Monday, October 12, 2026
Home Blog Page 336

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં યુવાનના ઘર ઉપર પથ્થરમારો, હત્યાની ધમકી આપનાર પાંચ સુમરા શખસ સામે ફરિયાદ

0

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં યુવાનના ઘર ઉપર પથ્થરમારો, હત્યાની ધમકી આપનાર પાંચ શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશ કકડ નામના મજૂરી કામ કરતા આધેડના પુત્ર અભયને સમીર ખીરાની બહેનને પ્રેમ કરતો હોવાની શંકાના આધારે અને મકરસંક્રાંતિ દરમિયાન ટેપ વગાડવાની બોલાચાલીમાં મનદુ:ખ રાખી અભયને ગત તા.8 ના રોજ સાંજના સમયે આંતરીને સમીર ફિરોજ ખીરા નામના શખ્સે ફડાકા માર્યા હતાં ત્યારે અભયના પિતા રાજેશભાઈ સ્થળ પર દોડી આવતા તેને પણ સમીર એ અપશબ્દો કહ્યા હતાં..

ત્યારબાદ સમીર ખીરા, ફીરોજ અલ્લારખા ખીરા, અકરમ સલીમ ખીરા, સાહીલ સલીમ ખીરા, સાહીદ ફીરોજ ખીરા નામના પાંચ શખ્સોને યુવાનના ઘરે પહોંચી જઇ લોખંડના પાઈપ વડે ફળિયામાં રહેલા દરવાજા ઉપર ઘા માર્યા હતાં અને દરવાજો તોડી નાંખ્યો હતો તેમજ ફળિયામાં પ્રવેશ કરી છૂટા પત્થર અને ઈંટોના ઘા કરી યુવાનના પરિવારજનોને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

યુવાનને માર મારી ઘર ઉપર પત્થરમારો કર્યા બાદ ધમકી આપ્યાના બનાવની જાણના આધારે પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે રાજેશ કકડના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરુધ્ધ હુમલો અને ઘરમાં નુકસાન પહોંચાડી ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

પંચેશ્વર ટાવર પાસે પરેશ ધોકીયાને થઈ ધોકાવારી: ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરીયાદ

0

જામનગરમાં સામાન્ય બાબતે યુવાન ઉપર હુમલો: ત્રણ શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર તાલુકાના હાપામાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો પરેશ અરવિંદભાઈ ધોકિયા નામનો યુવાન ગત તા.8 ના રોજ રાત્રિના સમયે પંચેશ્વર ટાવરથી અપના બજાર તરફ તેના બાઈક પર આવતો હતો તે દરમિયાન પાછળથી બ્રેઝા કારના ચાલકે ઓવરટેક કરી બાઈકને સાઇડમાં દબાવી દીધું હતું

ત્યારબાદ પરેશને આંતરીને ધક્કો મારી પછાડી દઇ માથામાં તથા શરીરે માર માર્યો હતો અને સાધના કોલોનીમાં આવીને માથાકુટ કેમ કરશ ?

તેમ કહી યુવરાજસિંહ ઝાલા, બિપીન વણકર અને ઉદય નામના ત્રણ શખ્સોએ લાકડી અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી અને ધમકી આપી હતી કે હવે સાધના કોલોનીમાં બીજીવાર દેખાઈશ તો પતાવી દઈશું.

હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.એ. દાતણિયા તથા સ્ટાફે પરેશ ધોકિયાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગરની આવાસ કોલોનીમાં પ્રેમીકાએ લગ્નની ના પાડતા યુવકે ભર્યુ અંતિમ પગલું

0

જામનગર અંધાશ્રમ આવાસ કોલોનીમાં યુવાનની આત્મહત્યા : ચકચાર

પ્રેમીકાએ લગ્નની  “ના”  પાડતા યુવકે ભર્યુ અંતિમ પગલું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરનાં અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતાં યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની પ્રેમિકાએ હાલમાં લગ્ન કરવાની ના પાડતા મનમાં લાગી આવતા તેના ઘરે લોખંડના પાઇપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

જામનગર શહેરના અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.84 અને રૂમ નં.11 માં રહેતાં અભય અનિલભાઈ નિમાવત (ઉ.વ.23) નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધમાં યુવતીએ હાલમાં લગ્ન કરવાની ના પાડતા મનમાં લાગી આવતાં અભયે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે પંખાના લોખંડના પાઈપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ બનાવ અંગે મૃતકની માતા રંજનબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગરમાં સોનીની દુકાનને નિશાન બનાવતા તસ્કરો: આખી ઘટના CCTV ફૂટેજમાં કેદ

0

જામનગરમાં સોનીની દુકાનને નિશાન બનાવતા તસ્કર: રૂા. 80 હજારની માલમતાની ચોરી

સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ
તસ્કરોને કેમેરો ધ્યાને આવતા કેમેરો પણ તોડ્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર, જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ ઉપર પ્રણામી સ્કુલ સામે વહેલી સવારે તસ્કરોએ નીલકંઠ જ્વેલર્સ નામની દુકાનની નિશાન બનાવી હતી.

