Monday, October 12, 2026
Home Blog Page 337

જામનગરમાં POP માંથી બનાવેલ 25 જેટલી ગણપતિની મૂર્તિઓ કબજે કરતું એસ્ટેટ

0

જામનગરમાં 25 જેટલી પી.ઓ.પી. માંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓ કબજે કરતું જામ્યુકો

જામનગર: જામનગર શહેરમાં આગામી ગણપતિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, અને મહાનગરપાલિકા દ્વારા માત્ર માટી માંથી બનાવેલી ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા માટેની સુચના આપવામાં આવેલી છે. તેમ છતાં કેટલાક વિક્રેતાઓ દ્વારા પી.ઓ.પી. માંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરતા હોવાનું એસ્ટેટના કંટ્રોલીંગ ઓફિસર મુકેશ વરણવાને  ધ્યાનમાં આવ્યું હતું.

જેથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ઓફિસર દિક્ષીત અને તેમની ટીમના કુલદીપસિંહ પરમાર ,ધવલ ભાનુશાળી સહિત 13 જેટલા સભ્યો દ્વારા આજે સૌ પ્રથમ ખોડીયાર કોલોની થી સમર્પણ સર્કલ સુધીના માર્ગ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

જે ચેકિંગ દરમિયાન જુદાજુદા છ જેટલા વિક્રેતાઓ દ્વારા માટીની સાથે સાથે પી.ઓ.પી.ની ગણપતિની મૂર્તિ નું પણ વેચાણ કરાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

મહાનગરપાલિકાની ટુકડીએ પી.ઓ.પી. માંથી બનાવેલી 25 જેટલી નાની મોટી મૂર્તિઓ કબજે કરી લીધી છે. આ કાર્યવાહી સમયે પીઓપીની મૂર્તિ નું વેચાણ કરનારાઓમાં ભારે દોડધામ થઇ હતી, અને મૂર્તિઓ લઈને આમ-તેમ ભાગવા લાગ્યા હતા.
આ ઉપરાંત જામનગર શહેરના સાધનાકોલોની માર્ગ પર પણ અનેક મૂર્તિના વેચાણકારો જાહેર રોડ પર ગણપતિની મૂર્તિનું વેચાણ કરી રહ્યા છે.

તેમાં પણ પી.ઓ.પી.ની મૂર્તિઓનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી જાણકારી ને લઈને મહાનગરપાલિકાની ટુકડી ઉપરોક્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી, દરમિયાન પી.ઓ.પી.ની મૂર્તિના વેચાણ કરનારાઓ દ્વારા મૂર્તિઓ લઈને ભારે ભાગદોડ શરૂ કરવામાં આવી હતી.

મહાનગર પાલિકાની ટીમ દ્વારા પી.ઓ.પી. માંથી બનાવેલી મુર્તીઓ કબજે કરવાની કામગીરી આવી રાત ચાલુ રાખવામાં આવી છે.

જામનગરની જી.જી હોસ્પિટલના કસરત વિભાગમાં રજાના દિવસે યુવક-યુવતી પુરાતા થયો દેકારો: ખળભળાટ

0

જીજી હોસ્પિટલના રૂમ નંબર 12 માં યુવક અને યુવતી કલાક સુધી સ્વેચ્છાએ પુરાતા દેકારો

રવિવારે પુરુષ મિત્રને બોલાવી બોલાવી વોર્ડના દરવાજા બંધ કર્યો: સિક્યુરિટી ગાર્ડે આપ્યો પહેરો

હોસ્પિટલમાં મિલાપ : રજાના દિવસે યુવકને પૂરવો ભારી પડયો. : યુવતીને અપાયું પાણીચું.!

કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતી યુવતીનું કારસ્તાન : બંનેને RMO પાસે લઇ જવાયા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં છાશવારે વિવાદો થતાં જ રહે અનેક વિવાદોથી ઘેરાયેલી હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.

જેમાં કસરત વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીએ તેના પુરૂષ મિત્રને રવિવારના દિવસે બોલાવી વોર્ડના દરવાજા બંધ કરી દેતાં એક કલાક સુધી સિક્યોરિટીને તેને ખોલાવવા માટે પરસેવો વળી ગયો હતો.

