ મળી આવતા ચોરીના ગુન્હાનો મુદામાલ તરીકે કબજે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ શ્રી એમ.જે.જલુ, તથા પો.સબ.ઇન્સ. એમ. વી.મોઢવાડીયા તથા પો. હે. કોન્સ. એન.કે.ઝાલા, મહિપાલસિંહ એમ જાડેજા, યુવરાજસિંહ વી. જાડેજા, પો.કો. મહાવીરસિંહ જાડેજા , વનરાજભાઇ ખવડ તથા યોગેન્દ્રસિંહ સોઢા , શિવરાજસિંહ રાઠોડ , સાજીદભાઇ બેલીમ,પ્રવિણભાઇ પરમાર, સુનીલભાઇ ડેર દ્વારા કરવામાં આવેલ છે.

જામનગરમાં જવેલરી શોપના સંચાલક પાસેથી છરીની અણીએ રૂા.29 હજાર પડાવી લેવા: ત્રણ શખસની ધપકડ

0

જામનગરમાં જવેલરી શોપના સંચાલક પાસેથી છરીની અણીએ રૂા.29 હજાર પડાવી લેવા: ત્રણ શખસની ધપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ ના શોરૂમ ને લગતી ઓફિસ આવેલી છે.

જે ઓફિસના સંચાલક વડોદરાના વેપારી ધર્મેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ ને ગત સાતમી તારીખે જામનગરના ત્રણ શખ્સોએ છરીની અણીએ ધમકી આપી અન્ય સ્થળે લઇ ગયા હતા, અને તમે અમારા વિસ્તારમાં બદકામ કરવાના ઈરાદે આવો છો, તેવું તમારા પરિવારને જાણ કરી દઈ બદનામ કરીશું તેવો ભય બતાવી છરીની અણીએ ખિસ્સામાંથી રૂપિયા 12,000 કઢાવી લીધા હતા.

ત્યાર પછી વધુ ધાક-ધમકી આપી એક એટીએમમાંથી 17 હજારની રકમ પણ ઉપડાવી લીધી હતી, અને ભાગી છૂટયા હતા. જે બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ પટેલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 384,385,114,અને જી.પી.એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો હતો.

જે ત્રણેય આરોપીઓ દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ભાર્ગવ જીતુભાઈ સુથાર, અને રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ ઉપરોક્ત બનાવવા મામલે ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે.

જામનગરની સાધના કોલોનીમાં 2 વ્યક્તિ ઉપર 4 શખસનો હિચકારો હુમલો : ધોકાધારી વિરુદ્ધ ફરિયાદ

0

જામનગરની સાધના કોલોનીમાં બે વ્યક્તિ ઉપર હિચકારો હુમલો : ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરની સાધનાકોલોની ત્રીજો ગેઇટ બ્લોક નંબર એમ 42 ખાતે રહેતા ઉમેશ કાળુભાઈ ભદ્રુ ઉંમર વર્ષ 30 નામના યુવાને ગઈકાલે સીટી-એ ડિવિઝન માં સાધના કોલોનીમાં રહેતા હિતેશ ઉર્ફે સાકી ચાવડા,સંજય ઉર્ફે કારો મકવાણા, યુવરાજ ઝાલા,જયેશ ઉર્ફે ગરિયો નામના શખ્સો સામે જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે.

તારીખ 8 ના રોજ સાધનાકોલોની ત્રીજા ગેટ પાસે ફરિયાદીને આરોપી સંજય સાથે અગાઉ બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખીને ઉપરોક્ત ચારેય આરોપીઓએ સફેદ કલરની બ્રેજા ગાડીમાં આવીને ફરિયાદી તથા સાહેદને ચારેય આરોપીઓએ અપશબ્દો બોલી લોખંડના પાઇપ વડે આડેધડ ઘા મારી ઇજા પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરવા સબબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિક્કાની યુવતિને મ્યુચ્યુઅલ ફંડના નામે રૂા. 5 લાખ પડાવી લઇ કુકર્મ આચનાર વકીલની છાપ ધરાવતા મિતેશ વિરેન્દ્ર મહેતાની અટકાયત : જૈન સમાજમાં બન્યો ચર્ચાનો વિષય

0

સિક્કાની યુવતિના મ્યુચ્યુઅલ ફંડના નામે રૂા.5 લાખ પડાવી લઇ, કુકર્મ આચનાર આરોપીની અટકાયત, રિમાન્ડની તજવીજ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
સિકકા વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતી પાસેથી આરોપી મિતેશે પૈસા પડાવી લેવા અને પોતાની પત્ની હોવા છતા ભોગ બનનાર યુવતી સાથે સબંધ રાખી લગ્ન કરવાનો વિશ્વાસ આપી મરજી વિરુઘ્ધ અવાર નવાર શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

તેમજ ફરીયાદીને આરોપીએ પોતાની જરૂરીયાત માટે તેમજ વધુ આર્થિક લાભ મળશે તેમ કહીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું કહી તેણી પાસેથી રૂા.5.20 લાખ જેવી રકમ પડાવી લઇ તે રૂપીયા કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.

