Monday, October 12, 2026
Home Blog Page 333

નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે: વિધાનસભા અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું

0

નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે: વિધાનસભા અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.

નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહી ઉભો રાખે, આથી નીમાબેન આચાર્ય નિર્વિરોધ વિધાન સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.

આ સાથે જ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા સ્પીકર બનશે. વિપક્ષની સહમતિ સાથે અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે.

રાજ્યના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી છે.

જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ ગત 20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે.
ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017 માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

જાંબુડાના પાટીયા પાસે પિસ્તોલ સાથે એક શખસને ઝડપી લેતી LCB

0

જાંબુડાના પાટીયા પાસે પિસ્તોલ સાથે એક શખસને ઝડપી લેતી એલસીબી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને યશપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જાંબુડા પાટીયા નજીકથી એક પિસ્ટલ અને બે કાર્ટીસ  સાથે લાલવાડી આવાસના શખ્સને ઝડપી પાડયો

દરમ્યાન એલ. સી. બી. સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી સલીમભાઇ હમીદભાઇ વહેવારીયા રહે. લાલવાડી આવાસ કોલોની, હાપા રોડ, જામનગર વાળાને જાબુંડા ગામના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ. રૂ. 25,000 તથા જીવતા કાર્ટીસ નંગ-ર કિ. રૂ. 200 મળી કુલ રૂ. રપ,ર00 ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો. હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. સ. ઇ. કે. કે. ગોહીલએ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મજકૂર ઇસમને પિસ્ટલ તથા કાર્ટીશ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી રહે. ગોમતીપુર જામનગર વાળાએ આપેલ હોવાનું જણાવેલ હોય, જેને પકડવાની કાર્યવાહી ચાલુમા છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. એસ. એસ. નિનામાની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી કે. કે. ગોહીલ તથા એલ. સી. બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ. બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

પ્રાંત અધિકારી આસ્થાબેને પોતાના કોલ્સ મારા ફોનમાં ડાઈવર્ટ કરી દીધા: કોંગી નગરસેવિકા રચના નંદાણિયા

0

જામનગરમાં સર્જાયો નવો વિવાદ…

પ્રાંત અધિકારી આસ્થાબેને પોતાના કોલ્સ મારા ફોનમાં ડાઈવર્ટ કરી દીધા: કોંગી નગરસેવિકા રચના નંદાણિયા

પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરે કહ્યું… ‘મેં એવું કાંઈ કર્યું નથી !’નવાગામ ઘેડમાં સર્વે બાકી રહી ગયો હોવાની રજૂઆત કરવાના મામલાનો ડખો કારણભૂત

જામનગર શહેરમાં અતિવૃષ્ટિના કારણે નવાગામ ઘેડમાં વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને ભારે નુકસાની વેઠવી પડી છે. સરકારે સહાયની જાહેરાત કરતા લોકોને કંઈક આશા બંધાઈ છે ત્યારે અમૂક લોકો સર્વેમાં રહી ગયા હોવાનું ધ્યાનમાં આવતા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ આ અંગે પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરને રજૂઆત કરી હતી, પરંતુ પ્રાંત અધિકારીએ સર્વે થઈ ચૂક્યો છે અને હવે કંઈ થઈ શકે નહી તેમ જણાવ્યું હતું અને કોઈ ફોન આવે તો મારો નંબર આપી દેજો તેમ કહ્યું હતું.

દરમિયાન ગુરૂવારે સવારથી જ અચાનક કોર્પોરેટર રચનાબેનના મોબાઈલ પર આસ્થાબેનના તમામ ફોન આવવા લાગ્યા હતા જેથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું કે, આસ્થાબેને પોતાનો મોબાઈલ નંબર રચનાબેનમાં ડાયવર્ટ કરી દીધો હતો જેના લીધે બધા ફોન તેમને જતાં હતા.

આ બાબતે ભારે વિવાદ સર્જાયો હતો અને મોડીસાંજે ફરી આસ્થાબેને પોતાનો નંબર ચાલુ કરી દીધો હતો.તેવું જાણવા મળેલ છે હાલ તો ફોન ડાયવર્ડએ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાવી છે.

