Monday, October 12, 2026
Home Blog Page 338

જામનગરમાં બની રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ ઓવરબ્રિજને લાગ્યું ગ્રહણ.!: થયો ધડાકો: ૩ દાઝ્યા.

0

બોરીંગ વખતે 2 ફુટના ખાડામાં વાયર ખુલી ગયો: 3 મજૂરો ધાયલ

ઓવરબ્રિજના કામમાં જેટકોની લાઇનમાં પંક્યર કરતા થયો ધડાકો

સવારે સાત વાગ્યાની આસપાસનો બનાવ

જામનગરના ગુરુદ્વારા નજીક થઈ રહેલા ઓવરબ્રિજના કામમાં વ્હેલી સવાર બની દુર્ઘટના જેમા ત્રણ મજુરો દાઝી જતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકમજૂરની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે.

જામનગર શહેરમાં બની રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ ઓવરબ્રિજના કામને ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિઘ્નો શરૂ થયા છે

અંડરગ્રાઉન્ડ બોર કરવાના કામ વેળાએ ઈલેક્ટ્રીક વાયર નો ગુછો ખુલી જતા લોકો ગંભીર રીતે દાઝ્યા છે જેમાં એકની હાલત ગંભીર છે આ બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગઈ

જામનગર શહેરના વિક્ટોરિયા પૂલથી સાત રસ્તા સુધી બની રહેલા ઓવરબ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે આ કામ મહેસાણાની રચના કંપનીને આપવામાં આવ્યું છે

આ કંપની દ્વારા સાત રસ્તા થી અંબર ચોકડી સુધીમાં બોરિંગ નું કામ ચાલુ હોય ત્યારે સવારના સાત વાગ્યાની આસપાસ મેટ મશીનથી બોરિંગની કામગીરી ચાલતી હતી ત્યારે જેટકોના 66 Kv ના વાયરને બોરિંગ અડી જતા અકસ્માત સર્જાયો તેમા અચાનક થયેલા ધડાકામાં ત્રણ લોકો દાઝી ગયા હતા

જેમા મનતોસ બિશ્વાસ ઉ.વ .22 , લેબર ઇરફાન જહાંગીર ઉ વર્ષ – 19 અને  મોહઝફર રહેમાન ઉ.વ 19, ને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે એકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે ધડાકાના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સાથે મનપાનું કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો

નવાગામ ઘેડમાં કોર્પોરેટરના પુત્રનો પોલીસ પર હુમલો: ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

0

નવાગામ ઘેડમાં કોર્પોરેટરના પુત્રનો પોલીસ પર હુમલો

સાઈડ આપવા બાબતે ઇંટ ફટકારી આશિષ કેશુભાઈ માડમ સહિત ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ

ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ મનોહરસિંહ ઝાલા જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ – પોલીસ બેડામાં ચકચાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહર સિંહ ઝાલા ઉપર આશિષ કેશુભાઈ માડમ સહિત ચાર અજાણ્યા શખ્સ દ્વારા સાઈડ આપવા બાબતે હિચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોચાડતા જી.જી હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો છે

સૂત્રોમાંથી મળતી મુજબ જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા ઉંમર વર્ષ-૪૩ તારીખ ૨૯ ના સાંજે ચાલું ફરજે હોય જ્યા તેમની તબીયત સારી ન હોય જેથી તેઓના ઊપરી આધકારીની પરમીશન લઈ ઘરે આવી ગયા બાદ “દવા” લેવા માટે હોસ્પિટલ જવા નિકળેલ ત્યારે ઇન્દિરા સોસાયટી રીક્ષા સ્ટેન્ડ પાસે પાછળથી આવી રહેલ આશિષ માડમ તથા અન્ય શખ્સ દ્વારા સાઈડ કેમ આપતો નથી તેમ કહી ભૂંડી ગાળો આપી હુમલો કરી પાછળના ભાગે ઇંટ નો ઘા મારી મુંઢમાર માર માર્યાં હોય તેથી લોહીલુહાણ હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ ઝાલાને તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યા તેમની ઇજા ગંભીર હોય અને તેમના કાનના ભાગેથી  લોહી નીકળતું હોવાને કારણે સીટીસ્કેન સહિતની વિધી કરી દાખલ કરવામાં આવેલ હોય મનોહરસિંહ ઝાલાની ફરિયાદ પરથી સીટી બી ડિવીઝન પો.સ્ટે.ને આશીષભાઇ કેશુભાઇ માડમ તથા અજાણ્યા ચાર ઇસમો સામે ગેરકાયદેસર મંડળી સહિતની કલમો હેઠળ  IPC-કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૬,૧૪૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ફરી છે.
હાલ પોલીસ ઉપર થયેલ હુમલાએ જામનગર શહેર માં સારી એવી ચર્ચા જગાડી છે