દરમ્યાનમાં તેણીએ રકમ પરત મંગતા આરોપીઅં ઉશકે રાઈને અપશબ્દો બોલી મોઢુ દેખાડવા જેવી નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હતી આથી તેણી દ્વારા બે દિવસ પહેલા સીટી-બી ડીવીઝનમાં જામનગરની પટેલ કોલોનીમાં રહેતા મિતેશ વિરેન્દ્ર મહેતાની વિરૂઘ્ધ આઈપીસી કલમ 376(2)એન, 406, 420, 504, 506(2) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ સીપીઆઈ ગઢવી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

બનાવ ત્રણેક વર્ષ પૂર્વેના ગાળા દરમ્યાન શહેરના મોર્ડન માર્કેટ મહાવીર એન્ટરપ્રાઈઝ નામની ઓફીસ ખાતે બન્યો હોવાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે.

ફરીયાદ અનુસંધાને પોલીસે તપાસ કરી આરોપી મિતેશ મહેતાની ધરપકડ કરીને આજે પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા ઘાયલ

0

જામનગરમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા ઘાયલ જામનગર : જામનગર શહેરમાં છેલ્લા નવ દિવસથી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે આજે સવારે લાલબંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા થાળીઓ વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો, અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જેથી પોલીસે 52 જેટલા કાર્યકરો ને અટકાયતમાં લઇ લીધા હતા. જે અટકાયતની કામગીરી
દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા કાલાવડ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા કે જેઓ ટીંગાટોળી વખતે પોલીસના હાથમાંથી છટકી જતાં નીચે પટકાઈ પડયા હતા, અને તેઓને ઈજા થઈ હતી. જેથી તાત્કાલિક અસરથી 108 ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત ધારાસભ્યને જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા આ બનાવને લઈને અન્ય કોંગી કાર્યકરો માં દોડધામ થઇ હતી, અને તેઓની તબિયત જાણવા હોસ્પિટલે પહોંચ્યા હતા.

જોકે જા સામાન્ય હોવાથી હોસ્પિટલ તંત્ર તથા કોંગી કાર્યકરોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ દ્વારા મોડેથી તમામ અન્ય કાર્યકરો અને મુક્ત કરી દેવાયા છે.

જામનગરમાં સરાજાહેર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ : બે બાઇક સવારની શોધખોળ

0

જામનગરમાં સરાજાહેર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ: બે બાઇક સવારની શોધખોળજામનગરના ઓશવાળ- 3 વિસ્તારમાં રહેતા શાંતાબેન હરિભાઇ પાંભર નામના 68 વર્ષીય વૃદ્ધ મહિલા ગઈકાલે પોતાના ઘર પાસેના મુખ્ય રોડ પરથી પગપાળા ચાલીને જઇ રહયા હતા.જે દરમિયાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર બેસીને ડબલ સવારીમાં બે અજ્ઞાત શખ્સો આવ્યા હતા, તેઓએ પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યા હતા.જે બન્ને એ શાંતાબેનના ગળામાંથી અડધા લાખની કિંમતના સોનાના ચેઇન ની ચીલઝડપ કરી ભાગી છૂટયા. આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હતું, જેથી શાંતાબેને બુમાબુમ કરી હોવા છતા બન્ને ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા.

જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ બન્ને ગઠિયાઓ નાસી છૂટવામાં સફળ થઇ ગયા હતા.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી બન્ને શખ્સોને શોધવા માટે મથામણ કરવામાં આવી રહી છે.

જામનગરના રામેશ્વરનગરમાં રહેતા પારસ જેઠવા નામના યુવકે ગળાફાસો ખાઈ જીંદગી ટુંકાવી : કોરોનાકાળમાં બેરોજગાર અને આર્થિક સંકડામણથી કારણભૂત

0

કોરોનાકાળમાં બેરોજગાર અને આર્થિક સંકડામણથી ત્રસ્ત યુવાને ગળેફાંસો જિંદગી ટુંકાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં રામેશ્વર નગર નજીક શિવમ એસ્ટેટ- બ્લોક નંબર 89 – એ માં રહેતા પારસ લાલજીભાઈ જેઠવા નામના 35 વર્ષના મોચી જ્ઞાતિ ના યુવાને ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.

