Monday, October 12, 2026
Home Blog Page 342

120 થી વધુ ભારતીયોને સુરક્ષિત એરલિફ્ટ કરી કાબુલથી નીકળેલું એરફોર્સનું બે સી-17 ગ્લોબમાસ્ટર વિમાન જામનગર પહોંચ્યું

0

120 થી વધુ ભારતીયોને સુરક્ષિત એરલિફ્ટ કરી કાબુલથી નીકળેલું એરફોર્સનું બે સી-17 ગ્લોબમાસ્ટર વિમાન જામનગર પહોંચ્યું

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અધિકારીઓ દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે યાત્રીઓનું કરાયું સ્વાગત

પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યા બાદ હિંડન એરબેસ માટે રવાના

જામનગર : તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે સી-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે.

જેમાંથી એક વિમાને રવિવારે રાતે ઉડાણ ભરી અને કાબુલથી કેટલાક મુસાફરોને લઈને સોમવારે સવારે ભારત પહોંચ્યું. બીજું વિમાન કાબુલથી લગભગ 120થી લોકોથી વધુને લઈને મંગળવારે સવારે ઉડ્યું અને જામનગર પહોંચ્યું હતું,સુરક્ષિત ભારતની સરહદમાં પહોંચેલા તમામ યાત્રીઓનું રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા કલેકટર સૌરભભાઇ પારઘી, આસ્થાબેન ડાંગર, એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય રાજદૂત સહિત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયેલું વાયુસેનાનું વિમાન ગુજરાતના જામનગર પહોંચી ગયું છે. આ વિમાનમાં લગભગ 120 જેટલા લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યું છે. અહીંથી આ વિમાન હિંડન એરબેસ જશે. વિમાને સવારે પોણા આઠ વાગે કાબુલથી ઉડાણ ભરી હતી.

ભારતીય વાયુસેનાનું ઈ-17 મંગળવારે સવારે કાબુલથી રવાના થયું હતું. ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું હતું. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે.

આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા હતા.

ભારતીય રાજદૂત આર ટંડન સહિત સ્ટાફને પણ કાબુલથી પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ જલદી ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.

ખંભાળિયામાં કોરોના વેક્સિન લીધા વગર બોગસ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ : આરોગ્ય કર્મચારી સહિત 6 ઝડપાયા

ખંભાળિયા: કોરોના વેક્સિન લીધા વગર બોગસ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત છ શખ્સની ધરપકડ

ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં વિદેશ જવા ઈચ્છતા લોકો તેમજ અન્ય કારણોસર કોવિડ-19 વેક્સિન લીધા વગર આ અંગેના સર્ટીફીકેટની અનિવાર્યતા જણાતી હોવાથી કેટલાક શખ્સો દ્વારા આ અંગેનો ગેરલાભ લઇને સ્થાનિક કર્મચારીઓ સાથે મીલીભગત કેળવી રીતસરનું ડમી સર્ટિફિકેટ બનાવવામાં આવતું હતું.

આ માટે ખંભાળિયાના અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ભાણવડના રહીશ એવા વિપુલ નારણભાઈ ચૌહાણ તથા કેસ રાઈટર તરીકે કામ કરતા અકરમ હનીફભાઈ બ્લોચ અને પટ્ટાવાળા તરીકે કામ કરતા તેમજ અહીંના સેવાભાવી તથા રાજકીય કાર્યકર તરીકેની છાપ ધરાવતા તપન ભરતભાઈ શુક્લ દ્વારા સરકારી કચેરીમાં મિલીભગત આચરી, કોવિડ વેક્સિન આપવા માટે નિયુક્ત કરવામાં આવેલા ફિમેલ હેલ્થ વર્કરની જાણ બહાર કોઈપણ રીતે તેમના આઈ-ડી પાસવર્ડનો ઉપયોગ કરી અને કવિડ વેક્સિન મેળવ્યા અંગેના સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવતા હતા.

આ માટે તેઓ દ્વારા રૂપિયા 1,000 થી 2,500 સુધીની રકમ લઈ અને આ વેક્સિન મેળવવા અંગેનું ડમી સર્ટીફીકેટ ઇસ્યુ કરાવી અને આ શખ્સો દ્વારા વેક્સિનના ડોઝ લીધા વગર પ્રમાણપત્ર અપાવી અને વિશ્વાસઘાત કરવામાં આવતો હોવાનું જાહેર થયું છે.