ધ્રોલ ખાતે ૩૦ મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો

0

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ૩૦ મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો ભુચરમોરીની યુધ્ધભૂમિ પર શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર

શહિદોને શ્રધ્ધાંજલી આપતાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતુ આશરા ધર્મ માટે યોજાયુ હતું-રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા ૨૯ ઓગસ્ટ,  જામનગર જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ધ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું.

તે મેદાનને અને તેના શહીદોની શહાદતને શ્રધ્ધાંજલી આપવા તથા ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમ ધ્રોલ શહેરમાં ધ્રોલ ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજાની પ્રતિમાને અને બાદ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યા હતા.

અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ૩૦માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની શીતળા સાતમના રોજ ધ્રોલ તાલુકા ખાતે ભૂચરમોરી યુધ્ધ મેદાનમાં યોજવામાં આવ્યો હતું.

હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ને અનુલક્ષીને ચાલૂ વર્ષે આ શ્રધ્ધાંજલિ સમારોહને કોવિડ માર્ગદર્શિકા અનુસાર ઉજવવામાં આવેલ.  

ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતુ આશરા ધર્મ માટે યોજાયુ હતું તેમ જણાવતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી આ શહિદ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવા અને સમાજને સંગઠીત કરવા માટે અથાગ પ્રયત્નો કરતાં ડો. જયેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન પાઠવેલ હતા. સંસ્કાર અને શિક્ષણના સમન્વય થકી સમાજ દેશના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપે એ પણ આજનો ખરો ક્ષાત્રધર્મ જ કહેવાશે તેમ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ હતું.

તો બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ શરણે આવેલાનું રક્ષણ કરવાના ક્ષાત્ર ધર્મ ખાતર જાન ન્યોછાવર કરનાર જામ અજાજીને વંદન કરી જણાવ્યું હતું કે, સમાજના દરેક ક્ષેત્ર, દરેક જ્ઞાતિના સર્વે લોકોનો ઉત્કૃષ્ટ વિકાસ થાય તે માટે હું પ્રભુને પ્રાર્થનાશીલ અને કર્મબધ્ધ છું. આ સાથે જ સમાજ વ્યસન મુક્ત બને, પરસ્પર સહકાર થકી સત્કાર્યો કરે અને બાળકોને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ અપાવે તેવી મહેચ્છા પ્રગટ કરી હતી.

આ તકે રાજપુત સમાજના આગેવાનશ્રી ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રાજભા જાડેજાએ ભૂચરમોરી ખાતે યોજાયેલ યુધ્ધનો ઇતિહાસથી ઉપસ્થિત સૌને માહિતગાર કરેલ હતા.

આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રમાં યોગદાન કરનાર અગ્રણીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજા, ધ્રોલ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને સમાજના વિવિધ કાર્યકર્તા જૂથોને ઉપસ્થિત મંત્રી તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.  

ખંભાળિયામાં ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા સતવારા તરુણીની આત્મહત્યા

ખંભાળિયા: ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા તરુણીની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા : ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક સતવારા પરિવારની 16 વર્ષીય પુત્રીએ માતાના ઠપકાથી વ્યથિત થઈ, આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ડાયાભાઈ ચોપડા નામના સતવારા આસામીની સોળ વર્ષીય પુત્રી શિવાનીબેનને તેણીના માતાએ જન્માષ્ટમીના તહેવાર આવતા હોય, શિવાનીને ઘરકામ માટે કહ્યું હતું. જે અંગે માતાના ઠપકાથી તેણીને મનમાં લાગી આવતા શિવાનીએ ગઈકાલે શુક્રવારે સાંજે પોતાના હાથે પોતાના ઘરના રૂમમાં જઈ અને ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.

