Monday, October 12, 2026
Home Blog Page 339

કાલાવડમાં એગ્રોના વેપારી પાસેથી નાણા પડાવવાના પ્રકરણમાં ડુપ્લીકેટ પત્રકાર સહિત 2 ની ધપકડ

0

કાલાવડ : એગ્રોના વેપારી પાસેથી પત્રકારની ઓળખ આપી નાણા પડાવવાના પ્રકરણમાં બેની ધપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ ટાઉનમાં એગ્રોની દુકાન ચલાવતા વેપારી ચંદુભાઈ રવજીભાઈ ડોબરીયાએ પોતાની દુકાનમાં નકલી દવાનું વેચાણ થાય છે, તેમ કહી રેડ પડાવવાની ધમકી આપી પચાસ હજાર રૂપિયાની માંગણી કરવા અંગે પસાયાબેરાજાના વતની હિતેશ ભીખુભાઈ ડોબરીયા અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી હતી.

જે પ્રકરણની તપાસ કાલાવડ પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી, અને આરોપી હિતેશ ભીખુભાઈ ડોબરીયાને પકડી લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેના સાગરીત એવા પસાયાબેરાજા ગામના વતની ચંદ્રેશ રતિભાઈ પટેલની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

જે બંનેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી તેઓને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

પોલીસે જપ્ત કરેલી મોઘેરી કાર બની બેદરકારીનો ભોગ: કાર માલિક દ્વારા જિલ્લા પોલીસ વડા અને કોર્ટને ફરિયાદ

0

 20 લાખની કાર પાંચ મહિનામાં બની ભંગાર.!

કાર માલિકે એસપી અને કોર્ટને કરી ફરિયાદ.અરજદાર અનવર બેલીમે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોતાની કારમાં દારૂની મહેફીલ થઈ હતી સાથોસાથ ગાંડીમાં મેફીલ દરમિયાન સિગારેટ પીને ડેસ્ક બોર્ડમાં ઠારવામાં આવતા ગાડીની એસેસરીઝને નુકસાન થવા પામેલ છે.પોલીસે જપ્ત કરેલી મોધેરી ગાડીના કાયતૂટ્યા , એસેસરીઝ થઈ ગાયબ  પોલીસે અસંતોષકારક ઉડાઉ જવાબ આપી કહ્યું , લઈ જાઓ , નહીંતો ગુનામાંફીટ કરી દઇશું.!દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગરમાં પોલીસ દ્વારા 20 લાખ રૂપિયાની  કિયા સેલ્ટો કાર જપ્ત થયા બાદ તેને હેડ કવાર્ટર રાખવામાં આવ્યા પછી થોડા સમયમાં જ તેની હાલત ભંગાર થઈ ગઈ જે મામલે હવે કારમાલિક દ્વારા કોર્ટમાં તેમજ એસપીને ફરિયાદ કરવામાં આવી છે.જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન રોડા પર રહેતા અનવર કરીમ બેલીમની કિયા સેલ્ટો જીજે – 10 – DE O121 નંબરની કાર પોલીસે ફેબ્રુઆરી 2021 માં કબજે કરી હતી જેમાં એક આરોપી દ્વારા કારનો વપરાશ કર્યો હોવાનું કહીને કાર જપ્ત કરાઇ હતી.ટીપટોપ કંડીશનમાં જપ્ત કરાયેલી કાર પાછી મેળવવા માટે અનવર બેલીમે રાજકોટ કોર્ટમાં અપીલ કરી હતી .

જે મંજૂર થયા બાદ મોટર કારને છોડાવવા જતાં કારને જોઈને તેમના હોંશ ઉડી ગયા હતા કારમાં મોટાપાયે નુકસાન થયું હતું , તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા , તમામ કિંમતી એસેસરીઝ ગાયબ હતી તેમજ કાર ઓળખાય નહીં તેવી હાલત બની ગઈ હતી . આ અંગે પોલીસને રજૂઆત કરતા અમે કંઈ જાણતા નથી , ગાડી લઈ જવી હોય તો લઈ જાવ તેવો ઉડાઉ જવાબ આપી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

આથી અરજદાર અનવર બેલીમ દ્વારા પોતાની હૈયાવરાળ ઠાલવતા જામનગર જિલ્લા એસપી અને કોર્ટને ફરિયાદ કરતાં જામનગર શહેરમાં સારી એવી ચર્ચા જગાવી છે.