જામનગર જિલ્લા જેલમાં ગાર્ડ પર નશાખોર શખસનો હુમલો : થઈ દોડધામ

0

જામનગર જિલ્લા જેલમાં ગાર્ડ પર નશાખોર શખસનો હુમલો

ગાર્ડપર હુમલો થતાં જિલ્લા જેલમાં ભારે દોડધામ મચી ગઈ : જેલ ગાર્ડ સારવાર હેઠળ

મુલાકાત વેળાએ બોલાચાલી થતાં ગાર્ડને પથ્થર ઝીંકી દેતા માથાના ભાગે ગંભીર ઇજા

જેલમાંથી થોડા સમય પહેલા જ છૂટેલા હર્ષ પરેશભાઈ મહેતા નામનો શખસનું કારસ્તાન

હુમલો કરનાર શખ્સ જી જી હોસ્પિટલમાં સારવાર કરવા આવતા પોલીસે ઝડપી લીધો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર જિલ્લા જેલમાં તાજેતરમાં જ છૂટેલા મારામારીના આરોપી બીજા આરોપીને જેલમાં મળવા જતાં ગાર્ડ સાથે બોલાચાલી થતા નશામાં રહેલા શખસે ગાર્ડ પર પથ્થર વડે હુમલો કરી ઈજા પહોંચાડીને નાસી છૂટતા દોડધામ મચી ગઈ હતી.

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જામનગર જિલ્લા જેલમાંથી થોડા સમય પહેલા જ છૂટેલા હર્ષ પરેશભાઈ મહેતા નામનો શખસ ગુરૂવારે બપોરના સમયે નશાની હાલતમાં જેલમાં પોતાના કોઈ મિત્રને મળવા ગયો હતો તે દરમિયાન ત્યાં ગાર્ડ તરીકે હાજર સરમણ રાજાભાઈ ગળચર સાથે તેને બોલાચાલી થઈ ગઈ હતી.

ઉશ્કેરાયેલા હર્ષે જેલના ગાર્ડ સરમણભાઈને માથામાં પથ્થર મારી દેતાં જેલ ગાર્ડ લોહીલુહાણ થઈ ગયો હતો.

આ બનાવ બાદ હર્ષ નાસી છૂટ્યો હતો જે બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલિક પગલા લઈ હર્ષને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરાભરા કરી હતી

જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી સહિત બે આરોપી અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાયા

0

જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી સહિત બે આરોપી અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાયા

દિગ્વિજયસિંહ અને જયેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ: રૂા.5.30 લાખનો મુદામાલ જપ્ત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડયેની સુચના અને માર્ગદર્શન મુજબ સીટી બી ડીવી પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયે તથા સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ. ઇન્સ. વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પો. હેઙ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા ફૈઝલભાઇ ચાવડા તથા પો. કોન્સ. કિશોરભાઇ પરમારને ચોકકસ સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે નાગનાથ સર્કલ, હાલાર હાઉસ પાસે અમુક ઇસમો હોન્ડા ડબલ્યુ આર.વી. કાર રજી.નં.જી.જે.01.એચ.ડબલ્યુ.0091 તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી.નં. જી.જે.10.ટી.ટી.7189માં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી છે

જે હકિકત આધારે આરોપીઓ દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા બચુભા જાડેજા જાતે ગીરા ઉ.વ.પપ રહે. ગોકુલધામ સોસાયટી પ્લોટ નં.141, ગાંધીનગર રોડ, રિલાયન્સ બિલ્ડીંગ સામે,જામનગર જયેન્દ્રસિંહ ઘેલુભાં જાડેજાના જાતે ગીરા ઉ.વ.39 ધંધો ડ્રાઇવીંગ રહે. ખોડીયાર કોલોની, કામદાર કોલોની શેરી નં.1, રોડ નં.ર, જામગનર વાળાઓને ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ 240 કિ. રૂ.1,20,2000ની તથા હોન્ડા ડબલ્યુ. આર.વી. કાર રજી.નં.જી.જે.01, એચ.ડબલ્યુ-009 કિ. રૂ.ર લાખ તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં.જી.જે.10.ટીટી 7189 કિ. રૂા ર લાખ તથા મોબાઇલ ફોન નંગ ર કિ. રૂ.10,000 ગણી કુલ કિ. રૂ.5,30,000ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

