Monday, October 12, 2026
Home Blog Page 343

જામનગર સહિત ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા ગુંજશે.!

0

ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા ગુંજશે.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ગુજરાતમાં હવે અઝાનની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા સાંભળવા મળે તો નવાઈ ન પામતા.

ગુજરાતના એક શહેરમાં અનોખુ અભિયાન શરૂ કરાયું છે અને છેવાડાઓ સુધી પહોંચશે ગુજરાતના ત્રીજા મોટા શહેરના મંદિરોમાં હેવ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ વાગશે.

વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટેા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિના ના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. લાઉડ સ્પીકર વિતરણ કરવાની પહેલ પર રામ સેતુ મિશનના અધ્યક્ષ દીપ અગ્રવાલે કહ્યું કે, લાઉડ સ્પીકર લગાવવા પાછળનો હેતુ ભક્તો ઘરે બેસીને હનુમાન ચાલી, આરતી અને અન્ય ભક્તિ ગીત સાંભળીને તેનો લાભ ઉઠાવે તેવો છે.

હકીકતમાં, કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ અનેક મંદિરોમાં પ્રતિબંધ મૂકાયા છે. જેથી મંદિર ન જઈ શકનારા ભક્તો ઘરે જ હનુમાનચાલીસા અને આરતી સાઁભળી શકશે.

કાલાવડના નિકાવા ગામે બઘડાટી : મકાન તોડી પાડવાની જગ્યાએ હાથપગ તોડી નાખતા સામ-સામી ફરિયાદ

0

કાલાવડ પંથકના નિકાવા ગામે બઘડાટી: સામ-સામી ફરિયાદ

વૃદ્ધ પર હુમલો: પિતા-પુત્રો સામે ફરિયાદ.

સામા પક્ષે ધોકા વડે માર માર્યાની 3 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ તાલુકાના નિકાવા ગામે મકાન તોડી પાડવાના કામ વેળા સર્જાયેલી બબાલમાં કામ રાખનાર વૃધ્ધ પર પિતા-પુત્રો સહિતના ત્રણે હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

જયારે સામાપક્ષે પણ ઘોકા વડે માર મારી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી ધમકીની ફરીયાદ ત્રણ વિરૂધ્ધ દાખલ થઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ પાલાભાઇ સોમૈયા નામના વૃધ્ધે નિકાવા ગામે નંદીગ્રામ ચોકમાં અશોકસિંહ જાડેજાનુ મકાન તોડી પાડવાનુ મજુરીકામ રાખ્યુ હતુ જે પાડતોડ કામ વેળાએ બાજુમાં રહેતા વાલદાસ હરજીવનદાસ, જીતેન્દ્ર વાલદાસ અને નિલેશ વાલદાસએ ધસી આવી ને ગાળો ભાંડી ઢીંકાપાટુનો માર મારી ધમકી ઉચ્ચાર્યાની ભોગગ્રસ્ત વૃધ્ધે કાલાવડ પોલીસમાં ત્રણેય સામે નોંધાવી છે.

જયારે સામાપક્ષે સંગીતાબેન જીતેન્દ્રભાઇ નામના મહિલાએ પણ મકાન તોડી પાડવા માટે સમજાવવા જતા અશોકસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઉર્ફે કાનાભાઇ અશોકસિંહ અને કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇએ એકસંપ કરી ઢીંકાપાટુનો માર મારી ઘોકા વડે હુમલો કરી નિલેશભાઇ અને અન્યને ઇજા કર્યાની ફરીયાદ ગ્રામ્ય પોલીસ મથક ખાતે ત્રણેય સામે નો઼ધાઇ છે.

જામનગરમાં સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

0

જામનગર: સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાંથયું  રહેતા રાજેશ બાબુભાઈ વાળા નામના એક શખ્સ સામે ગત. તા 3.9.2019 ના દિવસે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તેની પાડોશમાં રહેતી એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. પોતાના પડોશમાં રહેતી એક સગીરાને મોબાઇલમાં બિભત્સ વિડીયો બતાવી ચોકલેટની લાલચ આપી સગીરાના ઘરમાંજ દુષ્કર્મ ગુજાર્યું હતું.

જે પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું. જે કે જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને જુદી-જુદી કલમ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

જેમાં પોકસો એક્ટની કલમ 4 મુજબ આજીવન કેદની સજા તથા દંડ,આઈ.પી.સી. કલમ 376 હેઠળ આજીવન કેદ તથા દંડ અને પોકસોની કલમ-6 મુજબ આજીવન કેદની સજા અને દંડ ઉપરાંત આઇ.પી.સી. કલમ 293 મુજબ એક વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે એડિશનલ પી.પી. ભારતીબેન વાદી રોકાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2021ના શ્રેષ્ઠ તપાસના એવોર્ડ માટે જામનગરના ASP નીતીશ પાંડેયનની પસંદગી.