જેથી રાત્રીના આશરે આઠેક વાગ્યે તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

મૃતક શિવાનીને એક ભાઈ તથા એક મોટી બહેન હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. આ બનાવની જાણ મૃતકના પિતા હસમુખભાઈ ચોપડાએ અહીંની પોલીસને કરી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

જર-જમીન’ને જોરૂ…ત્રણ કજિયાના છોરૂં : બેહમાં શેઢા બાબતે યુવાનનું લોહી રેડાયું

જર-જમીન’ને જોરૂ…ત્રણ કજિયાના છોરૂં : બેહમાં શેઢા બાબતે યુવાનનું લોહી રેડાયુંદેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ગઢવી રામભાઈ વિરપાલભાઈ સંધીયા નામના આશરે 42 વર્ષના યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતા વેજાણંદ નાગાજણ પતાણી નામના શખ્સ સાથે બાજુ બાજુમાં વાડીનો શેઢો હોય, આ બાબતે ગઇકાલે શુક્રવારે બપોરે બોલાચાલી થઇ હતી.

જેના અનુસંધાને આરોપી વેજાણંદ નાગાજણ પતાણીએ રામભાઈ સંધીયા ઉપર લાકડાના ધોકા વડે હૂમલો કર્યો હતો.

આ હુમલાના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં રામભાઈને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચતા હતા. આરોપી શખ્સ દ્વારા શેઢાની તકરારમાં મૃતકના ભાઈ ધનાભાઈને પણ લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના નાનાભાઈ ધનાભાઈ વીરપારભાઈ સંધીયાની ફરિયાદ ઉપરથી આરોપી વેજાણંદ સામે મનુષ્ય વધની કલમ 302, 323, 504 તથા જી.પી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોધી, અહીંના પીઆઈ. વી.વી. વાગડીયા દ્વારા આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બનાવ બનતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ બેહ ગામે દોડી ગયા હતા.

આ સમગ્ર બનાવે નાના એવા બેહ ગામમાં ભારે ચકચાર જગાવી છે.

વચગાળાના જામીન પરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

0

વચગાળાના જામીન પરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

જામનગર: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા 1/8 પોલીસ અધિક્ષક નિતેશ પાડેયની સુયના તેમજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ. નિનામા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સ્ટાફના સલીમભાઇ નોયડા તથા રણજીતસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે, જામનગર જિલ્લા જેલના પાકા કામના કેદી નં.-21984 રમેશ આંબાભાઇ રાખશીયા રહેવાસી- પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર વાળો જિલ્લા જેલ જામનગર ખાતેથી દિન-90 વચગાળાના જામીન પર મુક્ત થય બાદ જેલમાં હાજર ન થતા ફરાર છે જે કેદી કાલાવડ તાલુકાના પીપર ગામે હોવાની બાતમી આધારે હકીકત વાળી જગ્યાએથી મજકુર ઇસમને પકડી પાડી પરત જામનગર જિલ્લા જેલ ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ એમ.જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, મહિપાલભાઇ સાદિયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ.મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

જામનગરમાં મારામારીમાં ઘાયલ થયેલ મુસ્લિમ યુવાનનું સારવારમાં મોત: મામલો હત્યામાં પલટાયો

0

જામનગરમાં મારામારીમાં ઘાયલ થયેલ મુસ્લિમ યુવાનનું સારવારમાં મોત, મામલો હત્યામાં પલટાયો

નાગનાથ ગેઇટ નજીક બે દિવસ પહેલા સાત જેટલા શખ્સોએ ધારદાર હથિયાર વડે કરેલ હિચકારા હુમલા બાદ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડ્યો

પોલીસે બનાવમાં કલમ 302 નો ઉમેરો કરીને છ શખ્સોને રાઉન્ડઅપ કર્યા, એક ફરાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં બે દિવસ પહેલા સાજીદ મહંમદહુસેન મકવાણા નામના 27 વર્ષના યુવાન પર સાત જેટલા શખ્સોએ ધારદાર હથિયાર વડે હિચકારો હુમલો કરી દીધો હતો. જેથી સાજીદ લોહીલુહાણ થઇ ને ત્યાંજ ઢળી પડ્યો હતો.
આ બનાવની જાણ થતાં ઇજાગ્રસ્ત ના પરિવાર તથા આડોશી પાડોશી વગેરેએ સાજીદ ને એક રિક્ષામાં બેસાડીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની તાકીદે સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી.