તેમજ મજકુરને સદર દારૂ બાબતે પુછતા ભાવેશ કાંતીભાઇ ગોહીલ રહે. નવાગામ ઘેડ, વાળાને આપવાનો હોવાનું તથા અરવિંદ પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતા જે બંન્ને ફરારી જાહેર કરી ચારેય ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા પો. હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજાએ ફરિયાદ આપેલ છે અને પો. ઇન્સ. કે.જે.ભોયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પો. ઇન્સ. કે.જે.ભોયે તથા પો. સબ ઇન્સ. વાય.બી. રાણા તથા પો. હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, મુકેશસિંહ રાણા, તથા પો. કોન્સ. હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, કિશોરભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

જગપ્રસિઘ્ધ દેશદેવી માઁ આશાપુરાના મઢ ખાતે આસો નવરાત્રીનો 6 ઓકટોબર બુધવારથી પ્રારંભ: રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપન સાથે નવરાત્રી પ્રારંભ

0

જગપ્રસિઘ્ધ દેશદેવી માઁ આશાપુરાના મઢ ખાતે આસો નવરાત્રીનો 6 ઓકટોબર બુધવારથી પ્રારંભ: રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપન સાથે નવરાત્રી પ્રારંભ

સરકારશ્રીના નિયમોનુસાર મુખ્ય પુજારી, સેવકગણ, બ્રાહ્મણો દ્વારા સાદગીપૂર્વક નવરાત્રી ઉત્સવ ઉજવશે

તા.12ને મંગળવાર રાત્રે 9:35 કલકે આસો સુદ-7 ભવ્ય હોમાદિક ક્રિયા પ્રારંભ થશે

અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રેના 1:30 કલાકે હવનમાં બિડુ હોમાશે

તા.13 બુધવારે સવારે રાજ પરિવારના આગેવાનમા માં આશાપુરાને સવારે જાતર (પત્રી) ચડાવશે

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ભૂજ ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રીપર્વ. ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં ઉપાસનાનું સ્થાન અલૌકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ-દેવીઓની નામરૂપ ધરી કામણગર કચ્છની ધન્ય ધરા માતાના-મઢ બિરાજતા દેશદેવીમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે.

જે 19મી સદીનું ભવ્ય તીર્થ ધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્યાણકારી છે. માં આશાપુરાનું સ્વરૂપ અજોડ, અનોખું અલોકિક છે. જયાં આસો નવરાત્રી તા.6-10-2121 બુધવાર ભાદર વદ અમાસ રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-1 તા.7-10-2021 ગુરૂવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.12-10-2021 સુદ-7 મંગળવાર રાત્રે 9:35 કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરૂ થશે. હવનવિધિ ગોર મહારાજશ્રી યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પુજાવિધિ, શ્રલોક શ્રુતિ પાઠ દ્વારા થશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે.

હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના 1:30 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડું હોમશે.

આસો સુદ આઠમ તા.13-10-2021 બુધવાર કચ્છ રાજપરિવાર વિધિવિધાન રાજપરિવાર દ્વારા માં આશાપુરા માતાજીને જાતર (પત્રી) ચડાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે માં આશાપુરા દ્વારા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતર (પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે.

હાલ ભાવિકજનો માટે દર્શન સમય સવારે 5 થી બપોરે 1 તથા બપોરે 3 થી રાત્રીના સુધી દર્શન કરવા મળશે. દરેક ભાવિકજનો સરકારશ્રીના સુચના મુજબ માતાના-મઢ ટ્રસ્ટીઓ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. ભાવિકોએ માસ્ક, રૂમાલ, થર્મલ ટેસ્ટીંગ, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડીસ્ટન્સ જાણવવાનું રહેશે.

ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. કોઇપણ જગ્યાએ અડવાની સખત મનાઇ છે. નવરાત્રી સરકારશ્રીની ગાઇડલાઇન તેમજ નિયમ મુજબ સાદગીપૂર્વક નવરાત્રી મુખ્ય પુજારીશ્રી તેમજ સેવકગણ, બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોગત વિધિ વિધાનમાં માં આશાપુરાના નોરતા ઉજવવામાં આવશે.