દરવાજો ખોલ્યા બાદ આખુ પ્રકરણ હોસ્પિટલ તંત્ર પાસે પહોચતા આબરૂ જવાની બીકે યુવતીને નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી અને પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વર્ષો પહેલા જે સ્થિતિ હતી તે તાદેશ કરતો બનાવ જી જી હોસ્પિટલમાં રવિવારના બનતા હોસ્પિટલ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

રવિવારે જી.જી હોસ્પિટલના ઈમરજન્સી સિવાયના મોટાભાગની ઓપીડી બંધ રહે છે તેમજ 12 નંબર તરીકે ઓળખાતા કસરત વિભાગ પણ બંધ રહે છે. પરંતુ રવિવારના સવારે 11 કલાકે કસરત વિભાગમાં કામ કરતી કોન્ટ્રાક્ટ બેઈઝ યુવતીએ તેના પુરૂષ મિત્રને 12 નંબરના રૂમમાં બોલાવીને દરવાજા બંધ કર્યા હતા

જે ત્યાંથી પસાર થતા એક્સ આર્મી મેનને શંકા જતાં તેણે તપાસ કરવા દરવાજા ખખડાવ્યા હતા પરંતુ અંદરથી કોઈએ દરવાજો ન ખોલતા આર્મી મેનને શંકા જતાં સિક્યુરિટી ત્યાં ઉભી રહી અને બપોરે સાડા બાર વાગ્યાના સુમારે દરવાજા ખૂલતા તેમાંથી યુવક અને બહાર નીકળતા સિક્યુરિટીએ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી ન શકતા તેમને આરએમઓ ઓફિસ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેના નામ – સરનામાં નોંધી જવા દેવામાં આવ્યા હતા અને ફરી સોમવારે સવારે બોલાવવામાં આવ્યા હતાં.

જે દરમિયાન રૂમનો  ઈન્ચાર્જને પણ હાજર રાખવામાં આવ્યા હતા , તમામના નિવેદનો અને પૂછપરછ બાદ હોસ્પિટલની આબરૂ ન જાય તે માટે કોન્ટ્રાક્ટ પર રહેલી યુવતીને તાત્કાલિક છૂટી કરી દેવામાં આવી પાડી દેવામાં આવ્યો હતો.

પરંતુ છાના ખૂણે રૂમમાં પૂરાયેલી યુવતી અને યુવકના બનાવના સમાચાર વાયુવેગે ફરી વળતા હોસ્પિટલ તંત્રમાં થતાં ભારે ચકચાર મચી જવા પામી છે .

પ્રેમીકાએ બીજે લગ્ન કરી લેતા યુવાને ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

0

ખંભાળિયા: પ્રેમીકાએ બીજે લગ્ન કરી લેતા યુવાને ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા હાપીવાડી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ભવાનભાઈ કછટીયા નામના 37 વર્ષના યુવાને પોતાની વાડીએ આંબાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

ઉપરોક્ત યુવાન એક યુવતીના પ્રેમમાં હોય અને તેણીએ અન્ય યુવાન સાથે લગ્ન કરી લીધા હોય, તેથી મહેન્દ્રભાઈ કછટીયા છેલ્લા કેટલાક સમયથી વ્યથિત રહેતા હતા.

આ પરિસ્થિતિમાં તેણે બે દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હોવાની જાણ મૃતકના પિતા ભવાનભાઈ માવજીભાઈ કછટીયાએ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી હતી.

જામનગરના હર્ષદમીલની ચાલીમાં યુવાન પર ઘાતક હથિયારો વડે હુમલો: ચાર સુમરા શખ્સ સામે ફરિયાદ

0

જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં યુવાન પર ઘાતક હથિયારો વડે હુમલો: ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા પિયુષ હરીશભાઇ વેગડા નામના 18 વર્ષના વણકર યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત પોતે દલિત જાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે ઇમરાન હાજીભાઇ ખફી, એજાજ ખફી, તથા મુસ્તાક ખીરા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે હુંમલા અંગેની તેમજ અસ્પૃશ્યતા ધારા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી યુવાનનો ભાઈ પ્રફુલ કેજે આરોપી ઈમરાન સાથે ફરતો હોવાથી તેની સાથે નહીં ફરવાનું ભાઈ ને કહેતાં આરોપીઓને ખબર પડી ગઈ હોવાથી ઉશ્કેરાયા હતા, અને ત્રણેય આરોપીઓએ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયો છે.