0

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2021ના શ્રેષ્ઠ તપાસના એવોર્ડ માટે જામનગરના એએસપી નીતીશ પાંડેયન ની પસંદગી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2021 ના સર્વ શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન ના એવોર્ડ માટે જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ એન્ડ ટોળકી સામે ગુજસીટોક પ્રકારની સફળતા પૂર્વક તપાસ ચલાવનાર જામનગરના જ એએસપી નિતેશ પાંડે નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે જામનગરના અધિકારીની એવોર્ડ માટે પસંદગી થતાં પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તરફથી 2021 ના ઉત્કૃષ્ટ કામગીરી માટે સર્વશ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ દેશભરમાં એનાયત કરવામાં આવે છે.જેમાં રાજ્યના છ પોલીસ અધિકારીઓ સહિત 152ને એક્સિલન્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ આપવામાં આવશે.

જેમાં જામનગરના એએસપી નિતેશ પાંડે ની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા જામનગર પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી સાથી અધિકારી દ્વારા એએસપીને અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે ગુજરાતના છ અધિકારીનો સમાવેશ થયો છે તેમાં જામનગરના એસપી દીપેન ભદ્રના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરના એસપી નીતેશ પાંડે કે જેમણે ખાસ કરીને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ગેંગ ના ગુજસીટોક પ્રકરણમાં કરેલી ઉત્કૃષ્ટ મેં કડક કામગીરી કરી તપાસ બદલ કેન્દ્રીય કક્ષાના આ એવોર્ડ માટે સન્માનિત કરવા પસંદગી કરવામાં આવ્યા છે.

ધ્રોલ નજીકથી ફિલ્મી સ્ટાઇલમાં યુવતિનું અપહરણ કરનાર ચારને ગણતરીની કલાકોમાં ઉઠાવી લેતી LCB : એક ફરાર

0

ધ્રોલ નજીકથી ફિલ્મી સ્ટાઇલમાં યુવતિનું અપહરણ કરનાર ચારને ગણતરીની કલાકોમાં ઉઠાવી લેતી એલસીબી: એક ફરાર

ગઇકાલ સાંજે સોયલ ટોલનાકા આગળ બાઈક આડે ઈકો ગાડી નાખી યુવતિને ચાર શખસ ઉઠાવી ગ્યા’તા…

બનાવ બાદ તાત્કાલિક પોલીસ એકશનમાં આવી, ચારેય તરફ નાકાબંધદેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
ધ્રોલ નજીક આવેલ સોયલ ટોલનાકાથી આગળ ગઇકાલે સાંજના સુમારે યુવતીનું અપહરણ કર્યાની ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હો, જે વિગત અનુસાર નિલેશભાઈ મગનભાઈ બસીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. નિલેશભાઈ અને તેમના માસીની દિકરી બન્ને મોટર સાયકલ લઈ ધ્રોલ તરફ આવતા હતા. દરમિયાન સોયલ ટોલનાકાથી આગળ ઈકો ગાડી આડી નાખી ફિલ્મી ઢબે અપહરણ કરી મોટર સાયકલ ચાલક નિલેશભાઈ રોડ પર પડી જતા શરીરના ભાગમાં નાની મોટી ઈજા થઈ જમણા પગમાં ઈજા પહોંચી મોટર સાયકલ પાછળ બેઠેલી માસીયાઈ બહેનને ચાર વ્યકિત જેમા (1) કિરીટભાઈ દાનાભાઈ ગળચર રે. મોરબી અને ત્રણ અજાણ્યા શખ્સોએ યુવતીનું અપહરણ કરી નાસી ગયા હતા.

જેની ફરિયાદ નોંધાતા પોલીસ તુરંત એકશનમાં આવી ગઇ હતી અને ચાર શખસને ઝડપી લીધા હતા જયારે અન્ય એક શખસને ફરાર દર્શાવવામાં આવ્યો છે.

આ અંગેની વિસ્તૃત વિગત મુજબ, ગઇકાલ તા.11/08/ર021 ના સાંજ ના આશરે ચારેક વાગ્યાના સુમારે ફરીયાદીશ્રી નિલેશભાઇ મગનભાઇ બસીયા રહે. ધ્રોલ ચામુંડા પ્લોટ વાળા પોતાની માસી ની દિકરી (ભોગબનાનાર) ને પોતાના મો.સામા બેસાડી જતા હતા દરમ્યાન ધ્રાંગડા પાટીયા નજીક આવતા આરોપી કિરીટભાઇ દાનાભાઇ ગલચર તથા અન્ય ત્રણ ઇસમો ગ્રે કલર ની ઇકો ગાડીમા આવી ફરીયાદીની બાઇકમા પાછળ બેસેલ ભોગબનાર મહિલાને ચાલુ કારે ખેચી ઇકો ગાડીમા બળજબરીથી બેસાડી દઇ અપહરણ કરી નાશી ગયેલ.