હૂમલાના આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ સાત શખ્સો સામે પોતાના ભાઈ ઉપર ધારદાર હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી બી ડીવીઝન ની પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ છે, અને હુમલાખોરો ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી.

દરમિયાન ગઇકાલે સાંજે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બિછાને સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત સાજીદનું મૃત્યુ નીપજયું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો, અને સીટી બી ડિવિઝન પોલીસે આ પ્રકરણમાં કલમ 302 નો ઉમેરો કર્યો છે.

જામનગરના વાઘેર વાડા વિસ્તારમાં મોટા આશાપુરાના મંદિર પાસે રહેતા સાજીદ મકવાણા નામના યુવાન પર જૂની અદાવતના કારણે થયેલા હુમલાના બનાવ અંગે તેના ભાઈ અસગર મકવાણા એ જામનગરના સાત શખ્સો મહંમદ મુસાભાઇ, અમીન મુસાભાઈ, લાલો મનસુખભાઈ, કિશન મનસુખભાઈ, વિજય ખેંગાર ચાવડા ઉર્ફે ભૂરો, રોહિત, અને ઈકબાલ સિદ્દીક દલ વગેરે સામે તલવાર, લોખંડના પાઈપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં કલમ 302 નો ઉમેરો કરીને છ શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે,

જયારે અન્ય એક શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જૂની અદાવતના કારણે આ હુમલો કર્યાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.

કાલાવડમાં પ્રેમલગ્ન પ્રકરણમાં પતિ-પત્નિ અને પિતાને ઘરમાં ઘુસીને માર મારતા ત્રણ શખ્સો

0

કાલાવડમાં પ્રેમલગ્ન પ્રકરણમાં પતિ-પત્નિ અને પિતા ઉપર હુમલો

ફરિયાદીના પુત્રએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય, ત્રણ શખસે કર્યો હિચકારો હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જીલ્લાના કાલાવડ માં રહેતા વયોવૃદ્ધ ઉપર અને તેના પુત્ર તથા પુત્રવધૂ ઉપર હુમલો કરવા અંગે તેજ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદીના પુત્રએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હોવાથી આરોપીએ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં ઝુપડપટ્ટી માં રહેતા ધીરુભાઈ બાબાભાઈ સાડમિયા નામના 73 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર અને પુત્રવધૂ ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા ચંદુભાઈ કરમશીભાઈ, તેના પિતા કરમશીભાઈ તેમજ વિનુભાઈ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ચંદુભાઈ ની બહેન ને ફરિયાદી ધીરુભાઈ નો પુત્ર આજથી પાંચ વર્ષ પહેલા ભગાડીને લગ્ન કરી લીધા હોવાથી તેનું દુ:ખ રાખીને આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આઠ મહિનાથી કોલ્ડ રૂમમાં રખાયેલ પાકિસ્તાની નાગરિકના મૃતદેહની દફનવિધિ કરતું મોક્ષ ફાઉન્ડેશન

0

જી.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં છેલ્લા આઠ મહિનાથી રખાયેલ પાકિસ્તાની નાગરિકના મૃતદેહની દફનવિધિજામનગરની સેવાભાવી સંસ્થા દ્વારા મુસ્લિમ શરિયત મુજબ દફનવિધિ જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી, ભુજની પોલીસ ટુકડી, તથા ફાયર બ્રિગેડ સહિતની ટીમ હાજરીમાં કરાઇ અંતિમવિધિ જામનગર: મુળ પાકિસ્તાનના નાગરિક ઇમરાન કામરાન (ઉ.વ.37)નું ભુજની જેલમાં આઠ માસ પહેલાં મૃત્યુ થયુ હતું.

જેના મૃતદેહને ગત જાન્યુઆરી માસમાં જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લઇ આવવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.

આ પાકિસ્તાની નાગરિકના મૃત્યુ બાદ બંને દેશ વચ્ચે કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા લાંબી ચાલી હતી, અને આઠેક માસ બાદ અંતે પાકિસ્તાન દ્વારા મૃતકની દફનવિધિ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, ગઈ કાલે તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા મૃતદેહને આજે ભુજ પોલીસ ની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો હતો, અને ઢોલીયા પીર ના કબ્રસ્તાનમાં જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી.

