Monday, October 12, 2026
Home Blog Page 334

પટેલ કોલોનીના યુવાન પર લાલવાડીમાં થઇ ધોકાવારી : ફેક્ચર કર્યાની શાહ, સોમૈયા, કાપડી,માતંગ સામે ફરિયાદ

0

ટીફીન મોકલવા બાબતે બઘડાટી: લાલવાડીમાં યુવાન પર હુમલો કરી ફેક્ચર કર્યાની 4 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના લાલવાડી ત્રીમંદિર પાસે એક યુવાન પર ધોકા અને ઢીકા પાટો વડે હુમલો કરીને ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવાની ચાર સામે ફરિયાદ કરવામાં આવી છે.

ટિફિન બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન કરવા માટે જતા માર માર્યો હતો.

જામનગરની પટેલ કોલોની શેરી નંબર 11, પૂજા એવન્યુ રૂમ નંબર એ 102 ખાતે રહેતા સાગર કિશોરભાઈ સોમૈયા ઉંમર વર્ષ 23 દ્વારા સીટી-એ ડિવિઝન માં પટેલ કોલોનીમાં રહેતા કલ્પેશ ભગવાનજી સોમૈયા, વિશાલ જયેશ શાહ તથા જામનગરના વિકી ઉર્ફે ભૂરો ગોપાલ કાપડી અને કાનજી માતંગની સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ ફરિયાદીના પિતા માનસિક બીમાર હોય જેનું ટિફિન તેના મોટા બાપુ ભગવાનજીભાઈ મોકલતા હોય જે ટિફિન છેલ્લા પાંચેક દિવસથી બંધ કરેલ હોય જે બાબતે ફરિયાદી તથા આરોપી કલ્પેશનો ભાઇ હિરેન તથા ભગવાનજી ની સાથે બોલાચાલી થઇ હતી.

આ બાબતે સમાધાન કરવા માટે ફરિયાદી ગત તારીખ 4 ના રાત્રિના સુમારે લાલવાડી ત્રિમંદિર પાસે ગયેલા ત્યારે આરોપીઓ મોટર સાયકલ માં આવી ને ધોકા વડે હુમલો કરીને ફરિયાદીને કપાળ અને આંખ તેમજ બંને પગમાં ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી તેમજ અન્ય આરોપીઓએ ઢીકા પાટુ નો માર મારી અપશબ્દો કહ્યા હતા.

જામનગરમાં આર્થિક સંકટથી ત્રસ્ત ગુર્જર સુથાર વેપારીએ કરી આત્મહત્યા

0

જામનગરમાં આર્થિક સંકટથી ત્રસ્ત વેપારીએ કરી આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ગોલ્ડન સીટી વિસ્તારના કોપર એન્કલેવ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 503 માં રહેતા અને ઓનલાઈન કાપડ નો વેપાર કરતા નરેશભાઈ મગનલાલ સુદ્રા નામના 55 વર્ષના ગુર્જર સુતાર જ્ઞાતિ ના વેપારીએ ગઇકાલે રાત્રીના પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પત્ની અલ્પનાબેન નરેશભાઈ સુદ્રા એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ નિમાવત ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની મકાન ની લોન ચાલુ હતી, અને તેના હપ્તા ભરતા હતા. પરંતુ હાલમાં આર્થિક સંકટ હોવાના કારણે હપ્તા ભરવામાં પહોંચી શકતા ન હતા.

ઉપરાંત તેઓને હાઈ-બ્લડપ્રેશર તેમજ ટી.બી.ની બીમારી પણ હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર NDPS ના ગુન્હામાં ફરારી શખ્સને ઝડપી લેતી જામનગર SOG

0

જામનગર: એન.ડી.પી.એસ.ના ગુન્હામાં ફરારી શખ્સને ઝડપી લેતી જામનગર એસ.ઓ.જી.

એન.ડી.પી.એસ.ના ગુનાના નાસ્તા ફરતા આરોપીને જામનગર એસઓજીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડિવિઝનને સોંપી આપ્યો હતો.

