Monday, October 12, 2026
Home Blog Page 335

જામનગર ખંભાળિયા હાઇ-વે પર ચાલતા સરકારી કામમાં થઈ ફરજ રૂકાવટ: ઝાખરના શખસ સામે ફરિયાદ

0

ખંભાળિયા હાઇ-વે પર ચાલતા સરકારી કામમાં ફરજ રૂકાવટની ઝાખરના શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર નજીકના ઝાંખર પાટીયા પાસે ગઈકાલે રોડના કામ દરમિયાન શંભુપ્રસાદ વ્રજકિશોર શાહ (રહે. મુળ રામપુર મુકુંદ ગામ તા. સીસવા જી.ગોપાલગંજ રાજય બિહાર હાલ રહે. એન.આર. ગોલાય ધરમપુર ગામ તા.જામ ખભંભાળીયા જી.દેવભુમી દ્વારકા) વાળા સરકારી અધિકારીને અજીતસિંહ ભીખુભા જાડેજા રે. ઝાંખર ગામ તા.લાલપુર જી.જામનગર વાળા સખ્સે ચાંમુડા હોટલ પાસે ખાડા પડેલ છે તે બુરવાનું કહી તેના કામમાં ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો. ત્યારબાદ ઉસ્કેરાઈ ગયેલ સખ્સે અધિકારીને ત્રણ-ચાર ઝાપટો મારી, વાણીવિલાસ આચાર્યો હતો

તેમજ અંકુરને લાકડી બતાવી માર મારવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદના આધારે મેઘપર પોલીસે ઝાખર ગામના સખ્સની શોધખોળ હાથ ધરી છે.

સીટી -A ડીવીઝન પોલીસ દ્વારા ગોઠવાયેલ વોચમાં ઝડપાયો ‘બેટરી ચોર’

0

જામનગરમાંથી ઝડપાયો ‘બેટરી ચોર’

સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ગોઠવાયેલ વોચમાં સપડાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરમાં ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલા હિમાનીશ રેસીડેન્સી કોમ્પલેક્ષમાં બેટરી ચોરી કરતા એક શખ્સને સ્થાનિકોએ ઝડપી પાડયો હતો છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં બેટરીની ચોરીનું પ્રમાણ વધ્યું હતું

જેથી સ્થાનિકોએ સાવચેતીથી વોચ રાખી હતી અને સવારે 10 વાગ્યા આસપાસ એકટીવા સાથે આવેલા નરેનભાઈ પટેલ ઉર્ફે નરેન્દ્ર નામના શખ્સને સ્થાનિકોએ ઝડપી પાડયો હતો અને બેટરી ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેથી પોલીસને આ અંગે જાણ કરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પહોચ્યા હતા.

સાંઢિયા પુલ નજીક આહિર યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

0

સાંઢિયા પુલ નજીક આહિર યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

જામનગરના સાંઢીયા પુલવાળા રોડ પર એક આહીર યુવાન પર પાઇપ અને છરી વડે હુમલો કર્યાની ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી અહિર યુવાન બાઇક લઇને ગાયનું લીલુ લેવા જતો હતો ત્યારે હુમલો કરીને ધમકી આપવામાં આવી હતી.

હાલ તો પોલીસ દ્વારા ફરીયાદ નોંધી કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે .

જામનગરના ઇન્દીરા રોડ જનતા ફાટક પાસે રહેતા અને અભ્યાસ કરતા રામદેવ દિપકભાઇ ચાવડા (ઉ.વ. ૨૭ ) નામના યુવાને ગઇકાલે સીટી સી ડીવીઝનમાં ગોકુલનગરના કનુ વિક્રમ કંડોરીયા , જામજોધપુર તાલુકાના બમથીયા ગામના દિનેશ વિક્રમ કંડોરીયા , વિક્રમ કેશુ કંડોરીયાની સામે આઇપીસી કલમ -૩૨૪ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬( ૨ ) , ૧૧૪ તથાજીપીએક્ટ ૧૩૫-૧ મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદી રામદેવ ચાવડા ગત તારીખ .૧૩ ના રોજ પોતાનું મોટર સાયકલ લઇ લીલુ લેવા માટે જતા હતા ત્યારે સાંઢીયા પુલ રોડ પર આરોપીઓએ પાઇપ, છરી વડે હુમલો કરી શરીરે ઇજા પહોંચાડી હતી , તેમજ એકબીજાને મદદગારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ : જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક

0

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ, જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના યોજાઈ રહી છે…રાજભવન ખાતે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત છે.

નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી.

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે.

ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના મંત્રીઓ…

ઉત્તર ગુજરાત
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

દક્ષિણ ગુજરાત
(1) નરેશ પટેલ, ગણદેવી (તિં )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) જઝ
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

સૌરાષ્ટ્ર

અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી
દેવા માલમ ( કેશોદ) કોળી
કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

મધ્ય ગુજરાત
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) જઝ
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) (OBC)
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) જઝ
(6) મનીષા વકીલ (વડોદરા શહેર) જઈ

નવા પ્રધાનોને આજે જ ફાળવી દેવાશે ખાતા
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ બાદ, આજે સાંજે પ્રધાનમંડળની બેઠક યોજાશે. જેમાં શપથ લેનારા સૌ પ્રધાનોને આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં વિભાગોની ફાળવણી કરી દેવાશે. આ અંગે સીએમંઓ ગુજરાત તરફથી ટવીટ પણ કરાયુ છે કે, પ્રદાનમંડળની બેઠક આજે સાંજે 4.30 કલાકે યોજાશે.

ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ હશે નીમાબહેન આચાર્યને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. પોતાને જે જવાબદારી સોપી છે તે અંગે ભાજપના નેતૃત્વનો નીમાબહેને આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, કાર્યકારી અધ્યક્ષ તરીકે મહિલાની પસંદગી કરવા અંગે મોટી જવાબદારી સોપી હોવાનું જણાવ્યુ હતું.

આજે મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલા ગુજરાત CMO કાર્યાલયમાં મોટા ફેરફાર સાથે કરાઇ નવી નિયુક્તિઓ

0

આજે મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલા ગુજરાત સીએમઓ કાર્યાલયમાં મોટા ફેરફાર, કરાઇ નવી નિયુક્તિઓ

પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી જ્યારે અવંતિકા સિંગ સેક્રેટરી ટુ સીએઓમાં મુકાયા

ગાંધીનગર, ગુજરાત ના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે મુખ્યમંત્રીનો પદભાર સંભાળી લીધો છે.

જેમાં આજે મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમની ચર્ચા વચ્ચે સીએમઓ ઓફિસમાં અધિકારીઓમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

જેમાં સીએમઓ કાર્યાલયના નવી નિયુક્તિઓમાં અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે . જેના પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી જ્યારે અવંતિકા સિંગ સેક્રેટરી ટુ સીએમમો નિમવામાં આવ્યા છે.

આ ઉપરાંત એમ. ડી. મોડિયાને ઓફિસ ઓન ડયુટી સીએમઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. એન. એન. દવે ઓફિસ ઓન ડયુટી સીએમઓ કાર્યાલય નિયુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે આ ફેરબદલમાં અશ્વિની કુમાર અને એમ.કે. દાસને સીએમઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.
આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

હાલમાં 10 નવા નામની ચર્ચાએ જોર પકડયું છે જેમાં આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમનસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.
ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર પ્રધાનો, પાંચ અન્ય સવર્ણ પ્રધાન, 8થી 10 ઓબીસી,2 દલિત અને 2થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલા કરવાના નિર્ણયથી નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવી પક્ષમાં આશંકા છે.