નવરાત્રી કોરોના કાળને લીધે સાદગીપૂર્વક યોજાશે. રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદન પૂર્ણ પ્રાર્થના કરશે. દરેક દેશવાસીની કોરોનારૂપી રોગથી દરેકની રક્ષા કરજો, વહેલી તકે આ ભયંકર રોગથીએ લોકો દેશવાસીઓને મુકિત મળે તેવી વંદનપૂર્ણ પ્રાર્થના કરશે. ભાવિકજનોને નમ્ર વિનંતી કે નવરાત્રી દરમ્યાન મતાના-મઢ વેબસાઇટના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે. માં આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે.

માતાના -મઢ ટ્રસ્ટીગણ દ્વારા મંદિરના નિયમોનુસાર પાલન દરેક દર્શનાર્થીઓને અનુસરવાનું રહેશે. તેમ માઇભકત વિનોદભાઇ આર પોપટ મો.નં.99799 07218 રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

પોલીસ દ્વારા ખોટો કેસ અને માર માર્યાનો આક્ષેપ કરીને યુવાને ઝેરી દવા પીધી: પોલીસને દબાવવા કર્યું નાટક.!

0

પોલીસ દ્વારા ખોટો કેસ અને માર માર્યાનો આક્ષેપ કરીને યુવાને ઝેરી દવા પીધી: પોલીસ વર્તુળમાં ભારે ચર્ચા

ખંભાળિયાના યુવાને દવા પી પોલીસ ઉપર દબાણ કરવા કયું નાટક.! લોકમુખે ચર્ચા

શહેર ભરમાં ભારે ચકચાર મચી હું સ્યુસાઈડ કરૂ છું ‘ એવો વીડિયોફેસબુક પર શેર કરી ખંભાળિયાના યુવકે ઝેરી દવા પી લીધી : સારવાર અર્થ ખંભાળીયા બાદ જામનગર ખસેડાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક :દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રહેતા એક યુવાને હુ સ્યુસાઇડ કરૂ છુ એવો વિડીયો ફેસબુક પર શેર કરી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો છે.

ભોગગ્રસ્તે એક પોલીસ કર્મી ગત તા .13 ના રોજ ઘરેથી ઉપાડી જઈ પોલીસ ચોકી લઇ જઇ અસહ્ય માર માર્યાનો આક્ષેપ પણ કથિત વિડીયોમાં કર્યો હતો.

આ બનાવના પગલે પોલીસ બેડામાં દોડધામ સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો .

ખંભાળીયામાં સ્ટેશન રોડ ઉપરના વિસ્તારમાં રહેતા યુવાન ધર્મેશ તન્ના નામના યુવાને ગત તા.13-07-21ના રોજ એક પોલીસ કર્મી દ્વારા તેને ઘરેથી ઉપાડી જઈ નગરનાકે પોલીસ ચોકી લઈ જઈ અસહ્ય ઢોર માર મારીને તું દિવથી  કેટલો દારૂ લઈ આવેલ તેમ કહી માર માર્યાનો આક્ષેપ કરતો વીડિયો ફેસબુક પર સેર કર્યો હતો.

જે બાદ યુવાને બુધવારે સવારે ઝેરી દવા ગટગટાવી લેતા પ્રાથમિક સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાંથી વધુ સારવાર માટે ભોગ બનનાર યુવાનને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

જોકે , આ બનાવમાં ઝેરી દવા પિતા પહેલા યુવાને ફેસબુક ઉપર સુસાઈડ કરી રહ્યાનું વિડીયો મુક્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ સમગ્ર મામલો ટોફ ઓફ ધ ટાઉન બન્યો છે.

આ ઉપરાંત ચારેક દિવસ પહેલા કોલવાના એક યુવાને પણ જમીનમાં પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક વીજપોલ ઊભા કરવા ખાનગી કંપની દ્વારા પોલીસ ત્રાસના હિસાબે પણ યુવાને ઝેરી દવા પીધી હોવાનો બનાવ બહાર લાઈવ આવ્યો હતો.

જેમાં બુધવારે ફરી એક યુવાને જે.પી.જાડેજા નામના પોલીસ કર્મીના ત્રાસથી દવા પિવુ છે.

તેઓ વિડીયો સોશ્યલ મીડિયામાં લાઈવ કરી ઝેરના પારખા કરતા હાલ પોલીસ બેડામાં ભારે ભાગદોડ સાથે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.હાલ તો આ બનાવે સારી એવી ચર્ચા જગાડી છે.

 

ગુજરાતમાં જુદા-જુદા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

0

ગુજરાતમાં જુદા-જુદા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ એસ નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા.