જામનગર: એસઓજી શાખાના એએસઆઈ હિતેશભાઈ ચાવડા તથા પો.હેડકોન્સ. દીનેશભાઈ સાગઠીયાએ માહિતી મેળવેલ કે, સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. કલમ 8(સી), 22(બી), 29 મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ગની ઉર્ફે નદિમ મહેમુદભાઈ શેખ ઉવ.36 રહે સુભાષમાર્કેટ, વોરાવાડ, મિનારાફળી, જામનગરવાળો સુરત થી જામનગર આવવાનો હોય અને નુરી ચોકડી પાસે ઉતરવાનો હોય જે બાતમી મળતા આ બાબતે સુરત એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સપેકટર આર.એસ.સુવેરાનો સંપર્ક કરેલ અને તેઓ દ્વારા મળેલ માહિતી આધારે ઉપરોકત ઈસમ સદર જગ્યાએ આવેલ જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓને સોપી આપ્યો છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ. આર.વી.વીંછીની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

યોગેશ્ર્વરધામ સોસાયટીના મકાનમાં ચાલતી જુગારની મહેફીલમાં માં-બાપ-બેટી સહિત ૯ પકડાયા

0

જામનગરની યોગેશ્ર્વરધામ સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મહેફીલ ઉપર પોલીસનો દરોડો:

મકાનમાલિક દંપતી તેની પુત્રી સહિત 9ની અટકાયત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં ઢીચડા રોડ પર યોગેશ્વરધામ સોસાયટી માં રહેતા જીવણભાઈ વેરશીભાઈ સાખરા નામના ગઢવી શખ્સ ના રહેણાંક મકાન જુગારધામ ચાલી રહ્યું છે, અને તેના પરિવાર ઉપરાંત અન્ય કેટલાક પત્તાપ્રેમીઓ એકત્ર થઇને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.

તેવી ચોક્કસ બાતમી સીટી-સી ડિવિઝન પોલીસને મળતાં ગઈકાલે રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમ્યાન રહેણાંક મકાનમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મકાનમાલિક દંપતી તેની પુત્રી વગેરે જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.

આથી પોલીસે મકાનમાલિક દંપતી જીવણભાઈ વેરશીભાઈ શાખરા અને પુરીબેન જીવણભાઈ ગઢવી ઉપરાંત તેની પુત્રી સોનલ ઉર્ફે સોનુ જીવણભાઈ ની અટકાયત કરી લીધી હતી.

.આ ઉપરાંત તેઓની સાથે જુગાર રમી રહેતા ભાવેશ ધીરુભાઈ ઝાપડા, હનીફ ઇશાકભાઇ સેતા, હબીબ મહંમદભાઈ શમા, જયસુખ વજાભાઈ ટોયટા, હબીબ ઉમરભાઈ સિપાઈ, તેમજ ચાંદની બેન પરેશભાઈ ચૌહાણ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 15,300 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

લાંચ કેસમાં વીજકંપનીના નાયબ ઇજનેરને 2 વર્ષની સજા ફટકારાઇ : ફફડાટ

0

દ્વારકા જિલ્લાના લાંચ કેસમાં વીજકંપનીના નાયબ ઇજનેરને 2 વર્ષની સજા ફટકારાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા: લાંચ કેસમાં વીજકંપનીનના નાયબ ઇજનેરને અદાલતે બે વર્ષની સજા ફટકારી છે.

લાંચ લેનાર શખસને એક વર્ષની કેદ અને રૂ.2000 દંડ ફટકાર્યો છે. નાયબ ઇજનેરે વીજમીટરનો કેસ ફાઇલ કરવા રૂ.5000ની લાંચ માંગી હતી. દ્વારકા જિલ્લામાં વર્ષ-2001 માં ભાણવડમાં જીઇબીના નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ઠાકોરભાઇ પટેલે ચેકીંગ દરમ્યાન એક દુકાનેથી વીજ મીટર કાઢયું હતું.

આ વીજ મીટર પાછું લગાડી કેસ ફાઇલ કરવા દુકાનદાર પાસેથી રૂ.5000ની લાંચની માંગણી કરી હતી. છેલ્લે રૂ.4000 નકકી થયા હતાં. આથી દુકાનદારે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ ઇજનેર કલ્પેશ પટેલના કહેવાથી બળવંત કાનજીભાઇ પોપટ(રે.ભાણવડ) રૂ.4000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આથી એસીબીએ બંને શખસો સામે ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં દસ્તાવેજી  પુરાવા, સરકારી વકીલ એલ. આર. ચાવડાની  રજૂઆતો ધ્યાને લઇ એડીશ્નલ સેશન્સ જજ ડી.ડી.બુધ્ધદેવે નાયબ ઇજનેર કલ્પેશ પટેલને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ.5000 દંડ અને જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. જયારે બળવંત પોપટને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.2000 નો દંડ ફટકાર્યો હતો.