મોટર કાર માં આવેલા ચાર જેટલા તસ્કરોએ જાળીનું તાળું તોડી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા હતા અને ચાંદીનો માલસામાન તેમજ રોકડ મળી અંદાજે 80 હજાર રૂપિયા જેટલી માલમત્તાની ઉઠાંતરી કરી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને તસ્કરોની કેમેરો ધ્યાને આવતા કેમેરો પણ તોડ્યો હતો.

આ ઘટનાને પગલે પોલીસ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

નથુરામ ગોડસેની પ્રતિમા મૂકવાનો હિન્દુ સેનાના નિર્ણયથી હોબાળો

0

ગાંધીજીના હત્યા કરનારની 15મી નવેમ્બરે પ્રતિમા મૂકવાનો હિન્દુ સેનાના નિર્ણયથી હોબાળો

જામનગર: મહાત્મા ગાંધીજીની હત્યામાં 15મી નવેમ્બરે ફાંસીએ ચડેલા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મૂકવાનો વિવાદાસ્પદ નિર્ણય હિન્દુ સેનાએ લેતાં ખળભળાટ મચ્યો છે.

આ માટેની પહેલી બેઠક બુધવારે રાત્રે જામનગરમાં દ્વારકાધીશ મંદિરમાં મળી હતી. આ મીટિંગમાં હિન્દુ સેનાના 8 સભ્યોએ હાજર રહીને નથુરામ ગોડસેના જીવનચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મૂકવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળેલ છે.

જામનગરના દ્વારકાધીશ મંદિરમાં બુધવારે રાત્રે હિન્દુ સેનાની મળેલી બેઠકમાં આગામી 15 નવેમ્બર 2021ના રોજ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાતાં હડકંપ મચી ગયો છે.

આ બેઠકમાં ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયૂર પટેલ, રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુંમર, યોગેશ અમરેલિયા, ધીરેન નંદા સહિતના સૈનિકોએ હોંશભેર જવાબદારી સંભાળી હતી.

જામનગરના બેડેશ્વરમાં સગીરાને ભગાડી તેના પર દુષ્કર્મ આચર્યાની વીધર્મી શખસ સામે ફરિયાદ

0

જામનગરના બેડેશ્વરમાં સગીરાને ભગાડી તેના પર દુષ્કર્મ આચર્યાની વીધર્મી શખસ સામે ફરિયાદ

આરોપી શખસને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેતી LCB

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને રાત્રિના સમયે લલચાવી-ફોસલાવીને ઝાકીર કાસમ સંઘાર નામનો શખસ ભગાડી ગયો હતો જે અંગેની પોલીસ ફરિયાદ સિટી-બી ડિવિઝનમાં નોંધાવવામાં આવી હતી.

સગીરાના અપહરણની ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ તેમાં એલસીબીએ ઝંપલાવ્યું હતું અને તેના સગડ મેળવી મહેસાણાના ઉંઝા ઉનાવ ગામેથી બંનેને પકડી પાડી જામનગર લઈ આવવામાં આવ્યા હતા જ્યાં સગીરાનું મેડિકલ કરાતા તેના પર દુષ્કર્મ થયું હોવાનું ખૂલતા પોલીસે તે કલમનો ઉમેરો કરી આરોપીને અપહરણ, પોક્સો અને દુષ્કર્મના કેસ અંગે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

સગીરાને ભગાડી જનાર અને દુષ્કર્મ આચરનાર આરોપી ઝાકીરને પકડવો પોલીસ માટે પડકાર બન્યું હતું તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો. ફક્ત ઈસ્ટાગ્રામ પર તેના મિત્રો અને સગાઓ સાથે કોન્ટેક રાખીને વાત કરતો હતો જેથી પોલીસ તેને શોધી ન શકે પરંતુ પોલીસે તેનો પણ તોડ શોધી લીધો અને તેને પકડી પાડ્યો હતો.