ફર્લો સ્ટાફના લખધીરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઈ ડાંગર સંયુક્તનાને બાતમી મળેલી કે પંચમહાલ જિલ્લામાં લુંટ,ધાડ તથા ઘરફોડ ચોરી જેવા અલગ-અલગ પાંચ ગંભીર ગુનાઓમાં છેલ્લા દસ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રતન ગોબર ભુરીયા રહે. હાલ રાજકોટ બાજુમાં ન્યારા ખાતે રહેતો હોવાની વિગતના આધારે જામનગર પોલીસની ટુકડી ન્યારા ખાતે દોડી ગઈ હતી અને આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામનગર સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.

આરોપી રતનના ગુનાહિત ઈતિહાસ ની વિગત જોઈએ તો, ગોધરા તાલુકા તથા રાજગઢ પોલીસ સ્ટેશન હેઠળ આઈ.પી.સી.કલમ 395 મુજબના ચાર ગુના નોંધાયેલા છે તેમજ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના આઈ.પી.સી.કલમ 457 અને 380 મુજબનો ગુનો દાખલ થયો છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એ. એસ.ગરચર, સ્ટાફના લખધીરસિંહ, ગજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ,  રણજીતસિંહ, સલીમભાઈ, કાસમભાઈ, ભરતભાઈ,  રાજેશભાઈ, મહિપાલ ભાઈ,  ધર્મેન્દ્રભાઈ, મેહુલભાઈ,અરવિંદ ગીરી, નિર્મળસિંહ તથા લખમણભાઇ દ્વારા કરવામાં આવી હતી.

ગાંધીના ગુજરાતમાં જામનગર મનપા બની અંગ્રેજ.! ગુજરાતી પ્રજા પાસે વાંધા સૂચન માંગ્યા અંગ્રેજીમાં

0

પાર્કીગ પોલીસી અને બાયલોઝ અંગ્રેજી ભાષામાં મુકાતા શહેરીજનોમાં ભારે દેકારો: ગાંધીના ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકા બની અંગ્રેજ.!

ભારે હોબાળા પછી 3 દિવસ બાદ મનપાને ‘ જ્ઞાન થયું : પોલીસીનો હાદે ગુજરાતી ભાષામાં વેબસાઈટ પર મુક્યો

બધાને ઈંગ્લીશ આવડતું હોય તે જરૂરી નથી ધણા નાગરીકને ગુજરાતીમાં પણ ફાંફા છે પ્રજા પર આર્થિક બોજ આવવાનો છે તેવામાં ફક્ત પોલીસી અંગ્રેજીમાં મુકવી અયોગ્ય છે: જયેન્દ્રસિંહ એન.ઝાલા એડવોકેટ

જામનગરમાં પાર્કિંગ પોલીસી મામલે વાંધા – સૂચન કરવા છે ? મનપાની વેબસાઇટ પર 14 પેઇઝમાં લાંબુ લચક અંગ્રેજી ભાષામાં લખાણ મુકી દેવાયું

જામનગરમાં વાહનોમાં ખૂબજ વધારો થતા સમસ્યાને હળવી કરવા માટે સરકારના નિર્દેશ અન્વયે ગુજરાતના દરેક શહેરમાં સુવ્યવસ્થિત પાર્કીંગ પોલીસી બનાવવાનું જણાવામાં આવ્યું હતું.

જે અન્વયે જામનગર મહાનગરપાલિકાએ શહેર માટે ડ્રાફટ પાર્કીંગ પોલીસી અને બાયલોઝ બનાવી તા .17 ના મનપાની વેબસાઇટ પર અને ટાઉન પ્લાનીંગ શાખામાં મૂકી વાંધા – સૂચનો મંગાવ્યા છે.

પરંતુ પોલીસીના 34 અને બાયલોઝના 14 પેઇજ ફકત અંગ્રેજી ભાષામાં હોય તમામ શહેરીજનો અંગ્રેજી ભાષા જાણતા ને હોય ભારે દેકારો બોલી ગયો છે.

જામનગરમાં પાર્કિંગ પોલીસી અને બાયલોઝ મહાપાલિકાની વેબસાઇટ પર ગત તા .17 સપ્ટેમ્બરના રોજ મૂકી વાંધા – સૂચનો મંગાવામાં આવ્યા છે.