જામનગરના જ્વેલર્સની દુકાન સાથે અન્ય ચોરી કરી ફરાર “ચિખલીગર ગેંગ” ગારીયાધાર પાસે ઝડપાઇ

0

જામનગરના જ્વેલર્સની દુકાન અને અન્ય ચોરી કરી ફરાર ચિખલીગર ગેંગ ગારીયાધાર પાસે ઝડપાઇ

કાલાવાડથી ઇકો કાર ચોરી કરી ધાડ પાડવા નિકળેલ

6 શખ્સો પાસેથી કેટલોક મુદ્દામાલ કબ્જે
કુલ 7 ગુન્હા ડિટેક્ટ થયા

ગારીયાધારથી ચોરી કરેલ ઇકો કાર કાલાવાડ પાસે રેઢી મૂકી દીધેલ

ભાવનગર: : ચિખલીગર ગેંગના ઈસમો ગારીયાધાર થી દામનગર જતા રસ્તે નાની વાવડી પાસે ઈકો કાર લઈને ખારા વિસ્તારમાં કોઈ ધાડ કે લુંટને અંજામ આપવા એકઠા થયેલ છે.

પો.સ.ઈ. વી.વી.ધ્રાંગુએ સ્ટાફના ચુનંદા માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા નાની વાવડી તળાવ પાસેથી જગ્યા કોર્ડન કરી કુલ-06 ઈસમો પકડી પાડેલ જેની યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતા ઈકો કાર નં. જીજે-03-સીઆર-6380 કાલાવાડથી ચોરી કરેલાનું જણાવેલ અને તા.09/09/2021 ના રોજ ગારીયાધારથી ચોરી કરેલ ઈકો કાર લઈને જામનગર સોનીની દુકાનમાં ચોરી કરેલ હતી.

ચોરી કર્યા બાદ ઈકો કાલાવાડ પાસે બિનવારસી મુકીને કાલાવાડથી ઉપરોક્ત ઈકોકારની ચોરી કરેલાનું જણાવેલ જે બાબતે સદરહુ પોકેટ કોપથી સર્ચ કરવામાં આવેલ અને ગારીયાધાર ખાતે ધાડ કરવાના ઈરાદે એકઠા થયેલ તે દરમ્યાન ગારીયાધાર પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડેલ હતી.

ત્યારબાદ પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા ગુના ડીટેકટ થયેલ છે. અને કુલ 06 ઈસમો વિરૂઘ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. 11198019210755/2021 આઇપીસી ક્લમ. 399,402 તથા જી.પી. એકટ ક. 135 મુજબ ગુન્હો રજી કરી આગળની તપાસ પો.સબ.ઈન્સ વી.વી. ધ્રાગુ સાહેબે હાથ ધરેલ છે.