અદાલતમાં ખોટા દસ્તાવેજ રજુ કરવાના કેસમાં ફરાર આરોપીને ઝડપીલેતી SOG

0

અદાલતમાં ખોટા દસ્તાવેજ રજુ કરવાના કેસમાં ફરાર આરોપીને ઝડપીલેતી એસઓજી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ભાવનગર જીલ્લાના ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ફરાર આરોપીને જામનગર એસઓજીની ટુકડીએ બાતમીના આધારે પકડી પાડયો હતો, ભાવનગર કોર્ટ ખાતે ચાંપાબેરાજાના શખ્સે જામીન પડેલ જેમાં બોગસ દસ્તાવેજ રજુ કર્યા હતા.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો ફરારી તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના દોલતસિંહ જાડેજા તથા રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદને ખાનગીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાના ગગાજળીયા પો.સ્ટેના કલમ 465, 467, 468, 471 ગુન્હામાં ફરારી આરોપી ખુમાનસિંહ લખુભા જાડેજા રે, ચાપાબેરાજા તા.જી જામનગર વાળાએ ભાવનગર શહેર કોર્ટ ખાતે જામીન પડેલ હોય અને આ મજકુર ભાવનગર કોર્ટમાં બોગસ સોલવંસીના બનાવટી દસ્તાવેજો રજુ કરેલ હોય અને નાસ્તો-ફરતો હોય જેથી તેને પકડી પાડી આગળની કાર્યવાહી થવા માટે પંચ-બી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

ચાંદી બજાર લાલબાગ પાસે રહેતા નિલેશ વ્રજલાલભાઈ માંડલિયા ઉપર બે શખ્સનો હિચકારો હુમલો

0

જામનગરના રણજીતસાગર રોડ નજીક યુવાન પર હિચકારો હુમલો: બે સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના ચાંદી બજાર, લાલબાગ ખાતે રહેતા નિલેશ વ્રજલાલભાઈ માંડલિયા ઉંમર વર્ષ 33 નામના સોની યુવાને ગઈકાલે સીટી-એ ડિવિઝન માં રણજીતસાગર રોડ પર આવેલ અટલ બિહારી વાજપાઇ ભવન ફ્લેટ નંબર બી 503 ખાતે રહેતા વસંત ધનજી નાખવા, ફ્લેટ નંબર સી 406 ખાતે રહેતા રમેશ જગજીવન ફલીયા નામના બે શખ્સો સામે આઇ.પી.સી કલમ 323, 504,506( 2),114 જીપીએ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ગત તારીખ 31 ના રોજ રણજીતસાગર રોડ ઇવા પાર્ક પાસે આવેલા અટલબિહારી વાજપાઇ ભવનના વિઝીટર પાર્કિંગમાં આરોપીઓને ફરિયાદીએ પોતાની માલિકીની મોટરસાઇકલ પરથી નીચે ઉતરી જવાનું કહ્યું હતું.

આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી નિલેશભાઇ સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલી બંને આરોપીઓએ બાજુમાં પડેલા પ્લાસ્ટિક ના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદીને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ બીજી વાર અહીંયા દેખાયો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપીને બંને એ એકબીજાને મદદગારી હતી.

રાજયના પ્રાથમિક શિક્ષકોની જીત: નહીં કરવું પડે 8 કલાક કામ, સરકારે યૂ-ટર્ન લઇ પરિપત્ર રદ કર્યો!

0

રાજયના પ્રાથમિક શિક્ષકોની જીત: નહીં કરવું પડે 8 કલાક કામ, સરકારે યૂ-ટર્ન લઇ પરિપત્ર રદ કર્યો!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક અમદાવાદ : રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈ શિક્ષકોના વિરોધનો મુદ્દો હજુ શાંત થયો નથી ત્યાં હવે 6ની જગ્યાએ 8 કલાકનો મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છે.

ફરી એકવાર શિક્ષકો આંદોલનના માર્ગે હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. અને હવે શિક્ષકોના આ વિરોધમાં પાટણના ધારાસભ્યએ પણ જંપલાવ્યું છે. અને ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખી શિક્ષકો નો સમયમાં ઘટાડો કરવા માંગ કરી છે નહિ તો શિક્ષકો સાથે રહી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

પાટણના ધારાસભ્યએ પત્રમાં લખ્યું વર્ષોથી શિક્ષકો માટે વર્ષોથી નિર્ધારિત કરેલો સમય એકાએક વધારી દેવાનું કારણ મને સમજાતું નથી.

રાજ્યના અન્ય સરકારી ઓફીસના કર્મચારીઓનો સમય 11.00થી 5.00 હોય ત્યારે શિક્ષકોનો સમય 9.30થી 5.30 અને સવારની સ્કૂલના શિક્ષકોનો સમય 7.30થી 3.30 કરેલ છે. જોકે, સરકારે આ મામલે યૂ-ટર્ન લીધો છે. શિક્ષણમંત્રીએ આ મામલે જણાવ્યું છે કે શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું રહેશે. અગાઉ આ મામલે પાટણના ધારાસભ્ય મેદાને આવ્યા હતા.