જામનગરમાં જાહેરમાં ઘાસચારો વેંચતા 169 આસામી સામે આકરી કાર્યવાહી

0

જામનગરમાં જાહેરમાં ઘાસચારો વેંચતા 169 આસામી સામે આકરી કાર્યવાહી

ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ – રસ્તા ઉપર ન છોડવા તાકીદ

ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરમાં જાહેર રોડ – રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેંચાણ કરતા આસામીઓ વિરૂઘ્ધ મહાનગરપાલિકા દ્વારા ઘાસચારો જપ્તીકરણ તથા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે અનુસંધાને છેલ્લા અઠવાડીયા માં કુલ 169 જેટલા આસામીઓનો ઘાસચારો જપ્ત કરી રૂ. 68000 વહીવટી ચાર્જનો વસુલાત કરવામાં આવેલ છે. તેમજ ચાલુ માસ દરમ્યાન જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા કુલ 149 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. ઉપરાંત લાલપુર રોડ ઉપર જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા આસામીશ્રી લાલજીભાઇ રામજીભાઇ પરમાર વિરૂઘ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. આગામી સમયમાં પણ શહેરમાં ઘાસચારો જપ્તીકરણ કામગીરી તેમજ ઢોર પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે સઘન બનાવવામાં આવશે.

આથી ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ – રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલીકીના ઢોરો પકડવાનો કિસ્સામાં આ ઢોરોને છોડવામાં નહી આવે. તેમજ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

તિરૂપતિ માં ગામના “પતિ” પૂરતી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું

0

તિરૂપતિ માં ગામના પતિ પૂરતી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું

મુંબઈની એક સહિત ૪ મહિલાની અટક: ડમી ગ્રાહક મોકલી રેઇડ કરતી પોલીસ

મહિલાઓ દ્વારા 1000 થી 2000 સુધી પૈસા લેવામાં આવતા હતા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક :જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં મહિલા સંચાલિત લાંબા સમયથી ચાલતા કૂટણખાના પર સીટી-સી ડિવિઝન એ બોગસ ગ્રાહક મોકલીને દરોડો પાડી મુંબઈની એક સહિત ચાર મહિલા ને પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

ગઈકાલ રાત્રિના શહેરના ઢીંચડા રોડ પર આવેલ નજીક તિરૂપતિ સોસાયટીમાં રહેતી ગુલઝાર બેન ઉર્ફે પૂજા ઉર્ફે શમિરા મહેંદી મોહમ્મદ બહાદુર અભવાણી  નામની 45 વર્ષીય  મહિલા બહારથી માણસો બોલાવીને પોતાના ઘરે કુટણખાનુ ચલાવતી હોવાની બાતમી સીટી-સી ડિવિઝન પોલીસને મળતા તેમણે આ અંગે બોગસ ગ્રાહક મોકલતા ગુલઝાર બેન ઉર્ફે પૂજાએ પૈસાની લેતીદેતી કરીને મહિલા મોકલતા પોલીસ ત્રાટકી હતી

ગુલઝાર બેન ઉર્ફે પૂજા સહિત મુંબઇની એક તથા અન્ય બે મહિલાઓ જે ઓ આ ધંધામાં સક્રિય હતી તેમની અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

આ વિસ્તારમાં કૂટણખાનું પકડાયું હોવાની જાણ થતાં લોકોની ભીડ જામી  હતી.

જામનગર મહાનગરપાલિકાએ “લેબ ટેકનીશીયન” પરીક્ષાનું બે વાર રિઝલ્ટ જાહેર કરતા ચકચાર.! મળતિયાઓને ગોઠવવાનો કારસો.. કે.. શું.!

0

જામનગર મહાનગરપાલિકાએ એક ટિકિટમાં 2 પિક્ચર જોયા.!

લેબ ટેકનીશીયનની પરીક્ષાનું પરિણામ બે વખત બહાર પાડતી મનપા!

વહાલાઓ વિદ્યાર્થી ના માર્કસમાં વધારો થતા ઉહાપોહ: ઊંડી તપાસ કરવાની જરૂર. ગૂંચવાયેલુ પ્રકરણ.!