જામનગરની સંસ્થા મોક્ષ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ વિક્રમસિંહ ભિખુભા ઝાલા, ઉપરાંત હિતેશગીરી ગોસાઈ, બસીરભાઈ સફીયા, ઘનશ્યામસિંહ રાઠોડ વગેરે દ્વારા ઢોલીયા પીરની દરગાહમાં દફનવિધિ કરવામાં આવી હતી.

આ વેળાએ નવી વાસના મુંજાવર મહંમદ ફારૂક નૂરમહંમદ શેખ તેમજ કમિટીના સિદ્દીકભાઈ, ઈસ્માઈલભાઈ અને હારૂનભાઈ હાજર રહ્યા હતા, અને અંતિમ વિધિ કરાવી હતી. સરકારી પ્રોટોકોલ મુજબ જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર તથા ભુજ પોલીસ વિભાગની ટીમ તેમજ ફાયર શાખા ના અનવર ગજણ વગેરે દફનવિધિ સમયે હાજર રહયા હતા

જામનગરમાં વધુ એક લેન્ડ ગ્રેબીંગ: ચેલાના પિતરાઇ ભાઇઓ અને કાકા ભરાયા ભાઠે

0

જામનગર પંથકમાં વધુ એક લેન્ડ ગ્રેબીંગ: ચેલા ખેતીની જમીનમાં ગેરકાયદે દબાણ કરનાર કાકા તથા પિતરાઇ ભાઇઓ સામે ફરિયાદ

જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા યોગેન્દ્રસિંહ ભાવસિંહ કેર નામના 47 વર્ષના ખેડૂત યુવાનની ચેલા ગામમાં જુના સર્વે નંબર 2 678 અને નવા સર્વે નંબર 566 કે જેનું ક્ષેત્રફળ 0-26-52 હેક્ટર આરે. ચોરસ મીટર વાળી પોતાના દાદા જેસંગજી કેર ની વારસાઈ જમીન આવેલી છે.

જે જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી યોગેન્દ્રસિંહ કેર ના કુટુંબી કાકા હેમતસિંહ માનસંગ કેર, અને તેના બે પુત્રો કિશોરસિંહ હેમતસિંહ કેર અને પૃથ્વીરાજસિંહ હેમતસિંહ કેર વગેરેએ કબજો કરી લીધો હતો, અને પોણા બે વિઘા જેટલી જગ્યામાં ઓરડી વગેરે બનાવી લઈ ગેરકાયદે વીજ કનેક્શન મેળવી લઇ જમીન પચાવી પાડવાનું કાવતરું રચ્યું હતું.

જેથી જમીન માલિકે ઉપરોક્ત જગ્યા માં જઈને પોતાના કાકા વગેરેને જગ્યા ખાલી કરી દેવા જણાવ્યું હતું. પરંતુ ત્રણેય પિતા-પુત્રોએ ઉશ્કેરાઇ જઇ મારકૂટ કરી હતી, અને ફરીથી જમીનમાં પગ મૂકશે તો પતાવી નાખવાની ધમકી આપી જમીનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો.

જેથી યોગેન્દ્રસિંહ દ્વારા જામનગરની જિલ્લા કલેકટર કચેરીમાં નવા કાયદા હેઠળ અરજી કરી હતી.

જે અરજીના અનુસંધાને ગ્રામ્ય વિભાગના એસ.ડી.એમ. તેમજ મામલતદાર વગેરેની ટીમ દ્વારા ખરાઇ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત ખેતીની જમીન યોગેન્દ્રસિંહ કેર ના નામે નોંધાયેલી છે, અને તેઓના દાદાના નામની વારસાઈ એન્ટ્રી પડેલી છે. પરંતુ હિંમતસિંહ અથવા તો તેના પરિવારનો તેમાં કોઈ હક ના હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી જામનગરના પોલીસ તંત્રને આ મામલે ફરિયાદ નોંધવા પત્ર મોકલ્યો હતો. જેના અનુસંધાને ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ કેરની ફરિયાદના આધારે હેમતસિંહ માનસંગ કેર ઉપરાંત તેના બે પુત્રો કિશોરસિંહ હેમતસિંહ અને પૃથ્વીરાજસિંહ હેમતસિંહ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4 (3), 5 (ગ) તેમ જ આઈ.પી.સી. કલમ 323, 294(ખ), 506-2, અને 114 મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.