Monday, October 12, 2026
Home Blog Page 340

જામનગરમાં સોની વેપારીઓની હડતાળ:હોલમાર્કિંગ યુનિક આઇડીના વિરોધમાં જ્વેલર્સની સજ્જડ હડતાલ

0

જામનગરમાં સોની વેપારીઓની હડતાળ

દેશભરમાં હોલમાર્કિંગ યુનિક આઇડીના વિરોધમાં જ્વેલર્સની સજ્જડ હડતાલ : કરોડોની લે-વેચ અટકી પડી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: સોનાના ઘરેણા ઉપર હોલમાર્કીંગની યુનિક આઇડી એટલે કે, એચ.યુ.આઇ.ડી.ને લઇને જ્વેલર્સ ભારે નારાજ છે જેનો પડઘો પાડવા આજે જ્વેલર્સે દેશમાં એક દિવસની હડતાલ પાડી છે.

જ્વલર્સનું કહેવું છે કે હોલમાર્ક તો ઠીક છે પણ એચ.યુ.આઇ.ડી કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ગુજરાતના જ્વેલર્સ પણ હડતાલમાં જોડાયા છે.

માત્ર ગુજરાતમાં જ એક દિવસની હડતાલથી રૂ. 500 કરોડનું ખરીદ – વેચાણ અટકી ગયું છે. પ્રતિક હડતાળ બાદ પણ સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો સંગઠન દ્વારા વધુ રજૂઆત પણ કરવામાં આવશે.

જામનગર હોલમાર્કના અમલીકરણ સામે જવેલર્સની હડતાળ છે 16 જુનથી સુવર્ણના આભુષણો ઉપર હોલમાર્કિંગ ફરીજયાત કરવામાં આવ્યુંછે. તેની સાથે દરેક દાગીના પર એચયુઆઇડી માર્ક લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.એચયુઆઇડી બીએસીકે ના નારા સાથે જવેલર્સએ એક દિવસના બંધનું એલાન આપ્યું છે.

જામનગરના જવેવર્સનું સુવર્ણકારોનું બંધને સમર્થન આપ્યું છે. સોની બજાર ચાંદી બજાર સોની વેપારીઓએ સજજડ બંધ પાળ્યો છે.

જામનગરની સુવર્ણ આદ્યોગીક એસો. ગુજ. સુવર્ણકાર સુરક્ષા સેતુ અને ગોલ્ડ એસોસીએશન ધ્રોલ જવેલર્સ દ્વારા બંધને સમર્થન આપ્યુ઼ છે.

સોની બજારના અગ્રણીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોને ટ્રેક કરવા ઉપરાંત આ કાયદામાં ઇન્સ્પેકટર રાજ આવી જાય તેવી સંભવના છે અને જ્વેલર્સ સામે આકરી સજા અને તેનું લાયસન્સ રદ્દ કરવાની પણ જોગવાઇ હોવાને કારણે આ કાયદાના ડરથી જ્વેલર્સને પોતાનો ધંધો બંધ કરી દેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

જામનગરની યુવતીને છેતરતા મોરબીના બાપ દીકરો : યુવતીઓ ચેતે

0

જામનગરની યુવતીને છેતરતા મોરબીના બાપ દીકરો

Facebook ઉપર કરેલ મિત્રતા પડી મોંઘી.!

મોરબીના પિતા-પુત્રએ લગ્નની લાલચે પૈસા પડાવી આપી ધમકી.

જામનગર શહેરમાં રહેતી અને ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવેલ.