13 પરીક્ષાર્થીઓ ના 5-5 માર્કસ વધારી દેવાયા.!

ભૂલ હતી એટલે સુધારી દેવાઈ.. ડે.મ્યું કમિશનરનું રટણ.!

ભૂલ કરવા માટે ટેવાયેલી જામનગર મહાનગરપાલિકા.!

લેબ ટેકનીશીયન નું પરિણામ બે વાર બહાર પાડતા ચકચાર.. અમુક વિદ્યાર્થીઓને આપો-આપ પાંચ માર્કસ વધી ગયા..! ચર્ચાનો વિષય

પરીક્ષા લેનાર એજન્સીના ગોટાળા કે મળતિયાઓને ગોઠવવાનો કારસો.!

મનપાના અધિકારીઓની સફાઈનો જવાબ તૈયાર.!

જામનગર મહાનગરપાલિકા દ્વારા લેબ ટેકનીશીયનની ભરતી કરવામાં આવી હતી જેના માટે તૈયાર જગ્યાઓ નક્કી કરવામાં આવી હતી આ જાહેરાતના પગલે અનેક યુવક યુવતીએ મનપામાં અરજી કરી હતી

જેની લેખિત પરીક્ષા જૂનમાં લેવાઈ હતી અને તેનું પરિણામ ૧૮ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામ પ્રમાણે મેરિટ કરવાનું હતું
પરંતુ આશ્ચર્ય રીતે આ ભરતીમાં કઈ રંધાઈ ગયું હોય તેમ બીજું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે.

આ પરિણામમાં અમુક ચોક્કસ વિદ્યાર્થીઓને જુના રીઝલ્ટ કરતા 5 માર્કસ વધારે મળી ગયા છે.!

જો માર્કસ મૂકવાના જ ન હતા તો પ્રશ્ન પૂછ્યા શું કામ.. સવાલ ત્રણ જ પ્રશ્નો હતો તો પાંચ કેવી રીતે વધી ગયા.!

ભૂલ એવી તો શું થઈ કે…. બે વાર પરિણામ બહાર પાડવા પડે.! આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.!

જામનગર જિલ્લામાં હાઇવેના બાંધકામ માટે સંપાદિત જમીનના વળતર મામલે R&B ના અગ્રસચિવ અથવા અધિક મુખ્ય સચિવને હાઇકોર્ટમાં હાજર થવા આદેશ

0

જામનગર જિલ્લામાં હાઇવેના બાંધકામ માટે સંપાદિત જમીનના વળતર મામલે આર એન્ડ બી.ના અગ્રસચિવ અથવા અધિક મુખ્ય સચિવને હાઇકોર્ટમાં હાજર થવા આદેશ

ત્રણ વર્ષ પહેલાં કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી વળતરની ચૂકવણી ન થઇ હોવાનો મામલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર જિલ્લામાં હાઇવેના બાંધકામ માટે સંપાદિત થયેલી જમીનના વળતર માટે ત્રણ વર્ષ પહેલાં કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી વળતરની ચૂકવણી ન થઇ હોવાનો મામલો ગુજરાત હાઇકોર્ટ સામે આવ્યો હતો.

હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ તથા ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ વિલંબનો જવાબ આપવા માર્ગ અને મકાન ( આર એન્ડ બી ) વિભાગના અગ્રસચિવ અથવા અધિક મુખ્ય સચિવને 25મી ઓગસ્ટની સુનાવણીમાં હાજર થવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત હાઇકોર્ટે આજે ટકોર કરી હતી કે આવી રીતે વળતરમાં વિલંબ કરી અને વધુ વ્યાજ ચૂકવી અધિકારીઓ કરદાતાઓના નાણાનો વ્યય કરી રહ્યા છે અને સરકારની તિજોરીનો બોજો વધારી રહ્યા છે.

હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ જામનગર જિલ્લામાં હાઇવે માટે સંપાદિત થયેલી જમીનનો કેસ આવ્યો હતો.

જેમાં કોર્ટે સપ્ટેમ્બર-2018માં વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો અને વિલંબના સમયગાળા માટે 15 ટકા વ્યાજ નક્કી કર્યુ હતું.

રાજ્ય સરકારે જવાબમાં દલીલ કરી હતી કે વળતર માટેનો પ્રસ્તાવ થોડાં દિવસો પહેલાં જ મોકલી દેવામાં આવ્યો છે. તેથી ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવે.