આ માટે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ ખાતે રહેતો અને અલ નાઝ ટેલિકોમ નામની ટ્રાવેલ એજન્સી અને મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતો અલ્તાફ હુસેનભાઈ જુસબભાઈ લોરુ (ઉ.વ. 28) નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. આ શખ્સ પાસેથી પોલીસે સાત ડમી કોવિડ વેક્સિન મેળવ્યા અંગેના સર્ટીફીકેટ પણ કબજે કર્યા છે.

એટલું જ નહીં, આ પ્રકરણમાં સલાયાના અન્ય બે રહીશો શબ્બીર આમદભાઈ ભગાડ અને હાજી ગની હાજી ઈકબાલ સંઘાર નામના બે શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. આ પ્રકરણમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ સલાયામાં જ આશરે 200થી 250 જેટલા કોરોના વેક્સિન મેળવ્યા વગર આ વેક્સિન મેળવવા અંગેના ડમી સર્ટિફિકેટ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

આ કૃત્ય સંદર્ભે ખંભાળિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલભાઈ ડી. જેઠવાની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 120-બી 269, 406,408, 465, 468, તથા 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આમ, આ સમાજવિરોધી મનાતા આ કૃત્યનો જિલ્લા એસ.ઓ.જી. પોલીસે પર્દાફાસ કરી, ગઈકાલે રવિવારે ઉપરોક્ત તમામ છ શખ્સોની અટકાયત કરી હતી. જેનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતા ગતરાત્રે તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયા દ્વારા ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આરોપીઓને રજૂ કરી, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેમજ આ ડમી સર્ટીફીકેટ કેટલા લોકોએ મેળવ્યા છે? તે સંદર્ભે પોલીસે આરોપીઓના મોબાઈલ પરની વિગત મેળવી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયા, સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ એમ. જાડેજા, હરદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના નવાગામ ઘેડ માંથી જુગારની મીની કલબ ઝડપાઈ: 1. 79 લાખની મતા સાથે 15 શખસ પકડાયા.

0

જામનગરના નવાગામ ઘેડ માંથી જુગારની મીની કલબ ઝડપાઈ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી માડમ ફળીમાં એક મકાનમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સીટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ સાથે PSI વાય.બી રાણાના વડપણ હેઠળ જય ઘેલુભાઇ માડમના મકાનમાં દરોડો પાડયો હતો.

જેમા જય ધેલુભાઇ માડમ નામનો શખ્સ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી સીટી-બી ના પો.કો. રાજુ દુર્લભભાઈ વેગડને મળતા ઉપરોકત મકાનમાં દરોડા પાડ્યો હતો જેમા

( ૧ ) જયભાઇ ઘેલુભાઇ માડમ જાતે આહિર ઉ.વ .૨૧ રહે . નવાગામ ઘેડ , માડમ ફળી , જામનગર

( ૨ ) ધીરૂભાઇ બચુભાઇ જાદવ જાતે વાણંદ ઉ.વ .૬૩ ધંધો નિવૃત રહે . રાજમોતી ટાઉનશીપ , શેરી નં .૧ , મકાન નં . ૧૩/૪ , મોહનનગરનો ઢાળીયો , જામનગર

( ૩ ) હસમુખભાઇ ઉર્ફે રમેશભાઇ કાનજીભાઇ ખેતાણી જાતે કડીયા ઉ.વ .૬૮ ધંધો નિવૃત રહે . બેડમીન્ટન હાઉસ , કેતન સોસાયટી , જોગર્સ પાર્ક પાસે , ડો .જયરાજ વસાની બાજુમાં , જામનગર

( ૪ ) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જશુભા રાઠોડ જાતે ગીરા ઉ.વ .૪૨ ધંધો મજુરી રહે . રાંદલનગર , બાપા સીતારામની મઢુલી પાસે , જામનગર

( ૫ ) ઇકબાલ દાઉદભાઇ સુરીયા જાતે મેમણ ઉ.વ .૬૨ ધંધો વેપાર રહે . કાલાવાડ નાકા બહાર , શાહ પેટ્રોલપંપ પાછળ , નેશનલ પાર્ક શેરી નં .૫ , જામનગર

( ૬ ) નવીનભાઇ વેણીલાલ ધ્રુવ જાતે વાણીયા ઉ.વ .૭૩ ધંધો નિવૃત રહે . પટેલ કોલોની શેરી નં .૪ , શ્રીજી એપાર્ટમેન્ટ , ફલેટ નં .૧૦૧ , જામનગર

