Monday, October 12, 2026
Home Blog Page 341

કોંગ્રેસના ઘેરાવ કાર્યક્રમમાં પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે મારામારી.!

0

કોંગ્રેસના ઘેરાવ કાર્યક્રમમાં પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ બાખડ્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાન બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે, કોંગ્રેસના નેતાએ બંને મહિલા આગેવાનને શાંત કરી મામલો થાળે પાડ્યો હતો.

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મામલે મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કોંગ્રેસની બે મહિલા આગેવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના પૂર્વ મેયર પારુલ ત્રીવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ બંને મહિલા આગેવાનોએ એકબીજાના કાઠલા પકડી લીધા હતા.

ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આગેવાનો વચ્ચે લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા મનપાના ઘેરાવ દરમિયાન આ બંને મહિલા આગેવાનો કોઈ કારણસર બાખડી પડ્યા હતા. જો કે, કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયાએ બંને મહિલા આગેવાનને જુદા પાડ્યા અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે ઝપાઝપી દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા થઈ હતી.

ઈજા થવાને કારણે પૂર્વ મેયરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પારૂલબેન ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર પંથકમાં 20 ગૌવંશ કતલ થતા બચ્યા: 7ની અટકાયત:જામનગર હિન્દુ સેના તથા સિક્કા પોલીસની સંયુકત્ત કાર્યવાહી

0

જામનગર પંથકમાં 20 ગૌવંશ કતલ થતા બચ્યા, 7ની અટકાયત

જામનગર હિન્દુ સેના તથા સિક્કા પોલીસની સંયુકત્ત કાર્યવાહી

જામનગર ગ્રામ્ય આસપાસના વિસ્તારમાંથી મુંગા પશુઓને ઉઠાવી જઇ માળીયા વિસ્તારમાં કતલ કરી નાખી અમદાવાદ વેચાણ કરાતું હોવાનું ધ્યાનમાં આવતાં તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર તાલુકાના આમરા-જીવાપર સહિતના વિસ્તારોમાંથી કેટલાક ગૌવંશ ને વાહનોમાં ઉઠાવી જઇ માળિયા પાસે તેની કતલ કરી નાખવામાં આવે છે, અને તે ગૌમાંસ ને અમદાવાદ તરફ વેચાણ કરી નાખવામાં આવે છે. તેવી જાણકારી જામનગરની હિન્દુ સેના ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ગૌ ભક્તો ને મળી હતી. જેથી હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ એડવોકેટ પ્રતિક ભટ્ટ દ્વારા સિક્કા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગઈકાલે સાંજે સિક્કા પોલીસ દ્વારા જીવાપર અને આમરા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન સાત જેટલા શખ્સો 20થી વધુ ગૌવંશ (બળદ) ને ઉપાડી જઈ કતલખાને મોકલવાની પેરવી કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી પોલીસે 20 જેટલા પશુઓને મુક્ત કરાવ્યા હતા. જ્યારે શ્રાવણ મહિના જેવા પવિત્ર તહેવારમાં પશુઓની કતલ ની પ્રક્રિયાના જોડાયેલા એવા જામનગરના ખોજા ચકલા વિસ્તારમાં રહેતા સોહીલ ઇબ્રાહીમભાઇ, તેમજ વનરાજ ઘેલા ભાઈ પરમાર, અભેશ મોહનભાઈ સિંધવ, ગેલાભાઈ પદ્માભાઈ પરમાર, રસિક ધુળાભાઈ સિંધવ, કરણ ગેલા ભાઈ પરમાર, કાળુ ઉર્ફે કારો પરમાર વગેરેની અટકાયત કરી લઇ તમામ સામે સિક્કા પોલીસ મથકમાં પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11 (1) (ક) તથા પશુ સંરક્ષણ અધિનિયમ 2011 ના સુધારા 2017 ની કલમ 6, 8,(2), 8,(4) તથા જી.પી.એફ કલમ 119 મુજબ ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં સંડોવાયેલા વાંકાનેરના રૂડો ઉર્ફે વિજય પરમાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય શખ્સોને ફરાર જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું, કે જામનગર ગ્રામ્ય વિસ્તારના કેટલાક સરપંચ પાસેથી રસ્તે રઝળતા પશુઓને ગૌશાળામાં પહોંચાડવા લઈ જઈએ છીએ, તેવું ખોટું કારણ દર્શાવી તેઓ પાસેથી લેટર તૈયાર કરાવી લેતા હતા. અને ગૌવંશને ઉઠાવી જઇ માળીયામીયાણા પાસે કતલ કરાવી નાખે છે, અને ત્યાંથી ગૌમાંસને અમદાવાદ તરફ વેચવાનું કારસ્તાન ચલાવે છે. જે માહિતીના આધારે પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

જામનગરના લાખોટા તળાવમાં મોતની છલાંગ મારનાર મૂસ્લિમ યુવાનની ઓળખ થઇ: પત્ની સાથે તકરાર બની કારણભૂત

0

જામનગરના લાખોટા તળાવમાં આત્મહત્યા કરનાર મૂસ્લિમ યુવાનની ઓળખ થઇ

પત્ની સાથે છેલ્લા બે મહિનાથી તકરાર થઇ હોવાથી પોતાને મનમાં લાગી આવતાં તળાવમાં ઝંપલાવી આપઘાતનું પગલું ભરી લીધાનું જાહેર થયું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના લાખોટા તળાવમાં ગઈકાલે બપોરે એક વાગ્યાના અરસામાં એક અજ્ઞાત યુવાને ઝંપલાવી દીધું હતું, અને તેનું તરત જ મૃત્યુ નીપજયું હતું. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સુપરત કર્યો હતો.

પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમિયાન તેની ઓળખ કરી લેવામાં આવી હતી. અને મૃતક નું નામ ઈરફાનશા દાઉદશા શાહમદાર (ઉ.વ.25) અને નવીવાસમાં રહેતો હોવાનું તેમજ રીક્ષા ડ્રાઈવિંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે મૃતકના મોટાભાઈ મોહસીનશા દાઉદશા નું નિવેદન નોંધ્યું હતું.

જેમાં તેણે આજથી બે મહિના પહેલા પોતાના ભાઈ ઈરફાનશા કે જેણે મૈત્રી કરાર કરેલા હતા. જે પત્ની સાથે વાંધો પડયો હતો, અને બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેનું મનદુખ રાખી ને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરના ચૌહાણ ફળીની યુવતિને પ્રેમલગ્નના ત્રણ મહિનામાં જ પતિએ છોડી દીધી

0

જામનગરના ચૌહાણ ફળીની યુવતિને પ્રેમલગ્નના ત્રણ મહિનામાં જ પતિએ છોડી દીધી

યુવતી અને તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં ચૌહાણ ફળી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય એક યુવતી કે જે અગાઉ રણજીત રોડ પર એક કાપડના શો રૂમ માં નોકરી કરતી હતી.

જે દરમિયાન તેજ શોરૂમમાં કાપડની હેરાફેરી માટે ડ્રાઇવિંગ કામ કરતા જયેશ ભાષ્કરભાઈ પંડયા નામના સહકર્મચારી સાથે મિત્રતા થઈ હતી, અને બંનેએ મૈત્રી કરાર કરી લીધા હતા.

જે પ્રેમ સંબંધ ત્રણ મહિના ચાલ્યો હતો. ત્યાર પછી જયેશે પોતાની પત્નીને તરછોડી દીધી હતી. જેથી તેણી પોતાના માવતરે આવી ગઈ છે. જ્યાં પણ પતિ દ્વારા મોબાઈલ ફોન કરી અવારનવાર ત્રાસ ગુજારવામાં, આવતો હતો.

દરમિયાન ગઈકાલે રાત્રે જયેશ પંડયા ફરીથી મોબાઈલ ફોન કરીને તેં મારો માલ પકડાવી દીધો છે, તેમ કહી ધાકધમકી ઉચ્ચારી, માતા પિતાને પતાવી દેવા ની ધમકી આપતાં આખરે મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જેની સામે પોલીસે આઈપીસી કલમ 504 અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપી ના ત્રાસના કારણે યુવતીને નોકરી છોડી દેવાની ફરજ પડી છે, અને પોતાના ઘરમાં જ રહે છે.

સંગઠનના ચાણક્યા ભીખુ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ

0

સંગઠનના ચાણક્યા ભીખુ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: રાષ્ટ્રીય સ્વયંમૃ સેવક સંઘના પ્રચારક અને ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

ભીખુભાઈ દલસાણીયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ભીખુભાઈ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દીધા હતા.

ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.

જામનગરમાં ડીકેવી સર્કલ નજીક પોસ્ટના ડબ્બામાં બોમ્બ હોવાનો પત્ર મળતા પોલીસ તંત્રમાં દોડધામ

0

જામનગરમાં ડીકેવી સર્કલ નજીક પોસ્ટના ડબ્બામાં બોમ્બ હોવાનો પત્ર મળતા પોલીસ તંત્રમાં દોડધામ

જામનગર એલસીબી, એસઓજી, બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓએ કરી તપાસ

દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરના ધમધમતા ડીકેવી સર્કલ આરામ હોટલ પાસે આવેલા પોસ્ટના ડબ્બામાં બોમ્બ રાખ્યો હોવાનો અને ગમે તે ક્ષણે ફાટશે તેવો પત્ર જિલ્લા કલેકટરને મળતા તેઓ તુરંત સતર્ક થઇ ગયા હતાં અને આ બાબતે જિલ્લા પેાલીસવડાને જાણ કરતાં એલસીબી, એસઓજી અને બોમ્બ સ્કવોર્ડ તાત્કાલિક ડીકેવી સર્કલ પહોચી ગઇ હતી અને આખો વિસ્તાર ખાલી કરાવી પોસ્ટના ડબ્બામાં તપાસ કરતા તેમાંથી કંઇ મળ્યું ન હતું.

જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ મેઇલ કરીને તંત્રને ધંધે લગાડનાર શખસ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવના પગલે ડીકેવી પાસે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

જામનગર શહેરમાં ડીકેવી પાસે પોષ્ટના ડબ્બામાં બોમ્બ મુકાયા હોવાના પત્રથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.

બોમ્બ સ્કવોડ તથા ડોગ સ્કવોડ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અડધી કલાકની જહેમત બાદ સબ સલામતની જાહેરાત થતા પોલીસ સહિત સૌએ રાહતનો શ્વાસ લીઘો હતો.પોલીસની કવાયત દરમિયાન ડીકેવી પાસે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 200 થી વધુ પવન ચક્કી ઉભી કરવા મામલે ખેડૂતોમાં રોષ : મામલતદાર કચેરીએ કર્યો અનોખો વિરોધ

કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 200 થી વધુ પવન ચક્કી ઉભી કરવા મામલે ખેડૂતોમાં રોષ

મામલતદાર કચેરીએ પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ તેમજ દુધભિષેક સાથે પૂજા અર્ચના કરીને વિરોધ દર્શાવ્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.કે.પી એનર્જી તથા મિયાણી પાવર ઇન્ફા કંપની વિરુદ્ધ ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 200 થી વધુ પવન ચક્કી ઉભી કરવા મામલે ખેડૂતોમાં રોષ છે.

મામલતદાર કચેરીએ પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ તેમજ દુધભિષેક કરી સરકાર અને કંપનીને સદબુદ્ધિ આવે તેવી પૂજા અર્ચના ખેડૂતોએ કરી હતી.

મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ મામલતદાર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા.કંપની દ્વારા વ્યાપક પ્રમાણમાં તળાવ વૃક્ષોને નુકસાન કર્યાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે

પીપરટોડા પાસે બાઈક ગાડાને ઓવરટેક કરવા જતા બાઈક-કાર વચ્ચે અકસ્માત સર્જાતા પત્નિની નજર સામે પતિનું મૃત્યુ

0

પત્નિની નજર સામે પતિનું કમકમાટીભર્યુ મોત

પીપરટોડા પાસે બાઈક ગાડાને ઓવરટેક કરવા જતા બાઈક-કાર વચ્ચે અકસ્માત સર્જાતા પત્નિની નજર સામે પતિનું મૃત્યુ

જામનગર : જામજોધપુર તાલુકાના સડોદર ગામે રહેતા ડાયાભાઈ રવેરામભાઈ તૈરેયા, ઉ.વ.66 એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.17-8-ર1ના આ કામે મરણજનાર જીતુભાઈ સામજીભાઈ તૈરેયા, ઉ.વ.4પ, રે. સડોદર ગામ, તા.જામજોધપુરવાળા તેમજ તેના પત્ની જયોતીબેન તેમનું મોટરસાયકલ લઈલ જામનગર થી સડોદર બાજુ આવતા હોય ત્યારે પીપરટોડા ગામની આગળ બે કિ.મી. બળદ ગાડાની આગળ ઓવરટેક કરવા જતા બળદ ગાડાની ઘોસરી જીતુભાઈની મોટરસાયકલમાં ભટકાતા બંન્ને નીચે પડી જતા સામેથી આવતી ફોરવ્હિલનું ટાયર જીતુભાઈના માથામા તથા શરીર પર ફરી વળતા મૃત્યુ નિપજયું હતું.

સુઝલોન કંપનીમાં ગાડી કોન્ટ્રાક્ટમાં “ન” રાખવામાં આવતા 2 કર્મચારીને 2 શખસે આપી જાનથી મારી નાખવાની ઘમકી

કંડોરણા ગામે ખાનગી કંપનીમાં વાહન ન રાખવામાં આવતા બે શખ્સો દ્વારા કર્મચારીને મારી નાખવાની ધમકી

ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલી સુઝલોન કંપનીમાં ગાડી કોન્ટ્રાક્ટમાં ન રાખવામાં આવતા આ અંગેનું મનદુ:ખ રાખી, ખંભાળિયા તાલુકાના બજાણા ગામના રહીશ કારૂ અરશી ચુડાસમા અને ભરત રાણા ચુડાસમા નામના બે શખ્સોએ કંપની વિસ્તારમાં બે વખત આવી અને 66 કેવી સબ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ હિરેનભાઈ નંદાણીયા અને દિનેશભાઈ કરમુરને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવામાંની ધમકી આપી હોવાની ધોરણસર ફરિયાદ જગદીશભાઈ ઉકાભાઇ ચાડ (રહે. જામનગર)એ અહીંની પોલીસમાં નોંધાવી છે.

ખંભાળિયા પોલીસે બજાણાના બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં માનસીક બીમારીથી કંટાળી નેપાળી યુવાનની આત્મહત્યા

0

જામનગરમાં માનસીક બીમારીથી કંટાળી નેપાળી યુવાનની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનામાં રહીને ચોકીદારી કરતા રાજુભાઈ વીરબહાદુર સુનાર નામના 45 વર્ષના નેપાળી યુવાને ગઈ કાલે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સેતુભાઈ ભોલેભાઈ નરબહાદૂર નેપાળી એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નેપાળી યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.