આ છ આરોપી (1) અર્જુન રાહુલ બંજારા જાતે.મારવાડી-ચૌહાણ ઉ.વ.ર4 રહે.ભાદરલાઉ ઇન્દીરાકોલોની તા.ભાદરલાઉ જી.આબુરોડ (2) ધરમસિંગ મંગલસિંગ બાવરો જાતે. સરદાર – શીખ ઉ.વ.28 રહે.પરબરોડ ખોડીયારનગર ભેંસાણ (3) જગજીતસિંગ આચોલસિંગ દુઘાળી જાતે.ચીકલીગર રહે.ક્રાન્તીનગર, તા.અંબાજુગાઇ જી.બીડ રાજય.મહારાષ્ટ્ર (4) કરતારસિંગ ભારતસિંગ તેલપીથીયા જાતે.શીખ ઉ.વ.20 રહે.રેલ્વેફાટક કવાટરની સામે, ખંભાત (5) અર્જુનસિંગ બચ્ચનસિંગ ચિકલીગર જાતે.ચીકલીગર ઉ.વ.ર6 રહે.ગણેશનગર, સુરત (6) ગુરૂસિંગ પોલાદસિંગ ચિખલીગર જાતે.ચિખલીકર ઉ.વ.ર3 રહે.શાહુનગર પીંગલીરોડ પરભની રાજય.મહારાષ્ટ્ર પાસેથી (1) ઈક્કો કાર રજી.નં. જીજે-03-સીઆર-6380, કિ.રૂ. 1,50,000 (કાલાવાડ પો.સ્ટે.) (2) ચાંદીની લક્કી (બ્રેસલેટ) નંગ-4, 22 ગ્રામ, કિ.રૂ.4000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.) (3) ચાંદીના ચેઇન નંગ-3, 10 ગ્રામ, કિ.રૂ.4000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.) (4) ચાંદીની મુર્તિ નંગ-11, 175 ગ્રામ, કિ.રૂ.19000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.) (5) ચાંદીના છતર નંગ-6, 70 ગ્રામ, કિ.રૂ.10,000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.) (6) ચાંદીની વિટી નંગ-41, 90 ગ્રામ, કિ.રૂ.8100 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.) (7) ચાંદીના દિવેલીયા નંગ-3 રર ગ્રામ, કિ.રૂ.2100 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.) (8) ચાંદીની લક્કિ જાડિ નંગ-1, 154 ગ્રામ, કિ.રૂ.5000 (9) એક ચાંદીનો ચેઇન નંગ-1 પ4 ગ્રામ, કિ.રૂ. 4000 મુદ્દામાલ કબ્જે થયેલ છે.

જેમાં (1) ગારીયાધાર પો.સ્ટે. પાર્ટ એ ગુ.2.નં. 11198019210743/2021 ઇ.પી.કો.કલમ 379 (ર) જામનગર સી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.2.નં. 1120200221204/2021 ઇ.પી.કો.કલમ 457,380 (3) કાલાવાડ પો.સ્ટે. પાર્ટ એ ગુ.2.નં. 1120203021090/2021 ઇ.પી.કો.કલમ 379 (4) લાઠી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. 1119303421 0214/2ર021 ઇ.પી.કો.કલમ 457,380,114 (પ) માણાવદર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. 11203037210474/2021 ઇ.પી.કો.કલમ 457,380 (6) આટકોટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.2.નં. 11213092210123/2021 ઇ.પી.કો.કલમ 379 (7) ઢસા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. 111900032ર10133/2021 ઇ.પી.કો.કલમ 457,380

આરોપી ધરમસીંગ મંગલસીંગ બાવરી જેના ઉપર નોંધાયેલ ગુનાઓ (1) માણાવદર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.2.નં. 48/2012 ઈ.પી.કો કલમ 302 તથા જી.પી.એકટ ક.135 (2) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.2.નં. 112030 25ર10164/2021 ઇ.પી.કો.કલમ 379 (3) રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. 1121306421090/2ર021 ઇ.પી.કો.કલમ 457,454,380 (4) રાજકોટ ગ્રામ્યનુ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં. 11213010210157/2021 ઇ.પી.કો.કલમ 379 તથા આરોપી અર્જુનસીંગ બચ્ચનસીંગ ચીખલીકર જેના ઉપર નોંધાયેલ ગુનાઓ (1) સુરત શહેર ઉધના પો.સ્ટે. બી પાર્ટ ગુ.2.નં. 178/2017 જી.પી.એકટ 142 (2) સુરત શહેરનુ પાડેસરા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.294/ર018 (3) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.2.નં. 112030 25ર10164/2021 ઇ.પી.કો.કલમ 379 (4) રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. 1121306421090/2ર021 ઇ.પી.કો.કલમ 457,454,380 (5) રાજકોટ ગ્રામ્યનુ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં. 11213010210157/2021 ઇ.પી.કો.કલમ 379 છે પકડવાના બાકી નાસતા ફરતા ગુના ના આરોપી આરોપી અર્જુનસીંગ બચ્ચનસીંગ ચીખલીકર જે (1) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. 112030 ર5ર10164/2021 ઇ.પી.કો.કલમ 379 (2) રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. 1121306421090/2021 ઇ.પી.કો.કલમ 457,454,380 (3) રાજકોટ ગ્રામ્યનુ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં. 112130102ર10157/2021 ઇ.પી.કો.કલમ 379ના ગુન્હામાં સામેલ છે.