( ૭ ) હરેશભાઇ જયસુખભાઇ ત્રિવેદી જાતે બ્રાહ્મણ ઉ.વ .૫૧ ધંધો મજુરી રહે . મોટી ભલસાણ ગામ , જૈન દેરાસરની બાજુમાં , તા.જી. જામનગર

( ૮ )જયેન્દ્રસિંહ ઉર્ફે હકુભા મહિપતસિંહ પરમાર જાતે ગીરા ઉ.વ .૪૬ ધંધો મજુરી રહે . નવાગામ ઘેડ , માડમ ફળી , જામનગર

( ૯ ) કાંતાબેન વા / ઓ ચંદ્રકાંતભાઇ પ્રેમશંકરભાઇ ઓઝા જાતે બ્રાહ્મણ ઉ.વ .૬૫ રહે . જયંત સોસાયટી , પ્લોટ નં . ૨૦૩ , જામનગર

( ૧૦ ) બધીબેન વા / ઓ કરશનભાઇ ભોજાભાઇ મારીયા જાતે આહિર ઉ.વ .૬૦ રહે . શંકરટેકરી નવી નિશાળ પાસે , પાણીના ટાંકા પાસે , જામનગર

( ૧૧ ) અરૂણાબેન વા / ઓ મનસુખભાઇ ભાણદાસભાઇ હરીયાણી જાતે બાવાજી ઉ.વ .૬૩ રહે . જયંત સોસાયટી -૩ , “ રામ ” જામનગર

(૧૨ ) ચંદ્રાબા વા / ઓ મહિપતસિંહ રતનસિંહ જાડેજા જાતે દરબાર ઉ.વ .૫૪ રહે . તીરૂપત્તી – રાધા ક્રિષ્ન પાર્ક શેરી નં .૨ , જામનગર

( ૧૩ ) વર્ષાબેન વા / ઓ પ્રફુલચંદ્ર નરશીદાસ સોલંકી જાતે કંસારા ઉ.વ .૬૦ રહે . રણજીતનગર , નવો હુડકો , જે -૨૫ , હાલ કામદાર કોલોની , દેરાસર રોડ , ૧૦૨ , જામનગર

( ૧૪ ) રીટાબેન વા / ઓ કૈલાશભાઇ ગોવીંદરામ લાલ જાતે લોહાણા ઉ.વ .૬૦ રહે . રામેશ્વરનગર , વિનાયક પાર્ક , શેરી નં .૫ , જામનગર

( ૧૫ ) ચતુરાબેન વા / ઓ વજુભાઇ મગનભાઇ ગજજર જાતે આહિર ઉ.વ .૩૭ રહે . રામેશ્વરનગર , વિનાયક પાર્ક પાસે , રન્નાદે પ્રોવીઝન સ્ટોર પાછળ , જામનગર સહિત ૧૪ વ્યક્તિ મળી આવ્યા હતા

પોલીસે પટમાંથી ૧,૬૧૬૦૦ રોકડા ગંજીપાનાની બે કીટ તથા ૧૧ મોબાઇલ કબ્જે કર્યા છે. તમામ 15 સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ કામગીરી પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ. શોભરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, રવીન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, કીશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં કરૂણાંતિકા : બળદને બચાવવા ગયેલ ખેડૂતનું મોત

0

કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં કરૂણાંતિકા : બળદને બચાવવા ગયેલ ખેડૂતનું મોત

જામ્યુકો ફાયર બ્રિગેડે મહામહેનતે કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ તાલુકાના સોરઠા ગામ ની સીમ વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત છગનભાઈ બચુભાઈ લોરીયા (ઉ.વ.48) કે જેઓનો બળદ આજથી એકાદ સપ્તાહ પહેલાં પોતાના વાડીના ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી ગયો હોવાથી તે બળદ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

પરંતુ બળદ પાણીમાં ડૂબી ગયો હતો, અને ખેડૂત પોતે પણ ડૂબી ગયા હતા. અને બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી બંને કૂવામાં પડ્યા હોવાથી બળદ અને છગનભાઈના મૃતદેહ તદ્દન કોહવાઈ ગયા હતા, અને ખૂબ જ દુર્ગંધ મારતી હતી. છગનભાઈ એકલા રહેતા હોવાથી કોઈને જાણકારી ન હતી.