પહેલાં પોલીસી ફકત અંગ્રેજીમાં મૂકવામાં આવી હતી પરંતુ પોલીસીના 34 અને બાયલોઝના 14 પેઇજ ફકત અંગ્રેજી ભાષામાં હોય તમામ શહેરીજનો અંગ્રેજી ભાષા જાણતા ન હોય ભારે દેકારો બોલી ગયો છે અને ગુજરાતી ભાષામાં પોલીસી અને બાયલોઝ મૂકવા માંગણી ઉઠી છે .

પ્રેમપ્રકરણ સંદર્ભે બે પરિવારો વચ્ચે જુથ અથડામણ : સામ-સામે નોંધાવેલી ફરિયાદમાં 14 સામે ગુનો નોંધાયો

0

નાના આંબલા ગામે પ્રેમપ્રકરણ સંદર્ભે બે પરિવારો વચ્ચે જુથ અથડામણ : સામ-સામે નોંધાવેલી ફરિયાદમાં 14 સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા નાના આંબલા ગામે રહેતા રજાક કાસમ સંધાર નામના પ0 વર્ષીય મુસ્લિમ આધેડ પરિવારની એક યુવતીને મોટા આંબલા ગામે રહેતા નાઝીમ ઉર્ફે જીવાભાઇના ભાણેજ સાથે સાથે પ્રેમ સંબંધ હોય, બંને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ બાબતનું ઘણા સમયથીબંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતુ હતુ. તેનો ખાર રાખી નાઝીમભાઇ ઉર્ફે જીવાભાઇ તથા તેમના પિતા અલારખાભાઇ, ભાઇ ગફારભાઇ, તથા ઓસ્માણભાઇ સાથે બોલાચાલી થઇ હતી.

જેથી ફરિયાદી રજાકભાઇ સંધાર તથા તેમનો પુત્ર સલીમભાઇ તેમને સમજાવવા જતાં નાઝીમભાઇ, અલારખાભાઇ, અબ્દુલભાઇ, અકબરભાઇ તેમજ હાજી ખમીશા, લતીફ કાસમ અને આમદ કાસમ નામના સાત શખ્સોએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીઅને સાહેદ સલીમભાઇ સંધારને ધારીયા વડે ઇજાઓ પહંચાડી હતી.

આ ઉપરાંત હાથમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. રજાકભાઇ કાસમભાઇ સલીમભાઇ ગફારભાઇ ઓસમાણભાઇ નામના ચાર પરિવારજનોને ઇજાઓ કરી આરોપી શખ્સો દ્વારા જાનથી મારી નાખવાન ધમકી પણ આપવામાં આવી હોવાનું રજાકભાઇ કાસમભાઇ ડસંધાર દ્વારા પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ સાતેય શખ્સોસામે આઇપીસી કલમ 323, 324, 504, 506 (2) 143, 147, 148, 149 તથા જી.પી.એકટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પીએસઆઇ કે.એન.ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પ્રકરણમાં સામા પક્ષે મોટા આંબલા ગામના રહીશદ આમદભાઇ કાસમભાઇ સંધિએ નાના આંબલા ગામના રજાકભાઇ કાસમભાઇ સંધાર, સલમી રજાકભાઇ, ગફાર કાસમભાઇ, ઓમસાણ કાસમભાઇ, હનીફ હુસેનભાઇ, ઇસુબ હુસેનભાઇ અને આમીન હુશેનભાઇ નામના સાત શખ્સોસામે વાડીનાર મરીન પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી આમમદભાઇના પિતરાઇભાઇને આરોપી પરિવારની એક પુત્રીસાથે સંબંધ હોવાથી ઘર છોડીને જતા રહેતા આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી આમદભાઇ કાસમભાઇ તેમજ સાહેદ અલારખાભાઇ તથા બોદુભાઇ ઉપર કુહાડી, પાઇપ તથા લાકડીઓ વડે ઘાતક હુમલો કરી અને બિભત્સ ગાો કાઢી, મારી નાખવાની ધમકી આપી, ઇજાઓ પહોંચાડી હતી.
ઉપરોકત બનાવ અંગે સ્થાનીક પી.એસ.આઇ. કે.એન.ઠાકરીયાએ સાતેય શખ્સો સામે પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા રાયોટીંગ અને જી.પી.એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.