ઉપરોકત મળી આવેલ ઈકો ચોરી ડીટેકટ કરવામાં પોકેટ કોપ ખુબ જ ઉપયોગી રહેલ હતી. પોકેટ કોપ એપના વ્યક્તિ સર્ચ વિકલ્પથી એપના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્પથી વાહનોને લગતી તમામ અગત્યની જાણકારી ગણાતરીની મીનીટમાં મળી જવા પામી હતી.આ કામગીરીમાં (1) વી.વી.ધ્રાંગુ, (2) એએસઆઇ પી.કે.ગામેતી, (3) હેડ કોન્સ. રામભાઈ કટારા, (4) હેડ કોન્સ. ડી.કે.ગઢવી, (5) પો.કોન્સ. અમીતભાઈ ડાંગર (6) પો.કોન્સ. વિજયભાઈ ચુડાસમાં (7) પો.કોન્સ. વિજયભાઈ રબારી (8) રાજુભાઈ ડાંગર (9) પો.કોન્સ. લક્ષ્મણભાઈ ભમ્મર (10) પો.કોન્સ. અશોકભાઈ મોરી (11) ડ્રા.પો.કો ગીરોરાજસિંહ સરવૈયા રોકાયા હતા.

જામનગરમાં બેડી વિસ્તારના બે ભાઇઓ માછીમારી માટે ગયા બાદ લાપતા : ધર્મેન્દ્રસિંહ જાડેજા પહોંચ્યા પરિવારની મુલાકાતે

0

જામનગર: બેડી વિસ્તારના બે ભાઇઓ માછીમારી માટે ગયા બાદ લાપતા : ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ પરિવારજનોની મુલાકાત લીધી

જામનગર: ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. ત્યારે વોર્ડ નં. 1 ના બે સગાભાઇઓ યુનુસભાઇ કક્કલ અને હનિફભાઇ કક્કલ માછીમારી માટે દરિયાના વહેણ પાસે ગયા બાદ લાપતા થતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર નુરમામદ પલેજા સહિતનાએ માછીમાર પરિવારની મુલાકાત લીધી હતી.

જામનગરના ધુતાપરની નદી આવવાથી આજુબાજુ માં ભારે નુકશાન થયું છે. ધુડશીયા પાસેનો વોડીસંગ ડેમ પણ ઓવરફ્લો થતા નદીનાળા છલકાઈ જતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. અને આ વરસાદી પાણીથી મોટી તારાજી સર્જાઈ છે.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ધુડશીયા ગામમાં વરસાદી તારાજી ના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે અને દિવાલો અને વૃક્ષો ધરાસાઈ થયા છે.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી તેમજ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ તકે મંત્રી સાથે મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર  તપન પરમાર સ્ટેન્ડિંગ, જામનગરના પ્રભારી  અભયસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, મહામંત્રી  વિજયસિંહ જેઠવા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ધાચીની ખડકી વિસ્તારમાં જળ હોનારતને લઈને ભારે તારાજી થઈ છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર સહિતના અગ્રણીઓ લોકો સમક્ષ પહોંચી જરૂરી મદદ લાગ્યા છે.

જામનગરના નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા : 11 પશુઓના મૃતદેહો મળ્યા: લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય.!

0

જામનગરના નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા : 11 પશુઓના મૃતદેહો મળ્યા!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે તારાજી સર્જાઈ હતી.