જામનગરની યુવતીને મોરબીના પિતા-પુત્રએ માર્યો 55000 નો  ઢીકો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક :જામનગર શહેરના પટણીવાડ પાછળ આવેલ ચમારવાસ પુરબિયાની ખડકી માં રહેતી જ્યોતિ લક્ષ્મણભાઈ વાઘેલા નામની યુવતી ફેસબુક મારફતે મોરબીમાં રહેતા કરણ પ્રવીણભાઈ ચૌહાણના સંપર્કમાં આવ્યા બાદ બંને મોબાઇલમાં વાતચીત કરતા હતા

તે દરમિયાન કરણે લગ્ન કરવાની લાલચ આપી લગ્નની વાત કરવા તેણીના ઘરે જઈ તેની સાથે અભદ્ર ચેષ્ઠા અને માગણીઓ કરી હતી

તેમજ જ્યોતિ વાઘેલાને ફોસલાવી રૂપિયા ૫૫ હજાર પડાવી લીધા હતા

જે આપેલ રૂપિયા જ્યોતિબેને પરત માંગતા પિતા-પુત્રએ ફોનમાં ગાળો કાઢી હાથ પગ ભાંગી નાખવાની ની ધમકી આપી અને મારા દીકરાનું કોઈ જગ્યાએ નામ લઈશ તો જાનથી મારી નાખીશ આથી જ્યોતિબેન પિતા-પુત્ર સામે સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી પિતા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ આ લાલબત્તી સમાન કીસ્સાએ જામનગરમાં સારી એવી ચર્યાં જગાડી છે.

જામનગરમાં મોબાઇલની લુંટ ચલાવનાર ‘રીઢા ચોર’ને ઝડપી લેતી LCB

0

જામનગર: મોબાઇલની લુંટ ચલાવનાર ‘રીઢા ચોર’ને ઝડપી લેતી એલસીબી

જામનગર: જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનએ એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા ને આ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરી સુચના કરેલ હોય,જેથી એલ.સી.બી. પો.ઇન્સ.ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ઝુનાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી. સ્ટાફ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ, શરદભાઇ તથા સુરેશભાઇને તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ કે. અગાઉ ચોરીઓ તથા લુંટના ગુનામાં પકડાઇ ચુકેલ જીતુ જેરામ શેખા રહે, નારણપુરગામ તા.જી.જામનગર વાળો ચોરીઓ કરી મેળવેલ મોબાઇલ ફોનો વેચવા માટે ચોરી કરેલ સાઇન મોટર સાયકલ નંબર જી.જે.10 ડીજી 7357 નુ લઇને લાલપુર બાય પાસ તરફથી જામનગર શહેર તરફ આવતા હોવાની બાતમી આધારે રણજીતસાગર રોડ ઉપર હર્ષદમીલની ચાલી પાસેથી ઇસમને પકડી પાડ્યો હતો.

તેના કબ્જામાથી હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર જી.જે.10 ડીજી 7357 કિ.રૂા. 35,000 તથા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂા.31,000 મળી કુલ રૂા. 66,500 નો મુદામાલ સાથે પકડી પાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીની પુછપરછ દરમ્યાન અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જે ગુનામા ત્રણ માસ પહેલા પેરોલ ઉપર છુટયા બાદ પરત હાજર નહી થઇ પેરોલ જમ્પ થઇ ફરાર થયેલ હતો. તેમજ તેઓએ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.

સીટી એ ડીવી પો.સ્ટે.ઇપીકો કલમ 454,380 મુજબ તથા સીટી એ ડીવી પો.સ્ટે. ઇપીકો કલમ 379 મુજબ તથા પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ઇપીકો કલમ 379(એ)(4) મુજબ તથા પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ઇપીકો કલમ 379(એ)(3) મુજબ ગુનો કર્યો હતો.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા. દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા. ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રધભા પરમાર. ધાનાભાઇ મોરી. યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા. બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા. સુરેશભાઇ માલકીયા. એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

સલાયામાં પોલીસ સાથે ઘર્ષણ પ્રકરણમાં 5000 લોકોના ટોળામે ગુનો દાખલ: આરોપીઓની ધરપકડની તૈયારીઓ

સલાયામાં પોલીસ સાથે ઘર્ષણ પ્રકરણમાં 5000 લોકોના ટોળામે ગુનો દાખલ

પંદર સામે નામ જોગ ફરિયાદ: ગંભીર ગુનામાં આરોપીઓની ધરપકડની તૈયારીઓ

સંવેદનશીલ પ્રકરણમાં આગળની તપાસ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડાને સોંપાઇ

ખંભાળિયા: સલાયા ગામે મોહરમના અંતિમ દિવસે તાજીયા સંદર્ભે ગુરૂવારે રાત્રે ઉજવણીનો માહોલ છવાયો હતો.