ઉપરોકત્ત અપહરણ બનાવ બનેલ હોવાની જાણ થતા ત્વરીત આરોપીઓ ઝડપી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ,તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની રાહબરી હેઠળ આ ગુનાના આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે એલ.સી.બી./એસ.ઓ.જી. તથા ધ્રોલ પોલીસ સ્ટેશન કક્ષાએ થી અલગ અલગ ટીમોની રચના કરી, ત્વરીત એકશન મૂડમાં આવી, મોરબી, ટંકારા, જોડીયા, ધ્રોલ વિસ્તારમા કાર્યરત કરવામાં આવેલ હતા,

દરમ્યાન એલ.સી.બી.ના કે.કે.ગોહીલ, બી.એમ.દેવમુરારીની અલગ અલગ ટીમો તૈયાર કરી તેઓના અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડી ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી ગુનાને અંજામ આપનાર ઇસમો તથા ઇકો કારની ઓળખ કરવામા આવેલ, જેમા એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા તથા યોગરાજસિંહ રાણા નાઓના અંગત બાતમીદારોથી બાતમી હકિકત આધારે ગુનાને અંજામ આપનાર આરોપીઓને જોડીયા તાલુકાના પીઠડ ગામ નજીક થી ગુનામાં વપરાયેલ ઇકો કાર નંબર જી.જે. 36 આર 9140 સાથે ગણતરીના કલાકોમા ઝડપી પાડી ભોગબનનારને અપહરણ કરનાર આરોપીઓના કબ્જામાથી મુકત કરાવા આવેલ

જે અંગેની મજકુર આરોપીઓ તથા કાયદાથી સંધર્ષિત કિશોર વિરૂઘ્ધ પો.સ.ઇ કે.ક.ગોહિલએ કાયદેસરની કાર્યવાહી કરી ધ્રોલ પો.સ્ટે.ને સોપી આપેલ છે.

ઝડપાયેલ આરોપીઓ
(1) કિરિટભાઇ દાનાભાઇ ગલચર ઉવ.39 રહે.વાવડી ઞામ તા.જી મોરબી
(2) પ્રાણજીવનભાઇ ઉફે ગજો નરભેમરામ વડસોલા ઉવ.40 રહે. નવા જાબુડીયા તા.જી.મોરબી
(3) મિલનભાઇ વાલાભાઇ ટોટા ઉવ.રપ રહે. હરિપર કેરાળા તા.જી મોરબી
(4) કાયદાથી સંધર્ષિત કિશોર

ફરાર આરોપી
હસમુખભાઇ લખમણભાઇ કાનાણી રહે.નાનીવાવડી તા.જી મોરબી

ઉપરોકત્ત કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામોની માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા હરપાલસિંહ સોઢા,હરદિપભાઇ ધાધલ,દિલીપભાઇ તલાવડીયા, ફીરોજભાઇ દલ, વનરાજભાઇ મકવાણા. ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી.નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર. ભરતભાઇ પટેલ. હીરેનભાઇ વરણવાનનિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

જામનગરના ઓશવાળ સોસાયટીમાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે આરોપી પુરાણા પાંજરે : LCB – City-C ની સયુંક્ત કામગીરી.

0

જામનગરમાં સરાજાહેર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ આરોપીને પુરાણા પાંજરે.

LCB -સીટી-C ની સયુંક્ત કામગીરી.

બે દિવસ પહેલા પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. સ્ટાફના દિલીપ તલાવડીયા અને યુવરાજસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે ચીલઝડપ કરનાર સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસેથી પસાર થવાના છે તેવી હકીકતને આધારે હિરેન ધનજીભાઈ રાઠોડ રહૈ. સરમત અને લકી લોરેન્સ ડિસોઝા રહે. વેલનાથ સોસાયટી હાપાવાળાને પકડી ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

જામનગરના ઓશવાળ- 3 વિસ્તારમાં રહેતા શાંતાબેન હરિભાઇ પાંભર નામના 68 વર્ષીય વૃદ્ધ મહિલા ગઈકાલે પોતાના ઘર પાસેના મુખ્ય રોડ પરથી પગપાળા ચાલીને જઇ રહયા હતા.જે દરમિયાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર બેસીને ડબલ સવારીમાં બે અજ્ઞાત શખ્સો આવ્યા હતા, તેઓએ પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યા હતા.