જેથી કોર્ટે ટકોર કરી હતી કે કોર્ટના આદેશ બાદ વળતરમાં ત્રણ વર્ષનો વિલંબ થયો છે અને 15 ટકા વ્યાજ ચૂકવવાનું છે. આવી રીતે વિલંબ દ્વારા વધુ વ્યાજ ચૂકવી અધિકારીઓ કરતાદાઓના નાણાનો વ્યય કરી રહ્યા છે અને સરકારની તિજોરી પરનો બોજો વધારી રહ્યા છે. 15 ટકા વ્યાજ એ બહુ મોટો દર છે અત્યારે બેન્કો પણ લાંબા ગાળાની ફિક્સ ડિપોઝીટ પર છથી સાત ટકા વ્યાજ આપે છે.

ખંડપીઠે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અથવા એડિશનલ ચીફ સેક્રેટરીને 25મી ઓગસ્ટની સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ કર્યો છે અને આ વિલંબ માટે નાણા વિભાગ કે સામાન્ય વહીવટ વિભાગના અન્ય કોઇ અધિકારીઓ જવાબદાર હોય તો તેમને પણ કોર્ટમાં હાજર રાખવા નિર્દેશ કર્યો છે. અરજદાર ગજેન્દ્રભાઇ રામભાઇ ઓડેદરા તરફથી એડવોકેટ હર્ષદભાઇ આર. પ્રજાપતિ હાજર રહ્યાં હતા.

જામનગરમાં યુવાન ઉપર હિચકારો હુમલો: 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

0

જામનગરમાં યુવાન ઉપર હિચકારો હુમલો: 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં ગત રાત્રીના સમયે સાજીદ મહંમદહુસેન મકવાણા નામના 27 વર્ષના યુવાન પર આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે હિચકારો હુમલો કરી દીધો હતો.

જેથી સાજીદ લોહીલુહાણ થઇ ને ત્યાંજ ઢળી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં ઇજાગ્રસ્ત ના પરિવાર તથા આડોશી પાડોશી વગેરેએ સાજીદ ને એક રિક્ષામાં બેસાડીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ બનાવ અંગેની જાણ થવાથી સીટી બી ડીવીઝન ની પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ છે, અને હુમલાના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં ‘આઇફોન’ચોરને દબોચી લેતી LCB

0

જામનગરમાં ‘આઇફોન’ચોરને દબોચી લેતી એલસીબી

જામનગર: ગત તા.21/8/2021 ના રોજ ફરીયાર્દીશ્રી મયુરસિંહ પ્રતાપસિંહ જાડેજા (રહૈ. જામનગર)એ પોતાની ખોડીયાર કોલોનીમાં, રીલાયન્સ પેટ્રોલપંપ પાસે આવેલ બા ક્રિએશન નામની કપડાની દુકાને હાજર હતા તે દરમ્યાન બે અજાણયા માણસો કપડાની ખરીદી કરવાના બહાને દુકાનમા પ્રવેશી ફરીયાદીની નજર ચુકવી તેનો એપલ કંપનીનો આઇફોન-11 પ્રો મેકસ મોબાઇલ ફોન ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી પો.સ્ટે. માં બે અજાણયા માસણો વિરૂઘ્ધ ફરીયાદ કરેલ હતી. જે ગુનો વણશોધાયેલ હતો.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમી હકિકત આધારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મહેન્દ્રભાઇ શુકલભાઇ વઢીયાર રહે. વુલનમીલ, ખુલ્લા ફાટક પાસે, બાવરીવાસ, જામનગર વાળાને દિગ્જામ સર્કલ, માલધારી હોટલ પાસેથી ચોરીમાં ગયેલ એપલ કંપનીના આઇફોન-11 પ્રો મેકસ મોબાઇલ ફોન કિ.રૂ. 50.000/- ના મુદામાલ સાથે પો.સબ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીને સીટી સી ડીવી પો.સ્ટે.માં સોપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા. ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘ્ુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિહ જાડેજા, નિર્મળસિહ જાડેજા, અજયસિહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વેગેરે દ્વારા કરવામા આવેલ છે

એગ્રોના વેપારીને પત્રકારની ઓળખ આપી પચાસ હજાર માંગણી કર્યાંની રાવ

0

કાલાવડ પંથકમાં કથિત પત્રકાર ‘તોડ’ કરવા જતા ભાઠે ભરાયો!