આ વચ્ચે આ દરમિયાન સલાયાના પી.આઈ. તથા સ્ટાફ દ્વારા સમગ્ર પંથકમાં જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સલાયાના મહત્વના એવા હુસેની ચોકમાં પોલીસ દ્વારા બંદોબસ્ત દરમિયાન કોરોના મહામારી સંદર્ભે તાજીયાના જુલુસ કાઢવા સામે મનાઈ ફરમાવતું જાહેરનામું હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા તાજીયાને માતમમાંથી બહાર કાઢી, સરઘસ કાઢવાની તૈયારી કરવામાં આવી હતી. જે સંદર્ભે સલાયા પી.આઈ. પી.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા આ લોકોને સમજાવટપૂર્વક નિયમ મુજબ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

ધાર્મિક કાર્યક્રમમાં સરકારની મુજબ 400 લોકોને જ મંજૂરી મળવા પાત્ર હોય, હુસેની ચોક વિસ્તારમાં તાજીયા સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, એટલું જ નહીં, કોવિડ ગાઇડલાઇન મુજબ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હતો. કાયદાની અમલવારી માટે આ સ્થળે બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ દ્વારા તેઓની ફરજ દરમિયાન આશરે એક હજારથી પંદરસો કેટલા સ્થાનિકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને ફરજ પર રહેલા પોલીસ અધિકારીની પીસીઆર વેનમાં રહેલા પોલીસ સ્ટાફને બળજબરીપૂર્વક નીચે ઉતારી, ગેરકાયદેસર રીતે કબજો મેળવી, આ વેન પર લાકડાના ધોકા વિગેરે મારફતે તૂટી પડયા હતા અને આ જીપનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. એટલું જ નહીં પોલીસ ફરજમાં રહેલા કર્મચારીઓના બાઈક પર પણ આ લોકો તૂટી પડ્યા હતા અને બે બાઇકનો કડૂસલો બોલાવી દીધો હતો.

વિફરેલા ટોળાએ પોલીસ અધિકારીઓ ઉપર હિંસક હુમલો કરી,આ લોકો ફરજ પર રહેલા અધિકારીના રૂપિયા દસ હજારની રોકડ રકમ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ વાળું પર્સ બળજબરીપૂર્વક ઝૂંટવીને લઇ ગયા હતા. પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં સ્થાનિક હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા જી.આર.ડી.ના જવાન દિલીપભાઈ વઘોરાને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આરોપી શખ્સો દ્વારા છુટા પથ્થરો તથા લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે પોલીસના સંવેદનશીલ ભાગો પર તથા માથાના ભાગે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

તાજીયાને માતમમાંથી બહાર કાઢી, સરઘસ કાઢવાની ચેષ્ટા કરતા અટકાવવામાં આવતા પોલીસ ઉપર જીવલેણ હુમલા તથા ફરજમાં રૂકાવટ સબબ સલાયાના રહીશ રિઝવાન રજાક સંઘાર, હમીદ રજાક સંઘાર, અકરમ રજાક સંઘાર, અબ્દુલ કરીમ સલીમ ભગાડ, કરીમ નુરમામદ સંઘાર, એજાજ રજાક સંઘાર, આમીન ઉર્ફે ચકલીમીંડી જાવિદ સૈયદ, નુરમામદ ભીખા ગજીયા, અસગર રજાક સંઘાર, આબિદ તાલબ ભોકલ, સબીરહુશેન ગુલામ હુસેન સુંભણિયા, ગુલાબ ઉમર ભગાડ, મહેબૂબ ફારૂક ગજ્જન, ફિરોજ અનવર ગજણ અને ઇમરાન રજાક સંઘાર સહિત પાંચ હજાર જેટલા લોકોના ટોળા સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. પી.બી. ઝાલાની ફરીયાદ પરથી કુલ પાંચ હજાર જેટલા સ્થાનિકોના ટોળા સામે આઈ.પી.સી. કલમ 143, 147, 149, 307, 308, 395, 397, 323, 324, 325, 332, 333, 337, 338, 353, 341, 342, 188, 427 તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવ બનતા ગઈકાલે સલાયામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને એકંદરે શાંતિ જાળવવા પોલીસને સફળતા મળી હતી. આ પ્રકરણ અંગે આગળની તપાસ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડાને સોંપવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા તોફાની તત્વોની શોધખોળ કરી, ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ખંભાળીયા ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું

ખંભાળીયા ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું

ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાયો
મહારાણા પ્રતાપની પ્રતિમા થકી ખંભાળીયાને એક નવી ઓળખ મળશે: આપણને ભલે દેશ માટે મરવાની તક નથી મળી, પરંતુ દેશ માટે કાંઈક કરવાની તક ચોક્કસ મળી છે
-ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાદેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર – ખંભાળીયા હાઈવે ખાતે ખંભાળીયા શહેરના પ્રવેશ પથ પર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળીયા નગરપાલીકા દ્વારા રૂપિયા 17.20 લાખના ખર્ચે તૈયાર કરાયેલા મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે મંત્રીના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહમંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપનો ઈતિહાસ આજે પણ યાદ કરાય છે, ગૌરવ થાય તેવા આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરી હું ધન્યતા અનુભવુ છું. મહારાણા પ્રતાપએ સ્વાભિમાની વ્યક્તિત્વ હતું અને આવા વ્યક્તિત્વની પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે.

વધુમાં તેમણે ઈતિહાસની ચિંતા ન કરે, ગૌરવ ન લે ત્યાનું ભૂગોળ હંમેશા બદલાઈ જાય છે, ભારત હંમેશા સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદના અક્ષાંશ પર ચાલતો દેશ છે. પ્રજાનું રક્ષણ કરવું એ શાસકનું કર્તવ્ય છે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાના પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યશીલ છે, જેના પરિણામે આજે ગુજરાતમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહી છે તેમ પણ જણાવ્યું હતું.

ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદી, આતંકવાદ અને મહિલા સુરક્ષા માટેના કાયદા અમલી બનાવી નાગરીકો માટે શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે દિશામાં કાર્યો કાર્યા છે તેમ પણ ઉમેર્યુ હતું.

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે ભાવી પેઢીએ મહારાણા પ્રતાપની પ્રતિમા જોઈને આપણા ગૌરવવંતા ઈતિહાસથી પરિચિત બનશે તેમ જણાવ્યું હતું.

આ પ્રતિમાંના માધ્યમથી ભાવી પેઢીને સાહસ અને આદર્શવાદી બનવાની પ્રેરણા મળશે તેમ ઉમેરી ખંભાળીયા નગરજનોને મહારાણા પ્રતાપની પ્રતિમા અનાવરણ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

આ તકે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સંસદસભ્ય પૂનમબેન માડમનું સાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા અને ખંભાળીયા નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન પરમારએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે આભારવીધી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર કે.એમ.જાની, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તંન્ના, જિલ્લા ભાજપ મહામંત્રી સર્વ શૈલેષભાઈ કણઝારીયા, મયુરભાઈ ગઢવી અને યુવરાજસિંહ વાઢેર તથા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ રામદેવભાઈ કરમુર સહિત અગ્રણી સર્વશ્રી હરીભાઈ નકુમ, વી.ડી.મોરી, સી.આર.જાડેજા (વાડીનાર) વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

સલાયામાં પોલીસ-પબ્લીક વચ્ચે ઘર્ષણમાં મહિલા PI અને પોલીસમેન ઘવાયા: 16 સામે ગુનો નોંધાયો