પરંતુ આસપાસના વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ પ્રસરી ગઇ હોવાથી સરપંચ વગેરેએ કાલાવડ પોલીસને જાણ કરાતા પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે દરમિયાન કૂવામાં કોહવાયેલા મૃતદેહને પર નજર પડી હતી.

જેથી જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જે ફાયર ની ટુકડી વહેલી સવારે સોરઠા ગામે પહોંચી ગઈ હતી, અને 50 ફૂટ ઊંડા કૂવામાં કે જેમાં 10 ફૂટ પાણી ભરેલું હતું, તે પાણીના ભાગમાંથી છગનભાઈના મૃતદેહને બહાર કાઢી કાલાવડ પોલીસને સુપરત કરી દીધો હતો. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

સોરઠા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ મામલે પોલીસને એવુ જણાવ્યું હતું, કે છગનભાઈ એકલા જ રહેતા હતા અને કૂવામાં પડી ગયા હોવાનું હનુમાન લગાવ્યો છે જે મામલે કોઈને જાણકારી ન હતી પરંતુ ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી આસપાસ ની વાડી માલિકોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે કૂવામાં નિરીક્ષણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

સગપણ તુટવાની વાત બાબતે સગર યુવાનની આત્મહત્યા

સગપણ તુટવાની વાત બાબતે યુવાનની આત્મહત્યા

ખંભાળિયા: ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા એક ખેડૂત સગર પરિવારના 22 વર્ષીય યુવાન ભાવેશભાઈ વજશીભાઈ કારેણાની સગાઈ આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ઘેલડા ગામે થઈ હતી.

આ સગાઈ હવે ક્ધયાપક્ષવાળા રાખવા માંગતા ન હોવાથી તેઓ ગઈકાલે રવિવારે બપોર બાદ આ સગપણ છુટું કરવા આવવાના હતા.

નવયુવાન એવા ભાવેશભાઈ કારેણાને આ સંબંધ છુટું કરવા બાબતે મગજમાં લાગી આવતા ગઈકાલે બપોરે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા વજશીભાઈ નારણભાઈ કારેણાએ ભાણવડ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

ખંભાળીયાના કાકાભાઇ સીહણ ગામની સીમમાંથી જુગાર રમતા 6 ને ઝડપી લેતી દ્વારકા LCB : રૂા.2 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત

ખંભાળીયાના કાકાભાઇ સીહણ ગામની સીમમાંથી જુગાર રમતા 6ને ઝડપી લેતી એલસીબી : રૂા.2 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ દારૂ-જુગારની અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાની રાહબારી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે ખંભાળીયા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા.

દરમ્યાન એ.એસ.આઇ. સજભા જાડેજા હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમી અનુસંધાને લખમણભાઇ અરજણભાઇ ગોરાણીયા મેર (રહે. ખાંભોદર ગામ, તા.જી. પોરબંદર વાળાઓ)એ ખંભાળીયા તાલુકાના આહીર સીહણ ગામ પાસે આવેલ કાકાભાઇ સીહણ ગામની કેવળા વાડી સીમમાં નાથાભાઇ માલદેભાઇ કેશવાલા (રહે. જામનગર વાળાની વાડી ફાર્મ હાઉસમાં ભાગીયા)એ તેના અંગત આર્થીક ફાયદો મેળવવા સારૂ બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે.

તેવી હકીકત વાળા સ્થળે રેઇડ કરતા ઉપરોકત્ત સ્થળેથી નીચે દર્શાવેલ છ શખસને ઝડપી લીધા હતા.

(1) લખમણભાઇ અરજણભાઇ ગોરાણીયા મેર ઉવ-રપ રહે. મુળ ખાભોધર ગામ, તા.જી પોરબંદર હાલ નાયાભાઇ માલદેભાઇ કેશાવાળાની કાકાભાઇ સિંહણ ગામની સીમમાં વાડીના મકાને તા. ખંભાળીયા

(ર) દેવસીભાઇ દેવરખીભાઇ ગાગલીયા આહીર (ઉવ-41) રહે અપીયા ગામ, તા. લાલપુર, જિ. જામનગર)

(3) રાજશીભાઇ જીવાભાઇ યાવડા આહીર ઉવ-40 રહે આડઠીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા

(4) દેવાયતભાઇ વિકમભાઇ ચાવડા (ઉવ-46 રહ. આઠ્ઠીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા)

(5) નારણભાઇ નાથાભાઇ ચાવડા (ઉવ-38 રહે. આહીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભુમિ દ્રારકા)