તમે નકલી માલ વેંચો છો… તેમ કહી કાલાવડના વેપારી પાસે રૂા.50 હજારની માંગણી કરી

અન્ય વેપારીઓ પાસે પણ રૂબરૂ અને ફોનથી પૈસાની માંગણી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

ધાકધમકી આપી બળજબરીથી નાણા પડાવવા જતા એગ્રો દુકાન માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ

અન્ય એક શખસ સામે પણ ફરિયાદ

જામનગર: જામનગર જીલ્લામાં કાલાવડ પંથકમાં એક શખસે ‘પત્રકારત્વ’ના જોરે નાણાં પડાવવાની કોશિષ કરતા ભાઠે ભરાવા જેવી સ્થિતિ સર્જાઇ છે જે બનાવમાં એગ્રો દુકાન માલિકે કથિત પત્રકાર અને તેની સાથે રહેલા એક શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ કેસની જાણવા મળતી વિગત પ્રમાણે, કાલાવાડ પંથકના ધોરાજી માં આવેલ એસ.ટી.રોડ મેઇન રોડ ઉપર, ‘જય એગ્રો’ નામની દુકાન ચલાવતાં ચંદુભાઇ રવજીભાઇ ડોબરીયા(પટેલ) (ઉ.વ.40 ધંધો ખેતી તેમજ એગ્રો રહે- નાની માટલી તા.જિ. જામનગર.) એ જામનગર પંથકના પસાયા બેરાજામાં રહેતા હિતેશભાઇ ભીખુભાઇ ડોબરીયા અને તેની સાથે આવેલ એક અજાણ્યા શખસ સામે ખોટી રીતે ધાકધમકી આપી નાણા પડાવવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ચંદુભાઇ રવજીભાઇ ડોબરીયા ‘જય એગ્રોનામની દુકાને હિતેશભાઇ ડોબરીયા તથા તેમના માણસો આઇ.એન.એ.ચેનલ ના પત્રકાર તરીકેની ઓળખ આપી ચંદુભાઇને કહેલ કે, તમો ડુપ્લીકેટ દવા વેચાણ કરો છો તેમજ બીલ વગરનો દવા વેચો છો, તેમ કહી….મામલો પતાવટ કરવાના બળજબરીથી રૂપીયા 50,000/ની માગણી કરી હતી.

તેમજ અન્ય લોકો પાસે પણ પતાવટ કરવાના રૂપીયાની રૂબરૂમા તથા મોબાઇલ ફોનથી માગણી કરી, જો પૈસા નહી આપો તો કંપની તથા પોલીસ મારફતે રેઇડ કરાવી દુકાન બંધ કરાવી દઇશ તેવી ધમકીઓ આપી તથા અન્ય પાસેથી આ જ રીતેની ધાકધમકી આપી નાણા પડાવી લઇ તથા પડાવી લેવાની કોશિષ કરી હતી.

જેથી ચંદુભાઇ રવજીભાઇ ડોબરીયાએ હિતેશભાઇ ડોબરીયા સામે કાલાવડ ટાઉન પો.સ્ટે. ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 384, 385, 506(1), 114 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

જામનગરની વિજુને અમદાવાદમાં બીજુ જીવન મળ્યું

0

જામનગરની વિજુને અમદાવાદમાં બીજુ જીવન મળ્યું

સિંગચ ગામના ગરીબ પરિવારની દોઢ વર્ષની બાળકી માટે સરકારની છઇજઊં યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ

રૂ.4 લાખનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરાવી રાજ્ય સરકારે વિજુનો જીવ બચાવ્યો

ગુજરાત અને દેશના વર્ષે હજારો ભૂલકાઓની હૃદય સંબંધી બીમારી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે દુર કરવામાં આવે છે

જામનગર: જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બીજુ જીવન મળ્યું છે. સિંગચ ગામના ગરીબ પરિવારની બાળકીના હૃદયનું ઓપરેશન રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ આર.બી.એસ.કે. યોજના હેઠળ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નિશુલ્ક કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળ હૃદયરોગની સારવાર માટે નવીનતમ સુવિધાઓનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્યોદયનો આ અવસર છે.