સમગ્ર મામલે એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

સલાયામાં પોલીસ પાર્ટી પર હુમલો કરનાર આરોપીઓએ જામનગર જેલમાં લખણ ઝળકાવ્યા :જેલ સહાયક પર કર્યો હુમલો

0

જામનગર જિલ્લા જેલમાં સલાયાના ચાર કેદીનો જેલ સહાયક પર હિચકારો હુમલો

કેદી એ પોતાની જાતે માથું ફોડી ને ગાર્ડે માર માર્યાનો કર્યો આક્ષેપ: CCTV  ફૂટેજ કેદીની પોલ ખોલી નાખીજેલ સહાયક કૃષ્ણરાજસિંહ જાડેજાને ઇજા પહોંચતા જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ

ચારેય કેદી સલાયામાં પોલીસ પાર્ટી પર કરેલા હુમલા આરોપી

ચારેય કેદી વિરુદ્ધ જેલ બદલી સહિતની કાર્યવાહી થશે. જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટ

જામનગર જિલ્લા જેલમાં ચાર કેદીએ અચાનક જેલ સહાયક પર હુમલો કરતાં અફડાતફડી મચી જવા પામેલદેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર જિલ્લા જેલમાં આજરોજ જેલ સહાયક કૃષ્ણરાજસિંહ જાડેજા આજરોજ સવારના આશરે ૦૯.૩૦ કલાકે સાલમતી વિભાગમાં હજામફલનું કામ ચાલું હતું તે સમયે સલામતી વિભાગના દરવાજો બંધ થતા કાચા આરોપી એજાજ રજાકભાઇ સંધાર દરવાજો ખોલીને બહાર જતો હતો તેને સહાયક દ્વારા રોકતા આરોપી ઉશ્કેરાઇ જઇ જેલ સહાયક ઉપર રીઝવાન રજાકભાઇ સંધાર ,અસગર રજાકભાઇ સંઘાર ,અબ્દુલ કરીમ સલીમ ભગાડ સહિત નાઓએ ગાળો ભાંડી જેલ સહાયક સાથે ઝપાઝપી કરી કાનના ભાગે માર મારેલ જેલ સહાયકે બૂમાબૂમ કરતા સર્કલ પરના કર્મચારીઓ દોડી આવતા એજાજ રજાક સંધારે પોતાના હાથે માથું પછાડી ગાર્ડે માર માર્યાનો આક્ષેપ કરવા લાગ્યો

જેલ સહાયક પર હુમલો કરનાર વિરુદ્ધ તાજેતરમાં સલાયામાં  પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના ગુનામાં એજાજ રજાકભાઇ સંધારે ( ૨ ) રીઝવાન રજાકભાઇ સંધાર ( 3 ) અસગર રજાકભાઇ સંઘાર ( ૪ ) અબ્દુલ કરીમ સલીમ ભગાડ સહિત નાઓ સામે  સલાયા ખાતે પોલીસ સામે થયેલ માથાકુટ ના ગુન્હા સબબ સલાયા મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૨૬૫ / ૨૦૨૧ IPC ૩૦૭ , ૩૦૮ , ૩૨૩ , ૩૩૨ , ૩૩૩ , ૩૩૮, ૩૩૬, ૩૯૫ , ૩૯૭ , ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમ ૩ ( ૨ ) ઇ તથા જી.પી.એક્ટ -૧૩૫ ( ૧ ) ના ગુના સબબ તા . ૨૭ / ૦૮ / રo૨૧ ના રોજ અત્રેની જેલમાં દાખલ થયેલ છે. હાલ જેલ સહાયક પર થયેલા હુમલાને લઇ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામનગરના ચકચારી ગુજસીટોકના પાંચ આરોપીની જામીન અરજીનો 15 મીએ ફેંસલો: સંજય દત્તના કેસનો ઉલ્લેખ