સલાયામાં પોલીસ-પબ્લીક વચ્ચે ઘર્ષણ:

એક પોલીસમેનને તથા મહિલા પીઆઇને ઇજા થતા સારવારમાં ખસેડાયા

ઉગ્રતા ભર્યા વાતાવરણમાં લોકોએ પોલીસ જીપમાં તોડફોડ કરી, ગાડી ઉંઘી વાળી દીધી

સલાયામાં બઘડાટી બાદ વાહોનોમાં તોડફોડ કરનાર 16 સામે ગુન્હો

અફવાથી લોકો ઉશ્કેરાયા અને પોલીસમેનને ઇજા કરીને પોલીસના વાહનોને નિશાન બનાવ્યા: ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : દિગ્વિજયસિંહ જાડેજા સલાયા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ ગણાતા સલાયા પંથકમાં ગતરાત્રે તાજીયા કાઢવા બાબતે સ્થાનિક રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ વાહનમાં તોડફોડ કરી, વ્યાપક નુકસાની કરી હતી. મોડીરાત્રીના સર્જાયેલા આ દંગલ બાદ પોલીસના ધાડા નાના એવા સલાયા ગામે ઉતારી દેવામાં આવ્યા હતા અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં અફવા ઉડયા બાદ પોલીસ મેન પોલીસના વાહનોમાં તોડફોડની ઘટનામાં 16 શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.

હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતીનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુબ સલાયામાં ગઇકાલે મુસ્લિમ વાઘેર સમાજના તાજીયાનું ઝૂલૂસ હુશેની ચોક ખાતે ઇમામખાનામાં રાખવામાં આવેલ હતું.

તે દરમિયાન ગત મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો તે દરમિયાન કોવીડ-19 ના નિયમ અનુસાર તાઝીયા જાહેરમાં ફેરવવાની મનાઇ હોવા છતાં કેટલાક તત્વએ જાહેરમાં તાઝીયા ફેરવતા આ અંગે પોલીસ અધિકારીઓ તાઝીયાના આગેવાનો સાથે ચર્ચા કરવા જતાં કેટલાક તત્વોએ ગેરવર્તન કરી પોલીસ સાથે ઝપાઝપી કરી આશરે પાંચેક હજાર જેટલા માણસોના ટોળાએ પોલીસ પથ્થર, લાકડી સહિતના હથીયાર વડેહુમલો કરતાં તેમાં હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને તથા જીઆરડી જવાન દિલીપ વઘોરા પર જીવલેણ હુમલો કરતાં ફેકચર સહિતની ઇજા કરી સરકારી બોલેરોનીચાવી ઝૂંટવી લઇ સરકારી મોટર સાઇકલ તથા પોલીસ બોલેરોમાં તોડફોડ અને નુકશાન કરી બે બાઇક ચોરી કરી અને બોલેરોમાં રાખેલ રૂ.10 હજાર રોકડા તથા એટીએમ કાર્ડ તથા અન્ય સરકારી કે કાગળોની ચોરી કરી લઇ જઇ ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ સલાયા પોલીસ મથકના પોલીસ કર્મીએ નોંધાવતા આશરે 16 જેટલા શખ્સો સામે આઇપીસી કમલ 307, 395, 397, 333, 120, 427 તેમજ ડેમજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક 1984 ની કલમ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હાલ સલાયામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાત્રીના આ બનાવના પગલે જિલ્લાના પોલીસ અકિારીઓ સહિતનો પોલીસ કાફલો સલાયા ખાતે દોડી ગયો હતો. અને ટોળાને વિખેરી શાંતિનો માહોલ સ્થાપ્યો હતો.