આ બનાવ અંગે મૃતકની પત્ની ધૈર્યસીમતાબેન પારસભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડીવીઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી. જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મરનાર પારસભાઈ જેઠવા કે જે અગાઉ ખાનગી ફાઇનાન્સ કંપની માંથી પર્સનલ લોન મેળવી હતી અને છોટા હાથી વસાવી ફિલ્ટર પાણી નો વ્યવસાય શરૂ કર્યો હતો.

પરંતુ કોરોના કાળમાં તે ધંધો બંધ થઈ જતાં આખરે છોટાહાથી ખોટ ખાઈને વેચી નાખવાનો વારો આવ્યો હતો. ઉપરાંત ત્યાર પછી તેની પત્ની ધૈર્યસીમતાબેન કે જેના નામથી પણ ખાનગી ફાઇનાન્સ કંપની માંથી લોન લીધી હતી. ઉપરાંત બહેનોની સહકારી મંડળી વગેરેમાંથી કુલ ચાર લોન લેવામાં આવી હતી, અને અઢી લાખની લોન લીધા પછી તેનો દર મહિને 12 હજાર રૂપિયા નો હપ્તો ભરવાનો થતો હતો.

પારસ ભાઈ પોતે એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હતા. જે કારખાનેદારે ગઈકાલે સાંજે અન્ય મજૂરો સાથે પારસને પણ છૂટા કરી દીધા હતા. જેથી પોતે ગઈકાલે બેકાર બન્યો હતો.

આ ઉપરાંત તેની પત્ની પણ જી.જી. હોસ્પિટલ માં સિક્યુરિટી વિભાગમાં નોકરી કરતી હતી. જેને પણ થોડા દિવસ પહેલા નોકરી માંથી છૂટી કરી દેવાઇ છે. જેથી પતિ-પત્ની બંને બેકાર બની ગયા હોવાથી લોનના હપ્તા કેવી રીતે ભરી શકાશે, તેના ટેન્શનમાં અને બેકારીના કારણે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં ગણપતનગર વિસ્તારમાં યુવતિની છેડતી મામલે બઘડાટી : સામ-સામી ફરિયાદ

0

જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં યુવતિની છેડતી મામલે બઘડાટી: સામ-સામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં રહેતા દિલીપ રમેશભાઈ વરણ નામના 40 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ મહેશ ચાવડા નામના અન્ય એક દલિત યુવાન પર કુહાડી-લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે ગણપત નગર વિસ્તારમાં રહેતા અજય ભુપતભાઈ સોઢા, અને તેની ભાભી, ઉપરાંત સલીમ, તથા અન્ય એક અપંગ પુરુષ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે બન્ને ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ ઉપરાંત સામા પક્ષે પણ એક આરોપી સહિત બે વ્યક્તિ પર હુમલો કરવા અંગે પિતા- પુત્ર સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહેશ ચાવડા નામનો યુવાન ગઇકાલે ગણપત નગર વિસ્તારમાં ઉભો હતો, દરમિયાન તે વિસ્તારમાં રહેતા ચારેય પાડોશી આરોપીઓ કે જેઓએ આવીને કહ્યું હતું, કે તું અહીં ઉભા રહીને આમારા ઘરની યુવતીઓની છેડતી કરી રહ્યો છે. તેમ કહી જીભાજોડી કરી હતી. દરમિયાન દિલીપભાઈ તેને છોડાવવા માટે આવ્યા હતા, તે સમયે ડખ્ખો સર્જાયો હતો, અને બન્ને ઉપર ચારેય શખ્સોએ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જણાવાયું છે.

આ બનાવ અંગે પોલીસે હુમલા અંગેની તેમજ અસ્પૃશ્યતા ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામા પક્ષે અજય ભુપતભાઈ સોઢાએ પોતાના ઉપર તેમજ નિતીન ભાઈ રાઠોડ પર કપાળમાં લાકડીનો ઘા ઝીંકી દઇ ઇજા પહોંચાડવા અંગે મહેશ આલાભાઇ ચાવડા, યસ ઉર્ફે ઝીણો વરણ, તથા દિલીપભાઈ વરણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે પણ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.