(6) જેશભાઇ લાખાભાઇ ચાવડા( ઉવ-42 રહે આહીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા)

આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. જે.એમ.ચાવડાની સુચના મુજબ પીએસઆઇ એસ,વી.ગળચર, પીએસઆઇ પી.સી.શીંગરખીયા, એએસઆઇ સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઇ ચાવડા, દેવસીભાઇ ગોજીયા, કેશુભાઇ ભાટીયા, નરસીણાઇ સોનગરા, હે.કો. જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, મસરીભાઇ આહીર, બોધાભાઇ કેશરીયા. લાખાભાઇ પિંડારીયા, અરજણભાઇ મારૂ. બલભદ્રસીહ ગોહીલ, જીતુભાઇ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, પો.કો. વિશ્ર્વદીપસિંહ જાડેજાએ કરી હતી.

ખંભાળિયાના જ્વેલર્સનું સોનુ લઇને ફરાર થયેલ શખસને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો

ખંભાળિયાના જ્વેલર્સનું સોનુ લઇને ફરાર થયેલ શખસને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો

આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: પોલીસ દ્વારા સુરત તરફ તપાસના ચક્રો ગતિમાન

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા શીરાજ બંગાળી નામના એક વેપારી કારીગરને ત્યાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કામે રહેલા સાકીરુદ્દીન અબ્દુલા શેખ નામના 21 વર્ષીય યુવાન બીજા જ દિવસે તા. 12 ના રોજ આશરે રૂપિયા બે લાખની કિંમતનું 45 ગ્રામ સોનું લઈને રફૂચક્કર થઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ તા. 13 એપ્રિલના રોજ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા વિવિધ દિશાઓમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત આરોપીનું પગેરું પશ્ચિમ બંગાળ સુધી હોવાનું ધ્યાને આવતા તપાસનીશ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા તથા સ્ટાફ ગત તારીખ 7 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળ રાજ્યના હુબલી જિલ્લામાં પહોંચ્યા હતા.

અહીંથી ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ડોલેશ્વર વિસ્તારમાંથી ઉપરોક્ત આરોપીને દબોચી લઇ, ખંભાળિયા લઈ આવવામાં આવ્યો હતો.

આરોપીને ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વિભાપરમાં પ્રેમ પ્રકરણમાં બબાલ : પ્રેમિકા સાથે આવેલા શખ્સને પત્નિ અને પડોશીએ લમધાર્યા

0

વિભાપરમાં પ્રેમ પ્રકરણમાં બબાલ: પ્રેમિકા સાથે આવેલા શખ્સને પત્નિ અને પડોશીએ લમધાર્યા

પ્રેમીયુગલ ઘાયલ થતાં સારવારમાં ખસેડાયા
મહિલા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર તાલુકાના ખીમરાણા ગામ માં રહેતા અને કડિયા કામ કરતા છગનભાઈ કાનજીભાઈ માંડવીયા લગ્ન અગાઉ વિભાપર ગામ ની ગીતાબેન નામની મહિલા સાથે થયા હતા, અને પતિ-પત્ની તરીકે બંને સાથે રહેતા હતા. પરંતુ છેલ્લા દોઢેક મહિનાથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ થયો હતો, અને પતિ છગનભાઈ વિભાપર ના બદલે ખિમરાણા ગામે રહેવા ચાલ્યા ગયા હતા.

જયાં છગનભાઈ ને રંજનબેન નામની અન્ય એક યુવતી સાથે પ્રેમસંબંધ થઈ જતાં તેણીની સાથે મૈત્રી કરાર કરી લીધા હતા, અને બંને ખીમરાણા ગામેં સાથે રહેતા હતા. જેથી ગીતાબેન અને છગનભાઇ વચ્ચે ખટરાગ ચાલતો હતો. દરમિયાન ગઇકાલે છગનભાઈ પોતાની સાથે કડિયા કામ કરતા રમેશભાઇ વિભાપર ગામમાં રહે છે.

તેને મળવા માટે પોતાની પ્રેમિકા રંજનબેન ને લઈને આવ્યા હતા, દરમિયાન છગનભાઈ ની પત્ની ગીતાબેન તથા અન્ય પાડોશીઓ મુકેશભાઈ ધવલભાઇ કોળી, અને ધવલભાઈ કોળી ને જાણકારી થઈ જતાં તેઓ રમેશભાઈ ના ઘર પાસે પહોંચ્યા હતા, અને છગનભાઇ સાથે તકરાર કરી હતી.