લાલપુરના પીપળીમાં સામુહિક આપઘાત પ્રકરણમાં પાડોશી સામે આખરે ગુનો નોંધાયો: તાળા મારી.. છું.. મંતર.!

0

લાલપુરના પીપળીમાં સામુહિક આપઘાત પ્રકરણમાં પાડોશી સામે આખરે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: લાલપુર તાલુકાના પીપળી ગામે રહેતા નાનજી મુળજીભાઇ મકવાણા નામના ગૃહસ્થએ તેની બે પુત્રીઓ સાથે ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે, નાનજીભાઇની બાજુમાં રહેતા રમેશ હમીરભાઇ મકવાણા નામના શખસને 15 વર્ષ અગાઉ લીમડાના ઝાડની પાળ તેના ઘરમાં અડી જતાં જે બાબતે ઝઘડો થયો હતો અને તેનો ખાર રાખી નાનજીભાઇ તેમજ તેમની દિકરી ભારતીબેન અને અંજનાબેનને ટાંટીયા ભાગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ત્રણેયે ઘરમાં રાખેલું ફીનાઇલ પી લીધું હતું.

પોલીસની આ તપાસ બાદ તેના પાડોશી રમેશ મકવાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, 15 વર્ષથી સામાન્ય બાબતે ચાલતી માથાકુટે વરવુ સ્વરૂપ ધારણ કર્યુ હતું ને માથાકુટથી કંટાળીને પરીવારે ઝેરના પારખા કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી.

લાલપુર પંથકના પીપળીમાં પિતા અને બે પુત્રીએ ફીનાઇલ ગટગટાવ્યું : પાડોશી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ

0

લાલપુર પંથકના પીપળીમાં પિતા અને બે પુત્રીએ ફીનાઇલ ગટગટાવ્યું : પાડોશી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા નાનજી મુળજીભાઇ મકવાણા (ઉ.વ. 49), તેમની પુત્રી ભારતીબેન (ઉ.વ. 19) અને અંજનાબેન (ઉ.વ. રર) એ ગઇ મોડી સાંજે સસોઇ ડેમ રોડ પર ફીનાઇલ પી લેતા તાકીદે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પાડોશીના કથિત ત્રાસથી કંટાળીને પગલું ભયર્નિું બહાર આવ્યું હતું, બીજી બાજુ આ મામલે લાલપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જે તપાસના અંતે ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

જામનગરના નામાંકિત શો ઓર્ગેનાઇઝર પ્રમોદ પટેલના પુત્રવધુએ સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

0

જામનગરના નામાંકિત વ્યક્તિના પુત્રવધુએ સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

સાસુ-સસરાએ પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢતાં ત્રણેય સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

જામનગર: જામનગરમાં ઈન્દિરા માર્ગ પર શિલ્પ એપાર્ટમેન્ટ માં રહેતા મધુભાઈ મોહનભાઈ ની પુત્રી પાયલબેન ના લગ્ન 2004 ની સાલમાં મૂળ જામનગરના જ વતની અને જાણીતા ઓર્ગેનાઇઝર પ્રમોદ પટેલના પુત્ર મિતુલ પ્રમોદભાઈ સાથે થયા હતા, અને મિતુલ અમદાવાદમાં બોપલ વિસ્તારમાં સેટલ થયો હતો.અને પી.જી.ની સુવિધા ચલાવતો હતો.

જે લગ્ન ની શરૂઆતમાં થોડા દિવસ પાયલબેન ને સારી રીતે રાખ્યા પછી પાછળથી પતિ મિતુલ ઉપરાંત સસરા પ્રમોદભાઈ અને સાસુ પ્રવિણાબેન વગેરે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ઉપરાંત પતિ મિતુલ ને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે, તેવી પાયલબેન ને શંકા જતાં તે અંગેનું પૂછવાથી પતિએ ઝઘડો કર્યો હતો, અને પતિ- સાસુ- સસરા વગેરે ત્રણેયએ મળીને પાયલબેન ને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી તેણે પોતાના માવતરે જામનગર આવીને રહેતી હતી.