0

જામનગરના ચકચારી ગુજસીટોકના પાંચ આરોપી જેમાં પૂર્વ પોલીસકર્મી , એડવોકેટ , બિલ્ડર સહિતના પાંચેયની અરજીની સુનાવણી પૂરી થઈ

ગુજસીટોક 5 આરોપીની જામીન અરજીનો 15 મીએ ફેંસલો આવશે

સરકારી વકીલે અભિનેતા સંજયદતના કેસનો વારંવાર ઉલ્લેખ કર્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી , એક બિલ્ડર , એડવોકેટ સહિતના પાંચ આરોપીએ જામીનમુકત થવા કરેલી અરજીની સુનાવણી હાઈકોર્ટમાં પૂર્ણ થઈ છે.

જામીન અરજીનો ચુકાદો અદાલતે આગામી તારીખ 15 સપ્ટેમ્બરના આપવાનું હાઇકોર્ટે મુકરર કર્યું છે.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા ચલાવવામાં આવતી ઓર્ગેનાઈઝડગેંગ દ્વારા વેપારીઓ , બિલ્ડરો , ઉદ્યોગપતિઓને ધમકાવી ખંડણીની વસૂલાતની ફરિયાદોના પગલે ગત વર્ષે જામનગરના જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનઅને તેઓની ટીમ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ જામનગરની પ્રથમ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

જેમાં જયેશ તથા તેની કહેવાતી ગેંગના 14 શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

જેમાં ગેંગના સાગરીત ગણાતા જીમ્મી ઉર્ફે જીગર આડતિયા , નગરસેવક અતુલ ભંડેરી , પૂર્વ પોલીસ કર્મચારી વશરામભાઈ આહિર , બિલ્ડર મુકેશ અભંગી , નિલેશભાઈ ટોલિયા , એડવોકેટ વી . એલ . માનસાતા સહિતના શખ્સોના આરોપી તરીકે નામ જાહેર થયા હતા.

આ ગુનામાં મુખ્ય સૂત્રધાર જયેશ સહિત ત્રણ આરોપીને હજુ પકડવાના બાકી છે.

આ ત્રણ સિવાયના આરોપીને રાજકોટ સ્થિત ગુજસીટોક કાયદાની ખાસ અદાલતે રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા પછી તપાસનીસ પોલીસ ટૂકડીએ ચાર્જશીટ કર્યું હતું.

આથી આ કેસના આરોપી વશરામ આહિર , નિલેશ ટોલિયા , એડવોકેટ વી .એલ. માનસાતા સહિત પાંચ આરોપીએ જામીનમુકત થવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી , જેમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થતા સુનાવણી પૂર્ણ થતા હાઈકોર્ટે જામીન અરજીઓનો હુકમ આગામી તા .15 સપ્ટેમ્બરના આપવાનું મુકરર કર્યું છે.

જામીન અરજીની સુનાવણી દરમ્યાન સરકાર વકીલે અભિનેતા સંજય દતના મુંબઇના ચકચારી કેસનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

પર્યુષણનો આજથી પ્રારંભ, 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ

0

પર્યુષણનો આજથી પ્રારંભ, 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ

જામનગર: પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. એક તરફ શ્રવણ મહિનો છે તો બીજી તરફ દેરાસરમાં લોકો જોવા મળી રહ્યા છે. 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ ઉજવાશે. જે બાદ ગણેશોત્સવની ધૂમ જોવા મળશે.

જામનગર શહેરમાં અનેક કૃષ્ણ મંદિરો પણ આવેલા છે, જ્યાં જન્માષ્ટમીના પર્વને લઇને રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધુમપુર્વક ઉજવણી થઇ હતી, અને રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રી સુધી દર્શન માટેની છૂટ આપવામાં આવી હોવાથી અનેક ભાવિકો કૃષ્ણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા હતા.

જામનગરના ટાઉન હોલ નજીક આવેલા પુરાતન રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા અને રાત્રીના 12 વાગ્યે અનેક દર્શનાર્થીઓ જોડાયા હતા.