જેમાં કેટલૂંક પશુધન મૃત્યુ પામ્યું છે. જે પૈકી 11 જેટલા ગાય-ભેંસના મૃતદેહો પાણી ઓસરી ગયા પછી નજરે પડ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા મૃતદેહોને અંતિમવિધિ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં પાણી ઓસરી ગયા પછી છ ભેંસોના મૃતદેહો મળી આવ્યા હતા. જે અંગેની મહાનગરપાલિકાને જાણ થતાં સોલિડવેસ્ટ શાખાની ટુકડી મોટા વાહનો સાથે પહોંચી ગઈ હતી, અને તમામ મૃતદેહોને ત્યાંથી ઉચકી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વ્હોરાના હજીરા પાસે પણ પાંચ જેટલા ગાય-ભેંસ સહિતના પશુઓ તણાઈને આવ્યા હતા, અને તેઓના મૃતદેહો પડયા હોવાના અહેવાલ મળ્યા હતા. જેથી મહાનગરપાલિકાની બીજી એક ટુકડી ઉપરોકત સ્થળે પહોંચી છે, અને પાંચેય મૃતદેહોને વાહનમાં ઉઠાવી લેવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.

જામનગર પંથકના મોટી બાણુગારમાં 22 ઇંચ વરસાદ સાથે આભ ફાટ્યું: રંગમતી નાગમતી બે કાંઠે

0

જામનગર પંથકના મોટી બાણુગારમાં 22 ઇંચ વરસાદ સાથે આભ ફાટ્યું

કાલાવડમાં મેઘરાજાએ સટાસટી બોલાવી: 10 ઇંચ
સમગ્ર સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા
સર્વત્ર ગાજવીજ સાથે એકધારો વરસાદ: ધોરાજી સાડા સાત ઇંચ

ધ્રોલ સાડા છ ઇંચ: લોધીકા 6: જાડીયામાં સાડા પાંચ

પડધરી અને ગોંડલમાં 5: ભાણવડ અને જુનાગઢ સાડા 4: જામકંડોરણા – જેતપુર – ખંભાળિયા 4
જામનગર સાડા 3 – રાણાવાવ – વડીયા – ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ – વિસાવદરમાં 3 ઈચ: કચ્છ કોરૂ

જામનગર: સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં 22 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ કાલાવડમાં પણ 10 ઇંચ વરસાદ પડી ગયો છે. રાજકોટમાં પણ 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળે છે.

જળાશયોમાં નવા નીર આવ્યા છે, એટલું જ નહીં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મેદ્યરાજા મહેરબાન થયા છે. ગઈ કાલ રાત્રિથી ભયાનક ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે ક્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી માં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના ધ્રોલ માં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લાના લોધીકા માં 6 જાડીયામાં સાડા પાંચ – પડધરી અને ગોંડલમાં 5 ઈચ વરસાદ પડ્યો છે ભાણવડ અને જુનાગઢ સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોરણા – જેતપુર – ખંભાળિયા માં 4 ઈચ – રાણાવાવ – વડીયા – ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ – વિસાવદરમાં 3 ઈચ વરસાદ વરસ્યો છે. આ લખાય છે ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જા કે કચ્છ કોરૂ રહ્યા છે જયાં સામાન્ય વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

ધ્રોલ: ધ્રોલમાં રાત્રીના 12 થી 2 વાગ્યાનો વરસાદ 32 મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોધાયો… તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો ઍવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં 37મી.મી. વરસાદ નોધાયો હતો. આ લખાય છે ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જો કે કચ્છ કોરૂ રહ્યુ છે જયાં સામાન્ય વરસાદ પડયો છે.
જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

જામજોધપુર સહીત ગ્રામ્ય પંથકમાં 2 થી 3 ઇંચ વરસાદ જામજોધપુર સહિત ગ્રામ્ય પંથક 2 થી 3 ઇંચ વરસાદ થવા પામ્યો છે આખી રાત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ હતો વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ છે આજે સવારથી પણ ધીમી ધારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહેલ છે.

એ.કે દોશી મહિલા કોલેજના પ્રોફેસરને પોતાના જ ક્લાસમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રપોઝ કરવું ભારે પડ્યું : શિક્ષણ જગત થયું શર્મનાર્ક

0

શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો..