આ વેળાએ ત્રણેય શખ્સોએ છગનભાઈ ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી દીધો હતો, ઉપરાંત રંજનબેન ને પણ મારકૂટ કરી દીધી હતી. જેથી બન્નેને સારવાર માટે જામનગરની

જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ હુમલાના બનાવ અંગે છગનભાઈએ પોતાની પત્ની ગીતાબેન ઉપરાંત પાડોશીઓ મુકેશ ધવલભાઇ અને ધવલભાઈ કોળી સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને વિભાપર ગામમાં ચકચાર જાગી છે.

જામનગરના ઢોર માલિકો સાવધાન: હવે રખડતા ઢોરના માલિકો સામે સીધી ફરિયાદ નોંધાશે

0

જામનગરના ઢોર માલિકો સાવધાન: હવે રખડતા ઢોરના માલિકો સામે સીધી ફરિયાદ નોંધાશે

જામનગર : જામનગરમાં રખડતા ઢોરને પકડવા મનપાનું તંત્ર રહી રહીને જાગ્યું છે.

જેના પગલે શુક્રવારે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં ઢોર પકડવાની ઝુંબેશ વેગવંતી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે મુજબ રખડતા ઢોરને બાર કોડના આધુનિક ટેગ લગાવામાં આવશે. જેથી ઢોર માલીકો સામે સીધી પોલીસ ફરિયાદ થઇ શકશે.

તદઉપરાંત આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડાશે. જો કે, મનપા દ્વારા રોજના 30 ઢોર પકડવામાં આવતા હોવા છતાં શહેરના માર્ગો પર સમસ્યા યથાવત રહી છે.

શહેરમાં તાજેતરમાં રખડતા ખૂટિયાએ મહિલાને ઢીકે ચડાવી લોહીલુહાણ કર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત શહેરીજનોમાં પડયા છે. આ બનાવના પગલે મનપાનું તંત્ર પણ રહી રહીને જાગ્યું છે.

કમિશ્નરે ઢોરથી અકસ્માત, મૃત્યુના કિસ્સામાં ઢોર માલીકે વળતર ચૂકવવું પડશે તે જાહેરનામું બહાર પાડયું છે. બીજી બાજુ શુક્રવારે રખડતા ઢોર મામલે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની મીટીંગ મળી હતી.

જેમાં રખડતા ઢોરને આધુનિક બાર કોડ ટેગ લગાડવાનો નિર્ણય કરાયો હતો. આ ટેગમાં ઢોર માલીકનું નામ, સરનામું સહિતની તમામ વિગતો હોવાથી સીધી પોલીસ ફરિયાદ થઇ શકશે. તદઉપરાંત આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવામાં આવશે. જેથી ઢોર માલીકો કોઇ હસ્તક્ષેપ કરી ન શકે. ઢોર પકડવાની ઝુંબેશ તાકીદે વેગવંતી બનાવવાનો નિર્ણય પણ કરાયો હતો.

જામનગરમાં મનપા દ્વારા રખડતા ઢોર પકડી રણજીતસાગર અને બેડેશ્વરમાં આવેલા ઢોના ડબ્બામાં પૂરવામાં આવે છે. હાલમાં મનપાના ઢોરના ડબ્બામાં 277 ખૂટિયા અને 17 ગાય છે. સમયાંતરે ઢોરને અન્ય સ્થળે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યા છે.

498-એના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર SOG

0

498-એના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એસ.ઓ.જી

જામનગર: પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લા શહેરોના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા સા. ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી આર.વી.વીંછી તથા પો.સ.ઈ. વી.કે.ગઢવીના નેત્રુત્વ વાળી ટીમના હર્ષદભાઈ ડોરીયા તથા હિતેશભાઈ ચાવડા તથા દિનેશભાઈ સાગઠીયાને ખાનગી બાતમી મળેલ કે, જામનગર કે સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન સેક્ધડ ગુ.ર.ન. 394/ર009 ઇ.પી.કો કલમ 498(એ), 114 મુજબના ગુનાના કામેના છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપી તુલષીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ રહે શંકરટેકરી, જામનગર વાળા હાલ પોતાના ઘરે પાસે હાજર છે જે બાતમી મળતા તુરતજ સદર જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત બાતમી વર્ણન વાળો ઈસમ સદર જગ્યાએ ઉભેલ હોય જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી લીધેલ અને આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.માં સોપી આપેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી સા.ની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.