કાલાવડમાં બાળકોના ઝગડામાં મોટાએ માથા ફોડયા: માફા-માફી કામ ન આવી

0

કાલાવડ: રમતા-રમતા ઝગડેલા બાળકોની બાબતે મોટેરાઓમાં બબાલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :કાલાવડ તાલુકાના ભીમાનુ ગામ માં રહેતા રામાભાઇ તરસી ભાઈ વાઘેલા નામના 55 વર્ષમાં આધેડે પોતાના પુત્ર વસંતના માથા પર લોખંડનું ધારિયું ફટકારી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ધીરુભાઈ રામાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીનો ભાણેજ તથા પૌત્ર રમતા રમતા ઝગડયા હોવાથી ફરિયાદીના પુત્ર વસંતે તેલોકોને ઠપકો આપ્યો હતો.

જેથી આરોપીએ વસંત ને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી માથામાં ધારીયું ફટકારી ઇજા પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધવાઈ છે.

પોલીસે આરોપી સામે હુમલા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની “બનાવટી સરકારી દસ્તાવેજ” બનાવવાના ગુનામાં ધરપકડ

0

આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની બનાવટી સરકારી દસ્તાવેજ બનાવવાના ગુનામાં ધરપકડ

કોર્ટે પણ મામલાની ગંભીરતા સ્વીકારી ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા

જામનગર: લાલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અને સોસિયલ એક્ટિવિસ્ટ તરીકે સરકારી ઓફિસોમાં સતત દખલગીરી કરતા મોડપર ગામના રહેવાસી કિરણ ફફલ નામના શખ્સની જામનગર પોલીસ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના બનાવટી લેટરપેડ પર આંદોલનની મંજૂરીનો પત્ર બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ કરાતાં આ શખ્સના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે અને આમ આદમી પાર્ટીની ધીમે ધીમે બની રહેલી આબરૂ પર ધબ્બો લાગ્યો છે.

બનાવની વિગત એવી છે કે, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે આંદોલન કરવા માટે આ શખ્સે કરેલી અરજીના જવાબમાં આંદોલન માટે જિલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવાની હોતી નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો.

આ ભેજાબાજ શખ્સે જિલ્લા મેજીસ્ટ્રેટનું બનાવટી લેટરપેડ બનાવી રાઉન્ડ સીલ સાથે આંદોલનની મંજૂરી આપવામાં આવી હોય તેવો પત્ર તૈયાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો ગુનો આચર્યો હતો.

આ હકીકત ધ્યાનમાં આવતાં જ ચોંકી ઉઠેલા કલેક્ટરશ્રીએ પોતાના નાયબ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવેલ. પોલીસ તપાસમાં લાલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી કિરણ ફફલ દ્વારા આ કાવતરું ઘડાયું હોવાની શંકાથી તેની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટ માં રજૂ કરાતા મ્હે. ન્યાયમૂર્તિશ્રી દ્વારા પણ બનાવની ગંભીરતા સ્વીકારી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

પોલીસની આગવી ઢબે થયેલી પૂછપરછ દરમિયાન આ કહેવાતા આગેવાન અને એક્ટિવિસ્ટે પોતાની ગેરકાયદે પ્રવૃત્તિના વટાણા વેરી નાખ્યા હતા અને પોતે જ આ બનાવટી પત્ર બનાવીને વાયરલ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, કિરણ ફફલની રીતિ-નીતિ અને ગતિવિધિઓથી તેનો પરિવાર પણ નારાજ હતો. પરિવારજનોએ એવું પણ કહેતા માલૂમ પડેલ કે, કિરણ આંદોલન કે મજૂરોના હિતની જે વાતો કરે છે તે ખરેખર સામાજિક હેતુથી નહીં, પરંતુ પોતાનો સ્વાર્થ સાધવા કરે છે. કુટુંબની તથા મિત્રોની સમજાવટ છતાં કિરણ ફફલ સતત પોતાનો અંગત હેતુ સાધવા આવી ગતિવિધિઓ કરતો હોવાનું બહાર આવ્યું છે.