એ.કે.દોશી મહિલા કોલેજમાં પોતાના જ ક્લાસમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રપોઝ કરવું ભારે પડ્યું.! ભારે ખળભળાટ

રંગીન મીજાજના પ્રોફેસરનું અપહરણ
1.50 લાખની ખંડણી વસુલાઈદેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર શહેરના મહિલા કોલેજના પ્રોફેસર તેની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના મોહમાં આવી જઇ તેના સમક્ષ પ્રસ્તાવ રાખી તેને મળવા બોલાવતા જોગર્સ પાર્ક પાસે યુવતીનો બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ આવી પ્રોફેસરને માર મારી અપહરણ કરી લઇ જઇ ઢોર માર મારીને તેની પાસેથી રૂા .1.50 લાખપડાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મોડે મોડે પોલીસ ફરિયાદ થઈ છે.

જામનગર શહેરની મહિલા કોલેજ જે એ.કે.દોશી મહિલા કોલેજ તરીકે ઓળખાય છે તેમાં અંગ્રેજી ના પ્રોફેસર તરીકે નોકરી કરતા વિપુલ વિનોદભાઈ કપુર ( ઉ.વ .46 ) ને તેનો જ કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી યુવતી પસંદ પડી જતાં 15 દિવસ પહેલા તેણે યુવતીને લાગણીનો પ્રસ્તાવ મુક્યો હતો યુવતીએ બોયફ્રેન્ડ હોવાનું જણાવતા પ્રોફેસરે છતાં પણ તેની સાથે સબંધો ચાલુ રાખ્યા

દરમિયાન ગત તા . 9 સપ્ટેમ્બરના રોજ પ્રોફેસરે તે યુવતીને એકાતમાં મળવા માટે બોલાવી , જે બાદ બન્ને આઇસ્ક્રીમ ખાવા માટે જોગર્સ પાર્ક મળ્યા હતાં જયાં તેનો બોયફ્રેન્ડ મનોજ ગઢવી આવી ગયો હતો અને પ્રોફેસરને જાપટમારી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી હતો

જયાં બીજી સ્કોપીયો પણ આવી ગઇ હતી અને તેમાંથી જયપાલસિંહ ઉર્ફે લાલાભાઇ ઝાલા તથા ત્રણ અજાણ્યા શખસો ઉતરી છરી સહિતના હથિયારો દેખાડી માર મારી રૂા . ૬ લાખની માંગણી કરી હતી . ગભરાઇ જઇને પ્રોફેસરે તેના સસરાને વાત કરતા રૂા .1.50 લાખની વ્યવસ્થા તથા તેને કાલાવડ રોડ પરપૈસા દેવા બોલાવ્યા હતાં અને ત્યાંથી છોડી મુકવામાં આવ્યો હતો.

બનાવથી હેબતાય ગયેલા પ્રોફેસરે ઘરે આવી તેની પત્ની અને મિત્રોને વાત કરતા તેઓ હિમત આપતા તમામ શખસો સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

પ્રોફેસરના અપહરણ અને રૂપિયા પડાવવાની આ રીતથી શિક્ષણ જગતમાં સારી એવી ચકચાર જાગી છે .

હાલ તો ચારેય આરોપીઓની અટક કરવામાં આવી છે જામનગરમાં પ્રોફેસરના અપહરણ પ્રકરણમાં પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક મનોજ ગઢવી , જયપાલસિંહ ઝાલા તથા અન્ય બે શખસોને ઝડપી લીધા છે અને તેમના કોરોના ટેસ્ટ કરાવ્યા છે , જેના રિપોર્ટ આવ્યા બાદ તેમની વિધીવત અટક કરવામાં આવશે, જે બાદ ઓળખવીધી અને પુછપરછ અને રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે

error: Copying and use of the content of the website is considered as illegal activity.