જ્યાં મહાઆરતી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ હતી. મંદિર પરિસરની બાજુમા જ વિશાળ મેદાન આવેલું છે, જેમાં વિશાળ કદનો સ્ક્રીન ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મંદિર પરિસરની અંદર ની મહાઆરતી સાથે ના લાઈવ દર્શન રાખવામાં આવ્યા હતા. જેનો પણ અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

ભાણવડ રોડ પર મોડપરના પાટીયા નજીક ખાનગી બસ પલટી: 15 મુસાફર ઘાયલ

0

ભાણવડ રોડ પર મોડપરના પાટીયા નજીક ખાનગી બસ પલટી: 15 મુસાફર ઘાયલ : સારવારમાં ખસેડાયા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :લાલપુર નજીક ભાણવડ રોડ પર મોડપરના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી બસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતાં 108 ની 4 એમ્બ્યુલન્સમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા આવ્યા હતા.

તમામ ઇજાગ્રસ્તોને લાલપુર સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા છે.

મહાલક્ષ્મી ચોકમાં કલ્પેશ શાહના મકાનમાં ગેરકાયદેસર કબજો કરનાર વિજય રાયઠઠ્ઠા સામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ

0

જામનગરમાં મકાનનો બળજબરીથી કબજો જમાવીને બેઠલા શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં જી.ડી.શાહ સ્કૂલ પાસે ના દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશભાઈ મનસુખલાલ શાહ ની માલિકી નું મકાન મહાલક્ષ્મી ચોક માં આવેલું છે.

આ મકાન માં બળજબરીથી વિજય કરસનભાઈ રાયઠઠ્ઠા એ ગત જાન્યુઆરી -2021 થી ગેરકાયદે કબજો કરી લીધો હતો. અનેક વખત સૂચના આપવા છતાં મકાન ખાલી કરતો ન હતો.આખરે ગઈકાલે કલ્પેશભાઈ શાહ એ આરોપી વિજય રાયઠઠ્ઠા સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે લેન્ડ ગ્રેબિંગ ની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મકાન માલિક દ્વારા નવા લેન્ડ ગ્રેબિંગ એક ના કાયદા ને અનુસરીને જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ મકાન ખાલી કરાવવા બાબતે અરજી કરવામાં આવી હતી. ત્યાર પછી તે અરજીને પોલીસ તપાસમાં મોકલવાની હતી, અને સિટી એ ડિવિઝન પોલીસ તપાસ દરમિયાન આ મામલે ગુનો બનતો હોવાથી પોલીસે મકાનો ગેરકાયદે મેળવી લેનાર આરપી સામેં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

હાપામાં ગરબી માટે જગ્યા “ન” મુકતા આહિર વૃદ્ધે કર્યો આપઘાત : બે વિરુદ્ધ ૩૦૬ દાખલ

0

હાપામાં ગરબી માટે જગ્યા ન મુકતા આહિર વૃદ્ધનો આપઘાત

પુત્રએ બે સામે નોંધાવી પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર

જામનગર નજીક હાપા ગામે સમાધાન થયા મુજબ ગરબીની જગ્યા “ન”  મુકતા આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

તેના પુત્રએ તેના પિતાને મરી જવા મજબુર કરવા અંગે બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે

જામનગર નજીક આવેલા હાપા ગામમાં ખોડીયાર ગરબી ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં અગાઉ થયેલા સમાધાન મુજબ 4 ફુટની જગ્યા મુકવામાં આવી ન હતી.

જે અંગે હરીભાઇ હૈયાનેગરબી પ્રત્યે ખુબ જ લાગણી હોય તેમણે આ અંગે ભના રાણા લોખીયા અને વનરાજ જેઠા લોખીયાને જગ્યા અંગે કહયું હતું તો તેમણે હડધૂત કરી લાગણી દુભાવી જગ્યા નથી મુકવી અને થાય તે કરી લેજો તેમ કહેતા હરીભાઇને લાગી આવતા તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો .

જે અંગે તેના પુત્ર વિનોદ પોતાના પિતાને મરી જવા મજબુર કરવા અંગે ભના અને વનરાજ સામે પોલીસમાં ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. હાલ પોલીસે મરી જવા મજબૂર અંગેની કલમનો ઉમેરો કરી આરોપીની શોધખોળ આદરી છે

error: Copying and use of the content of the website is considered as illegal activity.