ભારતની સૌથી મોટી કાર્ડિયોલોજી હોસ્પિટલના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આરોગ્યોદયનો ઉજાસ ગુજરાતના ખૂણે ખૂણે પથરાઇ રહ્યો છે અને તેમાંથી જામનગર પણ બાકાત નથી.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા સિંગચ ગામે રહેતા અને સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું છે અને હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે તે માટેની વધુ સારવાર માટે વિજુને અમદાવાદ ખસેડવી પડશે.

ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું હતું કે, “જન્મ પછી વિજુને પેટમાં ડાબી તરફ ખાડો પડતો હતો જેની તપાસ કરાવવા અમે હોસ્પિટલ ગયા હતા. ત્યારે ત્યાં હાજર તબીબે જણાવ્યું કે વિજુના હૃદયમાં કાણું છે અને તાત્કાલિક આ અંગેની સારવાર કરાવવી જરૂરી છે.

જેથી અમે વધુ સારવાર માટે ખંભાળિયા ત્યારબાદ જામનગર ખાતેની જી.જી. હોસ્પિટલમાં વિજુની આરોગ્ય તપાસણી કરાવી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવતા ત્યાંથી જણાવાયું કે આ ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ સાંભળતા અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ અમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી.

આ કાર્ડના કારણે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો”

જામનગર આરોગ્ય વિભાગ ખાતેથી સંદર્ભ કાર્ડ કઢાવી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનો નારણભાઇએ સંપર્ક કર્યો. હોસ્પિટલે તરત જ વિજુને એડમીટ કરવાની તારીખ આપી. હોસ્પિટલમાં એડમીટ થતાં જ વિજુના મેડીકલ રિપોર્ટસ, નિદાન અને ઓપરેશનની પ્રક્રીયાઓ આરંભી દેવામાં આવી. બધુ જ એકદમ ઝડપી અને વ્યવસ્થિત થઇ રહ્યું. હોસ્પિટલ તરફથી તમામ સારવાર-સુવિધાઓ નિશુ:લ્ક પુરી પાડવામાં આવી. ઓપરેશનને એક મહીનો વિત્યો છે અને વીજુ હવે એકદમ સ્વસ્થ છે.

આમ બાળકીના હૃદયનુ જટીલ અને મોંઘુ ઑપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરાવી રાજ્ય સરકારે ગરીબ પરીવારની દોઢ વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે.
અત્રે ઉલ્લખનીય છે કે, ગુજરાત અને દેશના વર્ષે હજારો ભૂલકાઓની હૃદય સંબંધી બીમારીઓ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દુર કરવામાં આવે છે.

ઇન્સ્ટિટ્યુટના માનદ્ નિયામક ડો. આર. કે. પટેલ જણાવે છે કે, ગુજરાતના આરોગ્ય તંત્રની આ એક સિદ્ધિ છે કે આપણે ગુજરાત અને ગુજરાત બહારના નવજાત શિશુઓ અને નાના બાળકોની હૃદયની બિમારી દુર કરવા માટે સર્વોત્તમ સુવિધાયુક્ત હોસ્પિટલ આપી શક્યા છીએ.

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને નવી ઊચાઈએ લઈ જવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની આગેવાની અને દિશાદર્શનમાં હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓમાં સતત ઉમેરો થતો આવ્યો છે.

તેઓ આ અંગે વધુમાં જણાવે છે કે, આ હોસ્પિટલને આઇ.સી.સી. હેલ્થકેર એક્સેલન્શ એવોર્ડસ, હોસ્પિટલ ઓફ ધ યર જ્યુરી એવોર્ડ, હેલ્થકેર ડિલવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ, હેલ્થકેર ગુણવતા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલ જેવા એવોર્ડ મળી ચૂક્યા છે.

તેઓ ઉમેરે છે કે, જામનગરની વિજુની જેમ હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર વર્ષે 1 હજારથી વધુ બાળકોની અહીં કાર્ડિઆક સર્જરી કરવામાં આવે છે. પિડ્રીયાટ્રીશીયન, ઈન્ટેસ્ટવીસ્ટ અને નર્સિગ સ્ટાફ તદઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ, દિન-રાત દર્દીઓની સેવા સુશ્રુષા માટે અહીં ખડે પગે રહે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.