ધારાસભ્યે શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યા છે કે જે શાળાઓમાં બે પાળી ચાલતી હોય તે શાળામાં શિક્ષણ કાર્ય કઈ રીતે થશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ર્ન છે, ઉપરોક્ત બાબત ગંભીરતાથી લઈ અને શિક્ષકોનો સમય પુન: અગાઉ હતો એ પ્રમાણે કરવા વિનંતી છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છુટકે શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે.

ખંભાળિયા ST ડેપોના વિવાદિત ઈન્ચાર્જ મેનેજર મીલન રાઠોંડ સસ્પેન્ડ: પૂર્વ નિયામક મુકેશ રાવલના ચાર હાથની જોરશોર ચર્ચા.!

0

જામનગરમાં ફરજ દરમિયાન વિવાદિત ડેપો મેનેજર મિલન રાઠોડ વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠવા પામેલ.!

જામનગરમાંથી નડિયાદ બદલી થઈને  ગયેલ પૂર્વ વિભાગીય નિયામક મુકેશ બી. રાવલના રંગીલા મિલન રાઠોડ ઉપર ચાર હાથ હતા.!

પૂર્વ નિયામક મુકેશ બી રાવલ અને મિલન રાઠોડ વિરુદ્ધ જામનગરની દરબાર ગઢ પોલીસ સ્ટેશનમાં સહ કર્મચારી TI રઘુભા પરમાર (ટ્રાફિક ઇસ્પેક્ટર ) ત્રાસ આપી મરી જવા માં મજબૂર કરેલ હોય તે અંગેની FlR દાખલ થયેલ છે. જેને જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી હતી.!

વડી કચેરી દ્વારા તપાસનો ધમધમાટ  મહિલાઓની ખોટી હાજરી પુરતા હોવાનું પ્રકરણ સામે આવ્યું

ખંભાળિયા ST ડેપોના ઈન્ચાર્જ મેનેજર સસ્પેન્ડ અન્ય બે કર્મચારીઓની અન્ય વિભાગમાં બદલી કરાઈ : એસટી કર્મચારીઓમાં ખળભળાટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ પરિવહન ( એસટી ) વિભાગ સમયાંતરે નાના – મોટા વિવાદોમાં ઘેરાયેલું જોવા મળતું હોય છે ત્યારે વધુ એક વખત નવો વિવાદ સામે આવ્યો છે.

જેમાં ખંભાળિયા એસ.ટી. ડેપોમાં ઇન્ચાર્જ ડેપો મેનેજરે મહિલા કંડકટરોની ખોટી હાજરી પુરવાના પ્રકરણમાં વિભાગીય નિયામક દ્વારા આકરૂ પગલું લેતા તેમને સસ્પેન્ડ કરવામાં આવતા એસ.ટી. વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.

ઇન્ચાર્જ ડેપો મેનેજર દ્વારા મહિલા કંડકટરોની ખોટી હાજરી પુરી આપતા હોવાની ફરિયાદ વડી કચેરીએ કરવામાં આવતા તપાસ શરૂ કરતા આ પ્રકરણ સામે આવ્યું છે.

ખંભાળિયા એસ.ટી. ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર મિલનભાઇ રાઠોડે મહિલા કંડકટરોની ખોટી હાજરી પુરતા હોવાની ફરિયાદજામનગર વિભાગીય નિયામક કચેરી તથા વડી કચેરીને કરવામાં આવી હતી.

જેના પગલે આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી . જેમાં જામનગર વિભાગીય નિયામક પી.એમ. પટેલની તપાસમાં સમગ્ર પ્રકરણ સામે આવતા વિભાગીય નિયામકે ખંભાળિયા ઇન્ચાર્જ ડેપો મેનેજર સહિત અન્ય બે કર્મચારીઓને ટ્રાફિક શાખા અને ધ્રોલ ડેપોમાં ફેરબદલી કરવામાં આવતાએસ.ટી. વિભાગમાં હંડકપ મચી જવા પામી છે.

આ પ્રકરણની તપાસ અમદાવાદ વડી કચેરીના અધિકારીઓ દ્વારા હાલ શરૂ છે ત્યારે આગામી દિવસોમાં નવા-જુનીના એંધાણ સામે આવશે તેમ ડેપોના કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે.

રાજ્યની વડી કચેરીથી અત્રે આવી પહોંચેલી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું છે .

error: Copying and use of the content of the website is considered as illegal activity.