આમ આદમી પાર્ટી એ આવા કલંકિત લોકોથી પક્ષની છબી ખરડાતી રોકવા તથા ડેમેજ કંટ્રોલ કરવા તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે પાર્ટીએ આ અંગે કોઈ અખબારી નિવેદન આપ્યું હોવાનું ધ્યાને આવતું નથી.

ગુલાલનગરમાં નીયાઝની પ્રસાદી વિતરણ બાબતે મહિલાએ મહિલાને કરી ધોકાવારી

0

નીયાઝની પ્રસાદી વિતરણ બાબતે મહિલાએ મહિલાને માથામાં ધોકો ફટકાર્યાની રાવ

જામનગર  ગુલાબનગર સંજરી ચોક પાડોશી મહિલાએ અન્ય મહિલા પર હુમલો કરી માર મારવાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.

ગુલાબનગરના સંજરી ચોકમાં ધર પાસે માણસો ભેગા કરવા બાબતે મહિલાએ કર્યાં ડખો.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:  શહેરના ગુલાબનગર વિસ્તારના સંઝરી ચોકમાં કરીમભાઈ પોલીસવાળાની ગલીમાં રહેતા રસીદાબેન હારૂનભાઇ જેમલાણી જાતે સુમરાએ સીટી-બી ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી છે કે મોહરમ તહેવાર નિમિત્તે ફરીયાદી રસીદાબેન સુમરા નીયાઝ પાડતા હોય અને પોતાના ઘર પાસે પ્રસાદીનું વિતરણ કરતા હોય તેની પાડોશમાં રહેતા રુહીબેન હમીરભાઇ સુમરાએ માણસો કેમ ભેગા કરો છો તેમ કહી રસીદાબેન સાથે ગાળો બોલી માથાકુટ કરેલ અને કહેલ કે ના પાડવા છતાં માણસો કેમ ભેગા કરશ તેમ કહી ઉશ્કેરાઈ જઈ રસીદાબેનને લાકડાનો એક ધા માથામાં ફટકારી લોહી-લુહાણ કરી ઇજા કરેલ

હાલ પોલીસ દ્વારા મહિલા વિરૂધ્ય આઈપીસીની કલમ – 324, 504 તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

હાલ મોહરમ જેવા પવિત્ર તહેવારમાં થયેલ માથાકૂટે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

ખંભાળિયામાં આવતીકાલે મહારાણા પ્રતાપની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ થશે :ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિત રહેશે

ખંભાળિયામાં આવતીકાલે મહારાણા પ્રતાપની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ થશે

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાની વિકાસ ગ્રાન્ટમાંથી રાષ્ટ્રીય મહાપુરુષ શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાનું નિર્માણ કરાવી, જામનગર તરફથી ખંભાળિયા શહેરમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ પર આ પ્રતિમા મુકવામાં આવી છે.

આ પ્રતિમાની અનાવરણ વિધિ રાજપૂત સમાજના ગુજરાત રાજ્યના રાહબર અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે આવતીકાલે શુક્રવાર તા. 20 મીના રોજ સવારે 11 વાગ્યે થશે.

આ સમારંભમાં રાજપૂત સમાજના જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાન અને રાજ્યમંત્રી હકુભા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે હાલારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેનાર છે.

તેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાની આગેવાનીમાં રાજપુત સમાજ દ્વારા સમગ્ર આયોજન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ પ્રસંગે રાજપૂત સમાજના યુવાઓ દ્વારા 251 મોટરસાયકલ મારફતે પ્રતિમાથી ટાઉન હોલ સુધી રેલી સ્વરૂપે એસ્કોર્ટ કરી, મહાનુભાવોને લઈ જવામાં આવશે અને સાફા બાંધીને તમામ મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે.

આ જ રીતે રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકાના જે-તે વખતના હોદ્દેદારો તેમજ વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સર્વે સદસ્યોનું પણ પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના તમામ આગેવાનો તથા ખાસ કરીને યુવાનોએ ઉપસ્થિત રહેવા રાજપૂત સમાજ વતી પી.એસ. જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.