આખરે તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધતાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે પાયલબેન ની ફરિયાદના આધારે તેના પતિ મિતુલ પ્રમોદભાઈ પટેલ, ઉપરાંત સસરા જાણીતા શો ઓર્ગેનાઇઝર પ્રમોદભાઈ પટેલ તથા સાસુ પ્રવિણાબેન પ્રમોદભાઈ પટેલ સામે સ્ત્રી અત્યાચાર ધારા અંગેની કલમ 498-એ,323, 504, 506-2 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં સગપણ તૂટી જવાનું મનમાં લાગી આવતા સતવારા કોન્ટ્રાક્ટર પર ઘાતક હથિયારો વડે હુમલો

0

જામનગર: સગપણ તૂટી જવાનું મનમાં લાગી આવતા કોન્ટ્રાક્ટર પર ઘાતક હથિયારો વડે હુમલો

સાળી સાથે સગાઇ તુટી જતા ભાવી સાઢ્ ને ઢીબી નાખ્યો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના કાલાવડ નાકા બહાર બાલનાથ મંદિર પાછળ રહેતા કોન્ટ્રાક્ટર રજનીકાંત મહેશભાઈ ખાણધર ઉંમર વર્ષ 26 એ ગઈકાલે સીટી-એ ડિવિઝનમાં બાલનાથ મંદિર પાછળ જંગલ વાળા વાડી પાસે રહેતા અજય કાના ખાણધર નામના શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીની સાળીની સગાઈ આરોપી સાથે થયેલ હોય અને આરોપીની સગાઇ તુટી જતાં આ બાબતનો ખાર રાખીને ફરિયાદીને અપશબ્દો બોલી, પાઇપ વડે હુમલો કરીને માથા અને હાથમાં ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

કોર્પોરેટરના ઘરે જુગારનો દરોડો ભીનું સંકેલાઇ ગયું..! : ભારે રાજકીય ચર્ચા

0

કોર્પોરેટરના ઘરે જુગારનો દરોડો ભીનું સંકેલાઇ ગયું..! : ભારે રાજકીય ચર્ચા.. મુદો બન્યો ટોક ઓફ ધ  ટાઉન…

પોલીસે રોકડ રૂા .36,800 કબજે કરી ગુનો દાખલ કર્યો.

એરફોર્સ -2 સામે LIG આવાસ.પાસે જુગાર રમતા 4 શખસો પકડાયા

સીટી -સી ડિવિઝન પોલીસે દરોડો કરતા નાસભાગ મચી
જામનગરના એરફોર્સ -2 સામેના આવાસ પાસે હનુમાનજીની ગલીમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે રૂા .36,800 ની રોકડ સાથે પકડી પાડ્યા છે.

પોલીસે તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે .

જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર આવેલ રોજી પેટ્રોલ પંપ પાસેના એરફોસ -2 સામેના આવાસ પાસે હનુમાનજીની ગલીમાં સીટી-C ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા મનોજસિંહ દીલીપસિંહ પીંગળ (રહે . ગોકુલનગર , નવાનગર મોમાઈનગરવાળી ગલીમાં જામનગર ) , નરેશભાઈ હીરાભાઇ બગડા (રહે . ગોકુલનગર રડાર ગેટની બાજુમા જામનગર ) , વિપુલસિંહ ચંદુભા પીગળ ( રહે . શંકરટેકરી આશાપુરા મંદિર બાજુમાં, જામનગર ) , મહેશભાઈ લાલજીભાઈ ચોહાણ ( રહે . મોટા આશાપુરા મંદિર પાસે વાઘેર વાડો જામનગર ) વાળા શખસોને પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે ચારેય શખસોના કબજામાંથી રૂા .36,800 ની રોકડ કબજે કરી હતી પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પકડાયેલો જુગાર કોર્પોરેટરના ઘરમાં પોલીસે જવા દીધો !

જામનગર સિટી – સી ડિવિઝન પોલીસે ગુરૂવારે મોડીરાત્રે સત્યમ્ કોલોની વિસ્તારમાં જુગારની રેઈડ કરતા તેને પાછળથી જાણ થઈ હતી કે , તેણે જ્યાં રેઈડ કરી છે તે તો મહિલા કોર્પોરેટરનું ઘર છે. મહિલા કોર્પોરેટર અને તેના પતિએ પોલીસથી બચવા માટે ભારે ઉધામા કર્યા હતા અંતે એક પોલીસનીદરમિયાનગીરીથી કોર્પોરેટરનું મકાન અને કોર્પોરેટર પોતે તથા તેનો પતિ જુગારની ફરિયાદમાંથી બાદ કરી દેવાયા હતાં અને જુગારનો દેખાડવા પૂરતો કેસ કરવામાં આવ્યો હોવાની વાતે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.