જે બન્ને એ શાંતાબેનના ગળામાંથી અડધા લાખની કિંમતના સોનાના ચેઇન ની ચીલઝડપ કરી ભાગી છૂટયા. આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હતું, જેથી શાંતાબેને બુમાબુમ કરી હોવા છતા બન્ને ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા.

જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ બન્ને ગઠિયાઓ નાસી છૂટવામાં સફળ થઇ ગયા હતા. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી બન્ને શખ્સોને શોધવા માટે મથામણ કરવામાં આવી રહી છે.

તેવામાં LCB અને સીટી-C ની સયુક્ત કામગીરીથી ચીલઝડપનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ થતા મોટી સફળતા મળી છે પોલીસે બંને આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જામનગરમાં આજ સવારથી વીજ ચેકીંગની 23 ટીમના ધામા : 12.65 લાખ વીજચોરી ઝડપાઇ

0

જામનગરમાં વીજચેકીંગ, 12.65 લાખ વીજચોરી ઝડપાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના કેટલાક વિસ્તારોમાં આજે મોટા પાયે વિજચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે ચેકીંગ દરમિયાન રૂપિયા 12.65 લાખની વિજચોરી પકડી પાડવામાં આવી હતી. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વિજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં 23 જેટલી વિજ ચેકિંગ ટુકડીને દોડતી કરી દેવામાં આવી છે.

શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તાર ઉપરાંત સાધનાકોલોની, કિશાન ચોક, દિગ્વિજય પ્લોટ, અને વિશ્રામવાડી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વીજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરી દેવામાં આવી છે. જેની મદદ માટે 20 પોલીસ કર્મચારીઓ ને બંદોબસ્ત મા મૂકવામાં આવ્યા છે.

ઉપરાંત ત્રણ વીડિયોગ્રાફરોની પણ મદદ લેવામાં આવી રહી છે. વીજતંત્રની આ કાર્યવાહીને લઇને વિજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

અમરાપર ગામના ખેડૂતને માથામાં ઝીંકયા ધારિયા : ચાર સામે ફરિયાદ

0

અમરાપર ગામના ખેડૂત ઉપર ધારિયા વડે હુમલો: ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતા રામદેવભાઈ ઓઘડભાઈ ખુંટી નામના ખેડૂતે પોતાના ઉપર ધારીયા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવા અંગે ઉપલેટા પંથકના કારાભાઇ ગાંગાભાઈ જોગ, નેભા ભાઈ કારાભાઈ જોગ, ગગુભાઈ જોગ, ઉપરાંત પરડવા ગામના ગોવાભાઇ જેઠાભાઇ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરીયાદી પોતાના સાળા પ્રદીપ ની જગ્યા માં વાવેતર કરી રહયા હતા.જે દરમિયાન ચારેય આરોપીઓએ આવીને આ જગ્યામાં અમારે વાવવું છે, તેમ કહી તકરાર કરી હતી અને ધારીયા વડે માથાના ભાગે હુમલો કરી દીધો હતો.

જે ફરિયાદ ના બનાવ અંગે જામજોધપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે, જ્યારે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત : જામનગર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

0

જામનગર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ગુજરાતના પાંચ સહીત દેશના 49 રેલવે સ્ટેશનોનું થશે રીડેવલોપમેન્ટ ની કામગીરી રેલ જમીન વિકાસ સત્તામંડળને સોંપાઇજામનગર: રેલ્વે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનોના રીડેવલોપમેન્ટ નો નિર્ણય કર્યો છે.

આ કામ રેલ જમીન વિકાસ સત્તામંડળને સોંપવામાં આવ્યું છે.

આમાંના કેટલાક સ્ટેશન અમરાવતી, રાજકોટ, મથુરા, આગ્રાનો કિલ્લો, બીકાનેર, કુરુક્ષેત્ર અને ભોપાલ છે. આ યાદ્દીમાં ગુજરાતના પણ પાંચ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે.

જેમાં જામનગર, ભાવનગર , ગાંધીધામ, જૂનાગઢ , રાજકોટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આરએલડીએ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 60 રેલ્વે સ્ટેશનોનો વિકાસ પહેલાથી જ હાથ ધરી રહી છે. એટલે કે, હવે કુલ 109 રેલ્વે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.

આરએલડીએના વાઇસ ચેરમેન વેદ પ્રકાશ દુડેજાએ કહ્યું, સ્ટેશન પુનર્વિકાસ શહેરી વિકાસ સાથે વર્ચ્યુઅલ રીતે આંતરિક રીતે જોડાયેલ છે. આ સ્ટેશનોના રીડેવલોપમેન્ટથી મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે અને તેમનો મુસાફરીનો અનુભવ સુધરશે. આ છૂટક, સ્થાવર મિલકત અને પ્રવાસન ક્ષેત્રોમાં રોજગારીની અનેક તકો ઉભી કરશે. એક જવાબદાર સંગઠન તરીકે, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) નવા ભારતની આકાંક્ષાઓ પૂરી કરવા માટે નિર્ધારિત સમય મુજબ દેશના લોકોને રિનોવેટેડ સ્ટેશનો સોંપવા માટે પ્રતિબદ્ઘ છે.

આરએલડીએ તાજેતરમાં પુરી અને લખનૌ રેલવે સ્ટેશનો માટે રીડેવલોપમેન્ટ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્ર વિકાસકર્તાઓ પાસેથી બિડ આમંત્રિત કરવા માટે કવોલિફિકેશન માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી છે. પ્રોજેકટ્સને ડેવલપર્સ અને રોકાણકારો તરફથી સમાન રીતે પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત, દહેરાદૂન, નેલ્લોર, તિરુપતિ, પુડુચેરી, એર્નાકુલમ અને નવી દિલ્હી રેલવે સ્ટેશનોના રીડેવલોપમેન્ટ માટે, આરએલડી ને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે

અને આરએફપીએસ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ તમામ સ્ટેશન પ્રોજેકટ્સ પબ્લિક પ્રાઇવેટ કંપની પાર્ટનરશીપ મોડલ હેઠળ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેલ્વે જમીનના વિકાસ માટે રેલ મંત્રાલય હેઠળ એક વૈધાનિક સત્ત્ાા છે.આરએલડી પાસે વિકાસ યોજના હેઠળ ચાર મુખ્ય આદેશો છે- 1. વ્યાપારી જગ્યાઓ ભાડે આપવી, 2. કોલોની પુનર્વિકાસ, 3. સ્ટેશન પુનર્વિકાસ અને 4. બહુહેતુક કેમ્પસનું સર્જન.
ભારતીય રેલ્વે પાસે ભારતભરમાં લગભગ 43,000 હેકટર ખાલી જમીન છે.

ઉપરાંત, આરએલડીએ હાલમાં 84 રેલ્વે કોલોની પુનર્વિકાસ પ્રોજેકટ સંભાળી રહી છે અને તાજેતરમાં ગુવાહાટીમાં રીડેવલોપમેન્ટ માટે રેલ્વે કોલોની ભાડે આપી છે. આરએલડીએ પાસે દેશભરમાં લીઝિંગ માટે 100 કમર્શિયલ (ગ્રીનફિલ્ડ) સાઇટ્સ છે અને દરેક માટે લાયક ડેવલપર્સની પસંદગી ખુલ્લી અને પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

જામનગરના ચૌહાણ ફળી વિસ્તારમાં ગાયે મહિલાને ઢીંકે ચડાવીને બે મિનિટ સુધી સરાજાહેર રગદોળી : પુત્રીએ માં નો જીવ બચાવા મોત સાથે બાથ ભીડી

0

જામનગરમાં રખડતા ઢોરનો આતંક : ક્યાં સુધી તંત્રના પાપે લોકો જીવ ગુમાવશે.!

જામનગરના ચૌહાણ ફળી વિસ્તારમાં ગાય મહિલાને ઢીંકે ચડાવીને બે મિનિટ સુધી સરાજાહેર રગદોળી.

લોહીલુહાણ હાલતમાં જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા.જામનગર શહેરના પંજાબ બેંક વિસ્તારમાં ચૌહાણ ફરી શેરી નંબર એકમાં રહેતા કાશ્મીરાબેન ગોહિલ સવારે આઠ વાગ્યે શેરી માંથી નીકળી રહ્યા હતા ત્યારે ગાય દોડીને આવી હતી અને કાશ્મીરાબેન ને ઢીકે ચડાવી ર મીનીટ સુધી રગદોળ્યા હતા કાશ્મીરા બહેનની પુત્રી એ માતાને બચાવવાનો પ્રયાસ કરતા ગાયે તેણીને પણ ઢીંક મારી હતી.આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાની ઘટના દેશ દેવી ન્યુઝ પ્રસિદ્ધ કરતા જામનગર સહિત ગુજરાતભરમાં ખૂબ જ વાયરલ થઈ હતી અને સારી એવી ચર્ચા જગાડી હતી.!

error: Copying and use of the content of the website is considered as illegal activity.